Book Title: Gyan Pushpanjali Pandita Chhabildas Sanghavi Smrutiank
Author(s): Dhirajlal D Mehta, Vasantlal M Doshi
Publisher: Jain Dharm Prasaran Trust Surat
Catalog link: https://jainqq.org/explore/012011/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ - $ ની [પા પંડિતવર્યશ્રી છબીલદાસ કેશરીચંદ ચંદાવી સ્મૃતિ વિશેષાંક USRIS શ્રીMઘર્મી વીડ઼ાણીપ્રચારક્રપgિ Page #2 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન પુષ્પાંજલિ પંડિતવર્યશ્રી છબીલદાસ કેશરીચંદ સંઘવી સ્મૃતિ વિશેષાંક नम्र सूचन इस ग्रन्थ के अभ्यास का कार्य पूर्ण होते ही नियत समयावधि में शीघ्र वापस करने की कृपा करें. जिससे अन्य वाचकगण इसका उपयोग कर सकें. પ્રકાશક શ્રી જૈનધર્મ તત્વજ્ઞાના પ્રચારક પરિષદ JainelibraryPre Page #3 -------------------------------------------------------------------------- ________________ 13232 ગી स જે (ગાંધીનગર) .૩૮૨ ૦૦૨ ચા परि ज्ञानमंदि Jaip Edu Inmational જ્ઞાન પુષ્પાંજલિ પંડિતવર્યશ્રી છબીલદાસ કેશરીચંદ સંઘવી સ્મૃતિ વિશેષાંક પ્રકાશક શ્રી ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા - વસંતલાલ મફતલાલ દોશી नैनधर्म तत्त्वज्ञान प्रचार परिषद् સંપાદક સમિતિ શ્રી જિતેન્દ્રભાઇ બી. શાહ નકલ ૫૦૦ શ્રી રતિલાલ ચીમનલાલ દોશી શ્રી દલપતલાલ સી. શાહ થી દૂર વીર.સં.૨૫૩૨ વિ.સં. ૨૦૬૨ વિમોચન દિત ઃ- વૈશાખ સુદ-૮, શુક્રવાર, તા.૫-૫-૨૦૦૬ વિમોચત સ્થળ :- ખંભાત પ્રાપ્તિસ્થાન શ્રી જૈનધર્મ તત્ત્વજ્ઞાન પ્રચારક પરિષદ્ બી/૧, હૃદય એપાર્ટમેન્ટ, શત્રુંજય સોસાયટીની સામે, શાંતિવન, પાલડી, અમદાવાદ-૭. જ્ઞાન પુષ્પાંજલિ • મુદ્રકઃ બોધિદર્શન ગ્રાફિક્સ C/o. પરેશ જે. શાહ એ-૨, મહાવીર ટાવર, એચ.પી. પેટ્રોલ પંપ પાસે, મહાલક્ષ્મી ચાર રસ્તા, પાલડી, અમદાવાદ-૭. ફોન : (મો) ૯૮૨૫૦ ૭૪૮૮૯ (ઘર) ૨૬૬૦ ૫૮૮૯ (ઓ) ૫૫૪૪ ૪૧૪૩ ૧ For Private Personal Use Only www.jainlibery.org Page #4 -------------------------------------------------------------------------- ________________ ( જ્ઞાન પુષ્પાંજલિ ) - સ્મૃતિ ગ્રંથની સમાલોચના - પ્રાકકથન 8 લેખક :- દલપતલાલ સી. શાહ ૪ તંત્રી:- તત્ત્વપરિપત્ર જેમનું જીવન એક પ્રબળ પ્રેરક પ્રસ્તાવના રૂપ હતું. એમના સ્મૃતિગ્રંથને કઈ પ્રસ્તાવનાથી પ્રારંભી શકાય? મા સરસ્વતીના પરમ ઉપાસક અને શ્રી સર્વજ્ઞ કથિત સિદ્ધાંતોનાં દોહનો સત્યરીતે સમજનાર અને સમજાવનાર તરીકેની તેમની ઓળખ આ ગ્રંથ જ પુરવાર કરે છે. ગ્રંથના પાને પાને પંડિતજીના જે સદ્દગુણો અને વિદ્વત્તાના પ્રસંગો તથા પરોપકાર, નિખાલસતા, સરળતા, સચોટતા અને સ્નેહાળતાની સૌરભ પ્રસરી રહી છે. તે જ ખરેખરા તેમના વિરાટવ્યક્તિત્વનું ભવ્ય દર્શન કરાવે છે. વિશાળસંખ્ય પ.પૂ. સૂરિવરી, મુનિવરો, શ્રમણીર્વાદ અને પંડિતવર્યોએ હાર્દિક અને લાગણીસભર ભાષામાં જાણે કે પોતાના કોઈ અંગત સ્નેહી સ્વજન અને ઉપકારક તત્ત્વ વિદાય ન લીધી હોય ! એવા હૃદયસ્પર્શી સંદેશાઓ તથા લેખો પંડિતજી માટે લખ્યા એ પણ એક સદ્ગૃહસ્થ શ્રુતજ્ઞાનીની અનુમોદનાનું જાજરમાન દૃષ્ટાંત કહી શકાય. જો કે જિનશાસનની આ તો મોટી બલિહારી છે કે સદ્દગુણોની પૂજા અને બહુમાનમાં પછી ભલે તે સર્વત્યાગી હોય કે ગૃહસ્થ હોય. કોઈ ભેદ રખાતો નથી. સાધુ-સાધ્વીજી શ્રાવક કે શ્રાવિકા સહુ પરસ્પર સદ્ગુણો અને ઉપકારોની ઉપબૃહણા કરે છે. જો ન કરે તો દર્શનાચારનો ભંગ થાય છે. એ સહુની સમજમાં અને સંસ્કારિતામાં છે. આ વાત આ સ્મૃતિગ્રંથમાં પૂજ્ય સાધુસાધ્વીજી ભગવંતોના લેખો વાંચતાં જણાઈ આવે છે. આ એજ પ્રગટ કરે છે કે પંડિતજીએ કેવી પરિમલ પ્રસરાવી હશે એમના ઉમદા જીવનની! હા, એક વાત તરફ ધ્યાન દોરવાનું મન થાય કે આપણે આવા પંડિતશ્રીઓને એક વિદ્વાન કે સાક્ષર તરીકે જ મોટા ભાગે નવાજતા હોઈએ છીએ. અને આ ગ્રંથમાં પણ એવાં લખાણો જોવા મળ્યાં છે કે “પંડિતજી એક વિદ્વાનમૂર્તિ હતા” તથા “મહેસાણા પાઠશાળાએ આવા અનેક વિદ્વાનો પકવ્યા છે” આ વાતના અનુસંધાનમાં થોડા ઊંડા ઉતરીએ તો આ વાક્યો અધુરાં લાગશે. કેમકે ‘વિદ્વાન કે સાક્ષર બુદ્ધિના બળથી ઘણા બની શકે છે. જ્યારે મહેસાણા સંસ્થામાં તૈયાર થયેલા Jain Education Page #5 -------------------------------------------------------------------------- ________________ ( જ્ઞાન પુષ્પાંજલિ ) શ્રીપ્રભુદાસભાઈથી માંડીને અનેક પંડિતવર્યા માત્ર વિદ્વાન જ નહોતા; એ સાચા અર્થમાં સમ્યગુજ્ઞાની શ્રુતજ્ઞાનદાતા હતા. આની પાછળ સમ્યગદર્શન-જિનશાસનની અવિહડ શ્રદ્ધાનું એક જોમ પડેલું છે. એ જોમ આપણા પંડિતવર્યોમાં હતું અને આજે વિદ્યમાન પંડિતોમાં પણ જોવા મળશે. એટલે આવા વિશિષ્ટ જ્ઞાની પંડિતજી માત્ર “વિદ્વતશિરોમણી” હતા એટલું જ માત્ર એમના માટે પુરતું નથી; તેઓશ્રી જિનશાસનના સિદ્ધાંતોના અવિહડ અનુરાગી અને આત્મપરિણતજ્ઞાની હતા. બધો જ આધાર પરિણતિ ઉપર છે. એવા ઘણા વિદ્વાનોના દૃષ્ટાંતો પણ આપણી પાસે છે; જેઓ દેશ-વિદેશમાં પણ ખ્યાતનામ બન્યા હોય, છતાં અંગત જીવનમાં એમની વિદ્વત્તા માત્ર મહત્વાકાંક્ષી અને વિષયપ્રતિભાસ રૂપ જ બની હોય; કારણ કે સમ્યગદર્શનની દઢતા વિનાનું ગમે તેટલું જ્ઞાન પણ આત્મપરિણત ક્યાંથી બને? જો કે આ વાત સહુના અંતરમાં હશે જ. અને આપણે સહુ તો એને અવશ્ય સ્વીકારીએ જ એમાં કોઈ બે મત નથી. પંડિતજી સાથેના વાર્તાલાપમાં આ અંગે ઘણીવાર સાંભળવા મળેલું. પંડિતજી સાથે સત્સંગ કરવાની પવિત્ર ક્ષણો ઘણીવાર પ્રાપ્ત થઈ એ મારું પોતાનું પણ સૌભાગ્ય સમજું છું. ભાભર જેવા બનાસકાંઠાના ગામઠી વિસ્તારમાં છતાં શ્રદ્ધાસંપન્ન પરિવારમાં જન્મેલા છબીલદાસભાઈ માતા જેકોરબેન અને પિતા કેશરીભાઈના પનોતા પુત્ર આવા ખ્યાતનામ અને સુદૃઢસમ્યગ્દર્શની વિદ્વાન્ બનશે એવી એમના માતા-પિતાને પણ ક્યાંથી કલ્પના હોય ? એમના બંધુ શ્રીલહેરચંદભાઈ સંઘવીએ પણ શ્રુતજ્ઞાનદાતા તરીકેની જ સફળ કાર્યવાહી અપનાવી છે. એમના પુત્રો, પરિવાર બધા જ ખૂબ વિનય-વિવેક અને ધર્મશ્રદ્ધાસંપન્ન છે. એ પંડિતજીના સંસ્કારની સુવાસ છતી કરે છે. જીવનના અંત સુધી બસ શ્રુતજ્ઞાનદાનની જ લગની જાળવી રાખનાર પંડિતવર્યો આંગળીના વેઢે ગણી શકાય એટલા જ જાણવા, સાંભળવા મળશે. આ ગ્રંથની આ પણ વિશેષતા છે કે એવા પંડિતવર્યોના નામસ્મરણ પણ મૂક્વામાં આવ્યા છે. જેવા કે સ્વ. પંડિતજીના વિદ્યાગુરુ તથા માર્ગદર્શક સુશ્રાવક જિનશાસનરત્ન પં. પ્ર. શ્રી પ્રભુદાસભાઈ બેચરદાસ પારેખ, સહાધ્યાયી .વર્ય શ્રી શિવલાલભાઈનેમચંદભાઈ શાહ-પાટણ, પ.વર્ય શ્રી પુખરાજજી અમીચંદજી તપ અને સંયમ પ્રત્યેની એમની શ્રદ્ધા અને દેઢમનોબળના દર્શન તો અમને વિ.સં. ૨૦૫૬ના પાલિતાણાના ચાતુર્માસમાં નજરે જોવા મળ્યા. એકવાર પૂછ્યું કે પંડિતજી ! આ કાળમાં આપણે દીક્ષા લઈને ઉત્કૃષ્ટ ચારિત્ર પાલન કરવાનું સત્ત્વ જાગૃત કરી શકતા નથી, પરંતુ તપ, વ્રત, ક્રિયા-અનુષ્ઠાનયુક્ત ઉત્કૃષ્ટ શ્રાવકધર્મનું જીવન જીવીએ તો ભાવ સાધુતાનો સ્પર્શ થાય કે કેમ? અને એટલે આવો ઉચ્ચ શ્રાવકધર્મ કદાચ સાધુપણાની સમકક્ષ કે તેનાથી પણ સાધનામાં વિશેષ ૩ sain ducation inter Page #6 -------------------------------------------------------------------------- ________________ ( જ્ઞાન પુષ્પાંજલિ ) પ્રગતિ સાધી શકે એવું બને કે કેમ? - પંડિતજીએ ગંભીરતા પૂર્વક જવાબ આપ્યો ભાઈ ! આપણે ગમે તેટલું ભણેલા હોઈએ અને ગમે તેટલી સમજદારી પૂર્વકની આરાધના-સાધના શ્રાવકધર્મની કરીએ તો પણ આપણા કરતાં સાધુપણાની આરાધના અસંખ્ય ગુણ કર્મનિર્જરા કરે છે. માટે ગમે તેવો પણ શ્રાવક કદાચ ભાવથી સાધુતાનો સ્પર્શ અનુભવતો હોય તો પણ સાધુ જીવન કરતાં ચઢે તો નહિ જ ! ચારિત્રધર્મનું પ્રોત્સાહક બળ ઉત્પન્ન કરવા જ્ઞાનીઓએ કહ્યું છે કે – “સમણો ઈવ સાવઓ હવઈ” પરંતુ નિશ્ચયધર્મનું ભાવ સામાયિક આવે ત્યારે એ ભાવસાધુતા ક્યારેક સ્પર્શી જાય, પરંતુ કર્મનિર્જરા તો સાધુ ધર્મમાં જ વધુ છે. ભલે પછી એ કદાચ તપશ્ચર્યા ન પણ કરતા હોય તો પણ આપણાથી આગળ જ છે. સંયમધર્મ પ્રત્યેનું કેવું ઉછળતું બહુમાન હતું એમના અંતરમાં ! એ એમની વાત અને વિચારો ઉપરથી ફલિત થાય છે. ‘શ્રુતજ્ઞાનનું સાચું ફળ વ્રત અને ચારિત્ર જ છે' ‘વતચરણ ફેલ” એ વાત એ દૃઢતાપૂર્વક સમજતા. અનાસક્તિ પૂર્વકનું એમનું જીવન, સમતા અને સમાધિપૂર્વકનું એમનું સદા પ્રસન્ન મન, શ્રુતજ્ઞાન પ્રદાન અને તત્ત્વજ્ઞાનનું જ સદા સ્મરણ આપણને સહુને એક પ્રેરક દીવાદાંડી સ્વરૂપ બની રહે એજ પરમાત્મા પ્રત્યે અભ્યર્થના. સ્વર્ગસ્થ પંડિતજી ભલે આપણી વચ્ચે નથી પણ આ મૃતિગ્રંથનું અવાર નવાર કોઈ પણ એકાદ પેજનું પણ વાંચન આપણે કરીશું તો પંડિતજી જાણે આપણી સાથે જ સત્સંગ કરી રહ્યા છે એવી અનુભૂતિ અવશ્ય થશે. અંતમાં આ સ્મૃતિગ્રન્થના સહાયકો, લેખકો અને અન્ય સંપાદકોની હાર્દિક અનુમોદના સાથે વિરમું છું સ્વર્ગસ્થ શ્રુતજ્ઞાનદાતા પંડિતજીને ભાવભરી વંદના.. ચિંતન કણિકા મંત્ર-તંત્ર-યંત્ર, દેવ-ગુરુપૂજન, ભક્તિ-સ્મરણ, જ્ઞાન ધ્યાનાદિયારે આરાધના સ્વરૂપ બને છે ત્યારે સાનુબંધી બને છે અને મુક્તિ પર્યંત પહોંચાડે છે. Jata Educator Page #7 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન પુષ્પાંજલિ સંપાદકીય છેe - 90990 મૃતિવિશેષાંકના પાના ઉપર નજર નાખતાં એમ લાગે છે કે વિદ્વત્તા, સ્વભાવ અને ૯ વાત્સલ્યથી સ્વ. પંડિતજીએ ચતુર્વિધ શ્રીસંઘમાં ઘણી ચાહના મેળવી હતી. પ્રશ્નોનું સમાધાન આપવામાં કુશાગ્ર બુદ્ધિ હતી. અભ્યાસના વિષયોનું ઊંડાણ હતું. અનુભવ અજબ-ગજબનો હતો. હી રજૂઆત તર્કબદ્ધ રહેતી, સત્ય કહેવામાં ઘણી નિર્ભયતા હતી આવું ઘણું બધું હોવા છતાં પંડિતજી છે વિનમ્ર, સરળ, ગંભીર હતા. પૂ. આચાર્યભગવંતશ્રીએ લખ્યું કે સ્વ. પંડિતજી ભાભરના ભૂષણ નહિ પરંતુ ભારતના આભૂષણ હતા તે યથાર્થ છે. શ્રી સંઘોના અને શુભેચ્છકોના પ્રસંગે પ્રસંગે ઘણા ઘણા પ્રયાસો થયા હતા છતાં પંડિતજી બાહ્ય સન્માનથી દૂર રહ્યા. આમ છતાં સમ્યજ્ઞાન-દાતાઓનું શ્રી સંઘમાં ગૌરવ ભર્યું સ્થાન હોવું જ જોઈએ અને તેઓ સદા નિશ્ચિત રહે આવું કોઈ આયોજન કરવું જ જોઈએ આ મક્કમ-પણે માનતા અને પૂ. આચાર્યભગવંતોને પણ જણાવતા. પ્રસંગે પ્રસંગે જાહેર સમારંભોમાં ટકોર પણ કરતા હતા. સદા નિઃસ્પૃહ સ્વ. પંડિતજીનું તેમની હયાતીમાં અને હયાતી બાદ અનોખું સન્માન થયું તે પ્રસંગ ઉપર દષ્ટિપાત કરીએ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય હેમપ્રભસૂરિજી મ. સાહેબને પોતાના વિદ્યાદાતા અને માર્ગદર્શક સ્વ. પંડિતજી પ્રતિ સવિશેષ આદરભાવ હતોમારી ગિરિવિહાર, પાલિતાણાની રજતજયંતિ મહોત્સવ પ્રસંગે પૂ. આ. ભગવંતશ્રીની પ્રેરણાથી ગિરિવિહાર ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ હૃદયના ઉમળકા સાથે પં. પ્ર. શ્રી છબીલદાસભાઈને ૪ ગિરિવિહાર-ધર્મશાળાનો એક બ્લોક અર્પણ કરી અનોખું (અદ્વિતીય) સન્માન કર્યું હતું, સ્મૃતિ વિશેષાંકના પરિશિષ્ટવિભાગમાં વિશેષ ઉલ્લેખ કરવામાં આવેલ છે. સ્વર્ગવાસ બાદ ખંભાતની નગરપાલિકાએ પંડિતજીનું ખંભાતમાં જ્યાં નિવાસસ્થાન હતું તે દાદાસાહેબ પોળના ચોકનું વ્યાકરણ વિશારદ પં. શ્રી છબીલદાસભાઈ સંઘવી ચોક આ 6e નામ આપી મરણોત્તર સન્માન દ્વારા એક વિદ્વાન્ પુરુષને અંજલિ આપી હતી. સ્મૃતિ વિશેષાંકમાં 6 આવા તો અનેક પ્રસંગો નિહાળવા મળશે માત્ર વિદ્વાન્ જ નહિં પરંતુ તાત્ત્વિક, આધ્યાત્મિક અનુભવપૂર્ણ જ્ઞાની હતા, ક્રિયારુચિ હતી સ્વાધ્યાયમય જીવન હતું, આચારસંપન્ન પુણ્યાત્માઓ પ્રતિ હૈયામાં ઘણો આદર હતો.' ક ૧૨૦૦૦૦ ૨૦૦૯ - જેવી ૫ Jal:Education international Page #8 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન પુષ્પાંજલિ o પંડિતજીની ચિરવિદાય બાદ પૂ. આચાર્ય ભગવંતો વગેરેના જે પ્રતિભાવ સાંભળવા છે મળ્યા ત્યારે થયું કે કોઈ વિરલ વ્યક્તિત્વ આ જ્ઞાની સુશ્રાવકનું હતું. આ તત્કાલીન જે. મુ.પૂ. તપાગચ્છ જૈનશ્રમણસંઘના વડીલ આ.ભ. પૂ.પાદ શ્રીમદ્ વિજયરામસૂરીશ્વરજી મ.સાહેબ (ડહેલાવાળા) આદિ ગુરુભગવંતો, પંડિતજી પાસે અભ્યાસ કરી છે જ્ઞાન અને ચારિત્રધર્મની આરાધનામાં રત પૂ. સાધ્વીજી મ. સાહેબો, શ્રેષ્ઠિવર્ય શ્રી શ્રેણિકભાઈ હુકમ કસ્તુરભાઈ શેઠ આદિ સુશ્રાવકો તથા વિદ્વાન પુરુષોના આવેલા સંદેશાઓ વાંચતાં સ્વ. પંડિતજી , પ્રતિ લાગણી ધરાવતા શ્રુતરસિક પુણ્યાત્માઓના અંતરમાં એવો ભાવ જાગ્યો કે નાનાસ્વરૂપમાં પણ સ્મૃતિવિશેષાંક પ્રગટ થાય. સ્વ. પંડિતજી શ્રી જૈનધર્મ તત્ત્વજ્ઞાન પ્રચારક પરિષદ્ સાથે પ્રારંભથી સંકળાયેલા હતા એટલું જ નહિં પણ અંતિમ સમય સુધી માર્ગદર્શક રહ્યા. આ સંસ્થાના 06 પદાધિકારીઓના હૃદયમાં પંડિતજીનું અદ્વિતીય સ્થાન હતું “પરિષદૂ’ સ્મૃતિવિશેષાંક પ્રકાશિત કરે આ ભાવના શુભેચ્છકોએ દર્શાવતાં પરિષદે તેમની રજૂઆત વધાવી લીધી. જ્ઞાનના માધ્યમથી પુષ્પોનીજેમ સુવાસ પ્રસરાવનાર જ્ઞાનીપુરુષને અંજલિ આપવાની હોવાથી આ ‘સ્મૃતિવિશેષાંક'નું .યથાર્થ નામ ‘જ્ઞાનપુષ્પાંજલિ' રાખવાનું નક્કી થયું. | સ્મૃતિવિશેષાંકમાં પૂજ્ય આચાર્ય ભગવંતાદિના, પૂ. સાધ્વીજી મ. સાહેબોના, સુશ્રાવકોના અને વિદ્વાન્ અધ્યાપકોના લેખ, સંદેશા પ્રાપ્ત થયા તે લીધા છે તદુપરાંત પરિશિષ્ટ • વિભાગમાં શ્રીમદ્ યશોવિજયજી જૈનસંસ્કૃત પાઠશાળા -મહેસાણા (પંડિતજીની " જ્ઞાનદાત્રીમાતૃસંસ્થા) તથા ધર્મવીર શ્રેષ્ઠી શ્રી વેણીચંદભાઈ (માતૃસંસ્થાપક), જિનશાસનના દૃઢરાગી સ્વ. પં. શ્રી પ્રભુદાસભાઈ પારેખ (વિદ્યાગુરુ), વ્યાકરણ વિશારદ્ સ્વ. પં. પ્ર શ્રી હવે © શિવલાલભાઈ – પાટણ (સહાધ્યાયી), કર્મસાહિત્ય નિપુણ પ્રજ્ઞાચક્ષુ સ્વ. પં. શ્રી પુખરાજજીભાઈ કે - (વિદ્યાર્થી) આ જ્ઞાની પુરુષોનું જીવન અને યોગદાનશું છે તેનો ખ્યાલ શ્રી સંઘોને મળે તેથી તે સંબંધી લેખો પણ લીધા છે. તથા (૧) હસ્તપ્રત એક પરિચય (૨) શ્રી કૈલાસ સાગરસૂરિજ્ઞાનમંદિર, કોબાતીર્થ, (ગાંધીનગર-અમદાવાદ) (૩) જિનશાસન આરાધના ટ્રસ્ટ જિનાગમની વિશેષ જાણકારી મળી શકે તે ધ્યાનમાં લઈ આ ત્રણ લેખો પણ મૂકવામાં આવેલ છે આ સ્મૃતિ વિશેષાંકનું પ્રકાશન શ્રી જૈનધર્મ તત્ત્વજ્ઞાન પ્રચારક પરિષદે કર્યું છે આ અંગેનો ખર્ચ સંસ્થામાં નાખવામાં આવેલ નથી પરંતુ શુભેચ્છકોએ સંપૂર્ણ આર્થિક સહયોગ આપી આ લાભ લીધો છે. 0 Jain 25 Page #9 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન પુષ્પાંજલિ “સ્મૃતિ વિશેષાંક” પ્રગટ કરવામાં લગભગ ત્રણેક વર્ષનો સમય પસાર થઇ ગયો છે. આવેલા લેખો, સંદેશાઓ અને બીજી પણ કેટલીક માહિતી એકઠી કરવામાં સમય લાગેલ છે. શ્રુતજ્ઞાનસંબંધી, દેવાધિદેવની અચિત્ત્વશક્તિ અને અચિન્ત્યકૃપાસંબંધી લખાણ જે જે પેજઉપર બોક્ષમાં આપેલાં છે તે લખાણ તત્ત્વજ્ઞાનપરિપત્ર, પાઠશાળાઅંક, શ્રુતમહાપૂજાઅંક, અને શ્રુતવિશેષાંક કલ્યાણમાસિક, જિનાજ્ઞામાસિક આદિમાંથી લીધાં છે. તેમજ તત્ત્વચિન્તકમહાપુરુષોનાં અને વિદ્વાન સાહિત્યકારોનાં આધ્યાત્મિકલખાણો પણ કોઈ કોઈ પુસ્તકોમાંથી લીધાં છે મેટરનું કંપોઝ કરવાનું કામ સૌ પ્રથમ ડૉ.શ્રી જિતેન્દ્રભાઇશાહે કર્યું છે કે જેઓ શારદાબેન એજ્યુકેશનલ રીસર્ચ સેન્ટરમાં તથા એલ.ડી. ઇન્સ્ટીટ્યુટ આદિ સંસ્થાઓમાં ઘણું જવાબદારીભર્યું કામકાજ સંભાળે છે. ત્યારબાદ તેઓની સમ્મતિ સાથે આ કામ “બોધિદર્શન ગ્રાફિક્સ’ને સોંપવામાં આવેલ, ત્યાં પંડિત શ્રી પરેશભાઇએ ઘણી જ લાગણી અને કાળજીપૂર્વક આ કામ કરી આપેલ છે. પ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજ્ય શીલચન્દ્રસૂરીશ્વરજી મ.સા.ને વિનંતિ કરતાં પૂજ્યશ્રીએ કેટલાક લેખો જોઇ આપેલ છે તથા મેટર ગોઠવવા સંબંધમાં ઉપયોગી માર્ગદર્શન આપ્યું છે. આ વિશેષાંકમાં જેમનું જેમનું યોગદાન પ્રત્યક્ષ કે પરોક્ષ મળેલ છે. તે સર્વેનો અમે આભાર માનીએ છીએ. TH1 પંડિતજીના સ્વર્ગવાસ પછી તેમના સુપુત્રો ઉપર જે જે સંદેશાઓ આવ્યા, તેની એક ફાઇલ તેમના સુપુત્રોએ કરી હતી. તે ફાઇલ અમારા ઉપર તેઓએ મોકલી હતી. તે આવેલા સંદેશાઓ ઉપરથી આ સ્મૃતિવિશેષાંક તૈયાર કરવામાં આવ્યો છે. સંદેશાઓની ફાઇલ તૈયાર કરવામાં કદાચ કોઇ લેખ રહી ગયો હોય, અથવા કંપોઝ કરનારની શરત ચૂકથી કોઇ લખાણ લેવું રહી ગયું હોય અને તેના કારણે આ વિશેષાંકમાં તે લેખ (લખાણ) છાપવો રહી ગયો હોય તો ચતુર્વિધ શ્રી સંઘની ક્ષમા માંગીએ છીએ. કોઇ કોઇ સ્થાને જરૂર જણાતાં લખાણમાં સુધારો-વધારો કરવામાં આવેલ છે. આ સ્મૃતિઅંક તૈયાર કરવામાં પુરતી કાળજી રાખી છે છતાં છદ્મસ્થાવસ્થાના કારણથી અથવા પ્રમાદવશ કંઇ પણ ભૂલચૂક રહી ગઇ હોય તો તે બદલ સંઘ સમક્ષ માફી માંગીએ છીએ. Jain Education Thera લિ. જ સંપાદકો bran Page #10 -------------------------------------------------------------------------- ________________ શ્રુત આનંદ ટ્રસ્ટ સંચાલિત સંબોધિ ભવન ઉદ્ઘાટન પ્રસંગે મી શારિરીક ઉદoll જેતા વામ સ્મરણથકી, અબુધા કષ્ટો બધા જાણતા, જેતા જાપકરણથકી, વિબુધના કાર્યો સણા શોભતી8 જેવા શાળી થકી પળ ભવિકતો, પુણ્યોથી સંપઘા, ભાવૈ તેં શ્રી શારદા ચરણમાં હીજી રાણા વંટો. ઉદઘાટન પ્રસંગે પંડિતજી મા સરસ્વતીજી | સન્મુખ દીપક પ્રગટાવી રહ્યા છેersonal Use Only | Page #11 -------------------------------------------------------------------------- ________________ શ્રુત આનંદ ટ્રસ્ટ સંચાલિત સંબોધિ ભવન ઉદ્ઘાટન પ્રસંગે પૂ.આ.ભ.શ્રી પ્રદ્યુમ્નસૂરિજી મ.સાહેબ સંબોધિભવન ઉદ્ઘાટન પ્રસંગે વાસક્ષેપ કરે છે પૂ.આ.ભ. શ્રી અભયદેવસૂરિજી મ.સા. પંડિતજી તથા પં.શ્રી વસંતભાઇ દોશી ઉભા છે સંબોધિ ભવન ઉદ્ઘાટન પ્રસંગે પંડિતજી તક્તિની અનાવરણ વિધિ કરે છે શ્રુતઆનંદટ્રસ્ટ સંબોધિ ભવન ઉદ્ઘાટન પ્રસંગે પૂ.આ.ભ.શ્રી દેવસૂરીશ્વરજી મ.સા. પૂ.આ.ભ.શ્રી હેમચન્દ્રસૂરીશ્વરજી મ.સા. પૂ.આ.ભ.શ્રી પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મ.સા. પૂ.આ.ભ.શ્રી અભયદેવસૂરીશ્વરજી મ.સા. આદિ શ્રમણ ભગવંતો પાટ ઉપર બિરાજમાન છે પંડિતજીનું પ્રાસંગિક વક્તવ્ય પૂ.આ.ભ.શ્રી દેવસૂરીશ્વરજી મ.સા. સાથે પંડિતજીનો વાર્તાલાપ Only જય ન્યાય ભગવતી ભો પતાયાં. WWW= તે Page #12 -------------------------------------------------------------------------- ________________ લે પાચ શ્રુતઆનંદટ્રસ્ટ સંબોધિ ભવન ઉદ્ઘાટન પ્રસંગે પૂ.આ.ભ.શ્રી દેવસૂરીશ્વરજી મ.સા.ની પાવનનિશ્રામાં પંડિતજીનું વક્તવ્ય ઉદઘાટન પ્રસંગે શ્રી શ્રેણિકભાઇ શેઠનું વક્તવ્ય શ્રી શ્રેણિકભાઇ શેઠ મા. સરસ્વતીજીની પ્રતિકૃતિ પંડિતજીને અર્પણ કરે છે. પૂ.આ.ભ.શ્રી પ્રદ્યુમ્નસૂરિજી બિરાજમાન છે બાજુમાં પં.શ્રી જિતેન્દ્રભાઇ ઉભા છે શ્રી શ્રેણિકભાઇ શેઠ સાથે પંડિતજી ઉદ્ઘાટન માટે જઇ રહ્યા છે. પં. શ્રી રતિલાલ દોશી પંડિતજીની સાથે . Page #13 -------------------------------------------------------------------------- ________________ શ્રાવિકાશ્રમ - પાલીતાણા મુલાકાત પ્રસંગે શ્રાવિકાશ્રમ- પાલિતાણા પંડિતજી સાથે શ્રી સોમચંદ ડી. શાહ, પં.શ્રી ધીરૂભાઇ મહેતા, પં. શ્રી રસિકભાઇ, શ્રી ચીમનભાઇ (પાલિતાણાકર) વગેરે પંડિતજીઓ પંડિતજીને તિલક કરતી શ્રાવિકાશ્રમની બાલિકા શ્રાવિકાશ્રમમાં પંડિતજીનું વક્તવ્ય બાજુમાં શ્રી સોમચંદ ડી. શાહ, પં. શ્રી ધીરુભાઇ, in Education International શ્રાવિકાશ્રમમાં ગૃહમાતાનું બહુમાન કરતા પંડિતજી બાજુમાં શ્રી સોમચંદ ડી. શાહ, પં. શ્રી રમણિકભાઇ, પં. શ્રી વસંતભાઇ (ભાભરવાળા), શ્રી પ્રવિણભાઇ શેઠ, શ્રી ધીરેન્દ્રભાઇ મહેતા શ્રી રસિકભાઇ, શ્રી ચીમનભાઇ, શ્રી વસંતભાઇ દોશી, શ્રી વિક્રમભાઇ, શ્રી નગિનદાસ વાવડીકર Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રાવિકાશ્રમમાં ગૃહમાતા વસંતબેનનું બહુમાન કરતા પંડિતજી શ્રાવિકાશ્રમ-પાલીતાણામાં ગુહમાતાના બહુમાન પ્રસંગે પંડિતજી, શ્રી સોમચંદ ડી. શાહ, પં.શ્રી રસિકભાઇ શ્રી નગીનદાસ વાવડીકર બેઠા છે શ્રાવિકાશ્રમના મુખ્ય સંચાલક શ્રી રજનીભાઇ સાથે પંડિતજી ગિરિવિહાર પાલીતાણામાં રજતજયંતિ સમારંભમાં લાક્ષણિક મુદ્રામાં પંડિતજી 200 શ્રાવિકાશ્રમમાં ગૃહમાતાનું બહુમાન કરતા પંડિતજી બાજુમાં શ્રી ચીમનભાઇ તથા પં. શ્રી વસંતભાઇ દોશી Private & Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ સુવર્ણ ચંદ્રક અર્પણ મહુવા મહુવા જૈન સંઘ તરફથી પૂ.આ.શ્રી નેમિસૂરિજી સુવર્ણચંદ્રક જે વિદ્વાનપુરૂષોને અર્પણ થયો તે પં.શ્રી છબીલદાસભાઇ અને પં.શ્રી કપૂરચંદભાઇ વારૈયા. શ્રી ચંપકભાઇ વગડા (પ્રમુખ) પંડિતજીને તિલક કરે છે બાજુમાં પં.શ્રી વસંતભાઇ દોશી છે શ્રી મહેશભાઇ દલાલ (ટ્રસ્ટી) સન્માનપત્રનું દર્શન કરાવે છે, બાજુમાં પંડિતજી બેઠા છે, પાટ ઉપર પૂ.આ.ભ. શ્રી શીલચન્દ્રસૂરિજી મ.સાહેબ બિરાજમાન છે : O શ્રી પૂનમચંદભાઇ દોશી (ટ્રસ્ટી) પંડિતજીને સન્માનપત્ર અર્પણ કરે છે પાછળ પં.શ્રી કપુરચંદભાઇ બેઠા છે. ડૉ. સુમનભાઇ શાહ (ટ્રસ્ટી) પંડિતજીને સુવર્ણચંદ્રક અર્પણ કરે છે Main Education International www.gammalitory.org Page #16 -------------------------------------------------------------------------- ________________ va Educall તક્તિ અનાવરણ વિધિ કરતા શ્રી કુમારપાળભાઇ દેસાઇ પંડિતજીના સુપુત્રો તરૂણભાઇ, જયેશભાઇ, ઉમેશભાઇ, વસંતભાઇ દોશી, હિમાશુંભાઇ રાજા વગેરે બાજુમાં ઉભા છે દીપક પ્રગટાવતા પં. શ્રી વસંતભાઇ દોશી ખંભાતમાં ચોક નામાભિધાન સમારંભમાં પંડિતજીના ફોટાને હાર પહેરાવતા પં.રસિકભાઇ, પં.રતિભાઇ, પં.વસંતભાઇ દોશી M ખંભાત ચોક નામાભિધાન પ્રસંગે પંડિતજીના ફોટાને હાર પહેરાવતા શ્રી હિમાંશુભાઇ રાજા For Private દીપક પ્રગટાવતા શ્રી કુમારપાળભાઇ દેસાઇ nelibrary.org Page #17 -------------------------------------------------------------------------- ________________ ખંભાત ચોક નામાભિધાન પ્રસંગે सम्यग दर्शन-ज्ञान-चारित्राणि मोक्षमार्गः શ્રી સિધ્ધહેમ વ્યાકરણ વિશારદ” | પડિંતપ્રવર શ્રી છબીલદાસ સંઘવી હ, થાક, Vદાદા સાહેબની પોળ – ખંભાત સમારંભમાં વક્તવ્ય આપતા પં. શ્રી વસંતભાઇ દોશી સમારંભ પ્રસંગે ડાબી બાજુથી શ્રેષ્ઠિવર્ય શ્રી ભાણાભાઇ ચોકસી, શ્રી કુમારપાળભાઇ દેસાઇ છેલ્લે પંડિતજીના સુપુત્ર તરૂણભાઇ - Yપૂ.પાદ આ.ભ. શ્રી નંદનસૂરીશ્વરજી શ્રીમદ્યશોવિજયજી જૈનસંસ્કૃત પાઠશાળા-મહેસાણા મ. સાહેબ તથા પૂ.આ.ભ. પંડિતજીને કંકુનું તિલક કરતા શ્રી સૂર્યોદયસૂરિજી મ.સાહેબ શ્રી શ્રેણિકભાઇ શેઠ બાજુમાં – વસંતભાઇ દોશી. સાથે પંડિતજી nation te Personale www janelibrary.org Page #18 -------------------------------------------------------------------------- ________________ Jain Educa સ્મૃતિ વિશેષાંક શુભેચ્છકોનાં નામ જ્ઞાન પુષ્પાંજલિ ૧ શેઠ શ્રી ખુમચંદ રતનચંદ શાહ પરિવાર-મુંબઈ ૨. શેઠ શ્રી પ્રવીણચંદ રતનચંદ રાજા પરિવાર-મુબંઈ ૩ શેઠ શ્રી કેશવલાલ બુલાખીદાસ શાહ પરિવાર (ખંભાતવાળા)-મુંબઈ ૪ અ. સૌ. રસીલાબેન રમેશ ચંદ્ર શાહ (ખંભાતવાળા)-મુંબઈ ૫ કાન્તાબેન સુંદરલાલ કાપડીયા પરિવાર-મુંબઈ ૬ શ્રી જયભિખ્ખુ સાહિત્ય ટ્રસ્ટ – અમદાવાદ ૭ શ્રી જિનઆરાધક મંડળ, શંકરલેન કાંદિવલી (વે)-મુંબઈ pus ૮ શ્રી અભેચંદ ગુલાબચંદ ઝવેરી પરિવાર-મુંબઈ ૯ શ્રી મણિલાલ લલ્લુભાઈ શાહ પરિવાર-મુંબઈ શ્રુતજ્ઞાન તારી ભક્તિ કરતાં હૃદય મુજ પુલકિત બને શ્રુતજ્ઞાન તારું સ્મરણ કરતાં મન મારું નિર્મળ બને શ્રુતજ્ઞાન તુજને જીવન ધરતાં ધ્યેય મુજ નજદિક બને. ઉપકાર તારો શું કહું ? તુજ હસ્તીથી મુક્તિ મળે. w.jainlibrary.org | Page #19 -------------------------------------------------------------------------- ________________ w -. ૧૩ ૨૮ છે જ ૩૧ રે ૩૪ જ ( A ૪૭ ૫૦ (જ્ઞાન પુષ્પાંજલિ ) અનુક્રમણિકા અનું. લેખકનું નામ સ્મૃતિગ્રંથ-સમાલોચના શ્રી દલપતલાલ સી. શાહ સંપાદકીય સંપાદક સમિતિ શુભેચ્છકોનાં નામ મૃતિ વિશેષાંક પરિચય પૂ. શ્રમણભગવંતોના સંદેશા જ્ઞાનગંગા વહાવતા પંડિતજી ! આ. શ્રી વિજય રાજેન્દ્રસૂરિજી મ.સા.(કલિકુંડતીર્થ) જ્ઞાનની અવિરત પરબ આ. શ્રી વિજય હેમચન્દ્રસૂરિજી મ.સા. ૩૦ જિનશાસન-અનુરાગી પંડિતજી આ. શ્રી વિજયશીલચન્દ્રસૂરિજી મ.સા. ગુણાનુરાગી પં.શ્રી છબીલદાસભાઈ આ. શ્રી અશોકસાગરસૂરિજીમ.સા. જૈનશાસનની પ્રભાવકતાને પ્રસરાવતી આ.શ્રીવિજયયશોભદ્રસૂરિજી મ.સા. પુણ્યપ્રતિભા પંડિતવર્ય શ્રી છબીલદાસભાઇ જય ગિરનારી આ. શ્રી હેમચંદ્રસાગરસૂરિજી મ.સા. ૩૮ સમ્યગુ-દર્શન-જ્ઞાન-ચારિત્રાણિ મોક્ષમાર્ગઃ પં.શ્રી વજસેનવિ.જી. મ.સા. ૯. પંડિતવર્ય શ્રી છબીલદાસભાઈ સંઘવી એક સદાચારમય વિદ્વવ્યક્તિત્વ પં. શ્રી કલ્યાણબોધિવિજયજીગણી ૪૨ ૧૦. સિદ્ધહેમવ્યાકરણ નિષ્ણાત ૫. શ્રી નંદીઘોષવિજયજીગણી ૧૧. સ્વભાવમગ્ન પંડિતજી મુનિ શ્રી ઉદયપ્રભવિજયજી મ.સા. ૧૨. મૂર્ધન્ય પંડિતજી મુનિ શ્રી પૂર્ણચન્દ્રસાગરજી મ.સા. ૧૩. વિનમ્ર પંડિતજી મુનિ શ્રી લબ્લિનિધાનવિજયજી મ.સા. ૧૪. શ્રુતજ્ઞાનદાતા મુનિ શ્રી જિનકીર્તિવિજયજી મ. સા. ૧૫. જિનશાસનનો સિતારો ખરી પડ્યો સા. શ્રી રવીન્દુપ્રભાશ્રીજી મ.સા.(ખંભાતવાળા) ૧૬. શાસનનો ઝળહળતો જ્ઞાનદીપક સા. શ્રી.પીયૂષપ્રજ્ઞાશ્રીજી મ.સા. ૧૭. ઉપકારી પંડિતવર્ય સા. શ્રી જયન્તપ્રભાશ્રીજી મ.સા. ૧૮. સફળતા પુષ્કળ છતાં સરળતા જોરદાર સા. શ્રી અનંતપ્રભાશ્રીજી મ.સા. ૧૯. જ્ઞાનમૂર્તિ પંડિતજી સા. શ્રી રત્નયશાશ્રીજી -જયપૂર્ણાશ્રીજી મ.સા. ૨૦. વિદ્યાગુરુ પંડિતજી સા. શ્રી પુન્યપ્રભા શ્રીજી મ.સા. ૨૧. પ્રભુશાસનના રાગી પંડિતજી સા. શ્રીમોક્ષધર્માશ્રીજી મ.સા. ૨૨. ગુલાબ ગયું ને ફોરમરહી સા. શ્રીકાવ્યપ્રજ્ઞાશ્રીજી મ.સા. ૨૩. સ્વ. પં.શ્રી છબીલદાસભાઈને જ્ઞાનાંજલિ પં. શ્રી કાન્તિલાલ ભૂધરદાસ શાહ ૨૪. વિદ્વદ્રરત્ન શ્રી છબીલદાસભાઈ શ્રી ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા ૨૫. નિઃસ્પૃહી પંડિતજી શ્રી ચીમનલાલ પાલીતાણાકર ૨૬. પંડિત મૂર્ધન્ય શ્રી છબીલદાસભાઈ પં.શ્રી રસિકલાલ શાંતિલાલ મહેતા ૨૭. સરસ્વતી નંદન શ્રીયુત, છબીલદાસભાઈ અધ્યાપક શ્રી દલપતભાઈ સી. શાહ ૨૮. શ્રી પંડિતજી નવીનચંદ્રકેશવલાલ કાપડીયા ૨૯. શ્રુતજ્ઞાન પ્રતિભાસંપન્ન પં.પ્ર.શ્રી છબીલદાસભાઈ કે. સંઘવી શ્રી વસંતલાલ એમ. દોશી ૩૦. જિનશાસનરત્ન પં.શ્રી છબીલદાસ સંઘવી ડૉ. જિતેન્દ્રભાઇ બી. શાહ ૩૧. સમ્યગ્રેજ્ઞાનની જીવંત પરબ શ્રી કુમારપાળ દેસાઈ ૫૧ ૫૪ Page #20 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન પુષ્પાંજલિ ) પૃષ્ઠ DO અનું. લેખકનું નામ ૩૨ ધાર્મિક-શિક્ષકોને પ્રેરણામૂર્તિ પંડિતવર્ય છબીલદાસભાઈ માણેકલાલ હરગોવનદાસ સોનેથા-સુરત ૩૩. સંસ્કારદાતા ઉપકારીસ્વજન શ્રી રમેશભાઈ સી. શાહ (ખંભાતી) ૩૪. સદા પ્રસન્ન પંડિતજી શ્રી અરવિંદભાઈ સી. શાહ (ખંભાતી) ૩૫. પરમઆદરણીય પંડિતવર્યશ્રી અધ્યાપક શ્રી ગુણવંતભાઈ સંઘવી ૩૬, શ્રી શ્રુતજ્ઞાનાય નમોનમઃ અધ્યાપક શ્રી પ્રવીણચંદ્ર ભોગીલાલ શેઠ ૩૭. ફૂલડે...ફૂલડે....ફોરમ અધ્યાપક શ્રી ધીરેન્દ્રભાઈ આર. મહેતા ૩૮. પંડિતજીની ગુણસુવાસ પં. શ્રી દિનેશભાઈ કાંતિલાલ મહેતા ૩૯. વ્યાકરણ વિશારદ પંડિતજી પં. શ્રી ભાવેશભાઈ રવીન્દ્રભાઈ દોશી ૪૦. નમસ્કાર આપના ચરણોમાં પં. શ્રી રાજેન્દ્ર એસ. સંઘવી ૪૧. શ્રદ્ધાંજલિ: પં. શ્રી પરેશભાઈ જશવંતલાલ શાહ ૪૨. વાત્સલ્યનિધિ પૂ. પં. છબીલદાસભાઈ પં. શ્રી પ્રકાશભાઈ કે. દોશી, ૪૩. શાસન ચાહક શ્રી છબીલદાસભાઈ સંઘવી પં. શ્રી હિંમતલાલ એ. શાહ- કાંદિવલી ૪૪ ઉપકારી પંડિતજી પં. શ્રી શ્રી ભરતકુમાર સી. કાપડીયા ૪૫ જ્ઞાન, વિનય અને સંસ્કારનો ખજાનો શ્રી બાબુભાઈ બેંકર : ૪૬. સંસ્થાઓના પ્રતિભાવ ૪૭. પૂ.સાધ્વીજી ભગવંતોના સંદેશા ૪૮. શ્રાવકોના સંદેશા ૪૯. પં. છબીલદાસ સંઘવીને કાવ્યમય ગુણાંજલિ પૂ. મુનિરાજ શ્રી નિર્વેદચન્દ્રવિ.મ. ૫૦. ૫. છબીલદાસ સંઘવીને કાવ્યમય અંજલિ નટવરલાલ એસ. શાહ ૫૧. વાત્સલ્યનિધિપૂજ્ય પિતાશ્રી પંડિતજી પરિવાર પ૨, વિદ્યાદાતા પંડિતજીનું વિશિષ્ટ બહુમાન ગિરિવિહાર-પાલીતાણા પ૩ શ્રીમદ્યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા શતાબ્દી અંક સંકલિત ૫૪. નરવીર-ધર્મવીર-શ્રેષ્ઠી શ્રી વેણીચંદભાઈ પં.શ્રી રતિલાલ ચિમનલાલ દોશી ૫૫. પં. શ્રી પ્રભુદાસભાઈ બેચરદાસ પારેખ શતાબ્દી અંક સંકલિત ૫૬. પં. શ્રી પુખરાજજી અમીચંદજી શ્રી રતિલાલ ચિમનલાલ દોશી ૫૭. પં. શ્રી શિવલાલભાઈનેમચંદભાઈ પં. શ્રી ચન્દ્રકાન્ત એસ. સંઘવી ૫૮. વાચકવર શ્રીમદ્યશોવિજયજી મહારાજ પં. છબીલદાસ કેશરીચંદ સંઘવી ૫૯. હસ્તપ્રત: એક પરિચય પૂ. મુનિરાજ શ્રી અજયસાગરજી મ.સા. ૬૦ આ શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર પૂ. મુનિરાજશ્રી અજયસાગરજી મ. સાહેબ ૬૧. જિનશાસન આરાધના ટ્રસ્ટ સંસ્થાન પં. શ્રી ચન્દ્રકાન્ત એસ. સંઘવી ૬૨. પં. શ્રી છબીલદાસભાઇ સંઘવી ચોક ખંભાત ૧૦૨ ૧૦૪ ૧૦૬ ૧૦૭ ૧૦૯ ૧૧૦ ૧૧૧ ૧૧૪ ૧૧૭ ૧૨૦ ૧૨૯ ૧૩૦ ૧૩૧ ૧૩૪ ૧૩૮ ૧૪૧ ૧૪૪ ૧૪૮ ૧૫૦ ૧૫૫ ૧૬૧ ૧૭૩ ૧૭૫ E cation Intera Prileteresonal use www.jalnih Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૧ નામ જન્મ પિતાનું નામ માતાનું નામ વ્યવહારિકઅભ્યાસ ધાર્મિકઅભ્યાસ ક્યાં કર્યો ? ધાર્મિકઅભ્યાસ ધાર્મિકઅભ્યાસ ક્યાં કરાવ્યો ? સ્વર્ગવાસ દિવસ ધર્મપત્ની ધર્મપત્નીનો સ્વર્ગવાસ પુત્રો પુત્રી વડીલ બંધુ પરિચય : છબીલદાસ કેશરીચંદ સંઘવી : પોષ સુદ ૧૩, સંવત ૧૯૭૫ - ભાભર : કેશરીચંદભાઈ માનચંદભાઈ સંઘવી : : : : દ્રવ્યાનુયોગના ગ્રન્થો તથા સંસ્કૃત-પ્રાકૃત, વ્યાકરણ, કાવ્યાનુશાસન, ન્યાય, સાહિત્ય વગેરે : મહેસાણા, ખંભાત, સુરત : : જેકોરબેન ધો. ૭, ભાભર શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા, મહેસાણા, : જ્ઞાનપુષ્પાંજલિ : : શ્રાવણ વદ ૧૪, સંવત ૨૦૪૨ ચાર (ત્રણ હયાત) સ્વ. યશવંતભાઈ તથા તરૂણભાઈ, જયેશભાઈ, ઉમેશભાઈ, ત્રણ (બે હયાત) સ્વ. પ્રતિભાબેન, અનસૂયાબેન (પૂ.સા. શ્રી અનંતપ્રભાશ્રીજી), તથા માયાબેન : ૧. સ્વ શ્રી શિરચંદભાઈ ઉ.વ.૭૯, ધાર્મિક અભ્યાસ સારો, સમાજમાં તેમનુ આગવું સ્થાન હતું. શ્રાવણ સુદ ૧૩, વિ.સંવત ૨૦૫૮ લીલાબેન ૨. સ્વ શ્રી દલસુખભાઈ ઉ.વ.૩૪ નાની ઉંમરમાં સ્વર્ગવાસ થયો. ૩. શ્રી લહેરચંદભાઈ ઉ.વ.૯૦ વિ.સં.૧૯૭૨ શ્રાવણ વદ-૫ ભાભરમાં જન્મ. ૯૦ વર્ષની ઉંમરે પણ યાદશક્તિ ઘણી સારી છે. જન્મ દિવસે ચઉવિહાર ઉપવાસ કરે છે જે વયોવૃદ્ધ ઉંમરે આજે પણ ચાલુ છે. શ્રી લહેરચંદભાઈ અને લઘુબંધુ શ્રી છબીલદાસભાઈ બન્ને વૈકુંઠરામ દલછારામ ત્રિવેદી (વાવ)ની પ્રેરણાથી Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૨ જ્ઞાન પુષ્પાંજલિ ધાર્મિક અભ્યાસ માટે શ્રીમદ્ યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળા મહેસાણામાં વિ.સં.૧૯૮૯માં દાખલ થયા. શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા, મહેસાણાના તેજસ્વી વિદ્યાર્થી શ્રી છબીલદાસભાઈને જૈન તત્ત્વજ્ઞાનના ગ્રંથોનું ચિંતન-અનુપ્રેક્ષાની દિશા પંડિતપ્રવર સુશ્રાવક શ્રી પ્રભુદાસભાઈ બેચરદાસ પાસેથી મળી. લગભગ ૩ વર્ષ અભ્યાસ કરી સૌ પ્રથમ લોદરા-વિજાપુર પાઠશાળામાં જોડાયા, પાંચ વર્ષ અભ્યાસ કરાવ્યો, ગુરૂકુળ - પાલીતાણામાં પાંચ વર્ષ ધાર્મિક શિક્ષક રહ્યા, વિ.સં. ૨૦૦૧ થી અમદાવાદ સ્થાયી થયા છે. વિ.સં.૨૦૬૦ સુધી ધાર્મિક શિક્ષણ ક્ષેત્રે પ્રવૃત્ત રહ્યા, વૃદ્ધાવસ્થાના કારણે હાલ નિવૃત્તિ લીધી છે. વિ.સં. ૨૦૦૧ થી ૨૦૩૦ શેઠ આણંદજી કલ્યાણજી પેઢીમાં (અમદાવાદ) ચક્ષુટીકા વિભાગ, માલખરીદી આદિમાં પ્રમાણિકતાપૂર્વક જવાબદારી સંભાળી છે. લધુબંધુ પં.શ્રી છબીલદાસભાઈની જેમ સ્પષ્ટવક્તા અને નિર્ભય છે. સહાધ્યાયી, વ્યાકરણ વિશારદ પં.પ્ર.શ્રી શિવલાલભાઈ તથા પંડિતજીએ સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણ આદિનું વિશેષ જ્ઞાન પૂ. પાદ આ.ભ. શ્રીમદ્ વિજય લાવણ્યસૂરીશ્વરજી મ.સા. તથા પૂ.પાદ આ.ભ. શ્રીમદ્ વિજયધર્મધુરન્ધ્રરસૂરીશ્વરજી મ.સા. પાસે રહીને મેળવ્યું. ન્યાયના વિષયમાં નિપુણતા પ્. મુનિરાજ શ્રી મનકવિજયજી મ. સાહેબ પાસે રહી મેળવી. અભ્યાસકાળ પછી અધ્યાપનના ક્ષેત્રમાં પંડિતજીનું વિશેષ યોગદાન જ્ઞાનનગરી ખંભાતમાં રહ્યું. ખંભાતમાં શેઠ શ્રી કેશવલાલ બુલાખીદાસ સંચાલિત શ્રી ભટ્ટીબાઈ-સ્યાદ્વાદ સંસ્કૃત પાઠશાળામાં ૪૮વર્ષ પ્રાધ્યાપક રહ્યા. આ સમય દરમ્યાન તપાગચ્છ તેમજ અન્યગચ્છના સેંકડોની સંખ્યામાં સાધુ - સાધ્વીજી મહારાજ સાહેબો અને જૈન-જૈનેતર વિદ્વાનોએ પંડિતજીના જ્ઞાનનો લાભ લીધો, તદુપરાંત રાત્રિના સમયે પ્રૌઢવર્ગને સૂત્રોના રહસ્યો સરળ ભાષામાં સમજાવતા જેથી ક્રિયા કરવામાં આવનાર વર્ગને રસ પડતો. આજે પણ ખંભાતના યુવાનો અને પ્રૌઢવર્ગના હૈયામાં પંડિતજીનું આદરભર્યું સ્થાન છે. માર્ગદર્શન : શ્રી જૈનધર્મ તત્ત્વજ્ઞાન પ્રચારક પરિષદ્ શ્રી યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળા-મહેસાણા શ્રી રાજનગર ધાર્મિક પરીક્ષા સંસ્થા અમદાવાદ, જૈન શ્વે. એજ્યુ. બોર્ડ, જૈન ધા. શિ. સંઘ - મુંબઈ. ખંભાતના તમામ સંઘો - પાઠશાળાઓ વગેરેમાં. . Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૩ ): છે - મ. શાને પુષ્પાંજલિ ૧ પૂ. શ્રમણભગવંતોના સંદેશા પંડિતજીના અવસાનથી એક પીઢ-અનુભવી-શાસનાનુરાગી શ્રાવકની તો ખોટ શ્રી સંઘને પડી જ છે. સાથે શ્રમણ-શ્રમણી સંઘના અધ્યયન માટે વર્ષોના અનુભવપૂર્વક કરાવવાના એક સેવાયજ્ઞ-જ્ઞાનયજ્ઞની પણ પૂર્ણતા થઈ તે ખરેખર ખેદજનક છે. હવે તો જરૂર છે તેમની વિચારધારાને અનુરૂપ શાસન અને સંઘના કાર્યને કરનાર આવા સંનિષ્ઠ કાર્યકરની? તેની પૂર્તિ થશે કે કેમ? તે પ્રશ્નાર્થ ન રહેતાં પૂર્ણ થાય તેવી શુભકામના. તેમના જીવનની આગવી, ઉડીને આંખે વળગે તેવી વિશેષતા હતી નિઃસ્પૃહતા, બાહ્યવ્યવહારો-આડંબર-ધનની લાલસામાંથી અલિપ્ત એક ઉદાત્ત આદર્શરૂપ તેઓ હતા. તેમની સ્મૃતિને યાદગાર બનાવવા કંઈક આયોજન થાય તે જરૂરી છે. પૂ. આ.ભ. શ્રીમદ્ વિજય રામસૂરીશ્વરજી મ. સા. (ડહેલાવાળા) પંડિતજી અમારા વિદ્યાગુરુ હતા. જિનશાસનના એક સર્વતોમુખી પ્રતિભા ધરાવનારા પ્રકાંડ પંડિતજીની વિદાય અસહ્ય છે. તેઓની છેલ્લી ક્ષણ પણ સાધ્વીજીઓને અધ્યયન કરાવવાની ભાવનામાં ગઈ. આમ પંડિત- મરણ સાધી ગયા. શ્રુતજ્ઞાનની સાધનામાં લીન પંડિતજી સૌના આદરણીય હતા. સંગતનો આત્મા જ્ઞાનોપાસના કરતો ગયો છે. જયાં હોય ત્યાં તે જ્ઞાન સંસ્કાર પુનઃ મેળવી શાસન અને શ્રુતજ્ઞાનની ભક્તિ કરે એ એક તેઓ માટે શ્રદ્ધાંજલિ. પૂ. આ. ભ. શ્રી ચન્દ્રોદયસૂરિજી મ. સા. શાસનરત્ન પંડિત શિરોમણિ સુશ્રાવક શ્રી છબીલદાસભાઈના નિધનથી ઘેરા શોકની લાગણી અનુભવી છે. તેમના જવાથી શાસનને મોટી ખોટ પડી છે અને શૂન્યાવકાશ સર્જાયો છે. કેટલીયે મહેનતે કેટલાય વરસે આવી વિરલ વ્યક્તિ તૈયાર થાય છે. જ્યારે જ્યારે ગૂંચવણની વાતો આવતી હતી ત્યારે ત્યારે એમના માર્ગદર્શનની રાહ જોવાતી. દિવંગત આત્માને શાશ્વત શાંતિ : મળો. એ જ મંગલકામના... પૂ.આ.ભ. શ્રી. અશોકચંદ્રસૂરિજી તથા. પૂ.આ.ભ. શ્રી. સોમચંદ્રસૂરિજી મ.સા. પંડિતવર્ય શ્રી છબીલદાસભાઈ જેમણે બાળવયની અંદર પૂ. આ. ભ. શ્રી વિજય લાવણ્ય સૂરીશ્વરજી મ. સા.ની નિશ્રામાં મહામંગલકારી ઉપધાન તપની મહાન આરાધના કરેલ. પૂ. આ. ભ. શ્રી વિજય કુમુદચંદ્રસૂરીશ્વરજી મ. સા. નું ચરિત્ર ખંભાત મુકામે તેઓશ્રીએ લખેલ. Page #24 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન પુષ્પાંજલિ પંડિતશ્રીજીએ એમના જીવનમાં હજારો ઉપર પૂ. સાધુ-સાધ્વીજી મ. સા. ને અનેકાનેક અતિકઠીન ગ્રંથોનું દિલપૂર્વક અભ્યાસ કરાવેલ. પૂ. આ. ભ. શ્રી વિજય નંદનસૂરીશ્વરજી મ. સા.ની નિશ્રામાં ખંભાત મુકામે તેઓ શાસ્ત્રોને માટે ખાસ સલાહ સૂચન લેવા આવતા હતા. પૂજ્યપાદ આ. ભ. શ્રી નંદનસૂરીશ્વરજી મ. સાહેબે ખંભાત મુકામે જ્યારે ઉપધાન કરાવ્યા ત્યારે તેમના પુરુષાર્થથી પંદર વર્ષથી અંદરના લગભગ ૪૭ છોકરાં-છોકરીઓએ માળા પરિધાન કર્યું, તે સમયે તેમને સારામાં સારી સેવા કરી હતી. એમને એમના જીવનમાં ક્યારેય પણ પ્રમાદ કર્યાવિના પૂજ્ય સાધુસાધ્વીજીઓને તૈયા૨ કરી શાસનના માર્ગે વાળ્યા છે. ખુબી તો એ હતી કે તેમને બધું કંઠસ્થ હતું. પૂ. આ.ભ.શ્રી. પ્રબોધચંદ્રસૂરિજી, મ.સા. ૧૪ પંડિતવર્યશ્રી છબીલદાસભાઈ શ્રીયશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળા – મહેસાણામાં જ્ઞાન પ્રાપ્ત કરી જ્ઞાનજ્યોતિ જ્વલંત રાખવા સતત પુરુષાર્થ કરતા હતા. અનેક પૂજ્ય ગુરુભગવંતો - સાધ્વીજી ભગવંતો તથા શ્રાવક-શ્રાવિકા વૃંદને જ્ઞાનદાનનું કાર્ય કરતા રહ્યા, જે તેમના જીવનની એક આગવી વિશેષતા હતી. ખરેખર તેમના અવસાનથી ગણનાપાત્ર જ્ઞાનદાતાની ઉણપ જિનશાસનને સતાવતી રહેશે. તેમનો આત્મા જ્યાં પણ હોય ત્યાંથી ઉત્તરોત્તર પ્રગતિ કરી પરમસુખને પામે તે જ અભ્યર્થના. પૂ. આ. ભ. શ્રી હેમપ્રભસૂરિજી મ.સા . (પૂ. આ. ભ. શ્રી નીતિસૂરિજી સમુદાય) જૈનશાસનને એક પંડિતરત્નની ખોટ પડી છે. તેઓએ જીવનપર્યંત જ્ઞાનની પરબ માંડી હતી. કેટલાય આત્માઓને સંયમમાર્ગે વાળીને પ્રભુશાસનની સેવા કરી છે. પૂ. આ. ભ. શ્રી નરેન્દ્રસાગરસૂરિજી મ.સા. પંડિતશ્રી છબીલદાસભાઈ જૈનસંઘના તેજસ્વી અધ્યાપક હતા. તેમની જ્ઞાનોપાસના ખૂબ જ પ્રશંસનીય-અનુમોદનીય હતી. સદ્ગતશ્રીના જીવનમાંથી કંઈક સદ્ગુણ-સદ્બોધ ગ્રહણ સહુ કરે એજ અંતરના શુભાશિષ. પૂ. આ. ભ. શ્રી મનોહરકીર્તિસાગરસૂરિજી મ.સા. જિનશાસનના અણમોલ રત્ન પંડિત શ્રી છબીલદાસભાઈએ ચતુર્વિધ શ્રી સંધમાં જ્ઞાનનો પ્રકાશ પાથરવાની અસાધારણ મહેનત કરી હતી. જ્ઞાન અને ક્રિયા સાથે શ્રદ્ધાસંપન્ન પંડિતને મળવાનો પ્રસંગ અવારનવાર ઘણીવાર આવ્યો છે. એમની નિખાલસતા અને સ્પષ્ટવાદિતા એમના અંત૨માં જ્ઞાનની ધારા પ્રવાહિત થયાના પ્રતીકરૂપે હતી. દિવંગત આત્માને શાંતિ પ્રાપ્તિની અંતરથી કામના. પૂ. આ. ભ. શ્રી. જયંતસેનસૂરિજી મ. સા. (ત્રિસ્તુતિક) Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧ ૫ ) : * - - - ૪ . . * * * * * * * * * * * ( રાનપુષ્પાંજલિ એક સારા, જ્ઞાનસંપન્ન, આચારસંપન્ન અને ગંભીર જૈન પંડિતજીની ખોટ પડી છે. મહેસાણામાં અધ્યયન પૂર્ણ કરી ખંભાત આવ્યા ત્યારે મળવાનું થતું. જ્ઞાનની વાતો કરતા અને સાથે સાથે તેમની પ્રૌઢ પ્રતિભાનો ખ્યાલ પણ આવતો. આગળ જતાં તેમણે પ્રતિષ્ઠા વગેરે વિધિઓમાં પણ સારી જાણકારી પ્રાપ્ત કરેલી. પૂ. આ. ભ. શ્રી મિત્રાનંદસૂરિજી મ. સા. શ્રી છબીલદાસભાઈ શાસન સમર્પિત પરમશ્રદ્ધાળુ સુશ્રાવક પંડિતવર્ય હતા. અનેક શ્રમણ-શ્રમણીઓ તથા શ્રાવક-શ્રાવિકાઓને સંસ્કૃત-પ્રાકૃત-વ્યાકરણ અને કર્મગ્રન્થાદિનું નિઃસ્વાર્થભાવે જ્ઞાનદાન કરી જીવનને ધન્ય બનાવ્યું છે. પંડિતજીના સ્વર્ગગમનથી શ્રીસંઘને એક મહાન શ્રદ્ધાસંપન્ન તથા ગુરુજનવલ્લભ પંડિતવર્યની ખોટ પડી છે. અમારા માટે પણ તેઓના હૃદયમાં પરિપૂર્ણ પૂજ્યભાવ તથા આત્મીયતા હતી એ સત્ય હકીકત છે. તેઓશ્રી જયાં હોય ત્યાં શાસનની આરાધના કરી પુનઃ માનવભવ-જિનશાસન મેળવી ચારિત્રસંપન્ન આત્માઓને આપેલ જ્ઞાનદાનના પ્રભાવે ચારિત્ર પ્રાપ્ત કરી, કર્મમુક્તિ મેળવી, મોક્ષ સુખના ભાગીદાર બને તેવી એક જ શુભાભિલાષા. પૂ. આ. ભ. શ્રી નરદેવસાગરસૂરિજી મ. સા. શાસનના એક સુંદર આરાધક, જ્ઞાનપથદર્શક પંડિત પ્રવરના અવસાનથી ભારે ખોટ પડી છે. આત્મપરિણતજ્ઞાનીની વિદાયથી આઘાત જરૂર લાગે પણ સુંદર સમાધિમાં ગયા તેનો આનંદ પણ હોય. કર્મના નિયમને સમજી વધુ સાવધ બની એકમેવ મોક્ષમાર્ગની આરાધનામાં લીન બની સહુ પરહિત સાધો એજ શુભેચ્છા. પૂ.આ.ભ.શ્રી. મહાબલસૂરિજી મ.સા. પૂ.આ.ભ.શ્રી. પુણ્યપાલસૂરિજી મ.સા. પં. શ્રી છબીલદાસભાઈ જૈનશાસનને સંપૂર્ણ વફાદાર હતા. પ્રભુશાસનની સેવા કરતાં કરતાં વિદાય અણધારી થઈ છે. તેમના જીવનમાં સમ્યગૃજ્ઞાનનો દીપક ઝળહળતો હતો. સમ્યગ્રજ્ઞાનના પ્રભાવે વિનય, વિવેક અને નમ્રતા જીવનમાં વણાઈ ગઈ હતી. ગત સાલ મારી પાસે આવેલા ત્યારે નાનામાં નાના સાધુને વંદન કરીને બેઠા. આજના યાંત્રિકયુગના કાળમાં ધર્મમાં શ્રદ્ધા રહેવી મુશ્કેલ છે પરંતુ જ્ઞાનના પ્રભાવે પંડિતજીની શ્રદ્ધા અટલ હતી. Page #26 -------------------------------------------------------------------------- ________________ (૧૬)* * * * * * * * * * * * * * * * ( જ્ઞાન પુષ્પાંજલિ ) પંડિતજી ગયા પરંતુ સદ્દગુણોની સુવાસ મુકતા ગયા છે. એક દીપક હજારો દીપક પ્રગટાવે તેમ પંડિતજીએ અનેક જ્ઞાનદીપક પ્રગટાવ્યા છે. પૂ. આ. ભ. શ્રી જિતેન્દ્રસાગરસૂરિજી મ. સા. પંડિત શ્રી છબીલદાસભાઈનો પરિચય વિ. સં. ૨૦૦૮, ૨૦૦૯ અને ૨૦૧૨માં ખંભાતના ચાતુર્માસમાં થયો. વ્યાકરણ-કાવ્યાદિમાં વિદ્વત્તા સાથે સંસ્કૃત ભાષા ઉપર ઘણું જ પ્રભુત્વ હતું. સાધુ-સાધ્વીઓને ઉત્સાહથી, આત્મીયતાથી અધ્યયન કરાવતા. વાસ્તવિકરીતે એમની શિક્ષણ પદ્ધતિ એ એક સરસ્વતીની દેન હતી. આવા સમર્થવિદ્વાનની ચિરવિદાયથી જિનશાસનને ઘણી જ મોટી ખોટ પડી છે. વર્તમાનમાં આવા મહાન વિદ્વાન પંડિતજી મળવા ખૂબ જ મુશ્કેલ છે. શે ભૂલાય... આવા વિદ્વાન્ શિરોમણિ પંડિતજીને... શે ભૂલાય... એમની આત્મીયતા અને શિક્ષણ પદ્ધતિને શે ભૂલાય... એમની ઉદારતાને... શે ભૂલાય... એમની જ્ઞાનપિપાસાને... આવા અજોડ, મહાન, વિદ્વાન્ પંડિતજીનું સંસ્મરણ સદૈવ જિનશાસનમાં રહ્યું છે અને રહેશે. દિવંગત તેઓશ્રીનો આત્મા પુનઃ પ્રભુશાસનને પામી સમ્યગુજ્ઞાન પ્રદાન કરી-કરાવી અમરતાને પ્રાપ્ત કરો. એ જ શુભાભિલાષા. પૂ. આ. ભ. શ્રી સ્થૂલભદ્રસૂરિજી મ. સા. ચતુર્વિધ શ્રી સંઘમાં ભણાવવા દ્વારા જબરજસ્ત જ્ઞાનની ભક્તિ કરી છે. આ વારસો ભવિષ્યમાં - જીવંત રહેવો જોઈએ. પંડિતજીની જ્ઞાનની આરાધનાની સ્મૃતિરૂપે ઉચ્ચ અભ્યાસ કરવાની ધાર્મિક પાઠશાળા થાય તેમ હું ઈચ્છું છું. પૂ.આ.ભ.શ્રી.પ્રભાકરસૂરિજી મ. સાહેબ (પૂ.આ.ભ.શ્રી રામચન્દ્રસૂરિજી સમુદાય) પંડિતજીના સ્વર્ગવાસથી શાસનને અને વિદ્વાનોને ખોટ પડી છે. મારા પરમ ઉપકારી હતા. એમના પ્રયાસો અને ગુરુકૃપાથી જ આજે આ સ્થાન ઉપર છું. એમનો ઉપકાર જીવનભર ભૂલાય તેમ નથી. અભ્યાસની સાથે ઉત્તમ કોટિની વાતો પિરસતા જેથી Page #27 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન પુષ્પાંજલિ તેમની પાસે અભ્યાસ કરનારા અભ્યાસની સાથે સંસ્કાર સમૃદ્ધિ પામીને નિર્ભયપણે ઉજ્જવલ જીવન જીવવાની શક્તિનો અનુભવ કરતા. ૧૭ મારા સાધુઓને પણ અભ્યાસ કરાવી તેમણે તૈયાર કર્યા છે જેથી સાધુઓ વારંવાર તેમનો ઉપકાર યાદ કરે છે. ઉત્તમસ્થાનમાં રહેલો પંડિતવર્યનો આત્મા અનેકોને પ્રેરણા આપનાર બને એ જ અંતરની ભાવના. પૂ. આ. ભ. શ્રી હેમપ્રભસૂરિજી મ. સા. (ગિરિવિહાર, પાલીતાણા) पंडितजीने अनेक पू. साधुभगवन्तो तथा पू. साध्वीजी महाराज को विद्यादान दिया है । जीवनपर्यंत सम्यग्ज्ञानकी उपासना पठन-पाठन द्वारा की है। एक महान पण्डित के चले जाने से संघ को बड़ी क्षति हुई है । उनकी आत्मा को परमशान्ति मिले यही जिनेश्वरदेवसे मेरी प्रार्थना है પૂ. આ. ભ. શ્રી પદ્મસાગરસૂરિજી મ.સા. જ્ઞાનામૃતમાં નિમગ્ન, શ્રુતજ્ઞાનના અઠંગ ઉપાસક, સરસ્વતીનંદન વિદ્વર્ય શ્રી છબીલદાસભાઈના નિધનના સમાચારથી આઘાત અનુભવ્યો. - તેઓશ્રીના મુખારવિંદ પર હંમેશાં જ્ઞાનનું તેજ તપતું હતું. કરકમલમાં શ્રુતસાગર લહેરાતો, હૈયામાં સરસ્વતીની સાધના હતી. જ્યારે જુઓ ત્યારે સ્વાધ્યાયની સેજ પર શ્રાવક જીવનની મોજ માણતા હતા. તેઓશ્રી નિઃસ્વાર્થ ભાવે, નિખાલસહૈયે, વાત્સલ્યપૂર્ણ હૃદયે ગહનવિષયોને સરળ અને સુરુચિકર બનાવી વિદ્યાદાન કરતા હતા. જીવન ધૂપસળી જેવું સુગંધમય હતું. મનની અમીરાત જબરજસ્ત હતી. વયોવૃદ્ધ છતાં પળનો પ્રમાદ નહિ અને શારીરિક અસ્વસ્થતા છતાં મનોબળ મેરુ જેવું અચલ હતું. આજીવન નિષ્પક્ષ-નિષ્ઠાપૂર્વક સાધુ-સાધ્વીજી ત્યાગી વૃંદને ભણાવવું એ તેમનું આત્મકલક્ષી કર્તવ્ય હતું જે અંતિમ શ્વાસોશ્વાસ સુધી બજાવ્યું. તેઓશ્રીની વિદાયથી સમસ્ત જૈન સમાજે શ્રૂતરત્નનો અણમોલ ખજાનો ગુમાવ્યો છે. જે નજીકના સમયમાં પૂરી શકાશે નહી. સમભાવથી સમાધિમરણ પ્રાપ્ત કરી પંડિતજીએ જીવન સફળ કરી દીધું. સ્વ. ધર્માત્મા પરમકૃપાળુ પરમાત્માના શાસનને પુનઃ પામી પરમપંથે પરમપદના અધિકારી બને એ જ શુભકામના. પૂ. આ. ભ. શ્રી લબ્ધિસૂરિજી મ. સા. (પૂ.આ.ભ.શ્રી ભક્તિસૂરિજી સમુદાય) Page #28 -------------------------------------------------------------------------- ________________ * * * *( જ્ઞાન પુષ્પાંજલિ) છબીલદાસ સંઘવીના જીવન અંગે હું કાંઈ વધારે જાણતો નથી પણ તેમને સાધુસાધ્વીજીઓને સારું જ્ઞાન આપેલ છે. ઘણા જ દિક્ષાર્થીઓને તેમને ભણાવેલ છે. તેમને તેમની જ્ઞાનશક્તિનો ઉપયોગ શાસનની સેવા માટે કરેલ છે. પૂ. આ.ભ.શ્રી. શ્રેયાંસચંદ્રસૂરિજી મ.સા. પંડિતજી સ્વાધ્યાયપ્રેમી હતા. તેમની જ્ઞાનપ્રદાન કરવાની આગવી કળા હતી. જૈન તત્ત્વજ્ઞાનના ગહન પદાર્થો સરળ ભાષામાં સમજાવવાની શક્તિ સારી હતી. વિશેષતા એ હતી કે પૂ. સાધુ ભગવંતો અને પૂ. સાધ્વીજી મ. સાહેબો પ્રત્યે આદરભાવ સારો હતો. પૂ. આ.ભ.શ્રી. કલ્પજયસૂરિજી મ.સા. પં. છબીલદાસભાઈના નિધનથી એક મહાપ્રાણ વ્યક્તિત્વને આપણે ગુમાવ્યું છે. પારદર્શી વિદ્વત્તા સાથેની ઊંડી શ્રદ્ધા અને અજોડ નિષ્ઠા તેમનામાં જે જોઈ છે તે ભાગ્યે જ બીજે સ્થળે જોવા મળે. પૂ. આ.ભ.શ્રી. યશોવિજયસૂરિજી મ.સા. પંડિત શ્રી છબીલદાસના સ્વર્ગવાસનો સંદેશો મળ્યો. દેહથી પંડિતજી ગયા. પણ જ્ઞાન એ આત્માનો ગુણ છે “ગુણ' સાથે લઈને જાય છે, તેમની સુવાસ-સાધુ ભગવંતોમાં, ખંભાતમાં અને પંડિતવર્યોમાં જીવંત છે. પૂ. આ. ભ. શ્રી મહાનન્દસૂરિજી મ.સા. (પૂ. આ. ભ. શ્રી ધર્મસૂરિજી સમુદાય) સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણના પારગામી અને ન્યાયશાસ્ત્ર તેમજ દ્રવ્યાનુયોગના પ્રમુખ શાસ્ત્રોના નિષ્ણાત પંડિતરત્ન શ્રી છબીલદાસભાઈ સંઘવીની વિદાયથી શાસનને ખોટ પડી છે. ચતુર્વિધ શ્રી સંઘને લગભગ વિ. સં. ૧૯૯૭થી વિ. સં. ૨૦૫૮ દરમ્યાન સતત ઉચ્ચ ગ્રંથોનું અધ્યયન કરાવનાર પંડિતજીની શ્રુતસેવાની અને શાસનસેવાની ખૂબ ખૂબ અનુમોદના. અમારા પરમગુરુદેવ યુગદિવાકર પૂજ્યપાદ આ. ભ. શ્રી ધર્મસૂરીશ્વરજી મ. સા.ના દ્રવ્યાનુયોગના પ્રવચનોથી તેઓ ખૂબ ખૂબ પ્રભાવિત હતા એમ પ્રત્યક્ષ વાર્તાલાપમાં અમે નિહાળ્યું છે. ક્યારેક ક્યારેક તેઓએ અમારી સાથે સિદ્ધહેમચન્દ્ર વ્યાકરણ વિષયક ચર્ચા પણ કરેલ ત્યારે એમની સૂત્રો અને વૃત્તિ સંબંધી ઉપસ્થિતિ જોઈને અનુમોદના થઈ હતી. પૂ. આ. ભ. શ્રી સૂર્યોદયસૂરિજી મ. સા. Page #29 -------------------------------------------------------------------------- ________________ ( જ્ઞાનપુષ્પાંજલિ પંડિતજીનો ખંભાતમાં પરિચય થયો. અમારા સાધુઓ તેમની પાસે ભણ્યા છે, વિદ્વાન સાધુસાધ્વીઓને તૈયાર કરી જિનશાસનની ઘણી સારી સેવા કરી છે. અંત સમય સુધી જ્ઞાનદાન જેવું શ્રેષ્ઠ દાન કરતાં કરતાં મૃત્યુને મહોત્સવ બનાવનાર પંડિતજીના ગુણોની અનુમોદના કરીએ છીએ. પૂ. આ. ભ. શ્રી ચન્દ્રસેનસૂરિજી મ. સા. અનેક પુણ્યાત્માઓને સમ્યજ્ઞાન આપવા દ્વારા શ્રદ્ધાથી પુષ્ઠ બનાવી સંસારની અસારતાના દિગ્દર્શન કરાવી ચારિત્રમાર્ગના પથિક બનાવ્યા. સંયમમાર્ગને પ્રાપ્ત થયેલ પૂજયોને સમ્યગુજ્ઞાનનું દાન કરવાપૂર્વક અધ્યયનની સતત પ્રેરણા અને પ્રચાર કરવાપૂર્વક જીવનને ધન્ય બનાવ્યું હતું. હું પણ અનેક વખત પંડિતજીના પરિચયમાં આવેલ હતો તેઓશ્રીની દીર્ધદષ્ટિ, સંયમ ચુસ્તતાની ભાવના, સ્વાધ્યાયમાં રમણતા, સંકટના સમયમાં સહિષ્ણુતા અને શાસનપક્ષ ઉપરનો રાગ અજોડ હતો. | વિચાર-વાણી અને વર્તનશુદ્ધિ તથા દર્શનની વિશુદ્ધિ દ્વારા અનેક મુમુક્ષુ પુણ્યાત્માઓના હૃદયમાં પ્રભુશાસનની સ્થાપના કરવામાં નિમિત્ત બની મહાવિદેહ ક્ષેત્રના માર્ગના પથિક બની જીવનને ધન્યાતિધન્ય બનાવી ગયા. શાસનસમ્રાટુ સૂરિવર શ્રી નેમિસૂરીશ્વરજી મ.ના સેંકડો આચાર્યાદિ મુનિવરો તેમજ સાગર સમુદાયના સેંકડો પૂજયોના આશીર્વાદ મેળવવાનું સૌભાગ્ય પંડિતજીને સાંપડ્યું છે. અને પોતાની પુત્રીને પણ શાસનને સોંપી ઇતિહાસમાં સુવર્ણાક્ષરે પોતાનું નામ અમર બનાવ્યું છે. મેં પણ પંડિતજી પાસે વ્યાકરણનો અભ્યાસ કરેલ. અત્યંત શ્રદ્ધા, શાસન પ્રત્યેની વફાદારી ને જિનાગમના તત્ત્વને જીવનમાં ઉતારી જીવન ધન્ય બનાવી ગયા, પૂ. આ. ભ.શ્રી નિત્યોદયસાગરસૂરિ મ.સા., પૂ. આ. ભ.શ્રી ચંદ્રાનનસાગરસૂરિજી મ.સા. પંડિતજીએ વયોવૃદ્ધ ઉંમરે પણ જ્ઞાનદાનનું કામ અવિરત ચાલુ રાખ્યું અનેકોને ભણાવ્યાપંડિત બનાવ્યા. સિદ્ધહેમ વ્યાકરણ બાબત એમના જેવા મર્મજ્ઞ અને અનુભવી વિદ્વાન કોઈ નજરે ચડતા નથી. એમના પાંડિત્યનો કેટલોક લાભ પુસ્તક પ્રગટ કરી સા. શ્રી લાવણ્યશ્રીજી (પાટડીવાળા)ના પરિવારે આમ જનતા માટે સુલભ અને અમર કર્યો છે. એમાં જે કાંઈ અધૂરું હોય તે પૂરું થાય તો સારું. પૂ. આ. ભ. શ્રી મુનિચન્દ્રસૂરિજી મ. સા. જિનશાસનના સાધુ-સાધ્વી પરિવારને એક જ્ઞાની સુશ્રાવક, શ્રદ્ધાળુ જ્ઞાનદાતાની ખોટ પડી છે. મિલનસાર સ્વભાવ, પ્રેમાળરીતે ભણાવવાની વિશિષ્ટ હથોટી, વ્યાકરણ અને કર્મગ્રન્થાદિનું તલસ્પર્શી જ્ઞાન, સાધુ-સાધ્વી પ્રતિ બહુમાન અને જ્ઞાનદાનનો શોખ આ હતી પંડિતજીમાં વિશેષતા. પંડિતજીએ જ્ઞાન અને જ્ઞાનદાન દ્વારા જીવનની અપૂર્વ સાધના કરી લીધી. પૂ. આ. ભ. શ્રી યશોવર્મસૂરિજી મ. સા. Page #30 -------------------------------------------------------------------------- ________________ (૨૦) * * * - * * * * * * * * * * * * * * ( જ્ઞાન પુષ્પાંજલિ ) પંડિતવર્ય શ્રી છબીલદાસભાઈના સ્વર્ગવાસના સમાચાર જે રીતે જાણ્યા તે ઉપરથી કહી શકાય કે તેમનો સમાધિપૂર્વક સ્વર્ગવાસ એમના જીવનમાં કરેલું મહાન જ્ઞાનદાનનો પ્રભાવ છે. જ્ઞાનસંબધી તેમનો પવિત્રવારસો આગળ વધારીએ એ જ શુભકામના પૂ.આ.ભ.શ્રી કલાપ્રભસૂરિજી મ.સા. પંડિતજી શાસનમાં એક રત્નશ્રાવક હતા. તેમના હસ્તે ઘણા આત્મા અભ્યાસ કરી સંયમી બની સારા વ્યાખ્યાનકારક બન્યા છે. મારા ગુરુદેવપૂ. આ. ભ. શ્રી રાજેન્દ્રસૂરિજી મ. સા. (ડહેલાવાળા) પાસે ઘણીવાર પધારતા અને શાસનની વાત કરતા એમના રૂંવાટે પ્રભુશાસન વસ્યું હતું. પૂ. આ. ભ. શ્રી વિમલરત્નસૂરિજી મ. સા. (ડહેલાવાળા) પંડિતજીના સ્વર્ગવાસથી એક અનુભવી અને સરળ સ્વભાવી અધ્યાપક-આરાધકની શાસનને ખોટ પડી છે. ૬૫ વર્ષ જેટલા લાંબા કાળ સુધી શ્રી સંઘમાં અનેક સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાઓને સમ્યગજ્ઞાન પ્રદાન કરી પ્રચંડ પુણ્ય પ્રાપ્ત કર્યું છે અને એટલે જ મૃત્યુ શાસ્ત્રમાં જણાવેલ પંડિતમરણ થયું છે જે ભાગ્યે જ કોઈના ભાગ્યમાં હોય છે. એ અજબ કોટિના જ્ઞાનોપાસક, શ્રમણોપાસક, સુશ્રાવકની ખોટ પડી ગઈ. પૂ. આ. ભ. શ્રી હેમરત્નસૂરિજી મ. સા. પંડિતજીની વિદાયથી અનેકગણી વ્યથા આજે અનેક પૂજ્યો અનુભવતા હશે કે જેમણે પોતાના વિદ્યાદાતા સુશ્રાવકને ગુમાવ્યા છે. સરળ સ્વભાવ, નિર્દોષ હૃદય, વિદ્યાદાન માટેની સદાબહાર ઉત્કટતા, નિર્મળ શ્રદ્ધા, આચાર પાવિત્ર્ય ઈત્યાદિ અનેક ગુણોનું સ્વામિત્વ ધરાવતા પંડિતવર્યશ્રીનો આત્મા જયાં પણ ગયો હશે ત્યાં પ્રભુના માર્ગની આરાધના ચાલુ જ રાખશે. પૂ. આ. ભ. શ્રી રત્નસુંદરસૂરિજી મ. સા. પંડિતવર્ય શ્રી છબીલભાઈ સંઘવી “૮૪ વર્ષની ઈહલૌકિક યાત્રા પૂર્ણ કરી નમસ્કાર મહામંત્રના સ્મરણ પૂર્વક પરલોકની વાટે સંચર્યા છે. સદ્ગત પંડિતવર્યશ્રીએ નાની ઉમરમાંજ સુંદર શ્રુત મેળવી પોતાની શક્તિ, સંયોગ અને સમયના વ્યયપૂર્વક અગણ્ય સાધુ-સાધ્વીજી ભગવતોને વ્યાકરણાદિ ગ્રન્થોનો અભ્યાસ કરાવી ખૂબ જ ઉપયોગી ભાથું ભેગું કરેલ છે. ઉપરાંત સંઘના શ્રાવક-શ્રાવિકા વર્ગમાં પણ શ્રતોપાસનાને વેગ મળે એ માટે તેઓશ્રી તન-મન-ધનથી પ્રયત્નશીલ રહ્યા હતા. આ શ્રુત સાધનાના પરિણામે જ તેઓને સુંદર સમાધિમૃત્યુની પ્રાપ્તિ થવા પામી છે. તેઓ તો જયાં હશે ત્યાં પોતાની સાધના આગળ વધારી શ્રેય સાધશે. પરંતુ હવે તેમની ગેરહાજરીમાં શ્રુતજ્ઞાનની સેવા કરવાની ફરજ સહુની વધી જાય છે. સુંદર રીતે શાસનને આરાધી સહુ સ્વ-પરનું શ્રેય સાધો.એ જ અભિલાષા પૂ.આ.