________________
૧૨૨
પંડિતજીને શ્રદ્ધા-સુમન
“જ્ઞાની શ્વાસોચ્છ્વાસમાં કરે કર્મનો છેહ પૂર્વ કોડી વર્ષો લગે અજ્ઞાની કરે તેહ” પરમજ્ઞાનદશાની અત્યંત નજીક, જીવનભર જ્ઞાન સાધના કરીને અન્યોને પણ જ્ઞાનસાધના કરાવનાર પંડિતશ્રેષ્ઠ મુ. શ્રી છબીલદાસભાઈ સંઘવીને અંજલિ આપવા માટે શબ્દ એ બહુ જ સાંકડું સાધન છે.
જ્ઞાન પુષ્પાંજલિ
તેઓશ્રીના સ્વર્ગગમનથી મોઢામાંથી એટલા જ શબ્દો સરી પડે કે ધરતી આજે રાંક બની છે સ્વર્ગ વધુ ધનવાન."
સેંકડો કદાચ હજારોને સર્વવિરતિ માર્ગે મોકલનાર પંડિતજી ખરખર જીવન ધન્ય બનાવી ગયા. “જ્ઞાની કે અજ્ઞાની જન સુખદુ:ખ રહિત ન હોય. જ્ઞાની વેદે ધૈર્યથી અજ્ઞાની જન રોય.'
ઉપરોક્ત પંક્તિ મુજબ પંડિતજી જીવનના કોઈ પણ સારા-નરસા પ્રસંગોમાં ડગ્યા નથી. એનો હું અને બીજા અસંખ્યજનો સાક્ષી છે. આજ તેમની જ્ઞાન-સાધનાની સાચી ફળશ્રુતિ હતી.
વાત્સલ્યગુણના તેઓશ્રી ભંડાર હતા. નાના-મોટા, તેમના પરિચયમાં આવનાર દરેકને તેમના આ વાત્સલ્ય ગુણનો અનુભવ થયા સિવાય રહ્યો નહિ હોય.
અંતમાં એટલું જ કહેવાનું કે
જીવન તો આપનું સૌરભભર્યા ફૂલોની છાબ છે.
“છૂપું કશું નથી, પંડિતજી પ્રેમની ખુલ્લી કિતાબ છે.”
આપશ્રી જ્યાં હો ત્યાંથી અમોને ધર્મ અને અધ્યાત્મના માર્ગે આગળ વધવાની પ્રેરણા આપતા રહેશો એ જ શાસનદેવને પ્રાર્થના.
Jain Education International
શ્રી શ્રેણિકભાઈ કાન્તિલાલ શાહ મુંબઈ ઉપપ્રમુખ : જૈનધર્મ તત્ત્વજ્ઞાન પ્રચારક પરિષદ
શ્રીયુત્ પંડિતવર્યશ્રી છબીલદાસભાઈના જવાથી જિનશાસનને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. તેમના જવાથી જૈન સમાજે ‘જૈન સમાજ રત્ન' ગુમાવ્યું છે.
ઉષાકાંતભાઈ ઝવેરી - સુરત
For Private & Personal Use Only * .
www.jainelibrary.org