________________
શ્રી મહાવીર જીવન-વિસ્તાર
પ્રકરણ પહેલું
બાલ્યકાળ અને પાણિગ્રહણ
नो हीणे, नो अइरित्ते, इति संखाए જે શોષાવા ? જે માળવા ?
ભૂતકાળમાં એકેએક જીવ, ખરેખર અનેક વાર ઉચ્ચ ગોત્રમાં તેમજ નીચ ગોત્રમાં પણ જન્મેલ છે. આ હકીકતને લક્ષમાં લેતાં કોઈ પ્રાણી હીન-હલકો નથી તેમજ ઊંચો-ઊંચી જાતનો નથી. આટલી સમજણ પ્રાપ્ત થયા પછી કોણ ગોત્રવાદી બને ? કોણ માનવાદી બને ? શ્રી આચારાંગ સૂત્ર
G
જે મહાયોગીના યોગસામર્થ્યની આરંભક પ્રેરણા વડે ગતિમાન થયેલું શાસનચક્ર આજે ૨૪૮૪ વર્ષથી અનેક મહાભાગ જીવોના ઉદ્ધારનું નિમિત્ત થયેલું છે, અનેક ભવ્ય જીવોને શ્રદ્ધા, શાંતિ અને આશ્વાસન પ્રબોધી રહ્યું છે, અને હજી ભાવીમાં તેની ગતિના વેગ પર્યંત અનેક પ્રાણીઓને પરમ પથમાં દોરી જવા નિર્માએલું છે, તે વર્તમાન શાસનના આઘદ્રષ્ટા, પરમયોગી, સિદ્ધાર્થકુલકિરીટ, શ્રી મહાવીર પ્રભુને આ કાર્યના આરંભમાં, ત્રિકરણયોગે સાષ્ટાંગ પ્રણતિપરંપરા સમ છું.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org