________________
૭૧ )
...., મન એલ + +
મ પ મ
મ મ મ મ
» મve a v
w ? A
શાનપુષ્પાંજલિ
વિહરત્ન શ્રી છબીલદાસભાઈ
૨ શ્રી ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા જ પંડિતજી શ્રી છબીલદાસભાઈ જૈન સમાજમાં એક અદ્વિતીય વિદ્વાન્ થયા. જેઓનો બનાસકાંઠાના ભાભર ગામમાં જન્મ થયો. નાની ઉંમરમાં વ્યવહારિક અભ્યાસ કરીને મહેસાણામાં શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામાં ધાર્મિક અભ્યાસાર્થે દાખલ થયા. પોતાની તિક્ષ્ણ બુદ્ધિથી થોડા જ વર્ષોમાં કર્મગ્રંથ, કમ્મપયડી, પંચસંગ્રહાદિ ધાર્મિકઅભ્યાસ, સિદ્ધહેમ લઘુવૃત્તિ, બૃહદ્રવૃત્તિ સંસ્કૃત વ્યાકરણનો અભ્યાસ અને તર્કસંગ્રહાદિન્યાયનો સંદર અભ્યાસ કર્યો. તે અભ્યાસકાળ જૈન સંસ્કૃતિના પ્રખર પક્ષપાતી શ્રી પ્રભુદાસભાઈ બેચરદાસભાઈ પારેખ મેનેજર તરીકે હતા. તેઓની પાસેથી ઘણો બહોળો અનુભવ પ્રાપ્ત કર્યો ત્યારબાદ અધ્યાપન કરાવવા ખંભાત બંદરમાં ૫૦વર્ષો રહ્યા. અને અપૂર્વ નામના મેળવી.
ખંભાતમાં સર્વ ગચ્છોનો અહોભાવ
ખંભાતમાં અધ્યાપનના કામની સાથે સાથે જૈન સમાજના ગુંચવણ ભરેલાં તમામ કામો તેઓ સંભાળતા. મુશ્કેલી ભર્યા કોઈ પણ કામમાં જૈન સંઘ તેઓને આગળ કરતો અને તેઓ પોતાની વિચક્ષણ બુદ્ધિથી તેમાં સફળતા જ મેળવતા. મૂર્તિપૂજક સંપ્રદાયના તમામ ગચ્છો, સ્થાનકવાસી, તેરાપંથી અને દિગંબર જૈન સંઘ વિશિષ્ટ એવા સર્વકામમાં તેમની સલાહ લેતો. પંડિતજી એવો સુંદર માર્ગ કાઢી આપતા આ કારણે ખંભાતના સર્વે ગચ્છો તેમના પ્રત્યે ઘણા જ અહોભાવ અને બહુમાનવાળા હતા. અત્યન્ત વાત્સલ્યભાવ અને દીર્ઘદ્રષ્ટિતા
અધ્યયનનું કામ કરનાર અને કરાવનાર તમામ ઉપર હાર્દિક અત્યન્ત વાત્સલ્ય (પ્રેમ) તેઓમાં હતો. પોતપોતાની ગુપ્ત સમસ્યા પણ લોકો તેઓને કહેતા. અને હૃદય હળવું કરતા. તેઓ પોતાની દીર્ધદ્રષ્ટિનો ઉપયોગ કરીને ઘણો જ હિતકારી રસ્તો કાઢી આપતા. આવા મીઠા સ્વભાવના કારણે ઘણા આચાર્ય મહારાજ સાહેબોની સાથે ક્યારેક ક્યારેક ગુપ્તમંત્રણામાં પણ જોડાતા. તેથી લગભગ ઘણાખરા આચાર્ય મહારાજ સાહેબો તેમના પ્રત્યે પ્રેમપૂર્વકની સહાનુભૂતિ ધરાવતા હતા. નિીડર વક્તા અને સત્યના પ્રેમી.
તેમના પરિચયમાં આવનારને સાચી શિખામણ આપનારા, કડવું પણ સત્ય પ્રેમપૂર્વક કહેવામાં તેઓ ઘણા નીડર હતા. તેમની શિખામણ સાચી હોવાથી દરેકના ગળામાં તુરત ઉત્તરી જતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org