________________
૭૩ )
sxs -
* : w
we ~ ~ ~*~>
શાનપુષ્પાજોલ
# નિઃસ્પૃહી પંડિતજી જી
શ્રી ચીમનલાલ પાલીતાણાકર (મુંબઈ) 8 પંડિતશ્રી છબીલદાસ કેસરીચંદ સંઘવીનું ૮૪ વર્ષની વયે સુરત મુકામે શ્રાવણ સુદ ૧૩, તા. ૨૨-૮-૨૦૦૨, મંગળવારના રોજ નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતાં સમાધિપૂર્વક દુઃખદ અવસાન થયેલ છે. તે બદલ અમો ઊંડા શોકની અને દુઃખની લાગણી અનુભવીએ છીએ. તેમના અવસાનથી સમસ્ત જૈનસંઘને ક્યારેય પણ ન પુરાય એવી બહુ ભારે ખોટ પડી છે.
પંડિતજી” ના નામે સારી રીતે જાણીતા અને સૌના અત્યંત માનીતા છબીલદાસભાઈની ધર્મનગરી ગણાતી એવી જન્મભૂમિ ભાભર હતી. બહુનાની ઉમરમાં મહેસાણા-શ્રીમદ્દ યશોવિજયજી સંસ્કૃત પાઠશાળામાં દાખલ થઈ ધાર્મિક તથા સંસ્કૃત-પ્રાકૃત, ન્યાય-વ્યાકરણ આદિનો ઉચ્ચ કોટિનો તલસ્પર્શી અભ્યાસ કર્યો અને તે પછી ખંભાતમાં શેઠશ્રી કેશવલાલ બુલાખીદાસ સંસ્થાપિત શ્રી ભઠ્ઠીબાઈ સંસ્કૃત-પ્રાકૃત ધાર્મિક પાઠશાળામાં લગભગ ૫૦ વર્ષ પંડિતજી તરીકે રહીને અનેક પૂ. સાધુ-સાધ્વીજી મહારાજાઓને અને ભાઈ | બહેનોને અધ્યયન કરાવ્યું. આજના ઘણા આચાર્ય મહારાજાઓ અને વિદ્વાન્ મુનિવરો તેમની પાસે ભણ્યા છે અને તેઓ સૌ તેમને “ઉપકારી જ્ઞાનદાતા' માને છે. તેમની પાસે ભણેલ અનેક ભાઈ બહેનોએ તથા એમની પુત્રીએ પણ ‘ભાગવતી દીક્ષા લીધેલ છે.
તેઓ “પરીક્ષાના વિશેષ આગ્રહી હતા. તેઓ કહેતા કે મારી પાસે ભણવું હશે તો પરીક્ષા આપવી જ પડશે અને હું તમને એવું ભણાવીશ કે તમે સારા માર્ક - શ્રેષ્ઠ નંબરે અવશ્ય પાસ થશો. એજયુકેશન બોર્ડ દ્વારા લેવાતી ધાર્મિક પરીક્ષામાં તેમના પ્રયત્નથી ઊંચા ધોરણોમાં પૂ. સાધુસાધ્વીજીઓ તથા વિદ્યાર્થી ભાઈ / બહેનો ખૂબ જ સારી સંખ્યામાં પરીક્ષા આપતા અને એમનું પરિણામ પણ સારું આવતું અને સારા ઈનામો પણ મેળવતા.
તેઓ “વિધિકારક પણ હતા. તેઓશ્રીએ અનેક જિનાલયોની અંજનશલાકા-પ્રતિષ્ઠા આદિ શુદ્ધ રીતે કરાવેલ છે. તેઓએ ખંભાતમાં ઘણાંને વિધિકારક તરીકે તાલીમ આપીને તૈયાર કરેલ છે. તેઓ પર્યુષણમાં આરાધના તથા વ્યાખ્યાન માટે દૂર દૂરના મોટા શહેરોમાં ઘણી વખત જતા અને એ રીતે ભારતભરમાં તેઓ અત્યંત લોકપ્રિય બનવા સાથે ખૂબ જ માન અને આદર પામ્યા છે. દરેક સ્થળ-પ્રસંગે એમને જેટલું માન અને પ્રથમ સ્થાન મળ્યું છે. એવું બીજા કોઈને ભાગ્યે જ મળ્યું હશે.
એમના પુત્રો વ્યવસાય અર્થે... સુરત જતાં તેઓને પણ ખંભાત છોડીને તેમની સાથે સુરત આવવાનું થયું. તે વખતે ખંભાતના સર્વ સંધોએ જે “વિદાય સમારંભ' કરી ને માન આપ્યું એવું સન્માન આજ સુધીમાં કોઈને પણ થયું નથી. તેઓશ્રી અત્યંત નિસ્પૃહી અને નિઃસ્વાર્થી હતા. તેમણે કયારેય પણ સન્માનનારૂપમાં કંઈ પણ સ્વીકાર્યું નથી. હંમેશા વિનમ્ર ભાવે ઈન્કાર જ કરતા. આવા વિરલ પંડિતજીને જોઈને સૌનું મસ્તક તેમના પ્રત્યે અવશ્ય ઝૂકી જતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org