________________
(૧૧૦ )
"
- - સ rs
= = .
ક પ ( દાનપાત્ર
ઉપકારી પંડિતજી
અધ્યાપક શ્રી ભરતકુમાર સી. કાપડીયા, ખંભાત
પરમ ઉપકારી, પિતાતુલ્ય પંડિતવર્યશ્રી છબીલદાસભાઈ લગભગ ૫૦ વર્ષથી શેઠશ્રી કેશવલાલ બુલાખીદાસ સંચાલિત શ્રી ભટ્ટીબાઈ પાઠશાળા અને લલિતાબેન કેશવલાલ સ્વાધ્યાયમંદિર-ખંભાતમાં અભ્યાસ કરાવતા હતા. તેઓશ્રીનો જન્મ ભાભર મુકામે થયો હતો. પરંતુ કર્મભૂમિ ખંભાત હતી.
મારી પંદર વર્ષની ઉંમર હતી ત્યારથી હું તેઓશ્રીના પરિચયમાં આવેલ. તેઓશ્રી પ્રકાંડ વિદ્વાનું હતા. કર્મ સાહિત્ય, ન્યાય તથા સંસ્કૃત, પ્રાકૃત વ્યાકરણના નિષ્ણાત હતા. તેમની પાસે અનેક સાધુસાધ્વીજી ભગવંતોએ તથા શ્રાવક-શ્રાવિકાઓએ અભ્યાસ કર્યો છે. તેઓશ્રીની સમજાવવાની શક્તિ ઘણી સારી હતી અને તેઓશ્રીએ ઘણા આત્માઓને સંયમપંથે વાળ્યા છે.
તેઓશ્રી વિધિ-વિધાનના નિષ્ણાત હતા. અંજનશલાકા, પ્રતિષ્ઠા આદિ વિધાનમાં ખંભાતના યુવાનોને સારી રીતે તૈયાર કર્યા હતા. હું પણ તેમાંનો એક છું. સમજણ ના પડે તો ઘણી બધી છણાવટ કરીને સમજાવતા હતા જેથી આજે અમે દરેક વિધિ-વિધાન કરાવી શકીએ છીએ.
તેઓશ્રી ખૂબજ નિઃસ્પૃહ હતા. બાહ્ય સન્માનથી હંમેશાં દૂર રહ્યા હતા. કોઇક વિશેષ પ્રસંગે તેમને બહુજ આગ્રહ કરવામાં આવે ત્યારે શ્રી સંઘના આશીર્વાદરૂપ તિલક કરાવીને શ્રીફળ જ લેતા.
ઉપરોક્ત સંસ્થામાં ભણાવતા હતા ત્યારે તેઓશ્રીનું રૂા. એકલાખની થેલીથી સન્માન કરવાનું હતું. ત્યારે તેઓશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે લક્ષ્મી ચંચળ છે. આજે છે ને કાલે નથી. મને જે રકમ આપવા ઇચ્છો છો તે બાળકોના પ્રોત્સાહનમાં આપો. પંડિતજીની આ નિઃસ્પૃહતા હતી! કોડીયું ભલે નાનું હોય અને વાટ ભલે પાતળી હોય તો પણ દીપક આખા ઓરડામાં અજવાળું પાથરે છે. પુષ્પ ભલે નાનું હોય પણ તેની સુગંધ આખા માર્ગને સુગંધિત કરી દે છે. આજ રીતે પંડિતજી પાસેથી પ્રાપ્ત થયેલ અલ્પજ્ઞાન પણ અમને બહુ ઉપકારક બન્યું છે.
કર્મસંયોગે તેમની ધર્મપત્નીનું અવસાન થયું એટલે તેમને ખંભાત છોડવાનું થયું. તેઓશ્રીએ પોતાનું શેષજીવન પ.પૂ.સાધુ-સાધ્વીજી ભગવંતોને ભણાવવામાં જ વીતાવ્યું. સુરત - ગોપીપુરામાં ઘરે જ ભણાવવાની ભાવનામાં એમનું સમાધિપૂર્વક મૃત્યુ થયું અને મારો આધારસ્તંભ હતો તે છીનવાઈ ગયો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org