SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ માતા દેવાનંદા (૧) જૈન શાસનની વિસ્તીર્ણ આકાશપટ ઉપર જે કેટલીક પવિત્ર સન્નારીઓ ગ્રહ-નક્ષત્ર કે તારલિયાનો પ્રકાશ પાથરી રહી છે તેમાં જો કોઈ તારલી ચમકદાર છતાં સંયમયુક્ત, દૂર દૂર છતાં દુન્યવી અને મનોરમ છતાં સાદી-સુરેખ હોય તો તે દેવાનંદા બ્રાહ્મણીની. નથી એને પોતાના પ્રકાશનું અભિમાન કે નથી એને પોતાનાં વિશિષ્ટ સ્થાન કે પ્રસિદ્ધિની પરવા. ત્રિશલા માતાને સૌ સંભારશે, એમને ઉદ્દેશીને ભક્તિભીની અંજલિઓ અપાશે. ત્રિશલા દેવી તો ભ0 મહાવીરની જનની ગણાય. દેવાનંદા કોણ ? એને કોઈ શા સારુ સંભારે ? સંભારે યા ન સંભારે પણ ૮૨ દિવસ સુધી જેણે ભo મહાવીરના ઘડાતા દેહનું લાલન-પાલન કર્યું છે તે દેવાનંદા માતાના પુણ્યનો પ્રકાશ, ભલે મંદમંદપણે પણ ચમકતો જ રહેવાનો. ભo મહાવીરના જીવનઘડતરના એક ઉપાદાનરૂપ ગણાવાનો. - ભ0 મહાવીર ત્રિશલા દેવીના ગર્ભમાં આવ્યા તે પહેલાં ૮૨ દિવસ સુધી દેવાનંદાના ગર્ભમાં રહ્યા હતા. પણ દેવાનંદા બ્રાહ્મણી હતી-ભિક્ષુક કુળની હતી એટલે ઈન્દ્ર પોતાના હરિણગમૈષી દેવનેએક દેવદૂતને મોકલી એના ગર્ભનું હરણ કરાવ્યું. ભગવાન મહાવીર બ્રાહ્મણીની કુક્ષિમાંથી ક્ષત્રિયાણીની કુક્ષિમાં આવ્યા. ત્રિશલા માતા Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004577
Book TitleMahavira Jivan Vistar
Original Sutra AuthorN/A
AuthorBhimjibhai Harjivandas
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2009
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy