________________
અને શિખામણ લેનારા કાયમી તેઓના પ્રત્યે ગુણાનુરાગી બની જતા. ગમે તેવા મોટા માણસના પણ દંભના વિરોધી અને સત્યતાના જ સાચા પ્રેમી હતા. તેથી કોઈ કોઈને કડવા પણ લાગતા. આખરે સત્ય સમજાતાં તેમના વિરોધીઓ પણ તેમના પ્રેમી થતા. ' અંતે સુરતને કાર્યક્ષેત્ર બનાવ્યું
તેઓના સુપુત્રો હીરાના ધંધા અર્થે સુરતમાં વસ્યા. તેઓના ધર્મપત્ની સ્વર્ગવાસી બનતાં તેઓને અનિવાર્ય સંજોગોએ સુરત આવવું પડ્યું. પણ સુરતમાં ભણાવવાનું તથા જૈનસંઘોનુ કામ એવું ઉપાડ્યું કે આજે સુરતમાં તેઓની ખોટ દરેકને સાલે છે. ન્યાય અને વ્યાકરણ આ તેઓના અત્યન્ત પ્રિય વિષયો હતા. તે તે વિષયમાં તેઓનો ઘણો બહોળો અનુભવ હતો. તેથી તે વિષયો વધારે ભણાવવાનું કાર્યક્ષેત્ર સુરતને બનાવ્યું. સુરતમાં સમાધિપૂર્વકનું અવસાન
તેઓશ્રીની સદા આ ભાવના મનમાં હતી અને ઘણા પરિચિત સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબોને કહેતા કે “ભણાવતાં ભણાવતાં આ જીવન સમાપ્ત થાય તો સારું” જેથી આર્તધ્યાન-રૌદ્રધ્યાન ન થાય-ખરેખર બન્યુ પણ એવું જ. સવારે પૂજા કરીને આવ્યા બાદ કંઈક તબિયત બરાબર ન લાગી. નવકારમંત્રમાં અને સામે રાખેલા પરમાત્માના ફોટાના દર્શનમાં ચિત્ત પરોવ્યું. બીજી બાજુ પૂજ્ય સાધવજી મ. સાહેબો સવારના ભણવા આવ્યા – એવા અવસરે ભણવા - ભણાવવાના ભાવમાં જ સમાધિ પૂર્વક દેહત્યાગ કર્યો. ગુણાનુવાદની સભાઓ -
તેઓશ્રીના અવસાનથી જૈન સમાજને તથા પૂજય આચાર્ય ભગવન્તોને અને પૂ. સાધુસાધ્વીજી ભગવંતોને ઘણો આઘાત થયો. તેઓના ગુણોનું વારંવાર સ્મરણ કરતાં ભૂતકાળ તાજો કરતાં-મુંબઈ-સુરત-અમદાવાદ અને ખંભાત જેવા શહેરોમાં ચતુર્વિધ સંઘ સાથે તેઓની ગુણાનુવાદની સભા ગોઠવાઈ – આ બધું તેઓના જીવનની સુવાસને આભારી છે. આપણે તેઓના ગુણોને વારંવાર યાદ કરીને વિદ્વાનોમાં રત્નભૂત એવા પંડિતવર્ય શ્રી છબીલદાસભાઈને ભાવભર્યા લાખો લાખો પ્રણામ કરીએ
શ્રુતજ્ઞાન એ દિવ્યપ્રભાત છે. પ્રભાત પ્રસન્નતા આપે છે. હૃદયમાં આનંદ અને ઉર્મિ પ્રગટાવે છે. તેમ, શ્રુતજ્ઞાન આત્મામાં પ્રસન્નતા
પ્રગટાવે છે અને હૈયે હર્ષ-ઉર્મિને ઉછાળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org