________________
૧૦૦
શ્રી મહાવીર
લોહીને પણ ભસ્મીભૂત કરવાનો પ્રચંડ દાવાનળ ગુપ્તપણે સમાયેલો છે, એવી અનેક સંતપુરુષો વિશ્વને સંદેશો આપતા ગયા છે. ઇતિહાસનાં પૃષ્ઠો પણ એ જ સત્યની સાક્ષી પૂરતાં આપણી સામે પડ્યાં છે. અયોગ્ય દંડ આપવાની વૃત્તિથી આખી પ્રજા અને ખંડવ્યાપી રાજ્યસત્તાયે વિનાશ પામી ગઈ છે, તો એક પામર મનુષ્ય તેવી વૃત્તિના ઉગ્ર ફળથી કેમ બચી શકે ? વાસુદેવને તેવી શિક્ષા ફરમાવતી વખતે એવો જ ગર્વ રહેલો હતો કે મારા શાસનચક્રમાં આવેલા બધા જ મનુષ્યોને હું ધારું તેમ કરી શકું તેમ છું. મારા કાર્ય સામે માથું ઊંચકનારી ઈતર સત્તા આખા વિશ્વમાં કોઈ જ નથી, પણ તેના અભિમાનના આવેશમાં તે એટલું જોવું ભૂલી ગયા કે આ ભવ સિવાય અન્ય ભવ પણ છે અને આ ભવના કાર્યનું ફળ આગામી ભવમાં પણ મળે છે. સત્તા મનુષ્યને અંધ બનાવી મૂકે છે. તે કાળે તેને પૂર્વાપરનો નિર્મળ વિવેક રહેતો નથી. વાસુદેવને પણ તેમજ થયું હતું. પોતાની સત્તાને અંગે રહેલી વિવેક રાખવાની જવાબદારીનું ભાન તેઓ ભૂલી ગયા. પરિણામ એ આવ્યું કે આ ભવમાં-મહાવીર પ્રભુના દેહે, તેમને તેનો વિપાક શોષવો પડ્યો.
કષ્ટ સહન કરવાનું જ જેનું વૃત્ત છે, તેવા વીરપ્રભુએ તે ગોવાળીઆનું કાર્ય શાંતિપૂર્વક સહી લીધું. ત્યાંથી વિહાર કરતા અનુક્રમે પ્રભુ એક નગરમાં પધાર્યા. ત્યાં એક ખરક નામના વૈદ્ય પ્રભુના શરીરની કાંતિ નિસ્તેજ જોઈ અનુમાન કર્યું કે તેમના શરીરમાં કાંઈક
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org