________________
જ્ઞાન પુષ્પાંજલિ )
સૂચિકરણ
અભ્યાસુઓને જ્ઞાનમંદિરમાં ઉપલબ્ધ સર્વ પ્રકારની અધ્યયન સામગ્રી જેમ કેકૃતિ, પ્રકાશન, પુસ્તક, હસ્તપ્રત, સંગ્રહાલયમાં રહેલી પુરાવસ્તુ વગેરે જેવા વિષયમાં તાત્કાલિક ઝીણવટભરી માહિતી મળે તે હેતુસર વિશિષ્ટ પ્રકારનો કમ્યુટર પ્રોગ્રામ અહીં વિકસિત કરાયો છે જેનાથી તમામ સંગૃહીત હસ્તપ્રતો અને પુસ્તકોની વિસ્તૃત માહિતી કમ્યુટરમાં સંગૃહીત કરાય છે.
આ માહિતી તર્કસંગત રીતે આઠ વિભાગોમાં વહેંચવામાં આવી છે. ૧. કૃતિ અથવા રચના સંબંધી માહિતી
કૃતિ એટલે કે કર્તા જે નવી રચના કરે છે. જેમ કે કલ્પસૂત્રની રચના પૂ. ભદ્રબાહુસ્વામીજીએ પ્રાકૃત ભાષામાં કરી હતી. એને સમજાવવા માટે બીજી ઘણી કૃતિઓ-અનુવાદ વગેરે પણ જુદા-જુદા કર્તાઓએ જુદી-જુદી ભાષાઓમાં કરી અને તેઓનું પ્રકાશન પણ અલગઅલગ જગ્યાએથી અનેક પ્રકાશકોએ જુદી-જુદી રીતે કર્યું. જ્યારે જૈન સંસ્કૃત સાહિત્યનો ઇતિહાસ (૪ ભાગ) જેવા એક પ્રકાશનમાં એક જ કૃતિ અનેક ભાગોમાં વહેંચાયેલી હોઈ શકે છે, તો સુધારસ સ્તવન સંગ્રહ જેવા પ્રકાશનમાં જુદા-જુદા કર્તાઓએ બનાવેલ ભગવાનનાં સ્તવનો જેવી ૫૦ કે વધુ સ્વતંત્ર કૃતિઓ પણ હોઈ શકે છે. કૃતિ અને પ્રકાશનનો આ ભેદ વર્તમાનની કોઈ પણ સૂચિકરણ પદ્ધતિમાં ભેદ પાડીને સ્પષ્ટપણે બતાવેલ નથી. એમાં કૃતિ અને પ્રકાશન અગર પ્રત મહદ્ અંશે એક જ ગણવામાં આવે છે.
કૃતિ પરિવારની વિભાવના સર્વપ્રથમ વખત અહીં જ સ્પષ્ટપણે વિકસિત થયેલ છે જેમાં જે તે કૃતિ ઉપર લખાયેલ બધી જ કૃતિઓ જે તે કૃતિના પુત્રરૂપમાં કમ્યુટર પર ભરવામાં આવે છે. આમ પુત્ર-પૌત્ર-પ્રપૌત્ર આદિરૂપે ભરાયેલ માહિતીના આધારે દરેક મૂલ કૃતિ માટે આખું વંશવૃક્ષ ઊભું થઈ જાય છે. કલ્પસૂત્ર જેવી કૃતિના પરિવારમાં તો ૨૫૦થી વધુ સભ્યો નોંધાયા છે. એટલે કે કલ્પસૂત્ર ઉપર નિર્યુક્તિ, ટીકા, અવચૂરિ, ટબાર્થ, બાલાવબોધ આદિ મળીને ૨૫૦થી વધુ થવા જાય છે. એનાથી કૃતિની ઓળખાણ ખૂબ જ સ્પષ્ટ અને સુગમ બની જાય છે.
કૃતિનાં વિવિધ રીતે મળનારા એક કે વધુ નામ, એક કે વધુ આદિ અને અંતિમવાક્ય, કૃતિનું સ્વરૂપ (જેમ કે મૂળ, ટીકા, ભાષ્ય, વૃત્તિ, છાયાનુવાદ, અનુવાદ, અધ્યયન, સારાંશ વગેરે). કતિના એક કે વધુ કર્તા આદિની વિગત, રચના પ્રશસ્તિમાંથી મળતી કર્તાની પરંપરા (જેમાં ગુરુ, શિષ્ય વગેરેનાં નામ અને સમય વગેરે), કૃતિની એક કે વધુ ભાષાઓ, ગ્રંથાઝ, પરિમાણકુલ ગાથા શ્લોકાદિ, અધ્યાયાદિ, કૃતિનો ગદ્ય-પદ્ય વગેરે પ્રકાર, રચનાવર્ષ, રચનાસ્થળ જેવી માહિતી પ્રવિષ્ટ કરાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org