________________
જ્ઞાન પુષ્પાંજલિ
પંડિતશ્રી છબીલદાસજીના ગુણગાન ગાવાં આપણે અસમર્થ છીએ. છતાંયે આત્મોલ્લાસથી હૈયુ અતિરેકને પાી કાંઈક લખવા તત્પર બન્યું છે. આગમનાં રહસ્યો અને સિદ્ધાંતનાં મૌલિક તત્ત્વોને કળી શકવામાં પૂ. પંડિતજીની પ્રભા એકાંતવાદી સૂર્યને ઓળંગી જાય છે. આજે એ આધાર ચાલ્યા ગયા. તેમના જવાથી સત્તરગામ જ નહિ પરંતુ ભારતભરના નામાંકિત વિદ્વાન પૈકી એક રત્નને આપણે ખોઈ બેઠા છીએ.
૧૧૮
શાસનના વિકટ પ્રશ્નો તથા ગૂંચવણો ક્ષણવારમાં ઉકેલી શકતા. ઘણા ઘણાને આશ્વાસનરૂપ અને સહાયક બનતા હતા. છેલ્લા પાંચ વર્ષ દરમ્યાન ઘણું અનુભવજ્ઞાન તેમની પાસેથી પ્રાપ્ત થયું હતું.
ભૌતિક દેહે ચાલ્યા ગયા છે કિંતુ કીર્તિદેહે સદા સજીવન છે, તેઓની નૈસર્ગિક ગુણમાલાને આપણા ઉરસ્તલ પર આરોપી સાચી અંજલિ અર્પીએ. તેમના ગુણોને જીવનમાં અપનાવીએ તો જ જીવનની સફળતા છે. ઘણું લખવાનો ભાવ હોવા છતાં શોકની ઉભરાતી લાગણીથી જે લખાયું છે તેથી વધુ લખવા શક્તિમાન નથી.
શાસનદેવ સ્વર્ગસ્થના આતમાને શાંતિ આપે એ જ અભ્યર્થના.
પૂ. સા. શ્રી. હર્ષપૂર્ણાશ્રીજી મ. સા.
જ્ઞાનદાતા-જ્ઞાનપિપાસુ પંડિતવર્ય છબીલદાસભાઈ એકાએક દેવલોક થઈ ગયા. તેઓશ્રીએ તો પોતાના જીવન દરમ્યાન અનેક સાધુ-સાધ્વી ભગવંતોને જ્ઞાન-દાન કર્યું છે. તેમજ શાસનના-સંઘના અનેકવિધ કાર્યો દ્વારા સુવાસ ધૂપસળીની જેમ પ્રસરાવી છે. તેમનામાં રહેલ ઉદારતા નિખાલસતા, ઔચિત્યપણું કાર્યદક્ષતા વિ. ગુણવૈભવને ક્યારે પણ ભૂલાશે નહીં. તેઓશ્રીએ તો ખંભાતની પાઠશાળામાં પૂ. ગુરુમહારાજ શ્રીમતીશ્રીજી મ. સા.ની પ્રેરણા હેઠળ ઘણો જ ભોગ આપ્યો છે અને અમે પણ તેમની પાસે જ્ઞાન મેળવ્યું છે. છેલ્લા ચાર-પાંચ વર્ષથી કટક-કલકત્તા-દિલ્હી વિ. તરફ ચાતુર્માસ થવાના કારણે અમો પ્રત્યક્ષ મળી શક્યા ન હતા બાકી એમનો પત્ર તો આવતો જ હતો. સદ્ગત આત્મા જ્યાં હોય ત્યાં શાસન, સમ્યક્ત્વ અને સંયમ પામી શીઘ્રતાએ સિદ્ધિગતિને પામે. પૂ. સા. શ્રી સુલસાશ્રીજી મ. સા.
શું લખું ? શ્રીયુત્ પંડિતવર્ય છબીલદાસભાઈના સ્વર્ગવાસના એકાએક સમાચાર સાંભળી સહજભાવે દુ:ખ થયું છે. તેઓશ્રીના સ્વર્ગવાસથી શાસનને મોટી ખોટ પડી છે.
અમોને પણ તેમની ખૂબ જ ખોટ સાલશે. જ્યારે જ્યારે કાંઈ પણ શંકા પડે તો તરત તેઓશ્રી તેના ખુલાસા આપી નિઃશંક કરતા હતા.
તેઓશ્રીનો ખૂબ જ લાગણીશીલ સ્વભાવ હતો. ધીર-ગંભીર, નિઃસ્પૃહતાદિ ગુણો આપણામાં આવે તેવી પરમકૃપાળુ પ્રભુને પ્રાર્થના.
પ્રભુ તેમના આત્માને ચિર શાંતિ આપે. નિકટ મોક્ષગામી બને એવી એકની એક ઇચ્છા. પૂ. સા. શ્રી મયૂરકળાશ્રીજી મ.સા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org