________________
જીવનવિસ્તાર
૩૩
(
સ્થા
કરતો હોય છે. કુદરતનો સ્વાભાવિક વેગ એ ક્ષોભને પાછો શમાવી પુનઃ સામ્ય સ્થાપવા તરફ હોય છે. અને તેમ કરવામાં જે બળ કુદરતને વાપરવું પડે છે, તે ક્ષોભના પ્રમાણમાં જ હોવાથી જે આત્મા જે ક્ષોભ ઉત્પન્ન કરે છે તેના તારતમ્ય પ્રમાણે કુદરતને જૂનાધિક ઉદ્યોગ કરવો પડે છે અને આખરે કુદરતની એ પ્રવૃત્તિનો પ્રત્યાઘાત તે ક્ષોભ કરનાર આત્મા પ્રત્યે થાય છે. એ ક્ષોભને શમાવવામાં કુદરતને જે વખત લાગે છે, તે વખતને આપણા શાસ્ત્રો “કર્મની સત્તાગત અવસ્થા” એ નામથી સંબોધે છે અને જ્યારે કુદરત તેને શમાવી રહે છે અને તેનો પ્રત્યાઘાત તે ક્ષોભ કરનાર આત્મા પ્રતિ થાય છે તે સમયને આપણે “ક”નો ઉદયકાળ” કહીએ છીએ.) એ સત્તાગત અવસ્થામાં, જો આત્મા પોતાના બળનો ઉપયોગ, કુદરતને તે ક્ષોભ શમાવવામાં મદદ કરવામાં કરે છે, તો તે મદદના પ્રમાણમાં તેના પ્રત્યેનો પ્રત્યાઘાત જૂન બળથી થાય છે. તેથી જ આપણા શાસ્ત્રકારો કહે છે કે જયાં સુધી કર્મો સત્તામાં હોય છે ત્યાં સુધી તે નિવારી શકવાની પાત્રતાવાળાં હોય છે અને તે નિવારણ માત્ર, કુદરતની ગતિમાં ઉત્પન્ન કરેલ ક્ષોભને શમાવવા મહેનત કરવી તેમાં જ રહેલું છે. ગર્વિષ્ઠ આત્માને ક્ષોભ ઉત્પન્ન કરતી વખતે કે તે પછી તેવું ભાન રહેતું નથી અને આખરે જયારે તે ક્ષોભજન્ય ધક્કાનું તેના જ ઉપર ઉત્પન્ન (Rebound) થાય છે, ત્યારે જ તેની આંખ ઊઘડે છે. પણ તે વખતનો પશ્ચાત્તાપ વ્યર્થ છે. તે જ પશ્ચાત્તાપ જો કર્મની સત્તાગત
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org