________________
(૧૨ ૧)
» » » : " મ
જા
અહંકજ xx
vમ. * * *
* (
જ્ઞા
સમ્યગુજ્ઞાનદાતા, નિઃસ્પૃહી, વાત્સલ્યનિધિ પંડિતવર્યશ્રી છબીલદાસભાઈને તેઓશ્રીની ઇચ્છા મુજબનું સમાધિ મરણ તેમને પ્રાપ્ત થયું છે. તેમની ચિરવિદાયથી આપણે સહુએ શિરછત્ર ગુમાવ્યું છે. જ્ઞાનદાનના ક્ષેત્રે શ્રીસંઘને પણ મોટી ખોટ પડી છે.
તેઓશ્રીની ભણાવવાની ઉત્કંઠા, તથા અંતિમ સમયે અધ્યયન માટે આવેલા પૂ.સાધ્વીજી ભગવંતની ઉપસ્થિતિ વગેરે સંયોગો તેમના ઉત્તમોત્તમ દિવ્યસ્થાનનું સૂચક છે.
વિ. સં. ૨૦૧૬ના શ્રી શત્રુંજય મહાતીર્થ-પાલીતાણાના ચાતુર્માસમાં મારા પૂ. પિતાશ્રી (પ્રવીણચંદ રાજા)ની ભાવના હતી કે તીર્થભક્તિ અને જિનભક્તિ સાથે જ્ઞાનભક્તિ થાય. ચતુર્વિધશ્રી સંઘના જિજ્ઞાસુઓને સ્વાધ્યાય થાય. સ્વ.પંડિતજીને સ્વાથ્યની અનુકૂળતા ન હોવા છતાં પરિવારની વિનંતી સ્વીકારી અને તેઓશ્રીની સાન્નિધ્યતામાં પાંચ પંડિતશ્રીઓએ સ્વાધ્યાયનું કાર્ય સંભાળી લીધું જેથી ચાતુર્માસ યાદગાર રહ્યું.
1 - શ્રી હિમાંશુભાઈ પ્રવીણચંદ રાજા-મુંબઈ
સ્વ. પંડિતજી શ્રી છબીલદાસભાઈ સંઘવી જિનશાસનનું એક રત્ન હતું. પૂજ્યો પાસેથી જાણવા મળેલું કે વ્યાકરણ, ન્યાય, કર્મસાહિત્યના વિષયોનું ઊંડાણ સારું હતું. પ્રભુશાસનની કેટલીક વિચારણાઓ પંડિતજી સાથે થઈ ત્યારે અનુભવ પણ થયો. પૂજ્ય સાધુભગવંતો અને પૂજ્ય સાધ્વીજી ભગવંતોને અભ્યાસ કરાવતા ત્યારે સંયમ જીવનની આરાધના બાબત અને
શાસનની ખુમારી બાબતની વાતો કરી માર્ગદર્શન પણ આપતા. અધ્યાપકો અને શિક્ષિકાબેનો પ્રત્યે વાત્સલ્ય સભરભાવ પ્રસંગે પ્રસંગે જોવા મળ્યો છે.
સતત સ્વાધ્યાયમાં રત પંડિતજી મૃત્યુની ક્ષણે પણ સ્વાધ્યાયના ભાવમાં રમતા હતા. જ્ઞાન પરિણત જ્ઞાની પુરુષને અંતિમ ક્ષણે ચિત્તની પ્રસન્નતા જ હોય એ સ્વાભાવિક છે. આચારસંપન્ન આ જ્ઞાની પુરુષ સ્વ. પંડિતજીને વંદના કરું છું. રત્નત્રયીની આરાધનાના બળે શીધ્ર પરમપદ પામે એ જ મંગલકામના
- શ્રી કુમારપાળ વી. શાહ (કલિકુંડ તીથી ધોળકા.
મારા મિત્ર શ્રી મહેન્દ્રભાઈ ખુમચંદ દ્વારા આદરણીય વયોવૃદ્ધ પંડિત શ્રી છબીલદાસભાઈના અવસાનના સમાચાર જાણી અત્યંત ખેદ થયો. હજુ પોષ મહિના પહેલાં સૂરતમાં એક સમારંભમાં અમે મળ્યા હતા અને ત્યાર પછી એમના ઘરે ગયા હતા એક વાતનું તેઓ વારંવાર રટણ કરતા હતા કે હવે ઉંમર થઈ છે. પૂ.સાધુ સાધ્વીજી ભગવંતોને ઓને આમ ભણાવતાં ભણાવતાં જીવન પૂરું થાય એમ ઈચ્છું છું. જાણે તેઓને અંદરથી સૂઝી આવ્યું હોય એવું લાગ્યું અને તેમને ઈચ્છામૃત્યુ મળ્યું. કેવું સરસ સભાગ્ય કહેવાય ! પંડિતજીનું સમગ્ર જીવન જ્ઞાનદાનમાં વીત્યું છે. વળી એ જ્ઞાન એમના જીવનનાં પરિણત થયું હતું. એથી જ તેઓ નિઃસ્વાર્થ, નિસ્પૃહ, વિનમ્ર, સેવા પરાયણ, ધર્મમય જીવન જીવતા હતા અને ઉંચી આત્મકથા અનુભવતા હતા એમનું જીવન પ્રેરણાદાયી હતું. એમના આત્માને શાંતિ હશે જ અને એ માટે આપણી પ્રાર્થના પણ છે.
-રમણલાલ ચી. શાહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org