________________
(૧ ૨૫ ) મM - wwer વાહ જય જય જય અw wી સદીમાં ખાબr wજ
જ્ઞાનપુષ્પાજલ.
સાત્વિકતાને આત્મસાત કરીને સ્વ અને પરના જે ઉપકારો કર્યા છે, અને ચતુર્વિધ શ્રી સંઘના જ્ઞાનપિપાસુ આત્માઓની જ્ઞાનપિપાસા છીપાવીને જે તૃપ્તિદાન કર્યું છે. તે ચિરસ્મરણીય બની રહેશે ! અમારા જેવાના જીવનમાં સંસ્કારનો અદ્ભુત વારસો તથા સાત્વિકતાનો સૂર ગુંજતો કર્યો છે. આ ઉપકારોની પરંપરાને કેમ ભૂલી શકીશું ! અને આ મહાઉપકારોનું ઋણ કેવી રીતે અદા કરી શકીશું ?
પૂજ્યશ્રી નવકાર મહામંત્રનું સ્મરણ કરતાં કરતાં આપણા સર્વેની વચ્ચેથી અનંતની યાત્રાએ સિધાવી ગયા... પરંતુ ગુણરાશિ રૂપે આપણા સર્વેના હૃદયમાં પ્રતિષ્ઠિત થઈ ગયા છે તે નિર્વિવાદ હકીકત છે.
ઉપકારીશ્રીનો આત્મા જ્યાં બિરાજમાન હોય ત્યાં શાન્તિ સમાધિ-સ્વસ્થતાને પ્રાપ્ત કરે એ જ શાસનદેવ પ્રતિ પ્રાર્થના.
પં. શ્રી ચન્દ્રકાન્તભાઈ સંઘવી પાટણ
સમાજને કયારેય પણ ન મળે તેવા મહાન ખૂબ જ મોટા વિચારના પંડિત ગુમાવવાથી જે ખોટ છે તે કયારેય નહીં પુરાય.
અચાનક ખૂબ જ ઝડપથી શાંતિથી-સમાધિથી તેમણે તેમનું જીવન સંકેલી લીધું. મૃત્યુ સમયની ઝંખના હતી તેવું મેળવ્યું. હા, આપણને વસવસો રહી ગયો.
શ્રી ધીરજલાલ લીલચંદ શાહ (માંડલ)
પું. પંડિતવર્ય છબીલભાઈનાં આકસ્મિક અવસાનના સમાચાર જાણ્યા. જાણી અત્યંત વિવાદની લાગણીઓનો અનુભવ કર્યો.
પૂ. પંડિતજીનો જીવાત્મા એક મહાન ધર્માત્મા હતો. સ્વભાવે મિલનસાર, ભદ્રિક અને ચતુઃ શરણા ગ્રહણ કરનારો એ જીવાત્મા ખૂબ જ સરળ હતો એટલે આવા આકસ્મિક વેદનારહિત મૃત્યુને વર્યા. હરહંમેશ સમતાભાવમાં તેઓ રહેતા, કારણ કે મહાજ્ઞાની જીવોની આ જ પ્રકૃતિ હોય છે.
નરેન્દ્ર કમાણી
પંડિતજીના અચાનક દુઃખદાયક અવસાનના સમાચાર જાણી બહુ દુઃખ થયું. છેલ્લા ચાર માસ અસ્વસ્થ તબિયત હોવા છતાં મને જે જ્ઞાન અને લાગણી આપી છે તે કદી ભૂલી શકું તેમ નથી. મને અંગતરીતે તેઓશ્રીની ખૂબ ખોટ પડી છે.
અધ્યાપક સુરેશકુમાર રસિકલાલ શાહ અમદાવાદ ૦ (વર્તમાનમાં પૂ.મુ.શ્રી સર્વીસુંદર વિ.મ.સા.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org