ભ.શ્રી. વિજય કીર્તિયશસૂરિજી મ. સાહેબ Page #31 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન પુષ્પાંજલિ નશ્વરદેહ દ્વારા શાશ્વત સ્થાનને ઉપકારક એવા સમ્યજ્ઞાન ગ્રહણ અને અધ્યાપન કરાવવા દ્વારા જીવનને આદર્શરૂપ બનાવનાર પંડિતજીની અનુમોદના કરીએ છીએ. ૨૧ પંડિતજીએ પોતાનો દેહ સમ્યજ્ઞાનના દાનમાં જ પૂર્ણ કરેલ છે. અમે પણ તેમની પાસે અભ્યાસ કરેલ છે. સદ્ગત આત્માના સમ્યજ્ઞાનના યજ્ઞને પુનઃ પુનઃ સ્મૃતિમાં લાવીને ઉપકારોને યાદ કરીએ. જિનશાસનમાં એક મહાન પંડિતની ખોટ પડી છે. પૂ. આ. ભ. શ્રી રત્નાકરસૂરિજી મ. સા. જૈનશાસનમાં જગત હિતકર્તા પંચપરમેષ્ઠિભગવંતો છે. તે પછી દેશિવરતિધરોમાં અગ્રિમ, આચાર સંપન્ન, વિશિષ્ટ વ્યક્તિત્વના ધણી, અને ઉચ્ચકોટિના બહુશ્રુત વિદ્વાન્ અને વિનમ્રતાયુક્ત પંડિતવર્યશ્રી છબીલદાસભાઇનું નામ આપી શકાય. જેમની ચિરવિદાયથી શ્રમણ-શ્રમણીવૃંદે એક સમર્થ બાપ ગુમાવ્યો હોય તેવું ઊંડુ દુઃખ અનુભવેલ છે. મુનિશ્રી રાજતિલકસાગરજી તથા મુનિશ્રી ધર્મકીર્તિસાગરજી તે વખતે ખંભાતના ચોમાસામાં બાલમુનિ હતા. તેમનેપણ ખૂબજ સ્નેહ ને પ્રેમથી અધ્યયન કરાવ્યું હતું. વાત્સલ્ય સાથે વિદ્યાદાનનું એક નિર્વ્યાજ વ્યસન હતું એમ કહી શકાય. જીવનની સાધનાના અંતિમ લક્ષ્ય સ્વરૂપ સમાધિ મરણને પ્રાપ્ત કરી જીવનને સફળ બનાવી ગયા. હવે તો છબીલભાઇ ગયા અને તેમની છબી રહી ગઇ જે અનેકોના જીવનને આદર્શરૂપ બની રહેશે. પૂ.આ.ભ.શ્રી કલ્યાણસાગરસૂરિજી મ.સા. (પૂ. પં. શ્રી અભયસાગરજી મ.સા.ના શિષ્ય) પંડિતજી જ્ઞાનપ્રસારમાં પ્રખર હતા. શાસનને ઘણી મોટી ખોટ પડી છે. સદ્ગતનો પુણ્યાત્મા ઉત્તરોત્તર જિનશાસન પામી સમ્યક્ દર્શન-જ્ઞાન-ચારિત્રની આરાધના કરી શાશ્વત સુખ પામે. પૂ. આ. ભ. શ્રીભદ્રસેનસૂરિજી મ.સા. ન સ્વર્ગસ્થ પંડિતવર્યશ્રી છબીલદાસનો મને કોઈ જ પરિચય ન હોવા છતાં જે રીતે એમના વિશે સાંભળ્યું છે એના આધારે એમ લાગે કે તેઓ માત્ર વિદ્વાન્ પંડિત જ ન હોતા પરંતુ પીઢ અને પરિણતશ્રાવક પણ હતા. વર્તમાનમાં વિદ્યમાન અનેક સાધુ ભગવંતો અને આચાર્ય ભગવંતોને પણ ભણાવીને તૈયાર કરવાનું સૌભાગ્ય તેમને પ્રાપ્ત થયું હતું. આવા પંડિતજીઓની ખોટ પુરાતી ન હોવાથી વેદના આપણી સહુની હોવા છતાં તેનો અફસોસ જ માત્ર કરીને અટકી જવાના બદલે તે ખોટ પૂરાય એવા યોગ્યદિશાના પ્રયત્નો માટે આપણે સહુ સજાગ બનીએ એ જ પૂ.આ.ભ.શ્રીનરરત્નસૂરિજી મ. સા. Page #32 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન પુષ્પાંજલિ શ્રમણ સંસ્થાએ સંઘરત્ન ગુમાવ્યું છે. મૂર્ધન્યકક્ષાની વિદ્વત્તા ધરાવતા, ઉત્કૃષ્ટશીલવંતા પંડિતજી સેંકડો વિદ્યાર્થી શ્રમણશ્રમણીઓએ ગુમાવ્યા છે. ૨૨ વ્યાકરણ-તત્ત્વાર્થસૂત્ર આદિ અનેક ગ્રંથો તેમણે આત્મસાત્ કર્યા હતા. સમગ્ર જૈનસંઘના પંડિતોમાં તેઓ વયોવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને આચારસંપન્ન હતા. સેંકડો સાધુ-સાધ્વીજીને તેમણે ભણાવ્યા એથી તેમણે એટલું વિશિષ્ટ પુણ્ય ઉપાર્જન કર્યું, જેથી તેમનું મૃત્યુ મંગલમય બન્યું છે. પરલોકમાં તેમનો જન્મ જિનશાસનની સુશ્રાવિકાની કૂખે થયો હશે અથવા દેવલોકે મહર્દિક દેવ બનીને નંદીશ્વરાદિતીર્થોની યાત્રાઓમાં વિચરતો હશે. તેમના અઢળક સુકૃતોની ખૂબ ખૂબ અનુમોદના. પૂ. પં. શ્રી ચન્દ્રશેખર વિ. મ.સા. પંડિતવર્યશ્રી છબીલભાઈએ છેવટ સુધી જ્ઞાનદાનનું મહાન કર્તવ્ય બજાવ્યું. એમનો જૈનશ્રુતજ્ઞાન પ્રત્યેનો અનન્ય પ્રેમ-અહોભાવ એમના જીવનમાં સતત નીતરતો દેખાયો છે. અનેકાનેક મુમુક્ષુ ભવ્યાત્માઓને પોતે પામેલા શ્રુતજ્ઞાનનું રસપાન કરાવી ભવોભવ ન ભૂલાય એવો એ સહુ પર ઉપકાર કર્યો છે અને એ દ્વારા જૈનશાસનની અદ્ભુત સેવા કરી છે. એમ કલ્પના થઈ જાય કે ભવિષ્યમાં તેઓને માત્ર જૈનશાસન નહીં પણ વિશિષ્ટ શ્રુતજ્ઞાનના ક્ષયોપશમથી યુક્ત જૈનશાસન પ્રાપ્ત થશે. એમની ધર્મશ્રદ્ધા, જ્ઞાનભક્તિ, સ૨ળસ્વભાવ, સહાયકવૃત્તિ વગેરે ગુણો પરિવારને ઉપકારક થાય એવી શુભેચ્છા સહ એમના આત્માના શીઘ્ર સિદ્ધિગમનની પ્રભુને પ્રાર્થના. પૂ. પં. અજિતશેખરવિજયજી મ.સા. પૂજયશ્રી છબીલદાસજીએ ૬૫ વરસથી ચતુર્વિધ શ્રીસંઘને જ્ઞાનોપાસનામાં એમને જે રીતે જોડ્યા છે તે ખૂબ જ અનુમોદનીય છે. આવા અનુમોદનીય પ્રસંગોની યાદ તે તે વ્યક્તિઓના ગુણો, અનુમોદક પુણ્યાત્મામાં ઉતરે આ જ સાચી ભાવશ્રદ્ધાંજલિ છે અને માનવભવની સફળતા છે. પૂ. પં. નંદીભૂષણ વિ. મ.સા. પંડિતજીના સ્વર્ગવાસના સમાચાર સાંભળીને ખરેખર અફસોસ થયો. હા...વૈરાગ્ય પ્રેરક જિનવાણીથી મૃત્યુ અવશ્યભાવી છે તે સાંભળીને મન ને વાળી લેવું તે એકવાત છે. પરંતુ જ્યારે આજના કળિયુગમાં નવા વિદ્વાન પંડિતો થવાનું પ્રમાણ નહીંવત્ છે તેવા સંજોગોમાં સારા નિષ્ણાત પંડિતની ચિરવિદાય જૈનશાસનને ઘણો આઘાત પહોંચાડે છે. ઘણાં વર્ષો પહેલાં હુ પંડિતજીને ખંભાતમાં મળ્યો હતો. કેશવલાલ બુલાખીદાસ વગેરેનો પરિચય હતો. ત્યારથી ઘણીવાર અવારનવાર સભાઓ વગેરેમાં મળવા-કરવાનો અવસર આવતો. મને પણ તેઓ સારી રીતે ઓળખતા હતા. અને હું પણ પંડિતજીથી સારીરીતે સુપેરે પરિચિત હતો. તેમની વ્યાકરણ તેમજ કર્મગ્રન્થના શાસ્ત્રોમાં ગતિ ઘણી ઊંડી હતી. ધણાં સાધુ-સાધ્વીજીઓને ભણાવવાનો લાભ તેમણે લીધો છે. ખરેખર તેઓ ધન્ય છે. પંડિતજીના જવાથી જૈનશાસનને ઘણી મોટી ખોટ પડી છે. Page #33 -------------------------------------------------------------------------- ________________ ( ૨૩ ) વ હ. ફરે - ક જ મિ. * - - - - - ". આ '. ફ .. • ( જ્ઞાનપુષ્પાંજલિ નિખાલસ વ્યક્તિત્વ અને નિરાગ્રહી સ્વભાવ ખરેખર અનુમોદનીય હતો. સ્પષ્ટ વક્તા તરીકે એકવાર તો પોતાની વાત બરોબર સચોટ રજૂ કરી જ દેતા હતા. તેઓ ઘણાં પુણ્યશાળી કહેવાય કે ૮૪ વર્ષની ઉંમર સુધી પણ અભ્યાસ કરાવવાના ક્ષેત્રે સતત સક્રિય રહ્યા અને પછી દેહ છોડ્યો. ખરેખર આપણી ઇચ્છા હોય કે શતાયુ બને પરંતુ કર્મસત્તાની સામે આપણું નથી ચાલતું. પૂ. પં. શ્રી અરૂણવિજયજી મ.સા. મહાન ૠતોપાસક પંડિતવર્યશ્રી છબીલદાસભાઈની શ્રુતભક્તિથી જૈનસંઘ અને વિશેષ કરીને ખંભાત તથા સુરત જૈનસંઘ સુપરિચિત છે. તેમનું સમગ્ર જીવન એટલે શ્રુતભક્તિનો મહાયજ્ઞ. સમ્યગ્રજ્ઞાનની જીવંત પરબ બનીને જિંદગીની છેલ્લી ક્ષણ સુધી તેમણે સાધુ-સાધ્વીજી ભગવંતો અને અન્ય જ્ઞાનપિપાસુઓને ખોબલે-ખોબલે જ્ઞાનનાં નીર પાયાં છે. ઊંડા અભ્યાસી જૈન પંડિતોની કારમી અછતના આ યુગમાં આવા પ્રૌઢ પંડિતવર્યની વિદાય “મહામોટી ખોટ” બની રહેશે. તેમની શ્રુતપાસના તેમને શીધ્રતયા કેવલજ્ઞાનના દરવાજે પહોંચાડશે તે અનુમાન અનુચિત નથી. તેમની આજીવન મૃતભક્તિની ભાવભીની અનુમોદના. પૂ. ગણિ શ્રી મુક્તિવલ્લભ વિજય મ.સા., પૂ. મુનિ શ્રી ઉદયવલ્લભ વિજય મ.સા. એક સુંદર, સજ્જન, સેવાભાવી મહાવિદ્વાનની સંઘમાં ખોટ પડી છે. અંગત પરિચયમાં મારે આવવાનું થયું નથી પરંતુ જ્યારે વિ. સં. ૧૯૯૬માં પંડિતજી પં. શિવલાલભાઈ સાથે આ. શ્રી લાવણ્યસૂરિ મ. પાસે ભણતા હતા ત્યારે એમને પહેલા-વહેલા જોયા હતા. પંડિતજીએ ઘણાને જ્ઞાનદાન આપ્યું છે એ તો પ્રસિદ્ધ હકીકત છે. આગમપ્રજ્ઞ, શ્રુતસ્થવિર પૂ. મુનિરાજ શ્રી જંબૂવિજયજી મ.સા. કોઈ ત્રાસવાદી ઉપાડી જાય અને મોત હવે સામે જ દેખાય ત્યારે કોઈ શૂરવીર મોતના મુખમાંથી બચાવી લે ત્યારે આપણને કેટલો બધો આનંદ થાય. અભયદાતાના ઉપકારને આપણે ક્યારેય વિસરીએ નહીં. આ અભયદાતા કરતાં પણ સમ્યગુજ્ઞાનના દાતાનો ઉપકાર વધુ છે. અભયદાન કરતાં જ્ઞાનદાન ચડિયાતું છે. સ્વ. પંડિતજીએ ૬૫ વર્ષ સુધી સેંકડો સાધુ-સાધ્વી. શ્રાવક-શ્રાવિકાઓને સમ્યગ જ્ઞાનનું પ્રદાન કર્યું છે, તે સુકૃત ઘણું મોટું છે. જૈનસંધને આવા શ્રેષ્ઠ પંડિતની ખોટ પડી છે. પંડિતજીના પરિચયમાં આવવાનું થયું નથી, પણ નામ ખૂબ સાંભળેલ. તેમની જ્ઞાનપ્રદાનની સુંદર શૈલી વગેરે પ્રશંસા પણ સાંભળવા મળેલ. પૂ. મુનિ શ્રી મલયકીર્તિ વિ. મ. સા. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૨૪ ઈચ્છા હતી તેવું સમાધિમરણ પંડિતજીને મળ્યું. પંડિતજીની વિદાયથી સકલ સંઘને મોટી ખોટ પડી છે. મારા જેવા અનેક સાધુ-સાધ્વીજી તથા દીક્ષાર્થીઓના તેઓ જ્ઞાનદાતા હતા. તેમણે અમને જે આપ્યું છે તેના ઋણમાંથી અમે કદી મુક્ત થઈ શકીએ નહીં. તેમની છેલ્લે છેલ્લે પણ ભણાવવાની ઉત્કંઠા તથા સાધ્વીજી ભગવતની ઉપસ્થિતિ વગેરે સંયોગો તેમના ઉત્તમોત્તમ પરભવને જણાવે છે. પૂ. મુનિ શ્રી મેઘદર્શન વિ.મ.સા. પંડિતજી શ્રી છબીલદાસભાઈએ જિનશાસનને શિક્ષણક્ષેત્રે અખૂટ સેવા આપી છે. નવકાર મહામંત્ર ભણાવનાર જો મહાન છે તો શાસ્ત્રોના અનેક પાઠો ભણાવનારની મહાનતાની કોઈ સીમા નથી. આ જ્ઞાનીપુરુષનો રૂબરૂ પરિચય કરવાનો અવસર મળ્યો નથી તેને કમનસીબ ગણું છું. પૂ. મુનિ શ્રી રાજચન્દ્ર વિ. મ. (નિરાલાજી) ૧. પંડિતજીના જીવનમાં એક સૂત્ર હતું. દુઃખ આવે ત્યારે “હાય” ન કહેવું હોય' કહેવું. ૨. ભણનાર પાત્ર વ્યવસ્થિત મળે ત્યારે સમયને કે પગારને તેઓ મહત્ત્વ ન આપતા પરંતુ આનંદથી ભણાવતા. ચીમનભાઈ ચોક્સી – બાબુભાઈ કાપડીયા – ભદ્રિકભાઈ વગેરે ઘણા માણસો કહેતા કે પંડિતજી પાસે અમે ભણેલા. ચંપકલાલ માસ્તર, દિનેશ ઝવેરી વગેરેને તૈયાર કરનાર પંડિતજી હતા. તેમના ભણાવેલ સાધુ - આચાર્ય બની ગયા છે તેવા પ્રસંગો છે. છતાં તેમના હૃદયમાં નાનામાં નાના સાધુ પ્રત્યે બહુમાન ભાવ હતો કે અમે ગમે તેમ પણ ગૃહસ્થ છીએ. સાધુ - સાધ્વી અમારાથી ઊંચા છે, પૂજનીય છે. વાડીના ઉપાશ્રયે વિનોદ એમનો છોકરા જેવો ગણાય છતાં વિનોદભાઈની પાઠશાળા સુરતમાં પ્રથમ નંબર એમ બહુમાનથી બોલતા. દિકરીની દીક્ષા પ્રસંગે ચતુર્થવ્રત પણ લઈ લીધેલ. છેલ્લી ઉંમર સુધી વ્યાકરણના સૂત્રો કંઠસ્થ હતા તે ઘણું મહત્ત્વનું કહેવાય. તેમને જે સત્ય લાગતું તે નિર્ભીકપણે કહેતા. સાધુ ભગવંતો પ્રતિ તેમનામાં કેવો ભાવ હતો તેનું એક ઉદાહરણ. પૂ. જિનભદ્રવિજયજી મ. સા. નામે ડહેલાના સમુદાયના એક સાધુ વર્ષો પહેલાં એકલા દક્ષિણમાં ગયેલા મદ્રાસના સંઘમાં પંડિતજી પર્યુષણ કરાવવા ગયેલા મદ્રાસના સંઘમાં પંડિતજી પર્યુષણ કરાવવા જતા તેથી સંઘના આગેવાનો ઓળખે. પૂછ્યું તો કહ્યું કે એ સાધુને ચોમાસુ કરાવજો Page #35 -------------------------------------------------------------------------- ________________ ' ર ૫ ) , મ, ન જ ' ક' ર મ ", “ " , " ક "* છ જ ( રશનપુષ્પાંજલિ ભલે એકલા છે, જ્ઞાન ઓછું છે. પરંતુ સાધુ ભોળિયા છે અને પૂ. જિનભદ્રવિજયજીનું એકલાનું ચાતુર્માસ મદ્રાસ સંઘે કરાવેલ. પંડિતજી છેવટ સુધી ભણાવવામાં હતા તે એમના અસ્થિમજ્જાવત્ બનેલ અધ્યાપન સૂચક ગણાય. પૂ. મુનિ શ્રી સુધર્મસાગરજી મ. સા. પંડિતજીને જોઈએ એટલે મોટાભાઈ અથવા કુટુંબીજન મળ્યા હોય એવો આનંદ થતો હતો. તેમની છેલ્લે છેલ્લે સંયમની ભાવના ખૂબ જ હતી અને મારી દીક્ષા ઉપર અચાનક આમંત્રણ વિના એકદમ છાણી મુકામે પધાર્યા ત્યારે તેમના હૃદયમાં સંયમ પ્રત્યે કેટલો ભાવ હશે તે જાણવા મળ્યું. તેમનો આત્મા જયાં હોય ત્યાં સદાય સમ્યગુજ્ઞાનની પરબ વહેતી રાખે અને તેઓશ્રીનો પરિવાર તેમનું અનુકરણ કરે. જિનશાસન પામી સંયમપથ સ્વીકારી પરમપદ શીધ્ર પામો એ જ મંગલકામના. પૂ. મુનિ શ્રી સંયમસેનવિજયજી મ.સા. વિદ્ધવર્ય શ્રી છબીલદાસભાઈએ આજીવન શ્રુતજ્ઞાનની ગંગા વહાવી હતી. તેમાં કેટલાયે સાધુ-સાધ્વીજી-જિજ્ઞાસુઓ જ્ઞાનાર્જન કરી ધન્ય બન્યા હતા. તેમની પાસે જ્ઞાન પ્રાપ્ત કરનારા આજે પણ તેઓને યાદ કરતાં આનંદ અનુભવે છે. તેમના સ્વર્ગગમનથી શાસનને એક જબ્બર વિદ્વાન પંડિતવર્યની ખોટ પડી છે. જિનશાસને એક સ્થંભ ગુમાવ્યાનું દુઃખ છે. પૂ. મુનિશ્રી હર્ષસાગરજી મ.સા. એક મહાન જૈન પંડિતવર્ય તો હતા જ, પણ એક પીઢ શ્રાવક પણ હતા. તેમણે ભણાવવાના ક્ષેત્રમાં ૬૫ વર્ષ સુધી લગાતાર જે યોગદાન આપ્યું છે એનું વર્ણન કરવા શબ્દો નથી... તેઓ સરળતા, સહૃદયતા વગેરે ગુણોના સ્વામી હતા... મારા ઉપર તેઓશ્રીનો ખૂબ વિશિષ્ટ ઉપકાર છે... તેમની પાસેથી જ સિદ્ધહેમ વ્યાકરણ અંગેનું વિશદ્ જ્ઞાન મને મળ્યું અને તેના આધારે તેઓની સહાયથી ન્યાયસંગ્રહનો સુંદર ગ્રન્થ બહાર પડ્યો... બીજા તત્ત્વાર્થ સૂત્ર ગ્રંથમાં પણ તેમનો ઉપકાર મારા ઉપર સારો થયો છે... અફસોસ છે કે આવા પંડિતવર્ય આજે વિદાય થયા છે... આથી જૈનસંઘને ખૂબ મોટી ખોટ પડી છે. તેઓશ્રી જીવનપર્યત પોતાની નાદુરસ્ત તબિયતમાં પણ સાધુ-સાધ્વી ભગવંતોને ભણાવતા રહ્યા અને શ્રુતજ્ઞાનાવરણીયનો ક્ષયોપશમ વધુને વધુ કરતા રહ્યા. તેથી જરૂર તેઓની ઉચ્ચગતિ જ થઈ હશે... તેઓનો આવો હૃદયપૂર્વકનો ધર્મ જરૂર તેઓના આત્માનું કલ્યાણ કરશે અને આ વાત ખૂબ હર્ષ ઉપજાવે એવી છે કે તેઓ જીવનને સફળ બનાવી ગયા. પૂ. મુનિ શ્રી રત્નવલ્લભવિજયજી મ.સા. Page #36 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન પુષ્પાંજલિ મૂર્ધન્ય પંડિતવર્ય શ્રી છબીલભાઈના દેહ-ત્યાગના સમાચાર સાંભળ્યા. આઘાતજનક સમાચાર કહેવાય. ૨૬ પંડિતવર્યશ્રીએ શાસનની જે અનમોલ સેવા પોતાના જીવન દરમ્યાન કરી છે તે અવિસ્મરણીય છે. હવે... કદાચ... તેઓશ્રીની ખાલી જગ્યા કોઈ પૂરી નહીં કરી શકે. એમના જવાનો શોક કરવા કરતાં એમના જીવનની સુવાસ આપણામાં પણ અવતરે... એવો પ્રયાસ કરવો એ જ આ શ્રેષ્ઠ જન્મની સફળતા છે. પૂ. મુનિશ્રી મલયચંદ્રસાગરજી મ.સા. પંડિતજીએ મહેસાણા યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળામાં જ્ઞાન પ્રાપ્ત કરી પૂ.ગુરુભગવંતો સાધ્વીજી ભગવંતો, મુમુક્ષુ શ્રાવક-શ્રાવિકાઓને જ્ઞાનદાનનો ખૂબ જ ભગીરથ પુરુષાર્થ પ્રારંભ કરેલ તે જીવનની અંતિમ ક્ષણ સુધી ચાલુ રહેલ અને અનેકના જીવનમાં જ્ઞાનજ્યોતિ પ્રગટાવવાનું જે કાર્ય કર્યું છે તેની ખૂબ જ અનુમોદના કરીએ છીએ. સદ્ગત આત્મા જ્યાં હોય ત્યાં પરમશાંતિ પામી પરમપદને પામે તેવી અભ્યર્થના. પૂ. મુનિશ્રી અર્હપ્રભવિજયજી. મ.સા. શ્રાદ્ધવર્ય પંડિતશ્રી છબીલભાઈ દિવંગત થયા તે સમાચાર જાણી અત્રે સંઘના આરાધકો તેમજ પૂ. સાધુ ભગવંત અને સાધ્વીજી ભગવંતો ઘેરા શોકની લાગણી અનુભવે છે. તેઓશ્રીની વિદાયથી જૈનસમાજને ઘણી મોટી જલદીથી પૂરી ના શકાય તેવી ખોટ પડી છે. તેઓશ્રીના સાનિધ્યમાં ઘણા મુમુક્ષુઓ અભ્યાસ કરી સંયમ સ્વીકારી શાસનમાં ચમકતા સિતારાની માફક ઝળહળી રહ્યા છે. પરમાત્માની પરમકૃપાથી તેમનો આત્મા પરમશાંતિ પામે અને વહેલામાં વહેલી તકે શાશ્વત એવા મોક્ષ સુખને પામે તેવી અંતઃકરણની પ્રાર્થના. પૂ. મુનિ શશીચંદ્ર વિ. મ. સા., પૂ. મુનિ શ્રેયચંદ્ર વિ. મ. સા. પંડિતજીનો ઉપકાર સમસ્ત તપગચ્છ જૈન સંઘો ઉપર હતો. વિશેષમાં ખંભાતના સંઘમાં હતો એ ભૂલી ન શકાય. એમના જ્ઞાનદાનથી કેટલાય સંવેગી-સાધુ-સાધ્વી જ્ઞાન આરાધના સાથે સંયમ સાધના કરી શક્યા છે. પંડિતજીની પ્રેરણાથી ઘણી સંખ્યામાં ભાઈ-બહેનો સંયમ માર્ગે આવ્યા છે. ખોટ તો ક્યારેય પુરાય એવી નથી. પૂ. મુનિશ્રી પુષ્પચંદ્રવિજયજી, મ.સા. Page #37 -------------------------------------------------------------------------- ________________ ર૭ ): મ ન અ » અ ક ક " .• ” , એક ( શાનપુષ્પાંજલિ પંડિતવર્યશ્રી છબીલદાસભાઈ મનુષ્ય જન્મની પ્રાપ્તિ કરી જ્ઞાનાભ્યાસ કરવા દ્વારા જ્ઞાનદાન કરી મનુષ્ય જન્મને સાર્થક કરી ગયા. પોતાની પૂરી જિંદગી જ્ઞાન-દાન કરવામાં જ પૂર્ણ કરી. આ જગતમાં શ્રેષ્ઠદાન-જ્ઞાનદાન છે. અને પંડિતજીએ જીવનના અંત સમય સુધી કર્યું. અંતસમયે પણ સાધુ-સાધ્વીના અભ્યાસની જ ચિંતા સેવી છે. પૂ. મુનિ શ્રી પ્રશમેશ,ભવિજયજી મ. સા. વર્તમાનના વિષમકાળમાં જ્યારે જૈન પંડિતો આપણા જૈનસંઘની અંદર માત્ર ગણ્યા ગાંઠ્યા છે ત્યારે એક વિરલ વ્યક્તિત્વ ધરાવનાર અને શ્રમણ તથા શ્રમણી સંસ્થા પ્રત્યે અથાગ પ્રેમ ધરાવનાર જિનશાસનના અદકેરા એક અણમોલ રત્નને આપણે આજે ગુમાવ્યા છે. તેમની ખોટ ક્યારેય પણ ન પૂરાય તેવી છે. તેવા પંડિતવર્યશ્રી છબીલભાઈના આત્માને તેઓશ્રી જ્યાં હોય ત્યાં પ્રભુ એમના આત્માને શાંતિ, ક્ષમતા અને સ્વચ્છતાનું પ્રદાન કરે તેવી શુભભાવના સહ... પૂ. મુનિ શ્રી પઘદર્શન વિજયજી મ. સા. પંડિતવર્ય છબીલદાસભાઈનો સ્વર્ગવાસ થતાં એક વિશિષ્ટજ્ઞાની શાસનરત્ન વિદ્વાન્ પંડિતની ભારે ખોટ પડી છે. પૂરી જિંદગી જ્ઞાનદાનની અંદર સમર્પિત કરવા દ્વારા અનેક સાધુસાધ્વીજી, શ્રાવક-શ્રાવિકા ગણ ઉપર અવિસ્મરણીય ઉપકાર કર્યો છે. સ્વર્ગગતના આત્માને જયાં હોય ત્યાં શાંતિ પ્રાપ્ત થાય પ્રભુશાસન પામીને શીધ્ર આત્મશ્રેય સાધે એ જ... પૂ. મુનિ શ્રી પ્રશાંતવલ્લભવિજયજી મ. સા. જ્ઞાન દીપક પ્રગટાવો જ્ઞાત અતંત છે. એથી કેવળજ્ઞાન પ્રાપ્ત થાય ત્યાં સુધી ગમે તેટલું જ્ઞાન પ્રસકરીએ પણ આપણે અધૂરા અને અપૂર્ણ જ રહેવાના . મળેલા જ્ઞાનતું કદી અભિમાન ન કરવું કેમ કે જે જાણીએ છીએ તે શ્રતમહાસાગરની આગળ એક બિન્દુ તુલ્ય પણ નથી. Page #38 -------------------------------------------------------------------------- ________________ (૨૮ ) 1. ક + " . " જ " - - - * * * * * ( જ્ઞાનપુષ્પાંજલિ પૂ. શ્રમણભગવતો, પૂ. સાધ્વીજી ભગવતો, વિદ્વાનો તથા શ્રેષ્ઠીઓનો પ્રતિભાવ જ્ઞાનગંગા વહાવતા પંડિતજી ! આ * પૂ. આ.ભ.શ્રી. વિજયરાજેન્દ્રસૂરિજી મ.સા. (કલિકુંડતથી ૪ ની બુદ્ધિ છે જેની તે પંડિત. પંડિત નામ ધારી બનવું સહેલું છે પણ ગુણધારી બનવું મુશ્કેલ છે. શબ્દની વ્યુત્પત્તિ જાણી શકે પણ વ્યુત્પન્નમતિવાળા હોય તો તેના ભાવને સમજી શકેસમજાવી શકે. જૈનસંઘમાં જાણીતા અને માનીતા પંડિતજી તરીકે પ્રસિદ્ધ થયેલ છબીલદાસભાઈ જેવું નામ તેવું કામ. મનમોહક છબી દ્વારા સહુના ઉપર છવાઈ જવાની એક અપૂર્વ કળા છબીલદાસભાઈને હસ્તગસ્ત થઈ હતી. તેઓ જ્ઞાતા હતા-દષ્ટા હતા-સ્રષ્ટા હતા. અનેક વિષયોના પારંગત હતા. ભાભરમાં જન્મ લઈ ભારતમાં નામ રોશન કરનાર પંડિતજીએ પોતાનું કાર્યક્ષેત્ર ખંભાત બનાવ્યું. ખંભાતમાં રહી-પૂજય સાધુ-સાધ્વીજી-શ્રાવક, શ્રાવિકાવર્ગને સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણ અને ન્યાયનો અભ્યાસ કરાવવાનો અપ્રમત્ત પણે કાર્યક્રમ ચાલુ કર્યો... પંડિતજી સ્વભાવે સરળ પણ અધ્યાપનમાં કડક...પાઠ કરીને ન લાવે તો તે ચલાવી લેવાનું નહિ. જ્ઞાનનું વ્યસન એવું પડી ગયેલું કે રાતદિવસ અધ્યયન-અધ્યાપનમાં રત જ રહે... ભૂલાઈ ગયેલ સિદ્ધહેમ વ્યાકરણને ફરીને પ્રસારિતપ્રચારિત કરવામાં કોઈનો વિશેષ ફાળો હોય તો પંડિતજીનો છે. એમ કહેવું અતિશયોક્તિ નહિ ગણાય. વ્યાકરણ એમનો મૂળ વિષય, અનેક સાધુ-સાધ્વીજીઓને વ્યાકરણ જ્ઞાનમાં પ્રવીણ બનાવ્યા. અનેક પંડિતોને પણ અધ્યાપન રસિક બનાવ્યા. છેલ્લા વરસોમાં સુરતમાં રહ્યા. શરીર નાદુરસ્ત હતું છતાંય ભણાવવાનું છોડ્યું નહોતું. પંડિતજી કહેતા “ભણાવવામાં મારો સમય સુંદર રીતે પસાર થાય છે તેમનું જ્ઞાન અગાધ હતું. જ્ઞાન પચાવવાની તાકાત પણ ગજબની હતી. જ્ઞાતા બન્યા છતાં અભિમાનનો અંશ એમનામાં ન હતો. એજ મોટી પંડિતજીની સિદ્ધિ હતી. એમનું બહુમાન થયું ત્યારે વિનમ્રભાવે બહુમાનની થેલીને પાછી ઠેલી અપરિગ્રહદશાનું એમણે ભાન કરાવ્યું હતું. ભાભરના ભૂષણ નહિ પણ ભારતના ભૂષણ સમા પંડિતજીના અવસાનથી એક જ્ઞાની પુરુષની ખોટ પડી છે. આવા જ્ઞાની પંડિત-શ્રાવકશીલ પંડિત મળવા મુશ્કેલ છે. જ્ઞાનની આભા અને પ્રતિભાની જીવંત મૂર્તિ સમા પંડિતજીનો આજે આપણી સહુની વચ્ચે અક્ષરદેહ વિદ્યમાન છે. એમના સત્કાર્ય ને જ્ઞાનની ગંગાને સદા વહેતી રાખીએ એજ Page #39 -------------------------------------------------------------------------- ________________ એમને સાચી અંજલિ આપી ગણાશે. સમ્યગુજ્ઞાનનો પ્રચાર વર્તમાનમાં બહુ ઓછો છે તેને જીવંત રાખવાની આપણી સહુની ફરજ આપણે ન ભૂલીએ ! પંડિતજી તો જીવનની છેલ્લી ઘડી સુધી જ્ઞાનોપાસના કરી જીવનને જ્ઞાનમય બનાવીને ગયા છે. જ્ઞાન એ અમૃત છે એ વાત પંડિતજીએ પોતાના જીવનમાં ચરિતાર્થ કરી હતી. વૃદ્ધ અવસ્થા હોવા છતાંય જ્ઞાનદાન માટે સદા નવયુવાન બની રહેતા પંડિતજી જેવો અપ્રમત્તભાવ બહુ ઓછો જોવા મળે છે પંડિતજીને ખૂબ નજીકથી જાણવા અને માણવાનો પ્રસંગ પ્રાપ્ત થયેલો, કોઈ પણ પ્રશ્નનો પ્રત્યુત્તર આપવાની તેમની ઔત્પાતિકી બુદ્ધિ દાદ માગી લે તેવી હતી. સાહજિક સરળતા પણ એટલી હતી. સાધુ-સાધ્વીજી પ્રત્યે સભાવ પણ અનહદ હતો. હવે આવા પંડિતજી મળવા અસંભવ નહિ, તો અશક્ય તો જરૂર છે. ૧ - ધર્મની શક્તિ સર્વ કર્મને ચૂરવાની શક્તિ ધર્મમાં છે. અને ચાર ગતિમાં ભટકાવવાની શક્તિ કર્મમાં છે. કર્મ ઉપર ધર્મની જ શક્તિ ચાલે છે. ધર્મને અનુકૂળ થવાથી કર્મસત્તા અનુકૂળ બની જાય છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ) + * * * * * * * * * * * * * * આ છે મા " , " ક " ( રાનપુષ્પ આ જ્ઞાતની અવિરત પરબ પૂ. આ.ભ.શ્રી વિજય હેમચન્દ્રસૂરિજી મ.સા. (પૂ.આ.ભ. શ્રી નેમિસૂરિજી સમુદાય) ખંભાતની “શ્રી ભટ્રિબાઈ સંસ્કૃત પાઠશાળામાં વર્ષો સુધી રહી સાધુ, સાધ્વીજી મહારાજોને અવિશ્રાન્તપણે અભ્યાસ કરાવનાર પંડિત છબીલદાસ કેશરીચંદનો જ્ઞાનનો ક્ષયોપશમ અજબ પ્રકારનો હતો. તેઓએ આ વ્યવસાય જીવનના છેલ્લા શ્વાસ સુધી ચાલુ રાખ્યો હતો. મહેસાણા-પાઠશાળામાં તો તેઓએ ૫. પ્રભુદાસભાઈની રાહબરી નીચે ધાર્મિક તથા ન્યાય વ્યાકરણનો અભ્યાસ કર્યો જ હતો. પણ એના ઉચ્ચ અભ્યાસમાં અમારા સમુદાયના બે વિદ્ધદરેણ્ય પૂજય પાદ આચાર્યશ્રી વિજય લાવણ્યસૂરીશ્વરજી મ.શ્રી તથા મુનિરાજ શ્રી ધુરન્ધરવિજયજી મહારાજ (આ.શ્રી વિજય ધર્મધુરન્ધરસૂરિજી) પાસે રહ્યા હતા - તેઓ બંનેએ પણ તેમને ઘણી લાગણીપૂર્વક સારીરીતે અભ્યાસ કરાવ્યો હતો. સાધુ, સાધ્વીજીને ભણાવતાં/ભણાવતાં મોટા ભાગના ગ્રંથો જાણે કંઠસ્થ જેવા જ થઈ ગયા હતા. વગર પુસ્તક હાથમાં લીધે જ તેઓ ગ્રંથની પંક્તિઓ કડકડાટ બોલી જતા હતા. અનેક પૂજય પ્રવરો સાથે તેઓ નિકટતા ભર્યો ઘનિષ્ઠ સંબંધ ધરાવતા હતા. ખંભાતમાં સ્થિરતા દરમ્યાન પૂજયપાદ સંઘનાયક આચાર્ય ભગવન્ત શ્રીમદ્ વિજય નંદનસૂરીશ્વરજી મ. શ્રી સાથે ખૂબ જ નિકટતા આવી ગઈ હતી. શાસ્ત્રીય કે શાસન કોઈ પ્રશ્નોની વિચારણામાં લાગી જતા તો કલાકોના કલાકો ક્યાં વીતી જાય તેની ખબર પણ ન પડતી – એમના જવાથી શાસનને એક પ્રૌઢ વિદ્વાન્ પુરુષની મહાન્ ખોટ પડી છે. 'विलन्ति टाणे ते लत्ति' જીવ જીવ વચ્ચેની ભેદ બુદ્ધિ ટળ્યા સિવાય સાચી ભક્તિ પ્રગટ થતી નથી. એને ટાળવાનો સર્વોત્તમ ઉપાય હૃદય પરમાત્માને સોંપી દેવું તે છે. તેથી સર્વ જીવો સ્વહૃદયસ્થ (સુહૃદય) બને છે. ભક્તિ આત્મ સમર્પણ સ્વરૂપ છે, તેથી અહંકાર ગળી જાય છે. Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૧ જિનશાસન-અનુરાગી પંડિતજી સ્પ્રે પૂ.આ.ભ.શ્રી. વિજયશીલચન્દ્રસૂરિજી. મ.સા. વિક્રમની વીસમી સદીમાં જૈનશાસનને અને સંઘને અજવાળનારી કેટલીક મહત્ત્વપૂર્ણ ઘટનાઓ બની, તેમાંની એક ખાસ ઘટના તે શેઠ વેણીચંદ સુરચંદ દ્વારા સ્થાપવામાં આવેલી મહેસાણાની શ્રીયશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા. અગાઉ એવી પરિસ્થિતિ સામાન્ય હતી કે જૈન અથવા શ્રાવકનું સંતાન હોય તેને અમુક શાસ્ત્રો અને ગ્રંથોનું જ્ઞાન હોય જ અને તે અમુક હદ સુધી વ્રત-નિયમ-સ્વાધ્યાયમાં ઓતપ્રોત હોવાનો જ. વીસમી સદીના ઉત્તરાર્ધમાં આ પરિસ્થિતિએ ઝડપથી પલટો લેવા માંડતાં શાસનપ્રેમીઓને ભણેલા શ્રાવકો તૈયાર કરવાની આવશ્યકતા વરતાઈ, અને તેના પ્રાયોગિક અમલીકરણ રૂપે જે વિવિધ સંસ્થાઓનું નિર્માણ થયું, તેમાંની એક પ્રમુખ સંસ્થા તે મહેસાણા-પાઠશાળા. જ્ઞાન પુષ્પાંજલિ વીતેલાં સો વર્ષોમાં આ પાઠશાળાએ સેંકડો શ્રાવક વિદ્વાનો તથા અધ્યાપકો સંઘને ભેટ આપ્યા છે, જેમણે ભારતમાં ઠેર ઠેર સમ્યજ્ઞાન-અધ્યયનની જ્યોત પ્રજ્વલિત રાખી છે. આ વિદ્વાન શ્રાવકોમાં જેમનું નામ આગલી કે પ્રથમ પંક્તિમાં લઈ શકીએ તેવું એક નામ તે પંડિતવર્ય શ્રી છબીલદાસ કેશરીચંદ સંઘવી. કિશોરવયમાં જ તેઓએ આ પાઠશાળામાં અભ્યાસ કર્યો, પછી વ્યાકરણના વધુ ઊંડા અભ્યાસમાટે તે વિષયના વિખ્યાત પ્રકાંડ વિદ્વાન આચાર્ય શ્રી વિજય લાવણ્યસૂરિજી મહારાજ વગેરે પૂજ્યો પાસે રહ્યા અને તે વિષયમાં પાંડિત્ય હાંસલ કરીને ‘પંડિત' બન્યા. એ પછી અધ્યાપક બનીને અધ્યાપન ક્ષેત્રે પ્રવેશ કર્યો. અન્યાન્ય ક્ષેત્રોમાં થોડોક સમય વીતાવીને તેઓ ખંભાત આવ્યા, અને ત્યાં લગભગ પચાસવર્ષ જેવો ગાળો અધ્યાપન કરાવ્યું. ખંભાતની પાઠશાળા અને ત્યાંના સંઘ સાથે એ એવા તો એકરસ બની ગયા કે મૂળ વતન ભાભર હોવા છતાં તેઓ ખંભાતવાળા તરીકે જ પ્રખ્યાત બન્યા. ખંભાત-સંઘની ચડતીકળાના એ દાયકાઓમાં પંડિતવર્યનું અને પાઠશાળાનું પરિબળ એક એવું આકર્ષણ બનેલું કે સેંકડો સાધુ-સાધ્વીજીઓ ઉચ્ચ અધ્યયન માટે ખંભાત આવવાનું અને સ્થિરતા કરવાનું વિશેષ પસંદ કરતા. અને માત્ર મૂર્તિપૂજક સંઘના જ નહિ, સ્થાનકવાસી સંપ્રદાયના સંત-સતીઓ પણ ઘણીવાર આ જ આકર્ષણે ખંભાત આવીને રહેતા. તેમના કુશળ અધ્યાપનને કારણે તેઓ ‘માસ્તર', ‘અધ્યાપક'ની સરહદ ઓળંગી જઈને ‘પંડિતજી’ના હુલામણાં નામે સકલ સંઘમાં પ્રતિષ્ઠિત થઈ ગયા હતા. Page #42 -------------------------------------------------------------------------- ________________ પંડિતજીની કેટલીક વિશિષ્ટતાઓ : ૧. વ્યાકરણના રહસ્યવિ : સિદ્ધહેમવ્યાકરણના ઊંડામાંઊંડા રહસ્યો તેમને હસ્તામલકવત હતાં. ઝીણી ઝીણી ખાંચખૂંચો પણ તેમને અજાણી નહિ અને ગમે તેવા અટપટા પ્રશ્નોના પણ સંતોષકારક ખુલાસા તેઓ રમતવાતમાં આપતા. હજારોને તેમણે વ્યાકરણ ભણાવ્યું છે. એમના જેવું વ્યાકરણ જાણનારું વ્યક્તિત્વ હવે કોઈ નથી રહ્યું એમ કહેવામાં ખોટું નથી. ૨. હસતા હસ્તાક્ષર : તેમના હસ્તાક્ષર ખૂબ સુંદર, સુશ્લિષ્ટ, સુઘડ અને સુવાચ્ય હતા. આ ખૂબી જીવનની છેલ્લી ઘડી પર્યત જાળવી, પ્રાચીન હસ્તપ્રતો તથા તાડપત્રોની લિપિ ઉકેલવામાં તથા તેની સુંદર નકલ કરવામાં તેમની માસ્ટરી હતી. ઘણા ગ્રંથો તેમણે આ રીતે ઉતાર્યા છે, ઘણી પ્રેસકોપીઓ કરી છે. આ વિશેષતા સમકાલીન અન્ય અધ્યાપકોમાં ભાગ્યે જ જોવા મળી છે. અને હવેના અધ્યાપકો માટે તો આ વાતની કલ્પના પણ કરવી અશક્ય છે. ૩. પૂજ્યોના વિશ્વાસપાત્ર ઃ શાસનના ધોરી એવા અનેક પૂજ્યોનો પંડિતજીએ વિશ્વાસ સંપાદન કરેલો. પૂજ્ય નેમિસૂરિજી મહારાજ, પૂજ્ય સાગરજી મહારાજ જેવા સમર્થ મહાનું આચાર્યો શાસનના કે સંધના અત્યંત વિશ્વસનીય કાર્યો માટે પંડિતજીને માધ્યમ બનાવતા. તો પૂજય નંદનસૂરીશ્વરજી મહારાજના તો તેઓ અંગત પ્રીતિ-વિશ્વાસભાજન શ્રાવક બની ગયેલા. શાસનનાં અનેક પ્રયોજનોમાં રાતોની રાતો તેઓશ્રી પંડિતજી સાથે વિચાર વિમર્શ કરતા અને ઘણા વિમર્શને અંતે સંઘહિતના નિર્ણયો લેતા. આમાં પંડિતજીને પૂજયશ્રીનું અપાર વાત્સલ્ય પણ મળતું, જેનું વર્ણન પંડિતજી વાતે વાતે કર્યા કરતા. • • પંડિત તરીકે ભણાવવાની કુશળતા એ એક વાત છે, અને એક પીઢ-પરિપક્વ શ્રાવક તરીકે પૂજ્યોના સાન્નિધ્ય તથા પ્રીતિ પામવાં તેમજ સંઘ-શાસનનાં અગણિત કાર્યોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ ભાગ લેવાની તક પામવી એ સાવ અલગ બાબત છે. બહુ જ ગણ્યા ગાંઠ્યા જે પંડિતોને આવી દુર્લભ તક મળેલી તેમાં પંડિતજી શ્રી છબીલદાસનું નામ લેવું જ પડે. ૪. સમાધિની ઝંખના એક માણસના જીવનમાં કેટલાં સંકટ આવી શકે ? અને એક માણસ વધુમાં વધુ કેટલી હદ સુધી સંકટો વેઠી શકે ? ભલભલાની સહનશક્તિ મીણ બની જાય તેવા વસમાં સંકટો પંડિતજીના જીવનમાં આવ્યાં છે અને જેમ જેમ સંકટો આવ્યાં, આવતાં ગયાં, તેમ તેમ તેમના મનમાં સમાધિની ઝંખનાનો પિંડ આકાર લેતો ગયો, તેનો હું સાક્ષી છું, કેવાં અને કયાં સંકટો આવ્યાં તેની વિગતોમાં ઊતરવું નથી. પરંતુ એના કારણે તેમને સંસારની નશ્વરતા અને ધર્મની સારભૂતતા એવી સ્પષ્ટ સમજાઈ ગઈ હતી કે તેઓ નિવૃત્ત થઈ જવું ફરજિયાત ગણાય તેવી અવસ્થામાં પણ વધુ ને વધુ શ્રુત - ઉપાસનામાં એટલે કે અધ્યયનઅધ્યાપનમાં પરોવાતા રહ્યા. તેઓની એક તીવ્ર પરિણત ભાવના હતી કે “સામાયિકમાં બેઠો. Page #43 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન પુષ્પાંજલિ હોઉં, સાધુ-સાધ્વી મહારાજને ભણાવતો હોઉં અને દેહ છૂટી જાય એવું મૃત્યુ મને જોઈએ છે.’” એમની આ ભાવના અને આ સમાધિની ચાહત જોઈને અમે - સાધુઓની આંખો પણ હંમેશાં ભીની થઈ જતી અને આનંદ એ વાતનો છે કે તેઓ જેવી ઇચ્છા ધરાવતા હતા તેવી જ સમાધિ તેમને મરણવેળાએ મળી. માગ્યું મોત જ નહિ, ઝંખેલી સમાધિ પણ તેમને મળી અને તેઓ જીવન-મરણ બન્નેને અજવાળી ગયા. પંડિત-મૃત્યુ (બેય અર્થમાં) તે આનું નામ. આવા સમાધિમરણની તો અનુમોદના જ હોય. ૩૩ અંગત રીતે મારો તથા પંડિતજીનો સંબંધ તદ્દન જુદી રીતનો હતો અને એ સંબંધને નાતે તેમની વિદાયથી મને જે ક્ષતિ અનુભવાય છે, તે અવર્ણનીય-અપૂરણીય જ રહેશે. શાસનસંઘની અનેક સળગતી સમસ્યાઓ ઉકેલવામાં પરસ્પરનો એક સબળ આધાર હતો, જે હવે ખતમ થયો છે. ઘણી બધી વેળાએ અંગૂઠે કમાડ ઠેલવાની રીતે પરોક્ષ, ૫૨, નિર્લેપ રહીને જ વિકટ પ્રશ્નોનો ઉકેલ થયો - થતો હતો, તે દિશા હવે સમાપ્ત થઈ છે, તેનું દુ:ખ સદા રહેશે. પરંતુ કાળસત્તા આગળ ફરિયાદ કરવાનો અર્થ શો ? એમના સમાધિ-પૂત આત્માની શાંતિ પ્રાર્થીએ. - મહુવા જૈન સંઘ દ્વારા સૌ પ્રથમ સુવર્ણચન્દ્રક પ્રાપ્ત કરનાર બે વિદ્વાન્ પંડિતજીઓ બાહ્ય સન્માનથી પંડિતજી હંમેશાં દૂર રહ્યા પરંતુ મહુવા શ્રીસંઘને એક અદ્ભુત અવસર મળ્યો. પૂ.પાદ આ.ભ. શ્રીમદ્ વિજ્યનેમિસૂરીશ્વરજી મ.સા.ના સમુદાયના વિદ્વાન્ આચાર્ય ભગવંતોના ઉપકારને કારણે પૂ.આ.ભ. શ્રીમદ્રિયનેમિસૂરીશ્વરજી મ.સા.ના પુણ્યનામથી અંકિત માત્ર સુવર્ણચન્દ્રક શ્રી મહુવા જૈન સંઘના આગ્રહને વશ થઇ પંડિતજીએ સ્વીકાર્યો હતો. આવા જ નિઃસ્પૃહી બીજા પંડિતજી શ્રી કપૂરચંદભાઈ - શ્રી શત્રુંજય મહાતીર્થ ધામ-પાલીતાણામાં શ્રી જૈન શ્રેયસ્કર મંડળ – મહેસાણા સંચાલિત સૂક્ષ્મ તત્ત્વબોધ જૈન પાઠશાળામાં પચાસેક વર્ષ સુધી હજારો પૂ.સાધુ ભગવંતો તથા પૂ.સાધ્વીજી ભગવંતોને અભ્યાસ કરાવનાર દ્રવ્યાનુયોગના પ્રખર વિદ્વાન્, સિદ્ધહસ્ત લેખક, તાત્ત્વિક ચિંતક, અનેક ગ્રંથોનું સંપાદન તથા પ્રસ્તાવના લખનાર, નિઃસ્પૃહી પં.વર્યશ્રી કપૂરચંદભાઇ આર. વારૈયાનું પણ સુવર્ણચન્દ્રક અર્પણ કરી મહુવા જૈન સંઘે સન્માન કર્યું. Page #44 -------------------------------------------------------------------------- ________________ - --*( જ્ઞાન પુષ્પાંજલિ ) ગુણાનુરાગી પં. શ્રી છબીલદાસભાઈ પૂ.આ.ભ.શ્રી અશોકસાગરસૂરિજી મ.સા. ज्ञानी क्रियापरः शान्तो भावितात्मा जितेन्द्रियः । स्वयं तीर्थों भवाम्भोधेः परांस्तारयितुं क्षमः ।। પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજે સંસાર સમુદ્રથી કોણ તરી શકે અને બીજાને કોણ તારી શકે તે માટે પાંચ લક્ષણો બતાવ્યા છે. આમાં પ્રથમ વિશેષણ જ્ઞાની મૂક્યું. પણ જ્ઞાનવાનું ન મૂક્યું. જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી તેને અનુકૂળ પરિણતિ પ્રાપ્ત કરી યથાશક્ય જીવનમાં ઉતારે તે જ્ઞાની કહેવાય. જ્યારે જ્ઞાનવાનું તેને કહેવાય કે બેંકમાં જેનું ધન પડ્યું હોય તે જેમ ધનવાનું કહેવાય. તેવી રીતે જે વ્યક્તિ અધ્યયન કર્યા પછી ભણ્યા પછી) તેનું જ્ઞાન મગજરૂપી કપાટ કે તિજોરીમાં પડ્યું હોય પણ આચરણમાં ન હોય તેને જ્ઞાનવાનું કહેવાય. જે જ્ઞાન બીજાને આપવામાં, વેપાર કરવામાં, આજીવિકાના સાધનરૂપ માત્ર બન્યું હોય પણ પરિણતિ શુદ્ધ થવા સાથે પ્રવૃત્તિમાં ઉપયોગી ન હોય તેને જ્ઞાનવાનું કહેવાય. પૂજ્યપાદ આગમોદ્ધારકશ્રીએ સિદ્ધચક્ર માસિક વર્ષ ૮ અંક - ૪માં જેને વિષયપ્રતિભાસજ્ઞાનના પ્રકારમાં ગણાવ્યું છે, જે માત્ર જીવનમાં પદાર્થોનો ભાસ કરાવે ત્યાં જ અટકી જાય, જ્યારે જ્ઞાનીના જ્ઞાનને પરિણતિ જ્ઞાનના પ્રકારમાં જણાવેલ છે. આજે આપણે શ્રાદ્ધવર્ય પંડિત શ્રી છબીલભાઈની વાત કરવાની છે. પંડિતજીનો પ્રથમ પરિચય આગમ મંદિરમાં પૂજયપાદ તારક ગુરુદેવશ્રી પાસે અવાર નવાર પ્રશ્નોની ચર્ચા કરતા ત્યારે સામાન્ય રૂપે થયેલ. પછી તો પૂજયશ્રીના વિરહ બાદ વર્ષમાં એક-બે વાર મળવાનું થતું. તેઓ જયારે આવે ત્યારે એ શાસનના શ્રાવક આવે તેવી આભા પ્રસરતી. તેમની બેસવાની – બોલવાની પદ્ધતિમાં શ્રમણસંસ્થા ઉપરનો હૃદયમાં અને જીવનમાં રહેલો આદરભાવ પ્રગટ થતો. ઘણીવાર ઘણા ગૂંચવાતા પ્રશ્નોની ચર્ચા ચાલતી ત્યારે તેઓશ્રી પૂજય નેમિસૂરિજી મ.સા., પૂજ્ય સાગરજી મ.સા.ના પોતે અનુભવેલા અનુભવો પ્રગટ કર્યા વિના ન રહેતા. ઘણીવાર તો જાણવા યોગ્ય વિષયો અને શાસન ઉપયોગી તેઓની આગવી વિચારધારા તેમના પ્રત્યે રહેલ ગુણાનુરાગિપણામાં ઉમેરો કરતા. આંખોનું તેજુ તેમનું ઝાંખુ થયું પણ શાસનપ્રત્યેના અવિહડ રાગનો પ્રકાશ ઓર તેજસ્વી બન્યો હતો. Page #45 -------------------------------------------------------------------------- ________________ (૩૫) * * * * * - *--*-*--- * * * * * * * * ( જ્ઞાન પુષ્પાંજલિ ) સામાન્ય રીતે પંડિતોમાં દેખાતી અપેક્ષાવૃત્તિથી તેઓ ઘણા દૂર હતા. કોઈ તેમનું બહુમાન કરે કે દ્રવ્ય અર્પણ દ્વારા ભક્તિ પ્રગટ કરે તો તેઓ દ્રવ્યનું પ્રત્યાર્પણ કરતા. સંવત ૨૦૫૬ના મારા સુરત કૈલાસનગરના ચાતુર્માસના અવસરે પૂજયપાદ આગમોદ્ધારકશ્રી દ્વારા સિત્તેર વર્ષ પૂર્વેથી પ્રગટ થતાં આગમતત્ત્વના ખજાના જેવા સિદ્ધચક્ર માસિકના પુનઃ મુદ્રણની વાત નીકળતાં તેઓ એટલા આનંદિત થઈ ગયા કે આ કાર્ય ગુરુભક્તિ રૂપે જલ્દી કરવા જેવું છે. જે કાર્યનો પ્રારંભ થયો અને પ્રથમ પ્રસ્તાવના આગમના મર્મને સ્પર્શતી સુંદર લખીને મોકલી જે પ્રથમ વર્ષના ગ્રંથમાં પ્રકાશિત થઈ છે. પંડિતજીએ જ્ઞાનને એવું પચાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિ પ્રશ્ન પૂછે કે ભણવા આવે તો તેઓ અપ્રમત્તપણે તૈયાર થઈ જતા હતા. પંડિતજી જયારે આવે ત્યારે કંઈને કંઈ નવું વિચારવાનું કે વાગોળવાનું લેતા જ આવે. તેઓ એકવાર પ્રસંગોપાત બોલ્યા કે દીક્ષા ન લીધી એ મોટી ભૂલ થઈ છે. પરમાત્માના શાસનની સફળતાનું લક્ષ્ય એમના દિલમાં રમમાણ હતું. આ પ્રસંગે એમના ત્રણે સુપુત્રો પાસે એક જ અપેક્ષા કે પિતાના માર્ગે સંપૂર્ણ ભલે ન ચલાય પણ શાસન પ્રત્યેનો તેમના જેવો અવિહડરાગ ધરી શાસનના કાર્યોમાં સદાય આગળ વધતા રહો. પરમના કૃપામ્સને મેળવવા પાત્રતાવિકસાવીએ આપણે પરમને પ્રાર્થના કરીએ અને તે પ્રાર્થના ઓછી ફળે તો, આપણે પરમની શક્તિમાં શંકા કરવાને બદલે, આપણી પાત્રતા તરફ નજર કરીએ તો, તરત જ મર્મ પકડાશે કે પાત્રતા પ્રમાણે જ ફળ મળ્યું છે. જેવો પાત્રતાનો વિકાસ થશે કે તરત જ ફળનું પ્રમાણ વધવા લાગશે. ગંગાનો અફાટ જળરાશિ અગાધ અને અપાર છે; તે તમને ભીંજવવા અને તૃપ્ત કરવા, તમારા પાત્રને છલકાવવા તત્પર છે, પણ તે તમારા પાત્રમાં સમાય તેટલું જ આપી શકે, તેથી વધારે નહીં. ' પાત્ર જેટલું હોય, તેટલું જળ મળે. પરમાત્માની કૃપાનું પણ આવું જ છે. પરમાત્માની શક્તિનું અવતરણ પણ એવું જ છે. આપણી પાત્રતા પ્રમાણે લાભ કરે. આપણે તો, આપણા પાત્રને સતત વિકસાવતા રહેવાનું છે. ગુણસમૃદ્ધિ દ્વારા આપણી પાત્રતા વિકસાવીએ અને પરમના કૃપા-રસથી આપણા જીવનના પાત્રને છલોછલ છલકાવીએ, પરમનું તો આપણને આમંત્રણ છે જ. પરમ અને પાત્રતાનો મેળ થશે તો, પાત્ર ભરપૂર ભરાઈ જશે. Page #46 -------------------------------------------------------------------------- ________________ જાલ જૈનશાસનની પ્રભાવકતાને પ્રસરાવતી પુણ્યપ્રતિભા. A પંડિતવર્ય શ્રી છબીલદાસભાઈ પૂ.આ.ભ.શ્રી વિજયયશોભદ્રસૂરિજી મ.સા. (ડહેલાવાળા) 8 શ્રી જિનેશ્વર પરમાત્માનો આ જગત ઉપર અજોડ ઉપકાર છે. તીર્થંકરપણાના ભાવમાં કેવલજ્ઞાન પામ્યાબાદ પ્રભુ અવિરત પરોપકાર કરે છે. પ્રભુ જે ઉપકાર જગત ઉપર કરે છે, તેના કરતાં કંઇગણો ઉપકાર પરમાત્માનું શાસન કરે છે. પ્રભુ મહાવીરે ૩૦ વર્ષની વયે સંયમજીવનનો સ્વીકાર કર્યો, ત્યારબાદ સાડાબારવર્ષ સુધી પ્રભુએ મૌનપૂર્વક સાધના કરી, સાધનાના ફળ સ્વરૂપે કેવલજ્ઞાન-કેવલદર્શન પામ્યા. શાસનની સ્થાપના કરી. પ્રભુએ ૩૦વર્ષ પર્યન્ત સમવસરણમાં બિરાજીત થઈ દેશના આપી. ૩૦ વર્ષમાં કેટકેટલાય આત્માઓએ આત્મકલ્યાણ સાધ્યું. પરમાત્માના સ્વમુખેથી વાણી સાંભળી ઘણા આત્માઓ સગતિ, સિદ્ધિગતિ સાધી ગયા, પરમાત્માકરતાં પરમાત્માના શાસનનું આયુષ્ય વધારે હોય છે અને તેથી જ શાસનનો ઉપકાર પ્રભુ કરતાં કંઈ ગણો ચઢી જાય છે. (શાસન પ્રભુનું જ છે તેથી પરંપરાએ ઉપકારી પ્રભુ જ છે.) આવા શાસનમાં કંઇક એવા વિરલ આત્માઓ છે જે શાસનને સંપૂર્ણ વફાદાર રહીને શાસનને માટે ન્યોચ્છાવર થઈ જતા હોય છે. આવા આત્માઓથી જ શાસન હજારો વર્ષો પર્યન્ત ચાલે છે. શાસનના મુખ્ય ચાર અંગ છે, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા આ ચારેય અંગોનો શાસનનો જયજયકાર કરવામાં અદ્ભુત સહયોગ રહ્યો છે. પૂર્વકાલમાં થઇ ગયેલા શ્રાવક, શ્રાવિકાના અંગમાં ભરત ચક્રવર્તી, સગરચક્રવર્તી, સૂર્યયશારાજા, દશાર્ણભદ્રરાજા, સુદર્શન શેઠ, સુલસા, રેવતી, વિજયશેઠ, વિજયાશેઠાણી, સુભદ્રાસતી, અંજનાસતી આદિ અનેકાનેક ઉત્તમોત્તમ આત્માઓએ શાસનને હૈયામાં સ્થાપિત કરી ઉચ્ચકોટિની સાધના કરી છે. આ શ્રાવકજંગમાં કલિકાલમાં વર્તમાનમાં એક એવા વિરલ આત્મા થયા કે જેઓએ જ્ઞાનયોગ દ્વારા જબરજસ્ત શાસનની સેવા કરી છે. એ ઉચ્ચ સાધક-વિદ્વાનૂ-જ્ઞાની આત્મા છે પંડિતવર્યશ્રી છબીલદાસભાઈ. પંડિતવર્યશ્રીના જીવન ઉદ્યાનમાં નજર કરીએ તો અનેકવિધ સગુણોના ખુશબોદાર ફુલો જોવા મળે. એમની વિદ્વત્તા-નિસ્પૃહતા-નિરાભિમાનતા જેવા ઉડીને આંખેવળગે એવા ગુણો હતા. મોટા મોટા આચાર્ય ભગવંતોને પણ તેઓશ્રી ઉપર જબરજસ્ત માન હતું. શાસનના કેટલાય જટીલ પ્રશ્નોના નિરાકરણ માટે પણ તેઓની યોગ્ય સલાહ લેવામાં આવતી હતી. તેઓશ્રી નીડર પણ એટલા જ... સત્યવાત કરવામાં જરાય ખચકાટ ન અનુભવે. પંડિતવર્યશ્રીએ કેટકેટલાય સાધુ-સાધ્વી Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૭ ) મા મન vv - , , , , , , , " ક " મા . . . . - આજ * . ( રૌનપુષ્પાજલિ ભગવંતોને એવી રીતે જ્ઞાન પીરસ્યું કે તેઓ વિદ્વાન્ બન્યા, સાધક દશામાં આગળ વધ્યા. આજે પંડિતજી હયાત નથી પરંતુ તેઓશ્રીની યાદ આજે પણ જીવંત છે. ફૂલ ખીલીને કરમાય છે જરૂર, પણ કરમાઈ ગયા પછી પણ તેની યાદ જીવંત રહે છે, કારણકે ફૂલ ફોરમ ફેલાવીને કરમાય છે. એ ફોરમથી પણ તે અમર બની જાય છે, તેમ માનવ, જન્મ પામે છે, મોટો થાય છે અને મૃત્યુ પણ પામે છે પણ એ માનવ અમર બની જાય છે કે જે પોતાના જીવનમાં અનેક ગુણોરૂપ પુષ્પોની સુવાસ દશે દિશામાં પ્રસરાવે છે. પંડિતવર્યશ્રીએ મહેસાણા શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામાં ધાર્મિક અભ્યાસ કર્યો. જૈન ધર્મનો તલસ્પર્શી અભ્યાસ કરી પ્રકાંડ વિદ્વાન્ બન્યા. પંડિતત્વ પામીને જીવનદીપ પ્રગટ હતો ત્યાંસુધી જ્ઞાનની લહાણી કરતા રહ્યા. કોઈપણ પ્રકારના ભેદભાવ વિના અપૂર્વ વાત્સલ્યભાવે નાનાથી લઈને મોટા તમામ ગુરુભગવંતોને શાસ્ત્રબોધ કરાવવામાં મહત્વ પૂર્ણ સહયોગ આપ્યો. વિશેષ વાત એ છે કે મારા ગુરુદેવ પૂજ્ય આ.શ્રી સુરેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ના પરિચયમાં સવિશેષ આવ્યા છે, ગુરુદેવશ્રીના તેઓ પરમભક્ત હતા. અવારનવાર પૂજય ગુરુદેવશ્રી પાસે કલાકોના કલાકો બેસતા, શાસનની ગંભીરવાતો કરતા. સમયે યોગ્ય માર્ગદર્શન પણ આપતા. અનેક ગુણોના સુપુષ્પોથી હર્યાભર્યા એવા છબીલદાસભાઇશ્રીનું હૈયું એક માત્ર ઉઘાન નહિ સાક્ષાત્ નંદનવન જેવું હતું. એમના જવાથી શાસનને બહુ મોટી ખોટ પડી છે... શાસનદેવને એક પ્રાર્થના કરીએ કે તેમનો આત્મા શીધ્રાતિશીધ્ર મોક્ષપદની પ્રાપ્તિ કરે ! હે પ્રભુ! જેણે મને ભીખ માંગતો કર્યો છે, એ લોભની શી વાત કરું? મારો ખ્યાલ જ નહીં, તે આટલો ઊંડો હશે! લોભ અને તેની દીકરી આશાના સંગમાં લુબ્ધ એવો હું બધાની સામે ચપ્પણિયું લઈ ઊભો રહું છું. | કૂતરાની જેમ ઘર-ઘર ભટક્યા કરું છું. પ્રભુ, તારી તો વાત જ નિરાળી ! તે તો આશાને જ દાસી બનાવી દીધી છે; જ્યારે હું, આખી દુનિયાનો દાસ ! તારામાં મેરુની નિશ્ચલતા. તારી એ નિશ્ચલતાને જોઈને જ, મેરુ પત્થરનો પુંજ બન્યો. જ્યારે હું તો, કાચિંડાની જેમ પળ પળ પલટાતો રહું છું. પવન પણ સ્થિર લાગે, એવો હું ચંચળ! તું શુદ્ધ, બુદ્ધ ને નિરંજન, હું તારાથી સાવ સામે છેડે. હું તો, આચરણે સાવ ઊંધો. રણમાં ઝાંઝવાનાં જળને જોનારો હું, અશુદ્ધ તો એવો કે ઓળખ જ નથી રહી. શરીરે ચળ આવે ત્યારે, કુવેચ ઘસનારો હું. પરિણામ તો જે જw આવે તે ભોગવું છું. Page #48 -------------------------------------------------------------------------- ________________ - - - - - - C જ્ઞાન પુષ્પાંજલિ ) જ જય ગિરનારી ને આ પૂ.આ.ભ.શ્રી. હેમચંદ્રસાગરસૂરિજી મ.સા. 8 પંડિતજી માત્ર અધ્યાપક નહિ પરંતુ હિતસ્વી અને ઉપકારી એ પુણ્યાત્માના જવાથી અમારા જીવનનું એક મહત્ત્વનું ક્ષેત્ર ખાલીખમ થઈ ગયું... છે ને કે એ જગ્યાને ભરવા માટે અત્યારે તો એવું સશક્ત કોઈ જ વ્યક્તિત્વ નજરે નથી આવતું ! જ્ઞાનોપાસના માત્ર જ્ઞાન ક્ષેત્રમાં મર્યાદિત ન હતી... આચાર ક્ષેત્રમાં એટલી જ પલ્લવિત હતી. વિરતિધર્મની થઈ શકે એવી કોઈ ક્ષણ એમણે છોડી નથી... એથી આગળ વધવા માટે એમની મુરાદ તો સિંહછલ્લાંગ ભરીને સર્વવિરતિ માર્ગને હસ્તગત કરવાની હતી. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૯ ) , , v * * * * * * * માર ww- r- ક » ' , ' ' આ પમ * રાનપુખાજાલ અમારા હૃદયને જીવનભર એ વસવસો રહેવાનો કે એમના એ અરમાનને સફળ કરવામાં અમો ઉણા ઉતર્યા... અયોધ્યાપુરની પ્રતિષ્ઠામાં એમના માર્ગદર્શનની તાતી જરૂરત હતી. પરંતુ એનો જવાબ આપ્યા પૂર્વે જ તેઓશ્રી ચાલ્યા ગયા... શ્રી ભટ્ટીબાઈ સ્યાદ્વાદ સંસ્કૃત પાઠશાળા – ખંભાતમાં દરેક ગચ્છના પૂ. સાધુ ભગવતો, પૂ.સાધ્વીજી ભગવંતો પંડિતજી પાસે ભણવા આવતા. એટલું જ નહિ અભ્યાસના હેતુથી ખંભાતમાં સ્થિરતા કરતા, ચાતુર્માસ પણ કરતા. જ્ઞાન સાથે વિનમ્ર સ્વભાવના કારણે ખંભાતના દરેક શ્રીસંઘોને માન્ય હતા. ખંભાતમાં જૈન, જૈનેતર વિદ્વાનો પણ સત્સંગ કરતા. ક્યારેક પ્રશ્નોનું સમાધાન પણ મેળવતા. પ્રૌઢજનો જૈનતત્ત્વજ્ઞાનના રહસ્યો સમજવા આવતા તથા યુવાન વર્ગ પણ પંડિતજીનો અનુરાગી હતો કારણકે દરેક પ્રસંગે માર્ગદર્શન મળતું. વિધિ-વિધાનમાં કુશળ યુવાનવર્ગ ખંભાતમાં છે તે પંડિતજીનો ઉપકાર છે. ખંભાત સાથેની પચાસેકવર્ષની આટલી આત્મીયતા હોવા છતાં ધર્મપત્નીનો સ્વર્ગવાસ અને પુત્રોનો ધંધાર્થે સુરતમાં વસવાટ આ એકમાત્ર હેતુથી વિદાય લેવાનો પ્રસંગ આવ્યો. ખંભાતના વિવિધ સંઘો અને સંસ્થાઓના ઉપક્રમે જિનશાસનરત્ન શેઠશ્રી રમણલાલ દલસુખભાઇ શ્રોફના પ્રમુખસ્થાને વિદાય સમારંભનું આયોજન થયું. આ પ્રસંગે જેઓ ઉપસ્થિત હતા તેઓએ જાણ્યું કે ખંભાતવાસીઓના હૃદયમાં પંડિતજીનું કેવું સ્થાન હતું. શ્રી સંઘો અને સંસ્થાઓનો ઘણો ઘણો ભાવ હતો પરંતુ પંડિતજીની નિઃસ્પૃહતાના કારણે જે શ્રી સંઘો તથા સંસ્થાઓએ તિલક કરી, શ્રીફળ અર્પણ કરી સંતોષ માનવો પડ્યો. Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૦ ) , મ મ મ મ ક " ગામ " છે..., ve: * . . * ( પાનપુષ્પ જોલ र सम्यग्-दर्शन-ज्ञान-चारित्राणि मोक्षमार्गः - આ પૂ. પં. શ્રી વજસેન વિ. મ.સા. ક ઈ પણ પૂર્વાચાર્યશ્રી ઉમાસ્વાતિ મહારાજા તત્ત્વાર્થસૂત્રના પ્રારંભમાં પ્રથમ સૂત્રમાં સમ્યગદર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્યારિત્ર એ મોક્ષનો માર્ગ છે તેના વિષે આપણને સમજાવે છે. આ સૂત્રમાં જ્ઞાનને સેન્ટરમાં રાખીને જણાવે છે કે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ અને શુદ્ધિ માટે સમ્યજ્ઞાન આવશ્યક છે. ચારિત્રના વિશુદ્ધ પાલન માટે પણ સમ્યજ્ઞાન જરૂરી છે. જ્ઞાનથી વૈરાગ્ય પુષ્ટ થાય છે. કહ્યું છે કે “જ્ઞાની શ્વાસોશ્વાસમાં કરે કર્મની હાણ.” જ્ઞાનથી કર્મ ક્ષય થાય છે, પરંતુ એ સમ્યજ્ઞાન સુધી પહોંચવા સામાન્ય જ્ઞાનથી ભાવના જ્ઞાન સુધી પહોંચવાનું છે. આપણે આજ જે કાંઈ સમ્યઆરાધના કરીએ છીએ તેનું કારણ પૂર્વાચાર્ય ભગવંતોએ શબ્દસ્થ કરેલું જ્ઞાન છે. જ્ઞાનની પૂર્ણતા તરફ આગળ વધવા માટે આત્મજ્ઞાન જરૂરી છે, તે આત્મજ્ઞાન એટલે સ્વવિષયક જીવનું જ્ઞાન તેના દ્વારા આત્મવત્ સર્વ જીવો જોવા - જાણવા, તેથી જ્ઞાન પરિણતજ્ઞાન બને છે. અને આ, જ્ઞાન થતાં તેના પરિપાક રૂપે (ફળ રૂપે) વિનય-નમ્રતા-ઔચિત્યતા જેવા અનેક ગુણો પ્રગટ થાય છે. આપણે આપણો વિચાર તો ભવોભવ કર્યો છે અને કરતા આવ્યા છીએ તેનું કારણ અજ્ઞાનતા છે, હવે બીજા જીવનો વિચાર કરવાનો છે અને તેનાથી સમ્યગૃજ્ઞાનને પુષ્ટ કરવાનું છે. માત્રનેતિ પરાર્થ વ્યસનિનઃ | પરમાત્માના જીવનમાં આ મૂળગુણ હતો. પરમાત્માનું જીવન પરાર્થ વ્યસની-બીજાના પરોપકારના વિચારોમાં ઓતપ્રોત હતું. તેથી કર્મનિર્જરા કરતાકરતા તીર્થકરત્વને પામ્યા. આવું જ્ઞાન જીવનમાં પ્રગટ કરવાનું છે અને તે પ્રગટેલા સમ્યજ્ઞાનને અનેકના જીવનમાં પ્રગટાવવાનું છે, તે જ્ઞાનનું દાન જ શ્રેષ્ઠદાન ગણાય છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ - --*** # - - * * ( રાનપુષ્પાજલિ પંડિતવર્યશ્રી છબીલભાઈએ ખૂબ જ વિનમ્રભાવે, ગાંભીર્યતાદિ ગુણોથી વાસિત અંતઃકરણપૂર્વક જીવનની છેલ્લી ક્ષણ સુધી જ્ઞાનદાન જ કર્યું છે. તે તેમના આત્માની ઉચ્ચતા દેખાડે છે. તેઓ ઘણીવાર મને અભ્યાસના ગ્રંથો વિષે સૂચન કરતા. ગત વર્ષે મને જણાવ્યું કે પ્રમાણનયતત્તાલોકાલંકાર ગ્રંથનું ફરી સંપાદન કરવા જેવું છે. મને એમનું સૂચન ગમ્યું અને ગ્રંથ તૈયાર પણ થઈ ગયો, પહેલી નકલ મેં એમને મોકલાવી. તેઓએ તરત જ તેનો ઉપયોગ શરૂ કરાવી દીધો. મારા આ સામાન્ય કાર્યની પણ ખૂબ ખૂબ ઉપબૃહણા કરતા રહ્યા. વર્તમાનના પંડિતવર્યોમાં જેમનું મોખરાનું સ્થાન અને માન હોવા છતાં તેઓએ નમ્રભાવ જ કેળવેલ હતો, જેથી આજે લગભગ નાનાથી મોટા ધાર્મિક શિક્ષકોને તેમના પ્રત્યે પૂજય દાદાપિતાતુલ્ય ભાવ હતો. પંડિતજીની જ્ઞાન સાધના આગળ વધતાં તેમને પૂર્ણ એવા કેવલજ્ઞાનને પ્રાપ્ત કરાવશે. વિનયનું સ્વરૂપ અને ફળ' विणयाहिगया विज्जा दिति फलं-इहपरलोअम्मि । न फलंति विणयहीणा, सस्साणि व तोयहीणाणि ।। વિનયથી પ્રાપ્ત થયેલી વિદ્યા આલોક અને પરલોકને વિષે ફળદાયી થાય છે. વિનયહીન વિદ્યા પાણી વિનાના ધાન્યની જેમ ફળદાયી થતી નથી. Page #52 -------------------------------------------------------------------------- ________________ 'કર ) , , , , , , , , , , , , , , , , , , , શનિપ્પાજલિ પંડિતવર્ય શ્રી છબીલદાસભાઈ સંઘવી તે એક સદાચારમય વિદ્વદુવ્યક્તિત્વ * પૂ.પં.શ્રી કલ્યાણબોધિવિજયજી ગણી ૪ સં. ૨૦૩૫ અને સં.