________________
માતા દેવાનંદા
૧૦૯
આપવા પૂર્વાભિમુખે વિરાજે છે. દેવાનંદા અને ઋષભદત્ત પણ ત્યાં આવી ચડે છે.
જેનું મોં પણ નથી જોયું, ગર્ભાવસ્થામાં પૂરો વિકાસ થાય તે પહેલાં જ જેનું અપહરણ થયું છે એવા પુત્રને માતા ઓળખી શકતી હશે ? ગમે તેમ હોય, પણ વાત્સલ્યમાં અદ્દભુત જાદુઈ શક્તિ છે એમ માન્યા વિના નથી ચાલતું. ભગવાન મહાવીરને જોતાં જ દેવાનંદા માતાની છાતીમાંથી દૂધની સેર ઊડે છે. માતાનો દેહ રોમાંચથી ઉભરાઈ જાય છે. ગૌતમસ્વામી પણ આ દશ્ય જોઈને વિસ્મય પામે છે. કોઈ દિવસ નહિ ને આજે એવું શું બન્યું કે એક અજાણી સ્ત્રીને પ્રભુ પ્રત્યે એટલું બધું વ્હાલ પ્રગટ્યું?
“પ્રભુ ! આ દેવાનંદા કોણ છે ? એની દષ્ટિ દેવવધૂની જેમ નિર્નિમેષ કેમ થઈ ગઈ?” સંશય અને વિસ્મય પામેલા ગૌતમસ્વામીએ અંજલી જોડીને પ્રભુને પૂછ્યું.
“દેવાનુપ્રિય ગૌતમ ! હું એ દેવાનંદાની કુક્ષીમાં જ બાસી દિવસ રહ્યો હતો. દેવલોકમાંથી ચ્યવીને હું ત્યાં જ આવ્યો હતો. દેવાનંદા પોતે નથી જાણતી પણ એનું સ્વાભાવિક વાત્સલ્ય છૂપું નથી રહી
શકતું.”
દેવાનંદા માતાને તે દિવસે પ્રથમ જાણ થઈ કે દેવોથી પૂજાતા, ચક્રવર્તી જેવા રાજવીઓથી સકારાતા અને પગલે પગલે પૃથ્વીને
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org