________________
# કિ *--* ( જ્ઞાન પુષ્પાંજલિ )
પંડિતવર્ય છબીલદાસના જીવન કવન ઉપર નજર નાખું છું. ત્યારે મને ખ્યાલ આવે છે કે ખંભાતના જાહેર જીવનમાં પડવા માંગનાર મને આધ્યાત્મિક જીવન તરફ વાળનાર એ મહામાનવના પરિચયમાં આવ્યા પછી સામાજીક, ધાર્મિક કાર્યક્રમોમાં તેમના માર્ગદર્શન હેઠળ કાર્ય કરવાનું મળ્યું અને જીવનમાં. ધન્યતા અનુભવી ! ખંભાતમાં તેઓશ્રી રહ્યા ત્યાં સુધી તેમનું સતત માર્ગદર્શન મળતું રહેતું હતું. જે આજે પણ ભૂલી શકાતું નથી! શરીરની સશક્ત અવસ્થામાં જે વ્યક્તિ સમજપૂર્વક સથવારા ઘટાડતી જાય છે. એ વ્યક્તિને શરીરની અશક્ત અવસ્થામાં વગર સથવારે સમાધિ ટકાવી રાખવામાં પ્રાયઃ વાંધો આવતો નથી. એ તેમના જીવન ઉપર દ્રષ્ટિ નાખતાં દેખાતું હતું! શરીરે અશક્ત થયા હોવા છતાં સૂરત ગયા પછી પણ તેઓ કહેતા હતા કે નવરા બેસી રહેવું કે નિષ્ક્રિય બની જવું એ નિવૃત્તિ નથી, પણ સમ્યફપ્રવૃત્તિઓ માટે પૂર્ણ ઉત્સાહથી સક્રિય બની જવું એજ પ્રવૃત્તિ છે. અને જીવનના અંત સુધી અધ્યયનનું કામ ચાલુ રાખી નિવૃત્તિને પ્રવૃત્તિમય બનાવી જીવન ધન્ય બનાવી ગયા.
ભદ્રિકભાઈ કાપડીયા - ખંભાત
પંડિતવર્ય છબીલદાસભાઈના સ્વર્ગારોહણના સમાચાર જાણી અમારું પણ હૃદય રડી રહ્યું છે પણ આ જીવલોકનો સ્વભાવ એવો છે કે તીર્થકરો, ગણધરો વગેરે જે મહાન્ ઉપકારક મહાત્માઓ પણ અમર રહી શક્યા નહિ. પરંતુ ઉપકારકના મહાન્ ગુણોની સુવાસ જગતમાં રહી ગઈ છે અને રહેશે. તે જ રીતે પંડિતવર્યના પણ મહાન ગુણોની સુવાસ આપણા સંઘમાં તેમજ તેમના બીજા પરિચિતોમાં પણ છે અને રહેશે. એ સુવાસ અમર રહી જશે તેનો જશ તમારા કુટુંબમાં પણ રહેશે તેમના પરિચયમાં પણ હું ઘણી વખત આવેલ છું અને તેમના જ્ઞાનનો લાભ પણ મને મળેલ છે. તેમના ગુણો તો ઘણા હતા છતાં પણ જેમ જેમ વૃદ્ધત્વ આવતું ગયું તેમ તેમ ઉદારસ્વભાવ અને ઠંડી પ્રકૃતિ વગેરે વધતાં ગયાં. તેઓ ગુણાનુરાગી પણ ખૂબ હતા. તેમની જ્ઞાનદાનની ભાવના તો અજોડ હતી. તેમની પાસેથી અમારી શંકાઓનો જવાબ સંતોષકારક મળતો હતો તેથી હવે અમને એમ થાય છે કે અમારી શંકાઓનું સમાધાન કોણ કરશે? તેથી વિશેષ અમારું હૃદય પણ દિલગીરીનો અનુભવ કરે છે પરંતુ સાથે સાથે આનંદ પણ એ છે કે તેમનું નવકારમંત્રના સ્મરણપૂર્વક તેમજ જ્ઞાનદાન આપવાની ભાવનાપૂર્વકનું સમાધિપણે અવસાન થયું છે. તેથી તમોને અને અમોને સંતોષ થાય છે.
પંડિતજીએ જેમ વૃદ્ધપણામાં પોતાનો સ્વભાવ ઠંડો અને મીઠો બનાવ્યો તે પ્રમાણે આપણે સૌ વૃદ્ધપણામાં ઠંડો અને મીઠો સ્વભાવ બનાવીએ અને જ્ઞાન-દાનની ભાવનાપૂર્વકનું જીવન જીવીએ અને અંતે પંડિતજીની જેમ સદ્ગતિના ભાગીદાર બનીએ.
પં. શ્રી અમુલખભાઈ મુલચંદભાઈ શાહ તપોવન-નવસારી
દુર્લભ એવા મનુષ્ય જન્મને પામી જીવનને કૃતાર્થ કર્યું. સામાન્ય સ્તરથી ઊંચે આવી પુરુષાર્થનો પ્રદીપ પ્રગટાવી અંધકારને દૂર કરી પંડિતજીએ ચતુર્વિધ સંઘમાં સિદ્ધિના સોપાન સર કરેલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org