________________
( ૨૩ )
વ હ. ફરે - ક જ મિ. *
-
-
- - -
". આ '. ફ .. • (
જ્ઞાનપુષ્પાંજલિ
નિખાલસ વ્યક્તિત્વ અને નિરાગ્રહી સ્વભાવ ખરેખર અનુમોદનીય હતો. સ્પષ્ટ વક્તા તરીકે એકવાર તો પોતાની વાત બરોબર સચોટ રજૂ કરી જ દેતા હતા. તેઓ ઘણાં પુણ્યશાળી કહેવાય કે ૮૪ વર્ષની ઉંમર સુધી પણ અભ્યાસ કરાવવાના ક્ષેત્રે સતત સક્રિય રહ્યા અને પછી દેહ છોડ્યો. ખરેખર આપણી ઇચ્છા હોય કે શતાયુ બને પરંતુ કર્મસત્તાની સામે આપણું નથી ચાલતું.
પૂ. પં. શ્રી અરૂણવિજયજી મ.સા.
મહાન ૠતોપાસક પંડિતવર્યશ્રી છબીલદાસભાઈની શ્રુતભક્તિથી જૈનસંઘ અને વિશેષ કરીને ખંભાત તથા સુરત જૈનસંઘ સુપરિચિત છે. તેમનું સમગ્ર જીવન એટલે શ્રુતભક્તિનો મહાયજ્ઞ. સમ્યગ્રજ્ઞાનની જીવંત પરબ બનીને જિંદગીની છેલ્લી ક્ષણ સુધી તેમણે સાધુ-સાધ્વીજી ભગવંતો અને અન્ય જ્ઞાનપિપાસુઓને ખોબલે-ખોબલે જ્ઞાનનાં નીર પાયાં છે. ઊંડા અભ્યાસી જૈન પંડિતોની કારમી અછતના આ યુગમાં આવા પ્રૌઢ પંડિતવર્યની વિદાય “મહામોટી ખોટ” બની રહેશે. તેમની શ્રુતપાસના તેમને શીધ્રતયા કેવલજ્ઞાનના દરવાજે પહોંચાડશે તે અનુમાન અનુચિત નથી. તેમની આજીવન મૃતભક્તિની ભાવભીની અનુમોદના.
પૂ. ગણિ શ્રી મુક્તિવલ્લભ વિજય મ.સા., પૂ. મુનિ શ્રી ઉદયવલ્લભ વિજય મ.સા.
એક સુંદર, સજ્જન, સેવાભાવી મહાવિદ્વાનની સંઘમાં ખોટ પડી છે.
અંગત પરિચયમાં મારે આવવાનું થયું નથી પરંતુ જ્યારે વિ. સં. ૧૯૯૬માં પંડિતજી પં. શિવલાલભાઈ સાથે આ. શ્રી લાવણ્યસૂરિ મ. પાસે ભણતા હતા ત્યારે એમને પહેલા-વહેલા જોયા હતા. પંડિતજીએ ઘણાને જ્ઞાનદાન આપ્યું છે એ તો પ્રસિદ્ધ હકીકત છે.
આગમપ્રજ્ઞ, શ્રુતસ્થવિર પૂ. મુનિરાજ શ્રી જંબૂવિજયજી મ.સા.
કોઈ ત્રાસવાદી ઉપાડી જાય અને મોત હવે સામે જ દેખાય ત્યારે કોઈ શૂરવીર મોતના મુખમાંથી બચાવી લે ત્યારે આપણને કેટલો બધો આનંદ થાય. અભયદાતાના ઉપકારને આપણે ક્યારેય વિસરીએ નહીં. આ અભયદાતા કરતાં પણ સમ્યગુજ્ઞાનના દાતાનો ઉપકાર વધુ છે. અભયદાન કરતાં જ્ઞાનદાન ચડિયાતું છે. સ્વ. પંડિતજીએ ૬૫ વર્ષ સુધી સેંકડો સાધુ-સાધ્વી. શ્રાવક-શ્રાવિકાઓને સમ્યગ જ્ઞાનનું પ્રદાન કર્યું છે, તે સુકૃત ઘણું મોટું છે. જૈનસંધને આવા શ્રેષ્ઠ પંડિતની ખોટ પડી છે.
પંડિતજીના પરિચયમાં આવવાનું થયું નથી, પણ નામ ખૂબ સાંભળેલ. તેમની જ્ઞાનપ્રદાનની સુંદર શૈલી વગેરે પ્રશંસા પણ સાંભળવા મળેલ.
પૂ. મુનિ શ્રી મલયકીર્તિ વિ. મ. સા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org