________________
જીવનવિસ્તાર
પરિહાર એ જ ક્ષણે કરે છે. જે દેવું એક કાળે આપ્યા સિવાય ચાલે તેમ નથી તે દેવું અત્યારથી જ આપી છૂટવું એવા અભિપ્રાયવાળા મહાજનો હોય છે. આ માટીની ખોળ ઉપર ચઢેલો પુદ્ગલનો સુંદર અને મનોમન ભાસતો રંગ એમની દૃષ્ટિને રાગવશ કરી શકતો નથી.
૧૫
તેમનો દીક્ષામહોત્સવ મનુષ્ય અને દેવોએ ઉજવ્યો. ચારિત્ર ગ્રહણ કર્યા પછી તેમને મન:પર્યવ જ્ઞાન ઉત્પન્ન થયું. તેમણે બાર વર્ષ પર્યંત જે અસહ્ય પરિષહ સહ્યા તેની સ્મૃતિ ગમે તેવા કઠિન હૃદયને પણ
પીગળાવી નાંખે તેવી છે. (ઉપાર્જિત કર્મનો ઉદય, જ્યારે આત્મા
મુક્તિની વધારે અને વધારે નજીક જતો જાય છે, ત્યારે અત્યંત તીવ્રપણે અને ત્વરાથી આવતો જાય છે. જેમ ચાલતી પેઢી સંકેલનારની પાસે તેના લ્હેણદારો એકદમ એક સાથે તગાદો કરી તેને મૂંઝવે છે અને પોતાનું લેણું ચૂકતે હિસાબે લઈ લેવા તાકીદ કરે છે, તેમ મોક્ષાભિમુખ આત્માને તેના પૂર્વે ઉપાર્જેલા કર્મો એક સાથે ફળ આપી હિસાબ ચૂકતો
કરવા તત્પર થાય છે. મોક્ષના પથમાં વિહરનાર આત્માને ઘણીવાર
અસાધારણ સંકટો આવે છે અને ધર્મીને ત્યાં ધાડ” એવી પ્રચલિત લોકોક્તિ અનેકવાર સત્ય નિવડે છે તેનું કારણ આથી સ્પષ્ટ થવા યોગ્ય છે. મોક્ષમાર્ગમાં ગતિ કરનારાઓ અનેક સંકટોથી ઘેરાએલા હોવાનાં ઘણાં ઉદાહરણો આપણે સાંભળતા આવ્યા છીએ. બાળજીવોની સમજણ માટે અનેક ઉત્તમ ગ્રંથકારોએ, ઉપમિતીભવપ્રપંચા કથા, મોહરાજાનો રાસ વિગેરે રૂપક ગ્રંથો વડે એ જ વાત સ્પષ્ટ કરી છે
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org