________________
૧૦૮
સાત્ત્વિકતા :
પૂજ્યશ્રીમાં આ ગુણ તો હરેક સમયે જોવા મળતો. તેઓ કહેતા આ ગુણ પૂ. પ્રભુદાસભાઈના શિષ્યત્વનું ભેટણું છે. અનેક વખત પ્રલોભનના પ્રસંગો આવ્યા પણ ક્ષોભ પામ્યા ન હતા. કર્મરાજાની લીલા તેમના જીવનમાં સાક્ષાત્કાર થવા છતાં પણ તેમને ક્ષોભ પામ્યા વગર સાત્ત્વિકતાથી જાકારો આપ્યો હતો.
જ્ઞાન પુષ્પાંજલિ
કર્મબંધ ન થાય તે માટેની સજાગતા કેવી :
અંત સમયે પૂજ્યશ્રીની થોડી તબિયત બગડતાં સુપુત્રે કહ્યું કે આજે પાઠ બંધ રાખો ત્યારે તેમનો ઉત્તર હતો : ‘કે આવું ન બોલાય; અંતરાય કર્મ બંધાય.’ આ શબ્દ આપણને તેમના જીવનની સુગંધતાનો ખ્યાલ આપે છે.
હૃદય કમલમાં સ્થાન પ્રાપ્ત કરેલ :
પૂજ્યશ્રી પક્ષ કે પ્રતિપક્ષ સર્વેના હૃદયમાં સ્થાન મેળવનારા હતા. સર્વેને માન્ય વ્યક્તિત્વ ધરાવનાર હતા. દરેક પ્રત્યે સમદષ્ટિવાળા હતા.
કૃતજ્ઞતા કેવી ? :
પૂજયશ્રી મહેસાણાપાઠશાળાનો ઉપકાર વારંવાર કહેતા. અનેક ગુણોના ખાણરૂપ પૂજ્યશ્રીએ સ્થૂલ દેહે વિદાય લીધી પણ તેમના જીવનના અનેક ગુણોના સ્મરણથી તેમની યાદ હૈયામાં ગુંજતી રહેશે. ગુણવાન પૂજ્ય ગુરુવર્યના વિરહનો આઘાત ભૂલવો દુષ્કર છે. પૂજ્યશ્રી મારા માટે સર્વેસર્વા હતા. તેમના ઉપકારનું ઋણ હું ચૂકવી શકું તેમ નથી. તેમનો આત્મા જ્યાં હોય ત્યાંથી આપણને આશીર્વાદ અર્પે એ જ મંગલભાવના.
Jain Education International
શ્રુતજ્ઞાન દિવ્યદીપક છે. દીપક અંધકારને નષ્ટક૨ે છે. અને ઉજાસ આપે છે. શ્રુતજ્ઞાન ભીતરી અંધકારને દૂર કરીને આત્મ-પ્રકાશને પ્રગટ કરે છે. શ્રુતજ્ઞાન ૫૨મ દિવાદાંડી છે. સાગરમાં રહેલ દીવાદાંડી વિભ્રમિત થયેલાને સાચી દિશા દર્શાવે છે. શ્રુતજ્ઞાન ભવસાગરમાં મોહથી અટવાયેલાઓને મુક્તિની સાચી દિશા બતાવે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org