SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સમાજનું જૂનામાં જૂનું તેમજ નિયમિત અને એકધારું ધાર્મિક, નૈતિક અને સામાજિક રસ-સામગ્રી પીરસતું તેમજ પોતાનો નીડર અવાજ રજૂ કરતું કોઈ પણ સાપ્તાહિક હોય તો તે “જૈન” જ, જેને માટે અમે ગૌરવ અનુભવીએ છીએ. સમયમાં પરિવર્તન થયું છે, મોઘવારી માજા મૂકતી જાય છે, કાગળના ભાવો આસમાને ચડ્યો છે, છતાં “જૈન” પત્રે ‘ભેટ પુસ્તક આપવાનો પોતાનો શિરસ્તો અવિરતપણે જાળવી રાખ્યો છે. અમારી ઑફિસનાં ભેટ-પુસ્તક એટલાં તો સમાજ-પ્રિય નીવડ્યાં છે, કેટલાંક ભેટ-પુસ્તકોની એક પણ નકલ શીલકે રહી નથી. આ બધું અમારે મન ગૌરવ તથા આનંદનો વિષય ગણી શકાય અને તેના હિસ્સેદાર તરીકે “જૈનના ગ્રાહક, વાચક અને પ્રશંસક સૌ કોઈના અમે આભારી છીએ. અંતમાં, એટલું જ સૂચવીએ છીએ કે આ પુસ્તકનું સાઘન્ત વાચન-મનન વાચક બંધુઓ કરે કે જેથી – જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ.” એ કવિવર્ય પં. શ્રી પઘવિજયજીની ઉક્તિ ચરિતાર્થ બને. ૨૦૧૫ બુધવાર કાર્તિકી પૂર્ણિમા ગુલાબચંદ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004577
Book TitleMahavira Jivan Vistar
Original Sutra AuthorN/A
AuthorBhimjibhai Harjivandas
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2009
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy