SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ નવમું ભાવના ભવનાશિની भाष्यते भववैराग्यादिसमुत्पाद्नाय पुनः पुनर्मनसि स्मरेणात्मा मोक्षाभिमुखी क्रियते यया सा भावना । (સંસાર) ભવ ઉપર વિરાગ ઉત્પન્ન કરવા માટે વારંવાર મનમાં જેનું સ્મરણ કરવામાં આવે અને તે દ્વારા આત્માને મોક્ષ સન્મુખ કરવામાં આવે તેનું નામ ભાવના. -શ્રી શાંતસુધારસ પ્રભુ ત્યાંથી વિહાર કરતા એકદા વૈશાલીમાં આવી પહોચ્યા. ત્યાં એક જિનદત્ત નામે દયાળુ અને સદ્દગુણી પરંતુ લક્ષ્મીના ક્ષયથી “જીર્ણ શ્રેષ્ઠી”ના ઉપનામને પામેલો એક ગરીબ શ્રાવક રહેતો હતો. તેને પ્રભુના આગમનની ખબર પડી અને તેઓ જે ઉપવનમાં ઉતર્યા હતા, ત્યાં જઈ અત્યંત ભક્તિથી દ્રવતા હૃદય વડે તેમની સ્તુતિ કરી. તેની એક ઉગ્ર ભાવના એ હતી કે પ્રભુ તેને ત્યાંથી એક વખત ભોજન ગ્રહણ કરી તેની ઈચ્છા પૂર્ણ કરે. આ ઉદ્દેશથી તેણે પોતાને ત્યાં પ્રાસુક અને પોતાની સંપત્તિ પ્રમાણે ઉત્તમ ભોજનો તૈયાર રાખ્યાં. દીક્ષા લીધા પછીનું, આ વિશાલા નગરીમાં પ્રભુ અગિયારમું ચાતુર્માસ તે વખતે નિર્ગમતા હતા અને ચાર માસના ઉપવાસનું જે વ્રત તેમણે રહ્યું હતું, તે વ્રતની સીમા જે દિવસે પૂર્ણ થવાની હતી તે દિવસે Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004577
Book TitleMahavira Jivan Vistar
Original Sutra AuthorN/A
AuthorBhimjibhai Harjivandas
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2009
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy