________________
૧૧૭
પૂ. સાધ્વીજી ભગવંતોના સંદેશા
પંડિતજીની વિદાયથી શાસન અને સમાજને ન પૂરી શકાય તેવી ખોટ પડી છે. સુંદર જીવન જીવી ગયા છે. આવા જ્ઞાનીપુરુષની ખોટ આપણને ઘણી સાલશે.
પૂ. સા. શ્રી સોહનશ્રીજી મ. સા.
જ્ઞાન પુષ્પાંજલિ
પંડિતજીના સમાચાર જાણ્યા-જાણી વજ્રધાત થયો. આમ એકદમ ચાલ્યા જશે એવું સ્વપ્રમાંય નહીં. ખરેખર અમને–તમને ખોટ પડી છે તેમ નથી. તેમના જવાથી જૈનશાસનને ખરેખર મોટી ખોટ પડી છે. જ્ઞાનીની કિંમત જ્ઞાની જ જાણે. તેઓની જ્ઞાન-દાનશક્તિ અજોડ હતી. ભણાવવાની રીત અનોખી હતી. દાખલા દૃષ્ટાંત સાથે એવું ફીટ મગજમાં કરી દેતા કે શંકાને સ્થાન રહેતું નહીં. તેમની પાસે એકવાર અભ્યાસ કર્યા પછી બીજે પાઠ લેવા માટે મન તૈયાર થતું નહીં. વિશેષ તો કર્મગ્રંથ ભણીને પછી કર્મનીથીયરીને જીવનમાં બરાબર વણી લીધી હતી. જીવનમાં દુઃખોની વણઝારો ખડકાયાં છતાં સમતા ભાવે સહન કર્યાં. શરીર અશકત થવા છતાં જ્ઞાનનો દીવો ઝળહળતો રાખ્યો. તેમના ગુણો યાદ આવતાં મસ્તક ઝૂકી જાય છે ! જન્મ તેનું મરણ તો નિશ્ચિત છે પણ જીવન કેવું જીવ્યા તેની કિંમત છે. ખરેખર ! જ્ઞાનને આત્મસાત્ કરી પચાવી જાણ્યું અને અનેકોના જીવનમાં જ્ઞાનદીપક પ્રગટાવી આપણી સૌની વચ્ચેથી અમરસ્થાનને પામી ગયા. પૂ. સા. શ્રી વસંતપ્રભાશ્રીજી મ. સા.
એક વિશિષ્ટ કોટિના જ્ઞાનદાતાની ખોટ ચતુર્વિધ સંઘમાં પડી છે. તેઓશ્રીએ તો નિખાલસભાવે જ્ઞાનપિપાસુ આત્માઓને જ્ઞાનદાન આપી આત્મજાગૃતિ જગાડી છે. અમને પણ ખંભાતમાં ન્યાયવ્યાકરણાદિ વિશિષ્ટ ગ્રંથોનો સુંદર અભ્યાસ કરાવ્યો છે તેના સ્વરૂપે આજે અમો અનેક ભવ્ય જીવોને પરમાત્માની વાણીનું ઉપદેશ દ્વારા પાન કરાવી રહ્યા છીએ.
પૂ. સા. શ્રી પ્રવીણાશ્રીજી મ.સા.
પૂજ્યશ્રી છબીલદાસજીએ પંડિતજીનું બિરુદ પંડિતમરણ મેળવી સાર્થક બનાવ્યું. છેલ્લી ઘડી સુધી જ્ઞાનદાન ચાલુ રાખ્યું હતું. છેલ્લે છેલ્લે અણસણનો ભાવ આ બધું આત્મસાત્ કર્યું તે અંતે સાક્ષાત્કાર કરી બતાવ્યું, એ આત્મા જ્યાં હોય ત્યાં શાંતિ મેળવે.
શાસન અને સંઘમાં વિશિષ્ટ વ્યક્તિની ખોટ પડી ગઈ. તેમનો મોટામાં મોટો ગુણ સમાધિ ભાવ તે ગુણ બધા જ મેળવતાં રહે એ જ કામના.
પૂ. સા. શ્રી સૂર્યપ્રભાશ્રી મ.સા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org