૨૦૩૬ આ બે સાલનાં ચોમાસાં અમારાં ખંભાત થયાં. કમનસીબે પ્રથમ ચાતુર્માસમાં પંડિતવર્ય શ્રી છબીલદાસભાઈ ત્યાં જ હોવા છતાં યોગ ન થયો. બીજા ચાતુર્માસમાં તેમની પાસે અધ્યાયન કરવાનો લાભ મળ્યો. સિદ્ધહેમ વ્યાકરણનો પ્રારંભ કર્યો. તેમની અધ્યાપન કળા જોઈને હું દિડુ થઈ ગયો. આખું વ્યાકરણ સ્વનામવત કંઠસ્થ હતું. આમ થોડી આંખની તકલીફ હતી પણ આંખનો ઉપયોગ કરવાની જરૂર જ ન હતી. ચોપડી વગર બધું જ મોઢે જ ભણાવવાનું. મૂળસૂત્રો .. તેની ટીકાઓ .. તેનાં દૃષ્ટાંતો, સાધનિકો માટેનાં સાક્ષસૂત્રો બધું જ કંઠસ્થ. રાજધાની એક્સપ્રેસની જેમ બોલતા જ જાય. આગળના ચાર અધ્યાયની અંદરનાં સૂત્રોને જે પ્રત્યય લાગતા હોય, તે પ્રત્યયો પાછળના છઠ્ઠા-સાતમા અધ્યાયમાં આપેલા હોય, તો તે તેમને ગોતવા ન પડે. કહે, જોઈ લ્યો ૭-૩-૩૨, ૭-૪-૪૨, ૫-૨-૨૬ ધડાધડ અધ્યાય - પાદ અને સૂત્રની સંખ્યા બોલતા જ જાય. આપણે નંબર જાણ્યા પછી ગોતતાં થાકીએ પણ તેઓ બોલતાં ન થાકે. સાથે જરૂર પડે ત્યાં બૃહવૃત્તિ - મધ્યમવૃત્તિના જરૂરી references પણ ટાંકતા જાય, સાથે વ્યાકરણને લગતા ન્યાયસંગ્રહના ન્યાયો પણ સમજાવતા જાય. આ બધાં સંસ્કરણો દ્વારા અધ્યયનને એટલું સરસ અને સરળ બનાવતા કે વ્યાકરણ ભણનારને એમ ન લાગે કે હું વ્યાકરણ જેવો શુષ્ક વિષય ભણું છું. શુષ્કતાને રોચકતાસભર બનાવવામાં તેમની માસ્ટરી હતી. ભણાવતાં ભણાવતાં તેઓ કાયમ કહેતા, “તમને જે શંકા થાય તે પૂછો. આ આમ કેમ? આ આમ કેમ નહીં? આવું વિચારી શંકાઓ ઊભી કરો. શંકા થશે તો સમાધાન મેળવવા પ્રયત્ન થશે. તો જ ક્ષયોપશમ વધશે ને વ્યાકરણનું સાંગોપાંગ જ્ઞાન થશે. વ્યાકરણમાં જેટલી શંકા થાય એટલું જ આવડ્યું કહેવાય.” સવા પૃષ્ઠન ભાવ્યમ્ ! -- શંકાઓ ઊભી કરો. જેને શંકા થતી નથી તે ઊંડાણ સુધી પહોંચતો નથી. શાસ્ત્રમાં શંકા કરો તો સમકિત જાય. વ્યાકરણમાં, ન્યાયમાં શંકા ન કરો તો ભણવાની મજા જાય. આવાં તેમનાં સચોટ અને અનુભવગમ્ય વાક્યો આજે વર્ષો પછી પણ કાનમાં ગુંજયા કરે છે. તેનું સ્મરણ થતાં મન કૃતજ્ઞતાભાવથી ઝૂકી જાય છે. ચાર મહિના તેમની પાસે વ્યાકરણનો અભ્યાસ કર્યો. ૪ અધ્યાય પૂર્ણ કર્યા. પછી વિહાર થવાથી અભ્યાસ અધૂરો રહી ગયો. અવસરે અવસરે બીજા પંડિતો પાસે બાકીના અધ્યાયો પૂર્ણ Page #53 -------------------------------------------------------------------------- ________________ ૪૩ ) + 4 . . . . . • સ ા : ૫ - અ. -15 ૧" " " " . " . ( રમાન શાલ કરવાના ઘણા પ્રયાસો કર્યા પણ જોઈએ તેવી ફાવટ ન આવી. કારણ, અન્ય પંડિતો અને છબીલદાસભાઈની અધ્યાપન-પદ્ધતિમાં જમીન-આસમાનનો ફરક હતો. છેવટે બાકીના ૩ અધ્યાયો જાતે જ પૂર્ણ કરવા પડ્યા. તે સમયે છબીલદાસભાઈની કિંમત સમજાતી હતી તેમણે જણાવેલા વ્યાકરણ પછી મારે પણ ઘણાને વ્યાકરણ ભણાવવાના પ્રસંગો ઉપસ્થિત થયા. ઘણાને કરાવ્યું. દરેક સમયે તેમના યોગદાનને અચૂક યાદ કરતો રહ્યો છું. પ્રકરણો – ભાષ્ય - કર્મગ્રંથ - કર્મપ્રકૃતિ – પંચસંગ્રહ - કાવ્યગ્રંથો – સિદ્ધહેમશબ્દાનુશાસન - વ્યાકરણ - તર્કસંગ્રહ- મુક્તાવલી જેવા વિવિધ વિષયો ભણાવવાની તેમની અધ્યાપન-કુશળતા દાદ માંગીલે એવી હતી. એમાં પણ વ્યાકરણ માટે તો ગજબની માસ્ટરી હતી. તેઓ સાધનિકા કર્યા વગર સૂત્રને આગળ વધારતા જ નહિ. જલદી પતાવવા કરતાં વ્યવસ્થિત કરાવવામાં તેઓ માનતા હતા. સૂત્રની Quantity કેટલી આગળ વધી એના કરતાં સૂત્રો કેટલાં પાકાં થયાં એ તરફ વિશેષ લક્ષ આપતા. અવસરે અવસરે પરીક્ષા પેપરો કાઢી વિદ્યાર્થીઓની રુચિ, મહેનત વગેરેને ચકાસી લેતા. વિદ્યાર્થીઓને સમજવામાં જ્યાં સુધી પૂર્ણ સંતોષ ન થાય, ત્યાં સુધી આગળ વધતા નહિ. રૂપો - ધાતુઓ - નિયમો - સંજ્ઞાઓ વગેરે કડકાઈ કરીને પણ મજબૂત અસ્થિમજ્જારૂપ કરાવતા એક સમાસ સમજાવવા ૨૧ ખાનાંઓ કરાવતા. ૧૦ કાળનાં રૂપો, પ્રેરક અદ્યતન, યલબત્ત – પ્રેરક ઈચ્છાદર્શક, વચન વગેરે જાતજાતના એટલા રૂપો કરાવતા કે વિદ્યાર્થી ટૂંક સમયમાં વિદ્વાન્ થઈ જાય. આ બધી તેમની પોતાની સ્વયંસર્જિત પદ્ધતિઓ હતી. જરૂરી Home-work આપવામાં કંજૂસાઈ ન કરતા, પાઠ પત્યા બાદ એટલું હોમ-વર્ક સોંપી દેતા કે વિદ્યાર્થીને બીજા દિવસના પાઠ સુધી ઊંચું જોવાનો સમય જ ના મળે. અને જુના પાઠો-સૂત્રો પાકાં થતાં જાય. ગમે તેવા ઓછા ક્ષયોપશમવાળા વિદ્યાર્થી હોય છતાં ક્યારેય ગુસ્સો ન કરતા. પોતે વિદ્યાગુરુના સ્થાને હોવા છતાં પૂજનીય સાધુ-સાધ્વીજી ભગવંતોનું અત્યંત પૂજ્યભાવ સાથે ગૌરવ જાળવતા. પાઠ સિવાયના સમયમાં પોતાની પાસે ભણનાર નાનામાં નાના સાધુને પણ શ્રાવકના કર્તવ્યરૂપ વંદન કરવાનું ચૂકતા નહિ. આવી તો તેમના જીવનની અગણિત વિશેષતાઓ હતી જેના કારણે જ તેઓ શ્રી સંઘમાં સન્માનનીય સ્થાનને પામ્યા હતા, સમાજમાં ગૌરવાહ બન્યા હતા. અને સાધુ-સાધ્વીજી ભગવંતોના હૃદયમાં પણ છવાઈ ગયા હતા. એક વિશેષતા એ પણ કે, કોઈ પણ ગચ્છ – પક્ષ કે સમુદાયના પૂજનીય ગુરુભગવંતો અને સાધ્વીજી મ. સાહેબોને એક સરખા પ્રેમ અને વાત્સલ્યથી અધ્યાપન કરાવતા. ગુરુ પાસે ભણવામાં વિદ્યા પણ મળે અને વાત્સલ્ય પણ મળે. કારણ વિદ્યાના વળતરમાં ગુરુને શિષ્ય પાસે કંઈ લેવાનું હોતું નથી. સામાન્યથી એમ કહેવાય છે કે, “પંડિત પાસે જ્ઞાન મળે, પ્રેમ અને વાત્સલ્ય નહિ, પંડિત પૈસા માટે ભણાવે છે. જેના કેન્દ્રમાં પૈસા હોય ત્યાં પ્રેમને સ્થાન ન હોય.” આ બધી વાતો પંડિતવર્યશ્રી છબીલદાસભાઈનું જીવન જોતાં તદ્દન અસત્ય પુરવાર થઈ છે. Page #54 -------------------------------------------------------------------------- ________________ ( ૪૪ ) + + . . . કે જે - + ' . . . . " કા મ ર » » A ( જ્ઞાનપપ્પા જલિ પૈસાની તેમને મન કોઈ કિંમત ન હતી. તેઓ વિદ્વાનુ-પંડિત હોવા સાથે એક પરમ સુશ્રાવક હતા. ગુરુભગવંતોને ભણાવવામાં જીવનની ધન્યતા સમજતા. ગુરુદેવોનો પરમ વિનય સાચવતા. તેમની કોઈ પણ પ્રકારની આશાતના-અવજ્ઞા ન થાય તેની પૂર્ણ તકેદારી રાખતા. તેમને બેસવા માટે એકના બદલે બે (૨) બ્લેકેટ મૂકતા તો તરત કાઢી નાખતા અને કહેતા, “આપ સર્વવિરતિધર છો, હું તો અવિરતિમાં બેઠેલો છું. આપની સામે બેસવાની મારી કોઈ જ લાયકાત નથી. આ તો ભણાવું છું એટલે સામે બેસવું પડે છે. હવે બે ધાબળા પર બેસીને ઉચ્ચાસણે''નો દોષ મારે નથી લગાડવાનો. તમારા કરતાં ઊંચા-મોટા-ગાદી જેવા આસને મારાથી બેસાય જ નહિ.” છબીલદાસભાઈ જ્ઞાની, વિદ્વાન્ હોવાની સાથે ચુસ્ત આચારસંપન્ન હતા. ભણાવવા બેસતી વખતે સામાયિકમાં જ બેસતા જેથી એટલો સમય વિરતિમાં જાય. દિવસનાં ૫-૬ સામાયિક તો સહજ થઈ જતાં. વિદ્વાનું અને જ્ઞાની, આ બેમાં ઘણું અંતર છે. જ્ઞાન સાથે આચાર-સંપન્નતા હોય તો તે જ્ઞાની કહેવાય. આચાર – સંપન્નતા વિનાના કોરા જ્ઞાનવાળાને પંડિત કે વિદ્વાનની ઉપાધિ અપાય. પવિત્ર ગણાતા અધ્યાપનક્ષેત્રો આચારસંપન્નતા હોવી ખૂબ જરૂરી છે જે ૫. છબીલદાસભાઈમાં પૂરેપૂરી હતી. આચારચુસ્તતા હોય તો જ સામેની વ્યક્તિને ઠોસ જ્ઞાનદાન કરી શકાય જે સોંસરું ઊતરી જાય અને તે જ્ઞાન પરિણતજ્ઞાન અને સ્વ-પર ઉપકારક બને. નવકારશી - ચોવિહાર - પૂજા - સામાયિક - પ્રતિક્રમણ – પ્રભુભક્તિ – તિથિઓની આરાધના – અભક્ષ્ય અનંતકાયાદિનો ત્યાગ, ઠંડાં પીણાં, આઇસક્રીમદિનો ત્યાગ, હોટલ – હિલ સ્ટેશનો હરવા - ફરવા ને જલસાબાજીનો ત્યાગ, નાટક, સિનેમા - T.V. વગેરેનો ત્યાગ, આવી આવશ્યક આચારમર્યાદાઓ પંડિતોના જીવનમાં અવશ્યમેવ હોવી જ જોઈએ. સાથે સદાચાર નીતિમત્તા અને પ્રામાણિકતા જેવા ગુણો પણ હોવા જ જોઈએ. તો જ તેમનું વાક્ય આદેય વાક્ય બને. તો જ તેઓ આચાર-વિચાર ને ઉચ્ચારની એકરૂપતાથી આદરપાત્ર બને. આજે આચારસંપન્નતા અને આચારચુસ્તતાની બાબતમાં કેટલાક અપવાદ સિવાય પંડિતો અને વિદ્વાનોનું સ્તર ધીમે ધીમે નીચું થતું જોવા મળે છે જે ઘણો ગંભીર ચિંતાનો વિષય છે. એક બાજુ પંડિતો ઘટતા જાય અને બીજી બાજુ જે હોય તેમાં પણ આચારસંપન્નતા ઘટતી જાય, ત્યારે સંઘને સારાં-ઊંચાં આલંબનો મળવાં ઘણાં મુશ્કેલ બને છે. સૌથી મોટા ગુણો તેમના કહી શકાય તો તે હતા નમ્રતા અને સરળતા. વિદ્વત્તા સાથે નમ્રતાનો મેળ લગભગ ઓછો જોવા મળે. વિદ્વાન્ વ્યક્તિઓમાં ઓછેવત્તે અંશે અહંકારની છાંટ જોવા મળે. પંડિતશ્રી છબીલભાઈ તેમાં અપવાદરૂપે હતા. વયથી – અનુભવથી – Page #55 -------------------------------------------------------------------------- ________________ - *-*-- *--* - * * * * * * ( જ્ઞાન પુષ્પાંજલિ ) વિદ્વત્તાથી – અધ્યાપન કુશળતાથી આવા અનેક દૃષ્ટિકોણથી તે સમયમાં પ્રથમ હરોળમાં આવી શકે એવા વિદ્વાન્ પંડિત હોવા છતાં અહંકારનું નામોનિશાન તેઓમાં ગોત્યું જડે તેમ ન હતું. મોટાઈની તેમને કોઈ ખેવના ન હતી. ક્યારેક ઊભી થતી પ્રતિકૂળતાઓને પણ સહજ સ્વીકારી લેતા. કોઈ ફરિયાદ કરતા નહિ. ભણાવતી વખતે ઘણી વાર કહેતા “હું ભણાવતો નથી, હું તો ભણું છું. કારણ કે જે ભણાવે છે તે જ ભણે છે. નમ્રતાગર્ભિત તેમનાં આ શબ્દગુંજનો આજે ય સ્મૃતિપથમાં એવાં જ તાજાં છે. સરળતા પણ અવલકોટીની, આટલી વિદ્વત્તા હોવા છતાં સત્કાર - સન્માનની કોઈ અપેક્ષા નહિ. હાર - તોરા પહેરવાની કોઈ ઝંખના નહિ, બધા મને આગળ બોલાવે આગળ બેસાડે એવી કોઈ કામના નહિ, તેમની એક જ પ્રબળ ઇચ્છા હતી, “સંઘ અને શાસન માટે મારે સાધુ-સાધ્વીજી ભગવંતોને ભણાવી-ગણાવીને તૈયાર કરવા છે.” જીવનની છેલ્લી ઘડી સુધી શરીરની સ્વાથ્યની પરવા કર્યા વગર તેમણે તેમનું આ મિશન ચાલુ રાખ્યું. આંખે ઓછું દેખાય, કાને ઓછું સંભળાય, વૃદ્ધાવસ્થા વધતી જાય, શરીર ઢીલું થાય, આવતાં – જતાં ક્યારેક કોઈ સાથે ન હોય તો અથડાવાનુંય થાય, છતાં આ બધાની પરવા કર્યા વગર તેઓ પોતાના અધ્યાપનકાર્યમાં વ્યસ્ત અને મસ્ત રહેતા. તેઓ કહેતા, “સાધુ-સાધ્વીજી ભગવંતોને ભણાવવાનું થાય છે એટલે જ મારું શરીર સારું ચાલે છે. ભણાવાનું બંધ કરું તો માંદો પડી જાઉં.” ઘણી વાર તાવ કે અસ્વસ્થતા જેવું હોય ત્યારે હું કહેતો, “પંડિતજી બેચાર દિવસ થોડો આરામ કરી લ્યો. પછી પાઠ ચાલુ કરીશું.” ત્યારે તેઓ કહેતા, “મારે તો ભણાવવું એ જ આરામ છે. ભણાવવામાં મોટું જ ચલાવવાનું છે ને ક્યાં દોડાદોડ કરવી છે ?” આવી હતી તેમની અધ્યાપનલગન ... પોતાની અસ્વસ્થતાને લીધે પણ ગુરુભગવંતોનો પાઠ બગડે એ એમને પાલવે તેમ ન હતું. આ પ્રસંગો પુરવાર કરે છે કે “તેઓ દિલથી ભણાવતા હતા.” પૈસા ખાતર જ ભણાવતા હોય તેઓ તો એક દિવસ માંદા પડતા ચાર દિવસની Official રજા પર ઊતરી જાય. પાઠ આપતા ઘણી વાર મહેસાણા “યશોવિજયજી પાઠશાળા'ને યાદ કરતા. કારણ તેમાં તેઓએ ધાર્મિક અધ્યયન કર્યું હતું. આ તેમનો કૃતજ્ઞતાભાવ હતો. જિંદગીના લગભગ ૬૦/૬૦ વર્ષ સુધી સાધુ-સાધ્વીજી ભગવંતોને ભણાવીને કેટલું અઢળક પુણ્ય બાંધ્યું હશે !! આવા શુદ્ધ અને સાત્ત્વિક પુણ્યના પ્રભાવે જ તેમને જીવનની અંતિમ ઘડી સુધી સમાધિ મળી, મનની પ્રસન્નતા મળી, શરીરની સ્વસ્થતા મળી, સાધુ-સાધ્વીજીને અધ્યાપન કરાવતા રહેવાનો યોગ મળ્યો, તેઓશ્રીના શ્રીમુખે અંતિમ આરાધના થઈ, અને અધ્યાપન કરાવતાં કરાવતાં જ આતમાં ઢળી પડ્યો. * કહેવાય છે કે, “જીવનભર જે ઘૂંટ્યું હોય તે અંત સમયે સાથે રહે.” એ ઉક્તિ ખરેખર સાચી પડી. Page #56 -------------------------------------------------------------------------- ________________ સંઘમાં તેઓશ્રીનું સન્માનનીય સ્થાન હતું. વિદ્વાનોની પર્ષદામાં તેઓશ્રી આદરણીય હતા. તેમની ચિરવિદાયથી શ્રીસંઘ અને શાસનને એક વિદ્વાન્ પંડિત અને પરમ સુશ્રાવકની ન પુરાય એવી ખોટ પડી છે. તેઓના ગુણિયલ વ્યક્તિત્વ દ્વારા તેઓએ વરસાવેલી ઉપકારની હેલીઓ દ્વારા, તેઓની આચારસંપન્ન ઉચ્ચ જીવનશૈલીની સુવાસ દ્વારા પંડિતવર્યશ્રી છબીલભાઈ સદા સંઘમાનસમાં જીવતા રહેશે. એમાં શંકાને કોઈ સ્થાન નથી. ૨૪ વર્ષ પૂર્વે તેમણે જણાવેલા વ્યાકરણના ચાર અધ્યાયની ઉપકાર સ્મૃતિને ફરી ફરી યાદ કરવા દ્વારા તેમને અંજલી અર્પી . આજે દુઃખદ પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે મહેસાણા જેવી પાઠશાળાઓમાં ૪/૫ વર્ષનો ઠોસ અભ્યાસ કરીને તૈયાર થયેલા પંડિતો આર્થિક પરિબળોને પહોંચી વળવા અધ્યાપનક્ષેત્ર છોડીને અન્ય ધંધામાં જાય છે કે વિધિકાર બને છે. ભૂમિકાની દષ્ટિએ ‘વિધિકાર'ની પદવી કરતાં “પંડિતની પદવી ઘણી ઊંચી છે. એક વિધિકાર પંડિત બને તે ગૌરવનો વિષય છે, જ્યારે એક પંડિત વિધિકાર બને તેમાં ગૌરવહાનિ છે. છતાં ગમે તે કારણસર આ બનવા પામ્યું છે. આ બાબત.. સંઘ-સમાજ પંડિતોનું ઉચિત ગૌરવ કરે. જે રીતે થાય તે રીતે તેમને પંડિતરૂપે ટકાવી રાખવાનો પ્રયત્ન કરે, તેમને અન્યત્ર જવાનો વિચાર જ ના આવે, તેમ જ સંતોષ થાય એવું વ્યવસ્થાતંત્ર ગોઠવાય તો જ પંડિતો પાછળના ભવિષ્યની ચિંતા કર્યા વગર મન મૂકીને જ્ઞાનદાન કરી શકશે. જ્ઞાનવૃદ્ધિથી જ સંઘનું સ્તર ઊંચું આવવાનું છે. આજે વાસ્તવિકતા એવી છે કે દીક્ષા વધતાં સાધુ-સાધ્વીજીઓની સંખ્યા વધતી જ જાય છે એની સામે પંડિતોની સંખ્યા ઘટતી જાય છે. કેટલાક બીજા ધંધામાં જતા રહે છે. નવા તૈયાર થવા ઘણા મુશ્કેલ છે. ભણનાર ઘણા અને ભણાવનાર જૂજ, આ ખાઈ અત્યારે ઘણી મોટી છે. કાલે હજી મોટી થશે. જો આમ જ ચાલશે તો જ્ઞાનના ક્ષેત્રે સંઘનું સ્તર ઘણું નીચે જતું રહેશે. ચતુર્વિધ સંઘમાં જ્ઞાનનું સ્તર ઊંચું લાવવા પંડિતોની કિંમત સમજવી પડશે. તેમને કોઈ પણ ભોગે ટકાવવા પડશે. નવા પંડિતો તૈયાર કરવા તનતોડ પ્રયત્નો પણ કરવા પડશે. પંડિતોમાં પણ સવિશેષ જ્ઞાનવૃદ્ધિ થતી રહે તેવા પ્રયત્નો પણ કરવા પડશે. આવું જો કાંઈ સક્રિય થાય તો જ પંડિતવર્યશ્રી છબીલદાસભાઈને સાચી શ્રદ્ધાંજલિ અર્પી ગણાશે. માતા સરસ્વતીની કૃપા પામવાનો અમોઘ ઉપાય શ્રુતજ્ઞાન છે. શ્રુતજ્ઞાનના આરાધકને માતા શારદાની કૃપા અવશ્ય મળે છે અને ફળે પણ છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ ( ૪૭ ) « " * * - - - - - - - - - - - - - - - - - ( જ્ઞાન પુષ્પાજલિ “સિદ્ધહેમ' વ્યાકરણ નિષ્ણાત | A પંડિતવર્ય શ્રી છબીલદાસજી KI/ 2 પ. પૂ. શ્રી નંદીઘોષવિજયજીગણી જ ગૂર્જરપ્રદેશના ઈતિહાસમાં સ્તંભનતીર્થનું સૈકાઓથી અનુપમ સ્થાન રહ્યું છે. નવાંગી ટીકાકાર આચાર્ય ભગવંત શ્રી અભયદેવસૂરિજી મહારાજ જે પ્રભુ-પ્રતિમાના સ્નાત્ર જળથી નિરોગી બન્યા, તે શ્રી અંજનપાર્શ્વનાથ પ્રભુના તીર્થ તરીકે વિખ્યાત બનેલ સ્તંભ તીર્થ અનેક ક્ષેત્રમાં, અનેક રીતે વિશિષ્ટતા ભોગવતું રહ્યું છે. તેમાંય ખાસ કરીને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીની દીક્ષાભૂમિ અને મંત્રીશ્વર ઉદય (ઉદા મહેતા)ની કર્મભૂમિ તરીકેનું સૌભાગ્ય સ્તંભતીર્થ (ખંભાત)ને પ્રાપ્ત થયું છે. તો છેલ્લા કેટલાક વર્ષોથી શ્રમણપ્રધાન શ્રી ચતુર્વિધ સંઘના સાધુ-સાધ્વીજી ભગવંતો માટે જ્ઞાન પ્રાપ્ત કરવાના વિશિષ્ટ ક્ષેત્ર તરીકે તેનું મહત્વ અંકાતું હતું અલબત્ત, તેનું કારણ સ્તંભતીર્થમાં વસતા મૂર્ધન્ય પંડિતો, વિદ્વાનો અને સાહિત્યકારો હતા. મારા ખ્યાલ પ્રમાણે છેલ્લા કેટલાક વર્ષો પૂર્વે રામકૃષ્ણ ગોપાલ ભાંડારકરની સંસ્કૃત માર્ગોપદેશિકા અને મંદિરાન્તઃ પ્રવેશિકાનું અધ્યયન કરાવનાર પંડિત તરીકે ખંભાતમાં શ્રી ભાલચંદ્ર દયાશંકર કવિ હતા, જેમને સૌ કવિસાહેબ કે કવિજીના નામથી ઓળખતા હતા. તો સિદ્ધહેમ વ્યાકરણ અને જૈનદર્શનના નિષ્ણાત તરીકે પંડિતવર્ય શ્રી છબીલદાસ કેશરીચંદ સંઘવીએ સેંકડો દીક્ષાર્થી મુમુક્ષુ ભાઈ-બહેનો તથા પૂજય સાધુ-સાધ્વીજી ભગવંતોને સંસ્કૃત વ્યાકરણ તથા જૈન દર્શનના – કર્મસિદ્ધાંત (કર્મગ્રંથ, કમ્મપયડી) આદિનું અધ્યયન કરાવ્યું છે. - પરમ પૂજ્ય શાસનસમ્રા, તપાગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના સમુદાયના પ્રથમ પંક્તિના આચાર્ય ભગવંતો પ.પૂ. આ. શ્રી વિજય ઉદયસૂરીશ્વરજી મહારાજ, પૂ.આ. શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી વિજય વિજ્ઞાનસૂરિજી મહારાજ, પૂ. આ. શ્રી વિજય લાવણ્યસૂરિજી મહારાજ, પૂ. આ. શ્રી વિજય અમૃતસૂરિજી મહારાજ, પૂ.આ. શ્રી વિજય કસ્તૂરસૂરિજી મહારાજ આદિ માટે તેઓ એક સન્માન્ય સલાહકાર તરીકે હતા. તો દ્વિતીય પંક્તિના આચાર્યભગવંતો તથા અમારા ગુરુદેવ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સૂર્યોદયસૂરિજી મહારાજ અને અમારા સૌ માટે તેઓ જ્ઞાનદાતા ગુસ્થાને રહ્યા છે. તેઓ ખંભાતના વિશાશ્રીમાળી શ્રી અંબનતીર્થ તપગચ્છ જૈન સંઘમાં ક્ષીર-નીર માફક ભળી ગયા હતા. તત્કાલીન સામાજિક, સંસ્થાકીય કે સંઘને લગતી બાબતોમાં તેમની સલાહને સૌ કોઈ માન્ય કરતા હતા. એટલું જ નહિ, જ્યારે પણ એવી કટોકટી કે વિચિત્ર પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે તેમના પરિચિત સૌની તેમના તરફ મીટ મંડાતી જે તેમના આદેય અને યશઃ કીર્તિ નામ કર્મનો પ્રભાવ હતો. Page #58 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન પુષ્પાંજલિ તેઓ વ્યવહા૨ના પણ એવાજ નિષ્ણાત હતા, ક્યારેય, કોઈ પણ સાધુ-સાધ્વીજી સાથે અભદ્ર વર્તન કરતા ન હતા. શાંતિથી, સૌજન્યપૂર્ણ રીતે સાચી હકીકત સમજાવતા. ૪૮ જૈનદર્શનનું, કર્મસિદ્ધાંતનું જ્ઞાન તેઓને સાચા અર્થમાં પરિણમ્યું હતું, પચ્યું હતું. અને તેથી જ તેમના જીવનમાં આવેલ ભયંકર, અકલ્પનીય આઘાતોને તેઓ જીરવી શક્યા હતા. સૌથી પ્રથમ અને સૌથી વધુ ભયંકર આઘાત તેમના જ્યેષ્ઠ પુત્ર યશવંતના મૃત્યુનો હતો. ઓ. એન. જી. સી.માં સારા પદે રહેલ યશવંતની બંને કિડની ફેઈલ થતાં, પંડિતજીના પત્ની લીલાબહેને પુત્ર યશંવતને કિડનીનું દાન કર્યું. મુબઈની જશલોક જેવી પ્રસિદ્ધ હોસ્પીટલના નિષ્ણાંત તબીબોએ આજથી ૨૫ વર્ષ પૂર્વે કિડની પ્રત્યારોપણનું ઓપરેશન કર્યું પરંતુ એ કિડનીદાન પણ પુત્ર યશવંતના આયુષ્યને લંબાવી શક્યું નહોતું. આ ઘટનાને તે વખતના મુબંઈ. સમાચારમાં પ્રસિદ્ધ લેખક પુષ્કર ચંદરનાકરે આલેખી હતી.. ત્યાર પછી પંડિતજીના જીવનમાં આવા-આધાતજનક- બનાવો અવારનવાર બનતા જ રહ્યા પણ દરેક પ્રસંગોએ તેઓએ સ્થિતપ્રજ્ઞ બની, જ્ઞાતા, દૃષ્ટા જ ભાવ બતાવ્યો છે. એ પ્રસંગોમાં તેમના જૈનદર્શનના તાત્ત્વિક જ્ઞાન/- સમજની કસોટી હતી. તેમાં તેઓ પાર ઉતર્યા હતા. તે વાતમાં કોઈ શંકા નથી. પંડિતજી તરીકે તેઓ સિદ્ધહેમવ્યાકરણના તો એવા નિષ્ણાત હતા કે તેઓને સિદ્ધહેમલઘુવૃત્તિના પુસ્તકની પણ આવશ્યકતા રહેતી નહોતી. બધાં જ વૃત્તિ, ઉદાહરણ, સાધનિકા તેમની જીભે રમતા રહેતા એટલું જ નહિં તેમના ક્રમાંક નંબર(અધ્યાય/પદ/સૂત્રનંબર) કહી બતાવતા ત્યારે આશ્ચર્ય થયા વગર રહેતું નહિ. અધ્યયન કરવું એ એમના વ્યવસાય કરતાં વ્યસન તરીકે વધુ રહ્યું હતું. અધ્યયન કરાવવામાં તેઓ ક્યારેય સમય-ઘડિયાળને લક્ષ્યમાં રાખતા નહોતા. અધ્યયન કરનાર થાકે નહિ ત્યાં સુધી તેઓને અધ્યયન કરાવતાં મેં જોયા છે. પૂજ્ય સાધુ મહારાજ કે પૂજ્ય સાધ્વીજી મહારાજ જ્યારે કહે કે બસ, પંડિતજી હવે કાલે' ત્યારે જ તેઓ અટકતા હતા. સુરતમાં મૃત્યુના છેલ્લા દિવસ સુધી તેઓએ પૂ. સાધ્વીજી ભગવંતોને અધ્યયન કરાવ્યું છે. અરે, જે દિવસે સવારે મૃત્યુ પામ્યા, તે દિવસે મૃત્યુની થોડીક જ મિનિટો બાદ તેમના ઘરે અધ્યયન ક૨વા આવેલ પૂ.શાસન સમ્રાટ આચાર્ય ભગવંત શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના સમુદાયના, ખંભાતના જ વતની ત્રણ સાધ્વીજીઓ પૂ.સા.શ્રી. આનંદપૂર્ણાશ્રીજી, પૂ.સા.શ્રી ધૈર્યપૂર્ણાશ્રીજી, પૂ.સા. શ્રી હેમપૂર્ણાશ્રીજીને પંડિતજીના પુત્ર શ્રી તરૂણભાઈએ કહ્યું: “સાહેબ ! આપ જરાક જ મોડા પડયા. આપ સહેજ વહેલા આવ્યા હોત તો બાપુજીને આપનું રજોહરણ લેવાની ભાવના હતી. તે પૂર્ણ થઈ જાત. ' Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૯ ) , , , , , , " , " , " . " " # . . . . . . # ( શાનપુષ્પાંજલિ આ હકીકત એ વાતનો નિર્દેશ કરે છે કે તેઓએ તે જ સાધ્વીજીઓને મૃત્યુના આગલા દિવસ સુધી અધ્યયન કરાવ્યું હતું. અને બીજે દિવસે જયારે તેઓ આવ્યા ત્યારે મૃત્યુની વાત જાણી તેમને સખત આઘાત લાગ્યો. પરંતુ થયેલ અન્યથા થતું નથી. જે વાસ્તવિકતા છે. તેનો સ્વીકાર કરવો જ રહ્યો. એમ સમજી ક્ષણવાર જીવનની અનિત્યતાનો બોધ આપી સ્વસ્થાને ગયા. અંતિમ શ્વાસ સુધી અધ્યયન અને અધ્યાપન કાર્ય કરનાર આવા પંડિતવર્યો જૈનસમાજમાં વિરલ હશે, આવા વિરલ વ્યક્તિત્વશાલી પુણ્યાત્માનો ગુણાનુવાદ કરવો કે પ્રશસ્તિ કરવી કે શ્રદ્ધાંજલિ આપવી એ અત્યંત કઠિનકાર્ય છે. આપણે તો ફક્ત એમના સંસ્મરણોને આપણી મૃતિમંજૂષામાં જાળવી રાખીએ તો પણ ઘણું છે. હે ગુણસાગર ! મારા આ પરાક્રમ, હું તારી પાસે જ કથી શકું. કહેતાં લાજ ઊપજે એવો, મારી અંદરનો ઓરડો છે. અવગુણની વખાર છું. હવે એથી ગુંગળાઉં છું. છતાં, તે સામેથી બોલાવી મને સાંભળ્યો. મને હવે આશા જાગી છે. મારી આ દશામાં પણ તારી દયા વરસે, તારો પ્રેમ સતત વરસતો રહે, અનરાધાર વરસતો રહે, તો, તારી એ પ્રેમળ–જયોતિના અજવાળે–અજવાળે હું પણ ઉજમાળ થઈશ. જાળાં દૂર કરતાંકરતાં અડાબીડ જંગલ પાર કરીશ. હવે મને, વાર નહીં લાગે. ચાલતાં વાર લાગે; ઊડતાં શી વાર ? તું તારા કૃપા-વિમાનમાં બેસાડી દે, પછી વાર શેની ? - ) Page #60 -------------------------------------------------------------------------- ________________ 0 સ્વભાવમગ્ન પંડિતજી ક્લે પૂ. મુનિ શ્રી ઉદયપ્રભવિજયજી મ.સા. જ ગઈકાલ વાચનાથી આવ્યા બાદ હૃદયમાં ધ્રાસકો પડે તેવા પંડિતવર્ય, ઉપકારીશ્રી છબીલભાઈના નિધનના દુ:ખદ સમાચાર સાંભળ્યા, બે દિવસ પૂર્વે જ વિચાર આવેલ કે હવે પંડિતજી વૃધ્રુવયે સીમા સ૨ ક૨તા જાય છે, જો આવા શ્રાવકરત્ન ખૂટે તો જિનશાસનને કેટલી ઉણપ ભોગવવી પડશે, અને ખરેખર આવા સમાચાર સાંભળી પાંપણ ભીની થઈ, તેઓ ખૂબ સ્પષ્ટ વક્તા અને પ્રેમાળ ભાવે, કોઈ જાતની સ્પૃહા રાખ્યા વગર પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને સ્વતંતાન જેમ અભ્યાસ કરાવતા હતા. જ્ઞાન પુષ્પાંજલિ છેલ્લી વયે પણ અશક્ત અવસ્થામાં તેઓએ જે યોગદાન પઠન-પાઠનમાં આપ્યું તે ખૂબ અનુમોદનીય છે, આમાંથી અમને સાધુઓને પણ બોધ પાઠ મળે છે કે શરીરની વધુ અશક્તિ આદિની ચિંતા રાખ્યા વગર બનતી કોશિશે ભણવા-ભણાવવામાં આળસ કે બેદરકારી ન જ કરવી... તેઓને જયારે પણ દેહનું ધ્યાન-કાળજી રાખવાની વાત કરીએ તો એમ જ કહેતા આમ જ ભણાવતાં-ભણાવતાં ઢળી પડીશું તો સારું, હાય-હાય ન કરવું ‘હોય છે’-એમ વિચારવું ઇત્યાદિ અનેક બોધદાયી મુદ્દાઓ, વિચારો, સમાધાનો તેમનાથી જાણ્યા છે, માણ્યા છે. સુરત (લાલબંગલે) ચોમાસું હતું ત્યારે ભણાવવા આવતા, અને તે વખત તેઓએ આવેલ સમાધિ મરણમય સ્વપ્રની વાત કરી હતી, તે ઉપરથી હું અનુમાન કરું છું કે તેઓ ચોક્કસ વિશિષ્ટ ગતિને પામ્યા છે... તેઓ જે દિવ્યગતિને પામ્યા છે ત્યાંથી વ્હેલાસર આ જિનશાસનમાં ફરીથી અવતરી મુક્તિગતિના અધિકારી બનો એ જ શુભેચ્છા. ‘આ શાસનને હવે આવા “વૈયા રળી” ક્યારે મળશે ? એ ચિંતા છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ ૫૧ ) જ એક જ માન મ." . " ક " . " સંગ - - - - - - - શાનપુષ્પાંજલિ મૂર્ધન્ય પંડિતજી છે ૪ પૂ. મુનિશ્રી પૂર્ણચન્દ્રસાગરજી. મ.સા. ૪ - જ્યારે પંડિતજીના સમાચાર જાણ્યા ત્યારે અચાનક મોંમાંથી શબ્દો સરી પડ્યા કે આજે માત્ર સૂરત કે ખંભાતની - ભૂમિને નહીં પણ સમગ્ર ભારત ભૂમિને એક ગીતાર્થ મૂર્ધન્ય પંડિતજીની ખોટ પડી છે. જોકે જે આ જગતમાં આવે છે તે જાય છે તે સનાતન સત્ય હોવા છતાં... કેટલાક , વ્યક્તિઓ માટે આ • વસ્તુ સ્વીકારવા - જન માનસ તૈયાર થતું નથી પંડિતજીનું વ્યક્તિત્વ એવું જ કાંઈક - અભુત-આહલાદ ઉપજાવનારું હતું.... કદાચ છેલ્લા કેટલાય સમયથી શારીરિક અસ્વસ્થતાના કારણે તેઓએ ભણાવવા સિવાયના જવાબદારીપૂર્ણ કાર્યો બંધ કરી દીધા હતા. છતાંય માત્ર તેમના નામથી કે માત્ર તેમના નેજા હેઠળ ઘણા-ઘણા શાસનપક્ષે કાર્યો કર્યા... @ @ Page #62 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપુષ્પાંજલિ કદાચ તે કામ કરવા માટે હવે પછીની પેઢીઓની પેઢીઓ પણ કરી શકશે કે નહીં તે વિચાર માંગી લે તેવું છે.... @ @ પંડિતજી. આ નશ્વર દેહને છોડી ચાલ્યા ગયા તેટલા સમાચાર મળ્યા વિશેષ સમાચાર પ્રાપ્ત થયા નથી છતાંય અત્યાર સુધી જે પંડિતજી સાથે વાત થતી હતી તે મુજબ જ તેઓએ પ્રાણત્યાગ કર્યો હશે કારણ આટલા વર્ષો સુધી જેમણે જ્ઞાનને માત્ર ભણાવવું કે આજીવિકા તરીકે માન્યું નથી પરંતુ જ્ઞાનને વાગોળી આત્મ પરિણત બનાવ્યું હતું તેથી આત્મપરિણત થયેલ જ્ઞાનના માધ્યમે જીવ પોતાના મૃત્યુને પણ મહોત્સવ બનાવી જતા હોય છે...પંડિતજી કદાચ સ્વજનને છોડીને ગયા પરંતુ શ્રુતજ્ઞાનની દુનિયામાં તેઓ કાયમ જીવંત બની રહેશે... @ @ પરિવાર ના વ્યક્તિઓને મોહનીય કર્મના ઉદયને કારણે ક્ષોભ અને શોક જરૂર વર્તે પણ પરિવારે આવા વડીલ પામી Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૩ જીવન ધન્ય બનાવ્યું છે અત્યાર સુધીમાં તેઓએ જે સમાધિ સમતાને પોતાના જીવનમાં વણી હતી તેના કારણે સ્વ જીવનનું તો કલ્યાણ કરી જ ગયા છે... તેવા આત્માઓનો આદર્શ ટકાવી રાખીએ તેજ સાચી શ્રદ્ધાંજલિ છે. ઘન્ય લોક, ઘન્ય નગર, ઘન્ય વેળા સિદ્ધરાજ જયસિંહ માળવાનો વિજય કરીને, તાજા-તાજા આવ્યા. ત્યાંથી અઢળક સંપત્તિ તો લાવ્યા, પણ સાથે રાજ્યોનો પુસ્તકભંડાર પણ લાવ્યા. આ સાહિત્ય—ખજાનામાં રાજાભોજ–રચિત સંસ્કૃત વ્યાકરણ પણ હતું. એ જોઈ જિજ્ઞાસુ રાજાને ચટપટી થઈ. પંડિતોને પૂછયું : ‘આપણે ત્યાં ક્યું વ્યાકરણ ભણાવવામાં આવે છે?’ જ્ઞાનપુષ્પાંજલિ ‘માંં તો રાજા ભોજનું અથવા પાણિનીનું' – જવાબ મળ્યો. ‘શું આપણું, આપણાં ગુજરાતનું કોઈ વ્યાકરણ નથી શું ?' — વિસ્મયથી રાજાએ પૂછ્યું. विद्वान् कोऽपि कथं देशे, विश्वेऽपि गूर्जरेऽखिले । सर्वे संभूय विद्वांसो, हेमचन्द्रं व्यलोकयन् ॥ ‘નથી વિદ્વાન કોઈ શું ? સમસ્ત ગુજરાતમાં, એકી સાથે બધાં નેત્રો ઠર્યા શ્રી હેમચન્દ્રમાં.’ ભરીસભામાં રાજાએ પડકાર કર્યો. આપણાં રાજ્યમાં છે કોઈ વિદ્વાન જે આવું વ્યાકરણ રચી શકે ! બધા વિદ્વાનો નત—મસ્તકે ચૂપ રહ્યા. પણ અંદર–અંદર મસલત કરી, પછી ‘એક અવાજે' સહુના મોઢે એક નામ નીકળ્યું. શ્રી હેમચન્દ્રાચાર્યમુનિ જ, આ કરી શકે ! રાજાએ તેમના તરફ દષ્ટિ કરી. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રાચાર્યે આ પડકાર ઝીલ્યો ! પરિણામે – માત્ર એક જ વર્ષની ટૂંકી અવધિમાં, પાંચ અંગ સહિતનું વ્યાકરણ રચાયું ! (વિ.સં. ૧૧૯૩માં પ્રારંભ, વિ.સં. ૧૧૯૪માં પૂર્ણ થયું.) લઘુવૃત્તિ છ હજાર શ્લોક પ્રમાણ, મધ્યમવૃત્તિ : બાર હજાર શ્લોક પ્રમાણ, બૃહદ્ભૂત્તિઃ અઢાર હજાર શ્લોક પ્રમાણ, બૃહન્નયાસ : ચોર્યાસી હજાર શ્લોક પ્રમાણ, ઉપરાંત ઉણાદિ ગણ વિવરણ અને ધાતુ પારાયણ. Page #64 -------------------------------------------------------------------------- ________________ + + ( જ્ઞાનપુષ્પાંજલિ) જે વિનમ્ર પંડિતજી કે * પૂ. મુનિશ્રી લબ્લિનિધાન વિ. મ.સા. ૪ પંડિતવર્ય શ્રી છબીલભાઈના સ્વર્ગવાસના સમાચાર જાણી અત્યંત દુઃખ થયું, કારણ કે સર્વકલ્યાણકર શ્રી જિનશાસનમાં અનેકાનેક સાધુ-સાધ્વી ભગવંતોને અધ્યાપન કરાવનાર પંડિતજી હવે નથી. લગભગ ૫૦ વર્ષ સુધી ખંભાતની શ્રી ભઠ્ઠીબાઈ પાઠશાળામાં તેમજ ત્યારબાદ સુરતમાં પણ એ જ અધ્યાપન યોગને જીવનના છેલ્લા શ્વાસ સુધી આરાધવા દ્વારા તેમણે શ્રી જિનશાસનની મહાન સેવા કરી છે અને આ રીતે તેમણે તો પોતાની સગતિ સાધી લીધી છે પણ હવે આપણે પણ એમની ભાવનાને યથાશક્તિ જીવનમાં આચરીએ અને એમની અનુમોદના કરવા દ્વારા આરાધનામાં ઉજમાળ બનીએ એ જ કર્તવ્ય છે. અત્યંત ઉમદા સ્વભાવ તથા ચીવટપૂર્વક ભણાવવાની તેમની ધગશ અને પદાર્થને ઊંડાણથી સમજાવવાની કળા દાદ માગે તેવી હતી. પૂજ્યપાદ દાદાગુરુદેવશ્રી ગચ્છાધિપતિશ્રીનું ચાતુર્માસ સુરતમાં સં. ૨૦૫૪ની સાલમાં કૈલાસનગરે થયું. એ જ વર્ષે આખા સુરતમાં લગભગ બધા જ સંઘોમાં પૂજ્યપાદશ્રીના આજ્ઞાવર્તી સાધુઓ ચાતુર્માસ બિરાજમાન હતા. તથા એ ચાતુર્માસ દરમ્યાન વિશ્વ રેકોર્ડ સર્જક ૩૫૦ માસક્ષમણની ભીખ તપશ્ચર્યા સુરતમાં થયેલ. મારા દાદાગુરુદેવશ્રીની પ્રેરણાથી ચાતુર્માસના ચાર મહિના અને આગળ પાછળનો ૧૫ મહિનો એમ કુલ પાર મહિના મને પંડિતશ્રી પાસે ભણવાનો લાભ મળ્યો હતો. મેં શ્રી સિદ્ધહેમચન્દ્ર શબ્દાનુશાસન-લઘુવૃત્તિ વ્યાકરણ તેમની પાસે કર્યું, અત્યંત ચીવટથી, બધી સ્પષ્ટતા કરવા પૂર્વક તેમણે સુંદર અભ્યાસ કરાવ્યો. જેથી જટિલ એવા પણ ગ્રંથમાં સહેલાઈથી પ્રવેશ થયો. દેવ-ગુરુકૃપાથી અને પૂ. પંડિતશ્રીની મહેનત તથા આશીર્વાદથી ગ્રંથ સાંગોપાંગ પૂર્ણ થયો. ત્યારબાદ પૂ. હેમહંસગણિ વિરચિત “ન્યાયસંગ્રહ' (વ્યાકરણને લગતા ન્યાયોનો ગ્રંથ) પણ તેઓશ્રીએ કરાવ્યો. Page #65 -------------------------------------------------------------------------- ________________ * * --(જ્ઞાનપુષ્પાંજલિ ) આ રીતે મારે તેમની પાસે લગભગ પણ મહિના ભણવાનું થયું. ભણાવવાનો તેઓશ્રીનો એવો રસ કે ૩-૩ કલાક ક્યાં પસાર થઈ જાય તે પણ ખ્યાલ ન આવે. લગભગ ૮૦ વર્ષની ઉંમરે પણ શરીર કમજોર છતાં એ જ ખંતથી ભણાવતા હોય ત્યારે ભલભલા મોઢામાં આંગળા નાખી જાય. આમ મારી ઉપર તેમનો ઘણો ઉપકાર છે, જેનો બદલો ક્યારેય વળી શકે તેમ નથી. વિદ્વદ્વર્ય શ્રી છબીલદાસભાઈએ આજીવન શ્રુતજ્ઞાનની ગંગા વહાવી હતી. તેમાં કેટલાયે સાધુ-સાધ્વીજી-જિજ્ઞાસુઓ જ્ઞાનાર્જન કરી ધન્ય બન્યા હતા. તેમની પાસે જ્ઞાન પ્રાપ્ત કરનારા આજે પણ તેઓને યાદ કરતાં આનંદ અનુભવે છે. તેમના ગુણોની અનુમોદના કરતાં કરતાં આપણે પણ જીવનમાં જ્ઞાનયોગ સાધીએ અને સ્વપરનું કલ્યાણ કરીએ એ જ શુભેચ્છા. (0) કલિકાલસર્વજને હાદિ8 વંદના 1 જ્ઞાનના સહસ્ર કિરણથી શોભતા ! હે સૂરીશ્વરજી મહારાજ ! આપશ્રીએ ગુજરાતની ધરતીને, અવતરીને પાવન કરી, – એ સુભગ અકસ્માત હતો. દેશ–પ્રદેશના એવા વળાંકે આપ પધાર્યા; જયારે સંસ્કૃતિ વળાંક લઈ રહી હતી. આપશ્રીના અસ્તિત્વથી એ રાજાનું, એ રાજયનું, એ પ્રજાનું સમગ્ર વલણ બદલાઈ ગયું અને પછી આપ પરલોક પધાર્યા. આપનું એ પરલોકે પધારવું; – એ એક અનિવાર્ય નિયતિ હતી. આપના જવાથી, અમે રંક બન્યા તેવું લાગ્યું; પણ આપે જે આપ્યું, તેનાથી જ અમે સમૃદ્ધ બન્યા છીએ, એ પણ એટલું જ સાચું છે અને તે તો, સ્મૃતિમાં સતત ઝબકે છે. આજે સંસ્કૃતિ–સાહિત્ય સમેત અનેક ક્ષેત્રે ગુજરાત તવંગર છે; તે આપના કારણે જ છે. આપનાથી જ, આજે અમે ઉન્નત મસ્તક છીએ. આપના પવિત્ર ચરણોમાં, નતમસ્તકે ફરી વંદના કરીએ છીએ. જય હો ગૂર્જર સંસ્કાર–વિધાતા, યુગનિર્માતા, શ્રી હેમચન્દ્રાચાર્યજી મહારાજને. બe. Page #66 -------------------------------------------------------------------------- ________________ ૫૬ શ્રુતજ્ઞાનદાતા પંડિતવર્ય શ્રી છબીલદાસ કે. સંઘવી ૢ પૂ. મુનિશ્રી જિનકીર્ત્તિવિજયજી મ.સા. જ માનસરોવરમાંથી હંસ ઊડી જાય તો હંસને કાંઈ જ નુકશાન નથી. નુકશાન માનસરોવરને જ થાય તે શબ્દો પંડિતવર્યશ્રીના મુખે અનેક ગુણાનુવાદના પ્રસંગે સાંભળ્યા હતા. તે જ શબ્દો આજે તે જ વડીલશ્રીને લાગુ પડે છે. પંડિતજીની વિદાયથી અગણિત નુકશાન જ્ઞાનપિપાસુઓને જ થવાનું છે. લગભગ ૬૫ વર્ષ જ્ઞાનગંગા વહેવડાવનાર શ્રીમાન્ પંડિતવર્યશ્રીની સદ્ગતિ તો નિશ્ચિત જ હોય—જે જ્ઞાનગંગાનો શૂન્યાવકાશ પડશે તેને શાસનદેવ જ કાંઈક અંશે પરિપૂર્ણ કરશે. શ્રી સ્થંભનતીર્થ તપગચ્છ જૈન સંઘની-શ્રી ભટ્ટીબાઈ સંસ્કૃત પાઠશાળા (લ. કે. બુ. સ્વાધ્યાયમંદિર)ના પંડિતવર્યશ્રીની પોતાની આગવી સૂઝ મુજબની સેવા સદા અવિસ્મરણીય રહેશે. જીવનના અંત સુધી શ્રુતજ્ઞાનની હાલતી ચાલતી/જંગમ પાઠશાળા જેવું તેઓનું જીવન હતું. અભ્યાસ કરનાર મુમુક્ષુઓ, સાધુ ભગવંતો, સાધ્વીજીઓ અને અન્ય સર્વને ગચ્છ કે સંપ્રદાયના ભેદ વગર અભ્યાસ કરાવ્યો. તેઓશ્રીએ કરાવેલ અભ્યાસથી આજે પણ અનેક આચાર્યભગવંતો, પદસ્થ મુનિભગવંતો, સાધુ-સાધ્વી ભગવંતો શોભા વધારી રહ્યા છે, આત્મકલ્યાણ કરી રહ્યા છે. જીવનમાં સંઘર્ષ ઘણો અનુભવ્યો. કર્મસત્તાએ ચેલેન્જ કરે તેવાં દુ:ખો આપ્યાં પણ માધ્યસ્થ ભાવે સહન કર્યા. યુવાન વયના પુત્રનું કીડનીની બિમારીથી પરભવપ્રયાણ, તેમના પત્નીનું ભવપ્રયાણ, નાની ઉમંરના દીકરી-જમાઈનું અકસ્માતમાં ભવપ્રયાણ, નાના જમાઈનું ભવપ્રયાણ, આ બધા જ સંકલેશ કરાવે તેવા પ્રસંગોમાં પંડિતવર્યશ્રીની સમાધિ ભાવનાનાં જે દર્શન થયાં છે તે તેઓશ્રીના જ્ઞાન-ધ્યાનની ઊંડી સમજને કારણે જ બની શક્યું છે. ભલભલા આવા આઘાતજનક પ્રસંગે સમાધિ ગુમાવી બેસે પરંતુ જ્ઞાનની પરિપક્વતાના કારણે જ પંડિતવર્યશ્રી તેનું સંસ્મરણ સાક્ષી ભાવે કરતા. આથી જ તેમના આત્માને વંદન કરવાનું મન થઈ જાય છે. મારા સાંસારિક જીવનમાં મારી ત્રણે પુત્રીઓના સંયમ પ્રયાણના શુભપ્રસંગે હાજર રહી વડીલ તરીકે માર્ગદર્શન આપેલ. તેઓના ભવપ્રયાણના દિવસે પૌત્રીવત્ સાધ્વીજી શ્રી આનંદપૂર્ણાશ્રીજી આદિ તેઓશ્રીને ત્યાં અભ્યાસ માટે ગયા ત્યારે પંડિતજીના મંગલ ભવપ્રયાણથી વિષાદગ્રસ્ત બની ઉપાશ્રયે પાછાં આવ્યાં. પંડિતવર્યશ્રીના ગુણોનો કોઈ પાર નથી. શાસન સેવા અને શ્રુતસેવાથી ઓતપ્રોત બનેલ તેઓશ્રીના અનેક ગુણૌ પૈકી કોઈક ગુણ અમારા જીવનમાં પ્રગટે તેવી મંગલ પ્રાર્થના. જ્ઞાન પુષ્પાંજલિ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૭ જ્ઞાન પુષ્પાંજલિ જિનશાસનનો સિતારો ખરી પડ્યો ૐ પૂ. સાધ્વીશ્રી રવીન્દુપ્રભાશ્રીજી (ખંભાતવાળા) ૪ ( પૂ.આ.ભ.શ્રીનેમિસૂરિજી સમુદાય) શ્રી જિનશાસનના ગગનાંગણમાં શાસનને વફાદાર એવા અનેક પુણ્યાત્માઓ પોતાના તન-મનની શક્તિ શાસનને કાજે સમર્પિત કરી સ્વ-પર ઉભયના આત્મશ્રેયમાં નિમિત્ત બન્યા છે, એવો જ એક પુણ્યાત્મક જિનશાસનનો ઝળહળતો જ્ઞાનદીપક બુઝાઈ ગયો. ચરાચર સૃષ્ટિમાં એક સનાતન સત્યનિયમ છે. એમાં કોઈ ફેરફાર થતો નથી, આ નિયમ અફર રહેવાનો, જે જન્મે છે, તે અવશ્ય મરે છે એ કંઈ નવું નથી. પરંતુ જે જન્મે છે, તે જીવન કેવું જીવે છે તે મહત્ત્વનું છે. અલૌકિક દિવ્યજીવન જીવ્યા, તો જ જન્મ મળ્યો સફળ અને જીવન જીવ્યા તે સફળ. મને એવી એક અનોખી વિભૂતિની પીછાણ થઈ જેને જન્મ, જીવન અને મરણ સાર્થક કર્યું છે. તે છે તીવ્ર પ્રજ્ઞાવંત એવા પંડિતવર્ય શ્રી છબીલદાસભાઈ સંઘવી કે જેમણે પ્રભુના શાસ્ત્રોનું અગાધજ્ઞાન અનેક સાધુ-સાધ્વીજીને ઘણા આદરપૂર્વક આપ્યું છે. તેઓનો ઉપકાર અમો કદી ભૂલી શકતા નથી. મારા બાલ્યપણાથી હું ખૂબ નિકટતાથી પરિચિત હતી. તેથી તેમના ચિરવિદાયમાં મારું હૈયું હચમચી ગયું છે, કાળજુ કંપી ઊઠે છે. અત્યારે આપ અમારા વચ્ચે નથી, પણ આપે આપેલું સમ્યજ્ઞાન સાથે અનુભવજ્ઞાન જે પ્રાપ્ત કર્યું છે, તે ક્ષણે ક્ષણે યાદ આવે છે. યાદ આવતાં નયનો અશ્રુથી ભરાઈ જાય છે. જ્ઞાન-વિભૂતિ સૌની વચ્ચેથી સાપ જેમ કાંચળી ઉતારે તેમ નશ્વર દેહને છોડીને ચાલી ગઈ. આપનો આત્મા જ્યાં ગયો હોય ત્યાંથી આપના જ્ઞાનનો અને ગુણોનો વારસો અમને આપતા રહો. ઉત્તરોત્તર પ્રભુ શાસનને પામી જલ્દી શાશ્વત સુખને પ્રાપ્ત કરજો એ જ અભ્યર્થના.... શ્રુતજ્ઞાન પરમગુરુ છે જેમ ગુરુ અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે, તેમ શ્રુતજ્ઞાન આત્માને અત્યંતર રાગાદિ અંધકારમાંથી વાળીને વૈરાગ્યાદિ ભાવ-પ્રકાશ તરફ લઈ જાય છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ -(જ્ઞાન પુષ્પાંજલિ ) ” શાસનનો ઝળહળતો જ્ઞાનદીપક પૂ. સા. શ્રી પીયૂષપ્રશાશ્રીજી મ.સા. પિંડદાતા માતા-પિતાના ઉપકારોથી જિન-ધર્મવાસિત કુટુંબમાં અવતરણ થયું. ચારિત્રમોહના ક્ષયોપશમે સંયમદાતા ગુરુજનોએ સંયમદાન કર્યું. સંયમ-પ્રાપક એવા મારા જીવનને મઢવાનું, શણગારવાનું કાર્ય કરનારા જ્ઞાનદાતા પંડિતવર્ય માટે હું શું લખું ? શું ના લખું ? વીતરાગના શાસને દર્શાવેલા પંચાસ્તિકાય જગતમાં ચેતનદ્રવ્યનાં મૂલ અંકાતા હોય તો તેનાં જ્ઞાન...ચેતના.... સંવેદના ગુણને આભારી છે, તિરોભાવે રહેલા શુદ્ધક્ષાયિકકેવળજ્ઞાનને પ્રગટકરવાની પૂર્વભૂમિકામાં....ક્ષયોપશમ ભાવના સમ્યફ શ્રુતજ્ઞાનની પરબ વર્તમાનકાળે નિહાળવી હોય તો પંડિતવર્ય શ્રી છબીલદાસભાઈ સંઘવી. જંગમ પાઠશાળા એટલે... પંડિતવર્ય. અધ્યયન તથા અધ્યાપન એ એમના જીવનના પ્રાણ હતાં. ઔદયિકભાવે સર્જાતી પ્રતિકૂળતા, વિષમતા, વિટંબણાઓને પચાવવાની કળા તે જ હસ્તગત કરી શકે જે સમ્યજ્ઞાનવાન હોય. “જ્ઞાનg wત્ત વિતિઃ' મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ.સા.એ વિરતિનું સ્વરૂપ નીચેની પંક્તિમાં દર્શાવ્યું છે. જાણ ચારિત્ર તે આત્મા, નિજસ્વભાવમાં રમતો રે, લેશ્યા શુદ્ધ અલંકર્યો, મોહ - વને નવી ભમતો રે. જ્ઞાનીને સંસારભાવ વિશેષતઃ હલાવી ન શકે. આ કક્ષાને પામેલા પંડિતવર્યના કર્મકૃત જીવનમાં ઘણી બધી આપત્તિઓ, મુશ્કેલીઓ, પ્રતિકૂળતાઓ, વિપત્તિઓ આવેલી પણ જ્ઞાનના પરિપાકરૂપ જીવનનો મુદ્રાલેખ-મંત્ર હતો, બધું જ “હોય” કદાપિ “હાય” નહિ , જ્ઞાનદાતાની આ વિચારધારાને મુમુક્ષુ સાધક જો આત્મસાત્ બનાવે તો સહિષ્ણુતા, સ્થિરતા, સ્થિતપ્રજ્ઞતા, શાંતિસમાધિ-સંમત્વસ્વરૂપ અવશ્યફળ અપાવે. આવા જ્ઞાનદાતા ગુરુવર્યનો જ્ઞાનપૂત આત્મા જયાં હોય ત્યાં શીધ્રાતિશીધ્ર સમ્યગુરત્નત્રયીની આરાધનાકરી શાશ્વત સુખનો ભોક્તા બને તે જ અભ્યર્થના... શુતજ્ઞાન પરમ ગારુડી-મંત્ર છે.ગારુડી મંત્ર શરીરમાં પ્રવેશેલા ઝેરને દૂર કરે છે, તેમ શ્રુતજ્ઞાન આત્મામાં પેસેલા મોહ-ઝેરને દૂર કરીને જીવને શિવપદ આપે છે. Page #69 -------------------------------------------------------------------------- ________________ ૫૯ ખર ઉપકારી પંડિતવર્ય ૢ પૂ.સા. શ્રી જયન્તપ્રભાશ્રીજી, મ.સા. ≈ (પૂ.આ.ભ.શ્રીનેમિસૂરિજી સમુદાય) આપણા અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના લોકોત્તર શાસનને મન-વચન-કાયાથી જેઓ સમર્પિત થયા છે, તેઓના જીવનમાં કેવું તેજ-બળ અને અત્યંતર ઐશ્વર્ય પ્રગટે છે, તેવાં નજીકના ઉદાહરણમાં શ્રુતજ્ઞાની પંડિતવર્યનું નામ આવે છે. જ્ઞાન પુષ્પાંજલિ તેઓ ભાભર ગામના વતની હતા. બાલ્યવયમાં તેઓ મહેસાણાની પાઠશાળામાં અભ્યાસ કરવા ગયા, ત્યાં તેઓની કોઈ પૂર્વજન્મની આરાધના એવી વિશિષ્ટ હતી કે જેથી અન્ય વિદ્યાર્થીઓ કરતાં તેઓની બુદ્ધિ અને ગ્રહણશક્તિ વિશેષ હતી. તેથી સિદ્ધહેમ વ્યાકરણ, સાહિત્ય, ન્યાય આદિ વિષયોનો થોડા સમયમાં અભ્યાસ કરી તૈયાર થઈ ખંભાત આવ્યા. સાધુ - સાધ્વીજી ભગવંતોને બહુમાનપૂર્વક ભણાવવા લાગ્યા. જ્ઞાનની પરબ ચાલુ થઈ. તેમાં સ્વભાવકૃત્ ગુલાબના પુષ્પરૂપ નિઃસ્પૃહતા-નિખાલસતા અને નીડરતા આ ત્રણગુણ જીવનમાં ઠાંસી-ઠાંસીને ભરેલા હતા. જ્ઞાનને આત્મસાત્ કરેલું હતું. અમારા જેવા પામર આત્માને વારંવાર કહેતા કે સ્વાધ્યાય સમાન તપ નથી. સ્વાધ્યાય સંજીવની ઔષધિ છે. એવા પરમઉપકારી, જ્ઞાનદાતા પંડિતજી સુંદર અભ્યાસ સાથે અનુભવ જ્ઞાન ઘણું આપતા. સંસારના ઘણા ઘા લાગવા છતાં હાય-વોય કરી નથી. કર્મબંધનથી નિર્લેપ રહેતા. આવા મહાન્ આત્મા વિરલ વિભૂતિ બની ગયા. દેહથી ચાલ્યા ગયા. પણ કીર્તિથી અમર બની ગયા. પ્રકૃતિએ આપણને બક્ષેલું જીવન ઘણું ટૂંકું છે પણ સારીરીતે વ્યતીત કરેલા જીવનની સ્મૃતિઓ શાશ્વત છે. તેઓના સમાચાર પવનવેગે સાંભળતાં વજ્રઘાત પડ્યો તેટલું દુઃખ થયું પણ કુદરત આગળ તો દેવાધિદેવનું પણ ચાલ્યું નથી. જન્મ છે ત્યાં મરણ છે જ, છતાં અમારા જ્ઞાનદાતાને અમે ક્યારે ભૂલવાના નથી. આવા પ્રખર વ્યક્તિના ગુણોનું વર્ણન,આ જીભ કરવાને સમર્થ નથી. તેઓને અંતિમ જીવન સંયમ માર્ગમાં પસાર કરવાની ભાવના હતી. સાંસારિક સંયોગોના કારણે પોતે સંયમ ન લઈ શક્યા. તેઓની અંતિમ ભાવના હતી કે મારું સમાધિ મરણ થાય તો સારું, ભાવના અનુસાર પોતે છેલ્લા શ્વાસોશ્વાસ સુધી નવકારમંત્રનું સ્વયં સ્મરણ કરતાં આ નશ્વરદેહનો ત્યાગ કર્યો. તેઓનો આત્મા જ્યાં ગયો હોય ત્યાંથી એમના જ્ઞાનનો અને ગુણોનો વારસો આપતા રહે. ઉત્તરોત્તર પ્રભુ શાસનને પામી જલદી-જલદી શાશ્વત સુખને પ્રાપ્ત કરે. Page #70 -------------------------------------------------------------------------- ________________ ૬૦ સફળતા પુષ્કળ છતાં સરળતા જોરદાર ુ પૂ. સા. શ્રી. અનંતપ્રભાશ્રીજી મ.સા. (સંસારી પક્ષે સુપુત્રી) = (પૂ.આ.ભ.શ્રીનેમિસૂરિજી સમુદાય) આ જગત ઉપવનમાં અનેક આત્માઓ ખીલે છે ને કરમાય છે... પરંતુ તેમાં કોઈક આત્માઓ ગુલાબના પુષ્પોની માફક પોતાનું જીવન સુવાસિત મઘમઘતું બનાવી આ જગતના જીવોને સૌરભ આપે છે... જ્ઞાન પુષ્પાંજલિ માતા-પિતા તો ઘણા ભવોમાં કર્યા. . પણ આવા માતા-પિતા તો કોઈ પૂર્વના મહાન પુણ્યના ઉદયથી જ મળે.. કે જે આત્માને અજન્મા બનાવવાની સાધનામાં સહાયક બને.! મને પણ આવા મહાન પંડિત પિતાના કુળમાં જન્મ મળ્યો તેનું હું ગૌરવ અનુભવું છું. મને સંયમમાર્ગે વાળવામાં જો કોઈનો ય વધુ ઉપકાર હોય તો મારા પિતાશ્રીનો છે. તેઓ બધા જ પુત્ર અને પુત્રીઓને લગ્નના આગલા દિવસે પણ કહેતા કે જો તારે દીક્ષા લેવી હોય તો મારે તો દીક્ષા જ અપાવવી છે...! જે પણ સંસારમાં રહેલા ભાઈ-બેનના લગ્ન થયા તે પણ તેમની પત્રિકામાં એમ જ લખતા કે ‘સંયમ પંથે ન જઈ શકનાર સંતાન માટે લગ્નજીવન અનિવાર્ય છે.’ તેમનો ભાવ આવા વાક્યો દ્વારા પ્રગટ થતો. જ્યારે પણ અમોને મળવા આવતા ત્યારે ઘરનાં બધાંને ખાસ સૂચન કરતા કે સંસારની કોઈ પણ વાત મ. સા. પાસે કરવી નહીં. તેમનું જ્ઞાન ઘણું હતું... જેથી અમો સુરત ૧ મહિનો રોકાયા ત્યારે મને વારંવાર એમ કહેતા કે મારો જ્ઞાનનો વારસો કોઈએ લીધો નહીં તેનું મને દુઃખ છે. અમે પણ તેમના જીવનને પૂરેપૂરું પિછાણી ન શકયા... પણ જ્યારે તેમના ગયા બાદ સેંકડો આચાર્ય ભગવંતો અને સાધુસાધ્વીજી ભગવંતોના આશ્વાસન પત્રો આવ્યા ત્યારે જ અમોને સાચી તેમની ઓળખાણ થઈ... હંમેશ માટે મને એમ જ કહેતા કે વ્યાખ્યાન વાંચતા ન આવડે તો સંયમજીવનની કાંઈ જ કિંમત નથી... જેથી અમારે આ વખતે સુરત ચાતુર્માસ ક૨વાની ભાવના તો હતી, પણ અમોને ચાતુર્માસ માટે મઢી મોકલ્યા... એ ચાતુર્માસની આરાધનાના સમાચાર રોજ પૂછાવતા... જ્યારે અમે વ્યાખ્યાનની શરૂઆત કરી ત્યારે તેમને ઘણો જ સંતોષ થયો... તેમણે જીવનમાં સ૨ળતા-આત્મીયતા-ગંભીરતા આદિ ગુણોને આત્મા સાથે સહજ રીતે કેળવ્યા હતા. સદાય જ્ઞાનમાં મસ્ત રહેતા. વિચારીયે તો તેઓશ્રી પાસેથી વધુ મળે એમ હતું. એમના Page #71 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપુષ્પાંજલિ ઉપકારોને યાદ કરી આજે હૈયું અને આંખ બંને રડી રહ્યા છે... કુટુંબનું શિરછત્ર ગણો કે મોભ ગણો... બધાને જ નિરાધાર મૂકીને ચાલ્યા ગયા. પરિવારને અને શાસનને જે ખોટ પડી છે તે પૂરાય તેવી નથી... ૬૧ તેમના કંઠમાં રણકાર અને વાણીમાં મીઠાશ. આંખોમાં અમી અને બુદ્ધિમાં તીક્ષ્ણતા. સ્વ પ્રત્યે કઠોર અને સર્વ પ્રત્યે કોમળ. જીવનમાં સાદગી અને સ્વભાવમાં તાજગી. નિદ્રા અલ્પ અને જ્ઞાનદાન તીવ્ર. દૃષ્ટિમાં નિર્મળતા અને વૃત્તિમાં પવિત્રતા. વાત્સલ્યમાં સાગરતુલ્ય અને સંકલ્પમાં મેરુતુલ્ય. સફળતા પુષ્કળ છતાં સરળતા જોરદાર. વયથી વૃદ્ધ છતાં કાર્યમાં યુવાન. સ્પૃહા વિનાનું જીવન પરાર્થવૃત્તિથી ભર્યું ભર્યું હતું... મસ્ત વક્તૃત્વકળા, ડગલે ને પગલે દેખાતું વિનયગુણનું પાલન અને જટિલ પ્રશ્નોને પણ સરળતાથી ઉકેલવાની કળા તેઓશ્રીમાં હતી... હૈયાની વાત હવે કોની આગળ જઈને કહીશું ? મનની મૂંઝવણ હવે કોની પાસે ઠાલવશું ? અંતરના ઉચાટ હવે કોની પાસે ખાલી કરીશું ? સદ્ગત આત્મા જ્યાં હોય ત્યાં સમ્યક્ત્વ-શાસન-સંયમ પામી શા મુક્તિ સુખના ભોક્તા બને તે જ ભાવના... ઉદયમાં આવતા વેદનીય કર્મને સમતાભાવે સહન કરતા. . પરિવારને પણ પ્રેરણા આપતા કે આવેલ કર્મને સમતાથી સહન કરશો તો જૂના કર્મની નિર્જરા થશે. . તમે અમારી વચ્ચેથી ચાલ્યા ગયા.. પરંતુ તમારા અપૂર્વ ગુણોની ચિરસ્મૃતિ સ્થાયી રહેશે. છેલ્લે એક જ માગણી કરીએ છીએ કે તમારો શ્રેષ્ઠ ગુણપરાગ અમારામાં ઉતરે અને તમારી જેમ અમે પણ અમારું જીવન ધન્ય બનાવીએ...... Page #72 -------------------------------------------------------------------------- ________________ ૬૨ જ્ઞાનમૂર્તિ પંડિતજી પૂ. સા. શ્રી રત્નયશાશ્રીજી-જયપૂર્ણાશ્રીજી - મુક્તિધરાશ્રીજી ≈ (પૂ.આ.ભ.શ્રીનેમિસૂરિજી સમુદાય) જિનશાસનના ચળકતા સિતારા ગયા, આગમના ઊંડા રહસ્યો જાણનારા ગયા, નશ્વર દેહથી સૌની વચ્ચેથી ગયા. પણ ‘‘જ્ઞાનમૂર્તિ’’ સ્વરૂપે સદા અમર બની ગયા. જ્ઞાન પુષ્પાંજલિ અપાર લાગણી, ભણાવવાની ધગશ. આ ઉંમરે પણ શાસન પ્રત્યેની ખુમારી-આજના યુવાનોને શરમાવે તેવી હતી. અણધારી વિદાયે અમને પણ હચમચાવી મૂક્યા છે. વર્તમાન સદીના અસાધારણ વિદ્વાન હતા. ભારતભરના નામાંકિત પંડિતોમાં શિરોમણિ હતા. એક પંડિત રત્નને અમે ગુમાવી બેઠા. નાની ઉંમરથી જૈનશાસનની શ્રદ્ધા વડે અધિવાસિત હૃદયે ધાર્મિક શિક્ષણના ક્ષેત્રે હરણફાળ પ્રગતિ......અને પ્રવૃત્તિ કરી. અનેક સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકા સૌ કોઈ માટે જ્ઞાનપરબ બન્યા. જૈન સમાજને જે ખોટ પડી છે તે કદી પૂરી નહિ શકાય તેવી પડી છે. તેઓની દીર્ઘકાલીન અને ધર્મ-શ્રદ્ધા સંપન્ન શ્રુત ઉપાસના ખૂબ ખૂબ અનુમોદનીય હતી. . .આજે જ્ઞાનમૂર્તિની વિદાય....અમને શૂન્ય બનાવી દીધા છે. . .શું હવે અમને કદી જોવા નહિ મળે...સુરતમાં હતા ત્યાં સુધી તો લાભ મળ્યો પણ હવે...મા જેવી મમતાથી ભણાવનાર તો નહિ જ મળે. કુદરત પાસે આપણે લાચાર છીએ. તેઓ તો પોતાનું સાધી ગયા...વારંવાર કહેતા કે એક જ ઇચ્છા છે કે સાધુસાધ્વીને ભણાવતાં ભણાવતાં મારો દેહ ઢળે...અંતિમ ક્ષણો સુધી દેહ પાસેથી કસ કાઢી જ્ઞાનદાન આપ્યા જ કર્યું. આઘાતજનક વ્યાધિમાં પણ આનંદ અનુભૂતિ કેળવવાનું બળ તેમની પાસે દેખાતું હતું. ધનના ભંડારમાંથી ધન સિવાય શું મળે ? તેમ ગુણો અને જ્ઞાનના ભંડારસમા જ્ઞાનમૂર્તિના જીવનમાંથી પણ ગુણો સિવાય બીજું શું મળી શકે ? શ્રમણસંસ્થા માટે તો ખૂબ જ ખોટ પડી છે. જગતનો સનાતન નિયમ અને કુદરતના ક્રમ આગળ આપણે વામણા બની જઈએ છીએ...જન્મ તેનું મૃત્યુ...નિશ્ચિત છે. - શૂન્યમાંથી સૃષ્ટિ સર્જી પરમ તેજને પામી ગયા જન્મ. એસો ધારણ કરી જીવન એ દીપાવી ગયા. સગાં-સંબંધીઓને ઠીક છે....જૈન સમાજને કાંઈક દઈ ગયા. જીવનમાં સિંહ જેવી નીડરતામય અને નિર્ભયતામય જીવનજીવી પંડિતમરણ સાધી મૃત્યુને મહોત્સવ બનાવી જાણ્યું. Page #73 -------------------------------------------------------------------------- ________________ - - * * * * * * - V ( Sજ્ઞાન પુષ્પાંજલિ ૬ વિધાગુરુ પંડિતજી કે ૪ પૂ.સા.શ્રી. પુણ્યપ્રભાશ્રીજી મ.સા. 8 શ્રી જ્ઞાનદાતા પંડિતવર્યશ્રી મારા વિદ્યાગુરુ હતા ખંભાતમાં તેઓશ્રી પાસે તર્કસંગ્રહ, પ્રમાણનય, સ્યાદ્વાદમંજરી, દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ, તવાર્થ, જ્ઞાનસાર વિ.નો અભ્યાસ કર્યો છે. જ્ઞાન સાથે અનુભવ - હિતશિક્ષા વિ.થી ઘડતર કરવું એ એમની અનોખી પદ્ધતિ હતી. તેઓશ્રીનું ઋણ ક્યારેય વાળી શકાય તેમ નથી. તેઓશ્રીના જીવનવનબાગમાં જ્ઞાનપિપાસા, આધ્યાત્મિકજીવન, પરોપકારિતા. નીડરતા, સ્પષ્ટવસ્તૃત્વ, ગંભીરતા વિ. ગુણોરૂપી પુષ્પોની સુવાસ મઘમઘાયમાન હતી. ભલે પ્રત્યક્ષ દેહે નથી પરંતુ પરોક્ષ ગુણદેહે સહુકોઈના હૃદયમાં છે. તેઓશ્રી જૈનશાસનના રત્ન હતા, શાસનમાં સૈદ્ધાંતિક જ્ઞાનીની ક્યારેય ન પૂરાય તેવી ખોટ પડી છે. ગુંચવણભર્યા પ્રશ્નો ઉકેલવા માટેનું એક અપૂર્વથાન હતું. તેઓશ્રીએ અંતિમક્ષણો સુધી જ્ઞાનદાન કરી. જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમકરી સદ્ગતિ પ્રાપ્ત કરી છે. કેવલજ્ઞાન પ્રાપ્ત કરી સ્વ-પરનું કલ્યાણ કરે એજ દેવગુરુપ્રતિ પ્રાર્થના. ઘણાંવર્ષે આવખતે (મહામહિને) ચાંગોદર (સરખેજ-બાવળા હાઈવે) પૂ. આ.ભ.શ્રીમત્ પદ્મસાગરસૂરિજીની પાવનનિશ્રામાં ચાલતી અંજનશલાકા-પ્રતિષ્ઠા પ્રસંગે મળવાનું થયું. છતાં અવર્ણનીય સ્મૃતિ હતી. ભાવ અપૂર્વ હતો. -પૂ.આ.ભ.શ્રીમત પદ્ધસાગરસૂરિજી મ.સા.ની પાવન | નિશ્રામાં ચાલની અંજનશલાકા. શ્રુતજ્ઞાન એ નિર્મળ ગંગાજળ છે. ગંગાજળ જેમ તન-મનને પાવન કરે છે. તેમ શ્રુતજ્ઞાન રૂપી ગંગાજળ મન-વચન અને કાયામાં શુભનું આરોપણ કરીને પવિત્રતા આપે છે. Page #74 -------------------------------------------------------------------------- ________________ ૬૪ પ્રભુશાસનના રાગી પંડિતજી સ્પ્રે પૂ. સા.શ્રી શ્રીમોક્ષધર્માશ્રીજી મ.સા. ૪ મહાન પુરુષો અનેક ગુણોથી યુક્ત હોય છે તેમાં પણ જ્ઞાની તો વિશેષ મહાન હોય છે. જ્ઞાની પુરુષો હંમેશાં સઘળા માણસો વડે વખાણવા યોગ્ય જ હોય છે. તેમની કીર્તિ દશે દિશામાં ફેલાયેલી હોય છે. તેઓ હંમેશાં સદ્ધર્મરૂપી કીર્તિને ફેલાવવામાં એકચિત્તવાળા હોય છે. સર્વ જનસમુદાયના અજ્ઞાનસંબંધી અંધકારનો નાશ કરવામાં જ તત્પર હોય છે. આવા જ ગુણોથી યુક્ત આધ્યાત્મિક જીવન જીવનારા પં. શિરોમણિ છબીલદાસભાઈ હતા. જેઓએ પોતાના સંપૂર્ણ જીવન સુધી જ્ઞાનદાન જ કર્યું છે. જેઓને રોમેરોમમાં જ્ઞાન વણાઈ ગયું હતું. જેથી પ્રભુશાસનનો પણ અનહદ રાગ હતો. પોતાને મળેલ જ્ઞાનની વર્ષો સુધી પરંપરા ચાલે તેવી ભાવના હતી. જેથી જે પણ યોગ્ય વ્યક્તિઆવે તેનીપાસે જ્ઞાનથી થયેલ અનુભવો કહેતા. પોતે અનુભવેલ વાત બીજાને લાગણીથી કહેવામાં આવે ત્યારે સામેની વ્યક્તિ ને તરત જ અસર થાય છે. તેમના સાંસારિક જીવનમાં થયેલા તથા જ્ઞાનાભ્યાસમાં થયેલા ઘણા અનુભવો કહેતા હતા. જ્ઞાન પુષ્પાંજલિ મને તો પુણ્યોદયે તેમની પાસે ત્રણથી સાડાત્રણ વર્ષ સુધી સતત અભ્યાસ કરવા મળ્યો છે અને તેમાં ઘણા અનુભવો મળેલ છે. તેમના મનની સમાધિની વાત તો અત્યારે વારંવાર સ્મૃતિપટ પર આવે છે. સંસારમાં સુખ-દુઃખની હારમાળા ચાલે છે. એક જ વર્ષમાં પત્ની તથા મોટા પુત્રનો વિયોગ થયો પછી થોડા સમય પછી નાની ઉંમરવાળાં પુત્રી અને જમાઈ ગુમાવ્યા અને ત્યાર પછી નાની પુત્રી ના વર અર્થાત્ પોતાના નાના જમાઈ. આ બધું જ પોતે દુઃખને અનુભવ્યું છતાં કર્મનો દોષ છે તેમ માની મનને સમજાવતા પોતે તો ભણેલ એટલે સમજી શકતા પરંતુ સ્વજનવર્ગને પણ સમાધિ અપાવતા. - તેમના જીવનમાં કોઈનો પણ નાનો ઉપકાર હોય તો યાદ રાખી ઋણમુક્ત થવાની ખૂબ જ ભાવના ભાવતા. કોઈ પણ કાર્ય કરવું હોય તો બધાંને ધ્યાનમાં રાખી પોતાના પરિવારમાં કોઈને પણ તકલીફ ન પડે તેમ કરતા. કોઈ પણ જગ્યાએ બહાર જવું હોય તો પણ પુત્રોને પૂછે તમને ચારે ફાવશે. કડક વાત તો ક્યારે પણ નહીં કે તમારે આવવું જ પડશે. પુત્રો પણ ઈંગિત આકારને જાણનારા હતા. જ્યાં પણ જવું હોય, જ્યારે જવું હોય ત્યારે તૈયાર જ હોય. - મનને જે રીતે તૈયાર કર્યું તે જ રીતે કાયા પણ ટેવાઈ ગઈ હતી. તબિયત બગડે ત્યારે સહન થાય ત્યાં સુધી સહન કરે. જીવન દરમ્યાન ‘એલોપેથીક' દવા લીધી નથી અને દેશી દવા પણ સહન ન થાય ત્યારે Page #75 -------------------------------------------------------------------------- ________________ ૬૫ ) માટે. એ અને બી - જ - wજ, w ves * * * * * * * બ શાનપુષ્પાંજલિ જ લેતા. ઘણી વખત કહેતા દવા લેવાનો વિચાર આવે ત્યારથી જ “વેદનીય કર્મ બાંધવાનું ચાલુ થઈ જાય છે. -ઘણા આચાર્ય ભ. તથા સાધુ-સાધ્વીજી ભ.ના. વિકટ પ્રશ્નો આવતા તેનો પણ સહજ રીતે જવાબ આપી દેતા. ત્યારે હું પૂછું-આવા પ્રશ્નોના જવાબ ક્યાંથી આટલા જલ્દી આવડી જાય છે. તો કહે કે જ્ઞાનના અનુભવથી આવી જાય છે બાકી બધું “ગાલ પુરાણ'માંથી આવે છે. “ડાચા તેટલા સાચા, પોથા તેટલા થોથા” માટે ભણીને બધું જ અનુભવમાં લાવીને યાદ રાખવું. -જે પણ વિષય ભણાવે તેને ભણાવતાં પહેલા કહી દે કે ભણાવવાની જવાબદારીથી ભણજો. ગોખેલું “હજાર દિવસ' ટકે અને સમજેલું જિંદગીમાં જાય નહીં. “એક વખત લખો” અને “દસ વખત ગોખો બરાબર થાય માટે લખીને બધું જ તૈયાર કરવું. -ભણેલું છ મહિના સુધી રોજે ગોખવું. જે દિવસે ન ગોખાય તે દિવસે અથવા બીજા દિવસે મીઠું નહીં ખાવાનું. સામાન્ય પણ કઠીન નિયમ બતાવતા. -જે ભણો તે નવ જણને ભણાવવાનું જેથી વિષય બરાબર થઈ જાય. બીજી પણ અનેક વાતો તરફ ધ્યાન દોરાવતા. એકલું ભણાવાનું નહીં, વ્યવહારિક જીવનની પણ તાલીમ આપતા. “બધાંની સાથે રહેવાનું અને બધાંથી અળગા રહેવાનું' આ તેમનું મુખ્યસૂત્ર હતું. -સતત જ્ઞાનધારા જ ગમતી. અત્યારે સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકામાં આરાધના ઓછી અને બાહ્યાડંબર વધી ગયો તે જોઈને કહેતાં કે પૂ. યશોવિજયજી મ. કહી ગયા છે “ધૂમધામે ધમાધમ - ચલી, જ્ઞાન માર્ગ રહ્યો દૂર' આવી ઘણી પંક્તિઓ વારંવાર યાદ કરતા. બાહ્ય પ્રવૃત્તિઓથી દુઃખ થાય પરંતુ કહે કે આપણે આપણું સંભાળીને બેસવાનું, સલાહ લેવા આવે તેને આપવાની. “પરોપદેશે પંડિત' નહીં બનવાનું. –ઘણી વખત કહેતા જીવન શાંતિથી સુખરૂપ જીવવું હોય તો ક્યારે પણ “હાય” શબ્દ નહીં વાપરવાનો હોય' શબ્દ જ વાપરવાનો, જેથી ક્લેશ ન થાય, કર્મબંધથી છૂટી જવાય. આવી રીતે સતત હિતશિક્ષા આપતા હતા, મારા ઉપર તો ઉપકારોની અનહદ હેલી વરસાવી છે. જેને શબ્દોમાં વર્ણવવું બહુ મુશ્કેલ છે. મને સંયમજીવનની નૌકામાં બેસાડવાનો તેમનો જ ઉપકાર છે અને તેથી જ સુંદર રીતે સંયમજીવન જીવી રહી છું. -બીજા પણ ઘણા અનુભવો થયા છે પરંતુ અહીં કિંચિત્ વર્ણવ્યા છે. -ગુણાનુવાદ કરવાથી કે યાદ કરવાથી કંઈ ઉપકારનો બદલો વાળી શકાતો નથી. ક્યાભવમાં ઋણમુક્ત બનીશ એ તો હવે એક સવાલ થઈ ગયો છે. -બસ તેમની સમાધિ તેમજ મહોત્સવરૂપ મરણ તે જ આપણે વિચારીને સંતોષ માનવાનો છે. પરંતુ જ્ઞાનીનો વિરહ કયારેપણ ભુલાતો નથી. Page #76 -------------------------------------------------------------------------- ________________ FE ગુલાબ ગયું ને ફોરમ રહી પૂ. સા. શ્રી કાવ્યપ્રશાશ્રીજી, મ.સા. (પૂ.આ.ભ.શ્રીનેમિસૂરિજી સમુદાય) “શાસનની શાન વધારનાર, મારા જીવનની જ્યોતિને જાજ્વલ્યમાન બનાવનાર, મારા વેરાન વન જેવા જીવનને જ્ઞાનથી નંદનવન સમ પલ્લવિત બનાવનાર... “શાસનરત્ન દિવંગત પંડિત શ્રી છબીલદાસભાઈ... જ્ઞાન પુષ્પાંજલિ જે મારા પૂ. ગુ. મ.ના સંસારી પિતાશ્રી હતા... પણ મારી ઉપર દીકરી કરતાં પણ અધિક વાત્સલ્ય હતું... અને જ્યારે મળે ત્યારે એમ જ કહે કે હવે બેસી જા ને ક્યાં સુધી ફર્યા કરવું છે... સંયમ જીવન સિવાય કોઈનો ઉદ્ધાર નથી... “સંવત ૨૦૫૦માં જ્યારે પાલિતાણા જંબુદ્વીપમાં ચોમાસાના દિવસોમાં રોકાયા હતા ત્યારે મેં કહ્યું કે કાકા તમે જ્યોતિષશાસ્ત્રમાં નિષ્ણાત છો તો તમારું આયુષ્ય કેટલું છે ? તે અમોને કહોને? ત્યારે જ તેમણે મને કહ્યું કે... તમારે તેનું શું કામ છે. પણ એટલું તો નક્કી જ છે કે તારી દીક્ષા કર્યા વગ૨ હું જવાનો નથી... અને ખરેખર સંવત ૨૦૫૭ની સાલમાં તેમણે મારી દીક્ષામાં આવીને જે વાતાવરણ ઊભું કર્યું, તેનું વર્ણન થઈ શકે તેમ નથી. મારા સંયમદાતા પ. પૂ. ગચ્છાધિપતિ દેવસૂરીશ્વરજી મ.સા. તથા પ્રેરણાદાતા પૂ. છબીલકાકા બંને એક જ વર્ષમાં ચાલ્યા ગયા... મારા જેવા અનેક આત્માને સમ્યજ્ઞાનનું દાન કરનાર અને સંયમમાર્ગસુધી પહોંચાડનાર પંડિતજીએ સુંદ૨શૈલીમાં સચોટ અને સત્ય વર્ણન કરી ચારિત્રરૂપી પુષ્પ પરિમલે અનેક આત્માઓને સંયમમાર્ગે વાળ્યા. કેટલાયે આત્માઓનાં અનાદિમિથ્યાત્વતિમિર અને મલિનગુણોનો નાશ કરી દિવ્યશક્તિ અને દિવ્યચેતનારૂપી સમ્યક્ત્વ દીપક પ્રગટ કરવામાં તેઓ નિમિત્ત બન્યા. “વિચાર સ્વગ્ન સિદ્ધ કરનાર મહાશિલ્પી સંસારની ફૂલવાડીમાંથી પોતાની જીવનલીલા સંકેલી ચાલતા થયા... તેઓશ્રીના સૌરભતાના ગુણાનુવાદ કહેવાની શક્તિ મારા જેવાની અલ્પબુદ્ધિમાં ક્યાંથી Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬૭ ) મ મ મ મ મ મન એ. જ્ઞાનપપ્પાજલિ | સંભવે? છતાં મારા પરના ઉપકારના આકર્ષણને આધીન બનીને એમનું ઋણ અદા કરવા મેં આ કલમ ચલાવી... તેમના ગુણનું સ્મરણ કરવાથી માનવ મહાન બની જાય છે. જેમ પાણી દૂધના સંગથી મહાન બને છે તેમ... ગુલાબ ગયું ફોરમ રહી સ્વપ્ર ગયું અને સૃષ્ટિ રહી આત્મા ગયો. અમરતા રહી... ઝગમગતો દીપક... અણધાર્યો બુઝાઈ ગયો.... ઝળહળતો સૂરજ... અણધાર્યો આથમી ગયો.. એ મહાનું આત્મા જ્યાં પણ ગયો હોય ત્યાં શાસન.. સંયમને પ્રાપ્ત કરે. એવી શાસનદેવોને પ્રાર્થના... અને જે સ્થાન પ્રાપ્ત થયું હોય ત્યાંથી આપણા સહુના ઉપર આત્મશ્રેયના આશીર્વાદ વરસાવતા રહે એજ શુભેચ્છા... “તેમના ગુણોનું વર્ણન કરવું એટલે અમૃત પાસે ચપટી સાકર ધરા જેવું છે. (O) હે પ્રભો ! તારા પ્રેમનો મને પરિચય છે. મારા અવગુણો કરતાં, તારા ગુણો શક્તિશાળી છે. મારા દોષો ગમે તેવા ગાઢ અને રૂઢ હોય, જૂના અને જામી ગયેલા હોય તો પણ તારા ગુણો તો, ચૈતન્ય સાથે જોડાયેલા છે. મેરુ સમ અડગ છે. તારો પ્રેમ મારા દોષના દરિયાને સૂકવી શકશે. આ શ્રદ્ધાથી હું તને વળગ્યો છું. પ્રભુપદ વળગ્યા તે રહ્યા સાજા, તે રહ્યા સાજા, અળગા અંગ ન સાજા રે....મનમોહન સ્વામી. (O) Page #78 -------------------------------------------------------------------------- ________________ ૬૮ ) 14 vઝ * * * * મા + મ = જ * કે * * - - ર » » »" /, * . ( શાનપુષ્પાજલિ સ્વ. પંડિત પ્રવરશ્રી છબીલદાસભાઈને જ્ઞાનાંજલિ પં.