________________
૧૦૯
- શાસન ચાહક પં. પ્ર. શ્રી છબીલદાસભાઈ સંઘવી
હિંમતલાલ એ. શાહ - કાંદિવલી (પ્રમુખ : શ્રી કાંદિવલી જૈન શ્વે.મૂ.સંઘ-મુંબઈ)
જ્ઞાન પુષ્પાંજલિ
એક અનન્ય વ્યક્તિત્વ, સાથોસાથ પંડિતોમાં શ્રેષ્ઠ, પૂ.સાધુભગવંતો અને પૂ.સાધ્વીજી ભગવંતોના વિદ્યાગુરુ એવા સ્વ. પંડિતજી માટે લખવું એ પણ એક સદ્ભાગ્ય.
આવો મનુષ્યભવ ફરી મળવો દુર્લભ છે માટે જે સારૂં કરવાનું છે તે અત્યારે અને આજે જ કરવું આવી હિતશિક્ષા આપનાર પંડિતજીએ સ્વજીવન પણ એ જ રીતે વીતાવ્યું.
બોરડી (મહારાષ્ટ્ર) શ્રી વિજયનીતિસૂરિ જૈન પાઠશાળા, કાંદિવલીની સ્વાધ્યાયેંશબિરમાં પંડિતજી પધાર્યા. પરિચયમાં આવવાનું થયું. સ્વાધ્યાય પ્રસંગે આધ્યાત્મિક જે વાતો કરી તેની સ્મૃતિ આજે પણ ચિત્તમાં રમે છે.
ખંભાતમાં ઘણા વર્ષો સ્વાધ્યાય કરાવી સુરત પધાર્યા. સુરતમાં પણ જીવનની અંતિમક્ષણ સુધી અધ્યાપન ચાલુ રહ્યું. શારીરિક અસ્વસ્થતાના કારણે પૂજ્યો અભ્યાસમાટે પંડિતજીના ઘેર પધારતા. જૈનધર્મ તત્ત્વજ્ઞાન પ્રચારક પરિષદ્ની દરેક પ્રવૃત્તિઓમાં (બહારગામ મીટીંગ વગેરે હોય ત્યારે પણ) પંડિતજીની ઉપરસ્થિતિ રહેતી, માર્ગદર્શન મળતું આ વાત વસંતભાઈ દોશી પાસેથી જાણી. વૃદ્ધાવસ્થામાં પણ સક્રિય આ વિદ્વાન-જ્ઞાની પુરુષને નતમસ્તકે વંદન કરું છું.
તા.૧૪-૩-૨૦૦૬ના રોજ ખંભાત જવાનું થયું ત્યારે દાદાસાહેબની પોળના નાકે “સ્વ. પં. શ્રી છબીલદાસ સંઘળી ચોક” છે તેની નોંધ લીધી. ખંભાતને જ્ઞાનના ક્ષેત્રે જે યોગદાન આપ્યું તેની સુંદર સ્મૃતિ ગણાય.
જીવન એવું જીવી ગયા છે કે એક જ વાક્યમાં કહીયે તો
મહાન પંડિત, સર્વવિરતિધરના વિદ્યાગુરુ અને શાસનના ચાહક
આ હતું પંડિતજીનું અનોખું જીવન
જૈન તત્ત્વજ્ઞાનના પ્રખર અભ્યાસી અને અભ્યાસ માટે પ્રેરણા આપનાર વડીલ પંડિતજીને શુભભાવપૂર્વક અંજલિ
Jain Education International
જન અને જૈન વચ્ચે આ રીતે ભેદ દર્શાવનારા “શ્રુતગુરુ”નુ ગૌરવ વધે એવુ જીવન દિપાવનારા “જૈન’” આપણે ક્યારે બનીશું ?
For Private & Personal Use Only
www.jainelibrary.org