________________
૧૧૯)- એ - - - - - *
* *--- --* - -( જ્ઞાન પુષ્પાંજલિ)
પંડિતજીના સ્વર્ગગમનના સમાચાર જાણી હૃદયને આઘાત લાગ્યા વિના ન રહે. પંડિતજીએ જ્ઞાનદાન કરી ઉત્તમ માનવભવને સફળ બનાવ્યો છે. કાળ આગળ કોઈનું ચાલતું નથી. નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતા ગયા છે તે જાણી આનંદ અનુભવ્યો છે. સમાધિમૃત્યુ થયું એ જ મહાનતા છે.
પૂ. સા. શ્રી તત્ત્વપૂર્ણાશ્રીજી મ.સા.
. પંડિતવર્ય છબીલભાઈના સમાચાર જાણી ખૂબ જ દુઃખ થયું છે. તેમની ખરેખર ના પૂરાય તેવી ખોટ પડી છે. તેમનામાં ખૂબ જ જ્ઞાન તથા જ્ઞાન દાન કરવાની પણ ખૂબ જ ભાવના. ભણાવવાની સાથે વૈરાગ્ય-ત્યાગની વાત પણ કરતા જાય. તેમના જ્ઞાનદાનથી કેટલાય જીવો ત્યાગ માર્ગે વળ્યા ને સર્વવિરતિ ના લઈ શકે તો દેશવિરતિ જરૂર સ્વીકારતા. અમોએ પણ ખંભાતમાં રહી તેમની પાસેથી સારી રીતે જ્ઞાન મેળવ્યું છે. આવા જ્ઞાનદાતા ગુરુનો ઉપકાર ક્યારેય ભૂલાય તેમ નથી. તેઓશ્રી છેલ્લે અમને શામળાની પોળે મળ્યા હતા. કહેતા કે છેક સુધી જ્ઞાનદાન કરતો રહું. આજે તેમના હૈયાનો ભાવ સાકાર બન્યો. આટલી ઉંમરે પણ જ્ઞાન ખૂબ જ આપ્યું છે. જ્ઞાનદાતાગુરુ જ્યાં હોય ત્યાં સંઘ પ્રત્યે અમી વર્ષાવે.
પૂ. સા. શ્રી પૂર્ણભદ્રાશ્રીજી મ.સા. (ખંભાતવાળા) પૂ. સા. શ્રી કાન્તભદ્રાશ્રીજી મ.સા., પૂ. સા. શ્રી સમત્તભદ્રાશ્રીજી મ.સા.
શ્રુતજ્ઞાનએ શ્રેષ્ઠ સત્સંગ છે. સત્સંગ કુમતિ, કુસંગ અને કુવાસનાનો નાશ કરે છે... તેમ શ્રુતજ્ઞાન દુર્મતિનો નાશ કરે, દુષ્ટોના સંગને દૂર કરે અને
અંતરની મલિન વાસનાઓનો વિનાશ કરે. સમગ્ર લોકમાં એક સારભૂત એવા વિશાળ દ્વાદશાંગીરૂપ શ્રુત-સિદ્ધાંતને
હંમેશા ભક્તિ પૂર્વક અંગીકાર કરું છું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org