________________
(૧૨૦)મા-. જw
w w
w www .
. .
. ખર જબ ( જ્ઞાનપપ્પાજલિ
જી
D
શ્રાવકોના સંદેશા
શ્રીમદ્દ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા મહેસાણાના ભૂતકાળના તેજસ્વી વિદ્યાર્થી પંડિતવર્ય શ્રી છબીલદાસભાઈ કેશરીચંદ સંઘવી જૈનવિદ્વાનોની પહેલી હરોળના એક વિદ્વાન્ પ્રાધ્યાપક હતા.
વ્યાકરણ અને ન્યાયના વિદ્વાન્ પંડિતજીએ ચતુર્વિધ શ્રી સંઘમાં લગભગ ૬૫ વર્ષ સમ્ય જ્ઞાનનું દાન કરી શાસનની સુંદર સેવા કરી છે. ૮૪ વર્ષની વયોવૃદ્ધ અવસ્થામાં પણ પ્રતિદિન પાંચેક કલાક અભ્યાસ કરાવતા પંડિતજીની ભાવના હતી કે ભણાવતાં ભણાવતાં દેહ છૂટે. જ્ઞાન સાથે નિરાભિમાનતા, સરળતા કે વાત્સલ્ય હોવું બહુ જ કઠિન છે જે પંડિતજીમાં જોવા મળતું હતું.
મને ૪૮ વર્ષ મહેસાણા પાઠશાળામાં કામ કરવાનો જે અનેરો લાભ મળ્યો છે તેમાંનો એક લાભ પંડિતજીને નજીકથી નિહાળવાનો અને પાઠશાળાની શૈક્ષણિક બાબતમાં તેમના સલાહ-સૂચન તેમજ માર્ગદર્શન મેળવવાનું બન્યું તે છે. આથી જ શેઠ આણંદજી કલ્યાણજી પેઢી અંતર્ગત શ્રુત આનંદ ટ્રસ્ટ સંચાલિત “સંબોધિ ભવન'નું ઉદ્ઘાટન પંડિતજીના શુભહસ્તે કરાવ્યું હતું. એક વિદ્વાન્ પુરુષના હસ્તે ઉદ્દઘાટન થયું હોય તેવો આ મંગળ પ્રસંગ હતો.
મારા આદરણીય પૂજ્ય પિતાશ્રીજી, પ્રતિષ્ઠા જેવા વિશેષ પ્રસંગે પંડિતજી હાજર રહે તેવો આગ્રહ રાખતા, જે તેમના વિધિ અંગેની જાણકારીનો ખ્યાલ આપે છે.
પંડિતજીનું જીવન સ્વાધ્યાયમય હતું. અધ્યયન-અધ્યાપનનો રસ જીવનના અંતિમ ક્ષણ સુધી રહ્યો જે અનુમોદનીય છે..
શ્રી શ્રેણિકભાઈ કસ્તૂરભાઈ શેઠ, અમદાવાદ (પ્રમુખ – શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી)
જૈન તત્ત્વજ્ઞાનના ઊંડા અભ્યાસી, સમ્યગુજ્ઞાન દાતા પંડિતવર્યશ્રી છબીલદાસભાઈનું જૈનસંઘમાં જ્ઞાનક્ષેત્રે અનુમોદનીય યોગદાન છે. મારા પૂ. પિતાશ્રીજી ખુમચંદ રતનચંદ શાહને પંડિતજી માટે ઘણો સદ્ભાવ હતો. મળવાનું થતું ત્યારે જ્ઞાનગોષ્ઠી કરતા. અભયદાન કરતાં જ્ઞાનદાન ચડિયાતું છે. તેઓએ ૬૫ વર્ષ સુધી સેંકડો પૂ.સાધુ-સાધ્વીજી, શ્રાવક-શ્રાવિકાઓને સમ્યજ્ઞાનનું પ્રદાન કર્યું છે. આ સુકૃત ઘણું મોટું છે. જૈનસંઘને આવા શ્રેષ્ઠ પંડિતની ખોટ પડી છે.
- શ્રી મહેન્દ્રભાઈ ખુમચંદભાઈ શાહ, મુંબઈ પ્રમુખ : શ્રી જૈનધર્મ તત્ત્વજ્ઞાન પ્રચારક પરિષદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org