________________
જ્ઞાન પુષ્પાંજલિ
અમારા જેવા અલ્પબુદ્ધિ જીવો માટે પંડિતજી આકાશ જેવા અમાપ, ધરતી જેવા સહનશીલ અને સાગર જેવા અગાધ હતા. ત્યાગધર્મ-સંસ્કાર-સંયમ-સદ્ગુણ તેઓશ્રીના જીવનમાં સહજ જણાઈ
આવતા હતા.
૧૨૪
અનંતકાળની રેતી પર પગલાં પાડી કેટલાય આવ્યા અને કેટલાય ગયા. કેટલાયના નામોનિશાન પણ મટી ગયા ત્યારે વિરલ અને વિશિષ્ટ વ્યક્તિત્ત્વ ધરાવનાર પૂજ્ય પંડિતજી જૈન સમાજમાં પોતાની પ્રાણવંતી પ્રભા પાથરતા સદાય જીવંત રહેશે એ નિઃશંક અને નિર્વિવાદ વાત છે.
ભરત શાહ (ભરત ગ્રાફિક્સ)
પંડિતવર્યશ્રી છબીલદાસભાઈને અમારા પિતાજી સોમચંદ ડી. શાહ અને ઘર સાથે સ્નેહી-સગા જેવા સંબંધ હતા, અનેરી આત્મીયતા હતી, વાણીમાં મીઠાશ હતી. ખંભાત વ. સ્થળે સ્વાધ્યાયની સારી એવી સેવા કરી છે. જ્ઞાનદાનથી અનેકના જીવનમાં ઉજ્વળતા આવી છે.
સારા વક્તા અને શક્તિશાળી પંડિતજી હતા. તેમને આ તકે યાદ કરી નમસ્કાર પૂર્વક હાર્દિક શ્રદ્ધાંજલિ.
અશ્વિન શાહ, (સુઘોષા કાર્યાલય, અમદાવાદ)
પંડિતજીનું પંડિત મરણ શુભસૂચક છે તેમણે મેળવેલા જ્ઞાનનો ઉપયોગ પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોને ભણાવવામાં જીવનને સફળ કરીને બનાવ્યું છે. ઘણી જગ્યાએથી તેમના બહુમાન અર્થે પ્રસંગો ઊભા થયા પણ તેનો સ્વીકાર કરતા જ નહીં આ નિર્લોભતાનો મોટો ગુણ હતો.
અમો મહેસાણામાં સાથે ભણતા તેઓ વિશેષ અભ્યાસ કરી ઘણા આગળ વધ્યા. અમારો સંબંધ ખૂબ જ નિકટ થતાં એકબીજાના ઘરે આવવા જવાનું બનતું.
વડીલજનોનો વિરહ સર્વ કોઈને દુઃખદાયી નીવડે પરંતુ પંડિતજીએ આ ભવ સુધાર્યો અને મોટા પ્રમાણમાં જ્ઞાનદાન આપી ભવાંતર પણ સુધાર્યો તેમના આત્માને ચિર શાંતિ મળે એવી અભ્યર્થના. અધ્યાપક શ્રી મોહનલાલ હઠીચંદ શાહ બોટાદ
નાતસ્ય ફ્રિ અવશ્ય મૃત્યુઃ । જન્મેલા પ્રાણીમાત્રનું મૃત્યુ અવશ્યભાવી છે. ચક્રવર્તી રાજાઓ કે ખુદ તીર્થંકર પરમાત્મા કાળના આ અકાટ્ય નિયમનું ઉલ્લંઘન કરી શક્યા નથી. પ્રત્યેક પ્રાણીને આ નિયમનો સ્વીકાર કરીને નિયમનું શરણ સ્વીકારવું પડે જ છે !
પૂ. ગુરુદેવશ્રી છબીલદાસભાઈના સ્વર્ગારોહણથી સારાય જૈન સંઘે જ્ઞાનનો ભંડાર ગુમાવ્યો છે. પ્રભુવીરના વચનોને વાગોળી-વાગોળીને, ચાવી-ચાવીને, જીવનમાં જે અણમોલ પ્રકાશ તથા તે પ્રકાશના પાયાવાળું દિવ્યજીવન જીવીને વિપત્તિના ભયંકર વાદળો વચ્ચે જે સ્વસ્થતા, ધૈર્યતા તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org