________________
( ૪૭ )
«
" * * - - - - -
-
- - - - -
- - - - -
- ( જ્ઞાન પુષ્પાજલિ
“સિદ્ધહેમ' વ્યાકરણ નિષ્ણાત | A પંડિતવર્ય શ્રી છબીલદાસજી KI/
2 પ. પૂ. શ્રી નંદીઘોષવિજયજીગણી જ ગૂર્જરપ્રદેશના ઈતિહાસમાં સ્તંભનતીર્થનું સૈકાઓથી અનુપમ સ્થાન રહ્યું છે. નવાંગી ટીકાકાર આચાર્ય ભગવંત શ્રી અભયદેવસૂરિજી મહારાજ જે પ્રભુ-પ્રતિમાના સ્નાત્ર જળથી નિરોગી બન્યા, તે શ્રી અંજનપાર્શ્વનાથ પ્રભુના તીર્થ તરીકે વિખ્યાત બનેલ સ્તંભ તીર્થ અનેક ક્ષેત્રમાં, અનેક રીતે વિશિષ્ટતા ભોગવતું રહ્યું છે. તેમાંય ખાસ કરીને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીની દીક્ષાભૂમિ અને મંત્રીશ્વર ઉદય (ઉદા મહેતા)ની કર્મભૂમિ તરીકેનું સૌભાગ્ય સ્તંભતીર્થ (ખંભાત)ને પ્રાપ્ત થયું છે. તો છેલ્લા કેટલાક વર્ષોથી શ્રમણપ્રધાન શ્રી ચતુર્વિધ સંઘના સાધુ-સાધ્વીજી ભગવંતો માટે જ્ઞાન પ્રાપ્ત કરવાના વિશિષ્ટ ક્ષેત્ર તરીકે તેનું મહત્વ અંકાતું હતું અલબત્ત, તેનું કારણ સ્તંભતીર્થમાં વસતા મૂર્ધન્ય પંડિતો, વિદ્વાનો અને સાહિત્યકારો હતા.
મારા ખ્યાલ પ્રમાણે છેલ્લા કેટલાક વર્ષો પૂર્વે રામકૃષ્ણ ગોપાલ ભાંડારકરની સંસ્કૃત માર્ગોપદેશિકા અને મંદિરાન્તઃ પ્રવેશિકાનું અધ્યયન કરાવનાર પંડિત તરીકે ખંભાતમાં શ્રી ભાલચંદ્ર દયાશંકર કવિ હતા, જેમને સૌ કવિસાહેબ કે કવિજીના નામથી ઓળખતા હતા. તો સિદ્ધહેમ વ્યાકરણ અને જૈનદર્શનના નિષ્ણાત તરીકે પંડિતવર્ય શ્રી છબીલદાસ કેશરીચંદ સંઘવીએ સેંકડો દીક્ષાર્થી મુમુક્ષુ ભાઈ-બહેનો તથા પૂજય સાધુ-સાધ્વીજી ભગવંતોને સંસ્કૃત વ્યાકરણ તથા જૈન દર્શનના – કર્મસિદ્ધાંત (કર્મગ્રંથ, કમ્મપયડી) આદિનું અધ્યયન કરાવ્યું છે.
- પરમ પૂજ્ય શાસનસમ્રા, તપાગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના સમુદાયના પ્રથમ પંક્તિના આચાર્ય ભગવંતો પ.પૂ. આ. શ્રી વિજય ઉદયસૂરીશ્વરજી મહારાજ, પૂ.આ. શ્રી વિજયનંદનસૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી વિજય વિજ્ઞાનસૂરિજી મહારાજ, પૂ. આ. શ્રી વિજય લાવણ્યસૂરિજી મહારાજ, પૂ. આ. શ્રી વિજય અમૃતસૂરિજી મહારાજ, પૂ.આ. શ્રી વિજય કસ્તૂરસૂરિજી મહારાજ આદિ માટે તેઓ એક સન્માન્ય સલાહકાર તરીકે હતા. તો દ્વિતીય પંક્તિના આચાર્યભગવંતો તથા અમારા ગુરુદેવ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી સૂર્યોદયસૂરિજી મહારાજ અને અમારા સૌ માટે તેઓ જ્ઞાનદાતા ગુસ્થાને રહ્યા છે.
તેઓ ખંભાતના વિશાશ્રીમાળી શ્રી અંબનતીર્થ તપગચ્છ જૈન સંઘમાં ક્ષીર-નીર માફક ભળી ગયા હતા. તત્કાલીન સામાજિક, સંસ્થાકીય કે સંઘને લગતી બાબતોમાં તેમની સલાહને સૌ કોઈ માન્ય કરતા હતા. એટલું જ નહિ, જ્યારે પણ એવી કટોકટી કે વિચિત્ર પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે તેમના પરિચિત સૌની તેમના તરફ મીટ મંડાતી જે તેમના આદેય અને યશઃ કીર્તિ નામ કર્મનો પ્રભાવ હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org