________________
--*
( જ્ઞાન પુષ્પાંજલિ )
૨,00,000 પ્રાચીન હસ્તલિખિત ગ્રંથોનો વિશાળ જ્ઞાનભંડાર સંગૃહીત છે જેમાં લગભગ ૨૫૦૦ પ્રાચીન તાડપત્રીય ગ્રંથ વિશિષ્ટ રૂપે સંગૃહીત છે.
આ સંગ્રહમાંના ઘણા બધા ગ્રંથો તો એવા છે જે અન્યત્ર દુર્લભ હોઈ અણમોલ બન્યા છે. આમાંથી કેટલાક ગ્રંથોની વિશિષ્ટતાઓ આ પ્રકારે છે–કર્તાના હસ્તાક્ષરથી લખેલ પ્રત, પ્રસિદ્ધ વિદ્વાન દ્વારા લિખિત પ્રત, સુંદર ચિત્રોથી ચિત્રિત પ્રતો, કલાત્મક અને સુંદર અક્ષરોથી લખાયેલ પ્રત, વિશિષ્ટ વિદ્વાનો વડે સંશોધિત પ્રત સોનેરી અને રૂપેરી સ્યાહી વડે લખેલ પ્રત વગેરે.
આ ગ્રંથોની સુરક્ષા માટે વિશેષ રૂપથી હાથ બનાવટના કાગળનું આવરણ લગાવાયું છે અને ખાસ પ્રકારે બનાવેલ કાઠ-મંજૂષાઓમાં (ઉત્તમ કોટીનાં સાગવાનના લાકડાનાં કબાટોમાં) સુરક્ષિત રાખવાનું કાર્ય પ્રગતિ પર છે. સાથોસાથ પારંપરિક ઢબે અને અદ્યતન સંસાધનોથી આ વારસાની જાળવણી કરાય છે જેનાથી ભવિષ્યમાં કોઈ ક્ષતિનો સામનો ન કરવો પડે.
અત્રે સંગૃહીત હસ્તપ્રતોની સૂચિના કમ્યુટરીકરણનું કાર્ય પ્રગતિ પર છે. હસ્તપ્રત ભાંડાગારમાં સંગૃહીત અમૂલ્ય અને દુર્લભ હસ્તપ્રતોને માઈક્રોફિલ્મ સ્કેનિંગ વડે સુરક્ષિત કરવાની યોજના પણ છે.
પ્રાચ્ય વિદ્યાના વિવિધ વિષયોમાં સંશોધન માટે તજજ્ઞોને એની ફોટોસ્ટેટ કોપી ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા છે જેનો સંશોધક મુનિ ભગવંતો અને અગ્રગણ્ય વિદ્વાનો લાભ લઈ રહ્યા છે.
આ હસ્તપ્રત ભાંડાગાર ભારતના જૈન જ્ઞાનભંડારોમાં જ નહીં પરંતુ અન્ય ગ્રંથાલયોમાં પણ અજોડ અને અગ્રગણ્ય સ્થાન ધરાવે છે. આર્ય સુધર્માસ્વામી શ્રુતાગાર
ભગવાન મહાવીરની વાણીનો આગમવારસો જેમના પસાયથી શ્રીસંઘને મળ્યો છે તે આર્ય સુધર્માસ્વામીને સમર્પિત આ વિભાગ મુદ્રિત પુસ્તકોનું વ્યવસ્થાપન કરે છે. આ વિભાગમાં જૈન અને ભારતીય સંસ્કૃતિ સંબંધિત લગભગ ૧,૧૧,૦૦૦થી પણ વધુ મુદ્રિત પુસ્તકો અને પ્રતો સુરક્ષિતપણે સંગૃહીત છે.
આ સંગ્રહને એટલો સમૃદ્ધ કરવાની યોજના છે કે જૈનધર્મથી સંબંધિત કોઈ પણ જિજ્ઞાસુ અહીં આવીને પોતાની જિજ્ઞાસા પરિતૃપ્ત કરીને જ જાય. આ પુસ્તકોની વિશદ માહિતી કયૂટર પર ઉપલબ્ધ છે જે અન્યત્ર ક્યાંય પણ આ પ્રકારના ગ્રંથાલયમાં નથી. આર્યરક્ષિતસૂરિ શોધસાગર
આચાર્યશ્રી કૈલાસસાગરસૂરિ જ્ઞાનમંદિરના આ પ્રકલ્પનું એક મુખ્ય ધ્યેય જૈન પરંપરાને અનુરૂપ જૈનસાહિત્યના સંદર્ભે ગીતાર્થનિશ્રિત શોધખોળ | અધ્યયન-સંશોધન અર્થે યથાસંભવ સામગ્રી અને સુવિધાઓ બક્ષીને એને પ્રોત્સાહિત કરવાનું અને સરળ / સફળ બનાવવાનું છે. આ અનુભાગમાં જિજ્ઞાસુઓને સર્વ પ્રકારની માહિતી ઝડપભેર ઉપલબ્ધ કરાવાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org