________________
( જ્ઞાન પુષ્પાંજલિ )
મુરબ્બી પંડિતવર્ય છબીલદાસભાઈના દુઃખદ અવસાનના સમાચાર જાણીને ખૂબ જ દુઃખ થયું છે. સંસ્થાના વ્યવસ્થાપક સમિતિના સૌ સભ્યો, અધ્યાપકગણ તથા વિદ્યાર્થીઓ આ મહાન વ્યક્તિના દુઃખદ અવસાનથી ખૂબ જ દુઃખની લાગણી અનુભવી રહ્યા છે. પંડિતજીએ “હાય” નહિ હોય' એવી દુ:ખ સહન કરવાની સમજણ કેળવેલી. આ સમજણ એમને યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામહેસાણામાં રહીને કર્મસિદ્ધાંતનું જ્ઞાન મેળવ્યા પછી મળી છે એમ ગૌરવપૂર્વક તેઓ દરેકને કહેતા. જીવનના અંત સુધી નાદુરસ્ત તબિયત હોવા છતાં એમણે એમના જ્ઞાનનો લાભ આપ્યો હતો.
શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા, મહેસાણા
પરમ આદરણીય પંડિતજીની ચિરવિદાય. પંડિતપ્રવર શ્રી છબીલદાસભાઈ કે. સંઘવી સુરત ખાતે તા. ૨૦-૮-૨૦૦૨, મંગળવાર શ્રાવણ સુદ-૧૩ના રોજ બુઝર્ગવયે સ્વર્ગવાસ પામતાં ચતુર્વિધ સંઘને એક વિદ્વાન અને પ્રૌઢ પંડિતવર્યની મોટી ખોટ પડી છે. શ્રી જૈન ધર્મ તત્ત્વજ્ઞાન પ્રચારક પરિષદની સ્થાપનાથી જ તેઓશ્રી સહના વડીલ અને માર્ગદર્શક બની રહ્યા હતા. અનેક પૂજય સાધુ-સાધ્વીજી ભગવંતોના જે જ્ઞાનદાતા હતા. શ્રી મહેસાણા પાઠશાળાના તેઓ પનોતા પુત્ર હતા. ખંભાત મુકામે વર્ષો સુધી જ્ઞાનદાન આપી સુંદર સુવાસ પ્રસરાવી હતી. છેલ્લા કેટલાક વર્ષોથી સુરતમાં અસ્વસ્થ અવસ્થામાં પણ જ્ઞાનદાન આપવાનું ચાલુ જ રાખ્યું હતું. નિઃસ્પૃહતા, સમતા, સહનશીલતા, નિખાલસતા તથા જૈન શાસન અને ધર્માનુષ્ઠાનો પ્રત્યેનો પ્રેમ તેમના જીવનના વિશિષ્ટ ગુણો હતા. સંસ્કૃત વ્યાકરણન્યાય, જૈન તત્ત્વજ્ઞાનના લગભગ તમામ વિષયોના તેઓ એક મહાન વિદ્યાદાતા હતા. આવા ખ્યાતનામ પંડિતજીના વિરહથી તેમના પરિવારને અને આપણને સહુને તેમની મીઠી હૂંફ ભરી યાદ સતાવે એ સ્વાભાવિક છે. પરમાત્મા તેમના મહાન આત્માને ઉત્તરોત્તર સદ્ગતિ, સમાધિ અને શિવપદ અર્પે એ જ અંતરની પ્રાર્થના.
“શ્રી જૈનધર્મ તત્ત્વજ્ઞાન પ્રચારક પરિષદ્'
ભમિ ભાભર અને કર્મભૂમિ ખંભાત, સરતમાં સત્તરગામ જૈન સમાજ જેમના માટે ગૌરવ લઈ શકે તે પંડિતજીએ પોતાનું સમગ્ર જીવન જૈનશાસનને સમર્પિત કર્યું છે. હજારો સાધુ ભગવંત તથા સાધ્વીજી ભગવંતોને જ્ઞાનદાન આપ્યું. એવા અમારા સમાજના સમાજરત્ન પંડિતવર્ય શ્રી છબીલદાસ કેશરીચંદ સંઘવી કે જેમણે અંત સમય સુધી જ્ઞાનરૂપી દાન આપતાં પોતાનો દેહ છોડ્યો છે. એમના નિધનથી અમારા શ્રી સત્તર ગામ જૈન સમાજને જ નહીં પણ જૈનશાસનને પણ ખોટ પડી છે. એમના
જીવનમાંથી ફેલાયેલી જ્ઞાનરૂપી સુવાસ સદાય મહેકતી રહે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના. સગત મોક્ષગતિના ગામી બને એ જ કોટી કોટી વંદના સહ...
શ્રી સત્તરગામ જૈન સમાજ, સુરત.
પંડિતશ્રી છબીલદાસના સ્વર્ગવાસના સમાચાર સાંભળીને ખૂબ જ આઘાત થયો છે. તેઓ આખી જિંદગી-છેલ્લા અંતિમ ટાઈમ સુધી વિદ્યાદાન આપી ગયા છે. અમારા શ્રીસંઘનું ગૌરવ હતું. તેમનો આત્મા પરંપરાએ પરમપદ પામે તે માટે પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ.
શ્રી જૈનસંઘ-ભાભર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org