શ્રી કાન્તિલાલ ભૂદરદાસ શાહ, સુરત અનંત પુણ્યોદયે મળેલા મહામૂલા માનવભવની સાર્થકતા ત્યારે જ સિદ્ધ થઈ ગણાય, જયારે જીવ સાચો ધર્મ અને આત્માના સ્વરૂપને ઓળખી, શ્રી જિનેશ્વરદેવે પ્રરૂપેલી આજ્ઞાનું પાલન કરી મોક્ષમાર્ગે સ્થિર થાય. મોક્ષમાર્ગ તથા વીતરાગી પ્રભુની આજ્ઞા સમજવા સમ્યજ્ઞાન જરૂરી છે. સમ્યજ્ઞાન ભણવું તે ઉત્તમ કર્તવ્ય છે. સમ્યજ્ઞાન વિનાની ક્રિયા તે અર્થહીન છે સમ્યજ્ઞાન ભણી-ભણાવી આત્મસાત્ કરી મોક્ષમાર્ગમાં સ્થિર થઈ શકાય. તેવા સમ્યજ્ઞાનને વરેલા અને અધ્યાપન કરાવતાં જેમણે સમગ્રજીવન વીતાવ્યું તેવા મૂર્ધન્ય પંડિત, સર્વોત્કૃષ્ટ અધ્યાપક, સમવયસ્ક મિત્ર દિવંગત શ્રી છબીલદાસભાઈપંડિતજીને આ લેખ દ્વારા જ્ઞાનાંજલિ અર્પણ કરું છું. પૂજ્ય પંડિતવર્યશ્રી પ્રભુદાસભાઈનું નામ યાદ કરતાં આનંદ છવાઈ જાય છે. જ્ઞાનમૂર્તિ, આદર્શમૂર્તિ શ્રી પ્રભુદાસભાઈની છત્રછાયામાં તૈયાર થયેલા વિદ્યાર્થીઓ આજે જિનશાસનની જ્ઞાન પરબો જીવંત રાખવામાં મૂળભૂત નિમિત્ત બન્યા છે. હું જ્યારે મહેસાણા પાઠશાળામાં ભણવા દાખલ થયો ત્યારે શ્રી છબીલદાસભાઈ તથા શ્રી શિવલાલભાઈ ત્રણ વર્ષ આગળ દાખલ થયેલા હતા. તેઓ અગ્રણી વિદ્યાર્થીઓ હતા. શ્રી પ્રભુદાસભાઈના વખતમાં દરેક વિદ્યાર્થીઓને ભણવામાં ખૂબ જ પ્રોત્સાહન મળતું હતું. આ બંનેમાં જૈન શાસનના મહાન્ પંડિતનું લક્ષણ વિદ્યાર્થીકાળ દરમ્યાન જોઈ લીધું હતું. શ્રી છબીલદાસભાઈનું વાક્યાતુર્ય સારું હતું. મહેસાણામાં અભ્યાસ કરી તેમને વધુ અભ્યાસ માટે શાસનસમ્રાટું ૫. પૂ. વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રીના વિદ્વાન આચાર્ય મહારાજશ્રી પાસે ભણવા મોકલ્યા હતા. વ્યાકરણ અને ન્યાયનો તલસ્પર્શી અભ્યાસ કરી શ્રી છબીલદાસભાઈ એક વિશિષ્ટ પ્રતિભા સાથે અધ્યાપન કાર્યમાં જોડાયા. Page #79 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન પુષ્પાંજલિ પં. શ્રી શિવલાલભાઈ સાથે તેમની મૈત્રી, આત્મીયતા ઘણી હતી. શ્રી શિવલાલભાઈએ હૈમસંસ્કૃત-પ્રવેશિકા ૩ ભાગ રચી સંસ્કૃતના અભ્યાસની સાથે શ્રી સિદ્ધહેમવ્યાકરણમાં પ્રવેશ ઘણો સરળ બનાવ્યો છે. શ્રી છબીલદાસભાઈએ જિનપૂજનમાં ઉપયોગી અંજનશલાકા, પ્રતિષ્ઠા, શાન્તિસ્નાત્ર વગે૨માં ઉપયોગી વિધિની પ્રત બહાર પાડીને જૈનોને જિનપૂજન વિધિમાં સહાયરૂપ થઈ ક્રિયાકારકોને રસ લેતા કર્યા છે. ૬૯ શ્રી છબીલદાસભાઈએ પૂ. સાધુ-સાધ્વીજી મહારાજશ્રીને ભણાવવાનું શરૂ કર્યું. ખંભાતને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. ન્યાય-વ્યાકરણના વિષયમાં તેમનું જ્ઞાન જૈનશાસનમાં ખૂબ જ પ્રસિદ્ધ બન્યું. તેમની ભણાવવાની શૈલી અનુમોદનીય હતી. શ્રી છબીલદાસભાઈનું સાધુ સંસ્થામાં સારું માન હતું. સમાજમાં પંડિતજીની વાતો સચોટ રીતે ધ્યાનમાં લેવાતી. મારો શ્રી છબીલદાસભાઈ સાથે આત્મીય સંબંધ હતો. તેમનામાં એક મુખ્ય બાબત એ હતી કે તેઓનું સચોટ અને સ્પષ્ટવક્તાપણું હતું. તેથી જિટલ બાબતમાં પણ તેમનું સ્પષ્ટ મંતવ્ય એક અલગ જ છાપ ઊભી કરતું. તેઓ ઘણીવાર કહેતા કે કાન્તિલાલ મારી વાત બરાબર છે. વૃદ્ધાવસ્થા સ્પર્શેલા આપણી વાત કોણ માનશે ? આજે પૂ. સાધુ-સાધ્વીજી મહારાજશ્રી પણ ભણવાનું ગૌણ કરે છે. જો ભણવાનું ઓછું થશે અને બીજી પ્રવૃત્તિઓ વધા૨શો તો સાચી વાત કોણ સમજશે અને કોણ સમજાવશે. શ્રી છબીલદાસભાઈને શિક્ષકો માટે ખૂબ જ માન તથા લાગણી હતી. સમગ્ર સમાજમાં શિક્ષકોનું સ્થાન ખૂબ જ નીચું રહ્યું છે. આજીવિકાના કારણે સક્ષમ ન હોય તેવા શિક્ષકો - પંડિતોને સમાજ નોકરની જેમ માન્યા કરે છે તે તેમને આંખના કણાની જેમ ખૂંચતું હતું. અનેક જાહેર કાર્યક્રમોમાં શિક્ષકો - પંડિતોને તેમણે જીવતાં ઉજમણાં કહી સમાજને આ જ્ઞાનદાતાઓને સાચવીને તેમની જાળવણી કરવા ઘણીવાર અનુરોધ કર્યો છે. જૈનધર્મ તત્ત્વજ્ઞાન પ્રચારક પરિષમાં પણ તે જૈફ વયે સક્રિય હતા. જીવનના અંત સુધી તેઓએ અધ્યાપન કાર્ય ચાલુ રાખ્યું, સુરતમાં આવ્યા બાદ મારો શ્રી છબીલદાસભાઈની સાથે અવારનવાર મેળાપ થતો હતો. જ્ઞાન પ્રત્યે લોકોની ઉદાસીનતાભરી લાગણી હોવાથી ઘણીવાર વ્યથિત થતા હતા. સ્પષ્ટવક્તા હોવા છતાં ઘણીવાર બોલી ન શકાય તેવી પરિસ્થિતિ થાય તેનો તેમને રંજ હતો. આડંબરમાં અટવાઈ ગયેલી ધાર્મિક પ્રવૃત્તિઓથી તે ખિન્ન હતા. જીવનની તમામ શક્તિ ધાર્મિક અધ્યાપન પાછળ ખર્ચનાર આ પંડિતજી અધ્યયન-અધ્યાપનને Page #80 -------------------------------------------------------------------------- ________________ ૭0 )* * * * * * * * * * આ બr - - - ૧૫ : - + . ( શાનપુણ્યા વરેલા હતા. મહેસાણા પાઠશાળાને પોતાની માતા સમાન માનનાર પંડિતજીએ પાઠશાળાની ખૂબ જ સારી સેવા પૂરી પાડી હતી. ભણાવવા બેસવા જતાં જ મૃત્યુ તે ખરેખર પંડિત મૃત્યુ છે. સમાધિમૃત્યુને વરેલા આ પંડિતજીની જૈનશાસનને મોટી ખોટ પડી છે. મને સારા આત્મીય મિત્રની, તેમજ અમારા સત્તર ગામ સમાજને સાચા એક માર્ગદર્શકની પણ મોટી ખોટ પડી છે. આવા વિદ્વાન્ નજીકના ભવિષ્યમાં થશે ખરા? वंदन होजो ते मा सरस्वतीना पनोता नंदनने ! ઈચ્છવા જોગ અભિલાષા (વૈતાતીય ઇંદ્ર) नयनं गलदश्रुधारया, वदनं गद्गद् रुद्धया गिरा । पुलकैर्निचितं कदा वपुः,तव नामग्रहणे भविष्यति ॥ ક્યારે પ્રભુ ! તુજ સ્મરણથી, આંખો થકી આંસુ ઝરે,ક્યારે પ્રભુ! તુજ નામ વદતાં, વાણી મુજ ગદ્ગદ્ બને; જ્યારે પ્રભુ! તુજ નામશ્રવણે, દેહ રોમાંચિત બને,ક્યારે પ્રભુ ! મુજ શ્વાસ–શ્વાસે, નામ તારુંસાંભરે. હે વિભુ! બસ, આ જ ઝંખના છે. તારાથી જ તે પાર પડશે. હવે તો મેં મુદ્રાલેખ હૃદયમાં કોરી રાખ્યો છે : તને કદી તણું નહીં, બીજાને કદી ભજું નહીં. તારી કૃપા મળે તો, તારી કૃપાના બળે તારી કૃપા ફળ એટલે... એટલે ગુમાવેલું બધું મારું મને પાછું મળે. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૭૧ ) ...., મન એલ + + મ પ મ મ મ મ મ » મve a v w ? A શાનપુષ્પાંજલિ વિહરત્ન શ્રી છબીલદાસભાઈ ૨ શ્રી ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા જ પંડિતજી શ્રી છબીલદાસભાઈ જૈન સમાજમાં એક અદ્વિતીય વિદ્વાન્ થયા. જેઓનો બનાસકાંઠાના ભાભર ગામમાં જન્મ થયો. નાની ઉંમરમાં વ્યવહારિક અભ્યાસ કરીને મહેસાણામાં શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામાં ધાર્મિક અભ્યાસાર્થે દાખલ થયા. પોતાની તિક્ષ્ણ બુદ્ધિથી થોડા જ વર્ષોમાં કર્મગ્રંથ, કમ્મપયડી, પંચસંગ્રહાદિ ધાર્મિકઅભ્યાસ, સિદ્ધહેમ લઘુવૃત્તિ, બૃહદ્રવૃત્તિ સંસ્કૃત વ્યાકરણનો અભ્યાસ અને તર્કસંગ્રહાદિન્યાયનો સંદર અભ્યાસ કર્યો. તે અભ્યાસકાળ જૈન સંસ્કૃતિના પ્રખર પક્ષપાતી શ્રી પ્રભુદાસભાઈ બેચરદાસભાઈ પારેખ મેનેજર તરીકે હતા. તેઓની પાસેથી ઘણો બહોળો અનુભવ પ્રાપ્ત કર્યો ત્યારબાદ અધ્યાપન કરાવવા ખંભાત બંદરમાં ૫૦વર્ષો રહ્યા. અને અપૂર્વ નામના મેળવી. ખંભાતમાં સર્વ ગચ્છોનો અહોભાવ ખંભાતમાં અધ્યાપનના કામની સાથે સાથે જૈન સમાજના ગુંચવણ ભરેલાં તમામ કામો તેઓ સંભાળતા. મુશ્કેલી ભર્યા કોઈ પણ કામમાં જૈન સંઘ તેઓને આગળ કરતો અને તેઓ પોતાની વિચક્ષણ બુદ્ધિથી તેમાં સફળતા જ મેળવતા. મૂર્તિપૂજક સંપ્રદાયના તમામ ગચ્છો, સ્થાનકવાસી, તેરાપંથી અને દિગંબર જૈન સંઘ વિશિષ્ટ એવા સર્વકામમાં તેમની સલાહ લેતો. પંડિતજી એવો સુંદર માર્ગ કાઢી આપતા આ કારણે ખંભાતના સર્વે ગચ્છો તેમના પ્રત્યે ઘણા જ અહોભાવ અને બહુમાનવાળા હતા. અત્યન્ત વાત્સલ્યભાવ અને દીર્ઘદ્રષ્ટિતા અધ્યયનનું કામ કરનાર અને કરાવનાર તમામ ઉપર હાર્દિક અત્યન્ત વાત્સલ્ય (પ્રેમ) તેઓમાં હતો. પોતપોતાની ગુપ્ત સમસ્યા પણ લોકો તેઓને કહેતા. અને હૃદય હળવું કરતા. તેઓ પોતાની દીર્ધદ્રષ્ટિનો ઉપયોગ કરીને ઘણો જ હિતકારી રસ્તો કાઢી આપતા. આવા મીઠા સ્વભાવના કારણે ઘણા આચાર્ય મહારાજ સાહેબોની સાથે ક્યારેક ક્યારેક ગુપ્તમંત્રણામાં પણ જોડાતા. તેથી લગભગ ઘણાખરા આચાર્ય મહારાજ સાહેબો તેમના પ્રત્યે પ્રેમપૂર્વકની સહાનુભૂતિ ધરાવતા હતા. નિીડર વક્તા અને સત્યના પ્રેમી. તેમના પરિચયમાં આવનારને સાચી શિખામણ આપનારા, કડવું પણ સત્ય પ્રેમપૂર્વક કહેવામાં તેઓ ઘણા નીડર હતા. તેમની શિખામણ સાચી હોવાથી દરેકના ગળામાં તુરત ઉત્તરી જતી. Page #82 -------------------------------------------------------------------------- ________________ અને શિખામણ લેનારા કાયમી તેઓના પ્રત્યે ગુણાનુરાગી બની જતા. ગમે તેવા મોટા માણસના પણ દંભના વિરોધી અને સત્યતાના જ સાચા પ્રેમી હતા. તેથી કોઈ કોઈને કડવા પણ લાગતા. આખરે સત્ય સમજાતાં તેમના વિરોધીઓ પણ તેમના પ્રેમી થતા. ' અંતે સુરતને કાર્યક્ષેત્ર બનાવ્યું તેઓના સુપુત્રો હીરાના ધંધા અર્થે સુરતમાં વસ્યા. તેઓના ધર્મપત્ની સ્વર્ગવાસી બનતાં તેઓને અનિવાર્ય સંજોગોએ સુરત આવવું પડ્યું. પણ સુરતમાં ભણાવવાનું તથા જૈનસંઘોનુ કામ એવું ઉપાડ્યું કે આજે સુરતમાં તેઓની ખોટ દરેકને સાલે છે. ન્યાય અને વ્યાકરણ આ તેઓના અત્યન્ત પ્રિય વિષયો હતા. તે તે વિષયમાં તેઓનો ઘણો બહોળો અનુભવ હતો. તેથી તે વિષયો વધારે ભણાવવાનું કાર્યક્ષેત્ર સુરતને બનાવ્યું. સુરતમાં સમાધિપૂર્વકનું અવસાન તેઓશ્રીની સદા આ ભાવના મનમાં હતી અને ઘણા પરિચિત સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબોને કહેતા કે “ભણાવતાં ભણાવતાં આ જીવન સમાપ્ત થાય તો સારું” જેથી આર્તધ્યાન-રૌદ્રધ્યાન ન થાય-ખરેખર બન્યુ પણ એવું જ. સવારે પૂજા કરીને આવ્યા બાદ કંઈક તબિયત બરાબર ન લાગી. નવકારમંત્રમાં અને સામે રાખેલા પરમાત્માના ફોટાના દર્શનમાં ચિત્ત પરોવ્યું. બીજી બાજુ પૂજ્ય સાધવજી મ. સાહેબો સવારના ભણવા આવ્યા – એવા અવસરે ભણવા - ભણાવવાના ભાવમાં જ સમાધિ પૂર્વક દેહત્યાગ કર્યો. ગુણાનુવાદની સભાઓ - તેઓશ્રીના અવસાનથી જૈન સમાજને તથા પૂજય આચાર્ય ભગવન્તોને અને પૂ. સાધુસાધ્વીજી ભગવંતોને ઘણો આઘાત થયો. તેઓના ગુણોનું વારંવાર સ્મરણ કરતાં ભૂતકાળ તાજો કરતાં-મુંબઈ-સુરત-અમદાવાદ અને ખંભાત જેવા શહેરોમાં ચતુર્વિધ સંઘ સાથે તેઓની ગુણાનુવાદની સભા ગોઠવાઈ – આ બધું તેઓના જીવનની સુવાસને આભારી છે. આપણે તેઓના ગુણોને વારંવાર યાદ કરીને વિદ્વાનોમાં રત્નભૂત એવા પંડિતવર્ય શ્રી છબીલદાસભાઈને ભાવભર્યા લાખો લાખો પ્રણામ કરીએ શ્રુતજ્ઞાન એ દિવ્યપ્રભાત છે. પ્રભાત પ્રસન્નતા આપે છે. હૃદયમાં આનંદ અને ઉર્મિ પ્રગટાવે છે. તેમ, શ્રુતજ્ઞાન આત્મામાં પ્રસન્નતા પ્રગટાવે છે અને હૈયે હર્ષ-ઉર્મિને ઉછાળે છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૩ ) sxs - * : w we ~ ~ ~*~> શાનપુષ્પાજોલ # નિઃસ્પૃહી પંડિતજી જી શ્રી ચીમનલાલ પાલીતાણાકર (મુંબઈ) 8 પંડિતશ્રી છબીલદાસ કેસરીચંદ સંઘવીનું ૮૪ વર્ષની વયે સુરત મુકામે શ્રાવણ સુદ ૧૩, તા. ૨૨-૮-૨૦૦૨, મંગળવારના રોજ નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતાં સમાધિપૂર્વક દુઃખદ અવસાન થયેલ છે. તે બદલ અમો ઊંડા શોકની અને દુઃખની લાગણી અનુભવીએ છીએ. તેમના અવસાનથી સમસ્ત જૈનસંઘને ક્યારેય પણ ન પુરાય એવી બહુ ભારે ખોટ પડી છે. પંડિતજી” ના નામે સારી રીતે જાણીતા અને સૌના અત્યંત માનીતા છબીલદાસભાઈની ધર્મનગરી ગણાતી એવી જન્મભૂમિ ભાભર હતી. બહુનાની ઉમરમાં મહેસાણા-શ્રીમદ્દ યશોવિજયજી સંસ્કૃત પાઠશાળામાં દાખલ થઈ ધાર્મિક તથા સંસ્કૃત-પ્રાકૃત, ન્યાય-વ્યાકરણ આદિનો ઉચ્ચ કોટિનો તલસ્પર્શી અભ્યાસ કર્યો અને તે પછી ખંભાતમાં શેઠશ્રી કેશવલાલ બુલાખીદાસ સંસ્થાપિત શ્રી ભઠ્ઠીબાઈ સંસ્કૃત-પ્રાકૃત ધાર્મિક પાઠશાળામાં લગભગ ૫૦ વર્ષ પંડિતજી તરીકે રહીને અનેક પૂ. સાધુ-સાધ્વીજી મહારાજાઓને અને ભાઈ | બહેનોને અધ્યયન કરાવ્યું. આજના ઘણા આચાર્ય મહારાજાઓ અને વિદ્વાન્ મુનિવરો તેમની પાસે ભણ્યા છે અને તેઓ સૌ તેમને “ઉપકારી જ્ઞાનદાતા' માને છે. તેમની પાસે ભણેલ અનેક ભાઈ બહેનોએ તથા એમની પુત્રીએ પણ ‘ભાગવતી દીક્ષા લીધેલ છે. તેઓ “પરીક્ષાના વિશેષ આગ્રહી હતા. તેઓ કહેતા કે મારી પાસે ભણવું હશે તો પરીક્ષા આપવી જ પડશે અને હું તમને એવું ભણાવીશ કે તમે સારા માર્ક - શ્રેષ્ઠ નંબરે અવશ્ય પાસ થશો. એજયુકેશન બોર્ડ દ્વારા લેવાતી ધાર્મિક પરીક્ષામાં તેમના પ્રયત્નથી ઊંચા ધોરણોમાં પૂ. સાધુસાધ્વીજીઓ તથા વિદ્યાર્થી ભાઈ / બહેનો ખૂબ જ સારી સંખ્યામાં પરીક્ષા આપતા અને એમનું પરિણામ પણ સારું આવતું અને સારા ઈનામો પણ મેળવતા. તેઓ “વિધિકારક પણ હતા. તેઓશ્રીએ અનેક જિનાલયોની અંજનશલાકા-પ્રતિષ્ઠા આદિ શુદ્ધ રીતે કરાવેલ છે. તેઓએ ખંભાતમાં ઘણાંને વિધિકારક તરીકે તાલીમ આપીને તૈયાર કરેલ છે. તેઓ પર્યુષણમાં આરાધના તથા વ્યાખ્યાન માટે દૂર દૂરના મોટા શહેરોમાં ઘણી વખત જતા અને એ રીતે ભારતભરમાં તેઓ અત્યંત લોકપ્રિય બનવા સાથે ખૂબ જ માન અને આદર પામ્યા છે. દરેક સ્થળ-પ્રસંગે એમને જેટલું માન અને પ્રથમ સ્થાન મળ્યું છે. એવું બીજા કોઈને ભાગ્યે જ મળ્યું હશે. એમના પુત્રો વ્યવસાય અર્થે... સુરત જતાં તેઓને પણ ખંભાત છોડીને તેમની સાથે સુરત આવવાનું થયું. તે વખતે ખંભાતના સર્વ સંધોએ જે “વિદાય સમારંભ' કરી ને માન આપ્યું એવું સન્માન આજ સુધીમાં કોઈને પણ થયું નથી. તેઓશ્રી અત્યંત નિસ્પૃહી અને નિઃસ્વાર્થી હતા. તેમણે કયારેય પણ સન્માનનારૂપમાં કંઈ પણ સ્વીકાર્યું નથી. હંમેશા વિનમ્ર ભાવે ઈન્કાર જ કરતા. આવા વિરલ પંડિતજીને જોઈને સૌનું મસ્તક તેમના પ્રત્યે અવશ્ય ઝૂકી જતું. Page #84 -------------------------------------------------------------------------- ________________ ૭૪ ) , +: :: . મમ: , ગ .. ક ડી :- - -જ (શાનપુષ્પાંજલિ ) ૨ શારીરિક અસ્વસ્થતાને લીધે બહાર નીકળવાની અનુકૂળતા ન રહેતાં સુરતમાં પોતાના ઘરમાં પૂ. સાધુ-સાધ્વીજીભગવંતો વગેરેને ભણાવતા શ્રી જૈનધર્મ તત્ત્વજ્ઞાન પ્રચારક પરિષદની સ્થાપના થઈ ત્યારથી પં. વસંતભાઈ દોશી તેમના વિશેષ સંપર્કમાં આવ્યા. તેમને તેઓ વડીલ માનતા અને પરિષદના દરેક કાર્યો અને પ્રસંગોમાં તેમની ઉપસ્થિતિ અવશ્ય હોય જ... આજે પરિષદનો જે વિકાસ થયો છે તેમાં તેમનો વિશેષ ફાળો છે. આ બેની આજે જોડી ખરેખર તૂટી ગઈ છે. વસંતભાઈ તેમને પૂછયા કે કહ્યા વિના ક્યારેય પણ કંઈ કરતા નહીં અને તેઓ પણ સાચી સલાહ-માર્ગદર્શન આપતા. આજે “પરિષદ'ને બહુ ભારે ખોટ પડી ગઈ છે. નાના-મોટા, નવા-જુના પંડિતો અને શિક્ષકો પ્રત્યે તેમને ખૂબ જ આદરભાવ-આદર હતો. સૌને માન આપતા, મીઠાશથી વાત કરતા અને સૌના કાર્યની દીલથી પ્રશંસા કરતા અને સારી પ્રેરણા કરતા, બળ આપતા. મહેસાણા પાઠશાળા અને પરીક્ષક વાડીભાઈ, પુખરાજજી સાહેબ વગેરે પ્રત્યે એમને ખૂબ જ આત્મીયતા હતી. સંસ્થાના શતાબ્દી મહોત્સવ આદિ પ્રસંગોએ સંસ્થાની પ્રગતિ થાય એવી શુભભાવના' દર્શાવવા સાથે તેમણે ઘણો સહયોગ આપ્યો હતો. પૂ. આ. શ્રી નંદનસૂરીશ્વરજી મ. સા. આદિ અનેક આચાર્ય ભગવંતોને તેમના પ્રત્યે અત્યંત માન હતું. અમુક બાબતોમાં એમની ખાસ સલાહ લેતા અને તેઓ જે કંઈ કહે તે વિચારણામાં લેવાતું. પંડિતજી સાથેનો મારો પણ ઘણા વર્ષોનો ગાઢ સંબંધ હતો. ઘણી વખત તેમના સત્સંગનો - સંપર્કનો મને લાભ મળ્યો છે. મેં શિક્ષણ પત્રિકામાં તેમના વિશે લેખ લખી તેમના પ્રત્યેનો અભાવ પણ વ્યક્ત કરેલ. હવે આવા પંડિજીઓ મળવા અત્યંત દુર્લભ છે. વસંતભાઈનો આધાર તૂટી ગયો છે. એમના ઉપર હવે ઘણી જવાબદારી આવી ગઈ છે. આપણે સૌ એમને સાથ-સહકાર આપવાની તત્પરતા દર્શાવીએ એ જ શુભભાવના. બ્રતિ અને બાહ્ય સામ્રાજ્ય કરતાં જ્ઞાન-સામ્રાજ્યનો મહિમા વધારે છે. કેમકે રાજા તો સ્વદેશમાં જ પૂજાય છે, જ્યારે જ્ઞાનીતો સર્વત્ર પૂજાપાત્ર બને છે. Page #85 -------------------------------------------------------------------------- ________________ ૭૫ પંડિત મૂર્ધન્ય શ્રી છબીલદાસભાઈ આ શ્રી રસિકલાલ શાંતિલાલ મહેતા, સુરત જ જૈનદર્શન વ્યાકરણ અને ન્યાયના પ્રખર વિદ્વાન્ પંડિતવર્યશ્રી છબીલદાસભાઈના દુઃખક અવસાનથી અમારા અધ્યાપકગણમાં શિરછત્ર ગુમાવવા સમાન બન્યું છે. જ્ઞાન પુષ્પાંજલિ - અમો અધ્યાપકોને ભણાવવાના કાર્યમાં કંઈ પણ ન સમજાય, ન ઉકેલી શકાય તેવા વિષયોના પ્રશ્નોને તેઓશ્રી સરળતાથી સમજાવતા હતા. તેઓશ્રીની ભાવના પણ ઘણી ઊંચી હતી. તેઓ હંમેશાં કહેતા કે હું સ્વાધ્યાયમાં હોઉં અને મારું મરણ થાય. ખરેખર તેમજ બન્યું. સવારે વહેલાં પૂજા-સેવા કરી ભણાવવા બેસવાની તૈયારી કરતા હતા અને અચાનક છાતીમાં દુ:ખાવો થવાથી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતાં દેહત્યાગ કર્યો. પંડિતજીએ ક્યારેય એલોપેથીક દવા લીધી નથી. જે એલોપેથિક દવાઓ પ્રાણિજન્ય અને અનેક આરંભ-સમારંભથી થતી હોય છે. તેઓશ્રી શરીરની સ્વસ્થતા ન હોય તો ક્યારેક ઉપવાસ ક્યારેક છઠ્ઠ-ક્યારેક અમ કરતા. જેથી દવા લેવી પડતી નહીં. તેમના જીવનમાં કર્મના પરવશપણાથી આવેલ વિટંબણાઓને પણ સમભાવે સ્વીકારી લીધી છે, જેથી તેઓનું મન વિષમ સંજોગોમાં પણ આર્તધ્યાન અને રૌદ્રધ્યાનને પરવશ બન્યું નથી. તેઓશ્રી જૈફ વયે પણ અધ્યાપન કરાવવામાં ભણાવવામાં મશગુલ રહેતા. તેમના ઘેર આવનાર પૂ. મુનિભગવંતો, પૂજ્ય સાધ્વીજી ભગવંતો અને શિક્ષકોને કલાકો સુધી અપ્રમત્તપણે ભણાવતા હતા. કેટલો સમય થયો તે વાત પણ ભૂલી જતા. પૂ. લબ્ધિસૂરીશ્વરજી મ. સાહેબના ઉપદેશથી સ્થપાયેલ જૈનધર્મ તત્ત્વજ્ઞાન પ્રચારક પરિષદના માધ્યમે શિક્ષકોના વિકટ પ્રશ્નોને પણ તેઓ ઉકેલવામાં સલાહ અને માર્ગદર્શન આપતા. જૈન ધાર્મિક-શિક્ષક-શિક્ષિકાના કોઈ તકલીફના અથવા વ્યવહારિક વિટંબણાના સમાચાર સાંભળે તો તેઓનું હૃદય દ્રવી ઉઠતું. શિક્ષક-શિક્ષિકાને સહાયક થવામાં વારંવાર પ્રેરણા કરતાં. Page #86 -------------------------------------------------------------------------- ________________ ૭૬ ) , " ,.ror: ૧ , -- . . ex :* * * * * * * * વાનપુષ્પાંજલિ તેમને ત્યાં પ્રશ્ન પૂછવા માટે, ભણવા માટે કે મળવા માટે આવેલ શિક્ષક-શિક્ષિકાની સાધર્મિક ભક્તિની ઉત્તમ તમન્નાપૂર્વક કુટુંબીજનોને તુરંત સૂચના કરતા અને તેમના સુપુત્રો કે પુત્રવધૂઓ સૂચનાનો ઉત્સાહપૂર્વક અમલ કરતા. તેઓશ્રી દ્રવ્યસ્વરૂપ બાહ્યસન્માનથી સદા દૂર રહેતા, આવા નિઃસ્પૃહી હતા. જૈનશાસનના વિકટ પ્રશ્નોમાં પણ તેઓનું સુંદર માર્ગદર્શન મળતું. તેઓશ્રીને માતાતુલ્ય શ્રીમદ્દ યશોવિજયજી જૈન પાઠશાળા પ્રત્યે અનન્ય માન હતું, જેથી પ્રસંગે પ્રસંગે તે સંસ્થા માટે ઉદાર દાનવીરોને પ્રેરણા કરતા. અધ્યાપન કાર્ય દરમ્યાન તેઓશ્રી અનુભવજ્ઞાન અને અધ્યયનમાં ઉઘત થવા પ્રેરણા આપતા. જૈન સમાજને તેઓશ્રીના અવસાનથી ન પૂરાય તેવી ખોટ પડી છે. પંડિતજી જ્યાં હોય ત્યાં પરમશાંતિ પામે, તુરંત મોક્ષ પામે, અમને મોક્ષ માર્ગમાં પ્રેરણા કરે તેવી શાસનદેવ પ્રત્યે પ્રાર્થના. A A A અહો ! અમ ધર્મ...!” > ત્યાં સુધી જ દુઃખોની હારમાળા છે... > ત્યાં સુધી જ રાગાદિની કારમી પીડા છે.. > ત્યાં સુધી જ ગર્ભ કે જન્મની પરંપરા છે. > ત્યાં સુધી જ અનેક વિટંબણાઓ છે. > ત્યાં સુધી જ દુર્ગતિમાં ગમન ચાલુ છે.. > ત્યાં સુધીજ રોગોનો ઉપદ્રવ છે. > ત્યાં સુધી જ કલેશથી ભરેલો ભયંકર સંસારસાગર ઘુઘવાટા કરી રહ્યો છે કે જ્યાં સુધી આત્માએ સિંહ બનીને સર્વ પાપોના ત્યાગ સ્વરૂપ સંયમ ધર્મ અંગીકાર કર્યો નથી. A A A Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૭ ‘સરસ્વતીનંદન શ્રીયુત્ છબીલદાસભાઈ’ æ દલપતભાઈ સી. શાહ, નવસારી જ સારસ્વતોના જન્મ, જીવન અને શ્રુતસાધનાના અમર ઇતિહાસ આ ભારતવર્ષની ભૂમિ ઉપર આજે પણ શ્રુતની સૌરભ પ્રસરાવી રહ્યા છે. જ્ઞાનપુષ્પાંજલિ કઈ કઈ અણગારો, યોગીઓએ પણ સરસ્વતીની ઉપાસના દ્વારા શ્રુતસાગરના પારને પામવાના પ્રયાસોમાં સફળતા અને સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે; તો કઈ કઈ સગૃહસ્થોએ પણ પોતાનું જીવન મા સરસ્વતીના ખોળામાં સમર્પિત કરવામાં ધન્યતા અનુભવી છે... એ બધાનાં નામો તો જાણીતાં જ છે કારણ તે સહુ સ્વનામ ધન્ય બની ગયા છે. આ શતાબ્દિમાં શ્રીમદ્ યશોવિજયજી જૈન સં. પાઠશાળા, મહેસાણા સંસ્થાએ પણ આવા જ શ્રુતદેવીને સમર્પિત અને શ્રુતોપાસનાને જ પોતાનું જીવન અને શ્રુતસ્વાધ્યાયને જ પોતાનો શ્વાસ સમજનારા સારસ્વતોની ભેટ શ્રી જિનશાસનને-સંઘને સમર્પણ કરી છે. એ અમરયાદીમાં જ એક તેજસ્વીરત્નસમા શ્રુતજ્ઞાનનો પ્રકાશ વેરી જનારા વિદ્વમૂર્તિ હતા પંડિતજી શ્રી છબીલદાસભાઈ કેશરીચંદ સંઘવી. ભાભર જેવા બનાસકાંઠાના ગામના એ વતની. બચપનથી જ મળી ગઈ શ્રુતદેવીની મીઠી ગોદ... અને એ માતાના આશીર્વાદથી જૈનશાસનના ગ્રન્થો અને સંસ્કૃત-પ્રાકૃત ભાષાઓ, ન્યાય, કાવ્યો આદિ અનેક જટિલ વિષયો કે જેમાં ભલભલાની ચાંચ પણ ના ડૂબે...એમાં એ તો ઊંડે સુધી ડુબકી લગાવી શકતા હતા ! અનેક આચાર્ય ભગવંતો, પૂ.સાધુ-સાધ્વીજી ભગવંતો, અનેક મુમુક્ષુ શ્રાવક-શ્રાવિકાઓએ એમના શ્રુતઅધ્યાપનનો રસાસ્વાદ માણ્યો છે અને જેણે માણ્યો હોય એ જ એમને જાણી શકે. ખંભાત જેવી તીર્થભૂમિને એમણે શ્રુતજ્ઞાનની સ્વાધ્યાય ભૂમિ બનાવી દીધી ! એમની સુવાસથી આકર્ષાઈને જ તો અનેક પૂ. સાધુ-સાધ્વીજી ગણ ખંભાતમાં સ્થિરતા કરતા અને શ્રુતજ્ઞાનનું અધ્યયન કરી સંતોષ-તૃપ્તિ અને ધન્યતા અનુભવતા. અને....માત્ર શ્રુતજ્ઞાનના જ ક્ષેત્રે નહીં, સમ્યગ્ દર્શનની ભૂમિકા પણ એમની એટલી જ મજબૂત. જિનેશ્વર પરમાત્મા અને ત્યાગી ગુરુભગવંતોની ભક્તિ-પ્રેમ અને જિનકથિત સિદ્ધાંતો ઉપર અટલ અને અફર વિશ્વાસ. કોઈ બાંધછોડ નહિ ! Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭૮ ) we » : « rrr w» Socી » « માં ....... ...... રાનપુષ્પાજલિ અરે ! બાંધછોડ કરનારાના અને એની મિથ્યા દલીલો કરનારના તો પાણી ઉતારી નાખતા...? નીડરતાપૂર્વક જિનસિદ્ધાંતોનો પક્ષ મજબૂત કરતા. એવા હતા એ ન્યાય શિરોમણિ જિનભક્ત ! સમ્મચારિત્રના ક્ષેત્રે પણ સર્વવિરતિના મુખ્ય પક્ષકાર... ! અનેક મુમુક્ષુઓ અને નવદીક્ષિતોના સંયમના પરિણામો મજબૂત કરી આપતા. સાથે દેશવિરતિ ધર્મના પાલનમાં સામાયિક, પ્રતિક્રમણ પોષવ્રત જેવી ધર્મક્રિયાઓને પ્રાણસ્વરૂપ માનતા અને યથાશક્ય જીવનમાં આચરતા. રોજ સંયમની ભાવના ભાવતા. એક વખત એમને કૉલેજમાં સંસ્કૃતના વિષય ઉપર લેક્ટર આપવા જવાનું થયું. પોતે એ વખતે ઉપધાનમાં કે પૌષધમાં હતા. તો પૌષધના જ વેષમાં માથે કામળી ઓઢીને કૉલેજિયનો સામે ઉપસ્થિત થયા ! ભલે બધા ગમે તે કહે.. કે મશ્કરી ઉડાવે ! એની કોઈ પરવા નહીં ! આ હતો એમનો ચારિત્ર પ્રેમ. તપ ધર્મનો પણ એટલો જ રાગ. નરમ-ગરમ તબિયતમાં એ ઉપવાસનું પચ્ચખ્ખાણ જ લઈ લેતા... ! આટલા બધા ગુણવાન વિદ્વાન્ હોવા છતાં નિરભિમાન વ્યક્તિત્વના એ સ્વામી હતા એક વખત મારે વર્ષો પહેલાં મહેસાણા પાઠશાળા તરફથી પરીક્ષક તરીકે ખંભાત જવાનું થયું પંડિતજીના નિવાસસ્થાને જ મુકામ કરેલ. લગભગ એક સપ્તાહ જેટલું રોકાણ ખંભાતની પાઠશાળાઓની પરીક્ષાઓ માટે થયું. એ વખતે બહુ જ નજીકથી એમના વ્યક્તિત્વ અને વિદ્વત્તાનો પરિચય થયેલ. પછી તો પરિષદૂના સંબંધોમાં ઘણી વાર સંપર્ક થયો. વિ. સં. ૨૦૫૬ના પાલિતાણા ચાતુર્માસમાં પણ તેઓશ્રીની સાથે ચાર માસ રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું. એ વખતે એમના સંદ્રગુણોની સુવાસ માણવા મળેલ, જે આજે પણ સ્મરણીય બની રહી છે. જયારે જ્યારે મળતા ત્યારે તેઓશ્રી ખૂબ જ બહુમાનથી બોલાવતા. “પધારો સાહેબ: કેમ સાહેબ ! સુખશાતામાં છો ! છે કાંઈ કામકાજ?' એમના આ શબ્દોથી આપણને શરમ આવે. મેં કહ્યું : “પંડિતજી ! અમે તમારા સાહેબ નથી તમે બધાના સાહેબ છો. મહેરબાની કરી અમને સાહેબ કહી ના બોલાવો, અમને દોષ લાગે.” ત્યારે તેઓશ્રી ઉમળકાભેર બોલતા - “અરે ! તમારા આચાર, વિચાર અને અનુષ્ઠાનો કેટલા સુંદર છે, કે તમે તો સાચા અર્થમાં અધ્યાપક અને વધુમાં એક આરાધક શ્રાવક છો. એટલે સાહેબ' કહેવાને યોગ્ય છો.' Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૯ ) Aજwe a sr જ કે ગc w w જન્મ, et » P ( રાનપુષ્પાંજલિ એમના શબ્દોથી ખરેખર તો એક વાર આપણું મસ્તક શરમથી ઝુકી જાય અને એમના ચરણોમાં નમવાનું મન થાય ! બીજાના અલ્પ ગુણની પણ ઉપબૃહણા કરવાનો એમનો આ સમકિતગુણ ખરેખર અનુમોદનીય હતો. ધાર્મિક શિક્ષક-શિક્ષિકાઓને “જીવતાં-જાગતાં ઊજમણાં' કહેતા અને પૂજય ગુરુદેવોને આવાં ઉજમણાંને વધુ દૃઢરીતે ઊજવવાનું કહેતા. પોતે ક્યાંય બહુમાન, સન્માન સ્વીકારતા નહીં, છતાં બીજાનું બહુમાન-સન્માન કરાવવાનું ઔદાર્ય, સૌજન્ય કદી ચૂકતા નહીં. સહનશીલતા અને સત્ત્વ તો એમણે આત્મસાત્ કરી દીધેલ. ગમે તેવા શારીરિક કષ્ટમાં પણ સમતા અને હસતા મુખે સહેવાની સાહજીકતા જોવા જેવી હતી. “સ્થિતપ્રજ્ઞતાનો ગુણ એમની યોગકક્ષાનાં દર્શન કરાવતો. ગૃહસ્થના વેશમાં એક “અનાસક્ત યોગી'નાં પણ દર્શન એમના જીવનમાં થતાં હતાં. સંસારના સંબંધો અને પદાર્થો પ્રત્યે કોઈ આસક્તિ નહીં, આસક્તિ માત્ર હતી તેમને સ્વાધ્યાયની અને એમની અંતિમ ઈચ્છા પણ એ જ હતી : “સ્વાધ્યાય કરાવતાં સમાધિ મરણ મળે અને એ ભાવના એમની પૂર્ણ થઈ ગઈ. એ ઉચ્ચ આદર્શ સહુને આપી ગયા. ધન્ય હો... વંદન હો.. આવા વિદ્વર્તિને... પ્રાર્થવા તારા ચરણે આવી પ્રભુજી! એક પ્રાર્થના નિત્ય કરું, સરસ્વતીની પ્રસન્નતા હો.. શ્રુતજ્ઞાને મુજ જીવન ભરૂ. રત્નત્રયીના રમ્ય પ્રકાશે, મુજ અંતરના તિમિર હj... “ભક્ત' બનીને જિન શાસનનો તુજ ચરણે મુજ જીવન ધરું. Page #90 -------------------------------------------------------------------------- ________________ ૮૦ ) MA or on જે કે મr એ કાઇ કે. જેમ કે * સ ર સ તે જ્ઞાનપુષ્પાંજલિ શ્રી પંડિતજી આ નવીનચંદ્ર કેશવલાલ કાપડીયા – મુંબઈ જ પ.પૂ. શ્રી પંડિત છબીલદાસ કેશરીચંદ સંઘવી જેઓ મારા પ.પૂ.ગુરુજી હતા. જેઓએ મને બચપણથી ધર્મનું જ્ઞાન તેમજ ધર્મની ક્રિયાઓ સમજાવેલ અને તેનું આચરણ પણ કરતા શીખવાડેલ. હું બચપણથી આજ સુધી તેમના જ માર્ગદર્શન મુજબ ધર્મ આરાધના કરતો આવેલ છું, તેમજ કરતો રહીશ. તેમનું જ્ઞાન, તેમની સમજાવવાની શક્તિ અજબની અને અનોખી હતી. જે તમારા મનમાં તરત જ ઊતરી જાય. મારા બચપણમાં એક પ્રસંગ બનેલ તેનો ઉલ્લેખ કરું છું. મારી ઉંમર દસ વર્ષની હતી, હું તેમના માર્ગદર્શન નીચે ભણતો હતો, તેઓએ અમારી પાસે તેમના વિદ્યાર્થીઓ પાસે) સંસ્કૃતમાં એક નાટિકા એક કાર્યક્રમમાં પ. પૂ. આચાર્ય મહારાજના વ્યાખ્યાનમાં મોટા માનવ સમુદાય સામે પ્રસ્તુત કરાવી અને ઘણી જ સારી રીતે નાટિકા રજૂ થઈ, તેમના માર્ગદર્શન થકી અમારામાં હિંમત આવી અને કાર્યક્રમ સફળ થયો. તે પ્રસંગ આજ દિન સુધી ભૂલી શક્યો નથી. પૌષધ કરાવવામાં તેમજ તપશ્ચર્યા કરાવવામાં અમારા મનને મક્કમ કરવામાં તેમનો ઘણો જ મોટો ફાળો છે. બચપણમાં જે ધર્મ સંસ્કારના બી તેઓએ રોપેલા તેના ફળરૂપે આજે પણ ધર્મક્રિયાઓ કરતા રહ્યા છીએ અને આજે પણ તેવો ઉત્સાહ જાળવી શક્યા છીએ. શ્રી ભટ્ટીબાઈ સ્યાદ્વાદ સંસ્કૃત પાઠશાળા જેની ઉન્નતિ માટે તેઓએ તેમની સારી જિંદગી સેવા આપી છે. તેઓ મારા પિતાશ્રી શ્રી કેશવલાલ બુલાખીદાસને વડીલ જ માનતા. મારા પિતાશ્રી તેમને મહેસાણાની પાઠશાળામાંથી અમારી પાઠશાળા માટે ખંભાત ખાતે લઈ આવ્યા હતા. ત્યારપછી તો તેમનો પાઠશાળા પ્રત્યે તેમજ મારા પ.પૂ.પિતાશ્રી પ્રત્યે અનોખો લાગણી સંબંધવિકસ્યો. તે જીવનના અંત સુધી ગાઢ રહૃાો. પાઠશાળાના વિકાસ સાથે પ.પૂ.સાધુ મહારાજ સાહેબો તથા . ૫. પૂ. સાધ્વીજી મહારાજ માટેનો જ્ઞાનનો પ્રવાહ તેઓ જીવંત રહ્યા ત્યાં સુધી વહેતો જ રાખ્યો. જ્ઞાનની ઉપાસના તથા તેનો પ્રવાહ જો જીવંત રાખ્યો હોય તો તેનો યશ શ્રી પંડિત છબીલદાસને ફાળે જાય છે. આજે પણ તેમની જ્ઞાન ભરી વાણી યાદ આવતાં તેઓની સ્મૃતિ તાજી થાય છે. તેઓ ક્યારેય ભૂલાશે નહીં. મારા જીવનના અંત સુધી તેઓ મારા આત્મામાં કાયમ જીવંત રહેશે. છેલ્લા દશ વર્ષથી હું તેમની વધારે નિકટ આવેલ, વધારે સંપર્કમાં રહેતાં અવારનવાર પત્ર વ્યવહાર થતો, મળતા રહેતા જેથી તેમના જ્ઞાનનો લાભ મળતો રહેતો. તે માટે હું તેમનો ખૂબ જ આભારી છું. છેલ્લા ઘણા વખતથી મેં લખાણની પ્રવૃત્તિ ચાલુ કરેલ તે પણ તેમના આશીર્વાદથી જ. આવા જ્ઞાની પુરુષ પૂ.પં.શ્રી છબીલદાસ કેશરીચંદ સંઘવી યુગ યુગમાં જન્મતા રહે તો જ્ઞાનનો પ્રવાહ વહેતો રહે કારણ કે જ્ઞાન વગર મોક્ષનો માર્ગ પામી શકાતો નથી. જ્ઞાનીપુરુષ પંડિતશ્રી છબીલદાસ કેશરીચંદ સંઘવીને મારી હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. Page #91 -------------------------------------------------------------------------- ________________ ૮૧ ) . એક ૩w શ્રુતજ્ઞાન પ્રતિભાસંપન્ન પં. પ્ર. શ્રી છબીલદાસભાઈ કે. સંઘવી ૪ વસંતલાલ મફતલાલ દોશી (અમદાવાદ) 3 શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા, મહેસાણાના તેજસ્વી વિદ્યાર્થી શ્રી છબીલદાસભાઈને જૈન તત્ત્વજ્ઞાનના ગ્રંથોના ચિંતન-અનુપ્રેક્ષાની દિશા પંડિત પ્રવર સુશ્રાવક શ્રી પ્રભુદાસભાઈ બેચરદાસભાઈ પાસેથી મળી. સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણ આદિનું વિશેષ જ્ઞાન પૂ. પાદ આ. ભ. શ્રીમદ્ વિજયલાવણ્યસૂરીશ્વરજી મ.સા. તથા પૂ. પાદ આ. ભ. શ્રીમદ્ વિજયધર્મધુરન્ધરસૂરીશ્વરજી મ.સા. પાસે રહીને મેળવ્યું. ન્યાયના વિષયમાં નિપુણતા પૂ. મુનિરાજ શ્રી મનકવિજયજી મ. સાહેબ પાસે રહી મેળવી. અભ્યાસકાળ પછી અધ્યાપનના ક્ષેત્રમાં પંડિતજીનું વિશેષ યોગદાન જ્ઞાનનગરી ખંભાતમાં રહ્યું. ખંભાતમાં પણ શેઠશ્રી કેશવલાલ બુલાખીદાસ સંચાલિત શ્રી ભઠ્ઠીબાઈ-સ્યાદ્વાદ સંસ્કૃત પાઠશાળામાં ‘૪૮' વર્ષ પ્રાધ્યાપક રહ્યા. આ સમય દરમ્યાન તપાગચ્છ તેમજ અન્યગચ્છના સેંકડોની સંખ્યામાં સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબો અને જૈન-જૈનેતર વિદ્વાનોએ પંડિતજીના જ્ઞાનનો લાભ લીધો, તદુપરાંત રાત્રિના સમયે પ્રૌઢવર્ગને સૂત્રોના રહસ્યો સરળ ભાષામાં સમજાવતા જેથી ક્રિયા કરવામાં આ વર્ગને રસ પડતો આજે પણ ખંભાતના યુવાનો અને પ્રૌઢવર્ગના હૈયામાં પંડિતજી માટે બહુમાન-આદર જણાય છે તે તેઓની વાત્સલ્યસભર વાણીનું સૂચક છે. સુરત આગમન મન જરા પણ માનતું ન હતું, પરંતુ ધર્મપત્નીના સ્વર્ગવાસ પછી ધંધામાટે સુરત સ્થાયી થયેલા પુત્રોના આગ્રહવશ ખંભાત છોડી સુરત જવાનો નિર્ણય થયો. સુરત જવાના સમાચારે ખંભાતના ભાઈ-બહેનોના ખાસ કરીને વિદ્વાનોના હૈયાને આંચકો આપ્યો, પરંતુ પંડિતજી માટે અન્ય કોઈ વિકલ્પ હતો નહીં. ખંભાતના શ્રી સંઘોએ શેઠ શ્રી રમણલાલ દલસુખભાઈ શ્રોફના પ્રમુખ સ્થાને વિદાય સમારંભનું આયોજન કર્યું. આ પ્રસંગે હૈયાના ઉગારો જેઓએ સાંભળ્યા તેઓએ અનુભવ્યું કે પંડિતજીનો વ્યક્તિગત પ્રભાવ ખંભાતના શ્રી સંઘો ઉપર કેવો હતો. શ્રીસંઘોને પંડિતજીના વિશિષ્ટ બહુમાન માટે આટલા વરસોમાં પહેલો અવસર મળ્યો જેથી સમજાવવાના અનેકવિધ પ્રયત્નો થયા, પરંતુ પંડિતજી વિનમ્ર ભાવે આ સન્માનથી દૂર રહ્યા. શ્રી સંઘના આશીર્વાદ સ્વરૂપ મંગલતિલક કરાવી શ્રીફળ સ્વીકાર્યું. Page #92 -------------------------------------------------------------------------- ________________ ૮૨ ) . . . . . . . . - - - - —- શનિવૃધ્ધાજલ પૂજ્યોના હૃદયમાં પણ સ્થાન : અભ્યાસીઓના હૃદયમાં જેમ પંડિતજી પ્રતિ આદર હતો તે જ રીતે તપાગચ્છ તથા અન્ય ગચ્છના પૂ. આચાર્ય ભગવંતો, પૂ. વિદ્વાન્ મુનિ ભગવંતો, પૂ. સાધ્વીજી મ. સાહેબોના હૃદયમાં પંડિતજીનું માનભર્યું સ્થાન હતું. તપાગચ્છ જૈન સંઘમાં ક્યારેક વિચારણીય મુદ્દા ઉપસ્થિત થતા ત્યારે પૂ. આચાર્ય ભગવંતો પંડિતજીને બોલાવી વિચાર-વિમર્શ કરતા અને તેઓશ્રીના સૂચનો ધ્યાનમાં લેવાતાં હતાં. પંડિતજીની એક આગવી વિશેષતા એ હતી કે જ્ઞાની અને સંયમી નાનામાં નાની વ્યક્તિ હોય તો પણ આદરથી નિહાળતા અને વાત્સલ્યભરી વાણીથી બોલાવતા. ભણાવવાની અભુત કળા, હૈયામાં આદર અને વાત્સલ્યભરી વાણી જ્યાં હોય એવા પુણ્યવાનપુરુષને સહુ ચાહે તેમાં આશ્ચર્ય પણ શું? જ્ઞાન-ક્રિયારુચિ : પંડિતજીના છેલ્લા કેટલાક વર્ષોના સતત સંપર્ક પછી એમ લાગ્યું કે જ્ઞાન સાથે ક્રિયારુચિ પણ એવી જ હતી. શારીરિક પ્રતિકૂળ સંયોગમાં ક્રિયા નિયમિત ન થઈ શકતી, પરંતુ જયારે જ્ઞાનક્રિયા સંબંધમાં વાતો થાય ત્યારે લાગતું કે જ્ઞાન સાથે ક્રિયા તરફનો એવો જ સદૂભાવ હતો. એક વાત ચોક્કસ કે ક્રિયા સાથે તે તે ક્રિયામાં ઉપયોગી સૂત્રોનાં રહસ્યો સમજવાં જરૂરી છે એમ ભારપૂર્વક કહેતા જેથી ક્રિયાનો રસાસ્વાદ અનુભવી શકાય. વિ. સં. ૨૦૧૬ની સાલમાં શ્રી શત્રુંજય મહાતીર્થમાં શ્રી આદીશ્વર દાદાની પરમ શીતલ છાયામાં ધર્માનુરાગી શેઠશ્રી પ્રવિણચંદ રતનચંદ (રાજા) પરિવારે ચાતુર્માસ કરાવવાનો લાભ લીધો. રાજા પરિવારની એક ભાવના હતી કે ચાતુર્માસમાં ચતુર્વિધ શ્રી સંઘને જ્ઞાનયોગની સાધના પણ થાય. આ માટે વિવિધ વિષયના વિદ્વાન અધ્યાપકોને આમંત્રિત કરવાની વિચારણા થઈ. જેમાં પંડિતજીનું નામ મોખરે હતું. શારીરિક પ્રતિકૂળતાઓ ઘણી હોવા છતાં રાજા પરિવારનો ભાવ જોઈ આવવા સંમત થયા. રાજા પરિવારની ભાવનાથી મને અને પં. રતિભાઈને પણ દાદાની શીતલ છાયામાં પંડિતજીની સાથે રહેવાનો લાભ મળ્યો. ૮૨ વર્ષની ઉંમર, નાદુરસ્ત તબિયત, નેત્રનું અતિ અલ્પ તેજ આવા સંજોગોમાં અપ્રમત્તપણે અભ્યાસ કરાવતા, આરાધકોની આરાધનાની અનુમોદના કરતા અને રાજા પરિવારની ભાવનાની પ્રશંસા કરતા હતા. શારીરિક પ્રતિકૂળતા વધે ત્યારે ઉપવાસનું પચ્ચખાણ કરતા. ચાતુર્માસમાં સાથે રહેવાથી પંડિતજીની આંતરિક નિર્મળ પરિણતિની કાંઈક ઝંખી થઈ. સાધર્મિક ભક્તિઃ ભક્તિનો એક વિશેષ ગુણ હતો. મળવા આવનાર કોઈ પણ હોય સમયાનુસાર યથોચિત આહાર-પાણીથી ભક્તિ થાય. સુપાત્ર દાન અને સાધર્મિક ભક્તિના સુદઢ સુંદર સંસ્કારોનું સિંચન પુત્રો અને પુત્રવધુઓને વારંવાર કરતા જેના પરિણામે પરિવારના સભ્યો પંડિતજીના આત્માને આનંદ થાય તે રીતે ભાવથી ભક્તિ કરતા. સમ્યજ્ઞાન આપનાર અધ્યાપકો, શિક્ષિકાબહેનોને તો વાત્સલ્યથી બોલાવી, ઉચિત આસને બેસાડી પ્રેમથી વાતો કરતા અને ભોજન કરાવી વાત્સલ્યથી વિદાય આપતા. Page #93 -------------------------------------------------------------------------- ________________ ( ૮૩ ) s u r - ર - - - - - - - - - - - - - - શાને પુષ્પાજોલ નિઃસ્પૃહતા : અધ્યાપનની સાથે વિધિ-વિધાનમાં નિપુણતા, વસ્તૃત્વમાં પટુતા, પ્રશ્નોનું સમાધાન આપવામાં વિદ્વત્તા આવા વિશેષ ગુણોથી પૂ. આચાર્ય ભગવંતાદિ અને શ્રીસંઘના અગ્રણીઓના આદરણીય હતા. આમ છતાં કોઈ પણ પ્રસંગે આર્થિક સ્પૃહા તો નહિ જ, સ્પર્શથી પણ દૂર રહેતા. કેનીંગ સ્ટ્રીટ-કલકત્તા શ્રી સંઘના તત્કાલીન પ્રમુખ શ્રી સવાઈલાલભાઈનું બંગાલસ્ટેટમાં વર્ચસ્વ હતું. પર્વાધિરાજની આરાધના નિમિત્તે પંડિતજી કલકત્તા આવતાં પરિચય થયો. વાણીથી પ્રભાવિત થયા. પર્વાધિરાજ પ્રસંગે વારંવાર સંપર્કમાં આવવાનું થયું. પંડિતજી સન્માનથી દૂર રહે છે. આ જાણવા મળ્યું છતાં તેના ઉપર પડેલા પ્રભાવથી વિશિષ્ટ સન્માનની ભાવના જાગી આ માટેનો યોગ્ય પ્રયત્ન કરી કોરો ચેક આપવાની ઈચ્છા પ્રગટ કરી, પરંતુ પંડિતજી પાસે આ વાત આવતાં વિનમ્ર ભાવે અસ્વીકાર કર્યો. સન્માન માટે આવા એક નહીં અનેક પ્રયાસો થયા, પરંતુ પંડિતજીએ પૂ. પાદ શ્રીમાન્ ઉપાધ્યાયજી મહારાજની પંક્તિ આત્મસાત કરી હતી : “પરસ્થ મહાવ્ર, નિ:સ્પૃહત્વે મહાયુદ્ધમ્ !' સંવેદના: પંડિતજીની છેલ્લા કેટલાક વરસથી મનોવેદના હતી - વિદ્વાન અધ્યાપકોની સંખ્યા ઘટતી જાય છે. નવા તૈયાર થતા નથી. પં. શ્રી ધીરુભાઈ આદિને કહેતા કે આ બાબત વિચારો, હું પણ સાથે છું. મારાથી બનશે તે રીતે સમય આપીશ. પંડિતજીની વેદના વાસ્તવિક હતી. તેઓ કહેતા કે વિદ્વાન્ અધ્યાપકો વિધિ-વિધાન તરફ વળતા જાય છે. પૂજનો જે રીતે વધ્યાં છે તે બાબત વર્તમાન શ્રમણ સંઘનાવડીલો વિચારતા નથી. અધ્યાપકોનો યોગ્ય પગાર આપવામાં ઉપેક્ષા સેવાઈ રહી છે. વિધિ-વિધાનમાં ઓછી મહેનતે વધુ મળે છે. - પંડિતજીની હાજરીમાં પૂજ્યો, વિદ્વાનો અને મૃતધર્માનુરાગી શ્રાવકો સાથે વિચારણા કરી આ દિશામાં પ્રયત્ન શરૂ થયો. ત્રણેક માસમાં પંડિતજીનો સ્વર્ગવાસ થયો. પંડિતજીની ભાવના સાકાર થાય તે જરૂરી છે અન્યથા ક્રિયાત્મક ધર્મ રહેશે અને જ્ઞાનાત્મક ધર્મને હાનિ પહોંચશે જે પરિણામે જિનશાસનની શુદ્ધ પરંપરાને હાનિ પહોંચાડશે. સમતાભાવ : સમતા તૂટી જાય, મન ભાંગી જાય, કાયા શિથિલ થઈ જાય - આવા અનેક દુઃખદ પ્રસંગો પંડિતજીને વયોવૃદ્ધ અવસ્થામાં આવ્યા. જયેષ્ઠપુત્ર યશવંતભાઈ વ્યવહારિક અને ધાર્મિકજ્ઞાનમાં તેજસ્વી હતા. અસાધ્ય બિમારીમાં યુવાન વયે મૃત્યુ થયું. મોટી દીકરી અને જમાઈ અકસ્માતમાં મૃત્યુ પામ્યા, પોતાનાં પત્ની પણ સ્વર્ગવાસી બન્યાં તથા બીજા જમાઈ પણ આકસ્મિક અવસાન પામ્યા. એક પછી એક આવેલા દુઃખદ પ્રસંગોમાં પંડિતજીની સમતા ગજબની હતી કારણ કે પંડિતજી જ્ઞાનપરિણત હતા. આશ્વાસન આપવા આવનારને પંડિતજી કહેતા કે જીવન કર્માધીન છે, તીવ્ર ભાવે કરેલું કર્મ સમતાભાવ રાખી ભોગવવું તે જ સાચી સમજ છે. Page #94 -------------------------------------------------------------------------- ________________ ૮૪ )મા » જar w w w . જો એક જ સમય મv sw new જ્ઞાનપુષ્પાંજલિ સુર-નર જસ સેવા કરે રે, ત્રિભુવનપતિ વિખ્યાત તે પણ કમેં વિલંબીયા રે, તો માણસ કંઈ માત્ર રે પ્રાણી મન નાણો વિખવાદ પંડિતજી કહેતા કે શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા-મહેસાણાનો આ પરમ ઉપકાર છે. ત્યાંથી જે જ્ઞાન મળ્યું છે. તેનો જ આ પ્રભાવ છે. જગદ્ગુરુ શ્રીમદ્ હીરસૂરીશ્વરજી મું.પ્રા.ધાર્મિકગોડીજીજૈન પાઠશાળા, પાયધુની, મુંબઈમાં અધ્યાપક તરીકે ઈ.સ. ૧૯૬૩માં મારી નિમણુંક થવામાં સ્વ. યુગદિવાકર પૂ.પાદુ આ.ભ.શ્રીમદ્ ધર્મસૂરીશ્વરજી મ.સા.નો મુખ્ય ઉપકાર છે અને તે પ્રસંગે કોઈ પણ પરિચય વિના મહેસાણાપાઠશાળાના વિદ્યાર્થીતરીકે લાગણી સાથે ગોડીજીના ટ્રસ્ટીઓને ભલામણ કરનાર પંડિતજી હતા આ સ્મૃતિ આજે પણ એવી જ છે. ત્યારબાદ કલકત્તા, બેંગલોર પર્વાધિરાજ પર્યુષણાની આરાધના પ્રસંગે વારંવાર પંડિતજીની સાથે જવાનું, રહેવાનું થતાં (આરાધનાનું સ્થળ ભિન્ન હોય) વધુ નજીક આવવાનું થયું, માર્ગદર્શન વારંવાર મળતું રહ્યું, શ્રી જૈનધર્મ તત્ત્વજ્ઞાન પ્રચારક પરિષદ્રની સ્થાપના બાદ વારંવાર સલાહ લેવાનું થતાં વધુ નિકટ આવવાનું થયું, પ્રશ્નો થાય ત્યાં સમાધાન મળતુ. પરિષદૂના કે શાસનના કોઈપણ કાર્ય પ્રસંગે બહારગામ જવાનું હોય તો પણ પંડિતજી સાથે જ રહેતા આ માટે તેમના સુપુત્રોની હંમેશાં સંમતિ રહેતી. વૃદ્ધાવસ્થાને કારણે ક્યારેક પંડિતજીના પુત્રોપણ સાથે રહેતા ટુંકમાં નાનામાં નાના અધ્યાપકપ્રતિ બહુમાન અસાધારણ હતું. અંગતરીતે ખોટ ઘણી પડી છે છતાં સ્વ. પંડિતજીએ આપેલી સમજ મુજબ, મૃતોપાસનાના કાર્યમાં આગળ વધીએ અને તે માટે સ્વ. પંડિતજીના પુણ્યાત્માનો સતત આશીર્વાદ મળતોરહે એ જ શુભકામના મંત્રીશ્વર વસ્તુપાળની પ્રજાની માંગણી अनायासेन मरणं, विना दैन्येन जीवनं। . देहान्ते तव सानिध्यं, देहि मे परमेश्वर ॥ હે દેવ, માગું તુજ કને આયાસ–વિણ મૃત્યુ મળે, દુ:ખમાંહી પણ દીનતા વિનાનું, જીવન મારું ઝળહળે; ને અલંકાળે શરણ તારું, નાથ માગું ભાવથી, પામ્યો પ્રભુ તુજને હવે ભવ-વન મહીં ભમવું નથી. આ ધવલક્કપુર – ધોળકાના રાજા વીરધવલના મંત્રીશ્વર વસ્તુપાળના હૃદયના ઊંડાણમાંથી ઊપજેલા ભાવો પ્રભુ સમક્ષ ઉચ્ચરાયા છે. આ પ્રાર્થના આપણે આજે આપણી બનાવીને કરવી છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ ૮૫ ) + અ + + . - - - - - - * . - tv "* *'. : ( રાનપાજલિ - જિન શાસનરત્ન પં. શ્રી છબીલદાસ સંઘવી [ - શ્રી જિતેન્દ્રભાઈ બી. શાહ ૪ (એલ. ડી. ઇન્સ્ટિટ્યૂટ - ડાયરેકટર) અમદાવાદ પંડિતશ્રી છબીલદાસભાઈ સંઘવી, જૈન શાસનના આદરણીય પંડિતજી, જૈન ધર્મના અભ્યાસુએ તેમનું નામ ન સાંભળ્યું હોય તેવું ભાગ્યે જ બને ! મારા માનસપટ ઉપર તેમની છબી વર્ષો પૂર્વે અંકિત થઈ હતી પરંતુ મળવાનો સુયોગ સાંપડ્યો ન હતો. પાંચેક વર્ષ પહેલાં કોઈ એક કાર્યક્રમમાં તેઓશ્રીને મળવાનો અવસર મળ્યો અને વર્ષોની ભાવના સાર્થક થઈ. પહેલી જ મુલાકાતે મન તેમના પ્રત્યે આકર્ષિત થયું. સંસ્કૃત, પ્રાકૃત, સાહિત્ય, ન્યાય, જૈનદર્શન અને કર્મશાસ્ત્ર જેવા અનેક શાસ્ત્રના પારગામી વિદ્વાન છતાંય નમ્રતા અને નિખાલસતા ઉપર વારી જવાય. આ પ્રથમ મુલાકાત પછી તો અવારનવાર મળવા માટે મન ઉત્સુક રહેતું અને તેવા નિમિત્તો ઊભા કરીને પણ મળવાનું થયા કર્યું. તેમણે સંસ્કૃત, પ્રાકૃત અને જૈનધર્મનાશાસ્ત્રોનો સમગ્ર અભ્યાસ મહેસાણાની યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામાં રહીને કર્યો. આથી પાઠશાળા પ્રત્યે લાગણી હોય તે સહજ જ ગણાય પણ અત્યંત વૃદ્ધાવસ્થાએ પહોંચ્યા ત્યારે પાઠશાળાની શતાબ્દીનો અવસર આવ્યો. શરીર થાકેલું હતું છતાંય માતૃસંસ્થાનું ઋણ અદા કરવા યથાશક્ય તમામ પ્રયાસો કર્યા. શરીર કૃશ થઈ રહ્યું હતું. આહાર પરિમિત જ લેવાતો હતો અને તે પણ બે-ચાર દ્રવ્યો જ સ્વીકારી શકાય તેવી સ્થિતિ હોવા છતાં દાતાઓ પાસે જઈને પાઠશાળાની મહત્તા સ્થાપિત કરાવી જૈનશ્રેષ્ઠીઓ પાસેથી દાન પ્રાપ્ત કરાવ્યું. તેમના પ્રયત્નોને કારણે અન્ય તમામ પંડિતજીઓને પણ પાઠશાળા માટે દાન એકઠું કરવાની પ્રેરણા મળી અને તેથી સંસ્થાને માતબર ન મળ્યું. સામાન્ય રીતે જૈનો જિનાલયોમાં જ દાન આપે અન્યત્ર નહીં તેવી લોકોક્તિને આ પંડિતજીએ ખોટી સાબિત કરી બતાવી. મહેસાણાની યશોવિજય સંસ્કૃત પાઠશાળાનો એક સમય હતો જયારે પં. પ્રભુદાસભાઈ, ૫. પુખરાજજી, પં. સુખલાલજી જેવા બહુશ્રુત પંડિતો અધ્યાપન કાર્ય કરાવતા હતા. અધ્યયનનું સ્તર ખૂબ જ ઊંચું હતું અને અભ્યાસુને બધા જ વિષયોનું જ્ઞાન મેળવાનો સુયોગ પ્રાપ્ત થતો તેથી અનેક નામાંકિત પંડિતજીઓ તૈયાર થયા. પંડિત પ્રવરશ્રી પ્રભુદાસભાઈના હાથ નીચે તૈયાર થયેલા છબીલદાસભાઈને પાઠશાળાની વર્તમાન પરિસ્થિતિથી અને અધ્યયન-અધ્યાપનનું સ્તર કથળતું જતું હતું તેથી દુઃખ થતું હતું. એક તરફ સ્તરની વાત Page #96 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન પુષ્પાંજલિ થતી તો બીજી તરફ વિદ્વાન પંડિતોની દુર્લભતાનો પ્રશ્ન હતો. સ્તર ઊંચું લાવવાની વાતો તો ઘણી રૂડી લાગે પણ વાસ્તવિક પ્રશ્નો અટપટા હોય છે. સ્તરને ઊંચું લાવવા તેવા મોટા ગજના પંડિતો જોઈએ અને તેવા પ્રકારનું વાતાવરણ પણ હોવું જોઈએ જેથી વિશિષ્ટ કોટિના વિદ્વાનો ટકી શકે. આ બાબતોની ચર્ચા પંડિતજી સાથે અવારનવાર થતી હતી. નવી પેઢી તૈયાર થાય તો સંઘ અને શાસનમાં અધ્યયન-અધ્યાપનનું વાતાવરણ જામે અને પરંપરાએ સ્વ-પર કલ્યાણની પ્રવૃત્તિને સાચા અર્થમાં વેગ મળે. આવી તેમની ભાવના હતી. અમે સહુ આ બાબતે સહમત હતા પણ વારંવાર એક જ પ્રશ્ન ઊભો થયા કરતો હતો કે ધારો કે સાનુકૂળ પરિસ્થિતિ ઊભી થાય તો પણ મહેસાણામાં રહીને ભણાવે કોણ ? વ્યવસ્થાપકોના મનમાં પણ આ ભીતી હતી જ. ત્યારે અમારા સહુની મુંઝવણનો ઉકેલ પંડિતજીએ એક જ ક્ષણમાં લાવી આપ્યો અને જણાવ્યું કે હું મહેસાણા રહીને ભણાવીશ. આ સાંભળી અમારી મુંઝવણ દૂર થઈ. આવી તેમની માતૃસંસ્થા પ્રત્યેની લાગણી હતી. જીવનના છેલ્લા શ્વાસ સુધી તેમના મનમાં આ વેદના તો રહી જ, પરંતુ આપણું સહુનું કમનસીબ કે તેમની સેવા આપવાની આવી ઉત્તમ ભાવનાનો આપણે લાભ ન લઈ શક્યા. ૮૬ મારા વડીલ મુરબ્બી પં. શ્રી વંસતભાઈ દોશીને કારણે પંડિતજીની વધુ નજીક આવવાનું થયું. અંતરંગ નાતો બંધાયો. જૈનશાસનમાં યુવાન પંડિતો તૈયાર થાય તો જૈનધર્મનું અપાર સાહિત્ય સુરક્ષિત રહે ! અધ્યયન-અધ્યાપનની ધારા પ્રબળ વેગવાળી બને અને જૈનશાસન વધુ જયવંતુ બને ! આવી ભાવના તેમના મનમાં હતી. પંડિત વસંતભાઈએ આ વાતને સાર્થક ક૨વા બીડું ઝડપ્યું. એક આયોજન વિચારવામાં આવ્યું ત્યારે પણ આ નવું આયોજન મહેસાણાની પાઠશાળાની સામે રચવામાં આવ્યુ છે. એવી ખોટી છાપ ઊભી ન થાય તે માટે તેઓ ચિંતિત હતા. તેમણે જણાવ્યું હતું કે જે વિષયો મહેસાણા પાઠશાળામાં ન ભણાવવાના હોય તે વિષયો જ શીખવવા અને તે પણ મહેસાણા પાઠશાળામાં અમુક અભ્યાસ કરી ઉત્તીર્ણ થયા હોય તેને જ ભણાવવા, આવી ઊંડી સુઝ હતી. વિદ્યાર્થીઓ મળ્યા એટલે તેમણે સ્વયં જ પોતાને ઘરે અધ્યયન કરાવવાનું શરૂ કરી દીધું. અમારો પુરુષાર્થ તો પૂરતો હતો પણ પ્રારબ્ધ સાથ નહોતું આપતું. આ યોજના પણ સફળ ન થઈ પણ તેઓ નિરાશ ન જ થયા. તેમની પાસે કોઈ પણ અભ્યાસ કરવા આવે તો તેઓ તેમને કોઈ પણ જાતની અપેક્ષા વગર જ ભણાવતા હતા. આજે જ્યારે પંડિતાઈની કિંમત થવા લાગી છે ત્યારે તેમણે ધાર્યું હોત તો ધનના ઢગલા કરી શક્યા હોત પરંતુ ક્યારેય ધનની અપેક્ષા રાખી ન હતી. આવા આદર્શ પંડિત મળવા દુર્લભ છે. એક વખત એક આચાર્ય ભગવંતે તેમના શિષ્યને ભણાવવા માટે બોલાવ્યા અને પંડિતજીને પૂછ્યું કે પંડિતજી તમે મારાં શિષ્યને ભણાવશો ? તેમણે કહ્યું જરૂર ભણાવીશ ! પણ મારી એક શરત છે જો તમે ભણો તો હું શિષ્યને ભણાવીશ. આપણે સહુ જાણીએ છીએ કે આ જવાબમાં એક માર્મિક ટકોર સમાયેલી છે ! આવી નીડરતા પણ તેમનામાં Page #97 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન પુષ્પાંજલિ હતી. બહુ ઓછા પંડિતજી હોય છે કે જેઓનું એક માત્ર કર્તવ્ય વિદ્યાવ્યાસંગનું જ હોય ! પંડિતજી તેમાંના એક હતા. જીવનના છેલ્લા શ્વાસ સુધી અભ્યાસ કરાવતા રહ્યા. જાણે જ્ઞાનદાનની પરબ ખોલીને બેઠા હતા. જે આવે તેને જ્ઞાનનું પાન કરાવતા હતા. ૮૭ અનેક શાસ્ત્રો ભણ્યા હતા. જૈનદર્શનના આરૂઢ વિદ્વાન હતા, વર્ષોનો અનુભવ હતો, અનેક સાધુ-સાધ્વી ભગવંતના વિદ્યાગુરુ હતા છતાંય અહંકારનો અંશ પણ ન હતો. શ્રેષ્ઠીવર્યશ્રી કસ્તુરભાઈના પ્રિયપાત્ર અને શેઠશ્રી શ્રેણિકભાઈના આદરણીય છતાં તેનો ગર્વ ન હતો. સાચું અને શાસ્ત્રોક્ત કહેવામાં જરાય ખચકાતા નહીં. ધારી સફળતા ન મળે તો પણ નિરાશ ન થતા. છેલ્લા દિવસોમાં મળવાનું થયું ત્યારે તેમના મુખ ઉપર જીવન જીવ્યાનો આનંદ વર્તાઈ રહ્યો હતો. જરાય દુ:ખ, ખેદ કે ઓછપનો ઓછાયો જણાતો ન હતો. મેં એક પ્રશ્ન પૂછ્યો હતો, પંડિતજી ! તમારા જીવનમાં કયા ગ્રંથે સહુથી વધુ પ્રભાવ પાડ્યો છે ? તેમણે તરત જ ઉત્તર આપ્યો - જ્ઞાનસાર ઉપાધ્યાય યશોવિજયજીનો આ ગ્રંથ તેમને સહુથી વધુ પ્રિય હતો. આમ તો અધ્યાત્મસાર અને અધ્યાત્મોપનિષદ્ પણ પ્રિય હતાં પણ જ્ઞાનસાર વધુ. તેઓએ જણાવેલું કે ગમે તેટલા પાઠ હોય પણ એક પાઠ જ્ઞાનસારનો અવશ્ય રાખે જ. તેમને મન આ જૈનશાસનનું એક અદ્ભુત નજરાણું હતું. બીજો એક પ્રશ્ન પૂછ્યો હતો કે તમને સિદ્ધાન્તનો ક્યો ગ્રંથ સહુથી વધુ પ્રિય છે. ત્યારે તેમણે જણાવેલું કે તત્ત્વાર્થાધિગમ સૂત્ર ! આ ગ્રંથ સમગ્ર જૈન દર્શનનો નિચોડ છે. આ ગ્રંથનું અધ્યયન-અધ્યાપન પણ સતત કરાવતા હતા. આવા પંડિતજીના જીવનમાં પ્રભુભક્તિનું પણ અનેરું સ્થાન હતું. રોજ અચૂક પ્રભુભક્તિ કરે જ. કાંઈ પણ વિધાન કરતા પરમાત્માના શાસનની બીક તો અચૂક રાખે જ. વિદ્વત્તા, નીડરતા, નિખાલસતા, સરળતા, સહજતા, સાદગી આવા અનેકગુણોથીઅલંકૃત પંડિતજી જૈન શાસનના એક અનન્ય પંડિતશ્રી હતા. તેમને શતશઃ વંદન. વિશ્વની કોઈ સંસ્કૃતિએ ધાર્મિક શાસ્ત્રગ્રન્થોની જેટલી કિંમત નહીં આંકી હોય તેટલી જૈનસંઘે આંકી છે. જૈનશાસનમાં તીર્થંકરભગવંતની મૂર્તિની જેટલી પૂજ્યતા ગણવામાં આવે છે તેટલી જ પૂજ્યતા અને પવિત્રતા જૈન આગમોની આંકવામાં આવી છે. જૈનો જે રીતે ભગવાનની મૂર્તિની અષ્ટપ્રકારીપૂજા કરે છે એ જ રીતે જૈન આગમગ્રન્થોની પૂજા કરે છે. પવિત્ર આગમગ્રન્થોના આ વારસાનું જતન કરવા માટે જ પ્રાચીન કાળથી વિવિધ કેન્દ્રોમાં જ્ઞાનભંડારો સ્થાપવામાં આવ્યા છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ ૮૮ મુજબ તિow: અ » અ »ex સગ્ગી બાબત - ડીસા રાનપુષ્પાંજલિ વિ સમ્યગુજ્ઞાનની જીવંત પરબ * શ્રી કુમારપાળભાઈ દેસાઈ, અમદાવાદ પંડિતવર્ય શ્રી છબીલદાસ સંઘવીનું વિદ્યોપાસનાયુક્ત જીવન એટલે પ્રગાઢ શ્રુતભક્તિનો અવિરત મહાયજ્ઞ. ૮૪ વર્ષના એમના જીવન પર દૃષ્ટિપાત કરીએ તો જૈનધર્મના પંડિતો અને શિક્ષકોની ગરિમાનો ખ્યાલ આવે છે. એમણે સાધુ-સાધ્વીજીઓને પોતાની આગવી શૈલીથી અભ્યાસ કરાવ્યો. કેટલાયના એ જ્ઞાનદાતા ઉપકારીગુરુ બન્યા. શ્રાવક-શ્રાવિકાઓએ એમની પાસે ભણીને દીક્ષા અંગિકાર કરી ! જ્યારે કેટલાય શ્રાવક-શ્રાવિકાઓને એમની પાસેથી જૈનધર્મનું ગહન જ્ઞાન પ્રાપ્ત થયું ! એમણે અનેક ધાર્મિક શિક્ષકો તૈયાર કર્યા અને એ રીતે જીવનભર ધર્મ-દર્શનના જ્ઞાનનો મહાયજ્ઞ કરતા રહ્યા. આ રીતે જૈનદર્શનની એક વિરાટ યુનિવર્સિટી સમાન પંડિતજી હતા. જૈન તત્ત્વજ્ઞાન, દ્રવ્યાનુયોગ અને ન્યાય જેવા વિષયોમાં એ પારંગત હતા. હજારો સાધુસાધ્વીજીઓને એમણે કઠિન ગ્રંથોનો અભ્યાસ કરાવ્યો. ન્યાય, વ્યાકરણ કે કર્મસાહિત્યના ગહન વિષયોમાં પંડિતજીની એવી સરળ ગતિ હતી કે અઘરામાં અઘરો પ્રશ્ન તેઓ ઉકેલી આપતા. અનુપમ જ્ઞાન, ઉત્કટ શાસનપ્રેમ, ધાર્મિક શિક્ષણ આપવા માટે લીધેલો ભેખ – આ બધી બાબતો પંડિતજીના જીવનમાં સુપેરે પ્રગટ થતી રહી. મહેસાણાની શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામાં એમણે જૈનશાસ્ત્રનો અભ્યાસકર્યો. જૈન સમાજ આ પાઠશાળાનો હંમેશાં ઋણી રહેશે કે જેના દ્વારા જૈનદર્શનની અને ધર્મશિક્ષણની જયોત સદૈવ જલતી રહી છે. એમાં અભ્યાસ કરનારાઓએ ગુજરાતમાં જૈનધર્મનું પાયાનું શિક્ષણ આપ્યું. આવી પાઠશાળામાં અભ્યાસ કરનાર પંડિતજી સ્વયં પાઠશાળા બની ગયા, આથી જીવનના અંત સુધી એમને ધાર્મિક અભ્યાસ કરાવવાની પ્રબળ ઇચ્છા રહેતી. સાધુસાધ્વીજીઓ અને શ્રાવક-શ્રાવિકાઓના ધાર્મિક અભ્યાસ માટે સતત ચિંતા સેવતા હતા. પોતે સ્વયં અભ્યાસ કરાવવામાં એટલા ઓતપ્રોત થઈ જતા કે સમય ભૂલીને કલાકોના કલાકો સુધી ભણાવતા રહેતા. આવા મહાન પંડિતવર્યના જીવનમાં કંઈ ઓછી અગ્નિ પરીક્ષા આવી નથી ! જીવનમાં કેટલીય વ્યવહારિક આપત્તિઓના ઝંઝાવાતો આવ્યા. શ્રાવિકાનું અવસાન, પુત્રનું અવસાન, પ્રથમ પુત્રી અને જમાઈનું અવસાન અને બીજા જમાઈનું અવસાન – આ બધી અતિ દુ:ખદ ઘટનાઓ એમના જીવનમાં બની, આમ છતાં એ તમામ વ્યાવહારિક વિટંબણાઓને સમભાવથી સ્વીકારતા રહ્યા. આ વિદ્યાગુરુની મહત્તા તો જુઓ ! ૩૩ વર્ષ પૂર્વે ખંભાત અને કલક્તાના સંઘોએ બે લાખ રૂપિયાની થેલી અર્પણ કરવાનું નક્કી કર્યું. એ સમયે બે લાખ રૂપિયાનું મૂલ્ય ઘણું હતું. આ Page #99 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન પુષ્પાંજલિ વિદ્યાપ્રેમીએ હંમેશાં વિદ્યાદાન આપ્યું હતું. સદા જ્ઞાનદાન આપનાર કશું લે ખરા ? એ વિદ્યાદાન સ્વીકારે, પણ ધનદાન તો નહીં જ ! આથી એમણે પોતાના એ સન્માનનો સ્નેહથી અસ્વીકાર કર્યો. પંડિતવર્ય પાસે કેટલાય ધાર્મિક શિક્ષકો આવતા, પોતાની મુશ્કેલીઓ કહેતા. એમની આર્થિક અને અન્ય મુશ્કેલી સાંભળીને પંડિતવર્ય શ્રી છબીલદાસભાઈનું હૃદય દ્રવી જતું. જ્ઞાનના આ વિરલ વડલાને શ્રી નમસ્કાર મહામંત્ર પર અપ્રતિમ આસ્થા હતી. ચિત્તમાં એવું પણ હતું કે જીવનભર સ્વાધ્યાય તપ કર્યું. એ સ્વાધ્યાયના ભાવમાં જ જગતની વિદાય લેવાય તો કેવું સારું ! અને બન્યું પણ કેવું ! ૮૯ ઈ. સ. ૨૦૦૨, ૨૦મી ઑગસ્ટે સવારે જિનેશ્વર દેવની પૂજા કરી. સાધુ-સાધ્વીજી ભગવંતોને ભણાવવા માટેની તૈયારી કરતા હતા, તે સમયે એમના પર હૃદયરોગનો હુમલો થયો. એમના જીવનમાં સદૈવ પ્રિય એવા નમસ્કાર મહામંત્રનું એમના પુત્રોએ રટણ કર્યું અને એ અંતિમ વેળાએ પંડિતવર્ય છબીલદાસભાઈની દૃષ્ટિ અરિહંત પરમાત્માની છબી પર હતી. કેવું ધન્ય જીવન ! કેવું ધન્ય મૃત્યુ ! પંડિતવર્ય છબીલદાસભાઈનું જીવન જોતાં યોગનિષ્ઠ આચાર્યશ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજીની એ કાવ્યપંક્તિઓ ચિત્તમાં જાગી ઊઠી : શરીર બદલે, તું તો અમર છે, નિર્ભય જ્ઞાને રહેશો. મૃત્યુ તે તો મહોત્સવ સરખું, માન અલખપદ લેશો. હે દયાનિધિ ! ક્રોધ અને વેર, શોક અને ઈર્ષા, નિંદા અને ચાડી, આ બધાને ઘૂંટીઘૂંટી મારામાં ભર્યા છે. દ્વેષ ભારોભાર ભરાયો છે. બહુ ઊંડાં એનાં મૂળ છે. છતાં, મેં તો અન્યના જ દોષ જોયા છે. અપ્રીતિ જગાડી છે અને મૈત્રી ભગાડી છે. આ દ્વેષે મને બાળ્યો છે. બળીને હું કોલસા જેવો થઈ ગયો છું. હું નું સ્વરૂપ સર્વથા બદલાઈ ગયું છે. મારા ઘરમાં મહેમાન માલિક બની ગયો છે. Page #100 -------------------------------------------------------------------------- ________________ ( ૯૦ ) એ છે , એ જ ર - - - આજ r • * * * * * * * ( રાનપુષ્પાજલિ - ધાર્મિક-શિક્ષકોને પ્રેરણામૂર્તિ પંડિતવર્ય છબીલદાસભાઈ પં.શ્રી માણેકલાલ હરગોવનદાસ સોનેથા-સુરત આધ્યાત્મિક સંસ્કૃતિના પ્રચાર સાથે સમાજમાં સંસ્કાર આપવાનું અને સમાજ ઘડતરનું શિક્ષકોનું કાર્ય વિશેષ પ્રકારનું હોય છે. આદર્શનિષ્ઠ શિક્ષકો લોકોમાં તથા સમાજમાં આદરપાત્ર બને છે. ભારતના જૈન પંડિતોમાં વિશિષ્ટ સ્થાન ધરાવનાર પંડિતજી છબીલદાસભાઈ કેશરીચંદભાઈ સંઘવી શિક્ષકો માટે પ્રેરણામૂર્તિ હતા. બનાસકાંઠાની ભાભર ભૂમિમાં જન્મેલ પંડિતજી વિશિષ્ટબુદ્ધિ પ્રતિભા ધરાવતા હતા ભારતના ધાર્મિક શિક્ષકોને સારી રીતે તૈયાર કરનાર મહેસાણા શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામાં ધાર્મિક, સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, કર્મસાહિત્ય આદિ વિષયોનો અભ્યાસ કરી શિક્ષકોમાં સારા અભ્યાસક તરીકે પ્રીતિપાત્ર બન્યા હતા પંડિતજીની વિશિષ્ટ શક્તિ વિચારીને મહેસાણા સંસ્થાએ વ્યાકરણના વિષયના સારા અભ્યાસક બને તે માટે પૂજ્ય લાવણ્યસૂરીશ્વરજી મ. સાહેબ પાસે લગભગ બે વર્ષ રાખી વ્યાકરણનો તલસ્પર્શી અભ્યાસ કરાવ્યો. પંડિતજીનું વ્યાકરણ, ન્યાય, કર્મગ્રંથ, પ્રાકૃત આદિ વિષયનું તલસ્પર્શીજ્ઞાન અને અધ્યાપન કરાવવાની વિશિષ્ટશૈલીથી અભ્યાસકવર્ગમાં આદરપાત્ર બન્યા હતા. પંડિતજીએ પોતાના અધ્યાપક તરીકેના લગભગ પચાસ વર્ષ ખંભાત ભટ્ટીબાઈ સ્યાદ્વાદ સંસ્કૃત (મૂળચંદ બુલાખીદાસ સંચાલિત) પાઠશાળામાં સારી સેવા આપી હતી. ખંભાતના દરેક વર્ગમાં આદરપાત્ર બન્યા હતા. પંડિતજી, ધાર્મિક પંડિતો અને શિક્ષકોને વાત્સલ્યભાવે તત્ત્વજ્ઞાન અને માર્ગદર્શક તરીકે ઉપયોગી થતા હતા. બધા સમુદાયના ગુરુભગવંતો તેઓને આદર્શપંડિત તરીકે જોતા હતા. છેલ્લા બારેક વર્ષ લગભગ સુરતમાં રહીને શિક્ષકોને, પૂ.સાધુભગવંતો અને પૂ.સાધ્વીજી ભગવંતોને અભ્યાસ કરાવવા સાથે પંડિતોને આત્મીયભાવે શિક્ષકની નિષ્ઠા અને કર્તવ્ય વિષે સમજ આપતા હતા. વૃધ્ધાવસ્થામાં પણ દરેક શિક્ષકો સાથે આત્મીયભાવે વાત કરવાની પધ્ધત્તિ બધાને આદર્શરૂપ હતી. પંડિતજીના જીવનમાં જુદા જુદા સમયે આપત્તિ આવી પણ સત્વશીલપરિણતિવાળા શિક્ષક તરીકે જીવન જીવ્યા. જૈનધર્મતત્વજ્ઞાન પ્રચારક પરિષદ્રની સ્થાપનામાં તેમનું માર્ગદર્શન, સલાહસૂચન ઉપયોગી હતું. પંડિતજી સારા વિદ્વાન, સારા વિધિકાર,તથા શિક્ષકોને આદર્શરૂપ હતા. વર્તમાન પંડિતો સમાજને ઉપયોગી થવા સાથે આદર્શ પંડિતો તથા શિક્ષકો બને તેવી શાસનદેવને પ્રાર્થના. Page #101 -------------------------------------------------------------------------- ________________ _સંસ્કારદાતા ઉપકારી સ્વજન _| શ્રી રમેશભાઈ સી. શાહ (ખંભાતી) 8 પંડિતવર્ય મારા જીવનના ઘડવૈયા હતા. મારા આધ્યાત્મિક, સામાજિક, નૈતિક, સાંસારિક જીવનમાં સ્થિરતા અને શુદ્ધિના જે અંશ જણાય છે તેનો યશ તેઓશ્રીના ફાળે જાય છે. પંડિતવર્યના આશીર્વાદ સૌથી પ્રથમ મારા શૈશવકાળમાં ધાર્મિક અભ્યાસ દરમિયાન પ્રથમ નંબરે ઉત્તીર્ણ થયો તે સમયે પ્રાપ્ત થયા. ત્યારબાદ તેઓશ્રી પ્રત્યે મારા હૈયામાં આદર બહુમાન વૃદ્ધિ પામવા લાગ્યાં. તેઓના જ્યેષ્ઠ પુત્ર જશવંતની બીમારી સમયે મારી નૈતિક ફરજ સમજી હું તેમને સહાયક બનવા કટિબદ્ધ થયો, તેનો પ્રત્યુત્તર મારા જીવનમાં મારો પુત્ર ડૉ. સંદીપ અકસ્માતમાં મૃત્યુ પામ્યો ત્યારે અતિશય આર્તધ્યાનના પ્રસંગમાં અમારા પરિવારના મોભી બની, અમારા આત્માને તીવ્ર કર્મબંધથી ઉગારી કર્મ સત્તાના પાઠ સમજાવી જીવનમાં સ્થિર કર્યા. તેઓશ્રીનો ઉપકાર શું ભુલાય? અમારું સૌભાગ્ય કે મુંબઈમાં જ્યારે આવે ત્યારે અમારા ઘેર પરિવારના સભ્ય સ્વરૂપે આવતા. તેઓશ્રીના આવવાથી તેમની સાથે સંબંધ ધરાવતા પંડિતવર્યો, શ્રેષ્ઠીવર્યો, ગુરુભગવંતોના પગલાં અમારા ઘેર થવાથી અમને ભક્તિ કરવાનો લાભ મળતો. જેથી અમે ખૂબ આનંદિત થતા. જ્ઞાન-જ્ઞાનીની ભક્તિ કરવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે આવી શીખ સદાય મારા ધર્મપત્ની રસીલાને આપતા. રસીલા સદાય પિતા તુલ્ય પંડિતજીની શીખામણને જીવનચર્યા બનાવવા સતત પ્રયત્નશીલ રહેતી. મારા દીકરા ચિ. નિખિલની મૌનપણે માસક્ષમણ કરવાની ભાવનાથી શરૂ કરેલ મૃત્યુંજય તપમાં સાંસારિક વિટંબણાઓ આવવા છતાં ખૂબ ધીરજ આપી પ્રસન્નતા તથા શ્રદ્ધાથી ચિ. નિખિલનું માસક્ષમણ આરાધના સહિત પૂર્ણ કરાવ્યું. . વિ. સં. ૨૦૫૬ ગિરિરાજ ચાતુર્માસ, સાગર સમુદાય-બંધુ બેલડીની પાવનનિશ્રા, શ્રેષ્ઠીવર્ય રાજાપરિવારની ભક્તિ, પૂ.પંડિતજી સાથે આરાધનાનો સુઅવસર સાંપડ્યો -પંડિતવર્યોનો સમૂહ જ્ઞાન ગંગાપ્રવાહ...સતત ચતુર્વિધ સંઘને અધ્યયન કરાવે. અધ્યયન કરાવવા સાથે નાદુરસ્ત તબિયત, વૃદ્ધાવસ્થા છતાંપણ જ્ઞાનપરિણતીના પરિપાકથી કર્મનિર્જરાના પ્રબળ કારણસમ તપ ધર્મની આરાધના માટે તીવ્રભાવના, પ્રથમ ઉપવાસ કર્યો. બીજા દિવસે અટ્ટમ કર્યો. કોઈને કશું જ જણાવ્યું નહિ. અઢાઈની ભાવના પ્રદર્શિત કરી. મારી તેઓશ્રીની પ્રત્યેની મમતા-લાગણીના કારણે તેઓશ્રીની ભાવના પંડિતવર્યશ્રી વસંતભાઈને જણાવી - પૂ. વસંતભાઈ પંડિતવર્ય તથા રાજા પરિવારીય શ્રી હિમાંશુભાઈ પંડિતજી પાસે આવ્યા તપ ધર્મની આરાધનાથી આત્મતત્ત્વને તપાવી Page #102 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપુષ્પાંજલિ શુદ્ધ કરવાની તીવ્રભાવના પંડિતજીની હોવા છતાં સહુની આરાધનાના રાહબર તથા જ્ઞાન-દાન યોગના અગ્રણી એવા પંડિતજી સમક્ષ જણાવ્યું કે અમે તમારી સાથે ઉપવાસ કરીશું. પૂ. આ. ભ. આદિ ચર્તુવિધ સંઘની આગ્રહ ભરી વિનંતીને સ્વીકારી આંખમાં આંસુ સાથે અનિચ્છાએ ૧૬ ઉપવાસના તપસ્વી ચિ. નિખિલના હાથે પારણું કર્યુ. પંડિતજી શાશ્વત ગિરિરાજની પ્રાપ્તિ તથા ગિરિરાજનો મહિમા સમજાવતા તથા પ્રતિવર્ષે ગિરિરાજની સ્પર્શના અને દાદા આદીશ્વરની - પૂજા આંગી ભક્તિનો લાભ લેતા અને અનેકને લાભ અપાવી ધન્યતા અનુભવતા. વિ. સં. ૨૦૫૮ ફા. સુદ -૧૧ દાદાની ભક્તિ તથા ગિરિરાજની યાત્રા કરતાં તેઓશ્રી બોલ્યાં કે આ મારી છેલ્લી જાત્રા છે. ‘‘વાણી બોલાવે તાણી’’ ભાવિના ભેદને કોણ કળી શકે ? ૯૨ જ્ઞાન એ જ જેની મૂડી. જ્ઞાન એ જ જેનું ઝવેરાત. જ્ઞાન એ જ જેનું જીવન. જ્ઞાન એ જ જેના શ્વાસોશ્વાસ એવા જ્ઞાની-સ્વજન, જ્ઞાન-દાન એ જ તેમના જીવનનો મુદ્રાલેખ-અધ્યયનઅધ્યાપનના-અધ્યવસાયમાં વિદાય થવાની મહેચ્છા. સમાધિ મરણે જ જવાના સંકલ્પને સાકાર કરતા સમ્યજ્ઞાની એવા પંડિતજીનો જ્ઞાનપૂત આત્મા જ્યાં હોય ત્યાં સમ્યક્ત્વ, સંયમ, શાસન પામી શુદ્ધ સ્વરૂપનો ભોક્તા બને તે જ શાસન દેવને પ્રાર્થના. મારા તથા મારા પરિવાર ઉપર સદાય તેઓશ્રીના આશીર્વાદ, કૃપાદૃષ્ટિ વરસતા રહે તેવી અંતરની ઇચ્છા સાથે અજ્ઞાનવશ કાંઈક અજુગતુ લખાઈ ગયું હોય તો વાચક વર્ગ મને ક્ષમા આપે. હે નાથ ! આ મોહને કારણે જ મારો મોક્ષ હણાયો છે. મોક્ષને હણે છે માટે તેનું નામ મોહ નહીં હોય ને ? મોહ મારા અણુ–અણુમાં ભરાયો છે. એણે તો, મારું રૂપ હરી લીધુંછે. હૈયા કમકમે અને ધ્રૂજ વછૂટે શરીર એવા સ્થાનમાં, ખદબદતા કીડાની જેમ હું ભવોભવ સબડ્યો છું. પ્રભુ ! મને તેના સકંજામાંથી છોડાવો, તો મારા ઉદ્ધારમાં પળનોય વિલંબ ન થાય. અમને મોહ વિના ચેન નથી તેથી સારી દુનિયામાં હું લંતિ બન્યો છું. Page #103 -------------------------------------------------------------------------- ________________ ( ૯૩ ) ખ એસ6 " ખકારી કામકા ભજલ્પા - કાકો બાબા રામ " વાનપ્પાજલિ ) સત પ્રસન પડતજી.. 8 શ્રી અરવિંદભાઈ સી. શાહ (ખંભાતવાળા) મુંબઈ ૪ સત્કાર્યો જેમની શોભા હતી, સજ્જનતા જેમની સુવાસ હતી, પ્રસન્નતા જેમનું જીવન હતું, પરોપકાર જેમનું રટન હતું. એવા મારાગુરુના (ચંપકભાઈ માસ્તર) ગુરુવર્યશ્રી પૂજ્ય છબીલદાસ પંડિતજી – નવકાર મહામંત્રનું સ્મરણ કરતાં કરતાં અરિહંતશરણ થયા છે. તે જાણીને આનંદ સાથે દુઃખની લાગણી અનુભવી. આનંદ એટલા માટે કે નવકાર મહામંત્રનું સ્મરણ કરતાં કરતાં જૈન ધર્મમાં જણાવેલ એવા સમાધિ મરણને પામ્યા છે અને દુ:ખ એટલા માટે કે મેં એક સાચા માર્ગદર્શક અને પરમ ઉપકારી ગુમાવ્યા છે. तलवार की किंमत म्यान से नहीं, धार से होती है, कपडों की किंमत रंग से नहीं, तार से होती है, कहीं भी देखो महत्त्व मूल का होता है, छिलकों का नहीं, आदमी की किंमत पैसों से नहीं, सदाचार और धार्मिकज्ञान से होती है। પૂ. પંડિતજી સદાચારી તથા ધાર્મિક જ્ઞાનના ભંડાર હતા. તેમની પાસેથી ધાર્મિકજ્ઞાન મેળવીને કેટલાય છોકરા-છોકરીઓ દીક્ષાના પંથે ગયા છે. પૂ. સાધુ-સાધ્વી ભગવંતો તેમની પાસેથી જ્ઞાન મેળવીને અત્યારે જૈનશાસનનો જય જયકાર ગજવી રહ્યા છે. ખંભાત ભક્તિમંડળના યુવાનોએ પૂ.પંડિતજીની ધર્મપ્રેરણા પામીને આર્થિક પરિસ્થિતિ સારી હોય કે ન હોય તો પણ) એકપણ રૂપિયો લીધા વગર ધાર્મિક વિધિવિધાન કરાવી ખંભાતનું નામ રોશન કરેલ છે. પૂ. પંડિતજીને ઘણાં વર્ષો પહેલાં લાખો રૂપિયાની થેલી અર્પણ કરવાની હતી ત્યારે તેમને લીધી ન હતી અને તે રકમ ધાર્મિક સંસ્થામાં આપવા જણાવ્યું હતું. કદાચ કોઈવાર ગુરુભગવંતના કહેવાથી બહુમાન સ્વીકારવું પડ્યું હોય તો ફક્ત રૂ. ૧ કે સાલ લીધી હશે. કદાપિ ફુલના કે અન્ય હાર પહેરેલ નથી. તેઓ સ્પષ્ટ કહેતા હાર પહેરવાથી કોઈવાર હાર સ્વીકારવી પણ પડે. આ જ ગુણ ખંભાત ભક્તિમંડળના વિદ્યાર્થીઓમાં આજે પણ છે. જેવીરીતે ફુલ ખીલીને બીજાને સુવાસ આપે છે. ધૂપ જલીને બીજાને સુગંધ આપે છે તેવી જ રીતે પૂ. પંડિતજીયે જ્ઞાન મેળવીને હરહંમેશ જ્ઞાનદાન કરેલ છે. તેમના જીવનમાં ઘણા જ સુખદુઃખના પ્રસંગો આવ્યા છે છતાંય સદાય હસતા રહ્યા છે અને બીજાના હૃદયમાં વસતા રહ્યા છે. કર્મસત્તાના સિદ્ધાંતમાં માનતા રહ્યા છે. -- Page #104 -------------------------------------------------------------------------- ________________ ---( જ્ઞાન પુષ્પાંજલિ ) ધાર્મિક શિક્ષણ ભણાવવા માટે તેઓશ્રીને મોટા-મોટા પગારની ઓફર આવેલ છતાં તે ન સ્વીકારતાં ખંભાતમાં રહીને પૂજ્ય સાધુ સાધ્વી મહારાજ સાહેબને ધાર્મિક શિક્ષણ આપવાનું ઉચિત ગયું-કદાપિ પૈસાનો મોહ કર્યો નથી. यू तो सभी मरने के राही है, एक दीन मर जाते है। धन्य उसी को जो मरकर भी नाम अमर कर जाते है । પૂ. પંડિતજીએ હિન્દુસ્તાનમાં જ્યાં પણ ગયા ત્યાં તેમને તેમનાં ધાર્મિક જ્ઞાનની સુવાસ ફેલાવવા જૈનશાસનની શોભા વધારી છે. જિંદગી એક ભાડાનું ઘર છે. એક દિવસ બદલવું જ પડે છે. મોત જ્યારે આવે છે ત્યારે ઘેરથી નીકળવું જ પડે છે. પૂ. પંડિતજી ચાલ્યા જવાથી જિનશાસનને ન પૂરાય તેવી ખોટ ચોક્કસ પડી છે. પ્રભુ તેમના આત્માને જ્યાં પણ હોય ત્યાં શાંતિ આપે અને શીધ્ર સિદ્ધિગતિની પ્રાપ્તિ કરાવે. તેમના આશીર્વાદ જ્યાં પણ હોય ત્યાંથી મળતાં રહે એવી પ્રભુને પ્રાર્થના અવસરને ઓળખે તે પંડિત એક ચિત્રકારે એક વિચિત્ર ચિત્ર બનાવ્યું. એ ચિત્રમાં આખો ચહેરો પગથી માથા સુધી બુરખાથી ઢાંકેલો અને બહાર બે પાંખ દોરેલી. નીચે લખેલું ‘તકપંખી'. ચિત્ર જોવા આવનારા આ ચિત્રનું તાત્પર્ય સમજી શક્યા નહીં, અને તકપંખી કયું પંખી છે? તે ખ્યાલમાં ન આવવાથી રહસ્ય પૂછવા માંડ્યા. ચિત્રકારે કહ્યું.- આ આપણી પાસે આવતી તક, અવસરનું ચિત્ર છે. તક જયારે આવે છે, ત્યારે બુરખો ઓઢીને આવે છે. એટલે આપણે ઓળખી શકતા નથી કે આપણી પાસે કેવી સુંદર તક આવી છે ! અને પછી તક પાંખ ફફડાવીને એવી ઉડી જાય છે કે આપણે પકડી શકતા નથી, માત્ર હાથ ઘસતા રહી જઈએ છીએ. બસ આ તાત્પર્ય આ ચિત્રનું છે, અને આજ તક' પંખી છે. ધન કમાવવું એ ક્ષણની સાર્થકતા નથી, કેમકે એથી તો તિજોરી ભરાશે. જાત જાતની વાનગી આરોગવામાં ક્ષણનું મૂલ્યાંકન નથી, કેમકે એમાં તો જલ્દી ખાલી થઈ જનારું પેટ ભરાશે. નવી નવી ફેશનના કપડાં પહેરવા કે દાગીના ચઢાવવા એ ક્ષણની ખરી કિંમત નથી, કેમકે એમાં તો શરીરની શોભા વધી. સમાજમાં વાહ-વાહ, કિર્તિ મળે એમાં સમય વિતાવવો એ ક્ષણની સાચી ઓળખ નથી, કેમકે એમાં અનામીના વિનાશી નામને ચાંદ લાગ્યો. આ બધામાં પોતાના આત્માને શું ફાયદો થયો ? અવસર (ક્ષણ)ની ઓળખ એ છે કે એ જતી દરેક ક્ષણે એવું કરવું અથવા એવું ન કરવું કે જે કરવા-ન કરવાથી આત્મા સાત્વિક બને, આત્મા તેજસ્વી બને, આત્મા પારદર્શી બને, આત્મા સ્વસ્થ બને. જીવતાં શાંતિ, મરતાં સમાધિ અને પરલોકમાં સદ્ગતિ પામે. માટે જ ધર્મમાં ગયેલી ક્ષણ સાચી, બાકી બધી કાચી...ખોટી Page #105 -------------------------------------------------------------------------- ________________ ૯૫ જ્ઞાન પુષ્પાંજલિ પરમ આદરણીય પંડિતવર્યશ્રી છબીલદાસભાઈ કે. સંઘવી અધ્યાપક શ્રી ગુણવંતભાઈ સંઘવી (ભાભરવાળા) ચાણસ્મા ૪ જેમનું નામ સ્મરણ કરતાં જ મસ્તક આદરથી ઝૂકી જાય, જેમનું સંસ્મરણ તન, મનમાં ધર્મની સુવાસ ફેલાવી જાય, જેમની યાદ શ્વાસે-શ્વાસે હૃદય સંસ્મરતું હોય તેવા સૌના પ્રિય, સરળ સ્વભાવી પં. છબીલદાસભાઈનો જન્મ, ધાર્મિક તથા વ્યાપાર ક્ષેત્રે જાણીતા બનાસકાંઠાના ભાભર ગામમાં થયો હતો. પિતાશ્રી કેશરીચંદભાઈ અને માતાશ્રીના ઉરમાં હરખ સમાતો નહોતો. પુત્રને ધર્મના સુસંસ્કારોનું સિંચન અને જ્ઞાન-ધ્યાનના રસ્તે જ આગળ વધશે એવું મનમાં ઠામી લીધું. ધર્મ સંસ્કાર ક્ષેત્રે આગળ વધવા તેઓશ્રીએ મહેસાણા શ્રીમદ્ યશોવિજયજીન જૈન સંસ્કૃત પાઠશાળામાં પ્રવેશ મેળવ્યો. વિદ્વાન-કર્મઠ શ્રદ્ધાળુ પંડિતશ્રી પ્રભુદાસભાઈના સાન્નિધ્યમાં તેમજ તેમના માર્ગદર્શન મુજબ તથા પૂ. આચાર્ય ભગવંતોની નિશ્રા દ્વારા તેઓશ્રીએ દ્રવ્યાનુયોગ, વ્યાકરણશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, કાવ્યશાસ્ત્ર, સાહિત્યશાસ્ત્ર વગેરેનું સુંદર અધ્યયન કર્યું, તેમનું શાસ્ત્રો વિષેનું જ્ઞાન તેમજ સમજ, તેના ઊંડા અભ્યાસ અને ઊંડા ચિંતનને આભારી હતું. અભ્યાસ પૂર્ણ કરી તેઓ સ્તંભનતીર્થ (ખંભાત)માં શેઠશ્રી કેશવલાલ બુલાખીદાસ સંચાલિત શ્રી ભટ્ટીબાઈ સંસ્કૃત-પ્રાકૃત પાઠશાળા તથા લલિતાબેન કેશવલાલ સ્વાધ્યાયમંદિરમાં જ્ઞાનદાનાર્થે પ્રાધ્યાપક તરીકે જોડાયા. એક ધાર્યાં અડતાલીસ વર્ષ સુધીના તેમના સેવાકાળ દરમિયાન તેમના જ્ઞાનને અનેક પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતો તથા કેટલાય જ્ઞાનપિપાસુ શ્રાવક-શ્રાવિકાઓને પિરસી તેમનામાં જ્ઞાનની જ્યોતિ પ્રજ્વલિત કરેલી. જે આજે પણ અખંડ જલતી રહી કેટલાંય શાસનપ્રભાવનાના કાર્યોમાં ઉજાસ ફેલાવી રહી છે. તેમનો સ્વભાવ ખરેખર અદ્ભુત હતો. તેમને પ્રથમવાર મળવા આવેલ વ્યક્તિ પણ તેમની વાત્સલ્યતા, મમતા અને મિલનસાર સ્વભાવથી અંજાઈ જતા. તેમના આવા પ્રેમાળ સ્વભાવને કારણે જ આખાય ખંભાતમાં તેમની ચાહના ખૂબ જ હતી. એટલે જ તો ભાભરના વતની હોવા છતાં જ્યારે વાત આવે કે છબીલભાઈ ક્યાંના ? તો જવાબ હોય ખંભાતના. આટલા વરસના મીઠા-મધુરા સહવાસ અને જ્ઞાનનું ઝરણું વહાવ્યા બાદ જ્યારે તેમની વિદાયનો પ્રસંગ આવ્યો ત્યારે ખંભાતની સંસ્થાઓના ટ્રસ્ટીઓ દ્વારા મોટી રકમથી તેમનું બહુમાન કરવાનો આગ્રહ તેમણે વિવેકપૂર્વક માન્ય ન કર્યો. Page #106 -------------------------------------------------------------------------- ________________ ) 8 ૯૬ ) - - - - - - - - - - - - A ....... ( શાનપપ્પા છેલ્લા ૧૫ વર્ષથી મોટે ભાગે સુરતમાં જ રહી પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને અભ્યાસ, અધ્યયન કરાવતા હતા. જીવનના અંતિમ શ્વાસ સુધી પણ જ્ઞાન-દાન તો કરતા જ રહેવું તેવી તેમની ઉદાત્ત ભાવના હતી. મારી ઉપર પંડિતશ્રીનો ઉપકાર ઘણો જ છે. મને મહેસાણા પાઠશાળામાં લઈ જવા માટે પ્રેરણામૂર્તિ તેઓ જ હતા. પાઠશાળામાં પણ અભ્યાસ માટે તેઓ સતત પ્રેરણા અને સૂચનો કરતા રહેતા. આજે ચાણસ્મામાં છેલ્લા ૪૦ વરસથી જ્ઞાનદાતા તરીકેની સેવા તથા જે શાસનસેવા કરી રહ્યો છું તેમાં તેમની પ્રેરણા અને આશીર્વાદ જ સહાયભૂત છે. હરહંમેશ માટે તેમના તરફથી મને પ્રત્યક્ષ કે પરોક્ષ પત્ર રૂપે જ્ઞાનની વિશિષ્ટ છણાવટ કે બીજી ઘણી પ્રેરણા મળતી રહેલ. આવા આદરણીય પંડિતવર્ય છબીલદાસભાઈના અચાનક ચાલ્યા જવાથી જ્ઞાન-દાનના ક્ષેત્રે, તેમજ શાસન સેવાના કામમાં એક મહાન પુણ્યાત્માની ખોટ પડી છે. તેઓશ્રીની પૂલદેહે વિદાય છતાં પંડિતજીના એ આશિષ વચનો કે “આપણી પાસે જ્ઞાન હોય, શ્રદ્ધા હોય, તો પછી ભલેને ગમે તે ઘટના ઘટે, હિંમત હારવી નહીં” એ અમને હિંમત અપાવે છે. તેઓશ્રીનો આત્મા જયાં પણ હોય ત્યાંથી આપણા પર સતત અમદષ્ટિ વરસાવતો રહે, સતત શાસનનાં કાર્યો કરવાની પ્રેરણા આપતો રહે ! તેવી શાસનદેવને અભ્યર્થના સહ પંડિતજીના પુનિત ચરણોમાં શતશઃ નમન. પ્રભુ ! તારી વાણી જાદુ કરે છે. સાંભળનારા ભૂખતરસનાં, સઘળાં દુઃખ વીસરે છે. દિવ્યપ્રભાવે તત્ક્ષણ પૂરાયોજનમાં પ્રસરે છે. સુર-નર-પ્રાણી નિજ ભાષામાં સમજે છે. દુર્ગતિદુઃખો, દુર્મતિદોષ, દુર્ગુણ સકલ હરે છે. મોક્ષરતિના મનઉપવનમાં, તુજ વાણી વિચરે છે. પ્રભુ ! તારી વાણી જાદુ કરે છે. Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૭ ) + : એ-sv :એક - - - - - - - - - શાને પુ ષ્પાંજલિ શ્રી શ્રુતજ્ઞાનાય નમોનમઃ 2 અધ્યાપક શ્રી પ્રવીણચંદ્ર ભોગીલાલ શેઠ, અમદાવાદ જ પંડિત શિરોમણી, વ્યાકરણ, ન્યાય આદિ અનેક વિષયોના પ્રખર વિદ્વાનું, પડ્રદર્શનના જ્ઞાતા, પીઢ અનુભવી, સમતાસાધક, વડીલ મુરબ્બીશ્રી છબીલદાસભાઈ વાત્સલ્યતા, દાક્ષિણ્યતા અને સરળતાના સાગર હતા. આજથી ૨૦ વર્ષ પહેલા (વિ. સં. ૨૦૪૦માં) મુંબઈ કાંદિવલી ઈરાનીવાડીમાં શાસનપ્રભાવક પ. પૂ. આ. દેવશ્રી લબ્ધિસૂરીશ્વરજી મ. સાહેબે ભારતભરના સમ્યજ્ઞાન આપતા અધ્યાપકો અને શિક્ષિકાબહેનોને એક માળામાં ગૂંથી તેઓનું સંકલન કરી શ્રી જૈનધર્મ તત્ત્વજ્ઞાન પ્રચારક પરિષદ સ્થાપી, ત્યારે દીર્ઘદૃષ્ટા, પવિત્ર પુણ્યાત્મા છબીલદાસભાઈએ કહ્યું હતું કે પ. પૂ. આ. વિ. લબ્ધિસૂરીશ્વરજી મ. સાહેબે જીવતાં ઉજમણાં ર્યા છે. આ વાક્ય બતાવે છે કે પંડિતશ્રીને સમ્યગુજ્ઞાન દાતાઓ ઉપર કેવા ભાવ અને ભક્તિ હશે. તેઓશ્રીએ બાહ્ય-અત્યંતર સાધના દ્વારા જીવન શુદ્ધિના ધ્યેયને સિદ્ધ કરવા વર્ષો સુધી અપ્રમત્તપણે કાર્ય કરેલ છે. તેમનું મિતભાષી, સંસ્કારી, સંયમી, સાત્ત્વિક અને શ્રમમય જીવન સૌને અનુકરણીય અને પ્રેરણાદાયી બની રહેશે. આ પંડિતજીએ અમારા જેવા અનેકોને સત્યમાર્ગ ચીંધ્યો છે. તેઓ ખૂબ પ્રેમાળ હતા. નાનામાં નાના અધ્યાપકને પણ સુરત ગયા હોય તો આગ્રહપૂર્વક પોતાના ઘરે બોલાવે, આગતા-સ્વાગતા કરે અને વાત્સલ્ય વર્ષા વરસાવે. તેમનું જ્ઞાન શુષ્ક નહોતું પરંતુ નિશ્ચયનું આકાશ અને વ્યવહારની ધરતીને સ્પર્શેલું હતું. જિનશાસનની જવલંત જયોતિ સ્વરૂપ તેમના જવાથી શાસનને ન પુરાય તેવી ખોટ પડી છે. તેમનો ગુણ સ્વરૂપ આંતરવૈભવ મારામાં પણ યત્કિંચિત્ આવે એ જ અભ્યર્થના. તેઓશ્રી સમાધિપૂર્વક પંડિતમરણ પામ્યા છે. તેથી હવે ભલે સદેહે આપણી વચ્ચે નહીં હોય, પણ ગુણદેહે સદૈવ આપણા હૃદય મંદિરમાં જીવંત રહેશે. પંડિતવર્યોના આદર્શ સમા, આદરપાત્ર, સત્યવાદી શ્રી છબીલદાસભાઈનો આત્મા જ્યાં પણ હોય ત્યાં સુખ, શાંતિ, સમાધિને પામે એ જ પ્રભુ પાસે પ્રાર્થના... શ્રુતજ્ઞાન શ્રેષ્ઠ આલંબન છે. કારણકે શ્રુતજ્ઞાન આત્માને વિભાવમાંથી સ્વભાવમાં અને પરભાવમાંથી શુદ્ધભાવમાં લઈ જાય છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ ૯૮ ) : - - • - એ . જડ-v: - - - - - - - - - શાનપુષ્પાંજલિ આ ફૂલડે. ફૂલડે. ફોરમ.. 8 અધ્યાપકશ્રી ધીરેન્દ્રભાઈ આર. મહેતા. ૪ (વિસનગરવાળા) સુરત જીવન જીવી જાણવું અને મરણને માણી જાણવું એ એક જીવતરની શોભા છે. આવી શોભા પંડિતવર્યશ્રી છબીલદાસ કેશરીચંદ સંઘવીના અણુએ અણુમાં રમતી હતી. જીવન એવી રીતે જીવ્યા કે મુખ ઉપર સદાય હાસ્યોર્મિની રેખા ઝળકતી હતી, હૈયું માનવતાની સુવાસથી પ્રસન્ન અને પ્રફુલ્લ રહેતું. જિંદગી સફળ કર્યાનો આનંદ ઉછળતો હતો. નાતચ દિ ઘુવં મૃત્યુ:- જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત જ છે. શ્રી જિનશાસનના પનોતા પુત્ર, નિઃસ્પૃહ શિરોમણી પીડિતવર્યશ્રી છબીલભાઈ સુરત મુકામે અધ્યાપનની ભાવનામાં વિ. સં. ૨૦૦૨ શ્રાવણ સુદ ૧૩ના રોજ સ્વર્ગના શણગાર બન્યા. અધ્યાપન કરાવતાં કરાવતાં જ મારું મરણ થાય તેવા વિચારો કેટલીયે વ્યક્તિ આગળ તેમણે વ્યક્ત કરેલ... આ વિરાટ વિશ્વમાંથી એક શાસનરત્નને કાળનો કોળિયો ભરખી ગયો. જૈન સમાજે એક મહામૂલો માનવી ગુમાવેલ છે. તેઓની અણધારી વિદાય સૌ કોઈને માટે વસમી અને દુઃખદાયક છે. જેમ સૂર્ય આથમી જાય અને અંધકાર છવાઈ જાય તેમ સમાચાર જાણી ગમગીની ભર્યું વાતાવરણ છવાઈ ગયું. જાણે જ્ઞાનગગનનો સિતારો ખરી પડ્યો. જીવન અને મૃત્યુ એ જન્મની સાથે સંકળાયેલી એક ઘટના છે. પંડિતવર્યશ્રી છબીલદાસભાઈનો મારે પરિચય જો કે અલ્પ હતો, પણ તેઓશ્રીની પરિમલ અલ્પ નહોતી. છેલ્લા છ મહિનાથી શ્રી જૈનધર્મ તત્ત્વજ્ઞાન પ્રચારક પરિષદૂના કામે તેઓશ્રીની છત્રછાયામાં રહેવાનું સૌભાગ્ય મને મળેલ. ઉપરોક્ત સંસ્થાના પ્રાણસમાં હતા. જયારે જયારે તેમને મળવાનું થાય ત્યારે ખૂબ જ માનથી આદર સત્કાર કરતા. આંગણે પધારેલા મહેમાનોનું સ્વાગત ! એ તો આતિથ્ય માણ્યું હોય તે જ જાણે. આવનાર કોઈ પણ વ્યક્તિને ખૂબ જ માનથી બોલાવી જરાય ઊણપ ન આવે તે રીતે ભક્તિ કરી ધન્યતા અનુભવતા. તેઓશ્રીની વાણીમાં મીઠાશ હતી. હૃદયમાં પવિત્રતાની સુવાસ હતી. ઉચ્ચ વિચારસરણી હતી. તેઓશ્રીની કાયા ઓજસ્વી હતી; પ્રજ્ઞા જેમની તેજસ્વી હતી. કાર્યો જેમનાં યશસ્વી હતાં. આંખમાં પ્રેમનો પ્રકાશ હતો. સ્વચ્છ પ્રભાવશાળીવ્યક્તિત્વ હતુ. જેમના રોમે રોમમાં વાત્સલ્યભાવ હતો. પંડિતવર્યનું મરણ થતાં જ હૈયું ભરાઈ આવે છે. “પંડિતજી”ના હુલામણા નામથી ભારતભરમાં પ્રસિદ્ધ હતા. પંડિતવર્યને વર્ણવવા આ કલમ અને શબ્દો વામણા પડે છે. વિરલવિભૂતિને શ્રદ્ધાંજલિ અર્પતાં હૈયું રડી રહ્યું છે. Page #109 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનામૃત મોગને ! ચર્ચા કરવા, તેમની પાસે વિષય સમજવા જ્યારે કોઈ આવે ત્યારે જ તેમની વિદ્વત્તાનો ખ્યાલ આવે. કોઠાસૂઝના કારણે અનેકના સલાહકાર હતા. કારણ કે જૈન તત્ત્વજ્ઞાન-દ્રવ્યાનુયોગ-ન્યાય-વ્યાકરણ-કાવ્યનો અભ્યાસ ખૂબ જ ઊંડાણથી કર્યો હતો. અનેક વિષયોમાં પારંગત હતા. તેમના જીવનનું ઘડતર શ્રીમદ્દ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામહેસાણા તેમજ શ્રી જૈનશાસનના મહાન જૈનાચાર્યોએ કર્યું હતું. વિદ્વત્તા અને નમ્રતા જેવા પરસ્પર વિરોધી ગણાતા ગુણો ભાગ્યે જ સાથે જોવા મળે છે. પરંતુ પંડિતવર્યના જીવનમાં એ બન્નેય ગુણો અતૂટ એક સંપથી સાથે રહેતા હતા. પંડિતવર્યશ્રી છબીલભાઈએ કેવી કેવી આંધીઓમાંથી જીવન પસાર કર્યું છે તે સ્વમુખે સાંભળી હું ખૂબ જ વ્યથિત થયો. છતાં પંડિતવર્યના મુખ પર સદાય પ્રસન્નતા, ધર્મ ઉપરની અનન્ય શ્રદ્ધા કેટલું બળ આપી જાય છે. કર્મસિદ્ધાંતનું જ્ઞાન મેળવ્યા પછી “હાય” નહીં પરંતુ “હોય” એજ શ્રી જિનશાસનની અદૂભૂત ખૂબી છે, વિલક્ષણતા છે કે જે જે શાસનને સમર્પિત થયા તેને તેને સિદ્ધિના શિખરે ચડાવ્યા છે. પંડિતવર્યની વાણી એવી કે સાંભળતાં જ ઝૂકી જવાનું મન થાય. પૂ. સાધુ ભગવંતો તથા પૂ. સાધ્વીજી મહારાજ સાહેબોને જયારે અધ્યયન કરાવતા હોય ત્યારે એક એક શાસ્ત્ર પંક્તિ એવી રીતે સમજાવે કે ભણનારાને અભ્યાસ જરાય કંટાળાજનક ન લાગે. હજારો સાધુ ભગવંતો તથા સાધ્વીજી મહારાજ સાહેબોએ તેમના અગાધજ્ઞાનની મુક્ત કંઠે પ્રશંસા કરી છે. વિદ્વાનો સાથે ગોષ્ઠી કરતા હોય ત્યારે એમના મુખમાંથી શાસ્ત્ર પાઠો એવા નીકળે કે પુસ્તકમાં જોયા વિના આટલું બધું સચોટ કથન ક્યાંથી આવતું હશે એવો વિચાર આવ્યા વિના ન રહે. ફૂલડે ફૂલડે ફોરમની જેમ મહેકતા, પંડિતવર્યશ્રી છબીલદાસભાઈના જીવનમાં અસંખ્ય પ્રેરક પ્રસંગો પથરાયેલા પડ્યા છે. જ્ઞાનના પ્રખર દાતા પંડિતજી શ્રાવણ સુદ-૧૩ના રોજ અધ્યાપન કરાવવાના સમયે નવસ્મરણનું સ્મરણ કરતાં કરતાં આત્મવિચારણામાં લીન બન્યા. જેવું મરણ જોઈતું હતું તેવું સમાધિ મરણ મળતાં સહર્ષ પંડિતવર્ય સ્વર્ગે સિધાવ્યા. શાસનનો ચમકતો સિતારો ગયો. આ શબ્દમાત્રથી સુરત નગરી રુદનથી ઊભરાતી હતી. પંડિતવર્ષે સુરત શહેરમાં જ નહિ, ભારતભરમાં અનેકના હૈયામાં જ્ઞાન-વૈરાગ્યનાં પુનિત કિરણો પાથર્યા છે. સમગ્ર શાસનપક્ષે એક અદ્વિતીય વ્યક્તિને ગુમાવેલ છે. પ્રભુ શાસનને એક પ્રભાવક-માર્ગદર્શક-આત્માની ખોટ પડી છે. તેમનો આત્મા જ્યાં હોય ત્યાં શીધ્રાતિશીધ્ર સમ્ય રત્નત્રયીની આરાધના કરી શાશ્વત સુખનો ભોક્તા બને, એ જ અભ્યર્થના કોટી કોટી વંદન હો.. પંડિતજીને ધન્ય હો વિરલ વિભૂતિને ! પુનઃ પુનઃ પ્રણામ હો.... જીવની પરમ શુદ્ધ અવસ્થા તે મોક્ષ અને મલિન અવસ્થા તે સંસાર ! આ સનાતન સત્યને ઉદ્ઘોષિત કરનાર શ્રુતજ્ઞાન છે. Page #110 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) ૦ * * - - - ( જ્ઞાન પુષ્પાંજલિ ) [, પંડિતજીની ગુણ સુવાસ | 8 અધ્યાપક શ્રી દિનેશભાઈ કે. મહેતા - અમદાવાદ ૪ , એક પંખી આવી ઉડી ગયું વાત સરસ સમજાવી ગયું પૂ.આ.ભ.શ્રીલબ્ધિસૂરીશ્વરજી મહારાજદ્વારા સ્થપાયેલ શ્રી જૈનધર્મ તત્ત્વજ્ઞાનપ્રચારકપરિષદૂના માધ્યમથી પંડિતવર્ય શ્રી છબીલદાસભાઈનો પહેલો પરિચય થયો. ધીમેધીમે વધુ નજીકથી પંડિતજીને નિહાળવાનું-માણવાનું થયું. અનુભવનો ખજાનો એટલે પંડિતજી, આમ કહેવામાં કોઈ અતિશયોક્તિ નથી, પ્રથમપંક્તિના વિદ્વાન્ છતાં નમ્ર, સરળ, ગંભીર હતા. તેમની પાસે આવનાર શિક્ષકોને માનથી બોલાવતા તથા પિતાસમાન વાત્સલ્ય આપતા. નમ્રતા :- પંડિતવર્યશ્રી ધીરૂભાઈ મહેતા પાસે તર્કસંગ્રહનો ક્લાસ શિક્ષક મિત્રો માટે સુરત ગોઠવાયેલ, તે સમયે વડીલ હોવા છતાં ગુણાનુરાગથી પંડીતજી કલાકો સુધી સહુની સાથે બેઠા. વીસમી સદીનું આ એક આશ્ચર્ય ગણાય. સરળતા :- વિરલ વ્યક્તિઓમાં જોવા મળે તે ગુણો પંડિતજીમાં સહજ હતા. શ્રી સંઘના-શાસનના કોઈ કાર્ય માટે ક્યાંય જવાનું હોય ત્યારે તેઓશ્રીની સંમતિ સહજતાથી મળતી. અમારા જેવા શિક્ષકો પ્રતિ લાગણી ગજબની હતી અને તેથી જ વારંવાર જવા મન ખેંચાતું પંડિતજીના હૈયામાં શિક્ષક માત્રને સ્થાન હતું તે નિર્વિવાદ છે. પંડિતજીની ભાવના હતી કે મારી પાસે બેસો તો વર્ષોના અનુભવથી જે જાણ્યું છે તે કહું પરંતુ અફસોસ કે અમે લાભ લઈ શક્યા નહીં. ખુમારી :- સાચી વાત કહેવામાં પંડિતજી નિર્ભય હતા આમ છતાં વિવેક જરા પણ ચૂકતા નહી. સ્પષ્ટવક્તા પરંતુ વિવેક પૂર્વકની રજૂઆત કરતાં જીવન ખુમારીથી જીવ્યા છે કર્મસંયોગો :-પ્રતિકૂળ પ્રસંગો આવ્યા ત્યારે ત્યારે સ્વસ્થ રહ્યાં છે. કર્મના વિપાકે આવેલી ઉપાધિઓને સ્વીકારી જ્ઞાનબળથી સમતાભાવમાં રહી કર્મની નિર્જરા કરી છે. Page #111 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપુષ્પાંજલિ દીવાદાંડી :- તમામ શિક્ષકોને સલાહ સૂચન માટે દીવાદાંડી સમાન હતાં. પૂજ્ય આચાર્ય ભગવંતો પણ પંડિતજીને શાસનના પ્રશ્નો માટે બોલાવતાં, વિચારણા કરતાં અને સૂચનો સ્વીકારતા આમ ગુરુભગવતોના હૈયામાં પણ તેમનું સ્થાન હતું. અભ્યાસ કરનારા પૂ. સાધુભગવંતો અને પૂ. સાધ્વીજી ભગવંતો કહેતા કે પંડિતજી ભણાવતા ભણાવતા સંયમમાં સ્થિર બનીએ તેવું માર્ગદર્શન આપતા. ૧૦૧ ઉદારતાઃ શિક્ષકોનું શ્રી સંઘમાં ગૌરવવંતુ સ્થાન હોવું જોઈએ તેવું તેઓશ્રીનું માનવું હતું. આ માટે પ્રસંગે પ્રસંગે પૂ. ગુરુભગવંતોનું અને શ્રી સંઘના ટ્રસ્ટીઓનું ધ્યાન દોરવાનું પંડિતજી ચૂક્યા નથી. નિઃસ્પૃહ જીવન જીવી આદર્શ બતાવી જનારા પંડિતજીને શતશઃ વંદન કરી પ્રાર્થના કરું છું કે તેમના જેવું ખુમારી ભર્યું જીવન જીવવાનું સામર્થ્ય પ્રગટે. કારવાદ जीवित कासु न वल्ल, धणु पुणु कासु न इट्टु, दोणि वि अवसर हिवडई तिण-सम गण विसिडु ॥ - સૈમ પ્રાકૃત વ્યાકરણ : અપભ્રંશ દૃષ્ટાંત જીવન કોને વહાલું નથી ? અને.ધનસંપત્તિ કોને પ્રિય નથી ? પણ તે સાર્થક કરવાનો અવસર આવી મળે, ત્યારે તેને તણખલા સમાન જાણી તેને સત્કાર્યમાં ન્યોચ્છાવર કરનાર જન વિરલ છે, વિશિષ્ટ છે. પ્રાકૃત વ્યાકરણમાં આવતા દુહા, એ ગુજરાતી ભાષાની ગંગોત્રી છે. ભાષાનું મૂળ સ્વરૂપ એ છે. તેમાં દેશાન્તરે અને કાલાન્તરે, ફેરફાર થતાં—થતાં વર્તમાન ગુજરાતી ભાષાનું સ્વરૂપ બંધાયું છે. આ દુહામાં પણ, એક અમૂલ બોધ ગૂંથી દીધો છે. જીવન અને ધન કિંમતી છે; પણ એથી વધુ કિંમતી તો અવસર આવે ત્યારે તેને છોડવાની તૈયારી છે; એ દર્શાવવાની ખુમારીભરી આ શીખામણ છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ *( જ્ઞાન પુષ્પાંજલિ ) વ્યાકરણ વિશારદ પંડિતજી 2 અધ્યાપક શ્રી. ભાવેશકુમાર રવીન્દ્રભાઈ દોશી 8 અમદાવાદ, મા સરસ્વતીના પનોતા પુત્ર પંડિતવર્ય શ્રી છબીલદાસભાઈનું જૈન સમાજમાં અધ્યાપન કાર્યમાં આગવું સ્થાન ધરાવનાર વ્યક્તિત્વ હતું બનાસકાંઠાના એક ભાભર ગામમાં જન્મ પામેલ આ વિભૂતિએ મહેસાણાની યશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ કર્યો. અનેક અનેક વિષયનો પંડિતજીએ તલસ્પર્શી અભ્યાસ કર્યો. તેઓશ્રીની સ્મૃતિ, નિર્ણય લેવાની શક્તિ આજની પળે ખૂબ જ યાદ આવે છે. અનેક વિષયોમાં નિપુણતા ધરાવનાર પંડિતજીનો અભિપ્રાય અચૂક લેવાનું મન થતું. તેઓશ્રીનો અભિપ્રાય લેવામાં સમાજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ, કુટુંબીજનો અને કેવલ પંડિતવર્યોજ નહીં પણ સાધુ-સાધ્વીજી ભગવંતોનો પણ સમાવેશ થતો હતો. પંડિતજી મૃત્યુ પહેલાં ઘણા વર્ષોથી એક વાતનું રટણ કરતા કે હવે આપણી ઉમંર થઈ ગઈ બસ એક જ ઈચ્છા છે કે આ દેહ ભણાવતાં ભણાવતાં છોડીએ એટલે બસ અને થયું પણ એમ જ કે મૃત્યુની પળે પણ અભ્યાસુ સાધ્વીજી ભગવંત અભ્યાસાર્થે આવી ગયા હતા. છેલ્લા વર્ષોમાં તેઓની તબિયત નાદુરસ્ત હતી પરંતુ ઘરે ભણાવવાનું ચાલું રાખેલ જયારે ભણાવતાં ત્યારે શરીરનું દર્દ ભૂલી ઉત્સાહમાં આવી જતાં પંડિતજીનો સિદ્ધહેમ શબ્દાનુશાસન પ્રત્યે ખૂબ આદર અને ઊંડું જ્ઞાન હતું. કારણ ગમે તેવા મથામણના પ્રશ્નો ક્ષણવારમાં ઉકેલી આપતાં. તેઓશ્રી પૂ.સા. શ્રી લાવણ્યશ્રીજી મ.સા.ની શિષ્યા પૂ.સા.શ્રી મયૂરકળાશ્રીજી મ.સા.ના શિષ્યાઓ તથા મારા બેન મ.સા. પ્રશાન્તયશાશ્રીજી મ.સા. આદિ ઠાણાંને વ્યાકરણ ભણાવતા પંડિતજીએ પ્રેરક પ્રેરણા કરી કે ભણ્યા છો તો હવે આ વિષય બીજાને ઉપયોગી બને તેવું ગુજરાતી સરળ વિવેચન લખો અને તે પ્રેરણા એવી તો નિમિત્ત બની કે જેને આજે ૪ અધ્યાય સુધી પાંચ ભાગમાં ૨૦૦૦ પેજ જેટલું લખાણ લખાઈ ગયું અને જેની ત્રણ ત્રણ આવૃત્તિ છપાવવી પડી. પંડિતજીએ ખૂબ આ વિષયમાં કાળજી લીધી હતી. ચીવટથી મુફો પણ જોઈ આપ્યા હતાં આ પુસ્તકની ખૂબ માંગ રહી છે. પંડિતજીમાં સરળતા ઘણી હતી. છતાં શાસન પ્રત્યે વફાદારીના કારણે ભલભલાને સાચી વાત કડવાશથી કહેવામાં પણ ખચકાતા નહોતા તેનો અમોને અનુભવ છે. Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩) . . - »er sex સગા જ આ દસ દt over --( જ્ઞાન પુષ્પાંજલિ ) પંડિતજીનું છેલ્લા વર્ષોમાં અમારે ઘણીવાર સાનિધ્ય લેવાનું થયું તે અમારા જીવનની અમૂલ્ય ક્ષણ હતી. છેલ્લે અમદાવાદ-પાલડી-જૈનનગર વિસ્તારમાં-શ્રી આણંદજી કલ્યાણજી પેઢી આયોજિતશ્રુતઆનંદટ્રસ્ટસંચાલિત પાઠશાળાના મકાનનું ઉદ્ધાટન પંડિતજીના કર કમલે થયું ત્યારે માર્મિક ટકોર કરેલ કે આમ તો આવા મકાનના ઉદ્દઘાટન શ્રીમંતોના હાથે થાય પણ અમૂલ્ય ક્ષણ છે કે સરસ્વતીની કદર થઈ છે. પંડિતજી ખાસ એક ટકોર કરતા કે ભણવું એતો ભણવું છે જ પણ તેના કરતાં તો ભણાવવું તે સાચું ભણવું છે. આવા વિદ્વાન્ પંડિતવર્યના ગુણોની અનુમોદના કરતાં કરતાં મારું જ્ઞાન પણ નિર્મળ બને એવી શુભભાવના. કાવ્ય-વિનોદ आगतो हेम गोपाल : दंङ–कम्बलमुद्वहन् । षड्दर्शन-पशुप्रायान् चारयन् जैन वाटके ।। એકદા રાજા સિદ્ધારાજની સભામાં કામળી અને દંડ સાથે, શ્રી હેમચન્દ્રાચાર્યજી પધારી રહ્યા હતા. તેઓને આવતા જોઈ, એક પંડિતને ટીખળ કરવાનું સૂછ્યું, બોલ્યા: આવ્યોહેમ ગોવાળ, લાકડી–કામળી ધારી, લાકડી–કામળીએ ગોવાળિયાનું ચિહ્ન છેએસરખાવી આવું કહ્યું. પરંતુ શ્રી હેમચન્દ્રાચાર્યજી તો ભારે વિચક્ષણ વિના વિલંબે તેઓ બોલ્યા: છદર્શન પશુઓને, ચરાવે જૈન જંગલે. સભા બધીઆશ્ચર્યઅને આનંદમાં ડૂબી ગઈ. નેત્રપહોળાં કરી આમતેમ ડોક ફેરવી, આદરભર્યાઅહોભાવથી કલિકાલસર્વજ્ઞને જોઈ રહી. Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦) * - - - - - - - - - - - - - - જ્ઞાનપુષ્પાંજલિ ) નમસ્કાર આપના ચરણોમાં, 8 અધ્યાપક શ્રી રાજેન્દ્ર એસ. સંઘવી. ડીસા ,૪ જેઓશ્રીનું પૂર્વાહ ભાભરની ભવ્યભૂમિમાં, મધ્યાહન ખંભાતતીર્થમાં અને સાયાહ્ન સુરતની સલુણીધરામાં વ્યતીત થયું એવા જ્ઞાનભાનુ પં. શ્રી છબીલદાસભાઈના મંગળ નામાક્ષરથી કોઈક જ જિજ્ઞાસુ અજાણ હશે. તેઓશ્રી સ્વર્ગવાસ પામ્યા. તે સમાચારને સ્વીકારવા મનડું હજુ માનતું નથી. સમગ્ર જીવનની રંગોળીને જ્ઞાનના તેજથી પ્રકાશિત-પ્રજવલિત કરનાર આ જ્ઞાનકુંજને કેમ વિસરી શકીએ ? ધીરતા...પરિમિત પણ સચોટ વચનશીલતા... અધ્યાપન પટુતા...ગંભીરતા... ઔચિત્યાદિ ગુણપુષ્પોથી મઘમઘાયમાન તેઓશ્રીનું જીવન ઉદ્યાન હતું. મારી ડીસાથી-ખંભાતની તીર્થભૂમિમાં અધ્યાપક તરીકે નિમણૂક કરનાર...ત્યાં સ્થિર કરનાર...અવસરે વ્યાકરણાદિ વિષયોની શંકાને સરળ ભાષામાં સચોટ રીતે ઉકેલી આપનાર એ જ્ઞાનનિધિને કેમ ભૂલી શકું? વ્યાકરણમાં સત્વરે જેવા કઠિન સૂત્રને ખૂબ જ સરળભાષામાં સમજાવ્યું ત્યારે મારો આનંદ નિરવધિ બન્યો ! જીવનની ઢળતી સંધ્યાએ જયારે તેઓશ્રીને રૂબરૂ મળવાનું થયું. ત્યારે તેઓશ્રીના મુખમાંથી એક જ વાત સરતી કે જીવવાનો મોહ નથી, મરવાનો ડર નથી. પ્રભુ મહાવીર જેટલું આઉખું ભોગવાઈ ગયું...હવે જેટલું ભોગવાશે તેટલું બોનસમાં.. કેટલાય બુઝર્ગો પાસે સાંભળવા મળેલું કે વર્તમાનના જેટલા પણ આચાર્યપ્રવરો છે તેમાંના ઘણા આચાર્યભગવંતો આપશ્રી પાસે ભણેલા... તૈયાર થયેલા છે. અભ્યાસ કરાવવાની સાથે વ્યવહારનીતિ પણ સમજાવતા...સત્ત્વનો વિકાસ કેવી રીતે કરવો એ ખાસ જણાવતા... Page #115 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન પુષ્પાંજલિ પંડિતજીની આ ખુમારી હતી :- ચાતુર્માસમાં પૂ. મુનિભગવંતોને ભણાવતાં એકદા પગાર લેવા માટે પેઢીમાં ગયા...મુનિમજી કહે, પંડિતજી પાંચ મિનિટ બેસો..પછી હિસાબ પતાવી દઉં... પંડિતજી સ્વસ્થતાથી બેસી રહ્યા...પાંચ ને બદલે પંદર મિનિટ થઈ, મુનિમજીની સાથે હિસાબ પતાવી પંડિતજી વિદાય થયા. બીજા દિવસે પૂ. આ. ભગવન્તને (પ. પૂ. રામચંદ્ર સૂ. મ.સા.ને) વંદન કરીને કહે, સાહેબ ! આપ આદેશ આપશો તો આપના મહાત્માને ૧૫ મિનિટ વધુ ભણાવીશ...પણ પેઢીમાં પગાર લેવા...જવું અને મુનિમનું મોઢું જોઈ ૧૫ મિનિટ બેસી રહેવું. એ મારાથી નહીં બને. .પૂ. શ્રી સમજી ગયા. . .અને તરત જ ટ્રસ્ટી દ્વારા મુનિમને બોલાવી ત્રણેયની હાજરીમાં કહે - પંડિતજી પગાર લેવા પેઢીમાં નહીં આવે. છેલ્લી તારીખે તેઓશ્રી ભણાવતા હોય ત્યારે (તમારે) ટ્રસ્ટીએ એમને-એમની પાસે આવી હાથ જોડી બહુમાનપૂર્વક પગાર આપી જવાનો ! ૧૦૫ ટ્રસ્ટીવર્યશ્રી સમ્મત થયા.દરમહિને તે પ્રમાણે જ થઈ ગયું. આવી હતી પં. વર્ષની ખુમારી અને આવી હતી પ. પૂ. ગચ્છાધિપતિશ્રીની જ્ઞાની પ્રત્યેની સદ્ભાવના ! મારા ઉપર તો તેઓશ્રીનો અતિ-અતિ ઉપકાર છે. એ ઉપકારો ક્યા શબ્દોમાં વર્ણવું ? તેઓશ્રી સાથેના પ્રત્યક્ષ યા પરોક્ષ કોઈ પણ વ્યવહારમાં અવિનયાદિક થયા હોય તો ક્ષમા યાચી વિરમું છું. પ્રભુ! તારી વાણી છે ધ્રુવતારો. તિમિરભરેલા ભવસાગરમાં, છે બસ એક સહારો. મારગ સાચો દાખવવામાં, એનો એક ઈજારો. અંધારુ ચોમેર ભલે હો, મુજને ના મુંઝારો. એની જ્યોતિ ઝીલી કેઈ, પામ્યા ભવનો આરો, મુજને પણ લઈ જાશે મોક્ષે, તારો તેજ સિતારો. પ્રભુ ! તારી વાણી છે ધ્રુવતારો. Page #116 -------------------------------------------------------------------------- ________________ १०६ स्वर्गस्थपूज्यपंडितप्रवरश्रीछबीलदास भ्रातुः आत्मा भवान्तरेऽपि जिनशासनं प्राप्य ज्ञान - साधनाबलेन स्व-परकल्याणभाग् भवेत्, इति शुभकामना मम अस्ति । श्रीमद्गूर्जरप्रान्ते भाभरनगरवास्तव्यजेकोरबाईकेशरी चंदगृहे १९७५ तमे विक्रम संवत्सरे पौष शुक्लत्रयोदश्यां भगवतो महावीरप्रसादात्पुत्रजन्म अभूत् । छबीलदासो नाम्ना प्रसिद्धीभूत: । पितृसन्निधौ भाभरमध्ये बाल्यकालं व्ययीकृत्य महेशानास्थित श्रीमद्यशोविजयजैन संस्कृत पाठशालायां नववर्षपर्य्यन्तं दत्तचित्तेन गुरुसेवां कुर्वन् नानाविधशास्त्राणि अभ्यस्य तत्रैव तानि शास्त्राणि अध्याप्य स्तंभनपुरे एकस्मिन्स्थाने पञ्चाशत्वर्षपर्यन्तमध्यापनं कृत्वा तत्संघे उच्चस्थानं प्राप्तवान् । अध्यापनकलायां एतेषां प्रवीणता अवर्णनीयासीत् । गूढपदानामपि अर्थानां सरलभाषायां पाठनमिति अस्यैव विलक्षणता । एतदतिरिक्ता अन्येऽपि केचन गुणविभूषिता आसन् (१) संघहितचिंतक (२) सत्यवक्ता, (३) कर्मभीरुता, (४) परोपकारपरायणता, (५) निर्भयता, (६) सहनशीलता, (७) निःस्पृहता, (८) श्रुतज्ञानविनियोगता, (९) कृतज्ञता, (१०) सात्त्विकता, (११) गांभीर्यतादि गुणैः सुवासिताः । कामना । | श्रद्धांजलिः । ॥ ज्ञानस्य फलं विरतिः ॥ ॥ सा विद्या या विमुक्तये ॥ जैनशासनमस्यज्ञानदानेन सेवितं । आगन्तुकानाम् अध्ययनाध्यापनस्यैव प्रेरणां कृतवान् । एतादृशो महामानवो विक्रमसंवत २०५८ तमे वर्षे स्वकीय भावनानुसारेणैव अध्यापयन् श्रावण शुक्ल त्रयोदश्यां पञ्चत्वं गतः । जैनशासने अस्य महानुभावस्य क्षतिः कथमपि न पूर्णीभविता । सद्गतस्यात्मा भवान्तरेऽपि जिनशासनं प्राप्य स्व- परात्मकल्याणे लीनो भवेदिरिति मदीया ॥ मंगलकामना || अहमदावाद मध्ये संवत २०५९ वर्षे अषाढमासस्य शुक्लपक्षस्य त्रयोदश्यां तिथ्यां लिखितम् । જ્ઞાન પુષ્પાંજલિ तेषाम् गुणा : मयि प्रादुर्भूयासुः । यद्गुणकीर्तनं किमपि फलवदस्ति तर्हि सर्वे जीवाः कृत्स्नकर्मक्षयाः भवन्तु । - भवदीयचरणचञ्चरीकः जशवंतलालसुतः परेशः । Page #117 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન પુષ્પાંજલિ આજીવન-શ્રુતજ્ઞાન આરાધક, પરમશ્રદ્ધેય | વાત્સલ્યનિધિ પૂ. પં. છબીલદાસભાઈKI આ અધ્યાપક શ્રી પ્રકાશભાઈ કે. દોશી, સુરત ૪ સંસારચક્રમાં આત્માઓની જન્મ અને મરણની ઘટમાળ કર્માનુસારે અનાદિકાળથી ચાલતી આવી છે. તેમાં સૂક્ષ્મ-પ્રજ્ઞાશાળી પુરુષ કોઈ વિરલ વ્યક્તિ જ પાકતા હોય છે. તેમાં પણ આત્મિક જયોત જલતી રાખી અન્ય અનેક આત્માઓને તેજોમય બનાવનાર તો કોઈક વિરલ વ્યક્તિ જ હોય છે. આવુંવિરલ વ્યક્તિત્વ ધરાવનારા આપણા વિદ્વદ્વર્ય પંડિત છબીલદાસ કેશરીચંદ સંઘવી હતા. શ્રુતજ્ઞાનની પ્રાપ્તિની ઝંખના : પૂજ્યશ્રી પ્રારંભમાં સૂક્ષ્મ-તત્ત્વચિંતક, દીર્ઘદ્રષ્ટા પ. પ્રવર પ્રભુદાસભાઈ બેચરદાસ પારેખ પાસે અને ત્યારબાદ સંસ્કૃતના પ્રખર વિદ્વાન્ શ્રી વર્ષાનંદશાસ્ત્રીપાસે, વ્યાકરણવિદ્ પૂ.આ.ભ.શ્રી લાવણ્યસૂરિજી મ.સા.પાસે, નૈયાયિક મુનિરાજ શ્રી મનકવિજયજી મ. સા.પાસે, સાહિત્યજ્ઞ પ.પૂ. આ.ભ.શ્રી ધર્મધુરંધરસૂરિજી મ. સા.પાસે તથા પ.પૂ.આ.શ્રી લક્ષ્મણસૂરીશ્વરજી મ. સા.પાસે. આમે અનેક વિષયના કુશળ શિલ્પિપાસે તેમને શ્રુતની પ્રાપ્તિ કરી છે તે વિષયમાં પરિપક્વતા મેળવી હતી. શ્રુતજ્ઞાનનો વિનિમય : સૌપથમ વિદ્યાર્થીકાળમાં મહેસાણાપાઠશાળામાં ત્યાર બાદ ૫૦ વર્ષ ખંભાતમાં ત્યાર બાદ ૧૫ વર્ષ સુરતમાં શ્રુતજ્ઞાનનો વિનિમય સતત અંતસમય સુધી ચાલુ હતો. તેમના વિનિમયની આગવી કળા હતી કે અલ્પ સમયમાં અલ્પ શબ્દ દ્વારા પદાર્થને સ્પષ્ટ કરતા હતા. નીડરતા : સત્યવાતને કહેવામાં તો કોઈ પણ પ્રકારની શેહ શરમ રાખ્યા વગર સારાશબ્દમાં સ્પષ્ટ કહેતા ત્યારે એમ લાગતું કે ખરેખર પૂજયશ્રીના હૃદયમાં શાસન કેટલું વસેલું છે? વાત્સલ્ય : નાની કે મોટી વ્યક્તિને બોલાવવાનો શાબ્દિક પ્રયોગ પણ માનભર્યો હતો. એટલું જ નહીં પણ દરેક વ્યક્તિને પોતાનાથી પણ અધિક બનાવવાની ભાવના તથા પ્રયત્નશીલતા હંમેશાં દરેકને આગળ રાખવાના સ્વભાવવાળા હતા. કોઈપણ પ્રકારના પ્રશ્નનો જવાબ આપવામાં એટલી બધી હિતદષ્ટિ-દીર્ધદષ્ટિ રાખતા કે પોતાનાથી સામેની વ્યક્તિનું અહિત ન થાય. આવા દીર્ઘદૃષ્ટા હતા. તેમનું વાત્સલ્ય માણનારને જ અનુભવગમ્ય બનતું. Page #118 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ સાત્ત્વિકતા : પૂજ્યશ્રીમાં આ ગુણ તો હરેક સમયે જોવા મળતો. તેઓ કહેતા આ ગુણ પૂ. પ્રભુદાસભાઈના શિષ્યત્વનું ભેટણું છે. અનેક વખત પ્રલોભનના પ્રસંગો આવ્યા પણ ક્ષોભ પામ્યા ન હતા. કર્મરાજાની લીલા તેમના જીવનમાં સાક્ષાત્કાર થવા છતાં પણ તેમને ક્ષોભ પામ્યા વગર સાત્ત્વિકતાથી જાકારો આપ્યો હતો. જ્ઞાન પુષ્પાંજલિ કર્મબંધ ન થાય તે માટેની સજાગતા કેવી : અંત સમયે પૂજ્યશ્રીની થોડી તબિયત બગડતાં સુપુત્રે કહ્યું કે આજે પાઠ બંધ રાખો ત્યારે તેમનો ઉત્તર હતો : ‘કે આવું ન બોલાય; અંતરાય કર્મ બંધાય.’ આ શબ્દ આપણને તેમના જીવનની સુગંધતાનો ખ્યાલ આપે છે. હૃદય કમલમાં સ્થાન પ્રાપ્ત કરેલ : પૂજ્યશ્રી પક્ષ કે પ્રતિપક્ષ સર્વેના હૃદયમાં સ્થાન મેળવનારા હતા. સર્વેને માન્ય વ્યક્તિત્વ ધરાવનાર હતા. દરેક પ્રત્યે સમદષ્ટિવાળા હતા. કૃતજ્ઞતા કેવી ? : પૂજયશ્રી મહેસાણાપાઠશાળાનો ઉપકાર વારંવાર કહેતા. અનેક ગુણોના ખાણરૂપ પૂજ્યશ્રીએ સ્થૂલ દેહે વિદાય લીધી પણ તેમના જીવનના અનેક ગુણોના સ્મરણથી તેમની યાદ હૈયામાં ગુંજતી રહેશે. ગુણવાન પૂજ્ય ગુરુવર્યના વિરહનો આઘાત ભૂલવો દુષ્કર છે. પૂજ્યશ્રી મારા માટે સર્વેસર્વા હતા. તેમના ઉપકારનું ઋણ હું ચૂકવી શકું તેમ નથી. તેમનો આત્મા જ્યાં હોય ત્યાંથી આપણને આશીર્વાદ અર્પે એ જ મંગલભાવના. શ્રુતજ્ઞાન દિવ્યદીપક છે. દીપક અંધકારને નષ્ટક૨ે છે. અને ઉજાસ આપે છે. શ્રુતજ્ઞાન ભીતરી અંધકારને દૂર કરીને આત્મ-પ્રકાશને પ્રગટ કરે છે. શ્રુતજ્ઞાન ૫૨મ દિવાદાંડી છે. સાગરમાં રહેલ દીવાદાંડી વિભ્રમિત થયેલાને સાચી દિશા દર્શાવે છે. શ્રુતજ્ઞાન ભવસાગરમાં મોહથી અટવાયેલાઓને મુક્તિની સાચી દિશા બતાવે છે. Page #119 -------------------------------------------------------------------------- ________________ ૧૦૯ - શાસન ચાહક પં. પ્ર. શ્રી છબીલદાસભાઈ સંઘવી હિંમતલાલ એ. શાહ - કાંદિવલી (પ્રમુખ : શ્રી કાંદિવલી જૈન શ્વે.મૂ.સંઘ-મુંબઈ) જ્ઞાન પુષ્પાંજલિ એક અનન્ય વ્યક્તિત્વ, સાથોસાથ પંડિતોમાં શ્રેષ્ઠ, પૂ.સાધુભગવંતો અને પૂ.સાધ્વીજી ભગવંતોના વિદ્યાગુરુ એવા સ્વ. પંડિતજી માટે લખવું એ પણ એક સદ્ભાગ્ય. આવો મનુષ્યભવ ફરી મળવો દુર્લભ છે માટે જે સારૂં કરવાનું છે તે અત્યારે અને આજે જ કરવું આવી હિતશિક્ષા આપનાર પંડિતજીએ સ્વજીવન પણ એ જ રીતે વીતાવ્યું. બોરડી (મહારાષ્ટ્ર) શ્રી વિજયનીતિસૂરિ જૈન પાઠશાળા, કાંદિવલીની સ્વાધ્યાયેંશબિરમાં પંડિતજી પધાર્યા. પરિચયમાં આવવાનું થયું. સ્વાધ્યાય પ્રસંગે આધ્યાત્મિક જે વાતો કરી તેની સ્મૃતિ આજે પણ ચિત્તમાં રમે છે. ખંભાતમાં ઘણા વર્ષો સ્વાધ્યાય કરાવી સુરત પધાર્યા. સુરતમાં પણ જીવનની અંતિમક્ષણ સુધી અધ્યાપન ચાલુ રહ્યું. શારીરિક અસ્વસ્થતાના કારણે પૂજ્યો અભ્યાસમાટે પંડિતજીના ઘેર પધારતા. જૈનધર્મ તત્ત્વજ્ઞાન પ્રચારક પરિષદ્ની દરેક પ્રવૃત્તિઓમાં (બહારગામ મીટીંગ વગેરે હોય ત્યારે પણ) પંડિતજીની ઉપરસ્થિતિ રહેતી, માર્ગદર્શન મળતું આ વાત વસંતભાઈ દોશી પાસેથી જાણી. વૃદ્ધાવસ્થામાં પણ સક્રિય આ વિદ્વાન-જ્ઞાની પુરુષને નતમસ્તકે વંદન કરું છું. તા.૧૪-૩-૨૦૦૬ના રોજ ખંભાત જવાનું થયું ત્યારે દાદાસાહેબની પોળના નાકે “સ્વ. પં. શ્રી છબીલદાસ સંઘળી ચોક” છે તેની નોંધ લીધી. ખંભાતને જ્ઞાનના ક્ષેત્રે જે યોગદાન આપ્યું તેની સુંદર સ્મૃતિ ગણાય. જીવન એવું જીવી ગયા છે કે એક જ વાક્યમાં કહીયે તો મહાન પંડિત, સર્વવિરતિધરના વિદ્યાગુરુ અને શાસનના ચાહક આ હતું પંડિતજીનું અનોખું જીવન જૈન તત્ત્વજ્ઞાનના પ્રખર અભ્યાસી અને અભ્યાસ માટે પ્રેરણા આપનાર વડીલ પંડિતજીને શુભભાવપૂર્વક અંજલિ જન અને જૈન વચ્ચે આ રીતે ભેદ દર્શાવનારા “શ્રુતગુરુ”નુ ગૌરવ વધે એવુ જીવન દિપાવનારા “જૈન’” આપણે ક્યારે બનીશું ? Page #120 -------------------------------------------------------------------------- ________________ (૧૧૦ ) " - - સ rs = = . ક પ ( દાનપાત્ર ઉપકારી પંડિતજી અધ્યાપક શ્રી ભરતકુમાર સી. કાપડીયા, ખંભાત પરમ ઉપકારી, પિતાતુલ્ય પંડિતવર્યશ્રી છબીલદાસભાઈ લગભગ ૫૦ વર્ષથી શેઠશ્રી કેશવલાલ બુલાખીદાસ સંચાલિત શ્રી ભટ્ટીબાઈ પાઠશાળા અને લલિતાબેન કેશવલાલ સ્વાધ્યાયમંદિર-ખંભાતમાં અભ્યાસ કરાવતા હતા. તેઓશ્રીનો જન્મ ભાભર મુકામે થયો હતો. પરંતુ કર્મભૂમિ ખંભાત હતી. મારી પંદર વર્ષની ઉંમર હતી ત્યારથી હું તેઓશ્રીના પરિચયમાં આવેલ. તેઓશ્રી પ્રકાંડ વિદ્વાનું હતા. કર્મ સાહિત્ય, ન્યાય તથા સંસ્કૃત, પ્રાકૃત વ્યાકરણના નિષ્ણાત હતા. તેમની પાસે અનેક સાધુસાધ્વીજી ભગવંતોએ તથા શ્રાવક-શ્રાવિકાઓએ અભ્યાસ કર્યો છે. તેઓશ્રીની સમજાવવાની શક્તિ ઘણી સારી હતી અને તેઓશ્રીએ ઘણા આત્માઓને સંયમપંથે વાળ્યા છે. તેઓશ્રી વિધિ-વિધાનના નિષ્ણાત હતા. અંજનશલાકા, પ્રતિષ્ઠા આદિ વિધાનમાં ખંભાતના યુવાનોને સારી રીતે તૈયાર કર્યા હતા. હું પણ તેમાંનો એક છું. સમજણ ના પડે તો ઘણી બધી છણાવટ કરીને સમજાવતા હતા જેથી આજે અમે દરેક વિધિ-વિધાન કરાવી શકીએ છીએ. તેઓશ્રી ખૂબજ નિઃસ્પૃહ હતા. બાહ્ય સન્માનથી હંમેશાં દૂર રહ્યા હતા. કોઇક વિશેષ પ્રસંગે તેમને બહુજ આગ્રહ કરવામાં આવે ત્યારે શ્રી સંઘના આશીર્વાદરૂપ તિલક કરાવીને શ્રીફળ જ લેતા. ઉપરોક્ત સંસ્થામાં ભણાવતા હતા ત્યારે તેઓશ્રીનું રૂા. એકલાખની થેલીથી સન્માન કરવાનું હતું. ત્યારે તેઓશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે લક્ષ્મી ચંચળ છે. આજે છે ને કાલે નથી. મને જે રકમ આપવા ઇચ્છો છો તે બાળકોના પ્રોત્સાહનમાં આપો. પંડિતજીની આ નિઃસ્પૃહતા હતી! કોડીયું ભલે નાનું હોય અને વાટ ભલે પાતળી હોય તો પણ દીપક આખા ઓરડામાં અજવાળું પાથરે છે. પુષ્પ ભલે નાનું હોય પણ તેની સુગંધ આખા માર્ગને સુગંધિત કરી દે છે. આજ રીતે પંડિતજી પાસેથી પ્રાપ્ત થયેલ અલ્પજ્ઞાન પણ અમને બહુ ઉપકારક બન્યું છે. કર્મસંયોગે તેમની ધર્મપત્નીનું અવસાન થયું એટલે તેમને ખંભાત છોડવાનું થયું. તેઓશ્રીએ પોતાનું શેષજીવન પ.પૂ.સાધુ-સાધ્વીજી ભગવંતોને ભણાવવામાં જ વીતાવ્યું. સુરત - ગોપીપુરામાં ઘરે જ ભણાવવાની ભાવનામાં એમનું સમાધિપૂર્વક મૃત્યુ થયું અને મારો આધારસ્તંભ હતો તે છીનવાઈ ગયો. Page #121 -------------------------------------------------------------------------- ________________ (૧૧ ૧ ) દો જેમ કે - *. મોડી ગor માંડr :- "» શાનપુષ્પાજલિ જ્ઞાન, વિનય અને સંસ્કારનો ખજાનો એટલે છબીલકાકા બાબુભાઈ બેંકર સુરત જ ઉં કાજીના મેદાનમાંથી લાકડી લઈને વાડીના ઉપાશ્રય તરફ ધીમે પગલે નીચું જોઈને જતી પ્રૌઢ વ્યક્તિને જુઓ એટલે તમારું મસ્તક તેને વંદન કરવા માટે ઝૂકી પડે એ જ છબીલકાકા એટલે છબીલદાસ કેશરીચંદ સંઘવીનું ૮૪ વર્ષની જૈફ વયે અવસાન થયું અને જ્ઞાનના મેઘધનુષમાં એક રંગ ઝાંખો પડી ગયો. બનાસકાંઠાએ સુરત શહેરને અનેક રત્નો આપ્યાં છે, તેમાં ભાભર ગામમાં જન્મેલા સ્વ. પંડિતજીના જીવનનો મધ્યભાગ ખંભાતમાં અને અંતિમ દિવસોમાં સુરતમાં સ્થિર થયા હતા. કમનસીબે માત્ર ત્રણ વર્ષની નાની વયમાં માતાનું છત્ર ગુમાવ્યું. ત્યાર બાદ ગામઠી શાળામાં ધોરણ ૭ સુધી અભ્યાસ કરી બહુરત્ના વસુંધરા એવી મહેસાણાની યશોવિજય પાઠશાળામાં ધાર્મિક અભ્યાસ અર્થે જોડાયા. બનાસકાંઠાની ધરતીએ સુરત નગરીને પ્રથમ હરોળના હીરાના વેપારીઓની ભેટ તો ધરી જ છે પરંતુ સાથે સાથે પ્રથમ હરોળના પંડિતવર્યોની ભેટ પણ ધરી જ છે. હીરો કાચો હતો તેના પર પાસા પડવા લાગ્યા ને સંસ્કૃત, પ્રાકૃત, વ્યાકરણ, કાવ્ય, ન્યાય વિ. નો અભ્યાસ ખૂબ જ જાણીતા પંડિત પ્રભુદાસભાઈની રાહબરી નીચે કરવાનું સદ્ભાગ્ય સાંપડ્યું. એમની અભ્યાસની લગની તો જુઓ! પૂ. આચાર્યમહારાજશ્રી પાસે રહ્યા તો જાતે રોટલા બનાવીને પેટની ભૂખ સંતોષી અને અભ્યાસ પૂર્ણ કર્યો. જીવનના મધ્યભાગમાં તેઓ ખંભાત આવ્યા. ખંભાતમાં સેંકડો સાધુ-સાધ્વીજી ભગવંતોને અને અસંખ્ય શ્રાવક-શ્રાવિકાઓને શ્રીમતી લલિતાબેન કેશવલાલ બુલાખીદાસ સંચાલિત ભટ્ટીબાઈ પાઠશાળામાં અધ્યયન કરાવ્યું. આજે અંજનશલાકા-પ્રતિષ્ઠાઓ થાય છે તેનું વિધિ-વિધાનનું પુસ્તક તેમના દ્વારા સંપાદિત થયું. ભારતભરમાં તેઓએ અનેક અંજન શલાકા-પ્રતિષ્ઠાઓની વિધિ કરાવી. પૂ.આ.ભ.શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજીની પાવન નિશ્રામાં અંધેરી-મુંબઈમાં ઉપધાન તપની ભવ્ય આરાધના કરી. જૈન શાસનના ધુરંધરઆચાર્યભગવંતો શાસનસમ્રાટુ પૂ.આ.ભ.શ્રીનેમિસૂરીશ્વરજી મ.સા., આગમોદ્ધારક પૂ.આ.ભ. શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મ.સા., પૂ.આ.ભ.શ્રી ઉદયસૂરીશ્વરજી મ.સા., જ્યોતિષનિષ્ણાત પૂ.આ.ભ.શ્રીનંદનસૂરીશ્વરજી મ.સા., પૂ.આ.ભ.શ્રી રામસૂરીશ્વરજી મ.સા. (ડહેલાવાળા) વગેરે અનેક ગચ્છાધિપતિઓ, આચાર્ય ભગવંતો અને પૂ.સાધુ-સાધ્વીજી Page #122 -------------------------------------------------------------------------- ________________ (૧૧૨ કેવ - શિર " - - xી - સાબર - ત્રીજો માળ જ્ઞાન પુષ્પ ભગવંતોના હૃદયમાં તેમનું પવિત્ર સ્થાન હતું, એટલું જ નહીં પણ ધુરંધર પંડિતો પણ તેમને પોતાના ગુરુ માનતા હતા. આવું વ્યક્તિત્વ કેળવેલું એમ છતાં ફળ આવતાં આમ્રઘટા ઝૂકી પડે તેમ હંમેશા ઝૂકેલા રહેતાં હતાં. ન જ્ઞાનનું અભિમાન, ન બોલવામાં જરાયે તોછડાઈ, ન કોઈ આડંબર, ન કોઈ મોટાઈ. જૈનશાસનના અનેક પ્રસંગોમાં તેમની સલાહ લેવામાં આવતી. કારણ કે જૈન તત્ત્વજ્ઞાન, દ્રવ્યાનુયોગ, ન્યાય વિ. વિષયોમાં અત્યંત પારંગત હતાં. તેમના જીવનનું ઘડતર અનેક જૈનાચાર્યોએ કર્યું હતું તેથી ખૂબ જ ઉજ્વળ હતું. તેથી જૈનસમાજમાં ખૂબ જ વિનયી વ્યક્તિ તરીકે, બિન વિવાદાસ્પદ વ્યક્તિ તરીકે એક અજોડ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. એમની મહાનતા તો જુઓ ! રૂપિયા દેખી મુનિવર ચળે એ ગુજરાતી કહેવતને ના-કામ બનાવવા તેમને ખંભાત અને કલકત્તાના સંઘો આજથી લગભગ ૩૩ વર્ષ પહેલાં બે લાખ (હાલે જેની લાખોની કિંમત થાય) રૂપિયાની થેલી તેમને અર્પણ કરવા આવ્યા પણ તેમણે એ સન્માન પ્રેમથી પરત કર્યું. એમણે જીવનની શરૂઆતથી અંત સુધી માત્ર એક કામ કર્યું હતું જ્ઞાન-સાધના અને જ્ઞાનદાનનું. જૈનોની સંસ્થા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી, અમદાવાદ દ્વારા નિર્મિત શ્રુતસંબોધિભવન ભવન'નું ઉદ્ઘાટન એમણે કર્યું હતું. એ પેઢીનું સદ્ભાગ્ય કહેવાય ! પોતે જ્ઞાન મેળવવા માટે એક આજ્ઞાંકિત વિદ્યાર્થી પણ બની જતા પ.પૂ.આ.ભ. શ્રીલબ્ધિસૂરીશ્વરજી મ. સા. ના શિષ્યરત્ન પ.પૂ.આ.ભ.શ્રી લક્ષ્મણસૂરીશ્વરજી પાસે ન્યાયશાસ્ત્રનો વિશિષ્ટ અભ્યાસ કર્યો હતો. તે વખતે તેઓ પંડિત જ હતા. સિદ્ધહેમ શબ્દાનુશાસન' લઘુવૃત્તિનું પૂ. સાધ્વીજી શ્રી લાવણ્યશ્રીજી (પાટડીવાળા)ના શિયા, પ્રશિષ્યાઓને અધ્યયન કરાવી તેનું વિવરણ છપાવવાની પ્રેરણા કરેલી અને તે અંગેનું સંપૂર્ણ માર્ગદર્શન પૂરું પાડેલ. આવા મહાન ગ્રંથનું વિવરણ કરવું તે કોઈ નાની વાત નથી. એઓ જ્ઞાની ઉપરાંત ખૂબ જ ધૈર્યવાન હતા. સંસારિક જીવનમાં પણ તેમણે અનેક ઝંઝાવાતોનો સામનો કરવો પડ્યો હતો. કોઈ કાચા-પોચા હૈયાવાળો હોય તો ભાંગી પડે. પણ આ તો આધ્યાત્મિકજ્ઞાન અને જૈનકર્મવાદને પચાવીને બેઠા હતાં. એટલે શ્રાવિકાનું અવસાન, પુત્રનું અવસાન, પ્રથમ પુત્રી-જમાઈનું અવસાન, બીજા જમાઈનું અવસાન, એમના હૃદયને ઠેસ મારી ગયું પણ નિયતિને સલામ કરી આંખમાં આવેલા આંસુને અંદરથી જ પાછા વાળી દીધાં. ધન્ય છે છબીલકાકાને !!! ધન્ય છે તમારી વીરતાને !!! તેમનું કાર્ય શ્રી જૈનધર્મ તત્ત્વજ્ઞાન પ્રચારક પરિષ, શ્રી જૈન જે. એજયુકેશન બોર્ડ, શ્રી જૈન સંસ્કૃત પાઠશાળા, મહેસાણા અને ખંભાત વિ. અનેક જૈન સંસ્થાઓના એઓ રાહબર હતા અને તે સંસ્થાના પ્રાણસમ હતા. Page #123 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન પુષ્પાંજલિ પૂ. પં. ચંદ્રશેખર વિ. મ. સા. પ્રેરિત નવસારી-તપોવનમાં છ-છ મહિના સુધી રહીને તેમના શિષ્યો-પ્રશિષ્યોને જૈનધર્મનું અધ્યયન કરાવ્યું હતું. તેમણે ‘પ્રમાણ નયતત્ત્વ’ શ્રીપાળ રાજાનો રાસ” આદિ મૂળ ગ્રંથોનું મૂળથી પૂર્વ મુદ્રણ પણ કરાવેલ. ૧૧૩ સુરતમાં એમણે અયોધ્યાપુરમ્ તીર્થના પ્રેરણાદાતા બંધુબેલડી પૂ.આ. શ્રીજિનચંદ્રસાગરસૂરીશ્વરજી તથા પૂ.આ. શ્રીહેમચંદ્રસાગરસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં થયેલ ભવ્ય ચાર્તુમાસમાં તેમણે બંન્ને આચાર્યોને તેમ જ અનેક સાધુ-સાધ્વી ભગવંતોને સતત ચાતુર્માસ દરમ્યાન અનેક ગ્રંથોનું નિસ્પૃહ ભાવે અધ્યયન કરાવેલ. આજે પણ પાલીતાણા, ખંભાત, અમદાવાદ, મુંબઈ, પાલનપુર, મહેસાણા વગેરે ક્ષેત્રોમાં ઘણા વિદ્વાન પંડિતો વિદ્યમાન છે. અને શ્રુતજ્ઞાનની સેવા કરે છે. જૈનધર્મની કે બીજી કોઈ મુશ્કેલી હોય તો તેનું નિરાકરણ ખૂબ જ સાચા માર્ગે કરાવતા નવકારપ્રિય મહાન વિભૂતિએ નવકાર મહામંત્રાદિ મહાસ્તોત્રોનું સ્મરણ-શ્રવણ કરતાં તા. ૨૦-૮૦૨ શ્રા. સુ. ૧૩ના રોજ અણધારી વિદાય લીધી છે. અનેક જ્ઞાન પિપાસુઓનો વડલો તૂટી પડ્યો અને જૈન સમાજે એક ‘સમાજ રત્ન ગુમાવી દીધું આપણે તેમના શ્રુતજ્ઞાનના દીવડાને હંમેશાં જલતો રાખી તેમને સાચી અંજલિ આપીએ. તેમના આ નિધનના સમાચાર જેમ જેમ જ્યાં જ્યાં મળતા ગયા ત્યાં ત્યાં રહેલા સાધુસાધ્વીજી-શ્રાવક-શ્રાવિકાઓના હ્રદયો ભીના બન્યાં. તેમના જીવન-કવનને મુલવવાનો, તેમની પવિત્ર યાદને વાગોળવાનો તેમનો ગુણાનુવાદ એક પથ્થરમાંથી બનતા શિલ્પને આદર મળે, જો મઠારો જિંદગીને તો જ કશુંક નક્કર મળે. પ્રભુ ! તારી વાણી તારણહારી. વાણી સુણતાં સુણતાં વીસરું, જુઠી દુનિયાદારી. તુજ વાણીની મધુરપ પાસે, સાકર લાગે ખારી. ભળકે બળતી મુજ તૃષ્ણાને, તુજ વાણીએ ઠા૨ી. નિશદિન પામું અનુપમ સુખ હું તુજ વાણી સંભારી. મોક્ષતિએ એક હવે તો, તુજ વાણી ઉર ધારી. પ્રભુ ! તારી વાણી તારણહારી. Page #124 -------------------------------------------------------------------------- ________________ (૧૧૪) she was or " મvnv> *મv claws » જ્ઞાનપપ્પાજલિ ક સંસ્થાઓના પ્રતિભાવ છે નિઃસ્પૃહ પંડિતવર્યશ્રી છબીલદાસ કેશરીચંદ સંઘવી 8 જૈનસંઘના આદરણીય વિદ્વાનું પ્રતિભાશાળી પંડિતશ્રી છબીલદાસ કેશરીચંદ સંઘવી ૮૪ વર્ષની ઉંમરે સુરત મુકામે મંગળવાર તા. ૨૦-૮-૨૦૦૨ના સવારે સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યા છે. તેમની ચિરવિદાયથી ધાર્મિક શિક્ષણ ક્ષેત્રે એક વિરલ પ્રતિભા જૈનસંઘે ગુમાવી છે. પંડિતજી છબીલદાસભાઈનો જન્મ ૮૪ વર્ષ પહેલા ભાભર (બનાસકાંઠા) મુકામે થયો હતો. તેર વર્ષની વયે મહેસાણાની શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસાર્થે જોડાયા હતા. આ સંસ્થામાં તેમણે ધાર્મિક તથા સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણ, કાવ્ય, ન્યાય વગેરેનો ઉચ્ચ અભ્યાસ કરી ખંભાતની શ્રી ભટ્ટીબાઈ સ્પાદૂવાદ સંસ્કૃત-પ્રાકૃત પાઠશાળામાં ધાર્મિક અધ્યાપક તરીકે જોડાયા. તેમની પાસે સેંકડો પૂ. સાધુ-સાધ્વીજીઓએ તથા શ્રાવક-શ્રાવિકાઓએ અભ્યાસ કર્યો છે અને તેઓ ૮૪ વર્ષની ઉંમરે પણ સુરતમાં પોતાના ઘરમાં અભ્યાસ કરાવી રહ્યા હતા. તેઓ માત્ર અધ્યાપન ક્ષેત્રે જ નહીં, વિધિ-વિધાનના ક્ષેત્રમાં પણ અત્યંત નિપુણતા ધરાવતા હતા. અંજનશલાકા-પ્રતિષ્ઠા વિધિનું પ્રથમ પુસ્તક તેમણે સંપાદન કરીને પ્રગટ કરેલ. સમગ્ર ભારતમાં તેમના હાથે અનેક અંજનશલાકા-પ્રતિષ્ઠા આદિ થયેલ છે. . પંડિતજી જૈનશાસનના ધુરંધર આચાર્ય ભગવંતોના ખાસ પ્રીતિપાત્ર હતા. ખાસ કરીને શાસનસમ્રાટશ્રી નેમિસૂરિજી, આગમોદ્ધારક શ્રી સાગરાનંદસૂરિજી, શ્રી ઉદયસૂરિજી, શ્રી નંદનસૂરિજી વિગેરે આચાર્ય મહારાજાઓને પૂરો વિશ્વાસ હતો અને તેથી જ ખાસ પ્રસંગોએ નિર્ણય લેવાનો હોય ત્યારે પંડિતજીને બોલાવતાં અને તેમનો અભિપ્રાય પણ પૂછતા. ધાર્મિક-શિક્ષણક્ષેત્રે શ્રી જૈનધર્મતત્ત્વજ્ઞાન પ્રચારક પરિષદુ, જે. એજ્યુકેશન બોર્ડ, જૈન ધાર્મિક શિક્ષણ સંઘ, મહેસાણા પાઠશાળા, ખંભાતની પાઠશાળા સાથે પંડિતજી સંકળાયેલા હતા. નેમુભાઈની વાડી જૈન ઉપાશ્રય ગોપીપુરા, સુરત શ્રી સંઘના લાડવાડાના ઉપાશ્રયે પૂજયશ્રીઓને ચાતુર્માસ માટે જે આકર્ષણ હતું તેનું એક કારણ એ હતું કે તેઓના શિષ્યોને પંડિતજી પાસે અભ્યાસ થશે. પંડિતજી ચાતુર્માસની વિનંતી માટે શ્રી સંઘ સાથે જતા ત્યારે પૂજ્યશ્રીઓ લગભગ હા પાડતા. શ્રી સંઘના દરેક કાર્યોમાં પંડિતજીનો ફાળો હંમેશાં ઉમદા રહ્યો છે. શ્રી ખંભાત સંઘનું ભારતભરમાં ગૌરવવંતુ જે નામ છે તેમાં પંડિતજીનો પણ ફાળો છે. તેમનો ઉપકાર ભૂલી શકાય તેમ નથી. શ્રી સ્થંભન પાર્શ્વનાથ જૈનમંદિર ટ્રસ્ટ-ખંભાત દેરાસરના અનેકવિધ કાર્યપ્રસંગે પંડિતજીની અમૂલ્ય સલાહ મળતી. તેમના સ્વર્ગવાસથી અમોએ એક સાચો સલાહકાર ગુમાવ્યો છે. સદ્ગત પુણ્યાત્માને શાસનદેવ પરમશાંતિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ. - શ્રી સ્વંભનતીર્થ તપગચ્છ જૈનસંઘ, ખંભાત Page #125 -------------------------------------------------------------------------- ________________ ( જ્ઞાન પુષ્પાંજલિ ) મુરબ્બી પંડિતવર્ય છબીલદાસભાઈના દુઃખદ અવસાનના સમાચાર જાણીને ખૂબ જ દુઃખ થયું છે. સંસ્થાના વ્યવસ્થાપક સમિતિના સૌ સભ્યો, અધ્યાપકગણ તથા વિદ્યાર્થીઓ આ મહાન વ્યક્તિના દુઃખદ અવસાનથી ખૂબ જ દુઃખની લાગણી અનુભવી રહ્યા છે. પંડિતજીએ “હાય” નહિ હોય' એવી દુ:ખ સહન કરવાની સમજણ કેળવેલી. આ સમજણ એમને યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામહેસાણામાં રહીને કર્મસિદ્ધાંતનું જ્ઞાન મેળવ્યા પછી મળી છે એમ ગૌરવપૂર્વક તેઓ દરેકને કહેતા. જીવનના અંત સુધી નાદુરસ્ત તબિયત હોવા છતાં એમણે એમના જ્ઞાનનો લાભ આપ્યો હતો. શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા, મહેસાણા પરમ આદરણીય પંડિતજીની ચિરવિદાય. પંડિતપ્રવર શ્રી છબીલદાસભાઈ કે. સંઘવી સુરત ખાતે તા. ૨૦-૮-૨૦૦૨, મંગળવાર શ્રાવણ સુદ-૧૩ના રોજ બુઝર્ગવયે સ્વર્ગવાસ પામતાં ચતુર્વિધ સંઘને એક વિદ્વાન અને પ્રૌઢ પંડિતવર્યની મોટી ખોટ પડી છે. શ્રી જૈન ધર્મ તત્ત્વજ્ઞાન પ્રચારક પરિષદની સ્થાપનાથી જ તેઓશ્રી સહના વડીલ અને માર્ગદર્શક બની રહ્યા હતા. અનેક પૂજય સાધુ-સાધ્વીજી ભગવંતોના જે જ્ઞાનદાતા હતા. શ્રી મહેસાણા પાઠશાળાના તેઓ પનોતા પુત્ર હતા. ખંભાત મુકામે વર્ષો સુધી જ્ઞાનદાન આપી સુંદર સુવાસ પ્રસરાવી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી સુરતમાં અસ્વસ્થ અવસ્થામાં પણ જ્ઞાનદાન આપવાનું ચાલુ જ રાખ્યું હતું. નિઃસ્પૃહતા, સમતા, સહનશીલતા, નિખાલસતા તથા જૈન શાસન અને ધર્માનુષ્ઠાનો પ્રત્યેનો પ્રેમ તેમના જીવનના વિશિષ્ટ ગુણો હતા. સંસ્કૃત વ્યાકરણન્યાય, જૈન તત્ત્વજ્ઞાનના લગભગ તમામ વિષયોના તેઓ એક મહાન વિદ્યાદાતા હતા. આવા ખ્યાતનામ પંડિતજીના વિરહથી તેમના પરિવારને અને આપણને સહુને તેમની મીઠી હૂંફ ભરી યાદ સતાવે એ સ્વાભાવિક છે. પરમાત્મા તેમના મહાન આત્માને ઉત્તરોત્તર સદ્ગતિ, સમાધિ અને શિવપદ અર્પે એ જ અંતરની પ્રાર્થના. “શ્રી જૈનધર્મ તત્ત્વજ્ઞાન પ્રચારક પરિષદ્' ભમિ ભાભર અને કર્મભૂમિ ખંભાત, સરતમાં સત્તરગામ જૈન સમાજ જેમના માટે ગૌરવ લઈ શકે તે પંડિતજીએ પોતાનું સમગ્ર જીવન જૈનશાસનને સમર્પિત કર્યું છે. હજારો સાધુ ભગવંત તથા સાધ્વીજી ભગવંતોને જ્ઞાનદાન આપ્યું. એવા અમારા સમાજના સમાજરત્ન પંડિતવર્ય શ્રી છબીલદાસ કેશરીચંદ સંઘવી કે જેમણે અંત સમય સુધી જ્ઞાનરૂપી દાન આપતાં પોતાનો દેહ છોડ્યો છે. એમના નિધનથી અમારા શ્રી સત્તર ગામ જૈન સમાજને જ નહીં પણ જૈનશાસનને પણ ખોટ પડી છે. એમના જીવનમાંથી ફેલાયેલી જ્ઞાનરૂપી સુવાસ સદાય મહેકતી રહે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના. સગત મોક્ષગતિના ગામી બને એ જ કોટી કોટી વંદના સહ... શ્રી સત્તરગામ જૈન સમાજ, સુરત. પંડિતશ્રી છબીલદાસના સ્વર્ગવાસના સમાચાર સાંભળીને ખૂબ જ આઘાત થયો છે. તેઓ આખી જિંદગી-છેલ્લા અંતિમ ટાઈમ સુધી વિદ્યાદાન આપી ગયા છે. અમારા શ્રીસંઘનું ગૌરવ હતું. તેમનો આત્મા પરંપરાએ પરમપદ પામે તે માટે પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ. શ્રી જૈનસંઘ-ભાભર Page #126 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન પુષ્પાંજલિ પંડિતજીના સ્વર્ગવાસથી સૌરાષ્ટ્ર-ગુજરાતે જ નહિ પરંતુ સમગ્ર ભારતદેશે જ્ઞાનરૂપી જ્યોતને પ્રગટાવનાર સભ્યજ્ઞાનદાતા તથા આરાધક પુણ્યાત્મા ગુમાવ્યો છે. પંડિતજી ઘણા વર્ષોથી સંસ્થા સાથે સંકળાયેલા હતા. ૧૧૬ તેઓ આ સંસ્થાને પોતાની સમજી બાળાઓને તથા ગૃહમાતાઓને સ્વકર્ત્તવ્ય સંબંધી સમજ આપતા હતા. પંડિતજી સ્વભાવે ધર્મપ્રેમી અને માનવસેવા પરાયણ હતા. શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ, પાલીતાણા અમારા શ્રી સંઘમાં પંડિતજીને જ્યારે જ્યારે આમંત્રણ આપતા ત્યારે સમયનો ભોગ આપી શ્રી સંઘને માર્ગદર્શન આપતા. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય જયંતસેનસૂરીશ્વરજીમ. સા. ની નિશ્રામાં ઇન્દોર મુકામે શ્રી અભિધાન રાજેન્દ્ર કોષ ભા-૭ના વિમોચન પ્રસંગે હાજરી આપી હતી. પૂ. સાધુ, સાધ્વીજી મ. સાહેબોને ભણાવવા ઉપરાંત જૈન સંઘના મહાન કાર્યો પણ કર્યાં છે. શ્રી સૌધર્મ બૃહત્ તપાગચ્છીય સંઘ-અમદાવાદ પરમ વંદનીય પંડિતજી શ્રી છબીલદાસ સંઘવી તા. ૨૦-૮-૨૦૦૨ શ્રાવણ સુદ ૧૩ મંગળવારના રોજ સુરત ખાતે ૮૪ વર્ષની જૈફ વયે નવકારમંત્રનું સ્મરણ કરતાં સમાધિપૂર્વક દેવલોક પામ્યા. આ સમાચાર જાણી સમસ્ત જૈન સંઘોમાં અને અમોને ખૂબ જ આઘાત લાગ્યો છે. આપ અમારા મંડળના આદ્યસ્થાપક-માર્ગદર્શક અને શુભાશીર્વાદદાતા હતા. આપની વસમી વિદાયથી અમોને મહાન ખોટ પડેલ છે. પ્રભુ આપના પવિત્ર આતમાને ચિર શાંતિ અર્પે. ચરણ કમળમાં શીશનમાવું, વંદનકરું ગુરુજી તમને. શ્રી વીશા ઓશવાળ જૈન ભક્તિમંડળ (ખંભાત) વતી શ્રી દિનેશભાઈ ઝવેરી પંડિતજી છબીલદાસભાઈ સંસ્કૃત, પ્રાકૃતભાષાના પ્રખરવિદ્વાન્ અને જૈનધર્મના ધર્મગ્રંથોને સમજનારા, સમજાવનારા તથા પૂ.સાધુ-સાધ્વીજીભગવંતોને તેનું માર્ગદર્શન આપનારા એક મહાન વિદ્વાન્ હતા. તેનાથી આગળ કહું તો તેઓ જૈનસમાજના તાજમાં જડેલા શિરોમણી સમાન એક “પંડિતરત્ન” હતા. તેઓના અવસાનથી જૈનસમુદાયને ન પૂરાય તેવી વિદ્વાન્ પંડિતશ્રીની મહાન ખોટ પડી છે. અંતમાં પ્રભુને પ્રાર્થના કરીએ કે પરમકૃપાળુ પરમાત્મા દિવંગત આત્માને પરમશાંતિ અર્પે. એ જ અભ્યર્થના સાથે શ્રી ખંભાત જૈન મિત્ર મંડળ સુરત વતી ઉપપ્રમુખ શ્રી દિલીપભાઈ એન. શાહ Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૭ પૂ. સાધ્વીજી ભગવંતોના સંદેશા પંડિતજીની વિદાયથી શાસન અને સમાજને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. સુંદર જીવન જીવી ગયા છે. આવા જ્ઞાનીપુરુષની ખોટ આપણને ઘણી સાલશે. પૂ. સા. શ્રી સોહનશ્રીજી મ. સા. જ્ઞાન પુષ્પાંજલિ પંડિતજીના સમાચાર જાણ્યા-જાણી વજ્રધાત થયો. આમ એકદમ ચાલ્યા જશે એવું સ્વપ્રમાંય નહીં. ખરેખર અમને–તમને ખોટ પડી છે તેમ નથી. તેમના જવાથી જૈનશાસનને ખરેખર મોટી ખોટ પડી છે. જ્ઞાનીની કિંમત જ્ઞાની જ જાણે. તેઓની જ્ઞાન-દાનશક્તિ અજોડ હતી. ભણાવવાની રીત અનોખી હતી. દાખલા દૃષ્ટાંત સાથે એવું ફીટ મગજમાં કરી દેતા કે શંકાને સ્થાન રહેતું નહીં. તેમની પાસે એકવાર અભ્યાસ કર્યા પછી બીજે પાઠ લેવા માટે મન તૈયાર થતું નહીં. વિશેષ તો કર્મગ્રંથ ભણીને પછી કર્મનીથીયરીને જીવનમાં બરાબર વણી લીધી હતી. જીવનમાં દુઃખોની વણઝારો ખડકાયાં છતાં સમતા ભાવે સહન કર્યાં. શરીર અશકત થવા છતાં જ્ઞાનનો દીવો ઝળહળતો રાખ્યો. તેમના ગુણો યાદ આવતાં મસ્તક ઝૂકી જાય છે ! જન્મ તેનું મરણ તો નિશ્ચિત છે પણ જીવન કેવું જીવ્યા તેની કિંમત છે. ખરેખર ! જ્ઞાનને આત્મસાત્ કરી પચાવી જાણ્યું અને અનેકોના જીવનમાં જ્ઞાનદીપક પ્રગટાવી આપણી સૌની વચ્ચેથી અમરસ્થાનને પામી ગયા. પૂ. સા. શ્રી વસંતપ્રભાશ્રીજી મ. સા. એક વિશિષ્ટ કોટિના જ્ઞાનદાતાની ખોટ ચતુર્વિધ સંઘમાં પડી છે. તેઓશ્રીએ તો નિખાલસભાવે જ્ઞાનપિપાસુ આત્માઓને જ્ઞાનદાન આપી આત્મજાગૃતિ જગાડી છે. અમને પણ ખંભાતમાં ન્યાયવ્યાકરણાદિ વિશિષ્ટ ગ્રંથોનો સુંદર અભ્યાસ કરાવ્યો છે તેના સ્વરૂપે આજે અમો અનેક ભવ્ય જીવોને પરમાત્માની વાણીનું ઉપદેશ દ્વારા પાન કરાવી રહ્યા છીએ. પૂ. સા. શ્રી પ્રવીણાશ્રીજી મ.સા. પૂજ્યશ્રી છબીલદાસજીએ પંડિતજીનું બિરુદ પંડિતમરણ મેળવી સાર્થક બનાવ્યું. છેલ્લી ઘડી સુધી જ્ઞાનદાન ચાલુ રાખ્યું હતું. છેલ્લે છેલ્લે અણસણનો ભાવ આ બધું આત્મસાત્ કર્યું તે અંતે સાક્ષાત્કાર કરી બતાવ્યું, એ આત્મા જ્યાં હોય ત્યાં શાંતિ મેળવે. શાસન અને સંઘમાં વિશિષ્ટ વ્યક્તિની ખોટ પડી ગઈ. તેમનો મોટામાં મોટો ગુણ સમાધિ ભાવ તે ગુણ બધા જ મેળવતાં રહે એ જ કામના. પૂ. સા. શ્રી સૂર્યપ્રભાશ્રી મ.સા. Page #128 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન પુષ્પાંજલિ પંડિતશ્રી છબીલદાસજીના ગુણગાન ગાવાં આપણે અસમર્થ છીએ. છતાંયે આત્મોલ્લાસથી હૈયુ અતિરેકને પાી કાંઈક લખવા તત્પર બન્યું છે. આગમનાં રહસ્યો અને સિદ્ધાંતનાં મૌલિક તત્ત્વોને કળી શકવામાં પૂ. પંડિતજીની પ્રભા એકાંતવાદી સૂર્યને ઓળંગી જાય છે. આજે એ આધાર ચાલ્યા ગયા. તેમના જવાથી સત્તરગામ જ નહિ પરંતુ ભારતભરના નામાંકિત વિદ્વાન પૈકી એક રત્નને આપણે ખોઈ બેઠા છીએ. ૧૧૮ શાસનના વિકટ પ્રશ્નો તથા ગૂંચવણો ક્ષણવારમાં ઉકેલી શકતા. ઘણા ઘણાને આશ્વાસનરૂપ અને સહાયક બનતા હતા. છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન ઘણું અનુભવજ્ઞાન તેમની પાસેથી પ્રાપ્ત થયું હતું. ભૌતિક દેહે ચાલ્યા ગયા છે કિંતુ કીર્તિદેહે સદા સજીવન છે, તેઓની નૈસર્ગિક ગુણમાલાને આપણા ઉરસ્તલ પર આરોપી સાચી અંજલિ અર્પીએ. તેમના ગુણોને જીવનમાં અપનાવીએ તો જ જીવનની સફળતા છે. ઘણું લખવાનો ભાવ હોવા છતાં શોકની ઉભરાતી લાગણીથી જે લખાયું છે તેથી વધુ લખવા શક્તિમાન નથી. શાસનદેવ સ્વર્ગસ્થના આતમાને શાંતિ આપે એ જ અભ્યર્થના. પૂ. સા. શ્રી. હર્ષપૂર્ણાશ્રીજી મ. સા. જ્ઞાનદાતા-જ્ઞાનપિપાસુ પંડિતવર્ય છબીલદાસભાઈ એકાએક દેવલોક થઈ ગયા. તેઓશ્રીએ તો પોતાના જીવન દરમ્યાન અનેક સાધુ-સાધ્વી ભગવંતોને જ્ઞાન-દાન કર્યું છે. તેમજ શાસનના-સંઘના અનેકવિધ કાર્યો દ્વારા સુવાસ ધૂપસળીની જેમ પ્રસરાવી છે. તેમનામાં રહેલ ઉદારતા નિખાલસતા, ઔચિત્યપણું કાર્યદક્ષતા વિ. ગુણવૈભવને ક્યારે પણ ભૂલાશે નહીં. તેઓશ્રીએ તો ખંભાતની પાઠશાળામાં પૂ. ગુરુમહારાજ શ્રીમતીશ્રીજી મ. સા.ની પ્રેરણા હેઠળ ઘણો જ ભોગ આપ્યો છે અને અમે પણ તેમની પાસે જ્ઞાન મેળવ્યું છે. છેલ્લા ચાર-પાંચ વર્ષથી કટક-કલકત્તા-દિલ્હી વિ. તરફ ચાતુર્માસ થવાના કારણે અમો પ્રત્યક્ષ મળી શક્યા ન હતા બાકી એમનો પત્ર તો આવતો જ હતો. સદ્ગત આત્મા જ્યાં હોય ત્યાં શાસન, સમ્યક્ત્વ અને સંયમ પામી શીઘ્રતાએ સિદ્ધિગતિને પામે. પૂ. સા. શ્રી સુલસાશ્રીજી મ. સા. શું લખું ? શ્રીયુત્ પંડિતવર્ય છબીલદાસભાઈના સ્વર્ગવાસના એકાએક સમાચાર સાંભળી સહજભાવે દુ:ખ થયું છે. તેઓશ્રીના સ્વર્ગવાસથી શાસનને મોટી ખોટ પડી છે. અમોને પણ તેમની ખૂબ જ ખોટ સાલશે. જ્યારે જ્યારે કાંઈ પણ શંકા પડે તો તરત તેઓશ્રી તેના ખુલાસા આપી નિઃશંક કરતા હતા. તેઓશ્રીનો ખૂબ જ લાગણીશીલ સ્વભાવ હતો. ધીર-ગંભીર, નિઃસ્પૃહતાદિ ગુણો આપણામાં આવે તેવી પરમકૃપાળુ પ્રભુને પ્રાર્થના. પ્રભુ તેમના આત્માને ચિર શાંતિ આપે. નિકટ મોક્ષગામી બને એવી એકની એક ઇચ્છા. પૂ. સા. શ્રી મયૂરકળાશ્રીજી મ.સા. Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૧૯)- એ - - - - - * * *--- --* - -( જ્ઞાન પુષ્પાંજલિ) પંડિતજીના સ્વર્ગગમનના સમાચાર જાણી હૃદયને આઘાત લાગ્યા વિના ન રહે. પંડિતજીએ જ્ઞાનદાન કરી ઉત્તમ માનવભવને સફળ બનાવ્યો છે. કાળ આગળ કોઈનું ચાલતું નથી. નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતા ગયા છે તે જાણી આનંદ અનુભવ્યો છે. સમાધિમૃત્યુ થયું એ જ મહાનતા છે. પૂ. સા. શ્રી તત્ત્વપૂર્ણાશ્રીજી મ.સા. . પંડિતવર્ય છબીલભાઈના સમાચાર જાણી ખૂબ જ દુઃખ થયું છે. તેમની ખરેખર ના પૂરાય તેવી ખોટ પડી છે. તેમનામાં ખૂબ જ જ્ઞાન તથા જ્ઞાન દાન કરવાની પણ ખૂબ જ ભાવના. ભણાવવાની સાથે વૈરાગ્ય-ત્યાગની વાત પણ કરતા જાય. તેમના જ્ઞાનદાનથી કેટલાય જીવો ત્યાગ માર્ગે વળ્યા ને સર્વવિરતિ ના લઈ શકે તો દેશવિરતિ જરૂર સ્વીકારતા. અમોએ પણ ખંભાતમાં રહી તેમની પાસેથી સારી રીતે જ્ઞાન મેળવ્યું છે. આવા જ્ઞાનદાતા ગુરુનો ઉપકાર ક્યારેય ભૂલાય તેમ નથી. તેઓશ્રી છેલ્લે અમને શામળાની પોળે મળ્યા હતા. કહેતા કે છેક સુધી જ્ઞાનદાન કરતો રહું. આજે તેમના હૈયાનો ભાવ સાકાર બન્યો. આટલી ઉંમરે પણ જ્ઞાન ખૂબ જ આપ્યું છે. જ્ઞાનદાતાગુરુ જ્યાં હોય ત્યાં સંઘ પ્રત્યે અમી વર્ષાવે. પૂ. સા. શ્રી પૂર્ણભદ્રાશ્રીજી મ.સા. (ખંભાતવાળા) પૂ. સા. શ્રી કાન્તભદ્રાશ્રીજી મ.સા., પૂ. સા. શ્રી સમત્તભદ્રાશ્રીજી મ.સા. શ્રુતજ્ઞાનએ શ્રેષ્ઠ સત્સંગ છે. સત્સંગ કુમતિ, કુસંગ અને કુવાસનાનો નાશ કરે છે... તેમ શ્રુતજ્ઞાન દુર્મતિનો નાશ કરે, દુષ્ટોના સંગને દૂર કરે અને અંતરની મલિન વાસનાઓનો વિનાશ કરે. સમગ્ર લોકમાં એક સારભૂત એવા વિશાળ દ્વાદશાંગીરૂપ શ્રુત-સિદ્ધાંતને હંમેશા ભક્તિ પૂર્વક અંગીકાર કરું છું. Page #130 -------------------------------------------------------------------------- ________________ (૧૨૦)મા-. જw w w w www . . . . ખર જબ ( જ્ઞાનપપ્પાજલિ જી D શ્રાવકોના સંદેશા શ્રીમદ્દ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા મહેસાણાના ભૂતકાળના તેજસ્વી વિદ્યાર્થી પંડિતવર્ય શ્રી છબીલદાસભાઈ કેશરીચંદ સંઘવી જૈનવિદ્વાનોની પહેલી હરોળના એક વિદ્વાન્ પ્રાધ્યાપક હતા. વ્યાકરણ અને ન્યાયના વિદ્વાન્ પંડિતજીએ ચતુર્વિધ શ્રી સંઘમાં લગભગ ૬૫ વર્ષ સમ્ય જ્ઞાનનું દાન કરી શાસનની સુંદર સેવા કરી છે. ૮૪ વર્ષની વયોવૃદ્ધ અવસ્થામાં પણ પ્રતિદિન પાંચેક કલાક અભ્યાસ કરાવતા પંડિતજીની ભાવના હતી કે ભણાવતાં ભણાવતાં દેહ છૂટે. જ્ઞાન સાથે નિરાભિમાનતા, સરળતા કે વાત્સલ્ય હોવું બહુ જ કઠિન છે જે પંડિતજીમાં જોવા મળતું હતું. મને ૪૮ વર્ષ મહેસાણા પાઠશાળામાં કામ કરવાનો જે અનેરો લાભ મળ્યો છે તેમાંનો એક લાભ પંડિતજીને નજીકથી નિહાળવાનો અને પાઠશાળાની શૈક્ષણિક બાબતમાં તેમના સલાહ-સૂચન તેમજ માર્ગદર્શન મેળવવાનું બન્યું તે છે. આથી જ શેઠ આણંદજી કલ્યાણજી પેઢી અંતર્ગત શ્રુત આનંદ ટ્રસ્ટ સંચાલિત “સંબોધિ ભવન'નું ઉદ્ઘાટન પંડિતજીના શુભહસ્તે કરાવ્યું હતું. એક વિદ્વાન્ પુરુષના હસ્તે ઉદ્દઘાટન થયું હોય તેવો આ મંગળ પ્રસંગ હતો. મારા આદરણીય પૂજ્ય પિતાશ્રીજી, પ્રતિષ્ઠા જેવા વિશેષ પ્રસંગે પંડિતજી હાજર રહે તેવો આગ્રહ રાખતા, જે તેમના વિધિ અંગેની જાણકારીનો ખ્યાલ આપે છે. પંડિતજીનું જીવન સ્વાધ્યાયમય હતું. અધ્યયન-અધ્યાપનનો રસ જીવનના અંતિમ ક્ષણ સુધી રહ્યો જે અનુમોદનીય છે.. શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ શેઠ, અમદાવાદ (પ્રમુખ – શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી) જૈન તત્ત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી, સમ્યગુજ્ઞાન દાતા પંડિતવર્યશ્રી છબીલદાસભાઈનું જૈનસંઘમાં જ્ઞાનક્ષેત્રે અનુમોદનીય યોગદાન છે. મારા પૂ. પિતાશ્રીજી ખુમચંદ રતનચંદ શાહને પંડિતજી માટે ઘણો સદ્ભાવ હતો. મળવાનું થતું ત્યારે જ્ઞાનગોષ્ઠી કરતા. અભયદાન કરતાં જ્ઞાનદાન ચડિયાતું છે. તેઓએ ૬૫ વર્ષ સુધી સેંકડો પૂ.સાધુ-સાધ્વીજી, શ્રાવક-શ્રાવિકાઓને સમ્યજ્ઞાનનું પ્રદાન કર્યું છે. આ સુકૃત ઘણું મોટું છે. જૈનસંઘને આવા શ્રેષ્ઠ પંડિતની ખોટ પડી છે. - શ્રી મહેન્દ્રભાઈ ખુમચંદભાઈ શાહ, મુંબઈ પ્રમુખ : શ્રી જૈનધર્મ તત્ત્વજ્ઞાન પ્રચારક પરિષદ Page #131 -------------------------------------------------------------------------- ________________ (૧૨ ૧) » » » : " મ જા અહંકજ xx vમ. * * * * ( જ્ઞા સમ્યગુજ્ઞાનદાતા, નિઃસ્પૃહી, વાત્સલ્યનિધિ પંડિતવર્યશ્રી છબીલદાસભાઈને તેઓશ્રીની ઇચ્છા મુજબનું સમાધિ મરણ તેમને પ્રાપ્ત થયું છે. તેમની ચિરવિદાયથી આપણે સહુએ શિરછત્ર ગુમાવ્યું છે. જ્ઞાનદાનના ક્ષેત્રે શ્રીસંઘને પણ મોટી ખોટ પડી છે. તેઓશ્રીની ભણાવવાની ઉત્કંઠા, તથા અંતિમ સમયે અધ્યયન માટે આવેલા પૂ.સાધ્વીજી ભગવંતની ઉપસ્થિતિ વગેરે સંયોગો તેમના ઉત્તમોત્તમ દિવ્યસ્થાનનું સૂચક છે. વિ. સં. ૨૦૧૬ના શ્રી શત્રુંજય મહાતીર્થ-પાલીતાણાના ચાતુર્માસમાં મારા પૂ. પિતાશ્રી (પ્રવીણચંદ રાજા)ની ભાવના હતી કે તીર્થભક્તિ અને જિનભક્તિ સાથે જ્ઞાનભક્તિ થાય. ચતુર્વિધશ્રી સંઘના જિજ્ઞાસુઓને સ્વાધ્યાય થાય. સ્વ.પંડિતજીને સ્વાથ્યની અનુકૂળતા ન હોવા છતાં પરિવારની વિનંતી સ્વીકારી અને તેઓશ્રીની સાન્નિધ્યતામાં પાંચ પંડિતશ્રીઓએ સ્વાધ્યાયનું કાર્ય સંભાળી લીધું જેથી ચાતુર્માસ યાદગાર રહ્યું. 1 - શ્રી હિમાંશુભાઈ પ્રવીણચંદ રાજા-મુંબઈ સ્વ. પંડિતજી શ્રી છબીલદાસભાઈ સંઘવી જિનશાસનનું એક રત્ન હતું. પૂજ્યો પાસેથી જાણવા મળેલું કે વ્યાકરણ, ન્યાય, કર્મસાહિત્યના વિષયોનું ઊંડાણ સારું હતું. પ્રભુશાસનની કેટલીક વિચારણાઓ પંડિતજી સાથે થઈ ત્યારે અનુભવ પણ થયો. પૂજ્ય સાધુભગવંતો અને પૂજ્ય સાધ્વીજી ભગવંતોને અભ્યાસ કરાવતા ત્યારે સંયમ જીવનની આરાધના બાબત અને શાસનની ખુમારી બાબતની વાતો કરી માર્ગદર્શન પણ આપતા. અધ્યાપકો અને શિક્ષિકાબેનો પ્રત્યે વાત્સલ્ય સભરભાવ પ્રસંગે પ્રસંગે જોવા મળ્યો છે. સતત સ્વાધ્યાયમાં રત પંડિતજી મૃત્યુની ક્ષણે પણ સ્વાધ્યાયના ભાવમાં રમતા હતા. જ્ઞાન પરિણત જ્ઞાની પુરુષને અંતિમ ક્ષણે ચિત્તની પ્રસન્નતા જ હોય એ સ્વાભાવિક છે. આચારસંપન્ન આ જ્ઞાની પુરુષ સ્વ. પંડિતજીને વંદના કરું છું. રત્નત્રયીની આરાધનાના બળે શીધ્ર પરમપદ પામે એ જ મંગલકામના - શ્રી કુમારપાળ વી. શાહ (કલિકુંડ તીથી ધોળકા. મારા મિત્ર શ્રી મહેન્દ્રભાઈ ખુમચંદ દ્વારા આદરણીય વયોવૃદ્ધ પંડિત શ્રી છબીલદાસભાઈના અવસાનના સમાચાર જાણી અત્યંત ખેદ થયો. હજુ પોષ મહિના પહેલાં સૂરતમાં એક સમારંભમાં અમે મળ્યા હતા અને ત્યાર પછી એમના ઘરે ગયા હતા એક વાતનું તેઓ વારંવાર રટણ કરતા હતા કે હવે ઉંમર થઈ છે. પૂ.સાધુ સાધ્વીજી ભગવંતોને ઓને આમ ભણાવતાં ભણાવતાં જીવન પૂરું થાય એમ ઈચ્છું છું. જાણે તેઓને અંદરથી સૂઝી આવ્યું હોય એવું લાગ્યું અને તેમને ઈચ્છામૃત્યુ મળ્યું. કેવું સરસ સભાગ્ય કહેવાય ! પંડિતજીનું સમગ્ર જીવન જ્ઞાનદાનમાં વીત્યું છે. વળી એ જ્ઞાન એમના જીવનનાં પરિણત થયું હતું. એથી જ તેઓ નિઃસ્વાર્થ, નિસ્પૃહ, વિનમ્ર, સેવા પરાયણ, ધર્મમય જીવન જીવતા હતા અને ઉંચી આત્મકથા અનુભવતા હતા એમનું જીવન પ્રેરણાદાયી હતું. એમના આત્માને શાંતિ હશે જ અને એ માટે આપણી પ્રાર્થના પણ છે. -રમણલાલ ચી. શાહ Page #132 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ પંડિતજીને શ્રદ્ધા-સુમન “જ્ઞાની શ્વાસોચ્છ્વાસમાં કરે કર્મનો છેહ પૂર્વ કોડી વર્ષો લગે અજ્ઞાની કરે તેહ” પરમજ્ઞાનદશાની અત્યંત નજીક, જીવનભર જ્ઞાન સાધના કરીને અન્યોને પણ જ્ઞાનસાધના કરાવનાર પંડિતશ્રેષ્ઠ મુ. શ્રી છબીલદાસભાઈ સંઘવીને અંજલિ આપવા માટે શબ્દ એ બહુ જ સાંકડું સાધન છે. જ્ઞાન પુષ્પાંજલિ તેઓશ્રીના સ્વર્ગગમનથી મોઢામાંથી એટલા જ શબ્દો સરી પડે કે ધરતી આજે રાંક બની છે સ્વર્ગ વધુ ધનવાન." સેંકડો કદાચ હજારોને સર્વવિરતિ માર્ગે મોકલનાર પંડિતજી ખરખર જીવન ધન્ય બનાવી ગયા. “જ્ઞાની કે અજ્ઞાની જન સુખદુ:ખ રહિત ન હોય. જ્ઞાની વેદે ધૈર્યથી અજ્ઞાની જન રોય.' ઉપરોક્ત પંક્તિ મુજબ પંડિતજી જીવનના કોઈ પણ સારા-નરસા પ્રસંગોમાં ડગ્યા નથી. એનો હું અને બીજા અસંખ્યજનો સાક્ષી છે. આજ તેમની જ્ઞાન-સાધનાની સાચી ફળશ્રુતિ હતી. વાત્સલ્યગુણના તેઓશ્રી ભંડાર હતા. નાના-મોટા, તેમના પરિચયમાં આવનાર દરેકને તેમના આ વાત્સલ્ય ગુણનો અનુભવ થયા સિવાય રહ્યો નહિ હોય. અંતમાં એટલું જ કહેવાનું કે જીવન તો આપનું સૌરભભર્યા ફૂલોની છાબ છે. “છૂપું કશું નથી, પંડિતજી પ્રેમની ખુલ્લી કિતાબ છે.” આપશ્રી જ્યાં હો ત્યાંથી અમોને ધર્મ અને અધ્યાત્મના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપતા રહેશો એ જ શાસનદેવને પ્રાર્થના. શ્રી શ્રેણિકભાઈ કાન્તિલાલ શાહ મુંબઈ ઉપપ્રમુખ : જૈનધર્મ તત્ત્વજ્ઞાન પ્રચારક પરિષદ શ્રીયુત્ પંડિતવર્યશ્રી છબીલદાસભાઈના જવાથી જિનશાસનને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. તેમના જવાથી જૈન સમાજે ‘જૈન સમાજ રત્ન' ગુમાવ્યું છે. ઉષાકાંતભાઈ ઝવેરી - સુરત * . Page #133 -------------------------------------------------------------------------- ________________ # કિ *--* ( જ્ઞાન પુષ્પાંજલિ ) પંડિતવર્ય છબીલદાસના જીવન કવન ઉપર નજર નાખું છું. ત્યારે મને ખ્યાલ આવે છે કે ખંભાતના જાહેર જીવનમાં પડવા માંગનાર મને આધ્યાત્મિક જીવન તરફ વાળનાર એ મહામાનવના પરિચયમાં આવ્યા પછી સામાજીક, ધાર્મિક કાર્યક્રમોમાં તેમના માર્ગદર્શન હેઠળ કાર્ય કરવાનું મળ્યું અને જીવનમાં. ધન્યતા અનુભવી ! ખંભાતમાં તેઓશ્રી રહ્યા ત્યાં સુધી તેમનું સતત માર્ગદર્શન મળતું રહેતું હતું. જે આજે પણ ભૂલી શકાતું નથી! શરીરની સશક્ત અવસ્થામાં જે વ્યક્તિ સમજપૂર્વક સથવારા ઘટાડતી જાય છે. એ વ્યક્તિને શરીરની અશક્ત અવસ્થામાં વગર સથવારે સમાધિ ટકાવી રાખવામાં પ્રાયઃ વાંધો આવતો નથી. એ તેમના જીવન ઉપર દ્રષ્ટિ નાખતાં દેખાતું હતું! શરીરે અશક્ત થયા હોવા છતાં સૂરત ગયા પછી પણ તેઓ કહેતા હતા કે નવરા બેસી રહેવું કે નિષ્ક્રિય બની જવું એ નિવૃત્તિ નથી, પણ સમ્યફપ્રવૃત્તિઓ માટે પૂર્ણ ઉત્સાહથી સક્રિય બની જવું એજ પ્રવૃત્તિ છે. અને જીવનના અંત સુધી અધ્યયનનું કામ ચાલુ રાખી નિવૃત્તિને પ્રવૃત્તિમય બનાવી જીવન ધન્ય બનાવી ગયા. ભદ્રિકભાઈ કાપડીયા - ખંભાત પંડિતવર્ય છબીલદાસભાઈના સ્વર્ગારોહણના સમાચાર જાણી અમારું પણ હૃદય રડી રહ્યું છે પણ આ જીવલોકનો સ્વભાવ એવો છે કે તીર્થકરો, ગણધરો વગેરે જે મહાન્ ઉપકારક મહાત્માઓ પણ અમર રહી શક્યા નહિ. પરંતુ ઉપકારકના મહાન્ ગુણોની સુવાસ જગતમાં રહી ગઈ છે અને રહેશે. તે જ રીતે પંડિતવર્યના પણ મહાન ગુણોની સુવાસ આપણા સંઘમાં તેમજ તેમના બીજા પરિચિતોમાં પણ છે અને રહેશે. એ સુવાસ અમર રહી જશે તેનો જશ તમારા કુટુંબમાં પણ રહેશે તેમના પરિચયમાં પણ હું ઘણી વખત આવેલ છું અને તેમના જ્ઞાનનો લાભ પણ મને મળેલ છે. તેમના ગુણો તો ઘણા હતા છતાં પણ જેમ જેમ વૃદ્ધત્વ આવતું ગયું તેમ તેમ ઉદારસ્વભાવ અને ઠંડી પ્રકૃતિ વગેરે વધતાં ગયાં. તેઓ ગુણાનુરાગી પણ ખૂબ હતા. તેમની જ્ઞાનદાનની ભાવના તો અજોડ હતી. તેમની પાસેથી અમારી શંકાઓનો જવાબ સંતોષકારક મળતો હતો તેથી હવે અમને એમ થાય છે કે અમારી શંકાઓનું સમાધાન કોણ કરશે? તેથી વિશેષ અમારું હૃદય પણ દિલગીરીનો અનુભવ કરે છે પરંતુ સાથે સાથે આનંદ પણ એ છે કે તેમનું નવકારમંત્રના સ્મરણપૂર્વક તેમજ જ્ઞાનદાન આપવાની ભાવનાપૂર્વકનું સમાધિપણે અવસાન થયું છે. તેથી તમોને અને અમોને સંતોષ થાય છે. પંડિતજીએ જેમ વૃદ્ધપણામાં પોતાનો સ્વભાવ ઠંડો અને મીઠો બનાવ્યો તે પ્રમાણે આપણે સૌ વૃદ્ધપણામાં ઠંડો અને મીઠો સ્વભાવ બનાવીએ અને જ્ઞાન-દાનની ભાવનાપૂર્વકનું જીવન જીવીએ અને અંતે પંડિતજીની જેમ સદ્ગતિના ભાગીદાર બનીએ. પં. શ્રી અમુલખભાઈ મુલચંદભાઈ શાહ તપોવન-નવસારી દુર્લભ એવા મનુષ્ય જન્મને પામી જીવનને કૃતાર્થ કર્યું. સામાન્ય સ્તરથી ઊંચે આવી પુરુષાર્થનો પ્રદીપ પ્રગટાવી અંધકારને દૂર કરી પંડિતજીએ ચતુર્વિધ સંઘમાં સિદ્ધિના સોપાન સર કરેલ. Page #134 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન પુષ્પાંજલિ અમારા જેવા અલ્પબુદ્ધિ જીવો માટે પંડિતજી આકાશ જેવા અમાપ, ધરતી જેવા સહનશીલ અને સાગર જેવા અગાધ હતા. ત્યાગધર્મ-સંસ્કાર-સંયમ-સદ્ગુણ તેઓશ્રીના જીવનમાં સહજ જણાઈ આવતા હતા. ૧૨૪ અનંતકાળની રેતી પર પગલાં પાડી કેટલાય આવ્યા અને કેટલાય ગયા. કેટલાયના નામોનિશાન પણ મટી ગયા ત્યારે વિરલ અને વિશિષ્ટ વ્યક્તિત્ત્વ ધરાવનાર પૂજ્ય પંડિતજી જૈન સમાજમાં પોતાની પ્રાણવંતી પ્રભા પાથરતા સદાય જીવંત રહેશે એ નિઃશંક અને નિર્વિવાદ વાત છે. ભરત શાહ (ભરત ગ્રાફિક્સ) પંડિતવર્યશ્રી છબીલદાસભાઈને અમારા પિતાજી સોમચંદ ડી. શાહ અને ઘર સાથે સ્નેહી-સગા જેવા સંબંધ હતા, અનેરી આત્મીયતા હતી, વાણીમાં મીઠાશ હતી. ખંભાત વ. સ્થળે સ્વાધ્યાયની સારી એવી સેવા કરી છે. જ્ઞાનદાનથી અનેકના જીવનમાં ઉજ્વળતા આવી છે. સારા વક્તા અને શક્તિશાળી પંડિતજી હતા. તેમને આ તકે યાદ કરી નમસ્કાર પૂર્વક હાર્દિક શ્રદ્ધાંજલિ. અશ્વિન શાહ, (સુઘોષા કાર્યાલય, અમદાવાદ) પંડિતજીનું પંડિત મરણ શુભસૂચક છે તેમણે મેળવેલા જ્ઞાનનો ઉપયોગ પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને ભણાવવામાં જીવનને સફળ કરીને બનાવ્યું છે. ઘણી જગ્યાએથી તેમના બહુમાન અર્થે પ્રસંગો ઊભા થયા પણ તેનો સ્વીકાર કરતા જ નહીં આ નિર્લોભતાનો મોટો ગુણ હતો. અમો મહેસાણામાં સાથે ભણતા તેઓ વિશેષ અભ્યાસ કરી ઘણા આગળ વધ્યા. અમારો સંબંધ ખૂબ જ નિકટ થતાં એકબીજાના ઘરે આવવા જવાનું બનતું. વડીલજનોનો વિરહ સર્વ કોઈને દુઃખદાયી નીવડે પરંતુ પંડિતજીએ આ ભવ સુધાર્યો અને મોટા પ્રમાણમાં જ્ઞાનદાન આપી ભવાંતર પણ સુધાર્યો તેમના આત્માને ચિર શાંતિ મળે એવી અભ્યર્થના. અધ્યાપક શ્રી મોહનલાલ હઠીચંદ શાહ બોટાદ નાતસ્ય ફ્રિ અવશ્ય મૃત્યુઃ । જન્મેલા પ્રાણીમાત્રનું મૃત્યુ અવશ્યભાવી છે. ચક્રવર્તી રાજાઓ કે ખુદ તીર્થંકર પરમાત્મા કાળના આ અકાટ્ય નિયમનું ઉલ્લંઘન કરી શક્યા નથી. પ્રત્યેક પ્રાણીને આ નિયમનો સ્વીકાર કરીને નિયમનું શરણ સ્વીકારવું પડે જ છે ! પૂ. ગુરુદેવશ્રી છબીલદાસભાઈના સ્વર્ગારોહણથી સારાય જૈન સંઘે જ્ઞાનનો ભંડાર ગુમાવ્યો છે. પ્રભુવીરના વચનોને વાગોળી-વાગોળીને, ચાવી-ચાવીને, જીવનમાં જે અણમોલ પ્રકાશ તથા તે પ્રકાશના પાયાવાળું દિવ્યજીવન જીવીને વિપત્તિના ભયંકર વાદળો વચ્ચે જે સ્વસ્થતા, ધૈર્યતા તથા Page #135 -------------------------------------------------------------------------- ________________ (૧ ૨૫ ) મM - wwer વાહ જય જય જય અw wી સદીમાં ખાબr wજ જ્ઞાનપુષ્પાજલ. સાત્વિકતાને આત્મસાત કરીને સ્વ અને પરના જે ઉપકારો કર્યા છે, અને ચતુર્વિધ શ્રી સંઘના જ્ઞાનપિપાસુ આત્માઓની જ્ઞાનપિપાસા છીપાવીને જે તૃપ્તિદાન કર્યું છે. તે ચિરસ્મરણીય બની રહેશે ! અમારા જેવાના જીવનમાં સંસ્કારનો અદ્ભુત વારસો તથા સાત્વિકતાનો સૂર ગુંજતો કર્યો છે. આ ઉપકારોની પરંપરાને કેમ ભૂલી શકીશું ! અને આ મહાઉપકારોનું ઋણ કેવી રીતે અદા કરી શકીશું ? પૂજ્યશ્રી નવકાર મહામંત્રનું સ્મરણ કરતાં કરતાં આપણા સર્વેની વચ્ચેથી અનંતની યાત્રાએ સિધાવી ગયા... પરંતુ ગુણરાશિ રૂપે આપણા સર્વેના હૃદયમાં પ્રતિષ્ઠિત થઈ ગયા છે તે નિર્વિવાદ હકીકત છે. ઉપકારીશ્રીનો આત્મા જ્યાં બિરાજમાન હોય ત્યાં શાન્તિ સમાધિ-સ્વસ્થતાને પ્રાપ્ત કરે એ જ શાસનદેવ પ્રતિ પ્રાર્થના. પં. શ્રી ચન્દ્રકાન્તભાઈ સંઘવી પાટણ સમાજને કયારેય પણ ન મળે તેવા મહાન ખૂબ જ મોટા વિચારના પંડિત ગુમાવવાથી જે ખોટ છે તે કયારેય નહીં પુરાય. અચાનક ખૂબ જ ઝડપથી શાંતિથી-સમાધિથી તેમણે તેમનું જીવન સંકેલી લીધું. મૃત્યુ સમયની ઝંખના હતી તેવું મેળવ્યું. હા, આપણને વસવસો રહી ગયો. શ્રી ધીરજલાલ લીલચંદ શાહ (માંડલ) પું. પંડિતવર્ય છબીલભાઈનાં આકસ્મિક અવસાનના સમાચાર જાણ્યા. જાણી અત્યંત વિવાદની લાગણીઓનો અનુભવ કર્યો. પૂ. પંડિતજીનો જીવાત્મા એક મહાન ધર્માત્મા હતો. સ્વભાવે મિલનસાર, ભદ્રિક અને ચતુઃ શરણા ગ્રહણ કરનારો એ જીવાત્મા ખૂબ જ સરળ હતો એટલે આવા આકસ્મિક વેદનારહિત મૃત્યુને વર્યા. હરહંમેશ સમતાભાવમાં તેઓ રહેતા, કારણ કે મહાજ્ઞાની જીવોની આ જ પ્રકૃતિ હોય છે. નરેન્દ્ર કમાણી પંડિતજીના અચાનક દુઃખદાયક અવસાનના સમાચાર જાણી બહુ દુઃખ થયું. છેલ્લા ચાર માસ અસ્વસ્થ તબિયત હોવા છતાં મને જે જ્ઞાન અને લાગણી આપી છે તે કદી ભૂલી શકું તેમ નથી. મને અંગતરીતે તેઓશ્રીની ખૂબ ખોટ પડી છે. અધ્યાપક સુરેશકુમાર રસિકલાલ શાહ અમદાવાદ ૦ (વર્તમાનમાં પૂ.મુ.શ્રી સર્વીસુંદર વિ.મ.સા.) Page #136 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન પુષ્પાંજલિ સુરત મુકામે મહાન્ વિદ્વદ્રત્ન પંડિતવર્યશ્રી છબીલદાસ કેશરીચંદ સંઘવી શ્રા. સુ: ૧૩ દેવગત થયાના સમાચારથી આઘાતજનક દુ:ખદ લાગણી ઉદ્ભવેલ. કારણ માત્ર એકજ કે આવા ઉત્તમ અને પંડિતોમાં શિરોમણી તુલ્ય વ્યક્તિ પંડિતવર્ય છબીલભાઈ આપણા સૌ વચ્ચેથી એકાએક જતા રહ્યા ? શું વાત સત્ય છે ? પણ મનને મજબૂત બનાવી હૈયાથી વિચાર્યું કે આ છબીલદાસભાઈ પંડિતજી આપણા સૌની વચ્ચેથી સ્વર્ગસ્થ થઈ ગયા છતાં અનેરી સુવાસ પ્રગટાવી ગયા છે. “જીવનમાં સમ્યજ્ઞાનને સમતાના રસથી ભરપૂર ભાવપૂર્વક અનેક ભાગ્યશાળી જીવોને આપી અનેક આત્માઓને સંયમના પંથે પ્રયાણ કરાવ્યું છે.” તત્ત્વજ્ઞાન આદિના વિવિધ પ્રશ્નોના સમાધાન પ્રાપ્ત કરવા માટેની “જ્ઞાન વિશારદ વ્યક્તિ” આપણે ગુમાવી છે તેનું હૈયામાં દુઃખ થાય તે સ્વાભાવિક છે. હવે એ મહાન્ વ્યક્તિના ગુણો તેઓશ્રીનો સમસ્ત પરિવાર અને આપણે સૌ જીવનમાં વણી તેઓ જેમ ધન્ય જીવન જીવી ગયા તેમ આપણે પણ આત્મકલ્યાણ સાધીએ. સ્વર્ગસ્થના આત્માને સદા શાંતિ પ્રાપ્ત થાઓ એ જ શાસનદેવને પ્રાર્થના. ૧૨૬ અધ્યાપક શ્રી રમણીકલાલ મણીલાલ સંઘવી (ભાભરવાળા) મુંબઈ (વર્તમાનમાં પૂ.મુ.શ્રી તત્ત્વસુંદર વિ.મ.સા.) પંડિત છબીલદાસ કેશરીચંદભાઈએ પૂજ્ય સાધુ-સાધ્વી ભગવંતોને કર્મગ્રંથાદિ ધાર્મિક અધ્યયન સારીરીતે કરાવતા હતા તેમજ વિધિ-વિધાનોના વિશેષજ્ઞ હતા. આ વિદ્વાન પંડિતજીના વિરહથી હૃદય દુઃખની લાગણી અનુભવે તે સ્વાભાવિક છે. તેઓશ્રીના નમ્રતા, સરળતાદિ ગુણો સ્મૃતિપથમાં લાવી ગુણાનુરાગી બની જીવન સફળ બનાવીએ. અધ્યાપક શ્રી શાંતિલાલ સોમચંદ મહેતા ચાસ (ઝારખંડ) • પંડિતશ્રી છબીલદાસભાઈના અવસાનના સમાચાર જાણી દુ:ખ થયું છે. સ્વ. પંડિતજી સિકંદ્રાબાદ સમયે સમયે આવતા અને ધાર્મિક માર્ગદર્શન આપતા. સિકંદરાબાદ ગુજરાતી જૈન સંઘની સ્થાપનામાં તેઓનો સહકાર ભૂલી શકાય તેમ નથી. કોઈપણ અપેક્ષા વિના તેઓ પર્યુષણ પર્વની આરાધના કરાવવા આવતા. મોટી રકમની થેલી આદરપૂર્વક અસ્વીકાર કરી તે તેમની નિઃસ્પૃહતા છે. છેલ્લી ઘડીને પણ તેઓશ્રી જ્ઞાનમય બનાવીને ગયા સાચે જ તેઓ સમ્યજ્ઞાનની હાલતી ચાલતી વિદ્યાપીઠ જેવા હતા. રમેશ શાહ (સિકંદ્રાબાદ) પૂજય પંડિતજી છબીલદાસભાઈ સમાધિપૂર્વક દેવલોક થયા તે જાણ્યું. પોતાના જીવનમાં સમ્યજ્ઞાનની પ્રઢભાવના કરી અનેક ભવ્યાત્માઓને સમ્યક્ચારિત્રના માર્ગે મોકલી મોક્ષપંથના પ્રવાસી બનાવ્યા છે. તે ખરેખર અનુમોદનીય છે. જ્યાં તે આત્મા ગયો ત્યાં જૈનધર્મ પ્રાપ્ત કરી સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રની સાધના કરી મુક્તિ પંથે જાય તે જ અભિલાષા. ગોરજી નેમચંદજી (જૂનાગઢ) Page #137 -------------------------------------------------------------------------- ________________ (૧૨) - જ - બ મ ... ( જ્ઞાન પુષ્પાંજલિ સુખ દુઃખમાં સદાય હસતા રહ્યા તમે, સૌના હૃદયમાં વસતા રહ્યા તમે, હતા નજર સમક્ષ પાંપણના પલકારે સદ્ગતિ પામી ગયા જીવતર એવું જીવી ગયા બધાને વિચાર કરતા મૂકી ગયા તત્ત્વજ્ઞાન પરિષદ્ અને ધાર્મિક શિક્ષક સમાજને આપની વડીલતા અને માર્ગદર્શનની ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. પ્રભુ આપના આત્માને ચિરશાંતિ અર્પે એ જ પ્રાર્થના. અધ્યાપક શ્રી કુમુદરાય મોતીચંદ શાહ, પાલીતાણા વાત્સલ્યનિધિ પંડિતજી મારા ધર્મગુરુ અને માર્ગદર્શક હતા. ઈ.સ. ૧૯૫૮માં મારા વતન મોટીવાવડીમાં શાન્તિસ્નાત્રવિધિવિધાન માટે પૂ. આ. ભ. શ્રી નિંદનસૂરિજી મ.સા.ની પ્રેરણાથી તેઓશ્રી આવેલા. તેઓશ્રી સાથેના ત્યારપછીના સંપર્કથી વિદ્વાન પંડિતોને વારંવાર મળવાનું થયું જેને હું મારુ સદ્ભાગ્ય ગણું છું. અપૂર્વજ્ઞાન સાધના કરી તેઓએ વિદાય લીધી - મૃત્યુ મહોત્સવરૂપ બન્યું. નગીનદાસ જે. વાવડીકર, મુંબઈ એક દિવસ તસવીર બનીને દિવાલ પર ઝૂલી ઊઠીશ, પણ વિશ્વાસ છે એટલે કોઈકના હૃદયમાં રહી જઈશ, ધૂપ નહી કરતા, દીપ નહી કરતા, આરતી નહી ઉતારતા, જ્ઞાનને વંદી, અધ્યયન કરજો, તો અમર બને આ વારતા. જીવનના અંતિમ શ્વાસ સુધી જ્ઞાનનું અધ્યયન-અધ્યાપનકાર્યકરીને જીવનનો ઉત્સવ ઉજળો ઉજવ્યો અને મૃત્યુના મહોત્સવના તોરણ ઝુલાવ્યા એવા પંડિતવર્યશ્રી છબીલદાસ સંઘવીને શત શત વંદના નરેશ એ. મદ્રાસી પંડિતજીનાં ગુણોનું વર્ણન કરવાવાળા શબ્દો જ જગતમાં વિદ્યમાન નથી. પંડિતજીની એક ભાવના હતી કે શિક્ષકમિત્રો કેવી રીતે આગળ આવે ખરેખર પંડિત મૂર્ધન્ય વિષે કહેવું કે લખવું તે ખરેખર અશક્ય છે. ખંભાતને કર્મભૂમિ બનાવી તેમને ભાભરનું નામ ગગનસ્પર્શી બનાવ્યું હતું પક્ષ-પ્રતિપક્ષના કદાગ્રહના ત્યાગને તે વધારે મહત્વ આપતા હતા. આજે આપણા સહુની વચ્ચે તે નથી, છતાં પ્રભુજીને પ્રાર્થના કરીએ કે તેમની પાસે રહેલ વાસ્તવિક-શ્રુતનો અનુભવ વરસાવતા રહે કારણ કે Page #138 -------------------------------------------------------------------------- ________________ (૧૨૮) NA ના મy .. v મમer ના બ » મન મvમાં જન્મ swો બિઝને જ્ઞાનપપ્પાજલિ જયાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ અને જયાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી અધ્યાપક શ્રી જયેશભાઈ દોશી, ખંભાત પંડિતજીની ચિરવિદાયથી એકજ્ઞાનીની ખોટ પડી છે. કોઈપણ ક્ષણે મૃત્યુ આવે તેઓશ્રી તૈયાર હતા. સમ્યજ્ઞાનપ્રદાન ચતુર્વિધ શ્રીસંઘમાં નિઃસ્વાર્થભાવથી કર્યું હતું જેના ફળસ્વરૂપે અંતિમ સમયે સમાધિ અદ્દભુત રહી. ઉત્તરોત્તર પ્રભુશાસન પામી સિદ્ધિગતિ પામે એજ શુભકામના ભરતકુમાર લક્ષ્મીચંદ પરીખ ૭) શ્રુતજ્ઞાનથી થતા મહાલાભ શ્રુતજ્ઞાન ભણવાથી સ્વાધ્યાયનો લાભ મળે છે. સ્વધ્યાયથી ચિત નિર્મળ બને છે, એકાગ્ર બને છે. ચિત્તની નિર્મળતાથી-એકાગ્રતાથી સંવર અર્થાત ભાવસામાયિકતી સ્પર્શતા થાય છે, સમ્યગ્દર્શત, જ્ઞાન, ચારિત્ર પ્રાપ્ત થાય છે. પ્રાપ્ત થયેલાં નિર્મળ બને છે. હદમાં સદગુણો સ્થિર બને છે, આત્મગુણોનો વિકાસ થાય છે. પગલો પ્રત્યેની શક્તિ મોળી પડે છે, અંતે સર્વજ્ઞતા, સ્વભાવદશા, વીતરાગદશા અને મુક્તિની પ્રા|િ થાય છે. Page #139 -------------------------------------------------------------------------- ________________ (૧૨૮) ૩ જw v, v.in . " . * * e તો » મા " - : કે શાનપુષ્પાજલિ તો શાસનરત્ન, પંડિત શિરોમણિ શ્રીયુત છબીલદાસ કેસરીચંદ સંઘવીને ગુણાંજલિ - પૂ. મુનિરાજ શ્રી નિર્વેદચન્દ્ર વિ. મ. સાહેબ હં (તેરી શહનાઈ ડોલે-રાગ) છબીલભાઈ પરલોક જાયે, જ્ઞાનની જ્યોત જલાયે, સહુની આંખો ભીની ભીની થાય ચાંદ પૂનમનો ડૂબી જાય, અમાસી અંધારા પથરાયે, સૂનું સૂનું બધું બની જાય રે... ધન્ય ધન્ય ભાભરની ધરતી, તે આપી આવી દિવ્ય વિભૂતિ, કેશરીભાઈને કુળ દિવાકર, તે શાસનનું અણમોલ જવાહર, જે કોર માતાના દુલારા, લીલાબેનના પ્રાણ પ્યારા, અમર યાદો મુકીને જાય રે, ધન્ય ધન્ય મહેસાણા પાઠશાળા, જ્ઞાનીજનોની તું છે જનેતા, કેટકેટલા પંડિતો તે આપ્યા, કેટકેટલા પ્રભ પંથે વળીયા, આવી માતાના ખોળે, છબીલભાઈ ઉછરે, પંડિત શિરોમણી એ બની ગયા રે... પચાસ વરસો ખંભાતમાં વીતાવ્યાં, જ્ઞાનનાદાન અખંડ વહાવ્યાં, મોટા નસીબ છે સુરત શહેરના, પંડિતજી અહીં આવી વસીયા, એના આગમનથી બની, સુરત જ્ઞાન નગરી, એના નામો ભારતમાં ગવાય રે... જ્ઞાનમંદિર જેવું ઘર હતું એનું, સાધુ-સાધ્વીથી ભરેલું ભરેલું, હવે પડી ગયું સૂનું સૂનું, એક જાતા બધું થઈ ગયું નકામું, પગલાં સાધુ-સાધ્વીના, હવે ક્યાંથી થવાનાં, એના દીકરા-દીકરી બહુ મૂંઝાય રે, શ્રાવણ સુદની તે રસ ગોઝારી, મૃત્યુના સંદેશા લઈને આવી, નવકારમંત્રી સુણતાં ને સમરતાં, દુનિયાથી છેલ્લી વિદાય લીધી, દેહ પિંજર છોડ્યું - પંડિત મરણ લીધું - એનું મૃત્યુ મહોત્સવ બની જાય રે... હજારો રડતી આંખે જોવાતી, અંતિમયાત્રા એની ચાલી, ધ્રુજતા હાથે ને ભાંગેલ હૈયે, વહાલાને વસમી વિદાય આપી, શિરછત્રા ગયું - ઘરનું મોભ તૂટ્યું - નોંધારા સહુયે બની જાય રે, જ્ઞાનસાધના એવી કરી ગયા છો, વજસ્વામી બની જન્મ લેજો, જ્ઞાનદીપ એવા પ્રગટાવજો, જિનશાસનના સિતારા બનજો, પ્રભુ તારા ધામમાં લેજે, શાશ્વત શાંતિ દેજે, સુરત સંઘ ગુણાંજલિ ગાય રે... Page #140 -------------------------------------------------------------------------- ________________ (૧૩૦) vN, કM મ મ મ જ » અ » » * * માર . સાથે જ ( શાનપુષ્પાંજલિ આ પંડિત છબીલદાસ સંઘવીને અંજલિ પંકજ ખીલ્યું આ જગતમાં મનમાં નહીં અભિમાન ડિમડિમ વગાડ્યું નવ કદી કિંત સુગંધ રેલાવી ચોપાસ તમામ કરણી શુદ્ધ સાત્ત્વિક અંતર અરિહંત ધ્યાન છત્રીસ ગુણથી ઓપતા આચાર્યો પણ વદતા પૂનિત સાદ બીજ વાવ્યા સુસંસ્કારના પંડિતજી જગે થયા વિખ્યાત લગન મારા સુધર્મની સેવા મંત્ર નિજ ઉરે લહેરાય દાસ ગણે પોતાની જાતને કરે સહુનો સ્નેહે સત્કાર સન્માનીય એ હતા જ્ઞાની પુરા નિમાં હી નિરાભિમાન સંગતમાં જે કોઈ આવતા તેને ઉન્નત પંથ બતાવે ઘરઘર માંહે પૂરણ પ્રીતે જ્ઞાનની સૌરભ પ્રસરાવે વીતરાગના પુનિત પંથે ચાલે ને સહુને રાહ દેખાડે નેકી અપ્રતિમ જ્ઞાન અનુપમ સંસારે સંયમ અવધારે અંતર નિર્મળ પ્યારા પંડિતજી સ્મૃતિ રહેશે આપની જનમ ધરીને આપશ્રીએ વહાવી છે પુનિત ગંગા જ્ઞાનની લીધી વિદાય અચાનક કે પીછાણી શું ઘડી અંતકાળની છે “નટવર'ની આરઝૂ આશિષ અર્પજો સહુને સ્વર્ગધામથી. –નટવરલાલ એસ. શાહ-મુંબઈ Page #141 -------------------------------------------------------------------------- ________________ (૧૩૧ ) - ૧ + - એક સાંસદ ગોપાલ માં જ્ઞાનપુષ્પાંજલિ (ટ વાત્સલ્યનિધિ પૂજ્ય પિતાશ્રીના સ્થંભનપાર્શ્વનાથ પ્રભુજી જે નગરીનું આભૂષણ કહેવાય અને ઇતિહાસમાં જેની સમૃદ્ધિની વાતો સુવર્ણાક્ષરે લખાઈ છે તે “ખંભાત' નગરીમાં ૫૦ વર્ષ એકધારી જ્ઞાનગંગા વહાવી ચતુર્વિધ શ્રી સંઘની જ્ઞાનતરસ છીપાવવા આપે ભગીરથ પુરુષાર્થ કર્યો. આપનો જ્ઞાન વારસો લેવામાં અમે ઉણા રહ્યા. આમ છતાં જે સંસ્કારસભર અમારું જીવન છે તે આપને આભારી છે. ધંધાર્થે અમે સૂરત આવ્યા છતાં આપ અને અમારા પૂ. માતુશ્રી ખંભાતમાં જ રહ્યા અને પૂ. સાધુ ભગવંતો, પૂ. સાધ્વીજી ભગવંતો તથા પ્રૌઢ શ્રાવકોને આપ સતત જ્ઞાન પીરસતા રહ્યા. પૂ. માતુશ્રીના સ્વર્ગવાસ બાદ અમારા અતિઆગ્રહથી અનિચ્છાએ ખંભાતથી આપનું સુરતમાં આગમન થતાં અમારા રોમે રોમમાં આનંદ આનંદ થયો. અસ્વસ્થ શરીરમાં પણ જ્ઞાનયોગ અવિરત ચાલુ રહ્યો. અભ્યાસ માટે પૂ. સાધુ ભગવંતો, પૂ. સાધ્વીજી ભગવંતોના પગલાં પ્રતિદિન ઘરમાં થતાં રહ્યાં. આપે જ્ઞાન આપી લાભ લીધો અને અમને સુપાત્રદાનનો મહાન લાભ અપાવ્યો. આપની પાસે ખેંચાઈને પંડિતજીઓ અને અધ્યાપકશ્રીઓ આવતા કારણ આપનામાં જ્ઞાન સાથે વાત્સલ્યભાવ, ગંભીરતા, નમ્રતાદિ ગુણો હતા. અફસોસ અમે જ કોરા રહ્યા. આપના પ્રેમની છત્રછાયામાં ન હતી ચિતા કે ન હતી ફિકર પણ આપની અણધારી વિદાયથી અમારા અરમાન અધૂરાં રહ્યાં. વિદાયની ક્ષણે અમારી હાજરી એ અમારું અહોભાગ્ય સમજીએ છીએ. કોઈક વિરલ પુરુષને જ અંત સમયે આવી સમાધિ હોય. આપના સ્વર્ગવાસના સમાચાર જાણ્યા પછી પૂ. આચાર્યભગવંતાદિના, પૂ.સાધ્વીજી ભગવંતોના, શ્રેષ્ઠીઓ, પંડિતજીઓ, સાહિત્યકારોના જે સંદેશા આવ્યા તે વાંચ્યા પછી લાગ્યું કે આપ કેવા મહાન હતા? ગુણ વૈભવ મેળવવામાં અમે ખરેખર વંચિત રહ્યા. આપ જે પંક્તિ વારંવાર કહેતા તે યાદ આવે છે. હંસ તો જ્યાં જશે ત્યાં શોભારૂપ બનશે, હાનિ તો હંસે છોડી દીધેલા જળાશયને છે. આજે આપના વિરહમાં અમે સૌ શોભાહીન અને નિસ્તેજ જળાશય જેવી હાલત અનુભવી રહ્યા છીએ. આપના જેવી સમાધિ અને પંડિતમરણ અમોને પણ મળજો એવી પ્રાર્થના સાથે પુનઃ નતમસ્તકે વંદન કરીએ છીએ. પુત્રો તરૂણ, જયેશ, ઉમેશ પુત્રવધૂઓ અપેક્ષા, કલ્પના, આશિતા પૌત્રો તરલ, વિરલ પૌત્રીઓ સેફાલી, રિયા, પ્રિયા Page #142 -------------------------------------------------------------------------- ________________ (૧૩૨ ) Aur wાર ડબ એ બને . જો રાજ ( રશીનપપ્પાજાલ વિભાગ - ૨ વિદ્યાદાતા પ.પ્રશ્રી છબીલદાસભાઈ સંઘવીનું ' પાલીતાણામાં વિશિષ્ટબહુમાન (I/ વીતરાગની આજ્ઞાનું પાલન એ વિતરાગની મોટીપૂજા છે. વીતરાગની આજ્ઞા, જ્ઞાન પ્રાપ્તિથી સમજાય છે. જ્ઞાનના માધ્યમથી શાસન ચાલે છે. જ્ઞાન અને ક્રિયા બંને સાથે હોવા જરૂરી છે. વર્તમાન સમયમાં ધર્મ પર આક્રમણો થઈ રહ્યાં છે ત્યારે બચાવનારું તત્ત્વ કોઈ હોય તો તે જ્ઞાનતત્ત્વ છે. સાધુસંસ્થા ઉત્કૃષ્ટ સંસ્થા છે. એને તૈયાર કરનાર પંડિતો છે. પંડિતોનું સન્માન કરવાની આપણી સૌની ફરજ છે. આજે પંડિતોની અછત છે. જ્ઞાનનું મૂલ્ય થઈ શકે નહીં. પંડિતોનું ગૌરવ કોઈ રીતે ઓછું થવું ન જોઈએ. શુક્રવાર, તા. ૪-૪-૯૭ના રોજ પાલીતાણામાં તળેટી પાસે આવેલી ગિરિવિહાર સંસ્થાના રજતજયંતિ મહોત્સવ નિમિત્તે પૂ.આ.ભ.શ્રી હેમપ્રભસૂરિજી મ.સા.ની નિશ્રામાં પૂ.સાધુસાધ્વીજી ભગવંતોને તત્ત્વજ્ઞાનનું શિક્ષણ આપનાર પંડિતોના યોજાયેલા વિશિષ્ટ બહુમાનસમારંભમાં પૂ.આ.ભ.શ્રી હેમચંદ્રસાગરસૂરિજીએ ઉપરના શબ્દોમાં જ્ઞાન અને જ્ઞાનદાતાનું મહત્ત્વ સમજાવ્યું હતું. પૂ.આચાર્યશ્રી હેમપ્રભસૂરિજીએ તેમના પ્રવચનમાં ગુરુકૃપાનું મહત્ત્વ સમજાવીને પંડિત પ્રવર છબીલદાસ સંઘવીના ઉપકારનું પ્રેમપૂર્વક સ્મરણ કર્યું હતું અને પંડિતોના વિશિષ્ટ બહુમાનના રૂપમાં ‘ગિરિવિહારમાં યાત્રા નિમિત્તે આવનાર પૂ. સાધુભગવંતો અને પૂ. સાધ્વીજી મ. સાહેબોને ધાર્મિક, સંસ્કૃત, પ્રાકૃત આદિ ગ્રન્થોનો અભ્યાસ કરાવનાર પંડિતજીઓને પરિવાર સાથે શ્રી જૈન ધર્મ તત્ત્વજ્ઞાન પ્રચારક પરિષદ્રની સૂચનાનુસાર નિઃશુલ્ક રહેવા તથા જમવાની સુવિધા આપવા એક બ્લોક ખાલી રહેશે એવી જાહેરાત કરી હતી. બ્લોક નં. ૪૧ પર મૂકવામાં આવનાર તકતીમાં આ બ્લોક ઉપરોક્ત હેતુથી પંડિત પ્રવર છબીલદાસ સંઘવીને અર્પણ કરાયાનો ઉલ્લેખ વાંચી સંભળાવવામાં આવ્યો હતો. પૂ.સાધુ-સાધ્વીજી ભગવંતોને ધાર્મિક અભ્યાસ કરાવનાર ૮૨ પંડિતોની યાદીમાંથી કેટલાક વિશિષ્ટ પંડિતોનો પરિચય આપવામાં આવ્યો હતો. (આ પંડિતો મહેસાણાની પાઠશાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે, તેમાં ૬૫ વર્ષથી જ્ઞાનગંગા વહાવતા વયોવૃદ્ધ અને જ્ઞાનવૃદ્ધ પંડિતવર્ય છબીલદાસ સંઘવી, ૪૫ વર્ષથી ધાર્મિક શિક્ષણ ક્ષેત્રે સેવા આપતા, દેશ-વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત પંડિતવર્ય ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા ૪૩ વર્ષથી ધાર્મિક અધ્યાપન કરાવતા, રસિકલાલ શાંતિલાલ મહેતા (બધા સુરત નિવાસી), જૈન ધર્મતત્ત્વજ્ઞાન પ્રચારક પરિષદના મંત્રી, અને મુંબઈની ગોડીજી પાઠશાળામાં ૩૫ વર્ષથી ધાર્મિક શિક્ષણ આપી રહેલા પંડિત વસંતભાઈ દોશી, મુંબઈમાં પચાસ Page #143 -------------------------------------------------------------------------- ________________ (૧૩૩) જેev 1 --- = - - - - - ( જ્ઞાન પપ્પાજલિ વર્ષથી ધાર્મિક શિક્ષણ ક્ષેત્રે અવિરત સેવા આપી રહેલા, ભાયખલાની પાઠશાળાના પંડિત ચીમનલાલ પાલીતાણાકર, નવસારીના પ્રજ્ઞાચક્ષુ પંડિત અમૂલખ મૂળચંદભાઈ, મુંબઈ(બોરીવલી)માં ચંદાવરકર લેનના જૈનસંઘની પાઠશાળાના મુખ્ય શિક્ષક પંડિત રમણીકલાલ સંઘવી, જેઓ ૧૪૫મી વર્ધમાન તપની ઓળી કરી રહ્યા છે તે પ્રજ્ઞાચક્ષુ પંડિત મોતીલાલ ડુંગરશીભાઈ તથા અન્ય પંડિતોનો સમાવેશ થતો હતો. આ પ્રસંગે મહેસાણાની શ્રી યશોવિજય જૈન પાઠશાળાની શતાબ્દી નિમિત્તે ટૂંક સમયમાં યોજાનાર કાર્યક્રમની વિગતો આપીને પંડિત વસંતભાઈદોશીએ તીર્થની પવિત્ર ભૂમિની સ્પર્શનાનો લાભ પંડિતોને મળ્યો તે બદલ હર્ષ વ્યક્ત કર્યો હતો. ચીમનભાઈ “પાલીતાણાકરે કહ્યું હતું કે આ શુભ મંગલાચરણ થયું છે અને આ નવા સ્વરૂપના બહુમાનની પ્રથા આગળ ચાલશે એવી આશા આ પ્રસંગે પંડિત(પ્રજ્ઞાચક્ષુ) ચંદુલાલભાઈ(મહેસાણા), પંડિત પોપટલાલ કેશવજી દોશી(પાલિતાણા), પંડિત સોમચંદ ડી. શાહ(પાલિતાણા) તથા પંડિત મનસુખલાલ મણિયાર(પાલિતાણા)નું રોકડ રકમથી બહુમાન કરવામાં આવ્યું હતું. મુંબઈથી પંડિતો ઉપરાંત જૈન શ્વેતાંબર કૉન્ફરન્સના કાર્યાલય મંત્રી નગીનદાસ વાવડીકર અને પત્રકાર જયેન્દ્રભાઈ શાહ ઉપસ્થિત હતા. પૂ. આ.ભ. શ્રી સૂર્યોદયસાગરસૂરિજી, પૂ. આ. શ્રી નિત્યોદયસાગરસૂરિજી તથા પૂ. આ. શ્રી પુણ્યોદયસાગરસૂરિજી આદિ ગુરુભગવંતોની આ પ્રસંગે પાવનનિશ્રા મળી હતી. ગિરિવિહારના ટ્રસ્ટી રમેશભાઈએ પ્રાસંગિક વક્તવ્ય આપ્યું હતું અને સમારંભના પ્રમુખ ચીમનલાલ મંગળદાસ શાહ ખંભાતવાળા(મુંબઈ)એ આભારદર્શન કર્યું હતું. જ્ઞાન યિાખ્યા મોક્ષ જ્ઞાન વિનાની ક્રિયા અને ક્રિયા વિનાનું જ્ઞાન પોતાનું પૂર્ણ ફળ આપવા સમર્થ નથી બનતા. આ બને જ્યાં સુધી એકલા એકાંગી હોય છે. ત્યાં સુધી તે મોક્ષ સાધક બની શકતા નથી. મોક્ષની પ્રાપ્તિમાં જ્ઞાન સાથે ક્રિયાની આવશ્યકતા જ પુણ્યની આવશ્યકતા સાબિત કરે છે, Page #144 -------------------------------------------------------------------------- ________________ (૧૩૪)*- ---- ----- ------*--*( જ્ઞાન પુષ્પાંજલિ ) જૈન તત્ત્વજ્ઞાનના પાઠો શીખવી શ્રદ્ધાળુ વિદ્વાનો તૈયાર કરનારી જૈન સંઘની કાશીનગરી શ્રીમદ્યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા-મહેસાણા KT સ્થાપના : વિ. સં. ૧૯૫૪ કારતક સુદિ ૩ પ્રેરણા : ન્યાયવિશારદ પૂ. પાદ મુનિરાજશ્રી દાનવિજયજી મ. સાહેબ (પંજાબી) - સૌમ્યમૂર્તિ પૂ. પાદ મુનિરાજશ્રી રવિસાગરજી મ. સાહેબ સંસ્થાપક : શ્રુતજ્ઞાનપ્રેમી, ધર્મવીર, સુશ્રાવક શ્રી વેણીચંદભાઈ સુરચંદભાઈ–મહેસાણા સુશ્રાવકશ્રી વેણીચંદભાઈ પર્વાધિરાજ પર્યુષણ પર્વના દિવસો હતા. ગુરુભગવંતશ્રીના મુખેથી મહેસાણા શ્રી સંઘના ઉપાશ્રયમાં શાસ્ત્રશિરોમણી કલ્પસૂત્ર શ્રવણનો પ્રસંગ હતો. નગરના અગ્રણી એક શ્રાવક જિનવાણી શ્રવણ કરવા પ્રવચન સ્થળે પધાર્યા પણ... આસન ગ્રહણ કરતાની સાથે જ એમની નજર પોતાના હાથની આંગળી તરફ ગઈ અને એ ચમકી ઊઠ્યા કારણ કે આંગળી ઉપરની બહુમૂલ્ય સુવર્ણમુદ્રિકા(વીંટી) પ્રવચન શ્રવણાર્થે આવતાં માર્ગમાં જ ક્યાંક પડી ગઈ હતી. એ મૂલ્યવાન મુદ્રિકા શોધવા જવાનો વિકલ્પ મનમાં પ્રગટ્યો ન પ્રગટ્યો ત્યાં જ એ શ્રુતરસિક શ્રાવકે નિર્ણય કરી લીધો કે જે કલ્પસૂત્રનું શ્રવણ સકલ કર્મક્ષયનું સામર્થ્ય ધરાવે છે એને છોડીને ભૌતિક મૂલ્ય ધરાવતી સુવર્ણમુદ્રિકા શોધવા જવું જ નથી. આ દેઢ સંકલ્પ પૂર્વક એક ચિત્તથી કલ્પસૂત્ર શ્રવણમાં મગ્ન થયા. આ શ્રુતધર્માનુરાગી શ્રાવક હતા. મહેસાણાની શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળાના સંસ્થાપક શ્રેષ્ઠિવર્ય શ્રી વેણીચંદભાઈ સુરચંદભાઈ. ૧૦૯મા વર્ષમાં પ્રવેશ મહેસાણા જીલ્લાના કનોડાગામની પુણ્યધરતી ઉપર માતા સોભાગદેની કુક્ષિથી જન્મધારણ કરનાર સમર્થ શ્રતધર મહાપુરુષ પૂ. પાદ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મ. સાહેબના પુણ્ય નામથી શરૂ થયેલી અને મહેસાણા પાઠશાળાના હુલામણા નામથી શ્રી સંઘોમાં જાણીતી બનેલી આ પાઠશાળાએ વિ. સં. ૨૦૬રના કારતક સુદિ ૩ ના પુણ્ય દિવસે “૧૦૯મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૩૫ ઉદ્દેશ : सम्यग्दर्शन - ज्ञान — चारित्राणि मोक्षमार्गः પૂ. પાદ પૂર્વધર મહાપુરુષ ભગવાન્ ઉમાસ્વાતિજી મહારાજ રચિત તત્ત્વાર્થાધિગમ સૂત્રનું આ પ્રથમસૂત્ર એ જ આ પાઠશાળાનું હાર્દ છે એટલે કે જિનવચનમાં શ્રદ્ધાપૂર્વકનું જ્ઞાન અને જ્ઞાનના ફળસ્વરૂપ વિરતિ ધર્મનો આદર, સ્વીકાર એ મુખ્ય ઉદ્દેશ છે. જિનશાસનના ચરણે ભેટ જ્ઞાન પુષ્પાંજલિ ૧૫૦થી અધિક શ્રમણ ભગવંતો અને હજારો જૈન વિદ્વાન્ અધ્યાપકો જિનશાસનના ચરણે ધરનારી આ પાઠશાળા એ જ્ઞાનગંગા છે. નિરંતર વહેતી આ જ્ઞાનગંગામાં જેમને સ્નાન કરવાનો પુણ્ય અવસર મળ્યો છે તેમનું જીવન ધન્ય બન્યું છે. પાઠશાળાના પ્રથમ વિદ્યાર્થી વિજાપુરના પટેલ બેચરદાસ જેઓ સર્વવિરતિધર્મ સ્વીકારી શ્રમણ થયા. જ્ઞાન—ધ્યાનયોગના સાધક પૂજ્યશ્રી આચાર્ય પદે આરૂઢ થયા તે પૂ. પાદ આ. ભગવંત શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ. સાહેબ. તત્પશ્ચાત્ અનેક પુણ્યાત્માઓ સર્વવિરતિ ધર્મ સ્વીકારી શ્રમણ થયા. તેમાંના વિશેષ યોગ્યતા પ્રાપ્ત કરી જેઓ આચાર્ય પદે આરૂઢ થયા તે શાસન પ્રભાવક પૂજ્યો... પૂ. આ. ભ. શ્રી મહેન્દ્રસૂરિજી મ. સા., પૂ. આ. ભ. શ્રી મંગલપ્રભસૂરિજી મ. સા., પૂ. આ. ભ. શ્રી અરિહંત–સિદ્ધસૂરિજી મ. સા., (પૂ.