________________
પંડિતજીની કેટલીક વિશિષ્ટતાઓ :
૧. વ્યાકરણના રહસ્યવિ : સિદ્ધહેમવ્યાકરણના ઊંડામાંઊંડા રહસ્યો તેમને હસ્તામલકવત હતાં. ઝીણી ઝીણી ખાંચખૂંચો પણ તેમને અજાણી નહિ અને ગમે તેવા અટપટા પ્રશ્નોના પણ સંતોષકારક ખુલાસા તેઓ રમતવાતમાં આપતા. હજારોને તેમણે વ્યાકરણ ભણાવ્યું છે. એમના જેવું વ્યાકરણ જાણનારું વ્યક્તિત્વ હવે કોઈ નથી રહ્યું એમ કહેવામાં ખોટું નથી.
૨. હસતા હસ્તાક્ષર : તેમના હસ્તાક્ષર ખૂબ સુંદર, સુશ્લિષ્ટ, સુઘડ અને સુવાચ્ય હતા. આ ખૂબી જીવનની છેલ્લી ઘડી પર્યત જાળવી, પ્રાચીન હસ્તપ્રતો તથા તાડપત્રોની લિપિ ઉકેલવામાં તથા તેની સુંદર નકલ કરવામાં તેમની માસ્ટરી હતી. ઘણા ગ્રંથો તેમણે આ રીતે ઉતાર્યા છે, ઘણી પ્રેસકોપીઓ કરી છે. આ વિશેષતા સમકાલીન અન્ય અધ્યાપકોમાં ભાગ્યે જ જોવા મળી છે. અને હવેના અધ્યાપકો માટે તો આ વાતની કલ્પના પણ કરવી અશક્ય છે.
૩. પૂજ્યોના વિશ્વાસપાત્ર ઃ શાસનના ધોરી એવા અનેક પૂજ્યોનો પંડિતજીએ વિશ્વાસ સંપાદન કરેલો. પૂજ્ય નેમિસૂરિજી મહારાજ, પૂજ્ય સાગરજી મહારાજ જેવા સમર્થ મહાનું આચાર્યો શાસનના કે સંધના અત્યંત વિશ્વસનીય કાર્યો માટે પંડિતજીને માધ્યમ બનાવતા. તો પૂજય નંદનસૂરીશ્વરજી મહારાજના તો તેઓ અંગત પ્રીતિ-વિશ્વાસભાજન શ્રાવક બની ગયેલા. શાસનનાં અનેક પ્રયોજનોમાં રાતોની રાતો તેઓશ્રી પંડિતજી સાથે વિચાર વિમર્શ કરતા અને ઘણા વિમર્શને અંતે સંઘહિતના નિર્ણયો લેતા. આમાં પંડિતજીને પૂજયશ્રીનું અપાર વાત્સલ્ય પણ મળતું, જેનું વર્ણન પંડિતજી વાતે વાતે કર્યા કરતા. • •
પંડિત તરીકે ભણાવવાની કુશળતા એ એક વાત છે, અને એક પીઢ-પરિપક્વ શ્રાવક તરીકે પૂજ્યોના સાન્નિધ્ય તથા પ્રીતિ પામવાં તેમજ સંઘ-શાસનનાં અગણિત કાર્યોમાં પ્રત્યક્ષ કે પરોક્ષ ભાગ લેવાની તક પામવી એ સાવ અલગ બાબત છે. બહુ જ ગણ્યા ગાંઠ્યા જે પંડિતોને આવી દુર્લભ તક મળેલી તેમાં પંડિતજી શ્રી છબીલદાસનું નામ લેવું જ પડે.
૪. સમાધિની ઝંખના એક માણસના જીવનમાં કેટલાં સંકટ આવી શકે ? અને એક માણસ વધુમાં વધુ કેટલી હદ સુધી સંકટો વેઠી શકે ? ભલભલાની સહનશક્તિ મીણ બની જાય તેવા વસમાં સંકટો પંડિતજીના જીવનમાં આવ્યાં છે અને જેમ જેમ સંકટો આવ્યાં, આવતાં ગયાં, તેમ તેમ તેમના મનમાં સમાધિની ઝંખનાનો પિંડ આકાર લેતો ગયો, તેનો હું સાક્ષી છું, કેવાં અને કયાં સંકટો આવ્યાં તેની વિગતોમાં ઊતરવું નથી. પરંતુ એના કારણે તેમને સંસારની નશ્વરતા અને ધર્મની સારભૂતતા એવી સ્પષ્ટ સમજાઈ ગઈ હતી કે તેઓ નિવૃત્ત થઈ જવું ફરજિયાત ગણાય તેવી અવસ્થામાં પણ વધુ ને વધુ શ્રુત - ઉપાસનામાં એટલે કે અધ્યયનઅધ્યાપનમાં પરોવાતા રહ્યા. તેઓની એક તીવ્ર પરિણત ભાવના હતી કે “સામાયિકમાં બેઠો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org