SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ શ્રી મહાવીર યથાર્થ દર્શનમાંથી પ્રગટેલો હોય છે. તેઓ જળમાં કમળપત્રની પેઠે અલિપ્તપણે રહે છે. ઉદયમાન પ્રકૃતિને અવ્યાકુળપણે ભોગવી લઈ તેની નિર્જરા કરવી અને રાગદ્વેષના ઉત્તેજક હેતુઓની મધ્યમાં પણ સ્થિતપ્રજ્ઞ રહેવું એ તેમનું ભીષણવ્રત હોય છે. વર્ધમાન પ્રભુ એ રીતે તેમની લગ્નની અવસ્થા વિતાવતા હતા. લગ્નના ફળરૂપે તેમને પ્રિયદર્શના” નામે પુત્રીરત્ન સાંપડ્યું હતું, જેમનું લગ્ન યોગ્ય વયે જમાલિ નામના રાજપુત્ર સાથે થયું હતું. અઠ્ઠાવીસ વર્ષની વયે પ્રભુનાં માતાપિતા સ્વર્ગસ્થ થયાં. સંસારનું સંસારત્વ, દ્રવ્યના ઉત્પાદ અને વ્યયમાં જ રહેલું છે એવું સમ્યફ પ્રકારે સમજનાર વર્ધમાન પ્રભુ એ ખેદકારક પ્રસંગથી વ્યાકુળ ન થતાં પોતાના વડીલ બંધુ નંદિવર્ધનને આશ્વાસન આપી,. તેમને સંસારના નાશવંતપણાનો બોધ આપ્યો. નંદિવલને વીર પ્રભુને રાજ્ય વડે અલંકૃત થવા પ્રાર્થના કરી, પણ પ્રભુએ તે સ્વીકારી નહીં. તે પછી નંદિવર્ધન રાજયાસન ઉપર આવ્યા, ત્યારે વીર પ્રભુએ તેમને કહ્યું કે, “આ ગૃહવાસની સ્થિતિથી હું હવે ઉપરામ પામ્યો છું, માટે દીક્ષા લેવાની મને રજા આપો.” નંદિવર્ધને ખેદથી ગદ્ગદિત થઈ જણાવ્યું કે, “હજી આપણાં માતાપિતાના અવસાનને દીર્ઘ સમય વીત્યો નથી અને તેનો શોક હજી તાજી જ છે તેટલામાં તમારા વિયોગના કષ્ટથી પણ મારું હૃદય ચીરાઈ જશે.” કરુણાસાગર પ્રભુને પોતાના વડીલ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004577
Book TitleMahavira Jivan Vistar
Original Sutra AuthorN/A
AuthorBhimjibhai Harjivandas
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2009
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy