SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ 18 અથવા સુધારારૂપે કશું સૂચવ્યું નથી. હજી પણ કોઈ વ્યાજબી રીતે તેમ કરશે તો તે ઉપકારપૂર્વક સ્વીકારીશ. તેમ કરવામાં દુરાગ્રહ રાખવો સૌજન્યથી ઊલટું છે. મારે આટલું નિવેદન કરવાનો પ્રસંગ એ કારણથી પ્રાપ્ત થાય છે કે પૂર્વે આ પ્રકારના કેટલાએક કિસ્સાઓમાં સંઘ બહાર કે શાસન બહારનો મિથ્યા ભય દર્શાવી, ‘જોહુકમી'થી કામ લેવામાં આવ્યું હતું. મારા પોતાના અંતઃકરણને એ ભય સ્પર્શી શકતો નથી. કેમ કે મારા પોતાના અધીનમતને ખાતર હું મારા બંધુઓ તરફના ગમે તેવા વર્તનને સહી લેવા તત્પર રહું છું. હવે, જો હું વાચકવર્ગની તરફથી કોઈ પણ પ્રકારની ઉદારતાની આશા રાખતો હોઉં, તો તે એટલી જ છે કે તેમણે જે કાંઈ ઊહાપોહ કરવો હોય તે સભ્યતા અને વિવેક-મર્યાદામાં રહીને જ કરવો. કારણ કે એથી સમાજને જે સત્ય પ્રાપ્ત થવા યોગ્ય હોય છે, તે અનાયાસે પ્રાપ્ત થાય છે. એટલા માટે મારે આ યાચનાને અંતે જે કાંઈ કહેવાનું છે તે એટલું જ છે કે, સમગ્ર લેખની જવાબદારી અને ગુણદોષનો ટોપલો હું મારે શિર જ રાખું છું, તો પણ ગ્રંથના લેખક કે પ્રકાશક પ્રત્યે કાંઈ કટાક્ષ કે અસભ્યતા ન દાખવતાં, પોતાની ચર્ચામાં ઔદાર્યવૃત્તિ તથા વિવેકબુદ્ધિ સાચવી રાખવી, એ જ એક મારી વિનિતભાવે યાચના છે. ભીમજી હરજીવન પરીખ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004577
Book TitleMahavira Jivan Vistar
Original Sutra AuthorN/A
AuthorBhimjibhai Harjivandas
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2009
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy