________________
પ્રકરણ સાતમું
તેોલેશ્યા
आतापनापरस्य सदा षष्ठतपसः
सनखकुल्माषपिण्डिकया एकेन च । उष्णोदकचुलुकेन पारणां कुर्वतः षण्मास्यन्ते तेजोलेश्योत्पद्यते ॥
જે પ્રાણી નિયમધારી બનીને છઠ્ઠની તપશ્ચર્યા તેમજ એક મુષ્ટિ કુલ્માષ અને અંજલીપ્રમાણ વડે પારણું કરે તેને છ માસને અંતે અસ્ખલિત પ્રતિપક્ષીને ભયંકર એવી તેોલેશ્યા ઉત્પન્ન થાય.
ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર
આ વિહારના પ્રસંગોમાં ગૌશાળો પ્રભુની સાથે જ હતો. તેઓ બંને એક પ્રસંગે કુર્મ નામના ગામમાં આવ્યા. ગોશાળાને એક વેશિકાયન નામના તાપસ સાથે પ્રસંગ પડ્યો. ગોશાળાએ તે ધ્યાનસ્થ અને સૂર્યની સામે હાથ ઊંચા રાખી ત્રાટક કરી રહેલા તપસ્વીને તેની ક્રિયાનો માર્ગ ઉદ્ધતાઈથી પૂછવા માંડ્યો. છતાં તે મુનિ ઘણો કાળ શાંતિથી તે અપમાનભર્યા શબ્દો સાંખી રહ્યા અને કાંઈ પણ ઉત્તર આપ્યો નહીં. ગોશાળાને આટલેથી સંતોષ થયો નહીં. તેણે એ તાપસના આચરણથી અત્યંત ઉચ્ચ પ્રકારનું તપશ્ચરણ પ્રભુમાં અનુભવ્યું હતું, તેથી આવા એકાંત શરીરકષ્ટ પ્રત્યે તેને અરુચિ હોય એ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org