આ.ભ.શ્રી નીતિસૂરિજી સમુદાય) પૂ. આ. ભ. શ્રી નન્દનસૂરિજી મ. પૂ. આ. ભ. શ્રી જયાનંદસૂરિજી મ. સા. પૂ. આ. ભ. શ્રી રામસૂરિજી મ. સા., પૂ. આ. ભ. શ્રી પરમપ્રભસૂરિજી મ. સા. (પૂ.આ.ભ.શ્રી નેમિસૂરિજી સમુદાય) પૂ. આ. ભ. શ્રી દેવેન્દ્રસૂરિજી મ. સા. (વાગડવાળા) પૂ. આ. ભ. શ્રી અમૃતસૂરિજી મ. સા. (હાલારી) પૂ. આ. ભ. શ્રી સુબોધસૂરિજી મ. સા., (પૂ.આ.ભ.શ્રી ભક્તિસૂરિજી (સમીવાળા) સમુદાય) પૂ. આ. ભ. શ્રી અશોકચન્દ્રસૂરિજી મ. સા. પૂ. આ.ભ. શ્રી. યશોભદ્ર સૂરિજી મ.સા. (ડહેલાવાળા) પૂ. આ. ભ. શ્રી અરુણપ્રભસૂરિજી મ. સા. (પૂ.આ.ભ.શ્રી. લબ્ધિસૂરિજી સમુદાય) પૂ. આ. ભ. શ્રી ભદ્રસાગરસૂરિજી મ. સા., પૂ. આ. ભ. શ્રી લાભસાગરસૂરિજી મ. સા. પૂ.આ.ભ. શ્રી અશોકસાગર સૂરિજી મ.સા. પૂ. આ. ભ. શ્રી કલ્યાણસાગરસૂરિજી મ. સા. (પૂ. સાગરજી મ. સા. સમુદાય) Page #146 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન પુષ્પાંજલિ પૂ. આ. ભ. શ્રી રત્નશેખરસૂરિજી મ. સા., (પૂ. આ. ભ. શ્રી શાંતિચન્દ્રસૂરિજી (ભાભરવાળા) - સમુદાય) પૂ. આ. ભ. શ્રી ચિદાનંદસૂરિજી મ. સા. (મુનિ સમુદાય) આદિ આચાર્ય ભગવંતો તથા શતાધિક પૂ. મુનિભગવંતો. પંડિતજીઓ પં. શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખ પં. શ્રી ભગવાનદાસ હરખચંદ પં. શ્રી હીરાલાલ દેવચંદ પં. શ્રી મફતલાલ ઝવેરચંદ ગાંધી પં. શ્રી કુંવરજીભાઈ મૂલચંદ દોશી પં. શ્રી સોમચંદ ડી. શાહ (સુઘોષા) પં. શ્રી શિવલાલ નેમચંદ શાહ પં. શ્રી છબીલદાસ કેશરીચંદ સંઘવી પં. શ્રી પુખરાજજી અમીચંદજી કોઠારી (પ્રજ્ઞાચક્ષુ) પરીક્ષકશ્રી વાડીલાલ મગનલાલ શાહ પં. શ્રી કપુરચંદ આર. વારૈયા પં. શ્રી ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા ૫. શ્રી રસિકલાલ શાંતિલાલ મહેતા પં. શ્રી રતિલાલ ચીમનલાલ દોશી આદિ નામાંકિત વિદ્વાન્ અધ્યાપકો જિનશાસનના ચરણે ભેટ ધરનારી આ પાઠશાળા શ્રમણપ્રધાન ચતુર્વિધ શ્રી સંઘ માટે ગૌરવરૂપ છે. સેંકડોની સંખ્યામાં પૂ. આચાર્ય ભગવંતાદિ મુનિવરો અને પૂ. સાધ્વીજી મ. સાહેબોને અધ્યયન કરાવવાનો સુંદરલાભ પણ મળેલ છે. નિત્યક્રમ, અભ્યાસ, આચારપાલન પ્રાતઃકાલ પ-00 કલાકે નિદ્રાત્યાગ, નવેક કલાક વિવિધ વિષયોનું અધ્યયન, રાત્રે ૧૦-૦૦ કલાકે શયન જૈનતત્ત્વજ્ઞાનના પ્રાથમિક ગ્રંથોથી શરૂ કરી દ્રવ્યાનુયોગ, ગણિતાનુયોગના વિશિષ્ટ ગ્રંથો સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણ, કાવ્ય, વાંચન, ન્યાય આદિ ગ્રંથોનું અધ્યયન સામાયિક, જિનદર્શનપૂજા, ગુરુવંદન, પ્રતિક્રમણ (પાંચતિથિ સવારે બારતિથિ સાંજે) ચૌદશે પૌષધ, પચ્ચખાણ (પ્રતિદિન એક આયંબિલ, પાંચતિથિ એકાશન) - - - - - - - - - - Page #147 -------------------------------------------------------------------------- ________________ (૧૩૭) દocગ્રાફર ગ્રામસી ગcી બ્રાન્ડ એમ્ જ્ઞાન પુષ્પાંજલિ આમ આચારસંપન્ન વિદ્વાન્ અધ્યાપકો તૈયાર થાય છે. અભ્યાસકાળ દરમ્યાન સ્કોલરશીપ તથા રહેવાજમવા આદિની સુવિધા વિનામૂલ્ય આપવામાં આવે છે. અભ્યાસકાળ પૂર્ણ કરી વિવિધ પ્રદેશોમાં ચતુર્વિધ શ્રી સંઘના દરેક અંગોને અધ્યયન કરાવે છે તથા પાઠશાળાના માધ્યમથી ગામોગામ બાળકો, બાળાઓ, યુવાનો અને બહેનોમાં ધાર્મિકજ્ઞાન સાથે સંસ્કાર રોપે છે. દીર્ઘદ્રષ્ટા, મહાનચિંતક, પંડિત પ્રવર સુશ્રાવક શ્રી પ્રભુદાસ બેચરદાસ પારેખે આ સંસ્થામાં મેનેજર પદે તથા અધ્યાપક પદે રહી શ્રદ્ધા, જ્ઞાન અને ક્રિયાનો પાયો મજબૂત કર્યો અને શ્રદ્ધાળુ, વિદ્વાનચિંતકો શ્રીસંઘને ચરણે ધર્યા છે. કર્મસાહિત્ય નિષ્ણાત, પ્રજ્ઞાચક્ષુ ૫. વર્ય શ્રી પુખરાજજી અમીચંદજી શાહ આ સંસ્થામાં ૫૮ વર્ષ અધ્યાપક પદે રહ્યા તેઓશ્રીનું યોગદાન પણ અનુમોદનીય રહ્યું છે. ઉદ્દેશ અને પરંપરા સાચવી છે : મહેસાણા પાઠશાળામાં અભ્યાસ કર્યો છે આમ કહેનાર અધ્યાપકને કોઈ પણ સ્થાને બીજો પ્રશ્ન પૂછવામાં આવતો નથી. કારણ કે આ અધ્યાપક શ્રદ્ધાળુ, જ્ઞાની અને ક્રિયાચિવાનું હોય એવી આ પાઠશાળાની સર્વત્ર શાખ છે. સુધારક વિચાર ધારાવાળા આજના યુગમાં સત્યમાર્ગદર્શક વિદ્વાનોની જરૂર છે. આવા વિદ્વાનો તૈયાર કરનારી સંસ્થાઓ ટકાવવી તે દરેક જૈનોનું કર્તવ્ય છે. ખમીરવંતા વિદ્વાનો હશે તો જ વિદેશી વિચારોનો સામનો થઈ શકશે અને જિનાજ્ઞા, જિનબિંબ, જિનાલય, ઉપાશ્રય, જ્ઞાન, ચતુર્વિધ શ્રીસંઘ, દિક્ષા, મહોત્સવ આદિનું મહત્ત્વ સમજાશે. આવી સંસ્થાઓને તન, મન, ધનથી સહયોગ આપવાની જરૂર છે. પુણ્ય જાગ્રત હોય તો જ સંપત્તિનો ઉપયોગ શુભકાર્યમાં થાય છે. નોંધ : પં. વર્ય શ્રી છબીલદાસભાઈ કેસરીચંદ સંઘવી આ સંસ્થાના વિદ્યાર્થી હતા. જીવનકાળમાં આવેલા દુઃખદ પ્રસંગો પંડિતજીએ હસ્તે મુખે સ્વીકાર્યા છે. તેઓશ્રી વારંવાર કહેતા કે મહેસાણા પાઠશાળાનો પરમ ઉપકાર છે કે જેના પ્રભાવે હૈયાને સમજાયું કે બાંધેલા કર્મ ઉદયમાં આવે ત્યારે દુર્થાન ન કરતાં સમભાવમાં રહેવું. પંડિતજી કહેતા કે વિપરીત પ્રસંગ આવે ત્યારે “હાય” ન કહેતાં હોય કહેવું અર્થાત્ સ્વીકારી લેવું આ જ પરિણત જ્ઞાન છે. એટલું જ નહિ જ્ઞાન આત્મસાત્ કરનાર પંડિતજીમાં નિઃસ્પૃહતા પણ ગજબની હતી અને જિનશાસન પામ્યાની ખુમારી પણ એવી જ હતી. Page #148 -------------------------------------------------------------------------- ________________ (૧૩૮ ) મકર , કે રૂમ . " . . . . . . - બસ ( જ્ઞાન પુષ્પાંજલિ ) રાન! નરવીર-ધર્મવીર-શ્રેષ્ઠી શ્રી વેણીચંદભાઈ 3 શ્રી રતિલાલ ચિમનલાલ દોશી ૪ દેહને જન્મ તો માતા આપે છે, પરંતુ સંસ્કારજન્મ તો રત્નત્રયીની પોષક જ્ઞાનશાળાઓ જ આપે છે. આવાં અનેક રત્નોને સંસ્કાર જન્મ આપનારી માતા એટલે શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા. અનેક નરરત્નોનો સંસ્કારજન્મ આ મહેસાણા-પાઠશાળામાં જ થયેલો. તેમાંના એક પં. શ્રી. છબીલદાસભાઈ. મહેસાણા-પાઠશાળા એટલે ધર્મવીર શ્રેષ્ઠી શ્રી વેણીચંદ સુરચંદભાઈએ મહેસાણાની ભૂમિમાં શતાધિક વર્ષ પહેલાં રોપેલું બીજ જે આજે ફાલી-ફૂલી એક મોટા આમ્રવૃક્ષરૂપે બનેલ છે. શ્રી વેણીચંદભાઈનો જન્મ મહેસાણાના વિખ્યાત દશા શ્રીમાળી દોશી કુટુંબમાં થયેલ. પિતાજીનું નામ સુરચંદભાઈ અને માતાજીનું નામ માણેકબહેન. વિ. સં. ૧૯૧૪ના ચૈત્ર વદ ૫, સોમવારના શુભ દિવસે, મંગલ ઘડીએ માણેકબહેનની કુક્ષિએ એક બાળકનો જન્મ થયો. બાળકનું નામ વેણીચંદ રાખવામાં આવ્યું. માતા-પિતાના ઉત્તમ સંસ્કારોથી તેમનો દેહ ઘડાયો હતો. વય વધવાની સાથે જ ધર્મશ્રદ્ધા, દેવ-ગુરુભક્તિ, દયા અને દાન આદિ ધર્મગુણોથી તે વૃદ્ધિ પામવા લાગ્યા. વડીલો પ્રતિ વિનય, ગુરુ-ભગવંતો પ્રતિ ભક્તિપૂર્ણ નમ્રતા, સાધર્મિકો પ્રત્યે સભાવપૂર્ણ નેહ, દીન-દુઃખીપ્રત્યેકરુણા અને અનુષ્ઠાનો પ્રતિ અંતરનાઆદરપૂર્વકનું પ્રવર્તન–આ તેમના વ્યવહાર-જીવનનો આદર્શ હતો અને આદર્શપૂર્ણ તેમનું જીવન હતું. સાદગીપૂર્ણ જીવન, શરીરે જાડું ધોતિયું, અને દિલે અંગરખું, માથે મજાની પાઘડી અને ખભે ખેસ, તો પગે કંતાનનાં મોજાં, સુકલકડી દેહ અને મક્કમ મનોબળ–આ તેમની ઓળખ. સોળ વર્ષની વયે આદર્શોને અનુરૂપ પ્રસન્નબાઈ સાથે તેઓ લગ્નગ્રંથિથી જોડાયા. સ્વાશ્રયી જીવન જીવવાની મનોવૃત્તિના કારણે દલાલી વગેરેના વ્યવહાર દ્વારા અર્થોપાર્જન કરી જીવનવ્યવહાર ચલાવતા. ખૂબ કરકસરભર્યું સંયમી અને સંતોષી જીવન જીવવાની કલા હસ્તગત કરી. કાળની થપાટો વિચિત્ર હોય છે. સંસારના ફળસ્વરૂપે સંતાનોની પ્રાપ્તિ થઈ પણ દીકરી મોતીબાઈ સિવાય કોઈ દીર્ધાયુ ન બની શક્યાં અને ધર્મપત્ની પ્રસન્નબાઈએ પણ વેણીચંદભાઈની માત્ર ૩૩ વર્ષની યુવાવયે વિસં. ૧૯૪૭માં આ સંસારમાંથી ચિરવિદાય લીધી. પત્ની અને સંતાનોની ચિરવિદાયે પણ તેઓશ્રી વિચલિત ન બન્યા. સગાઓનો અતિઆગ્રહ છતાં પુનર્લગ્ન ન કરતાં ૩૨ વર્ષની વયે પત્ની સાથે બ્રહ્મચર્યધારી બનનાર પેથડશાને Page #149 -------------------------------------------------------------------------- ________________ (૧૩૯) *--*( જ્ઞાન પુષ્પાંજલિ ) મૃતિપટે લાવી પોતે પણ તેત્રીશ વર્ષની વયે ચતુર્થવ્રતધારી બન્યા અને પોતાનું જીવન પરમાત્માની ભક્તિ અને શ્રી સંઘના કાર્યોમાં સમર્પિત કર્યું. સાંસારિક ઉપાધિઓના વળગણથી અળગા પડવા વેણીચંદભાઈએ જીવનની દિશા બદલી નાખી. જીવનમાં તપને મહત્ત્વનું સ્થાન આપ્યું. તપ માટે કોઈ તિથિ નહિ, એકાશનથી ઓછું તપ નહિ, ક્યારે છ૪-અટ્ટમ-ઉપવાસ કે આયંબિલ હોય તે કહી શકાય નહિ. જીવનની આથમતી સંધ્યાએ ૬૭ વર્ષની વયે મૃત્યુંજયતપત્રમા ખમણ પણ કરેલ. ધીમે ધીમે સર્વવિરતિની ભાવના પ્રબળ બની પણ ચારિત્રમોહના ઉદયે સંયમધર ન બની શક્યા. છતાં સંયમ સ્વીકારાય નહિ ત્યાં સુધી જીવનમાં પવિગઈના ત્યાગનો અભિગ્રહ કર્યો. વિગઈ-નીવિયાતાં વાપરવાના અભાવે એક આંખ ગુમાવી પણ અભિગ્રહમાં શિથિલ ન બન્યા. માત્ર ગુરુ ભગવંતોના વચનના આદર ખાતર એક આંખ ગયા પછી નીવિયાતોનો ઉપયોગ કર્યો. વિસં. ૧૯૪૮થી પોતાની વૃદ્ધાવસ્થાના કારણે પૂ. રવિસાગરજી મ. સાહેબે મહેસાણામાં સ્થિરવાસ સ્વીકાર્યો. તેઓશ્રીની ક્રિયા-અપ્રમત્તતાના કારણે વેણીચંદભાઈમાં અજબ ક્રિયારુચિ જાગી. ગમે ત્યાં હોય પણ પૂજા, પ્રતિક્રમણ કે સામાયિકાદિ આવશ્યક ક્રિયા ન છોડતા. ગાડી ચુકાય પણ આવશ્યક ક્રિયા ન ચુકાય આ તેમનો વણલખ્યો નિયમ બન્યો. પૂ. મસા.ના પાવન પરિચયે શ્રી વેણીચંદભાઈ શાસનના કોઈપણ કાર્યમાં સતત પ્રયત્નશીલ રહેતા. વિ. સં. ૧૯૫૩માં ન્યાય-વ્યાકરણ વિશારદ, વિપ્રેમી પૂ. દાનવિજયજી મ. સા(પંજાબી)નું ચાતુર્માસ મહેસાણામાં થયું. ક્રિયાદક્ષ પૂ. રવિસાગરજી મ. સા. જ્ઞાનપ્રેમી શ્રી દાનવિજયજી મ. સા. અને આજ્ઞારુચિ વેણીચંદભાઈ એમ ત્રણના સંયોગે શ્રી મહેસાણા-સંઘના અદ્ભુત સહકારે ચારિત્ર, જ્ઞાન અને દર્શનના બીજભૂત “શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા' નામે જ્ઞાનશાળાની સ્થાપના વિ. સં. ૧૯૫૪ના કા. સુ. ૩ના રોજ મહેસાણાની પાવનભૂમિમાં થઈ. પૂ. રવિસાગરજી મ. સા. એ જ વર્ષે જેઠ વદ અગિયારસે કાળધર્મ પામ્યા. વેણીચંદભાઈ તો પાઠશાળાની પ્રારંભિક વ્યવસ્થામાં લાગી ગયા. પણ જ્ઞાનશાળાનું પ્રેરણાસ્રોત પૂદાનવિજયજી મ. સા. જ રહ્યા. પૂસાધુ-સાધ્વીજી મ. સા.ના જ ઉદેશથી આરંભાયેલ આ જ્ઞાનશાળા બાર માસમાં તો વિદ્યાર્થી-શ્રાવક બંધુઓને પણ જ્ઞા ક્રિયાનાં અમીપાન કરાવતી મહાપ્રપા બની ગઈ. વિદ્યાર્થી બંધુઓને ભણવા-રહેવા આદિની વ્યવસ્થા તેમણે પોતાના જ મકાનમાં ઊભી કરી. જે વ્યવસ્થા પોતાનાથી અશક્ય લાગી તે ગામ-પરગામના સાધર્મિક બંધુઓ પાસેથી અનુદાન મેળવી કરી આપી. Page #150 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપુષ્પાંજલિ પૂ॰ જ્ઞાનપ્રેમી દાનવિજયજી મ૰ સા૰ પણ વિ સં. ૧૯૫૮ના અષાઢ સુદ ૧૩ના રોજ પાલીતાણામાં કાળધર્મ પામ્યા. પાઠશાળાના સંચાલનની સઘળી જવાબદારી મુખ્યતયા એકલા વેણીચંદભાઈએ જ ઉઠાવી અને આજીવન તેના ભેખધારી બન્યા. પ્રથમ પાઠશાળા વ્યવસ્થિત કરી અભ્યાસક્રમ ગોઠવ્યો. આ અભ્યાસ માટેનાં શુદ્ધિપૂર્વકનાં પુસ્તકો પ્રકાશિત કરવા વિસં૰ ૧૯૬૦માં શ્રી જૈન શ્રેયસ્કર મંડળની સ્થાપના કરી. પૂ વિદ્વાન મુનિ ભગવંતો પાસે પ્રકરણો, ભાષ્ય, કર્મગ્રંથ આદિનાં વિવેચનાત્મક પુસ્તકો લખાવી મુદ્રિત કરાવ્યાં. કાર્યની ચોક્કસતા અને નામનાના કા૨ણે શ્રી સંઘ સંબંધી બીજી પણ અનેકવિધ પ્રવૃત્તિઓ સંભાળવાની જવાબદારી તેમને માથે આવી જેને તેમણે સહજભાવે સ્વીકારી લીધી. જેમાં પાલીતાણા (૧) જયતળેટીએ ગિરિરાજ પૂજાભક્તિ, (૨) દાદાની આંગી, (૩) દરેક પ્રભુજીને ગિરિરાજ ઉપર પુષ્પ-ધૂપપૂજા, (૪) સૂક્ષ્મ તત્ત્વબોધ પાઠશાળાની સ્થાપના આદિ, (૫) મહેસાણામાં, સાધુસાધ્વીજી મ સાને અભ્યાસ માટે શ્રી કસ્તુરચંદ વીરચંદ પાઠશાળા, (૬) બાળકો માટે શ્રી રવિસાગરજી પાઠશાળા, (૭) ગામે-ગામ શ્રી સાધુ-સાધ્વીજીની વૈયાવચ્ચ-ભક્તિ, (૮) સંયમપંથે પ્રસ્થાન કરનાર પુણ્યવાનોના કુટુંબીજનોને સહયોગ આપવો. (૯) સાધર્મિક ભાઈ-બહેનોની ભક્તિ (૧૦) અનેક ગામોમાં સાધર્મિકભક્તિસહાય, (૧૧) ચક્ષુ-ટીકા ગાંમે-ગામ અને ધાર્મિક ઉપકરણ વગેરે મુખ્ય હતાં. ૧૪૦ આ બધી વ્યવસ્થા માટે અનુદાન મેળવવા જતાં ક્યારેક દાનને બદલે તિરસ્કાર અને અપમાન પણ સહન કરેલ છે. આધુનિક સાધનોની અગવડતાવાળા તે જમાનામાં એકલા હાથે આવાં કાર્યો તેમણે કઈ શક્તિથી અને કેવા ઉત્સાહથી કર્યાં હશે ? ક્યાંક ક્યાંક સામાન જાતે ઉપાડી પગે ચાલીને પણ તેઓ ગયા છે, તો ક્યાંક બળદગાડીમાં બેસી જુદાં-જુદાં ગામ ગયા છે. તો ક્યારેક મજૂરને માથે સામાન ઉપડાવી રસ્તામાં મજૂર ઉપરના દયાભાવથી જાતે મજૂરની જેમ સામાન ઉપાડી ચાલી નીકળેલ છે. તો ક્યારેક કાર્યોના બોજા તળે રાતોનીરાતો નિંદવિનાની વિતાવી છે. આ રીતે જેણે પૂરું જીવન સંઘ અને શાસનના કાર્યોમાં વીતાવ્યું. તે શ્રી વેણીચંદભાઈએ વિ.સં. ૧૯૮૩ના જેઠ વદ નોમ, ગુરુવાર સાંજે લગભગ સાત વાગ્યે ૬૯ વર્ષની વયે દેહ છોડી ચિરવિદાય લીધી. જીવનભર જેમણે શ્રી સંઘ અને શાસનની સેવા કરી, નામનાની કામના છોડી મુશ્કેલ સંયોગોમાં પણ ધર્મસંસ્થાઓની સતત કાળજી રાખી, શાસનની શાન બઢાવી તે શ્રી નરવીર-ધર્મવી૨ વેણીચંદભાઈને લાખ લાખ પ્રણામ. Page #151 -------------------------------------------------------------------------- ________________ (૧૪૧ ) દિk # ૧૪૧)----*--*-એ-મ- --*--**---*---( જ્ઞાન પુષ્પાંજલિ) #w on : દીર્ઘદ્રષ્ટા સૂક્ષ્મ-તત્ત્વચિન્તક પરમશ્રદ્ધેય : પંડિતપ્રવર શ્રી પ્રભુદાસભાઈ બેચરદાસ પારેખ સંસારચક્રમાં અનેકાનેક આત્માઓ જન્મ ધારણ કરી પોતાના કર્માનુસાર જીવન જીવી મૃત્યુ પામે છે. આ ઘટનાચક્ર અનાદિકાળથી ચાલતું આવ્યું છે. તેમાં સૂક્ષ્મ પ્રજ્ઞાશાલી શલાકાપુરુષ જેવા એટલે લોકભાષામાં આંગળીને વેઢે ગણાય એવા કોઈ વિરલ પુરુષ જ પાકતા હોય છે, તેમાંય આત્મિક જ્યોતને જલતી રાખી અન્ય અનેક આત્માઓને તેજોમય બનાવનાર તો કોઈક વિરલ જ હોય છે. ' આવા વિરલ પુરૂષ આપણા પૂજ્ય પ્રભુદાસભાઈ છે. આજના આવા વિષમ વાતાવરણમાં ભારતીય સંસ્કૃતિ તથા શ્રીસંઘ સુવ્યવસ્થાની અહાલેક જગાવનાર આ વીસમી સદીમાં વિરલ જ હોય તેવા શ્રી પ્રભુદાસભાઈનો વિ. સં. ૧૯૪૯માં રાજકોટ સમઢીયાળા પાસે ખેઈડી ગામમાં જન્મ થયો અને ત્યાર પછી તેમને પિતાની સાથે સમઢીયાળા ગામમાં રહેવાનું થયું. | ગુજરાતી અભ્યાસ માટે પણ નાના ગામડેથી પાંચ માઈલ ચાલવાનું અભ્યાસનાં સાધનો તથા ખાનપાનની થેલી લઈ જવું પડતું અને સાંજે પાછા આવી જવાનું. વિ.સં. ૧૯૬૩માં શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા-મહેસાણામાં પ્રવેશ પામી જૈન તત્ત્વજ્ઞાન, પ્રકરણો, તેમજ શાસ્ત્રોનો અભ્યાસ કર્યો, ત્યાં ગુરુભગવતોનો પરિચય, શાસ્ત્રશ્રવણ તેમ જ જૈનેતર સાહિત્યનું પણ વાંચન-મનન-પરિશીલન ઘણું કર્યું. પ્રારંભમાં અનેકવિધ વિચારણાઓમાં તલ્લીન રહેતા, તેમાં ચરખા ચલાવે, ખાદીધારી થયા. પાટણ અને રાધનપુરની બોર્ડિંગ ચલાવી ન્યાય, નીતિ, અને દેશની પરતંત્રતાને લગતા વિચારો ધરાવે. એમ કરતાં એક વખત બ્રિટિશ સરકારે મોહનદાસ કરમચંદ ગાંધીને પકડ્યા, તેમને કેમ પકડ્યા, ક્યા ધોરણે, ક્યા કારણસર? આવા બધા વિચારો આવતાં તેઓશ્રીના મગજમાં વીજળીનો ચમકારો થાય તેમ ચમકારો થયો કે, આ બધું ભારતીય આર્યપ્રજાની શાંતિ, સુખાકારી, નૈતિકતા, સંસ્કૃતિ, એક ચંપી પરસ્પરનું વાત્સલ્ય આ બધાંનો નાશ કરવાનું એક મહાન કાવતરૂં હોય એમ લાગ્યું. આ આકસ્મિક સંજોગોમાં મગજમાં કોઈ નવીન જ ચમકાર થતાં, ભારતની પ્રજાની ભયંકર પાયમાલી દેખાવા માંડી, ચરખો ચલાવવો, ખાદીધારીપણું, કાંતણ વગેરે ઊંચું મુકાઈ ગયું, અને સ્વરાજ માટેનું જે આંદોલન ચાલી રહ્યું છે એ સ્વરાજ સ્વરાજ નથી. માંગીને લીધેલ પરતંત્રતાની બેડી છે. હવે આ સંબંધમાં ભારતીય પ્રજાને સાચો ખ્યાલ આપવો શી રીતે ? દયા, પ્રેમ, કરૂણાના ઝરા સુકાઈ જશે, આત્મિક તન-મન-ધન-લૂંટાઈ જશે, પ્રજા સવલતોના બહાને અવળે માર્ગે દોરવાઈ જશે. આમાં ફરજ બજાવવાનું કામ જોર કરવા માંડ્યું પણ આર્થિક સ્થિતિ અતિ મધ્યમ અને સાધનોનો અભાવ, કરવું શું? Page #152 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપુષ્પાંજલિ એવામાં તેઓશ્રીએ તેમના જ વિચારોને બરાબર સમજી, ભાષામાં ઉતારી શકે તેવા શ્રી અરવિંદભાઈ પા૨ેખ અને શ્રી ગોરધનભાઈ માસ્તર મળી ગયા, અને તેમના મારફત એક “હિતમિત, પથ્ય સત્સં” નાનકડું પત્ર શરૂ કર્યું, તેમાં આ બ્રિટિશરોની ચાલની કટારો લખવા માંડી. આ કટારલેખોમાં ઈંગ્લેન્ડના વડાપ્રધાન, ભારતના વડાપ્રધાન જવાહરલાલ નહેરૂ, કાકા કાલેલકર, સરદાર શ્રી વલ્લભભાઈ પટેલ, શ્રી વિનોબાભાવે હોય કે દેશના મોટામાં મોટા નેતા હોય, ગાંધીજી હોય કે રાજગોપાલચારી હોય, એક પછી એક તે લેખાંકોમાં આવવા માંડ્યા. ૧૪૨ વર્તમાનમાં આર્યપ્રજાની જે અવદશા થઈ રહી છે, ભ્રષ્ટાચાર, અનૈતિક્તા, ખુનામરકી, લૂંટફાટ, વ્યભિચાર, મારામારી, અને ધર્મનો એકાંતે નાશ કરવાની જે પ્રવૃત્તિ ચાલી રહી છે તે બધી બાબતને વિસ્તૃત રીતે આજથી ૬૦ વર્ષ પહેલાં ખૂબ ઝીણવટથી આલેખન કર્યું. અને તે શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા, શ્રી જૈન શ્રેયસ્કર મંડળ મહેસાણા તરફથી સાથે પંચપ્રતિક્રમણ રૂપે પ્રગટ થયું છે તે ખાસ વાંચકોએ ઝીણવટપૂર્વક વાંચવા જેવું છે. અમો હું (છબીલદાસ), પં. શ્રી શિવલાલભાઈ, પં. શ્રી કુંવરજીભાઈ, પરીક્ષક શ્રી વાડીભાઈ (જેમણે સારાય ભારાતમાં પરીક્ષક તરીકે પ્રવાસ કરી, ભારતની પાઠશાળાઓની પરીક્ષાઓ લેવા સાથે શ્રી મહેસાણા પાઠશાળાને ખૂબ જ પ્રસિદ્ધ કરવાનું કામ કર્યું છે.) વગેરે તેઓશ્રીનાં લખાણોની પ્રેસ કોપી કરતા હતા. ત્યારે રોજે રોજ નવું જાણવા મળવા સાથે જાણે કોઈ નવી જ ભાત પાડતું આશ્ચર્યકારી લખાણ હોય તેમ લાગે. મહેસાણામાં સ્ટેશને ઊતરતો માલ પહોંચાડવા માટે સો ગાડાં કામ કરતાં, તેની જગ્યાએ એક ખટારો આવ્યો ત્યારે તેઓશ્રીએ કહ્યું કે બસો બળદોને કતલખાને લઈ જવાનું કારખાનું ઊભું થયું. આણંદમાં પહેલવહેલી દૂધની ડેરી થઈ ત્યારે તેઓશ્રીએ કહ્યું કે ભારતનાં બાળકોના મોઢામાંથી દૂધ, દહીં, છાશ, ધી, આંચકી લેવાનું કારખાનું ઊભું થયું. વિલાયતના કાપડને તેઓશ્રી એક વિલાયતી કહે, ભારતની મિલના કાપડને તેઓ દોઢ વિલાયતી કહે અને કોંગ્રેસની ખાદીને તેઓ ડબ્બલ વિલાયતી કહે. અતિ આદરણીય પ્રભુદાસભાઈએ પં. શિવલાલભાઈને તથા પં. છબીલદાસભાઈને મહેસાણા શ્રી યશોવિજયજી પાઠશાળા તરફથી પ.પૂ. આ. શ્રી લાવણ્યસૂરિજી. મ.સા.પ.પૂ.આ. શ્રી અમૃતસૂરિજી મ.સા., પૂ. મુનિ શ્રી ધુરન્ધર વિ.જી (પછી આચાર્ય) અને પૂ. મુનિ શ્રી મનક વિજયજી મ.સા. પાસે છ-છ માસ રાખી ન્યાય, વ્યાકરણ, સાહિત્ય વગેરેનો અભ્યાસ તેઓશ્રીના દૃષ્ટિબિન્દુપૂર્વકનો કરાવ્યો. શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા-મહેસાણામાં વિદ્યાર્થીઓ ગામડાંઓમાંથી આવતા અને સારા તૈયાર થતા, પણ હવે પછી અંગ્રેજી ભાષાની ચારે બાજુ પ્રવૃત્તિ વધતી જતી હતી. જેથી કોઈ પણ પ્રદેશમાં જઈ સારી રીતે જૈન ધર્મની ઉન્નતિ કરી શકે, તેમ જ જૈન સંઘ-સંસ્કૃતિની સારી રીતે સમજણ આપી શક્વાવાળા તૈયાર કરવા મૅટ્રિક કે તેથી વધુ ભણેલા વિદ્યાર્થીઓને તૈયાર કરવાની એક યોજના નક્કી કરી અને તેમાં ખાસ કરીને વાડીભાઈ મગનભાઈ પરીક્ષક, પં. શ્રી કુંવરજીભાઈ, શ્રી Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૪૩ ) www w worો મr R. "ી ગok Now - Meik r« to R રાનપુ ચીમનલાલ સંઘવી (સારા લેખક) પં.શ્રી શાંતિલાલ ખેમચંદ, શ્રી મહીપતભાઈ આદિને તૈયાર કરેલા, તેની સાથે સાથે સંસ્થામાં ચાલુ અભ્યાસ કરતા ઉચ્ચ અભ્યાસીઓ જેવા કે... ગોરધનદાસ માસ્તર, શ્રી હરગોવિંદદાસ, પં.શ્રી શિવલાલભાઈ,પં. શ્રી છબીલદાસભાઈ, પં.શ્રી પુખરાજજી, પં.શ્રી કપૂરચંદભાઈ, પં.શ્રી રિખવચંદભાઈ, પં.શ્રી કાંતિલાલ ભૂધરભાઈ, પં.શ્રી ગુણવંતભાઈ, પં. શ્રી લહેરચંદ કેશરીચંદ, પં.શ્રી જેચંદભાઈ વિ.ને તૈયાર કરવામાં સારી રીતે મહેનત લીધી, અને તેમના વરદ-હસ્તે તૈયાર થયેલાઓમાંથી પણ આજે જે સારા વિદ્વાનો નજરે પડે છે જેમ કે... ૫. શ્રી કાંતિલાલ નગીનદાસ,પ્રજ્ઞાચક્ષુશ્રી મોતીલાલ માસ્તર, પં.શ્રી ધીરૂભાઈ, પં.શ્રી રસિકભાઈ, પં.શ્રી માણેકલાલ, પં.શ્રી લાલચંદભાઈ, પં.શ્રી વસંતભાઈ દોશી, પં. શ્રી વસંતભાઈ શાહ. પં.શ્રી ચંદ્રકાંતભાઈ, પં.શ્રી રમણીભાઈ, પં.શ્રી ગુણવંતભાઈ. ઉપરોક્ત બધા પંડિતવર્યો પ.પૂ. પ્રભુદાસભાઈના વારસારૂપ છે. અને તેઓ સર્વ જૈન સંઘમાં સમ્યજ્ઞાનનું દાન ઉત્તમોત્તમ કરે છે. એ પાકેલાં બધાં શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળાનાં અણમોલ રત્નો છે. પૂ. પ્રભુદાસભાઈની અધ્યાપન કરાવવાની અજોડ કળા હતી. સાથે ભારે જ મહેનત લઈ શ્રી યશોવિજયજી જૈન પાઠશાળા-મહેસાણાને ઉત્તમોત્તમ વિદ્યાધામ બનાવવામાં તેઓશ્રીનો મહાન ફાળો છે. તેઓશ્રીએ ૬૦ વર્ષ પહેલાં લખેલ પંચપ્રતિક્રમણ સૂત્ર સાથે ખાસ સ્વાધ્યાય કરવા જેવું છે. જેનું હમણાં પુનઃ પ્રકાશન થયું છે તેમજ પ.પૂ. જિનેન્દ્રસૂરીશ્વરજી મ.સાહેબે જનતામાં આર્ય સંસ્કૃતિના ખ્યાલ માટે પ્રકાશિત કરાવ્યું છે તે વાંચવા ખાસ વિનંતી. શ્રી પ્રભુદાસભાઈ પાસે ધન ન હતું પણ સમ્યગુજ્ઞાન ધન એટલું હતું કે ક્યાંય અને ક્યારેય દીનતાથી રહ્યા નથી. ખમીર અને કુશળતાથી જીવ્યા છે. તેઓશ્રીનો પરિવાર....ધર્મપત્ની શ્રી દિવાળીબેન, પાંચ પુત્રો શ્રી હિંમતભાઈ, બાબુભાઈ, હસમુખભાઈ, કેશુભાઈ, વસંતભાઈ, પુત્રવધૂઓ પણ તેઓશ્રીની આર્થિક સંકડામણમાં નિરપેક્ષભાવે સહકારરૂપ હતા. આ પ્રમાણે પૂ. પ્રભુદાસભાઈ ધર્મપરાયણ, દઢશ્રદ્ધાળુ, દીર્ધદ્રષ્ટા, તત્ત્વચિંતક, શાસનરાગી, વિશ્વહિતચિંતક, મહાવિદ્વત્તાસભર પુરૂષ હતા. તેઓશ્રીને કોટિ વંદન હો... (શ્રીમદ્દ યશોવિજય જૈન સંસ્કૃત પાક્શાળા શતાબ્દી ગ્રન્થનાઆધારે) Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ પં. શ્રી પુખરાજજી અમીચંદજી સ્પ્રે શ્રી રતિલાલ ચિમનલાલ દોશી ક ગુજરાતનું ગૌરવ અને રાજસ્થાનનું રતન એટલે પં. શ્રી પુખરાજજી અમીચંદજી કોઠારી. જન્મભૂમિ : રાજસ્થાનનું શિવગંજ પાસેનું ગામ-વડગામ કર્મભૂમિ : યશોવિજયજી જૈનસંસ્કૃતપાઠશાળા-મહેસાણા વિ. સં. ૧૯૭૬માં વડગામ(શિવગંજ)માં કોઠારી કુટુંબમાં તેમનો જન્મ થયો. માતાનું નામ કંકુબહેન અને પિતાજીનું નામ અમીચંદભાઈ. ભાઈ-બહેન-માતા અને પિતાજી એમ ચારનું નાનકડું કુટુંબ. પિતાજી વ્યવસાયને અંગે મહારાષ્ટ્રમાં કલ્યાણ પાસેના એક નાનકડા ગામમાં કુટુંબ સહિત રહેતા. પાંચ વર્ષની હસવા-રમવા-ખેલવાની વયે ‘શીતળા’ નીકળ્યાં. શક્ય ઉપચારો કર્યા. શરીર સ્વસ્થ થયું. પણ નયનોનું તેજ હણાઈ ગયું. ષ્ટિ ગુમાવી બેઠા. પિતાજીએ લાડકવાયા એકના એક દીકરાની પાછળ પ્રથમ તો ખૂબ ખર્ચ કર્યો પણ દૃષ્ટિનું તેજ પાછું ન અપાવી શક્યા. પ્રયત્નો ફળ પ્રાપ્ત ન કરાવી શક્યા. તેથી છેવટે સર્વની સલાહ લઈ રાજસ્થાન વતનમાં પાછા ફર્યા. દેશી ફકીર-ભૂવા આદિ પ્રયત્નો પણ ઘણા કર્યા છતાં કંઈ ફરક ન પડ્યો. હવે દૃષ્ટિ વાસ્તવિકતા તરફ આવી. આવા દૃષ્ટિહીન પુત્રને શું શિક્ષણ આપવું ? કઈ કળા શીખવવી ? તેવામાં પૂ જિતેન્દ્રસાગરજી મ. સા. (પૂ કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજાના પૂ ગુરુદેવ) વિહાર કરતા વડગામ પધાર્યા. પુત્રને પૂ મ સા પાસે લઈ ગયા. બધી વાત કરી. મ સાહેબે જણાવ્યું કે મહેસાણામાં જૈન તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરાવતી યશોવિજયજી પાઠશાળામાં દાખલ કરો. ભવિષ્યમાં સુંદર જ્ઞાન પ્રાપ્ત કરી સ્વ અને પરના જીવનમાં અજવાળાં પાથરશે. જ્ઞાન પુષ્પાંજલિ મ સાની વાત પસંદ તો પડી. પણ એકના એક પુત્રને એટલે દૂર ક્યાં મોકલવો ? રાજ્ય જુદું, ભાષા જુદી, દૃષ્ટિહીન દીકરો ત્યાં એકલો કઈ રીતે રહેશે ? કેવી રીતે ભણી શકશે ? વગેરેના વિચારોમાં વર્ષ પસાર થઈ ગયું. પિતાજી તૈયાર થાય તો માતાજી ના પાડે, માતાજી તૈયાર થાય તો પિતાજીનું મન પાછું પડે. Page #155 -------------------------------------------------------------------------- ________________ (૧૪૫) . જે. એમ. એસ . સી . . . * * * * ncvમ x - -- કમ ( જ્ઞાન પુષ્પાંજલિ) Sાનપ છેવટે મનને કઠણ કરી પુત્રને લઈને મહેસાણા આવ્યા. પાઠશાળામાં ગયા. પરંતુ સંસ્થાના વહીવટદારોએ વ્યાવહારિક તકલીફોથી દાખલ કરવાની ના પાડી. નિરાશ થઈ પાછા ફરવાની તૈયારી કરી. ઉપાશ્રયે પૂ. સાધુ ભગવંતોને વંદન કરવા ગયા. ભાગ્યયોગે પૂ. જિતેન્દ્રસાગરજી મ. સા. ત્યાં જ હતા. તેમને બધી વાત કરી. તેઓશ્રીએ જાતે પાઠશાળામાં આવી વહીવટદારોને બોલાવી તકલીફોનો રસ્તો કાઢ્યો અને પાઠશાળામાં દાખલ કરાવ્યા. સંસ્થાનું સંચાલન તે વખતે પં. શ્રી. પ્રભુદાસભાઈ બેચરદાસભાઈ પારેખના હસ્તક હતું. તેઓએ સ્વયં રસ લઈ અંધ બાળકને તૈયાર કરવાનું સ્વીકાર્યું. પ્રથમ મહેસાણાની અંધશાળામાં એક વર્ષ અંધલિપિ શિખવાડી. ત્યારબાદ પાઠશાળામાં અભ્યાસ ચાલુ કરાવ્યો. જે જે વિષયનો અભ્યાસ શરૂ કરાવે તે તે બધા વિષયો અંધલિપિમાં તેમની પાસે લખાવી દે જેથી અભ્યાસમાં અન્યની મદદની આવશ્યકતા બહુ ન રહે. મહેસાણા પાઠશાળામાં દાખલ થયા વિ સં. ૧૯૯૩, તા. ૧૩-૩-૩૭. - પાંચ વર્ષ સુધી સંસ્થામાં રહી તત્ત્વચિંતક પૂ. પં. શ્રી પ્રભુદાસભાઈના હાથ નીચે વ્યવસ્થિત જૈન દર્શન-કર્મવાદ-સંસ્કૃત ન્યાય આદિનો અભ્યાસ કર્યો. વિચારોનું ઘડતર પં. શ્રી. પ્રભુદાસભાઈએ કર્યું. પં. શ્રી. વર્ષાનંદજી તથા પંશ્રી કુંવરજીભાઈ પાસે પણ અધ્યયન કરવાનો લાભ મળ્યો. વિસં. ૧૯૯૭-૯૮માં પંશ્રી છબીલદાસભાઈ પાસે પણ આગળનો અભ્યાસ કર્યો. દીર્ઘદ્રષ્ટા પં. શ્રી પ્રભુદાસભાઈએ પોતાના વિચારોની પ્રતિકૃતિસમાન દષ્ટિહીન શ્રી પુખરાજજી સા. ને પ્રજ્ઞાચક્ષુ પંડિતજી બનાવી મહેસાણા-પાઠશાળામાં જ અધ્યાપક તરીકે વિ. સં. ૧૯૯૮, તા. ૧-૧-૧૯૪૨ના રોજ નિયુક્ત કર્યા. બાહ્ય ચક્ષુ ન હતાં પણ જૈન દર્શનના તત્ત્વજ્ઞાનથી આંતરચા ખૂલી ગયાં. જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમે ચિંતનની ચેતના પ્રગટાવી. સ્મરણશક્તિએ અભુત સહાય કરી. અધ્યાપનકાર્ય કરાવવાની સાથે નવા-નવા ગ્રંથોનું સુયોગ્ય આત્માઓ પાસે શ્રવણ કરી તલસ્પર્શી જ્ઞાન પ્રાપ્ત કરી અભ્યાસનું ઊંડાણ મેળવ્યું. જુદા-જુદા વિદ્યાર્થીઓ તથા પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને કર્મગ્રંથો, તેના ટીકાગ્રંથો, પંચસંગ્રહ-કર્મપ્રકૃતિ વગેરે ગ્રંથોનું વારંવાર અધ્યાપન કરાવી કર્મસાહિત્યમાં અદ્વિતીય નિપુણતા પ્રાપ્ત કરી. જયાં જયાં વિષયમાં અધૂરપ અનુભવાતી ત્યાં ત્યાં તે વિષયના નિષ્ણાત પૂ. ગુરુભગવંતો અથવા વિદ્વાનો સાથે ચર્ચા કરી તેની સંપૂર્ણતા પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ રહેતા. Page #156 -------------------------------------------------------------------------- ________________ (૧૪૬ ) મા તે મer : ocગી " એક ગ , ગ » cocી - શાનપુષ્પાંજલિ કર્મસાહિત્યના પ્રકાંડનિષ્ણાત પૂ આ. દેવશ્રી પ્રેમસૂરીશ્વરજી મસા.એ પોતાના સાધુઓ પાસે લખાવેલ પડિબંધો, ઠિઈબંધો, નવગસેઢિ વગેરે કર્મસાહિત્યના ગ્રંથો મુદ્રિત કરવા પૂર્વે તેમની પાસે સંશોધન કરાવી વિદ્વત્તાની પ્રતિષ્ઠા કરાવી. પ્રકૃતિએ તેજ, સ્વભાવે સરળ અને કરકસરતાપૂર્વકનું તેમનું જીવન હતું. પ. પૂ. આ. દેવશ્રી કીર્તિસાગરસૂરીશ્વરજી મ. સા. પાસે તેમણે શ્રાવકનાં બારવ્રત ઉચ્ચર્યા હતાં. સામાયિક, જિનપૂજા, ઉકાળેલ પાણી, બાર તિથિ પ્રતિક્રમણ, પર્વતિથિએ પૌષધ, નિત્ય ચૌદ નિયમનું ધારવું, આ તેમનાં નિયત અનુષ્ઠાનો હતાં. તપશ્ચર્યા કરવાની શારીરિક અનુકૂળતા ઓછી હતી છતાં ઓછામાં ઓછું પાંચ તિથિ એકાસણ ન છોડતા. પિતાજી તો અધ્યાપક બન્યા પહેલાં અવસાન પામ્યા હતા. પણ માતાજીની પરિચર્યા તથા પોતાના અંગત ખર્ચ માટે સંસ્થામાંથી મર્યાદિત જ વેતન લેતા. માતાજીના અવસાન પછી ગમે તેટલી મોંઘવારી વધી પણ વેતનવૃદ્ધિ ક્યારેય સંસ્થાએ સામેથી કહેવા છતાં સ્વીકારી ન હતી. શાસ્ત્રીય બાબતોમાં અત્યંત ચુસ્ત હતા. ક્યારેક આ બાબતોમાં અન્ય સાથે મતભેદ થાય તો તે તે સમયના પાંચ ત્યાગી ગીતાર્થ મહાત્માઓને પૂછી અભિપ્રાય પ્રાપ્ત કરી પોતાની ભૂલ થતી હોય તો સ્વીકારવા તત્પર રહેતા. બહુમાન સ્વીકારવું તે નૈતિકતાના સ્મલનનું કે સ્વાભિમાનતાના ભંગનું પહેલું પગથિયું છે એમ તેઓ માનતા અને તેથી શક્ય પ્રયત્ન તેનાથી દૂર જ રહેતા. પોતાના નક્કી કરેલ સિદ્ધાંતોના પાલનમાં અતિઆગ્રહી રહેતા. સાચી વાત કહેવામાં ક્યારેય સંકોચ ન અનુભવતા. પોતાની પાસે અભ્યાસકરતા પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતો કે છાત્રોની અભ્યાસની કચાશને તેઓ ચલાવી ન લેતા, જે તે વિદ્યાર્થીઓ તો તેમની પાસે ભણવાની હિંમત જ ન કરી શકતા. તેમની આ ભલી લાગણીના કારણે તેમની પાસે અધ્યયન કરેલ પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતો અને વિદ્યાર્થીઓ સારા ચિંતક, વિવેચક કે અભ્યાસુ બની શકેલ છે. પોતાના અભ્યાસના નિચોડરૂપે વ્યાકરણનું સાંગોપાંગ અધ્યયન ન હોવા છતાં સંસ્કૃતમાં ખૂબ જ ઉપયોગી સમાસસુબોધિકા અને કર્મસાહિત્યના આકરગ્રંથસ્વરૂપ પંચસંગ્રહ ભાગ ૧-ર જેનો અનુવાદ પંહીરાલાલ દેવચંદે પ્રકાશિત કરેલ. તે અપ્રાપ્ય બનવાથી તે જ ગ્રંથને સુધારા-વધારા ટિપ્પણીઓ, પ્રશ્નોત્તરી, સારસંગ્રહ અને યંત્રોથી સમૃદ્ધ બનાવી તેનું પુનઃ પ્રકાશન પણ તેમણે જ કરેલ, આ સિવાય અન્ય ગ્રંથો પણ તેમણે સંપાદિત કરેલ, જે જૈન જગતમાં ખૂબ જ ઉપયોગી અને આદરપાત્ર બનેલ છે. Page #157 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન પુષ્પાંજલિ નેત્રો તેજવિહીન હોવા છતાં કલ્પનાશક્તિ અને ક્ષયોપશમના વિશિષ્ટ પ્રભાવે પગરવ ઉ૫૨થી અથવા માત્ર સ્પર્શદ્વારા પણ આવનાર વ્યક્તિને તે પિછાની શકતા અને સ્વ-ગન્તવ્ય સ્થાને એકાકી જઈ શકતા. નેત્રની સાથે ધીમે ધીમે કર્ણ પણ બધિરતાને પામતા હતા. છતાં ક્યારેય ચળ-વિચળ કે વ્યગ્ર ન બનતાં સ્વાધ્યાયરૂપ તપમાં વધુ લીનતા કેળવતા. અધ્યયન અને અધ્યાપન એ તેમનું જીવન હતું. પૂ શ્રમણ-શ્રમણી ભગવંતોને જ્ઞાન-દાન સાથે તેમના ભક્તિ-વેયાવચ્ચ માટે, પાઠશાળા તથા પૂ કેવલવિજયજી મ. સા. આદિના માધ્યમે નિર્દોષ ઉત્તમ ઔષધો અને ઉપકરણ આદિ ભાવપૂર્વક અર્પણ કરતા. છેલ્લા કેટલાક સમયથી તો પંડિતજી પાઠશાળાનો પર્યાય બની ગયા હતા. તેમના સત્પ્રયત્નો પાઠશાળાને પગભર કરવામાં સહાયક બનતા હતા. નેત્રશક્તિ સંપૂર્ણપણે અને શ્રવણશક્તિ ઘણા અંશે ગુમાવવા છતાં જીવનના અંતિમ દિવસો સુધી તેમનું પૂજ્યોની ભક્તિ-વેચાવચ્ચ કે શાન-દાનનું કાર્ય અવિરામ ચાલુ હતું. સામાન્ય અશક્તિ સિવાય બાહ્ય કોઈ પણ બીમારી વિના જાહેર વાતચીત કરતાં-કરતાં વિ સં. ૨૦૪૯ દ્વિતીય ભાદ્રપદ ચતુર્થી, તા. ૫-૧૦-૯૩ના રોજ સંધ્યા પછી રાત્રિકાળના પ્રારંભે આ જગતમાંથી તેમણે ચિરવિદાય લીધી. ૧૪૭ આ રીતે સંસ્થામાં રહી જેમણે અનેક વિદ્યાર્થીઓને પ્રભુ ચીંધ્યા માર્ગે પ્રયાણ કરાવ્યું તો બીજા અનેકને સુશ્રદ્ધાળુ અધ્યાપક વર્ગ ઊભો કરી જિનશાસનનો રત્નત્રયીનો પ્રચાર અને પ્રસાર કર્યો. ૫૧-૫૧ વર્ષ સુધી અનેક પૂ શ્રમણ-શ્રમણી ભગવંતોને જ્ઞાન-દાન દ્વારા આરાધનામાં અગ્રેસર બનાવવા પૂરતો પ્રયત્ન પોતાના થકી કર્યો તે ગુર્જરભૂમિને ગૌરવ અપાવનાર, પંચપરમેષ્ઠિભગવંતોના પરમોપાસક પંડિતજીને નતમસ્તકે ભાવસભર અંજલિબદ્ધ પ્રણામ. શ્રુતજ્ઞાન પરમ ઔષધ છે. જેમ ઔષધ રોગીના રોગને દૂર કરીને આરોગ્ય-પ્રદાન કરે છે. તેમ શ્રુતજ્ઞાન જીવના આત્મરોગ રૂપી રાગાદિને ઓળખાવીને આરોગ્ય-પ્રાપ્તિનો માર્ગ દેખાડે છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ ) મા મા, મા " ક " . www w w w w xxx : + મ રે વનપપ્પાજાલ ) સૂક્ષ્મક્ષિકાના સ્વામી પંડિતવર્ય છે. શ્રી શિવલાલભાઈ ! પં. શ્રી ચન્દ્રકાન્ત એસ. સંઘવી પાટણ ૪ જેમ હિમાલયમાં આવેલ માનસરોવરમાં નજર નાખીએ ત્યાં મોતીના ચારા ચરતા રાજહંસો દેખાય છે, જેમ નગરમાં જવેલર્સના શોરૂમમાં નજર નાખીએ ત્યાં સુવર્ણપટ્ટીમાં જડેલાં રત્નો તથા હીરાઓ દેખાય છે તેમ નગરના અને ગામના આભૂષણભૂત ઉપાશ્રયમાં નજર નાખીએ ત્યારે હૈમસંસ્કૃત પ્રથમા-મધ્યમા અને ઉત્તમાના દિવ્યાધ્યયનમાં-દિવ્યભાવોમાં રમતા શ્રમણશ્રમણી વૃંદ દેખાય છે. આ કલ્પના નથી પણ હકીકત છે, અનુભવ છે. તો આ સર્વાગ-સુંદર જ્ઞાનયજ્ઞના યજમાન કોણ? આવૃદ્ધગોપાલના મુખેથી એક જ જવાબ શ્રુતિપથમાં આવે છે કે આ યજ્ઞના યજમાન પંડિતપ્રવર શ્રી શિવલાલભાઈ. ગુજરાત રાજય.... બનાસનદીના તટ ઉપર પથરાયેલ બનાસકાંઠા જિલ્લો.... કલિકાલસર્વજ્ઞશ્રીની કર્મભૂમિ એવા પાટણ નગરથી ૧૨ ગાઉ દૂર કાંકરેજ તાલુકામાં આવેલ જામપુર નામનું ગામ.... અને તે ગામમાં શ્રદ્ધાસંપન્ન શ્રાવકરત્ન શ્રી નેમચંદભાઈ શ્રેષ્ઠી.... અને તેમનાં ધર્મપત્ની શ્રી રતિલા.... અને તેમના સુપુત્ર શ્રી શિવલાલભાઈ પંડિતજી.... સંવત ૧૯૭૧, માગશર વદ ૪ના અવતાર પામી બાલ્યાવસ્થાને માતા-પિતાશ્રીની પાવનીય છાયામાં પસાર કરીને કુળના સંસ્કારોના કારણે અને માતા-પિતાશ્રીની જ્ઞાનોપાસનાની ભાવનાને પૂર્ણ કરવા માટે ભારતભૂમિના આભૂષણભૂત શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા-મહેસાણામાં મંગલમુહૂર્તે પ્રવેશ પામ્યા. જન્માંતરીય વિશિષ્ટ ક્ષયોપશમ તો હતો જ અને તેમાં પંડિત પ્રવરશ્રી પ્રભુદાસભાઈ આદિ અદ્દભુત જ્ઞાનદાતા ગુરુવર્યોની પ્રાપ્તિ, અને સ્વમાં વિનય-વિવેકગુણનું સુંદર અસ્તિત્વ. આ બધા સબળ નિમિત્તોના પ્રભાવથી લગભગ ૧૦ વર્ષ સુધી માતૃસંસ્થામાં રહી દ્રવ્યાનુયોગ, વ્યાકરણ, ન્યાય, લિંગાનુશાસનાદિ અને યોગવિષયક ગ્રંથોનો સુંદર અને સૂક્ષ્મ અભ્યાસ કરીને પંડિતવર્ય તરીકે તૈયાર થયા અને માતૃસંસ્થામાં જ માતાજીની સેવા કરવા જ્ઞાનદાતાશ્રી તરીકે જોઇન્ટ થયા. શ્રી શિવલાલભાઈ પંડિતવર્યશ્રી છબીલદાસભાઈના સહાધ્યાયી હતા તથા પરીક્ષક શ્રી વાડીલાલભાઈ અને પ્રજ્ઞાચક્ષુ પંડિતવર્યશ્રી પુખરાજભાઈ જેવા અનેક પ્રેરણા મિત્રો હતા. વ્યાકરણના વિષયમાં વિશેષ નિપુણતાને ધારણ કરતા હોવાથી સ્વકલ્યાણમિત્રોથી પ્રેરણા પામીને તથા અત્યારે ચતુર્વિધ સંઘ પરાયી સંસ્કૃતબુક ઉપર જીવી રહેલ છે તેમ જાણીને પોતાના Page #159 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન પુષ્પાંજલિ મનોમંદિ૨માં સંસ્કૃતબુકો રચવાનો મનોરથ થયો. પરાયાં વ્યાકરણશાસ્ત્રો ઉપર જીવતા ચતુર્વિધસંઘને જોઈને કલિકાલસર્વજ્ઞશ્રીને જેમ અભિનવ વ્યાકરણ રચવાનો મનોરથ થયો હતો તેમ. પૂ. ગરુદેવોના મંગલ આશીર્વાદને લઈને સં. ૨૦૦૧ની સાલમાં પ્રથમાબુક રચવાનો શુભપ્રયાસ શરૂ થયો. સં. ૨૦૦૪માં અધ્યાપનાર્થે પાટણ આગમન થયું અને સં. ૨૦૦૫માં પ્રથમાની સમાપ્તિ થઈ. તત્પશ્ચાત્ સં. ૨૦૦૫માં મધ્યમાબુકનો પ્રારંભ થયો અને સં. ૨૦૦૮માં પૂર્ણતાને પામી. બંને બુકના નિર્માણ પછી અભ્યાસક વર્ગે આ બંને બુકનો અભ્યાસ કરી સંતોષ ધારણ કરી પંડિતજીના પ્રયાસનો સુંદર પ્રતિભાવ વ્યક્ત કર્યો અને તે પ્રતિભાવથી પ્રેરાયેલ પંડિતજીએ સં. ૨૦૩૧માં ઉત્તમા (ત્રીજી બુક)નો આરંભ કર્યો અને ઉત્તમા પણ સં. ૨૦૩૫માં સમાપ્ત થઈ. આ ત્રણેય સંસ્કૃત બુકના સુંદ૨ અધ્યયન માટે ત્રણેય બુકની માર્ગદર્શિકા (ગાઈડ) પણ પંડિતજીએ સ્વયં રચી અને જગતની સામે નજરાણાની જેમ બહાર મૂકી. તદુપરાંત આ ત્રણેય બુકનો ઉદ્ધાર જેમાંથી કરાયો તે સિદ્ધહેમશબ્દાનુશાસનવ્યાકરણના સૂત્રોની યાદી (ત્રણેય બુકસ્થિત) એટલે કે બુકના નિયમો ઉપરની સૂત્રાવલીની ૨ પુસ્તિકા બહાર પાડી એમ પંડિતજીએ સ્વજીવનમાં સંસ્કૃત વિષયક આઠ-આઠ પુસ્તિકાઓ બહાર પાડી જગતના ચોકમાં મૂકીને અદ્ભુત શ્રુતોપાસના અને શાસનસેવા કરી સ્વજીવનને ધન્ય બનાવ્યું. ૧૪૯ તદુપરાંત શ્રુતજ્ઞાનની અનેક પરબ જે પાટણમાં છે તે પાટણમાં સં. ૨૦૦૪માં આવી ૨૦૫૦ સુધીના ૪૭ વર્ષ દરમ્યાન સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય-વ્યાકરણ-મહાકાવ્યવાંચન-કર્મગ્રંથ કર્મપ્રકૃતિ ઇત્યાદિ મહાગ્રંથોનો અભ્યાસ કરાવી જિજ્ઞાસુ એવા શ્રમણ-શ્રમણીવૃંદ-મુમુક્ષુ આત્માઓને તૃપ્ત કરી ચતુર્વિધ શ્રી સંઘની શ્રુતજ્ઞાનના દાન દ્વારા અદ્ભુત સેવા કરીને માતૃસંસ્થાને તથા સ્વકુલનેઉજ્જ્વળ બનાવ્યું. જેઓએ માત્ર પાટણને જ પોતાની કર્મભૂમિ બનાવેલી તે પં. શ્રીશિવલાલભાઈની ચિંતનશક્તિ અદ્ભુત હતી. આચારનિષ્ઠા પ્રભાવિત કરે તેવી હતી. તથા પં. શ્રી છબીલદાસભાઈની જેમ સુસ્પષ્ટ વક્તા હતા. આવા પ્રતિભાસંપન્ન પંડિતજી સં. ૨૦૫૦ના આસો વદ ૧૦ના રોજ કાળના નિયત ધર્મને સ્વીકારી સ્વદેહને તજીને પરલોકયાત્રી બન્યા. આપણા સર્વેનીવચ્ચેથી જગતનીવચ્ચે વિહરમાન થયા. પૂજ્યશ્રીનો આત્મા જ્યાં પણ વિહરમાન હોય ત્યાં સાતા-સમાધિને પામે એ જ મંગલ મનીષા. જે મનુષ્યો જિનેશ્વરના વચનને લખાવે છે, તેઓ દુર્ગતિને પામતા નથી. તેમજ મૂંગાપણાને, જડસ્વભાવને, અન્ધપણાને અને બુદ્ધિવિહીનતાને પામતા નથી. Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ પં. છબીલદાસ કેશરીચંદ સંઘવી જ શ્રી ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળના ઉપક્રમે યોજાયેલ છઠ્ઠા શ્રી જૈન સાહિત્ય સમારોહ પ્રસંગે સ્વ. પં. વર્યશ્રી છબીલદાસભાઈ સંઘવીએ મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી મ.સા.ની શ્રુતસાધનાની આપેલી ઝલક (જૈન સાહિત્ય સમારોહ પુસ્તકમાંથી ઉદ્ધૃત) જૈન સાહિત્યને અદ્વિતીયરીતે પ્રકાશમાં લાવવામાં ચાર મહાસ્તંભરૂપ ચાર મહાપુરુષો થયા. શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ, શ્રી હરિભદ્રસૂરિ, કલિકાલસર્વજ્ઞશ્રી હેમચંદ્રસૂરિ અને છેલ્લા શ્રીમદ્ ઉપાધ્યાય યશોવિજયજી મહારાજ જેઓ ઉપાધ્યાયજીના ટૂંકા નામથી પ્રસિદ્ધ છે અને તે આજથી લગભગ ત્રણસો વર્ષ ઉપર થયા. જ્ઞાન પુષ્પાંજલિ સાહિત્યસમ્રાટ્ વાચકવર શ્રીમદ્ યશોવિજયજી મહારાજ અને ખંભાત, ઉપાધ્યાયજીએ શ્રી (સ્થંભનપુર) ખંભાતમાં પણ સર્વગ્રાહી પંડિતને માન્ય એવા ઘણા ગ્રંથોની રચના કરી છે જેમાંના કેટલાંક નામ અહીં જણાવવામાં આવે છે. ઉપાધ્યાયજીએ ખંભાતમાં રચેલ ગ્રંથો તથા સાલવારી થયાં છે. ‘સાધુવંદણા' સં ૧૭૨૧ના ચાતુર્માસમાં વિજયાદશમીએ; ‘મૌન એકાદશી ૧૫૦ કલ્યાણકસ્તવન' સં. ૧૭૩૨ના ચાતુર્માસમાં દિવાળીના દિવસે; ‘નિશ્ચય, વ્યવહારવિદ્ શાંતિ જિનસ્તવન’ સં. ૧૭૩૨ના ચાતુર્માસમાં; ‘બ્રહ્મગીત’ સં. ૧૭૩૮ના ચાતુર્માસમાં; ‘જંબુસ્વામી રાસ' સં. ૧૭૩૯ના ચાતુર્માસમાં. આ દૃષ્ટિએ તેઓશ્રીનાં ઉપરોક્ત ચોમાસાં ખંભાત થયાં તે નિશ્ચિત થયું. બીજાં પણ ઘણાં ખંભાતમાં કરેલી રચનાઓમાં એક રહસ્યમય રચના પણ કર્યાનો ઉલ્લેખ પરંપરાગત જાણવામાં આવેલ એ છે કે— ઉપાધ્યાયજી જ્યારે ૧૨ વર્ષ સુધી સરસ્વતીધામ શ્રી કાશીમાં અભ્યાસ કરી ખંભાત પધાર્યા અને સાંજે ગુરુમહારાજ સાથે પ્રતિક્રમણ કરતાં સજ્ઝાય બોલવાનો સમય થતાં ગુરુમહારાજે સજ્ઝાય બોલવી શરૂ કરી ત્યારે શ્રાવકોએ ગુરુમહારાજ શ્રી નયવિજયજી મ૰ સાહેબને વિનંતી કરી કે, ‘સાહેબ ! આપના વિદ્વાન્ શિષ્ય કાશી જેવા વિદ્યાધામમાં અભ્યાસ કરી આવ્યા છે તો તેમને સઝાય બોલવા દો. કંઈક નવું સાંભળવા અને જાણવા મળે.' ગુરુજીએ કહ્યું કે, ‘બોલ જશા !' ત્યારે ઉપાધ્યાયજી મહારાજે કહ્યું, ‘સાહેબ ! સજ્ઝાય તો આવડતી નથી.' ત્યારે શ્રાવકોમાંથી કોઈક બોલી ઊઠ્યું કે, ‘બાર વર્ષ Page #161 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન પુષ્પાંજલિ કાશીમાં ભણી—રહી શું ઘાસ વાઢ્યું ?' ઉપાધ્યાયજી મ તે સમયે તો ચૂપ રહ્યા પણ બીજે દિવસે સાયનો અવસર પામી આદેશ માગી સજ્ઝાય કહેવા માંડી. વખત ઘણો વીતવા માંડ્યો. બધા ૧૫૧ અકળાયા પણ ઉપાધ્યાયજી મહારાજે । સઝાય બોલવી ચાલુ જ રાખી. ટકોર કરનાર ટકોર કરવામાં ઉતાવળા હોય છે તેમ અકળાઈ જવામાં પણ સહુથી આગળ હોય છે. એટલે જેમણે આગલા દિવસે ટકોર કરી હતી તે જ શ્રાવકે કહ્યું કે, ‘હવે ક્યાં સુધી ચાલશે ?’ જવાબમાં ઉપાધ્યાયજી મ. શ્રી એ કહ્યું કે—‘કાશીમાં ૧૨ વર્ષ સુધી વાવેલા ઘાસના આ તો પૂળા બંધાય છે.' આથી ટકોર કરનાર શ્રાવક ઝંખવાણા પડ્યા અને ક્ષમા યાચી તેમની વિદ્વત્તાની સ્તુતિ કરવા લાગ્યા. આવો જ પ્રસંગ અમદાવાદમાં ‘ભગવતીજી સૂત્ર' ઉપરની સઝાય માટે બન્યો છે. કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રસૂરિજી, ઉદયનમંત્રી, મહારાજા કુમારપાલ, વસ્તુપાલ-તેજપાલ આદિના સુવર્ણમય જીવનથી જ્વલંત અને નવાંગી ટીકાકારશ્રી અભયદેવસૂરિ મહારાજથી આરાધનાપ્રાપ્ત આરાધ્યદેવશ્રી સ્થંભનપાર્શ્વનાથના નામે સ્થંભનઉર તરીકે પ્રસિદ્ધ થયેલ ખંભાત શહેરમાં ઉપાધ્યાયજી મહારાજ એક વખત વ્યાખ્યાન આપી રહ્યા હતા. સભા તેઓશ્રીની અમૃતવાણી સાંભળવામાં એકતાન હતી. ઉપાધ્યાયજી મહારાજના વિદ્યાગુરુ એક વખત ખૂબ જ દરિદ્રાવસ્થામાં આવી ગયેલા અને પોતાના શિષ્ય ઉચ્ચ કોટિના વિદ્વાન અને પ્રખર વ્યાખ્યાતા બનેલ છે એમ જાણી તેમની શોધ કરતાં કરતાં ખંભાતમાં બરાબર ચાલુ વ્યાખ્યાનમાં જ આવી પહોંચ્યા. ઉપાધ્યાયજીએ એકદમ તેમને ઓળખી લીધા અને તેમને જોતાંની સાથે જ પરિસ્થિતિનું માપ કાઢી લીધું અને પોતાની અમૃતરસભરી વાણીનો પ્રવાહ એકદમ વિદ્યાની મહત્તામાં ફેરવ્યો અને અંતે જણાવ્યું કે મારામાં આજે જે કંઈક અંશે પણ વિદ્વત્તા કે વક્તૃત્વ જોઈ શકો છો તે આ આગંતુક મહાનુભાવનો જ પ્રભાવ છે એમ જણાવી વિદ્યાગુરુની ઓળખાણ આપવા સાથે જ્ઞાન, જ્ઞાની તથા જ્ઞાનનાં સાધનોનું બહુમાન સૂચવતું એવું અસરકારક વ્યાખ્યાન આપ્યું કે જેના પ્રભાવે પોરિસિ ભણાવવાના સમયે ત્યાં બેઠેલા દરેક શ્રાવક-શ્રાવિકાઓએ પોતે પહેરેલાં સુવર્ણનાં આભૂષણોનો ગુરુદક્ષિણા માટે ઢગલો કરી દીધો. આવા જૈન શાસનના શિરતાજ મહાગુરુ તેમના ય ગુરુના ચરણોમાં ધરી દીધા જે (તદ્દન સસ્તો જમાનો જેમાં શુદ્ધ ઘી ૧ રૂા.નું ૨૧ શેર અને ઘઉં ૧ રૂા.ના ૧૬૧ શેર મળતા હતા તેવા જમાનામાં) રૂા. ૭૦ હજારની કિંમતના થાય. આજે જેના ચારસો-પાંચસો ગણા ભાવની દૃષ્ટિએ કેટલું બધું મૂલ્ય ગણાય ! આ મહાપુરુષે પ્રાચીનકાળની પદ્ધતિએ આત્મપ્રશંસા નહીં ક૨વાના કારણે કે બીજા કોઈ કારણે પોતે પોતાના જીવનનો ક્યાંય ઉલ્લેખ સરખોય કર્યો નથી. તેમના શિષ્યોમાંના પણ કોઈએ કર્યો નથી. માત્ર તેઓશ્રીના સમકાલીન પૂ કાંતિવિજયજીએ ‘સુજસવેલી ભાસ’ નામનો ગ્રંથ રચ્યો છે તેના ઉપરથી જે કાંઈ સ્પષ્ટાસ્પષ્ટ બીના મળી તેમ જ તેમના બનાવેલા ગ્રંથોના આધારે તેમાં સૂચવ્યા પ્રમાણે જે કાંઈ બીના મળી તે સન્ ૧૯૫૭માં યશોભારતી પ્રકાશન સમિતિ તરફથી સાહિત્યસેવામાં અને જેમણે પ પૂ ઉપાધ્યાયજી મ૰ શ્રીના સાહિત્ય પ્રત્યે અતિરસ ધરાવ્યો છે, અતિસૂઝ છે તે પ પૂ યશોવિજયજી (હાલ પ. પૂ આ શ્રીમદ્ યશોદેવસૂરીશ્વરજી) મ. સાહેબના Page #162 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન પુષ્પાંજલિ માર્ગદર્શન પ્રમાણે “ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રી યશોવિજય સ્મૃતિગ્રંથ'માં પ્રગટ કરવામાં આવેલ છે. ૧૫૨ ઉપાધ્યાયજી મ. સાહેબને વિદ્યાના અવતાર કહીએ તો પણ ચાલે, કા૨ણ કે તેમના કાળમાં તેમણે વિદ્યાનો એટલો બધો ફેલાવો કર્યો કે સામાન્ય જનતા પણ વિદ્યાવ્યાસંગી બની હતી કે જે સંસ્કૃત તેમ જ ન્યાયપદ્ધતિથી વાત કરી શકતી હતી. ન્યાય-વ્યાકરણ, કાવ્ય, કોશ, ધર્મશાસ્ત્ર, યોગ વગેરે કોઈ પણ વિષય એવો ન હતો કે જેમાં ઉપાધ્યાયજી મહારાજે કંઈ ને કંઈ ન લખ્યું હોય. બીજા ગ્રંથકારોના સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોનાં ગુજરાતી હિંદીમાં ભાષાંતરો થાય ત્યારે ઉપાધ્યાયજી મહારાજના ગુજરાતી ભાષાત્મક ‘દ્રવ્યગુણપર્યાયના રાસ'નું સંસ્કૃતમાં ભાષાંતર થયું હતું એ તેમની ‘અપૂર્વ ગ્રંથકાર’ તરીકે સાબિત કરતી વિશિષ્ટતા છે. ઉપાધ્યાયજી મહારાજે સાહિત્ય દ્વારા જૈનશાસનનો બહોળો ફેલાવો અને કુમતવાદીઓના હઠાગ્રહનું સુંદર શૈલીમાં નિરસન કર્યું છે. આજથી લગભગ ત્રણસો વર્ષ પૂર્વેનો તે મહાપુરુષનો કાળ એવો હતો કે જો તેમના જેવા વિદ્વત્તાપૂર્ણ પુરુષ ન પાક્યા હોત તો જૈન સમાજની શી પરિસ્થિતિ હોત તેની કલ્પના સરખી પણ ન આવી શકે. તેઓશ્રીએ જૈન સમાજને સધ્ધર બનાવવામાં અને ઉન્નત રાખવામાં મહાન ભોગ આપ્યો છે અને ગ્રંથરત્નોનો મોટો વારસો આપ્યો છે. ઉપાધ્યાયજી મહારાજે તર્ક, આગમ, અધ્યાત્મ અને યોગના વિષયમાં સેંકડો વિદ્વદ્ભોગ્ય ગ્રંથોની રચના કરી છે. એટલું જ નહીં પણ પદો, સજ્ઝાયો, સ્તવનો, સ્તુતિઓ, રાસાઓ વગેરે બાલોપભોગ્ય ગુજરાતી સાહિત્યની રચના કરવાનું પણ તેઓ ચૂક્યા નથી. શ્વેતાંબર, દિગંબર, સ્થાનકવાસી આ ત્રણેય રૂપ જૈનદર્શનમાં નવીન ન્યાયની શૈલીમાં ગ્રંથસર્જન કરનાર તરીકે આદિ કે અંતરૂપ અદ્યાપિપર્યંત તેઓ જ છે. યોગવિષયના પ્રથમ વિવેચનકાર વિરહાંકિત ૧૪૪૪ ગ્રંથના પ્રણેતા શાસ્ત્રકાર ભગવાન પૂ. શ્રી હરિભદ્રસૂરિજી થયા. તેમનાં વચનોના ભાવને ઊંડાણપૂર્વક સમજી તેમના ગ્રંથોની ટીકા તેમ જ સ્વતંત્ર પ્રકરણો રચનાર ઉપાધ્યાયજી મહારાજ જ છે તેથી તેમનું લઘુહિ૨ભદ્ર નામ સંપૂર્ણ સ્વરૂપે અન્વર્થક છે. કલિકાલસર્વજ્ઞશ્રીહેમચંદ્રસૂરિજી પછી મહાસામર્થ્યશાળી વિદ્વાનોની ગણનામાં ઉપાધ્યાયજીની તુલના કરી શકે તેવા મહાવિદ્વાન્ જાણવામાં કે સાંભળવામાં આવ્યા નથી તેથી તેમને દ્વિતીયહેમચંદ્ર કહેવામાં પણ કંઈ અતિશયોક્તિ થતી નથી. વિદ્યાધામ કાશીમાં રહી વિદ્યાભ્યાસ કરતી વખતે એક દુર્જય પં૰ શિરોમણી વાદ કરવા માટે આવી ચડ્યા. તેમને વાદમાં જીતવા માટે કાશીનગરના સમસ્ત વિદ્વાનોનું સામર્થ્ય સરી પડ્યું ત્યારે ગુર્વાશા મેળવી પૂ ઉપાધ્યાયજીએ જીત મેળવી તેથી કાશીના વિદ્વાનોએ ભેગા મળી “ન્યાયવિશારદ” બિરુદ આપ્યું. ત્યારબાદ કાશીમાં જ વિદ્યાભ્યાસ કરતાં કરતાં બે લાખ Page #163 -------------------------------------------------------------------------- ________________ *( જ્ઞાન પુષ્પાંજલિ ) શ્લોકપ્રમાણ સાહિત્યનું સર્જન કરતાં તેઓશ્રીને કાશીના વિદ્વાનોએ “ન્યાયાચાર્ય” બિરુદ આપ્યાનો ઉલ્લેખ મળે છે. ત્યાં તેઓએ બૌદ્ધદર્શન વગેરે એકાંતવાદીઓનું ખંડન કરવા પાછળ રહસ્ય નામાંકિત, ‘બિંદુ' નામાંકિત, અર્ણવ” નામાંકિત સેંકડો ગ્રંથો બનાવ્યા. પણ દુઃખની વાત છે કે ટૂંકા ગાળામાં પણ એ બધા ગ્રંથોની ઉપલબ્ધિ નથી. જે કંઈ ઉપલબ્ધ છે તે તો તેમની રચનાની દષ્ટિએ ૧૦ ટકા જ હોય તેમ લાગે છે. છતાં પણ આજે આપણા માટે એટલું પણ મળ્યું માની સંતોષ માનીએ તેના કરતાં અવારનવાર આવી પરિષદો યોજી ખોજ કરવી જ જોઈએ. ઉપાધ્યાયજી મહારાજશ્રીએ “તત્ત્વાર્થભાષ્ય” ઉપર ટીકા રચી છે. તેમાંનો માત્ર પ્રથમ અધ્યાય જેટલો જ ભાગ મળે છે. જેના ઉપર ઐદયુગીન આઇ શ્રીમદ્વિજયદર્શનસૂરીશ્વરજી મ. સાહેબે ટીકા રચેલ છે તેની હું પ્રેસકોપી કરતો હતો ત્યારે મને પદે પદે વિચાર કરતાં તેઓશ્રીનું સંકોત્કીર્ણ એક એક વચન અગાધ પાંડિત્યપૂર્ણ લાગવા સાથે નવીનતા અર્પતું હતું. તો દશેય અધ્યાયની ટીકા મળી હોત તો આજે મળતી બીજી તત્ત્વાર્થભાષ્યની ટીકાઓમાં કોઈ અનેરી ભાત પાડત અને ઘણું જ જાણવા-વિચારવાનું મળત છતાં આજે જે ગ્રંથો મળે છે તે પણ આપણે માટે તો એટલા છે કે તેને સારી રીતે વાંચવાની વિચારવાની, ઊંડાણમાં ઉતારવાની પડી છે કોને? છતાં આવી પરિષદો સુષુપ્ત માનસને જાગ્રત કરવા માટે અતિ ઉપયોગી બનશે તેવી આશા રાખવી અસ્થાને નહીં ગણાય. અને એ રીતે તેમના બનાવેલા ગ્રંથોનું વાંચન-મનન-પરિશીલન થાય, અનુપલબ્ધ ગ્રંથોની શોધખોળ થાય, અપ્રગટ હોય તે પ્રગટ થાય તે તેમની સાચી સેવા છે. વળી તેમનાં વચનો પ્રમાણે યથાશક્ય માર્ગના પાલનરૂપ ઓછામાંઓછી જરૂરિયાતોથી આપણા જીવનને નિભાવવા જેટલો સ્વાર્થત્યાગ કેળવીએ કે જેમાં અંશતઃ ભૂતમાત્રની સેવાનો ફાળો આવે તેમ જ તેમણે આપેલો વારસો જાળવી રાખ્યો ગણાય. નહીં તો વારસામાં મળેલી વસ્તુનો દુરુપયોગ કરનાર અકુલીન પુત્રની જેમ આપણે પણ આવા મહાપુરુષોને અન્યાય આપી રહ્યા હોઈએ એમ શું નથી લાગતું? તો બને તેટલા તન-મન-ધન ખર્ચે તેમના અપ્રકાશિત ગ્રંથોને પ્રકાશમાં લાવવા અને પઠનપાઠનના મોટા વર્ગો, ઇનામો અને ઉપાધિઓની યોજના કરવી તે હાલના તબક્કે અતિઆવશ્યક છે. ઉપાધ્યાયજી સમર્થ તાર્કિક હતા, એટલું જ નહિ પણ ભારોભાર અધ્યાત્મજ્ઞાની પણ હતા, એ તેઓશ્રીના બનાવેલા “અધ્યાત્મસાર', “અધ્યાત્મોપનિષદ્', “જ્ઞાનસાર' વગેરે ગ્રંથોથી સ્પષ્ટ માલુમ પડે છે. પૂર્વના મહાપુરુષો શ્રીજિનભદ્રગણિક્ષમાશ્રમણ તથા શ્રી સિદ્ધસેનદિવાકરજીનાં પરસ્પર વિરુદ્ધવચનો દેખાવા છતાં નયાપેક્ષ વચનોને બરાબર સંગત કરી આપવામાં ઉપાધ્યાયજી મહારાજની તુલનાત્મક દૃષ્ટિએ અજબ કામ કર્યું છે. તે વર્તમાન પૂ.આચાર્યપુંગવોએ ધ્યાનમાં લેવા જેવું છે. તેમના જીવનને લગતી કેટલીક કિંવદંતીઓ ચાલી આવે છે અને તેમાં તથ્ય હોવાની સંભાવના ઘણી જણાય છે. Page #164 -------------------------------------------------------------------------- ________________ (૧૫૪) A ( એ જ કા" છે ... * કે સ મા ૧ * પ્રશ્ન છે કે " આ નિપપ્પાજલિ બાલવયમાં ‘ભક્તામરસ્તોત્ર' સાંભળવાની પ્રતિજ્ઞાબદ્ધ માતાની સાથે ઉપાશ્રયમાં ગુરુમહારાજ પાસે ભક્તામરસ્તોત્ર સાંભળવા જવાનું બનતું. એક વખત વરસાદ સતત મૂશળધાર પડવા લાગ્યો. માતા ઉપાશ્રયે ન જઈ શકવાથી દાતણ કરી શકતાં ન હતાં. ભૂખ્યા રહેવાનું થયું. ત્રણ ત્રણ દિવસ સુધી ભૂખી રહેતી માતાની ગ્લાનિ જોઈ પુત્રે પૂછ્યું, “મા! કેમ ખાતી નથી?' માએ પોતાની પ્રતિજ્ઞા સંભળાવી. પુત્રે કહ્યું : “એમાં શું ! હું સંભળાવું” અને માતાને સ્તોત્ર સંભળાવી પારણું કરાવ્યું. વરસાદ સાત દિવસ સુધી ચાલ્યો. આઠમે દિવસે માતા ઉપાશ્રયે ગયાં ત્યારે મહારાજશ્રીએ સહેજ પૂછ્યું કે તમારે તો સાત ઉપવાસ થઈ ગયા હશે. ત્યારે માતાએ કહ્યું કે—મારી પ્રતિજ્ઞા પ્રમાણે આપની પાસે મારી સાથે સાંભળવા આવતા મારા જ (નાના) બાળકે સંભળાવ્યું. આવું જ એક વખત માતાજીના પ્રતિક્રમણ માટે બનેલું જેથી માની પાસે સંઘે જૈનશાસનનો શિરતાજ તમારો બાળક થશે અને તેથી તેની માગણી કરતાં માતાએ સહર્ષ દીક્ષા આપી હતી. સં. ૧૯૬૮માં વડોદરામાં ગુજરાતી સાહિત્ય પરિષદ ભરાવાની હતી. તેમાં ગુજરાતી ભાષામાં જૈન મુનિઓના નિબંધોની આવશ્યકતા જણાતાં પ. પૂ. યોગનિષ્ઠ આ.ભ.શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મ. સા.ને વડોદરા ગાયકવાડ સરકાર તરફથી આમંત્રણ મળ્યું અને કોઈ જૈનાચાર્ય કે જેમણે ગુજરાતી ભાષામાં ગ્રંથો લખ્યા હોય તેમના સંબંધી નિબંધ માંગ્યો. તેઓશ્રીએ સંસ્કૃત-પ્રાકૃત-ગુજરાતી ભાષામાં સેંકડો ગ્રંથો લખનાર ઉપાધ્યાયજી યશોવિજયજી ઉપર નિબંધ લખ્યો. તેમાં તેઓ લખે છે કે ઉપાધ્યાયજીનું આંતરિક-આધ્યાત્મિક જીવન ચીતરવું તે તો તેમના જેવા જ કોઈ લખી શકે. મારા જેવા અલ્પજ્ઞનું કામ નહીં. હું તો માત્ર તેમનું ગ્રંથલખાણ વગેરે સ્થૂલ બાબતોનું બાહ્યવિહાર આલેખન કરી શકું. તેમણે લખેલો નિબંધ પરિષદમાં વંચાયો અને તે સહુને ખૂબ જ ગમ્યો, જેથી પરિષદે જ તે છપાવ્યો જેની પાછળથી બીજી આવૃત્તિ થઈ. ઉપાધ્યાય અને મહાત્મા આનંદઘનજી અનેકવાર મળ્યા હતા. તે સંબંધી અનેક દંતકથાઓ પણ ચાલે છે. પણ તે લંબાણ થઈ જવાના ભયે અત્રે લખી નથી. આનંદઘનજી મહારાજ ઘણા જ આધ્યાત્મિક અને નિવૃત્તિપ્રધાન હતા. જ્યારે ઉપાધ્યાયજીએ આધ્યાત્મિક હોવા સાથે ઔપદેશિક પ્રવૃત્તિ કરી. લોકકલ્યાણના માર્ગને ઉજ્જવળ બનાવવા સાથે ગ્રંથસર્જન કરી જૈન શાસનને નિરાબાધ રીતે ટકાવી રાખવામાં મોટો ફાળો નોંધાવ્યો છે. (જૈન સાહિત્ય સમારોહ પુસ્તકમાંથી ઉદ્ધત) onal Page #165 -------------------------------------------------------------------------- ________________ ( જ્ઞાન પુષ્પાંજલિ ) ન હસ્તપ્રત : એક પરિચય અને – પૂ. મુનિરાજ શ્રી અજયસાગરજી મ.સા. 