________________
જીવનવિસ્તાર
૧૭
પણ જળ વિનાની સરિતા જેમ મનુષ્યને તાણી જઈ શકતી નથી, તેમ ગમે તેટલી તીવ્ર વેદનીય પ્રકૃતિનો ઉદય, જો મોહનીયરૂપ નદી વેગવાન વિપુળ જળના પ્રવાહથી રહિત હોય તો તેમાં આત્માને તાણી જવાનું કશું બળ હોતું નથી. આ ઉપરથી એમ સમજવાનું નથી કે જ્ઞાની જનોને કષ્ટ થતું નહીં હોય. કહેવાનું તાત્પર્ય એટલું જ છે કે, તેમનું કષ્ટ તેમની અવશેષ રહેલી મોહનીય પ્રકૃતિના પ્રમાણમાં જ હોય છે. સુખદુઃખની લાગણીનું મૂળ મોહનીય કર્મ છે અને તે જેટલું પ્રબળ હોય, તેટલે અંશો આત્મા સુખદુઃખ અનુભવે છે.
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org