________________
જ્ઞાન પુષ્પાંજલિ
સુરત મુકામે મહાન્ વિદ્વદ્રત્ન પંડિતવર્યશ્રી છબીલદાસ કેશરીચંદ સંઘવી શ્રા. સુ: ૧૩ દેવગત થયાના સમાચારથી આઘાતજનક દુ:ખદ લાગણી ઉદ્ભવેલ. કારણ માત્ર એકજ કે આવા ઉત્તમ અને પંડિતોમાં શિરોમણી તુલ્ય વ્યક્તિ પંડિતવર્ય છબીલભાઈ આપણા સૌ વચ્ચેથી એકાએક જતા રહ્યા ? શું વાત સત્ય છે ? પણ મનને મજબૂત બનાવી હૈયાથી વિચાર્યું કે આ છબીલદાસભાઈ પંડિતજી આપણા સૌની વચ્ચેથી સ્વર્ગસ્થ થઈ ગયા છતાં અનેરી સુવાસ પ્રગટાવી ગયા છે. “જીવનમાં સમ્યજ્ઞાનને સમતાના રસથી ભરપૂર ભાવપૂર્વક અનેક ભાગ્યશાળી જીવોને આપી અનેક આત્માઓને સંયમના પંથે પ્રયાણ કરાવ્યું છે.” તત્ત્વજ્ઞાન આદિના વિવિધ પ્રશ્નોના સમાધાન પ્રાપ્ત કરવા માટેની “જ્ઞાન વિશારદ વ્યક્તિ” આપણે ગુમાવી છે તેનું હૈયામાં દુઃખ થાય તે સ્વાભાવિક છે. હવે એ મહાન્ વ્યક્તિના ગુણો તેઓશ્રીનો સમસ્ત પરિવાર અને આપણે સૌ જીવનમાં વણી તેઓ જેમ ધન્ય જીવન જીવી ગયા તેમ આપણે પણ આત્મકલ્યાણ સાધીએ. સ્વર્ગસ્થના આત્માને સદા શાંતિ પ્રાપ્ત થાઓ એ જ શાસનદેવને પ્રાર્થના.
૧૨૬
અધ્યાપક શ્રી રમણીકલાલ મણીલાલ સંઘવી (ભાભરવાળા) મુંબઈ
(વર્તમાનમાં પૂ.મુ.શ્રી તત્ત્વસુંદર વિ.મ.સા.) પંડિત છબીલદાસ કેશરીચંદભાઈએ પૂજ્ય સાધુ-સાધ્વી ભગવંતોને કર્મગ્રંથાદિ ધાર્મિક અધ્યયન સારીરીતે કરાવતા હતા તેમજ વિધિ-વિધાનોના વિશેષજ્ઞ હતા. આ વિદ્વાન પંડિતજીના વિરહથી હૃદય દુઃખની લાગણી અનુભવે તે સ્વાભાવિક છે. તેઓશ્રીના નમ્રતા, સરળતાદિ ગુણો સ્મૃતિપથમાં લાવી ગુણાનુરાગી બની જીવન સફળ બનાવીએ.
અધ્યાપક શ્રી શાંતિલાલ સોમચંદ મહેતા ચાસ (ઝારખંડ)
•
પંડિતશ્રી છબીલદાસભાઈના અવસાનના સમાચાર જાણી દુ:ખ થયું છે. સ્વ. પંડિતજી સિકંદ્રાબાદ સમયે સમયે આવતા અને ધાર્મિક માર્ગદર્શન આપતા. સિકંદરાબાદ ગુજરાતી જૈન સંઘની સ્થાપનામાં તેઓનો સહકાર ભૂલી શકાય તેમ નથી. કોઈપણ અપેક્ષા વિના તેઓ પર્યુષણ પર્વની આરાધના કરાવવા આવતા. મોટી રકમની થેલી આદરપૂર્વક અસ્વીકાર કરી તે તેમની નિઃસ્પૃહતા છે. છેલ્લી ઘડીને પણ તેઓશ્રી જ્ઞાનમય બનાવીને ગયા સાચે જ તેઓ સમ્યજ્ઞાનની હાલતી ચાલતી વિદ્યાપીઠ જેવા હતા.
રમેશ શાહ (સિકંદ્રાબાદ)
પૂજય પંડિતજી છબીલદાસભાઈ સમાધિપૂર્વક દેવલોક થયા તે જાણ્યું.
પોતાના જીવનમાં સમ્યજ્ઞાનની પ્રઢભાવના કરી અનેક ભવ્યાત્માઓને સમ્યક્ચારિત્રના માર્ગે મોકલી મોક્ષપંથના પ્રવાસી બનાવ્યા છે. તે ખરેખર અનુમોદનીય છે.
જ્યાં તે આત્મા ગયો ત્યાં જૈનધર્મ પ્રાપ્ત કરી સમ્યજ્ઞાન-દર્શન-ચારિત્રની સાધના કરી મુક્તિ પંથે જાય તે જ અભિલાષા.
ગોરજી નેમચંદજી (જૂનાગઢ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org