________________
જ્ઞાન પુષ્પાંજલિ
પંડિતજીના સ્વર્ગવાસથી સૌરાષ્ટ્ર-ગુજરાતે જ નહિ પરંતુ સમગ્ર ભારતદેશે જ્ઞાનરૂપી જ્યોતને પ્રગટાવનાર સભ્યજ્ઞાનદાતા તથા આરાધક પુણ્યાત્મા ગુમાવ્યો છે.
પંડિતજી ઘણા વર્ષોથી સંસ્થા સાથે સંકળાયેલા હતા.
૧૧૬
તેઓ આ સંસ્થાને પોતાની સમજી બાળાઓને તથા ગૃહમાતાઓને સ્વકર્ત્તવ્ય સંબંધી સમજ આપતા હતા. પંડિતજી સ્વભાવે ધર્મપ્રેમી અને માનવસેવા પરાયણ હતા.
શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ, પાલીતાણા
અમારા શ્રી સંઘમાં પંડિતજીને જ્યારે જ્યારે આમંત્રણ આપતા ત્યારે સમયનો ભોગ આપી શ્રી સંઘને માર્ગદર્શન આપતા. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય જયંતસેનસૂરીશ્વરજીમ. સા. ની નિશ્રામાં ઇન્દોર મુકામે શ્રી અભિધાન રાજેન્દ્ર કોષ ભા-૭ના વિમોચન પ્રસંગે હાજરી આપી હતી.
પૂ. સાધુ, સાધ્વીજી મ. સાહેબોને ભણાવવા ઉપરાંત જૈન સંઘના મહાન કાર્યો પણ કર્યાં છે. શ્રી સૌધર્મ બૃહત્ તપાગચ્છીય સંઘ-અમદાવાદ
પરમ વંદનીય પંડિતજી શ્રી છબીલદાસ સંઘવી તા. ૨૦-૮-૨૦૦૨ શ્રાવણ સુદ ૧૩ મંગળવારના રોજ સુરત ખાતે ૮૪ વર્ષની જૈફ વયે નવકારમંત્રનું સ્મરણ કરતાં સમાધિપૂર્વક દેવલોક પામ્યા. આ સમાચાર જાણી સમસ્ત જૈન સંઘોમાં અને અમોને ખૂબ જ આઘાત લાગ્યો છે. આપ અમારા મંડળના આદ્યસ્થાપક-માર્ગદર્શક અને શુભાશીર્વાદદાતા હતા. આપની વસમી વિદાયથી અમોને મહાન ખોટ પડેલ છે. પ્રભુ આપના પવિત્ર આતમાને ચિર શાંતિ અર્પે.
ચરણ કમળમાં શીશનમાવું, વંદનકરું ગુરુજી તમને.
શ્રી વીશા ઓશવાળ જૈન ભક્તિમંડળ (ખંભાત) વતી શ્રી દિનેશભાઈ ઝવેરી
પંડિતજી છબીલદાસભાઈ સંસ્કૃત, પ્રાકૃતભાષાના પ્રખરવિદ્વાન્ અને જૈનધર્મના ધર્મગ્રંથોને સમજનારા, સમજાવનારા તથા પૂ.સાધુ-સાધ્વીજીભગવંતોને તેનું માર્ગદર્શન આપનારા એક મહાન વિદ્વાન્ હતા. તેનાથી આગળ કહું તો તેઓ જૈનસમાજના તાજમાં જડેલા શિરોમણી સમાન એક “પંડિતરત્ન” હતા. તેઓના અવસાનથી જૈનસમુદાયને ન પૂરાય તેવી વિદ્વાન્ પંડિતશ્રીની મહાન ખોટ પડી છે. અંતમાં પ્રભુને પ્રાર્થના કરીએ કે પરમકૃપાળુ પરમાત્મા દિવંગત આત્માને પરમશાંતિ અર્પે. એ જ અભ્યર્થના સાથે
Jain Education International
શ્રી ખંભાત જૈન મિત્ર મંડળ સુરત વતી ઉપપ્રમુખ શ્રી દિલીપભાઈ એન. શાહ
For Private & Personal Use Only
www.jainelibrary.org