8 પ્રાચીન લેખન-શૈલીના બે પ્રકાર છે : એક શિલાલેખન અને બીજો હસ્તપ્રત-લેખન. પ્રાચીન ભારતીય સાહિત્યને આજે આપણે જે રૂપમાં પ્રાપ્ત કરીએ છીએ તેનો આધાર હસ્તપ્રત છે. શાસ્ત્રોની હાથેથી લખેલ નકલ હોવાને કારણે તેને હસ્તપ્રત કહેવામાં આવે છે, કે જેને પાડુલિપિ પણ કહેવાય છે. કાળાંતરે મૂળ નકલ નષ્ટ થતી જતી હતી તો સામા પક્ષે તેની ઘણી નકલો તૈયાર થતી રહેતી હતી. પ્રતિલિપિ પરથી પ્રત શબ્દ આવ્યો હોય તેમ જણાય છે. પ્રાચીન ધર્મ-દર્શન, સાહિત્ય અને સંસ્કૃતિની જાણકારી માટે હસ્તપ્રતોનું વિશેષ મહત્ત્વ છે. કારણ કે માત્ર પુરાતત્ત્વીય સમર્થનથી ઇતિહાસનું નિર્માણ સર્વાગપૂર્ણ થતું નથી, ઇતિહાસની સત્યતા માટે સાહિત્યની આવશ્યકતા અનિવાર્ય છે. પ્રાચીન સમયમાં જ્ઞાનભંડારોમાં માત્ર હસ્તલિખિત સાહિત્ય જ ઉપલબ્ધ હતું. દેશમાં હસ્તપ્રત લખવાનાં ઘણાં સ્થાનો હતાં. આવા લેખન-સ્થળોના આધાર પરથી અભ્યાસુઓને વિભિન્ન કુળોની પ્રતો અને તેના કુળવિશેની વિશિષ્ટ માહિતી પ્રાપ્ત થાય છે. કૃતિઓની સંશોધિત આવૃત્તિના પ્રકાશનકાર્યમાં વિભિન્ન કુલોની પ્રતોનું ખૂબ જ મહત્વ રહેલું છે. હસ્તપ્રતના પ્રકારો આંતરિક પ્રકાર : હસ્તલિખિત પ્રતોનો આ રૂપવિધાન પ્રકાર છે, જેમાં પ્રતની લેખનપદ્ધતિની માહિતી મળે છે. આ લેખનપદ્ધતિને એકપાઠી, ક્રિપાઠી, (સામાન્યપણે બન્નેપડખે મૂળ અને ટીકાના પાઠ લખવામાં આવ્યા હોય છે.) ત્રિપાઠી, (વચ્ચે મૂળ અને ઉપર નીચે, ટીકા), પંચપાઠી(વચ્ચે મૂળ અને ઉપર ડાબે, જમણે અને નીચે ટીકા), શુડ(શૂઢ), ઊભી લખાયેલ, ચિત્રપુસ્તક, સ્વર્ણાક્ષરી, રૌપ્તાક્ષરી, સૂક્ષ્માક્ષરી અને સ્થૂલાક્ષરી વગેરેથી ઓળખવામાં આવે છે. ગ્રંથોમાં રહેલા આવા તફાવતો હસ્તપ્રતો કાગળ પર લખવાની પ્રક્રિયા શરૂ થયા બાદ વિશેષ પ્રકારે વિકસ્યા હોય તેમ જ્ઞાત થાય છે. આવી પ્રતોનું બાહ્ય સ્વરૂપ સાદું દેખાવા છતાં અંદરનાં પૃષ્ઠો જોવાથી જ તેની વિશેષતાની જાણકારી મળે છે. બાહ્ય પ્રકાર : વિક્રમના ચૌદમાસૈકા સુધીની હસ્તલિખિત પ્રતો ઘણું કરીને લાંબી-પાતળી પટ્ટી જેવા તાડપત્ર પર લખાયેલી મળે છે. તેના મધ્ય ભાગમાં એક છિદ્ર તથા કેટલીક વાર યોગ્ય અંતરે બે છિદ્રો પણ Page #166 -------------------------------------------------------------------------- ________________ (૧૫૬ ) « " . " ક sr a tv - " ક " , " માં મારી અને જો મv - 4 જ્ઞાનપપ્પાજલિ જોવા મળે છે. આ છિદ્રોમાંથી એકમાં દોરી પરોવવામાં આવતી જેથી વાંચતી વખતે પાનાં અસ્તવ્યસ્ત ન થાય. તથા બીજા છિદ્રમાં બંધન અવસ્થામાં વાંસની સળી રાખવામાં આવતી જેથી ઘણાં પાનાંવાળી જાડી પ્રત હોય તો તેનાં પાનાં લસરીને આઘો-પાછો ન થાય. આ જ દોરી વડે પ્રતને બન્ને બાજુ પાટલીઓ મૂકીને કલાત્મક રીતે બાંધી દેવામાં આવતી. તાડપત્રો પરનું લખાણ સહીથી તથા કોતરીને એમ બે પ્રકારે લખાયેલ મળે છે. કોતરીને લખવાની પ્રણાલી ખાસ કરીને ઓરિસ્સા, આંધ્રપ્રદેશ, તામિલનાડુ, કેરલ તથા કર્ણાટકના પ્રદેશમાં રહેવા પામી અને સહીથી લખવાની પ્રક્રિયા શેષ ભારતમાં રહેવા પામી. કાગળના ઉપયોગની શરૂઆત બાદ આ જ તાડપત્રોને આદર્શ માનીને કાગળની પ્રતો પણ શરૂઆતમાં મોટા-મોટા અને લાંબા પત્રો પર લખવામાં આવતી. પણ પાછળથી આ કદ સુવિધા અનુસારે સંકોચાઈ ગયું. જૈન ભાષ્યકારો, ચૂર્ણિકારો અને ટીકાકારોના મતે આવા તાડપત્રોની લંબાઈ અને પહોળાઈના આધારે પાંચ પ્રકારો કહેવાય છે. ૧. ગંડી : પ્રતની લંબાઈ અને પહોળાઈ એક સમાન હોય તેને ગંડી પ્રકાર કહેવાય છે. ૨. કચ્છપી : પ્રતની બન્ને કિનારી સંકુચિત તથા વચ્ચે ફેલાયેલ કાચબા જેવા આકારની પ્રતને કચ્છપી પ્રત કહેવામાં આવે છે. ૩. મુષ્ટિ: જે પ્રતો મુઠ્ઠીમાં સમાઈ જાય તેટલી નાની હોય તેવી પ્રતોને મુષ્ટિ પ્રકારની પ્રતો કહેવામાં આવે છે. ૪. સંપુટ ફલક : લાકડાની પટ્ટીઓ પર લખાયેલ પત્રોને સંપુટ ફલક પ્રકાર કહેવામાં આવે છે. ૫. છેદપાટી (છિવાડી) : “છેદપાટી’ એ પ્રાકૃત શબ્દ “છિવાડી'નું સંસ્કૃત રૂપ છે. આ પ્રકારની પ્રતોમાં પાનાંની સંખ્યા ઓછી હોવાને કારણે પ્રતની જાડાઈ ઓછી હોય છે પરંતુ લંબાઈ અને પહોળાઈ યોગ્ય પ્રમાણમાં હોય છે. ઉપરોક્ત પાંચ પ્રકારો સિવાય વર્તમાનમાં અન્ય પ્રકારો પણ મળે છે. ૧. ગોલ: “ફરમાન'ની જેમ ગોળ કુંડળી પ્રકારથી કાગળ અને કાપડ પર લખાયેલ ગ્રંથો પણ મળે છે, જેને અંગ્રેજી ભાષામાં Scroll કહે છે. ૨૦ મીટર જેટલી લંબાઈ હોવા છતાં તેની પહોળાઈ સામાન્ય-સરેરાશ જ હોય છે. જૈનવિજ્ઞપ્તિપત્ર, મહાભારત, શ્રીમદ્ ભાગવત, જન્મપત્રિકા વગેરે કુંડળી આકારમાં મળતાં રહે છે. ૨. ગડી : અનેક પ્રકારે ગડી કરાયેલ લાંબા-પહોળા વસ્ત્ર કે કાગળનો પટ્ટો પણ મળે છે. સામાન્ય રીતે આમાં યંત્ર, કોષ્ટક, આરાધના પટ્ટ, અઢીદ્વીપ વગેરે આલેખાયેલ મળે છે. Page #167 -------------------------------------------------------------------------- ________________ '૧૫૭) .. આ બpes w ww w ભા.જ . .... આ મહી જ છે 'મ ( રાન! Sા ૩. ગુટકા : સામાન્ય રીતે હસ્તપ્રતોનાં પાનાં ખુલ્લાં જ હોય છે પરંતુ કેટલીક વાર પાનાં (પત્રો)ની મધ્યમાં સિલાઈ કરીને અથવા બાંધીને પુસ્તકાકારે બે ભાગોમાં વિભાજિત કરી દેવામાં આવે છે. આવા પાનાવાળી પ્રતોને ગુટકા તરીકે ઓળખવામાં આવે છે. તે વહીની જેમ ઉપરની બાજુ તથા સામાન્ય પુસ્તકની જેમ પડખાની બાજુમાંથી ખૂલે તેવા એમ બે પ્રકારથી બાંધેલાં મળે છે. જાડા પૂંઠાના આવરણમાં બંધાયેલ આવા ગુટકા નાનાથી માંડીને બૃહત્કાય સુધીના હોય છે. મોટા ભાગે આવા ગુટકાને લપેટીને બાંધવા માટે સાથે દોરી પણ લાગેલ હોય છે. આ સિવાય તામ્રપત્ર અને શિલાપટ્ટ વિગેરે પર પણ ગ્રંથો લખાયેલ મળે છે. હસ્તપ્રત આલેખન પાઠ : હસ્તપ્રતનું લખાણ સામાન્યપણે માંગલિક શબ્દો અને સંકેતોથી શરૂ થઈ માંગલિક શબ્દો અને સંકેતોથી પૂર્ણ કરવામાં આવે છે. કાળાંતરે લેખન-શૈલીમાં પરિવર્તન થતું જોવા મળે છે. વિક્રમની ૧૪મી૧૫મી સદીમાં પ્રતની મધ્યમાં ચતુષ્કોણિય ફુલ્લિકા-ખાલી સ્થાન જોવા મળે છે, જે મૂળ તો તાડપત્રોમાં દોરી પરોવવા માટે ખાલી જગા છોડવાની પ્રણાલીના અનુકરણ રૂપે ગણાય. પછીથી આ આકૃતિ કાળક્રમે વાવનાં પગથિયાં જેવો આકાર ધારણ કરીને ધીરે-ધીરે લુપ્ત થતી ગઈ છે. શૈલીની જેમ લિપિ પણ પરિવર્તનશીલ રહી છે. વિક્રમની ૧૧મી સદી પહેલાં અને પછીની લિપિમાં ઘણો તફાવત જોવા મળે છે. એક વાયકા અનુસાર ટીકાકાર શ્રી અભયદેવસૂરિ દ્વારા પ્રાચીન પ્રતોના અભ્યાસ દરમ્યાન પડતી મુશ્કેલીઓના નિવારણ માટે જૈન લિપિપાટી પ્રસ્થાપિત કરવામાં આવી અને ત્યારથી તે જ પાટી સદીઓ સુધી મુદ્રણયુગપર્યત સામાન્ય પરિવર્તન સાથે સ્થપાયેલી રહી. પડીમાત્રા-પૃષ્ઠમાત્રાનું શિરોમાત્રામાં પરિવર્તન એ ખાસ તફાવત રહ્યો હોય તેમ જાણવા મળે છે. યોગ્ય અભ્યાસ હોય તો પ્રતના આકારપ્રકાર, લેખનશૈલી તથા અક્ષરપરિવર્તનના આધારે કોઈ પણ પ્રત કઈ સદીમાં લખાયેલ છે તેનું સચોટ અનુમાન સરળતાથી લગાવી શકાય છે. પત્રાંક : તાડપત્ર અને તેના પછી કાગળની શરૂઆતના યુગમાં પત્રક્રમાંક બે પ્રકારે લખાયેલા જોવા મળે છે. ડાબી બાજુ સામાન્ય રીતે સંસ્કૃત ભાષામાં ક્યારેક જ બને તેવા વિશિષ્ટ અક્ષરયુક્ત સંકેતો જે રોમન અંકોની જેમ શતક, દશમ અને એકમ માટે જુદા-જુદા હતા અને ઉપરથી નીચેની તરફ લખવામાં આવતા હતા. આવા અક્ષરાંકોનો ઉપયોગ પ્રાયશ્ચિત્ત ગ્રંથોમાં હ્રસ્વ-દીર્ઘ “ઈની માત્રા સાથે ચતુર્ગુરુ, ષલઘુ વગેરેના ઉપયોગ માટે પણ થયેલો જોવાય છે. પૃષ્ઠની જમણી બાજુ સામાન્ય અંકોમાં પૃષ્ઠક લખાયેલ જોવા મળે છે. અમુક વખતે ગ્રંથાવલીરૂપે લખાવાયેલ એકથી વધુ ગ્રંથોને સળંગ ક્રમાંક અપાયેલો જોવા મળે છે. આવા ગ્રંથો ઉપર ક્વચિત્ એક ખૂણામાં ઝીણા અક્ષરે લખાયેલ ચોર અંક પણ જોવા મળે છે. Page #168 -------------------------------------------------------------------------- ________________ (૧૫૮ દw :ક : જેમ જ્ઞાન પુષ્પાંજલિ પ્રત શુદ્ધિકરણ : પ્રત લખતી વખતે ભૂલ ન રહી જાય તે માટે જરૂરી સતર્કતા રાખવામાં આવતી હતી. એક વખત લખાઈ ગયા પછી વિદ્વાન સાધુ વગેરે તે પ્રતને પૂર્ણરૂપે વાંચીને અશુદ્ધ પાઠને ભૂંસીને, સુંદર રીતે છેકીને કે છૂટી ગયેલ પાઠોને હંસપાદ' વગેરે જરૂરી નિશાની સાથે પંક્તિની વચ્ચે અથવા બાજુના હાંસિયા વગેરે જગામાં જરૂર પડ્યે ઓલી-પંક્તિ ક્રમાંક સાથે લખી દેતા હતા. પાઠ ભૂસવા માટે પીંછી, તુલિકા, હરતાલ, સફેદો, ગેરૂ વગેરેનો ઉપયોગ થતો હતો. વાંચન ઉપયોગી સંકેતો : હસ્તપ્રતોના લખાણમાં શબ્દોની વચ્ચે-વચ્ચે અત્યારની જેમ ખાલી જગ્યા મુકાતી ન હતી પણ સળંગ લખાણ લખવામાં આવતું હતું. અમુક પ્રતો ઉપર વિદ્વાનો પાછળથી વાચકોની સરળતા ખાતર પદો ઉપર નાની-નાની ઊભી રેખા કરીને પદચ્છેદ દર્શાવતા હતા. અમુક પ્રતોમાં ક્રિયાપદો ઉપર અલગ નિશાની કરાયેલી મળે છે. વિશેષ્ય-વિશેષણ વગેરે સંબંધ દર્શાવવા માટે શબ્દો ઉપર પરસ્પર સમાન સૂક્ષ્મનિશાનીઓ કરતા હતા. શબ્દોનાં વચન-વિભક્તિ દર્શાવવા માટે ૧૧, ૧૨,૧૩, ૨૧, ૨૨, ૨૩. (૧૧ એટલે પ્રથમ એક વચન) વગેરે અંકો પણ લખાતા હતા, તો સંબોધન માટે “હે લખાયેલ મળે છે. જો ચતુર્થી થઈ હોય તો તે જણાવવા માટે 'હેતી’ આ રીતે લખવા પૂર્વક હેત્વર્થે ચતુર્થી જેવા સંકેતો પણ ક્યારેક આપવામાં આવતા. સંધિવિચ્છેદ દર્શાવવા માટે સંધિદર્શક સ્વર પણ શબ્દો ઉપર સંધિસ્થાનમાં સૂક્ષ્માક્ષરે લખાતા હતા. શ્લોકો પર અન્વયદર્શક અંક પણ ક્રમાનુસાર લખવામાં આવતા હતા. દાર્શનિક ગ્રંથોમાં પક્ષ-પ્રતિપક્ષના અનેક સ્તરો સુધી નિરંતર ચર્ચાઓ આવે છે. આવી ચર્ચાઓનો આરંભ અને અંત દર્શાવવા માટે બન્ને જગ્યાએ દરેક ચર્ચા માટે અલગ-અલગ પ્રકારના સંકેતો મળે છે. પ્રતવાંચનની સરળતા માટે કરાયેલી આ નિશાનીઓ ઘણા જ ઝીણા અક્ષરોથી લખાયેલી હોય છે. અક્ષર : સામાન્યપણે વાંચવામાં સુગમતા રહે તે રીતે મધ્યમ કદના અક્ષરોમાં પ્રતો લખાતી હતી, પણ પ્રતના અવચૂરિ, ટીકા વગેરે ભાગો તથા ક્યારેક આખેઆખી પ્રતો પણ ઝીણા-સૂક્ષ્મ અક્ષરોથી લખાયેલ મળે છે કે જેનું વાંચન પણ આજે સુગમ નથી. આશ્ચર્ય પમાડે તેવી વાત છે કે જેને વાંચવામાં પણ આંખોને કષ્ટ પડે છે તેવી પ્રતો વિદ્વાનોએ લખી કેવી રીતે હશે? તો પણ હકીકત એ છે કે આવી પ્રતો લખાઈ છે અને હજારોની સંખ્યામાં લખાઈ છે, વિહાર દરમ્યાન સગવડતાથી વધુ પ્રમાણમાં પ્રતો સાથે રાખી શકાય તેવી એક માત્ર પરોપકારની ભાવનાથી જ. વૃદ્ધાવસ્થામાં વાંચનમાં અનુકૂળતા રહે એ માટે બારસાસૂત્ર જેવી પ્રતો મોટા-ચૂલાક્ષરોમાં લખાયેલી જોવા મળે છે. Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧૫૯ ચિત્રમય લેખન : કેટલાક લેખકો લખાણની વચ્ચે સાવધાનીપૂર્વક એવી જગા છોડી દેતા હોય છે કે જેનાથી અનેક પ્રકારના ચોરસ, ત્રિકોણ, ષટ્કોણ, છત્ર, સ્વસ્તિક, અગ્નિશિખા, વજ, ડમરું, ગોમૂત્રિકા, ૐ હ્રીં વગેરે આકૃતિ ચિત્રો તથા લેખક દ્વારા ઇચ્છિત ગ્રંથનામ, ગુરુનામ અથવા જે-તે વ્યક્તિનું નામ કે શ્લોક-ગાથા વગેરે દેખી કે વાંચી શકાય છે. એટલે જ આવા પ્રકારનાં ચિત્રોને મુનિ શ્રી પુણ્યવિજયજીએ ‘રિક્તલિપિચિત્ર’ના નામથી ઓળખવા જણાવેલ છે. આવી જ રીતે લખાણની વચ્ચે ખાલી જગા ન છોડતાં કાળી સહીથી લખાયેલ લખાણની વચ્ચે કેટલાક અક્ષરો ચીવટ અને ખૂબીપૂર્વક લાલ સહીથી એવી રીતે લખતા કે જેનાથી લેખનમાં અનેક ચિત્રાકૃતિઓ નામ અથવા શ્લોક વગેરે દેખી-વાંચી શકાય છે. આવા પ્રકારનાં ચિત્રોને ‘લિપિચિત્ર’ તરીકે ઓળખવામાં આવે છે. આ ઉપરાંત ચિત્રમયલેખનનો એક પ્રકાર ‘અંકસ્થાનચિત્ર' પણ છે. જેમાં, પત્ર ક્રમાંકની સાથે વિવિધ પ્રાણીઓ, વૃક્ષ, મંદિ૨ વગેરેની આકૃતિઓ બનાવી તેની વચ્ચે પત્રક્રમાંક લખવામાં આવે છે. જ્ઞાન પુષ્પાંજલિ અમુક પ્રતોમાં મધ્ય અને પાર્શ્વફુલ્લિકાઓનું ખૂબ જ કલાત્મક રીતે ચિત્રણ કરાયેલું જોવા મળે છે. કેટલીક વખત આવી પ્રતો સોના-ચાંદીના વરખ અને અભ્રકથી સુશોભિત જોવા મળે છે. આવી પ્રતો ખાસ કરીને વિક્રમ સંવત ૧૫મીથી ૧૭મી સદી દરમ્યાનની જોવા મળે છે. અમુક પ્રતોનાં પ્રથમ તથા અંતિમ પૃષ્ઠો ઉપર પણ ખૂબ જ સુંદર રંગીન રેખાચિત્રો દોરાયેલાં જોવા મળે છે, જેને ‘ચિત્રપૃષ્ઠિકા'ના નામથી ઓળખવામાં આવે છે. ઘણી પ્રતોમાં પાર્શ્વરેખાઓ પણ ખૂબ જ કલાત્મક રીતે બનાવવામાં આવતી હતી. સચિત્ર પ્રત : ચિત્રિત પ્રતોની પણ પોતાની અલગ જ વિસ્તૃતકથા છે. પ્રતોમાં મંગલસ્થાનીય એકાદ-બેથી માંડીને મોટા પ્રમાણમાં સુવર્ણ સહી તથા અન્ય વિવિધ રંગોથી બનાવેલ સામાન્યથી માંડી ખૂબ જ સુંદર અને સુરેખ ચિત્રો દોરાયેલા મળે છે. આલેખનની ચારે બાજુની ખાલી જગામાં વિવિધ પ્રકારની સુંદ૨ વેલ-લતા-મંજરી તથા અન્ય કલાત્મક ચિત્રો પણ દોરાયેલ જોવા મળે છે. જૈન ચિત્રશૈલી, કોટા, મેવાડી, જયપુરી, બૂંદી વગેરે અનેક ચિત્રશૈલીઓમાં ચિત્રિત પ્રતો મળે છે. ચિત્રશૈલી અને એમાં વપરાયેલ રંગો વગેરેના આધારે પણ પ્રતની પ્રાચીનતા નક્કી થઈ શકે છે. લેખન કાર્ય : સાધુઓ અને શ્રાવકો ભક્તિભાવથી વ્યાપક પ્રમાણમાં ઉત્તમ પ્રકારના ગ્રંથલેખનનું કાર્ય કરતા હતા. ઘણા શ્રાવકો લહિયાઓ પાસે પણ ગ્રંથો લખાવતા હતા. કાયસ્થ, બ્રાહ્મણ, નાગર, મહાત્મા, ભોજક વગેરે જાતિના લોકોએ લહિયા તરીકે પ્રતો લખવાનું કાર્ય કર્યું છે. પ્રત લખનારને લહિયા કહેવાય છે. તેમને પ્રતમાં લખેલા અક્ષરો અંદાજે ગણીને મહેનતાણું ચૂકવવામાં આવતું હતું. Page #170 -------------------------------------------------------------------------- ________________ *--*( જ્ઞાન પુષ્પાંજલિ ) લેખન સામગ્રી : પત્ર, કંબિકા, દોરો, ગાંઠ(ગ્રંથિ), લિપ્યાસન(તાડપત્ર, કાગળ, કાપડ, ભોજપત્ર, અગરપત્ર વગેરે લિપિના આસન), છંદણ, સાંકળ, સહી(મશી, મેસ, કાજળ), કલમ, ઓલિયા(કાગળ પર ઓળી-લીટી ઉપસાવવા માટે સરખા અંતરે ખાસ ઢબથી બાંધેલા દોરાવાળું ફાંટિયું), ઘંટો, જૂજવળ, પ્રાકાર વગેરે લેખન સામગ્રીનો ઉપયોગ થતો હતો. ગ્રંથ સંરક્ષણ : જૈન પ્રતલેખન અને સજાવટ પર એટલું ધ્યાન આપવામાં આવતું હતું કે એક વાર જોવા માત્રથી એવી સુઘડતા, સુંદરતાના આધારે જ ખબર પડી જાય કે આ જૈનમત છે કે અન્ય. પૂર્વાચાર્યોએ જેટલું ધ્યાન લેખન પર આપ્યું તેટલું જ ધ્યાન સંરક્ષણ પર પણ આપ્યું. ગ્રંથોને રેશમી અથવા લાલ મોટા કપડામાં લપેટીને ખૂબ મજબૂતીથી બાંધીને લાકડા અથવા કાગળની બનેલ પેટીઓમાં સુરક્ષિત રાખવામાં આવતા હતા. જ્ઞાનને જ સમર્પિત જ્ઞાનપંચમી જેવા તહેવારો પર તે ગ્રંથોનું પ્રતિલેખન-પડિલેહન-પ્રમાર્જન કરવામાં આવતું હતું. ઢીલું બંધન એ અપરાધ તરીકે સમજવામાં આવતું હતું. પ્રતોના અંતમાં પ્રતિલેખન સંલગ્ન મળતા વિવિધ શ્લોકમાંથી એક અતિ પ્રચલિત શ્લોકમાં ખાસ ચેતવણી આપવામાં આવેલ છે કે “રક્ષેત્ શિથિન્નવંધનત". આ જ રીતે પાણી, ખનિજ, અગ્નિ, ઉંદર, ચોર, મૂર્ખ તથા પર-હસ્તથી પ્રતની રક્ષા કરવાની ચેતવણીઓ પણ મળે છે. કયારેક પોતાના હાથે ખૂબ જ મહેનતથી લખાયેલ પ્રત પ્રત્યેની લાગણીઓ પ્રતિલેખક આ શ્લોકો-પદ્યો દ્વારા પ્રગટ થતી જોવા મળે છે. પ્રત વાંચતી વખતે એને પૂંઠામાં સાચવીને રાખવામાં આવતી તેમ જ વાંસની ઝીણી પટ્ટીઓથી બનાવેલ સાદડી જેવી કવળીમાં ગ્રંથને સુરક્ષિત લપેટીને રાખવામાં આવતો. કહેવાય છે કે મુદ્રણયુગ આવવાથી ગ્રંથોના અભ્યાસુઓ માટે ખૂબ સવલતો ઊભી થઈ છે. જેમાં ગ્રંથ ઉપલબ્ધતા, શ્રેષ્ઠ સંપાદન વગેરે પાસાંઓ એક મહત્ત્વપૂર્ણ તથ્ય છે પરંતુ વાચકો માટે અત્યંત ઉપયોગી એવી વિભક્તિ-વચન સંકેત જેવી ઉપરોક્ત સવલતો સાથે એક પણ પ્રકાશન થયેલ જોવા મળતું નથી. મુદ્રણકળાએ ગ્રંથોની સુલભતા અવશ્ય કરેલ છે પરંતુ ક્યાંક એ ભુલાઈ જાય છે કે સુલભતાનો મતલબ સરળતા એટલે કે–મહાપુરુષોના ગ્રંથગત કથનના એકાંત કલ્યાણકારી યથાર્થ હાર્દ સુધી પહોંચવું નથી થતો; સરળતા તો એકાગ્રતા, પુરુષાર્થ અને સમર્પણથી પ્રાપ્ત ગુરુકૃપાનું જ પરિણામ હોઈ શકે છે... (આંશિક-આધાર-મુનિ પુણ્યવિજયજી લિખિત ભારતીય જૈનશ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા.) Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૧) - * - * * * * * * - - - - - - - - - શાનપુષ્પાંજલિ ) કલિકાલમાં બેનમૂન એવું શ્રુતસંરક્ષક, સમુદ્ધારક અને સંવર્ધક આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિ \ જ્ઞાનમંદિર-કોબાતીર્થ / પ. પૂ. મુનિરાજશ્રી અજયસાગરજી મ. સાહેબ 8 આધુનિક યુગમાં મોક્ષમાર્ગના બે મુખ્ય આધારસ્તંભ છે : (૧) જગતને આધ્યાત્મિક પ્રકાશપુંજ આપનાર જિનબિંબની ભક્તિભાવ સહિત પૂજા અને (૨) જિનાગમની જ્ઞાનલક્ષી ઉપાસના. આ બન્નેનો સમન્વય અર્થાત્ શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા તીર્થ. જિન શાસનની પ્રમુખ સંસ્થાઓમાં આ કેન્દ્ર ખૂબ જ અલ્પ સમયમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. અત્રે ધર્મ અને આરાધનાની એક-બે નહીં પણ વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓનો મહાસંગમ થયો છે. આ કેન્દ્ર દ્વારા સંપન્ન કાર્યોથી લાભાર્થીઓની સંખ્યા રોજે-રોજ વધતી રહી છે. દેરાસર એક તીર્થરૂપે પ્રસ્થાપિત બન્યું તથા વિશાળ જ્ઞાનસાગરરૂપ અધ્યયન કેન્દ્ર આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર આજે સૌથી વિશાળ અને સૌથી સક્રિય જૈન જ્ઞાનભંડાર છે. - શ્રી જિનશાસનના એકાંત કલ્યાણકારી પણ ઉપેક્ષિત પ્રાચીન જ્ઞાનવારસાને સુરક્ષિત કરી જિનશાસનને સમર્પિત પણ એ જ્ઞાનવારસા સુધી પહોંચવામાં લાચારી અનુભવતી વર્તમાન અને ભાવી પ્રતિભાઓ સુધી આ જ્ઞાનવારસાને પહોંચાડવાના ધ્યેયને વરેલ આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરની પ્રવૃત્તિઓ તથા અહીં ઉપલબ્ધ માહિતી અને સુવિધાઓની એક ઝલક આપવાનો અત્રે પ્રયાસ કરવામાં આવ્યો છે. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરના ઉદ્દેશો: ૧. ધાર્મિક-સાંસ્કૃતિક વારસાનું સંરક્ષણ : આપણા પ્રાચીન વારસારૂપ હસ્તપ્રત, કલા સ્થાપત્યોનું એકત્રીકરણ, સંરક્ષણ અને ઉપયોગ તથા સંશોધનથી પ્રાપ્ત જ્ઞાનનો બહુ ઉદ્દેશીય હકારાત્મક પ્રસાર કરવો. ૨. બૃહદ્ જૈન સાહિત્ય અને સાહિત્યકાર કોશ પરિયોજના : આ પરિયોજનાનું મુખ્ય કાર્ય છે(અ) તમામ ઉપલબ્ધ જૈનસાહિત્યની વિસ્તૃત સૂચિ તૈયાર કરવી જેમાં : તમામ હસ્તલિખિત જૈનસાહિત્યની વિસ્તૃત સૂચિ તૈયાર કરવી. તમામ મુદ્રિત જૈન સાહિત્યનો વિસ્તૃત સૂચિપત્ર તૈયાર કરવો. (આ) પ્રાચીન-અર્વાચીન જૈન વિદ્વાનો(શ્રમણ અને ગૃહસ્થ બન્ને)ની પરંપરા અને એમના વ્યક્તિત્વ અને કૃતિત્વથી જોડાયેલ જાણકારી સંગૃહીત કરવી. Page #172 -------------------------------------------------------------------------- ________________ (૧૬૨ ) આ જ મ ગ » અ " કે " . " મ મ મ મ મ vie're « જ્ઞાન પપ્પાજલિ પ્રકાશન અપ્રકાશિત જૈનસાહિત્યનું સૂચિપત્ર તૈયાર કરવું. અપ્રકાશિત અથવા અશુદ્ધ પ્રકાશિત જૈન સાહિત્યને સંશુદ્ધ કરીને પ્રકાશિત કરવું, (ખ) કરાવવું. (ગ) વર્તમાન દેશકાળને અનુરૂપ શ્રુત સંવર્ધક અને બોધદાયક સાહિત્ય પ્રકાશિત કરવું, કરાવવું. ૪. અધ્યયન અને અધ્યાપનની સુવિધા પૂરી પાડવી ભારતભરમાં વિહાર કરતા તથા ચાતુર્માસ દરમ્યાન સ્થિરતા કરતા પૂજ્ય સાધુસાધ્વીજી ભગવંતોને એમના અધ્યયન-અધ્યાપન અર્થે સામગ્રી પૂરી પાડવી. સ્વ-પર કલ્યાણ કરનાર ગીતાર્થનિશ્રિત સુયોગ્ય મુમુક્ષુઓને અધ્યયન અને સંશોધન માટે સંગૃહીત માહિતી, સંદર્ભો અને પુસ્તકો પૂરાં પાડવાં. ૩. દુર્લભ હસ્તલિખિત અને મુદ્રિત ગ્રંથોની ફોટોસ્ટેટ નકલો વંદનીય સાધુ-ભગવંતો તથા સુયોગ્ય અધ્યયનકર્તાઓને પૂરી પાડવી. વિદ્વાનોને અપ્રકાશિત શ્રુત-સાહિત્ય પ્રકાશન કરવા માટે પ્રેરિત કરવા સહયોગ તથા માર્ગદર્શન આપવું. લોકોને એમના ગૌરવવંતા ભૂતકાળ અને પૂર્વજોની મહાન ઉપલબ્ધિઓનું દર્શન કરાવવું જેનાથી એમના પ્રત્યે અહોભાવ ઉત્પન્ન થાય તથા તેઓ જૈનધર્મદર્શન તથા સંસ્કૃતિમાં પોતાની જિજ્ઞાસાની અભિવૃદ્ધિ કરતા થાય. પશ્ચિમી સંસ્કૃતિ તરફ આકર્ષાયેલાં બાળ-યુવા જન-માનસને બહારની સંસ્કૃતિના આક્રમણ સામે જાગ્રત કરી ચારિત્ર-વિકાસલક્ષી પ્રવચન, કાર્યક્રમ, શિબિર, ગોષ્ઠી, વાર્તા અને સત્રો વગેરેનું સાર્થક આયોજન કરવું. આપણા દેશમાં પ્રથમ અને અનુપમ એવું આ જ્ઞાનમંદિર આજે અનેક સેવાલક્ષી યોજનાઓ સાથે પોતાના નિમ્નલિખિત ભાગ-વિભાગોના સથવારે પ્રગતિના પંથે પ્રવૃત્તિઓ કરી રહ્યું છે. દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણ હસ્તપ્રત ભાંડાગાર - શ્રતોદ્ધારક દેવર્ધ્વિગણિ ક્ષમાશ્રમણની અમર સ્મૃતિમાં જૈન અને આર્ય સંસ્કૃતિના અમૂલ્ય ખજાનારૂપ આ હસ્તપ્રત સંભાગનું નામકરણ કરવામાં આવ્યું છે. અહીં આગમ, ન્યાય, દર્શન, યોગ, સાહિત્ય, વ્યાકરણ, જ્યોતિષ, આયુર્વેદ, ઇતિહાસ વગેરે વિષયો સંબંધિત લગભગ Page #173 -------------------------------------------------------------------------- ________________ --* ( જ્ઞાન પુષ્પાંજલિ ) ૨,00,000 પ્રાચીન હસ્તલિખિત ગ્રંથોનો વિશાળ જ્ઞાનભંડાર સંગૃહીત છે જેમાં લગભગ ૨૫૦૦ પ્રાચીન તાડપત્રીય ગ્રંથ વિશિષ્ટ રૂપે સંગૃહીત છે. આ સંગ્રહમાંના ઘણા બધા ગ્રંથો તો એવા છે જે અન્યત્ર દુર્લભ હોઈ અણમોલ બન્યા છે. આમાંથી કેટલાક ગ્રંથોની વિશિષ્ટતાઓ આ પ્રકારે છે–કર્તાના હસ્તાક્ષરથી લખેલ પ્રત, પ્રસિદ્ધ વિદ્વાન દ્વારા લિખિત પ્રત, સુંદર ચિત્રોથી ચિત્રિત પ્રતો, કલાત્મક અને સુંદર અક્ષરોથી લખાયેલ પ્રત, વિશિષ્ટ વિદ્વાનો વડે સંશોધિત પ્રત સોનેરી અને રૂપેરી સ્યાહી વડે લખેલ પ્રત વગેરે. આ ગ્રંથોની સુરક્ષા માટે વિશેષ રૂપથી હાથ બનાવટના કાગળનું આવરણ લગાવાયું છે અને ખાસ પ્રકારે બનાવેલ કાઠ-મંજૂષાઓમાં (ઉત્તમ કોટીનાં સાગવાનના લાકડાનાં કબાટોમાં) સુરક્ષિત રાખવાનું કાર્ય પ્રગતિ પર છે. સાથોસાથ પારંપરિક ઢબે અને અદ્યતન સંસાધનોથી આ વારસાની જાળવણી કરાય છે જેનાથી ભવિષ્યમાં કોઈ ક્ષતિનો સામનો ન કરવો પડે. અત્રે સંગૃહીત હસ્તપ્રતોની સૂચિના કમ્યુટરીકરણનું કાર્ય પ્રગતિ પર છે. હસ્તપ્રત ભાંડાગારમાં સંગૃહીત અમૂલ્ય અને દુર્લભ હસ્તપ્રતોને માઈક્રોફિલ્મ સ્કેનિંગ વડે સુરક્ષિત કરવાની યોજના પણ છે. પ્રાચ્ય વિદ્યાના વિવિધ વિષયોમાં સંશોધન માટે તજજ્ઞોને એની ફોટોસ્ટેટ કોપી ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા છે જેનો સંશોધક મુનિ ભગવંતો અને અગ્રગણ્ય વિદ્વાનો લાભ લઈ રહ્યા છે. આ હસ્તપ્રત ભાંડાગાર ભારતના જૈન જ્ઞાનભંડારોમાં જ નહીં પરંતુ અન્ય ગ્રંથાલયોમાં પણ અજોડ અને અગ્રગણ્ય સ્થાન ધરાવે છે. આર્ય સુધર્માસ્વામી શ્રુતાગાર ભગવાન મહાવીરની વાણીનો આગમવારસો જેમના પસાયથી શ્રીસંઘને મળ્યો છે તે આર્ય સુધર્માસ્વામીને સમર્પિત આ વિભાગ મુદ્રિત પુસ્તકોનું વ્યવસ્થાપન કરે છે. આ વિભાગમાં જૈન અને ભારતીય સંસ્કૃતિ સંબંધિત લગભગ ૧,૧૧,૦૦૦થી પણ વધુ મુદ્રિત પુસ્તકો અને પ્રતો સુરક્ષિતપણે સંગૃહીત છે. આ સંગ્રહને એટલો સમૃદ્ધ કરવાની યોજના છે કે જૈનધર્મથી સંબંધિત કોઈ પણ જિજ્ઞાસુ અહીં આવીને પોતાની જિજ્ઞાસા પરિતૃપ્ત કરીને જ જાય. આ પુસ્તકોની વિશદ માહિતી કયૂટર પર ઉપલબ્ધ છે જે અન્યત્ર ક્યાંય પણ આ પ્રકારના ગ્રંથાલયમાં નથી. આર્યરક્ષિતસૂરિ શોધસાગર આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરના આ પ્રકલ્પનું એક મુખ્ય ધ્યેય જૈન પરંપરાને અનુરૂપ જૈનસાહિત્યના સંદર્ભે ગીતાર્થનિશ્રિત શોધખોળ | અધ્યયન-સંશોધન અર્થે યથાસંભવ સામગ્રી અને સુવિધાઓ બક્ષીને એને પ્રોત્સાહિત કરવાનું અને સરળ / સફળ બનાવવાનું છે. આ અનુભાગમાં જિજ્ઞાસુઓને સર્વ પ્રકારની માહિતી ઝડપભેર ઉપલબ્ધ કરાવાય છે. Page #174 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન પુષ્પાંજલિ ) સૂચિકરણ અભ્યાસુઓને જ્ઞાનમંદિરમાં ઉપલબ્ધ સર્વ પ્રકારની અધ્યયન સામગ્રી જેમ કેકૃતિ, પ્રકાશન, પુસ્તક, હસ્તપ્રત, સંગ્રહાલયમાં રહેલી પુરાવસ્તુ વગેરે જેવા વિષયમાં તાત્કાલિક ઝીણવટભરી માહિતી મળે તે હેતુસર વિશિષ્ટ પ્રકારનો કમ્યુટર પ્રોગ્રામ અહીં વિકસિત કરાયો છે જેનાથી તમામ સંગૃહીત હસ્તપ્રતો અને પુસ્તકોની વિસ્તૃત માહિતી કમ્યુટરમાં સંગૃહીત કરાય છે. આ માહિતી તર્કસંગત રીતે આઠ વિભાગોમાં વહેંચવામાં આવી છે. ૧. કૃતિ અથવા રચના સંબંધી માહિતી કૃતિ એટલે કે કર્તા જે નવી રચના કરે છે. જેમ કે કલ્પસૂત્રની રચના પૂ. ભદ્રબાહુસ્વામીજીએ પ્રાકૃત ભાષામાં કરી હતી. એને સમજાવવા માટે બીજી ઘણી કૃતિઓ-અનુવાદ વગેરે પણ જુદા-જુદા કર્તાઓએ જુદી-જુદી ભાષાઓમાં કરી અને તેઓનું પ્રકાશન પણ અલગઅલગ જગ્યાએથી અનેક પ્રકાશકોએ જુદી-જુદી રીતે કર્યું. જ્યારે જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ (૪ ભાગ) જેવા એક પ્રકાશનમાં એક જ કૃતિ અનેક ભાગોમાં વહેંચાયેલી હોઈ શકે છે, તો સુધારસ સ્તવન સંગ્રહ જેવા પ્રકાશનમાં જુદા-જુદા કર્તાઓએ બનાવેલ ભગવાનનાં સ્તવનો જેવી ૫૦ કે વધુ સ્વતંત્ર કૃતિઓ પણ હોઈ શકે છે. કૃતિ અને પ્રકાશનનો આ ભેદ વર્તમાનની કોઈ પણ સૂચિકરણ પદ્ધતિમાં ભેદ પાડીને સ્પષ્ટપણે બતાવેલ નથી. એમાં કૃતિ અને પ્રકાશન અગર પ્રત મહદ્ અંશે એક જ ગણવામાં આવે છે. કૃતિ પરિવારની વિભાવના સર્વપ્રથમ વખત અહીં જ સ્પષ્ટપણે વિકસિત થયેલ છે જેમાં જે તે કૃતિ ઉપર લખાયેલ બધી જ કૃતિઓ જે તે કૃતિના પુત્રરૂપમાં કમ્યુટર પર ભરવામાં આવે છે. આમ પુત્ર-પૌત્ર-પ્રપૌત્ર આદિરૂપે ભરાયેલ માહિતીના આધારે દરેક મૂલ કૃતિ માટે આખું વંશવૃક્ષ ઊભું થઈ જાય છે. કલ્પસૂત્ર જેવી કૃતિના પરિવારમાં તો ૨૫૦થી વધુ સભ્યો નોંધાયા છે. એટલે કે કલ્પસૂત્ર ઉપર નિર્યુક્તિ, ટીકા, અવચૂરિ, ટબાર્થ, બાલાવબોધ આદિ મળીને ૨૫૦થી વધુ થવા જાય છે. એનાથી કૃતિની ઓળખાણ ખૂબ જ સ્પષ્ટ અને સુગમ બની જાય છે. કૃતિનાં વિવિધ રીતે મળનારા એક કે વધુ નામ, એક કે વધુ આદિ અને અંતિમવાક્ય, કૃતિનું સ્વરૂપ (જેમ કે મૂળ, ટીકા, ભાષ્ય, વૃત્તિ, છાયાનુવાદ, અનુવાદ, અધ્યયન, સારાંશ વગેરે). કતિના એક કે વધુ કર્તા આદિની વિગત, રચના પ્રશસ્તિમાંથી મળતી કર્તાની પરંપરા (જેમાં ગુરુ, શિષ્ય વગેરેનાં નામ અને સમય વગેરે), કૃતિની એક કે વધુ ભાષાઓ, ગ્રંથાઝ, પરિમાણકુલ ગાથા શ્લોકાદિ, અધ્યાયાદિ, કૃતિનો ગદ્ય-પદ્ય વગેરે પ્રકાર, રચનાવર્ષ, રચનાસ્થળ જેવી માહિતી પ્રવિષ્ટ કરાય છે. Page #175 -------------------------------------------------------------------------- ________________ (૧૬૫ ) = અસર »r work * - - - we rk:e « તે ખબ જ્ઞાનપુષ્પાજલિ કૃતિ અને કૃતિ-પરિવારની સભ્યોની કૃતિઓની માહિતીનો સંબંધ પ્રકાશન, હસ્તપ્રત અને વિદ્વાનની સાથે યથોપલબ્ધ જોડવામાં આવે છે. નિકટ ભવિષ્યમાં સામયિકો-મેંગેઝિનોમાં છપાયેલી ઉલ્લેખનીય કૃતિઓનો પણ આમાં સમાવેશ કરવામાં આવશે. કૃતિઓના વિષયાંકન (subject coding)ની પણ એક આગવી પદ્ધતિ અરો વિકસાવવામાં આવી છે, જે દરેક વર્ગના વાચક માટે ખૂબ જ ઉપયોગી અને અસરકારક નીવડશે. એની સહાયથી કૃતિમાંના બહુ જ સ્પષ્ટતા રહે તે રીતે તારવેલા ઉપયોગી વિષયોની ઠીક-ઠીક ઝીણવટભરી વિગત અધ્યાય, પેટા અધ્યાય સુધીની પણ મળી શકે છે, જેથી વાચકને એના ઇચ્છિત વિષય માટે આખા દળદાર પુસ્તકને ન ફેંદવું પડે. ૨. પ્રકાશન સંબંધી માહિતી : પ્રકાશનનાં એક કે વધુ પ્રચલિત નામ, ખંડ અને ભાગ વગેરે, આવૃત્તિ, એક કે વધારે પ્રકાશકનાં નામ, પ્રકાશન સ્થળ, પ્રકાશન વર્ષ, પૃષ્ઠ, પ્રકાશન સંબંધી વિશેષ માહિતી, એક કે વધુ સંપાદક-સંશોધક-સંગ્રાહક-સંયોજક-સંકલનકાર, એક કે વધુ ગ્રંથમાળા સંબંધી માહિતી વગેરે બાબતોની માહિતી કમ્યુટર પર સમાવી લેવાય છે. પ્રકાશનમાં રહેલ દરેક કૃતિની માહિતી પણ વ્યવસ્થિતપણે નોંધવામાં આવે છે. જેમ કે સજ્જન સન્મિત્ર જેવા મહાકાય પ્રકાશનની તો ૧૦00થી વધુ કૃતિઓ નોંધવામાં આવેલ છે. લાઇબ્રેરી પ્રોગ્રામમાં એક વધુ અતિ ઉપયોગી સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જેના અન્વયે પ્રત્યેક પ્રકાશન માટે લાક્ષણિકતા-સૂચક શબ્દોના સંયોજન માટે ભિન્ન-ભિન્ન પ્રતિનિધિ સમૂહ બનાવ્યા છે. આ અન્વયે અક્ષર, અનુષ્ઠાન, પરિશિષ્ટ, પ્રકાશન, વાચક, મુદ્રણ પ્રકાર, સંગ્રહ વગેરે મૂળ સમૂહ અંતર્ગત સવાસોથી પણ વધુ લાક્ષણિકતા-સૂચક શબ્દોનો સમાવેશ થાય છે. કોઈ પણ પ્રકાશનને એની લાક્ષણિકતા, સ્વરૂપ, ક્લેવર, ઉપયોગિતા તથા સંબંધિત વાચકો માટે આ શબ્દોના કોડ લગાવાઈ રહ્યા છે. એનાથી વાચકોને સંદર્ભ સેવામાં પહેલાં કરતાં વધુ ઝડપ આવી છે તથા આવાં પ્રકાશન જેને સંભવતઃ એમનાં નામથી શોધવાં લગભગ અશક્ય લાગતાં હતાં તે આજે સામાન્ય લાક્ષણિકતાના આધારે સરળતાથી શોધી શકાય છે. અનોખી અને અદ્ભુત આ માહિતી પદ્ધતિ વિદ્વાન વાચકો અને સંશોધકો માટે તો ખરી જ પણ કોઈ બાળકો માટે પણ તે એટલી જ ઉપયોગી સિદ્ધ થઈ ચૂકી છે. આ માહિતી પદ્ધતિમાં નિરંતર વિકાસ માટે સંસ્થા પ્રયત્નશીલ છે, જાગરૂક છે. ૩. પ્રત / પુસ્તક સંબંધી માહિતી મુદ્રિત પ્રત / પુસ્તકના અનુક્રમાંક, મૂલ્ય, દેય | અદેય, પુસ્તકની સ્થિતિ, પ્રાપ્તિસ્રોત તથા પુસ્તક સંબંધિત વિશેષ માહિતીનો સમાવેશ કરાય છે. Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ૪. હસ્તપ્રતસંબંધી માહિતી હસ્તપ્રતો માટે ભંડાર સંકેત, પ્રતક્રમાંક, પ્રતનું સ્વરૂપ (જેમ કે—કાગળ, તાડપત્ર, ભોજપત્ર વગેરે), પેટા-કૃતિઓની સંખ્યા, પ્રતિલેખક તથા સંબદ્ધ અન્ય વિદ્વાનોનાં નામ, પ્રતિલેખન સ્થળનું નામ, પ્રતિલેખન વર્ષ વગેરેની માહિતી ભરવામાં આવે છે. આ સિવાય પ્રતિની સ્થિતિ, લેખન-પદ્ધતિ અને લિપિ, શુદ્ધતા, દશા આદિ વિશિષ્ટતાઓ સંબંધી સૂક્ષ્મ સાંકેતિક કોર્ડિંગ કરી વિવિધ માહિતીઓ સમાવાય છે. જ્ઞાનપુષ્પાંજલિ હસ્તપ્રતમાં રહેલ દરેક કૃતિની પણ વ્યવસ્થિત માહિતી ભરવામાં આવે છે. ખાસ ઉલ્લેખનીય છે અહીંના જ્ઞાનભંડાર સિવાય જેસલમેર, પાટણ, ખંભાત, ભાંડારકર, લીમડી આદિ જ્ઞાનભંડારોની તાડપત્રીય આદિ વિશિષ્ટ પ્રતોની માહિતી પણ વિસ્તૃત રીતે અહીં ખાતે કમ્પ્યૂટરમાં ભરવામાં આવી છે. ૫. વિદ્વાનસંબંધી માહિતી વિદ્વાનોની માહિતી ચાર રીતે રાખવામાં આવે છે. કર્તા : પ્રથમ શ્રેણીમાં કોઈ કૃતિની રચના પ્રશસ્તિમાંથી પ્રાપ્ત થનારી કર્તા, ભાષ્યકાર, ટીકાકાર, વાર્તિક, અનુવાદક અને અન્ય સંબદ્ધ વિદ્વાન વગેરે આવે છે. સંપાદક : બીજી શ્રેણીમાં પ્રકાશન સાથે સંબંધિત સંપાદક, સંયોજક, સંકલનકાર, સંશોધક આદિની માહિતી આવે છે. પ્રતિલેખક વગેરે : ત્રીજી શ્રેણીમાં હસ્તપ્રતની પ્રતિલેખન પુષ્પિકામાં ઉલ્લિખિત (જેમનો ઉલ્લેખ આવે છે તેવા) પ્રતિલેખક, પઠનાર્થ, ઉપદેશક, લખાવવાવાળા વગેરે વિદ્વાનોને સમાવી લેવાયા છે. પ્રતિમાલેખ માહિતી : સંગ્રહાલયની પ્રતિમાઓ ઉપરના લેખોમાં આવતા વિદ્વાનો આદિનાં નામો અહીં સમાવી લેવાય છે. આ ચાર રીતે ઉપલબ્ધ થતી માહિતીને પરસ્પર સાંકળી ગુરુ-શિષ્યની તો ઐતિહાસિક રીતે મહત્ત્વપૂર્ણ આખી વંશાવલી જ બનાવી દેવામાં આવે છે. વિદ્વાન સંબંધી વૈવિધ્યપૂર્ણ માહિતી જેવી કે વિદ્વાનનું સ્વરૂપ, અપર પ્રચલિત નામ (Alias) ગુરુનામ, ગુરુપરંપરા, શિષ્યનામ, ગચ્છ-ગોત્ર, સમય તથા વિશેષ માહિતી જો હોય તો સમાવી લેવાયા છે. ૬. સામયિક—મૅગેઝિન સંબંધી માહિતી આની અંતર્ગત સામયિકનાં એકાધિક નામો, પ્રકાશકો, સંપાદકો, એની ભાષા, એનું વિષય-ક્ષેત્ર, એના વર્ષ વાર અંકો, વિશેષાંકો, દરેકની ઉપલબ્ધ નકલ આદિ માહિતી ચીવટપૂર્વક Page #177 -------------------------------------------------------------------------- ________________ જલિ ભરવામાં આવે છે. ભવિષ્યમાં આ અંકોમાં આવતા મહત્ત્વના લેખોની માહિતી સૂચિમાં લેવાનો કાર્યક્રમ છે. આનાથી ઘણીબધી સંશોધનપૂર્ણ ઐતિહાસિક માહિતી કાળની ગર્તામાં જતાં બચી જશે અને વિદ્વાનોને સહેલાઈથી ઉપલબ્ધ થઈ શકશે. ૭. પેટાકૃતિ કોઈ હસ્તપ્રત કે પ્રકાશનમાં એકથી વધારે સ્વતંત્ર કૃતિ કે કૃતિ પરિવાર (જેમ કે કલ્પસૂત્ર સહ ટીકા) જુદાં-જુદાં પાનાંઓ પર લખેલ કે છાપેલ હોય ત્યારે પ્રત્યેક કૃતિ કે કૃતિ પરિવાર માટે સ્વતંત્ર પેટાકૃતિ સંખ્યા આપવામાં આવે છે. પેટાકૃતિની અવધારણાથી નાનામાં નાની કૃતિની શોધ જ્ઞાનમંદિરમાં થઈ શકે છે. ૮. નામ આ સૂચના-પ્રણાલીમાં કોઈ પણ રચના હસ્તપ્રત, પેટાકૃતિ કે પ્રકાશનનાં મુખ્ય કે અન્ય નામો સાથે શોધ સંભવ છે. આ નામો પાંચ પ્રકારનાં હોઈ શકે છે– ૧. ક/સંપાદક પ્રદત્ત નામ આ કૃતિ | પ્રકાશનનું મુખ્ય નામ હોય છે જે કર્તા | સંપાદક દ્વારા અપાયેલ હોય છે. ૨. સ્પષ્ટ નામ–આ નામ જ્ઞાનમંદિરમાં કૃતિ, પ્રત, પ્રકાશન કે પટાંક નામ માટે સ્પષ્ટતાપૂર્વક બનાવવામાં આવે છે. આમાં સહ, વ, કા, કી, કે(ષષ્ઠી વિભક્તિ)યુક્ત નામો હિન્દી ભાષામાં ચીવટપૂર્વક બનાવી પ્રવિષ્ટ કરાયેલાં હોય છે. જેમ કે (૧) કલ્પસૂત્ર સહ (સં.) ટીકા વ મૂલ તથા ટીકા કા (ગુ.) અનુવાદ (૨) કલ્પસૂત્ર કી સુબોધિકા ટીકા કા બાલાવબોધ. ૩. સામાન્ય નિર્મિત નામ–પદો વગેરેમાં કૃતિનું નિશ્ચિત નામ ન મળતું હોય ત્યારે વિવેકાધીન, નિયમોને અનુલક્ષીને કૃતિનો પરિચય થાય એવી રીતે નામ આપવામાં આવે છે. ૪. કર્તા/સંપાદક પ્રદત્ત ઉપનામ(અપરનામ)–ઘણી વખત સંપાદક સ્વયં એક જ કૃતિ પ્રકાશનને એકથી વધારે નામ આપે છે. ૫. રૂઢ કે પ્રચલિત અન્ય નામ–ઘણી વખત વાચક, પ્રતિલેખક વગેરે દ્વારા કૃતિની ખાસ લાક્ષણિકતા, વિશેષતાના આધારે કોઈ કૃતિ માટે ખાસ નામ લોકમાં રૂઢ થયેલ હોય છે. ઉપર્યુક્ત પાંચેય પ્રકારનાં નામોથી અહીં ક્વેરી | પૃચ્છા થઈ શકે છે. અહીં વિકસિત કરેલા આ પ્રોગ્રામ અંતર્ગત કોઈ પણ પ્રકાશન | કૃતિ / પુસ્તક / હસ્તપ્રતના સંદર્ભમાં કોઈ પણ પ્રકારની નાનામાં નાની માહિતી મેળવવી હોય તો સરળતાથી પ્રાપ્ત કરી શકાય છે, જે શિક્ષણ જગતમાં એક મહત્ત્વપૂર્ણ ઉપલબ્ધિ મનાય છે. આ પ્રોગ્રામને આવશ્યકતા અને ઉપયોગિતા અનુસાર નિરંતર અદ્યતન બનાવવાની પ્રક્રિયા સુપેરે ચાલી રહી છે. Page #178 -------------------------------------------------------------------------- ________________ ( જ્ઞાનપુષ્પાંજલિ માહિતી પ્રાપ્તિ ઃ આ વિવિધ પ્રકારની માહિતીઓના ઉપયોગકર્તાઓમાં મહદ્ અંશે પૂજય સાધુ-સાધ્વીજી ભગવંતો, મુમુક્ષુ વર્ગ, શ્રાવક વર્ગ તથા સંશોધક વિદ્વાનો સામેલ છે. પુસ્તકોની ઉપલબ્ધિ તથા શોધ સહિત આપ-લેની બધી જ પ્રક્રિયાઓ ખૂબ જ સરળ અને સુવિધાજનક પદ્ધતિથી કયૂટર દ્વારા કરવામાં આવે છે. - આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરની સૂચિકરણ-વિષયાંકન પદ્ધતિના બળે જે જિજ્ઞાસાઓ–પ્રશ્નો માટેની વિગતો મળી શકે છે તેની એક આછેરી ઝલક જોઈએ. –મને આંખે બરાબર દેખાતું નથી એટલે મારે મોટા અક્ષરોમાં છપાયેલ ભક્તામર સ્તોત્ર જોઈએ છે. –મારે પ્રતિક્રમણ સૂત્રોનું દેવનાગરી-હિન્દીની સાથે સાથે રોમન(અંગ્રેજી) લિપિમાં ઉચ્ચારણ માટેનાં સ્પષ્ટ ચિહ્નો (diacritical marks) સાથેનું અને અંગ્રેજીમાં વિસ્તારથી અર્થવાળું પુસ્તક જોઈએ છે. કારણ કે મને હિન્દી કે ગુજરાતી બરાબર વાંચતા નથી આવડતું. –દેરાસરમાં કરાતી દર્શન-પૂજન વિધિની સરળ સમજૂતી આપતું પુસ્તક છે? વર્ષોથી સેવા-પૂજા કરું છું પણ હજી વિધિની અને એનાં રહસ્યોની વ્યવસ્થિત સમજણ નથી. –મારે જૈનધ્યાન અને યોગ વિષયમાં ઊંડા ઊતરવું છે, એની ઊંડાણથી માહિતીવાળાં પુસ્તકો ક્યાં-ક્યાં? મેં એક પુસ્તક કોઈની પાસે જોયું હતું, એના નામમાં ક્યાંક દીક્ષા શબ્દ આવતો હતો, ભાષા ગુજરાતી હતી અને અમદાવાદથી કોઈકે છાપ્યું હતું. એનું પૂરું નામ વગેરે શું હશે? – જૈન પારિભાષિક શબ્દોની વ્યવસ્થિત સમજણ આપતા સંદર્ભ ગ્રંથોનાં નામ શું છે? –કલ્પસૂત્રનું અંગ્રેજી અનુવાદ-વિવેચન કોણે કોણે કર્યું છે? –કયો ગ્રંથ વિવાહપષ્ણતિના નામે પણ ઓળખાય છે ? (ભગવતીસૂત્ર) –દેવચંદ લાલભાઈ પુસ્તકોદ્ધાર ફંડ તરફથી કયાં-કયાં આગમો છપાયાં છે? -પૂજય આચાર્યદેવશ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી દ્વારા રચાયેલ કુલ સાહિત્ય કેટલું? તે ક્યાંક્યાંથી છપાયેલ છે ? એમનું ગુજરાતી પદ્ય સાહિત્ય કેટલું? -પૂજય પુણ્યવિજયજીએ સંપાદિત કરેલ આગમ સિવાયના ગ્રંથો કેટલા? –જ્ઞાનસાર ઉપર કુલ કેટલું સાહિત્ય કઈ-કઈ ભાષાઓમાં રચાયું છે? Page #179 -------------------------------------------------------------------------- ________________ -f= શિક્ષિ( જ્ઞાન પુષ્પાંજલિ ) યશોવિજય જૈન ગ્રંથમાલા (series) હેઠળછપાયેલ ક્યા ક્યા ગ્રંથોનું પુનર્મુદ્રણ બાકી છે? નાડપત્ર ઉપર લખાયેલ ઉપદેશમાલા ગ્રંથ અને એની સિદ્ધર્ષિગણિએ બનાવેલ કથા ભાગરહિત ટીકા ભારતના ક્યા-કયા ભંડારોમાં છે અને તે પોથીઓનો નંબર શું છે? –મહોપાધ્યાયશ્રી યશોવિજયજીના પોતાના હાથની લખાયેલ હસ્તપ્રતો કોઈ ભંડારમાં ખરી? ગ્રંથોનું નામ શું? –સૌથી જૂનામાં જૂનો લખાયેલ જૈન ગ્રંથ કયો? –કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રસૂરિના યોગશાસ્ત્ર ગ્રંથની વિ. સં. ૧૫OO પહેલાં લખાયેલ અને સંશોધિત પાઠ શુદ્ધિ કરેલ હસ્તપ્રતો કઈ કઈ? –જ્ઞાનની આશાતનાના કટુફલ અને એના ઉપાયને બતાવતી કથા કઈ? નવપદ ઓળીની આરાધના વિધિ કઈ પુસ્તકમાં હશે? –શત્રુંજય તીર્થની ઐતિહાસિક વિગતો ક્યાંથી મળશે? -તારાતંબોલનગરી વિશેનો લેખ કોઈક સામયિક(magazine)માં છપાયો હતો, કઈ મૅગેઝિન? એનો કયા વર્ષનો કયો અંક ? –કલમરાલ શબ્દથી પ્રારંભ થતો સરસ્વતી સ્તોત્ર કયા પુસ્તકમાં હશે? કેટલામા પાના ઉપર હશે ? અસંખિજ્જ નામનું અધ્યયન (chapter) કયા ગ્રંથનું છે? –અસઈ અદુવા અસંતખુત્તો એવું અંતિમ વાક્ય કયા ગ્રંથના કયા અધ્યાયનું છે? –સંજીવની ટીકા એ કયા ગ્રંથની ટીકાનું નામ હશે ? તપાગચ્છના મુનિભગવંતોએ રચેલ સાહિત્ય કયું? –આબુ તીર્થ અને એની કલા-કારીગરી વિશે વિસ્તારથી માહિતી આપતું ગુજરાતી ભાષાનું ચિત્રયુક્ત પુસ્તક છે? –શંખેશ્વર પાર્શ્વનાથના ભક્તિગીતોવાળું પુસ્તક ખરું? આવી અને આના કરતાં અનેકગણી જટિલ માહિતી જ્ઞાનમંદિરની આ નવી પદ્ધતિથી મળી શકે છે. છેલ્લાં લગભગ પંદર વર્ષોની મહેનતથી આ પદ્ધતિ વિકસાવવામાં આવી છે. કૃતિઓની વિષયાંકન માહિતી ભરવાનું કામ હજી પ્રાયોગિક તબક્કામાં છે. ખૂબ જ અગત્યનું આ કાર્ય છે પણ ખૂબ જ ખર્ચાળ કામ છે. શ્રમ, સમય, ચોક્કસાઈ અને જે-તે વિષય ઉપર લધુતમ પ્રભુત્વ માંગી લે એમ છે. ટાંચાં સાધનો વડે આ કાર્ય કરવું ખૂબ જ દુષ્કર છે. Page #180 -------------------------------------------------------------------------- ________________ (૧૭૦)બ જ જય મા મો માં કામ કરવા માટે કામ કબ જ ખબ જ થનપુષ્પાંજલિ જેમ-જેમ આ બધી માહિતી વધુમાં વધુ ભરાતી જશે તેમ-તેમ માહિતી પણ વધુ સારી રીતે મળતી હશે અને જૈન સાહિત્યના અભ્યાસ તેમ જ સંશોધનના ક્ષેત્રમાં એક નવા યુગનો ઉદય થતો જશે. ભવિષ્યમાં internetવડે પણ વિશ્વભરના જિજ્ઞાસુઓ આ માહિતીનો યોગ્ય રીતે લાભ લઈ શકે તેવી વ્યવસ્થા ગોઠવવાનું આયોજન છે. સંગ્રહાલયની કલાકૃતિઓની વિસ્તૃત માહિતીને કમ્યુટર પર સંગૃહીત કરવા માટે પણ એક ખાસ પ્રોગ્રામ વિકસિત કરવામાં આવ્યો છે. આ સિવાય સંસ્કૃત-પ્રાકૃત ગ્રંથોની જટિલ કંપોઝિંગની સરળતા માટે ડબલ એન્ટ્રી નામનું એક પ્રોગ્રામ બનાવવામાં આવેલ છે જેનાથી વિદ્વાનોનો પ્રૂફરીડિંગનો ઘણો સમય બચે છે. એવી જ રીતે સંસ્કૃત, પ્રાકૃત ગ્રંથોના પરિશિષ્ટમાં આપવાના યોગ્ય શબ્દોની સૂચિ બનાવવા માટેÉord Index પ્રોગ્રામ ખાસ પ્રકારે તૈયાર કરાયો છે. એનાથી સંશોધકોનો ઘણો બધો સમય બચી જાય છે. સૂચિપત્ર પ્રકાશન સંસ્થાગત હસ્તપ્રતોની જુદી-જુદી ઉપયોગી માહિતી અનેક રીતે પ્રસ્તુત કરતું બહુ ઉપયોગી કૈલાસશ્રુતસાગર હસ્તલિખિત સૂચિપત્ર પ્રકાશનાધીન છે. ૫૦થી વધુ ભાગોમાં છપાનારા આ સૂચિપત્રનો પ્રથમ ભાગ પ્રકાશિત થઈ ચૂક્યો છે. આ સૂચિપત્રમાં હસ્તપ્રત, કૃતિ, વિદ્વાન, વર્ષ, સ્થળ આદિને કેન્દ્રમાં રાખી જુદી-જુદી માહિતી આપવાનું આયોજન છે. આ જ્ઞાનમંદિરની જિનશાસન પ્રત્યે કટિબદ્ધતા વિશેષ ફળ શ્રીસંઘને સમયે-સમયે મળતા રહ્યા છે. જેમ કે બહુશ્રુત વિદ્વાન મુનિપ્રવર શ્રી યશોવિજયજી પોતાના સીમાસ્તંભરૂપ ઐતિહાસિક સર્જન દ્વાત્રિશત્ કાત્રિશિકાની પ્રસ્તાવનામાં લખે છે કે “પરમ પૂજય શ્રુતસંરક્ષક રાષ્ટ્રસંત આચાર્યદેવશ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મહારાજાને તો આ મંગલ અવસરે કેમ વીસરાય ? શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી જ્ઞાનભંડાર-કોબામાંથી એકીસાથે મહિનાઓ સુધી ૪૦૦-૫૦૦ કિંમતી પુસ્તકો અપાવવામાં તથા મારા માટે અનેક કિંમતી પુસ્તકો મંગાવી આપવા તેઓશ્રીએ દાખવેલી ઉદારતા વિના ન લતા ટીકાની રચના ખૂબ જ વામણી બની જાત એમાં કોઈ સંદેહ નથી.” આવા અન્ય પણ દુઃશક્ય ગણાતાં જિનશાસન માટે ગૌરવરૂપ કાર્યો જુદા-જુદા વિદ્વાનો વડે આ જ્ઞાનભંડારના સહયોગથી થઈ રહ્યાં છે. ખરેખર, આ મહાન કાર્ય સકળ શ્રી જૈન સંઘ અને જૈન સમાજનું પોતીકું કાર્ય છે. આનાથી આપણે આપણા સાહિત્યની સમૃદ્ધિ અને આપણા ગૌરવવંતા ઇતિહાસ વિશે જાણી શકીશું. આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરની અમદાવાદ શાખા અમદાવાદના પાલડી વિસ્તારમાં જ્યાં જૈન પરિવારો મહદ્ અંશે વસે છે ત્યાં સત્યાગ્રહ આશ્રમ પાસે આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, કોબાની પેટા શાખાનો હંગામી આરંભ ૧૯ નવેમ્બર, Page #181 -------------------------------------------------------------------------- ________________ (૧૭૧ - - - ---- ----- ------ --* - ( જ્ઞાન પુષ્પાંજલિ ) ૧૯૯૯માં પરમ પૂજ્ય આચાર્યશ્રી પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી થયો છે. આ શાખામાં ઉપલબ્ધ પુસ્તકો સાથે જ જ્ઞાનમંદિર કોબામાં ઉપલબ્ધ તમામ ગ્રંથોની માહિતી અહીંના કયૂટર પરથી મળી શકે છે. ભવિષ્યમાં આ માટેની સ્થાયી વ્યવસ્થાનું આયોજન પણ થઈ રહ્યું છે. કલાતીર્થરૂપ સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય પાષાણ, ધાતુ, કાઇ, ચંદન અને હાથીદાંતની કલાકૃતિઓ અહીં વિપુલ પ્રમાણમાં સંગૃહીત કરવામાં આવી છે. આ સિવાય તાડપત્ર અને કાગળ પર તૈયાર થયેલી સચિત્ર હસ્તપ્રતો, પ્રાચીન ચિત્રપટ્ટ, વિજ્ઞપ્તિપત્ર, ગટ્ટાજી, પ્રાચીન લઘુચિત્ર, સિક્કા અને અન્ય પરંપરાગત કલાકૃતિઓનો પણ સંગ્રહ મોજૂદ છે. આ સંગ્રહાલયમાં વિશેષરૂપી જૈન સંસ્કૃતિ, જૈન ઇતિહાસ અને જૈન કળાનો અપૂર્વ સંગમ દશ્યમાન થાય છે. સમસ્ત સંગ્રહની સુરક્ષા માટે એક અદ્યતન પ્રયોગશાળા પણ સ્થાપિત કરાઈ છે જેમાં વખતો-વખત કલાકૃતિઓનો વૈજ્ઞાનિક પદ્ધતિથી રાસાયણિક ઉપચાર થાય છે. સંગ્રહાલયમાં દશ્યમાન બનતી કલાકૃતિઓ શિલ્પ વિભાગ, શ્રત વિભાગ, ચિત્ર વિભાગ તથા પરંપરાગત વિભાગ એમ ચાર વિભાગો અને આઠ ખંડોમાં સમાવાઈ છે. મહાવીરાલય(દેરાસર) જૈન ધર્મના ચોવીસમા તીર્થંકર મૂળનાયક ભગવાન શ્રી મહાવીર સ્વામી સહિત પરમ પૂજનીય સર્વપ્રતિમાજીઓ મનોહર અને જાણે ચુંબકીય પ્રભાવથી આપને મોહી લેશે. ત્રણ શિખરોથી સુશોભિત આ મહાવીરાલયની ખાસ વિશેષતા છે કે આચાર્યશ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ. સા.ના અંતિમ સંસ્કારના સમયે પ્રતિવર્ષ ૨૨મી મે બપોરના ૨.૦૭ કલાકે દેરાસરના શિખરમાં થઈને સૂર્યકિરણો મહાવીરસ્વામીના તિલકને દેદીપ્યમાન કરે એવી અજોડ અને સુંદર ગોઠવણ કરવામાં આવી છે. સભામંડપનાં પાંચેય કાષ્ઠદ્વારોનાં ફલકો પર વિશિષ્ટ અને અનોખું કોતરકામ જોવા મળે છે. આ દેરાસરનું વાસ્તુશિલ્પ પણ દર્શનીય છે. અહીંનું શિલ્પકાર્ય કલારસિકોને સંમોહિત કરવામાં સમર્થ છે. વિવિધ અપ્સરાઓ, દિક્યાલો, સોળ વિદ્યાદેવીઓ, ચોવીસ યક્ષ અને ચોવીસ યક્ષિણીઓની સાથે દેવો અને અર્ધ દેવો સહિત માનવ આકૃતિઓ, કિન્નર, વ્યાલ અને પ્રશસ્ત પશુજગતની સાથે વનસ્પતિજગતનું આલેખન આ જૈન તીર્થની શોભામાં અભિવૃદ્ધિ કરે છે. પ. પૂ. આચાર્ય શ્રી કૈલાસસાગરસૂરીશ્વરજી મ. સા. ની પાવન સ્મૃતિમાં એમના અંતિમસંસ્કાર સ્થળ પર નિર્મિત સંગેમરમરના કલાત્મક મંદિરના રંગમંડપમાં આચાર્યશ્રીની ફટિકરત્નની અદ્વિતીય ચરણપાદુકા અને ગર્ભગૃહમાં સ્ફટિકરત્નની જ અનન્તલબ્લિનિધાન ગૌતમસ્વામીની મનોહર પ્રતિમા તથા પુંડરીકસ્વામી અને સુધર્માસ્વામીની પ્રતિમાઓનાં પણ દર્શન થાય છે. પૂજય સાધુ-ભગવંતોની નિશ્રામાં પોતાની સંયમ આરાધના સાથે વિશિષ્ટ જ્ઞાનાભ્યાસ, ધ્યાન, સ્વાધ્યાય વગેરેની સુવિધા ઉપલબ્ધ છે. સંસ્થાના નિયમાનુસાર વિદ્યાર્થી, મુમુક્ષુ સુવ્યવસ્થિત Page #182 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાનપુષ્પાંજલિ રીતે અહીં ઉચ્ચ જ્ઞાનાભ્યાસ, પ્રાચીન અને અર્વાચીન જૈન સાહિત્યનો પરિચય અને સંશોધન તથા મુનિજનો, પંડિતો તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે જેનાથી તેઓ પ્રાપ્ત જ્ઞાનનો સમાજમાં સાચા અર્થમાં પ્રચાર-પ્રસાર કરી શકે. ૧૭૨ જ્ઞાનભંડાર સંવત્સરીપર્વ સિવાય વર્ષના બધા દિવસોમાં સવારના ૯.૦૦થી સાંજના ૫.૩૦ સુધી ખુલ્લો રહે છે. શ્રીસંઘની સેવામાં પ્રવૃત્ત આ જ્ઞાનભંડારનો લાભ લેવા માટે સહુ પૂજ્યશ્રીઓ તથા વિદ્વાનોને ભાવભર્યું હાર્દિક આમંત્રણ છે. સંપર્કસૂત્ર આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિર, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા તીર્થ, ગાંધીનગર-૩૮૨ ૦૦૯ ફોન (૦૭૯) ૨૩૨૭૬૨૦૪, ૨૩૨૭૬૨૦૫, ૨૩૨૭૬૨૫૨ ફેક્સ-૨૩૨૭૬૨૪૯ શહેર શાખા ટોલકનગર, ત્રણ બંગલો, ડો. પ્રણવ નાણાવટીના દવાખાના સામે, પરિવાર ડાયનીંગ હોલની ગલીમાં, મહાલક્ષ્મી ચાર રસ્તા, પાલડી, અમદાવાદ-૭. ટે.નં. ૩૦૯૪૯૪૯૮ Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૭૩ જ્ઞાન પુષ્પાંજલિ જિનશાસનના પ્રાંગણમાં નજરાણાસમ જિનશાસન આરાધના ટ્રસ્ટ—સંસ્થાન પ્રેષક : પં. શ્રી ચન્દ્રકાન્ત એસ. સંઘવી - પાટણ જે જિનશાસનનું પ્રાંગણ, જિનાલયો, ઉપાશ્રયો, જ્ઞાનભંડારો, જ્ઞાનની પરબસમાન પાઠશાળાઓ, સુંદર ધર્મશાળાઓ તથા બીજાં પણ સંસ્થાનો જેવાં કે જૈન ભોજનશાળા, પાંજરાપોળ, ઇત્યાદિ દ્વારા શોભી રહેલ છે. ઉપરોક્ત સંસ્થાનો તે તે ગામનાં તે તે નગરનાં આભૂષણો કહી શકાય. આવા જ એક સંસ્થાનનો પરિચય આ પ્રમાણે છે. વૈરાગ્યદેશનાદક્ષ પ. પૂ. આ. ભ. શ્રી હેમચંદ્રસૂરિ મ. સા. ની સુપ્રેરણાથી જિનશાસન આરાધના ટ્રસ્ટ નામની સંસ્થા મુંબઈ, ખંભાત, અમદાવાદ તથા પાટણ ખાતે શાસનની અનેકવિધ પ્રવૃત્તિ કરી રહેલ છે. જીર્ણોદ્ધાર, ચતુર્વિધ સંઘભક્તિ, શ્રુતલેખન, શ્રુતપ્રકાશન, શ્રુતસંપાદન, જીવદયા-અનુકંપા, ઇત્યાદિ સત્કાર્યો જેનું લક્ષ્ય છે તેને સંપાદન કરવા સુંદર પ્રયાસ આ સંસ્થા કરી રહેલ છે. પાટણ ખાતે વિશાળકાય મકાનમાં શ્રુતપ્રચાર-પ્રસારનું સુંદરકામ ચાલી રહેલ છે. અપ્રાપ્ય તથા સ્વાધ્યાયોપયોગી એવા ગ્રંથોની ૪૫૦થી ૫૦૦ નકલ છપાવી મહારાષ્ટ્ર, કચ્છ-રાજસ્થાન-સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, આંધ્રપ્રદેશ, કર્ણાટક વગેરે પ્રાંતોના ૩૫૦ જ્ઞાનભંડારમાં વિનામૂલ્યે મોકલી ૩૫૦ જ્ઞાનભંડારને સમૃદ્ધ બનાવવાનું ભગીરથ અને બહુમૂલ્ય કાર્ય આ સંસ્થા કરે છે. અત્યાર સુધીમાં (છેલ્લા ૧૫ વર્ષમાં) ૩૨૦ જેટલા આગમિક ગ્રંથો, પ્રાકરણિકગ્રંથો, ચરિત્રગ્રંથો, અનુવાદગ્રંથો ઇત્યાદિ દ્રવ્યાનુયોગ–કથાનુયોગ, ચરણ-કરણાનુયોગ અને ગણિતાનુયોગ એમ ચારેય અનુયોગના ગ્રંથો બહાર પાડી જ્ઞાનના ભંડારોને સુંદર બનાવી રહેલ છે. શ્રમણસંઘમાં જ્ઞાનયજ્ઞ સતેજ બને, સ્વાધ્યાયનો દીપ સદૈવ જલતો રહે અને વૈરાગ્યભાવ પ્રવર્ધમાન બનતો રહે તેવા જ શુભઆશયથી આ સંસ્થા શ્રુતપ્રચાર-પ્રસાર-પ્રકાશનનું મહાન કામ કરી રહેલ છે. પ્રતિવર્ષ ૨૦થી ૨૫ જેટલા ગ્રંથો પ્રકાશિત કરી શ્રી સંઘના ચરણમાં ભેટરૂપે મૂકવામાં આવે છે. તે સિવાય પોંડીચેરીના હાથવણાટના કાગળમાં લહિયાઓ દ્વારા પ્રાચીન શાહી, કલમ, કિત્તાની પદ્ધતિથી શ્રુતલેખનનું કામ પણ આ સંસ્થા દ્વારા ચાલે છે તેથી શ્રુતવારસો ૫૦૦–૬૦૦ વર્ષ સુધી ટકી રહે. Page #184 -------------------------------------------------------------------------- ________________ જ્ઞાન પુષ્પાંજલિ અધ્યયન વિષયક–સંશોધન વિષયક ગ્રંથોનો સુંદર સંગ્રહ આ સંસ્થાનમાં છે. ૮૦થી ૮૫ જેટલા વિશાળકાય કબાટ ભરીને આ શ્રુતવારસાની જાળવણી પાટણ ખાતે કરવામાં આવે છે. અનેક આચાર્ય ભગવંતશ્રીઓ, સંશોધકો, અભ્યાસકો આ સંસ્થામાં પધાર્યા છે અને શ્રુતોપાસનામાં આ સંસ્થાનો લાભ લઈ રહેલ છે. ૧૭૪ પ્રેરણાદાતા પ.પૂ.આ.શ્રી હેમચંદ્રસૂરિ મ. સા. તથા પૂ. શ્રી કલ્યાણબોધિ વિ મ. સા., પૂ. શ્રી મહાબોધિ વિ મ. સા. દીર્ઘદૃષ્ટિથી શ્રીસંઘની સર્વાંગીસેવા થાય તેવું માર્ગદર્શન આપી રહ્યા છે અને ટ્રસ્ટીવર્ય શ્રી ચંદ્રકુમારભાઈ જરીવાલા, શ્રી પુંડરીકભાઈ, શ્રી લલિતભાઈ ઇત્યાદિ શ્રદ્ધાસંપન્ન સુશ્રાવકરત્નો આ સંસ્થાના વિકાસમાં અનુપમ ફાળો અને યોગદાન આપી રહેલ છે. ક્યાંય પણ યોગ્યક્ષેત્રમાં નવા જ્ઞાનભંડારોનું નિર્માણ કરવાનું હોય અને આ સંસ્થાનો સંપર્ક કરી અરજી મોકલવામાં આવે તો વિના મૂલ્યે લગભગ ૧૨૫થી ૧૩૦ જેટલા ગ્રંથો ભેટરૂપે મોકલી આપવામાં આવે છે. આવી રીતે પાટણ નગરમાં રહેલ આ સંસ્થા ચતુર્વિધ શ્રીસંઘમાં શ્રુતોદ્ધારનું મહાનકામ કરી રહેલ છે. સંસ્થા વિશેષ પ્રગતિ સાધીને જિનશાસનનું મહારત્ન બને તે જ અભિલાષા સહ.... ‘‘સત્ત્વેષુ મૈત્રી’’ નો ભાવાનુવાદ...મંગલપ્રાર્થના... જગના જીવો પ્રતિ પ્રભુ મને, મૈત્રીનો ભાવ હોજો. ગુણિજન કેરા ગુણ સમૂહનો ઉર આનંદ હોજો. દીન દુઃખિયાનાં દુઃખ પ્રતિ પ્રભુ ! ભાવકારૂણ્ય હોજો. અવગુણીઓના અવગુણપ્રતિ, ભાવ માધ્યસ્થ હોજો. Page #185 -------------------------------------------------------------------------- ________________ ) - " જન્મ - - - • # # # ( જ્ઞાન પુષ્પાંજલિ ) હવ્યાકરણ વિશારદ પં. શ્રી છબીલદાસભાઇ સંઘવી ચોક નામાભિધાન-ખંભાત પ્રગટ પ્રભાવી શ્રી સ્થંભનપાર્શ્વનાથ દાદાના દર્શન, ચૈત્યવંદન કરી, શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી વિશાળ જનમેદની દાદાસાહેબની પોળ પાસે આવ્યા. શ્રી સિદ્ધહેમ વ્યાકરણ વિશારદ પંડિત પ્રવર શ્રી છબીલદાસ સંઘવી ચોકને ખુલ્લો મૂકતાં ગુજરાત રાજ્યના ખ્યાતનામ સાહિત્યકાર શ્રી કુમારપાળભાઈ દેસાઈએ જણાવ્યું કે શ્રી છબીલદાસભાઈ જ્ઞાનના સાધક હતા, નમ્ર હતા, આડંબર વિનાના હતા. તક્તિ અનાવરણબાદ આયંબિલભવનમાં યોજાયેલ કાર્યક્રમ પ્રસંગે પૂ. પંન્યાસજીશ્રી નિપુણચંદ્રવિજયજી મ.સા.ના મંગલાચરણ બાદ શ્રી રમેશભાઈ, શ્રી કુમુદભાઈ તથા શ્રી તરૂણભાઈ સંધવીએ જ્ઞાનપૂજન કર્યું. શ્રી કુમારપાળભાઈ દેસાઈએ મંગલદીપ પ્રગટાવી કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું. સ્વ. પંડિતજીના ફોટાને પં.શ્રી રસિકભાઈ મહેતા, પં.શ્રી રતિભાઈ દોશી, પં.શ્રી વસંતભાઈ દોશીએ ફુલહાર પહેરાવ્યો. પીનલભાઈ શાહે ઉપસ્થિત મહેમાનોને આવકારી સહુનું સ્વાગત કર્યું. આ પ્રસંગે જૈનાચાર્યો અને જૈન શ્રેષ્ઠીઓના આવેલા સંદેશાઓનું વાંચન શ્રી ભદ્રિકભાઈ કાપડીયાએ કર્યું. સુરતથી પધારેલા શ્રી નિલેશભાઈ સંઘવીએ સ્વ. પંડિતજીના જીવનને સંગીતના સુરીલા શબ્દોમાં રજૂ કર્યું.... પંડિતોના રાજા..... પૂ.પં.શ્રી. નિપુણચન્દ્ર વિ.મ.સાહેબે તથા મુનિશ્રી જ્ઞાન રશ્મિવિજયજી મ. સાહેબે જણાવ્યું કે સ્વ. પંડિતજીની જ્ઞાનસાધના ગજબની હતી જે અંતિમ સમય સુધી રહી. શ્રી ભદ્રિકભાઈ કાપડીયાએ કહ્યું કે ખંભાતના જૈન સમાજમાં આજનો દિવસ યાદગાર રહેશે. ખંભાતને ગૌરવવંતુ બનાવનાર સ્વ. પંડિતજીની કાયમી સ્મૃતિમાં ખંભાત નગરપાલિકાએ ‘દાદા સાહેબ પોળ' પાસે ચોકનું નામ આપી પ્રશંસનીય કામ કર્યું છે. અતિથિ વિશેષ:- શ્રી શિરીષભાઈ શુક્લ (એમ.એલ.એ) તથા ખંભાત નાગરિક બેંકના ચેરમેન શ્રી નિતીનભાઈ બ્રહ્મભટ્ટે જણાવ્યું કે સ્વ. પંડિતજીએ ખંભાતમાં ૫૦ વરસ સુધી જ્ઞાનામૃતનું પાન કરાવી ખંભાતનું નામ ગાજતું કર્યું તે બદલ ખંભાત ગર્વ અનુભવે છે. ઉપસ્થિત પંડિતશ્રીઓ, સ્વ. પંડિતજીના ચિ. તરૂણભાઈ સંઘવી અને પૌત્ર વિરલ જયેશભાઈ સંઘવીએ પ્રાસંગિક વકતવ્યોમાં પંડિતજીના ગુણોને યાદ કરી સ્વ. પંડિતજીના આર્શીવાદ મળતા રહે તેવી શુભકામના વ્યક્ત કરી હતી.' Page #186 -------------------------------------------------------------------------- ________________ શીવક થશોવિજય જેવી પાઠશાળા મહેસાણા શ્રીમદ્ યશોવિજય જૈન સંક્ત પાઠશાળા મહેસાણા