________________
૨૪
ઈચ્છા હતી તેવું સમાધિમરણ પંડિતજીને મળ્યું. પંડિતજીની વિદાયથી સકલ સંઘને મોટી ખોટ પડી છે. મારા જેવા અનેક સાધુ-સાધ્વીજી તથા દીક્ષાર્થીઓના તેઓ જ્ઞાનદાતા હતા.
તેમણે અમને જે આપ્યું છે તેના ઋણમાંથી અમે કદી મુક્ત થઈ શકીએ નહીં. તેમની છેલ્લે છેલ્લે પણ ભણાવવાની ઉત્કંઠા તથા સાધ્વીજી ભગવતની ઉપસ્થિતિ વગેરે સંયોગો તેમના ઉત્તમોત્તમ પરભવને જણાવે છે.
પૂ. મુનિ શ્રી મેઘદર્શન વિ.મ.સા.
પંડિતજી શ્રી છબીલદાસભાઈએ જિનશાસનને શિક્ષણક્ષેત્રે અખૂટ સેવા આપી છે.
નવકાર મહામંત્ર ભણાવનાર જો મહાન છે તો શાસ્ત્રોના અનેક પાઠો ભણાવનારની મહાનતાની કોઈ સીમા નથી. આ જ્ઞાનીપુરુષનો રૂબરૂ પરિચય કરવાનો અવસર મળ્યો નથી તેને કમનસીબ ગણું છું.
પૂ. મુનિ શ્રી રાજચન્દ્ર વિ. મ. (નિરાલાજી)
૧. પંડિતજીના જીવનમાં એક સૂત્ર હતું. દુઃખ આવે ત્યારે “હાય” ન કહેવું હોય' કહેવું.
૨. ભણનાર પાત્ર વ્યવસ્થિત મળે ત્યારે સમયને કે પગારને તેઓ મહત્ત્વ ન આપતા પરંતુ આનંદથી ભણાવતા.
ચીમનભાઈ ચોક્સી – બાબુભાઈ કાપડીયા – ભદ્રિકભાઈ વગેરે ઘણા માણસો કહેતા કે પંડિતજી પાસે અમે ભણેલા.
ચંપકલાલ માસ્તર, દિનેશ ઝવેરી વગેરેને તૈયાર કરનાર પંડિતજી હતા.
તેમના ભણાવેલ સાધુ - આચાર્ય બની ગયા છે તેવા પ્રસંગો છે. છતાં તેમના હૃદયમાં નાનામાં નાના સાધુ પ્રત્યે બહુમાન ભાવ હતો કે અમે ગમે તેમ પણ ગૃહસ્થ છીએ. સાધુ - સાધ્વી અમારાથી ઊંચા છે, પૂજનીય છે.
વાડીના ઉપાશ્રયે વિનોદ એમનો છોકરા જેવો ગણાય છતાં વિનોદભાઈની પાઠશાળા સુરતમાં પ્રથમ નંબર એમ બહુમાનથી બોલતા.
દિકરીની દીક્ષા પ્રસંગે ચતુર્થવ્રત પણ લઈ લીધેલ. છેલ્લી ઉંમર સુધી વ્યાકરણના સૂત્રો કંઠસ્થ હતા તે ઘણું મહત્ત્વનું કહેવાય.
તેમને જે સત્ય લાગતું તે નિર્ભીકપણે કહેતા. સાધુ ભગવંતો પ્રતિ તેમનામાં કેવો ભાવ હતો તેનું એક ઉદાહરણ.
પૂ. જિનભદ્રવિજયજી મ. સા. નામે ડહેલાના સમુદાયના એક સાધુ વર્ષો પહેલાં એકલા દક્ષિણમાં ગયેલા મદ્રાસના સંઘમાં પંડિતજી પર્યુષણ કરાવવા ગયેલા મદ્રાસના સંઘમાં પંડિતજી પર્યુષણ કરાવવા જતા તેથી સંઘના આગેવાનો ઓળખે. પૂછ્યું તો કહ્યું કે એ સાધુને ચોમાસુ કરાવજો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org