________________
(૧૧૪) she was or " મvnv> *મv
claws »
જ્ઞાનપપ્પાજલિ
ક સંસ્થાઓના પ્રતિભાવ છે
નિઃસ્પૃહ પંડિતવર્યશ્રી છબીલદાસ કેશરીચંદ સંઘવી 8 જૈનસંઘના આદરણીય વિદ્વાનું પ્રતિભાશાળી પંડિતશ્રી છબીલદાસ કેશરીચંદ સંઘવી ૮૪ વર્ષની ઉંમરે સુરત મુકામે મંગળવાર તા. ૨૦-૮-૨૦૦૨ના સવારે સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યા છે. તેમની ચિરવિદાયથી ધાર્મિક શિક્ષણ ક્ષેત્રે એક વિરલ પ્રતિભા જૈનસંઘે ગુમાવી છે.
પંડિતજી છબીલદાસભાઈનો જન્મ ૮૪ વર્ષ પહેલા ભાભર (બનાસકાંઠા) મુકામે થયો હતો. તેર વર્ષની વયે મહેસાણાની શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસાર્થે જોડાયા હતા. આ સંસ્થામાં તેમણે ધાર્મિક તથા સંસ્કૃત-પ્રાકૃત વ્યાકરણ, કાવ્ય, ન્યાય વગેરેનો ઉચ્ચ અભ્યાસ કરી ખંભાતની શ્રી ભટ્ટીબાઈ સ્પાદૂવાદ સંસ્કૃત-પ્રાકૃત પાઠશાળામાં ધાર્મિક અધ્યાપક તરીકે જોડાયા. તેમની પાસે સેંકડો પૂ. સાધુ-સાધ્વીજીઓએ તથા શ્રાવક-શ્રાવિકાઓએ અભ્યાસ કર્યો છે અને તેઓ ૮૪ વર્ષની ઉંમરે પણ સુરતમાં પોતાના ઘરમાં અભ્યાસ કરાવી રહ્યા હતા.
તેઓ માત્ર અધ્યાપન ક્ષેત્રે જ નહીં, વિધિ-વિધાનના ક્ષેત્રમાં પણ અત્યંત નિપુણતા ધરાવતા હતા. અંજનશલાકા-પ્રતિષ્ઠા વિધિનું પ્રથમ પુસ્તક તેમણે સંપાદન કરીને પ્રગટ કરેલ. સમગ્ર ભારતમાં તેમના હાથે અનેક અંજનશલાકા-પ્રતિષ્ઠા આદિ થયેલ છે. .
પંડિતજી જૈનશાસનના ધુરંધર આચાર્ય ભગવંતોના ખાસ પ્રીતિપાત્ર હતા. ખાસ કરીને શાસનસમ્રાટશ્રી નેમિસૂરિજી, આગમોદ્ધારક શ્રી સાગરાનંદસૂરિજી, શ્રી ઉદયસૂરિજી, શ્રી નંદનસૂરિજી વિગેરે આચાર્ય મહારાજાઓને પૂરો વિશ્વાસ હતો અને તેથી જ ખાસ પ્રસંગોએ નિર્ણય લેવાનો હોય ત્યારે પંડિતજીને બોલાવતાં અને તેમનો અભિપ્રાય પણ પૂછતા.
ધાર્મિક-શિક્ષણક્ષેત્રે શ્રી જૈનધર્મતત્ત્વજ્ઞાન પ્રચારક પરિષદુ, જે. એજ્યુકેશન બોર્ડ, જૈન ધાર્મિક શિક્ષણ સંઘ, મહેસાણા પાઠશાળા, ખંભાતની પાઠશાળા સાથે પંડિતજી સંકળાયેલા હતા.
નેમુભાઈની વાડી જૈન ઉપાશ્રય ગોપીપુરા, સુરત શ્રી સંઘના લાડવાડાના ઉપાશ્રયે પૂજયશ્રીઓને ચાતુર્માસ માટે જે આકર્ષણ હતું તેનું એક કારણ એ હતું કે તેઓના શિષ્યોને પંડિતજી પાસે અભ્યાસ થશે.
પંડિતજી ચાતુર્માસની વિનંતી માટે શ્રી સંઘ સાથે જતા ત્યારે પૂજ્યશ્રીઓ લગભગ હા પાડતા. શ્રી સંઘના દરેક કાર્યોમાં પંડિતજીનો ફાળો હંમેશાં ઉમદા રહ્યો છે.
શ્રી ખંભાત સંઘનું ભારતભરમાં ગૌરવવંતુ જે નામ છે તેમાં પંડિતજીનો પણ ફાળો છે. તેમનો ઉપકાર ભૂલી શકાય તેમ નથી.
શ્રી સ્થંભન પાર્શ્વનાથ જૈનમંદિર ટ્રસ્ટ-ખંભાત દેરાસરના અનેકવિધ કાર્યપ્રસંગે પંડિતજીની અમૂલ્ય સલાહ મળતી. તેમના સ્વર્ગવાસથી અમોએ એક સાચો સલાહકાર ગુમાવ્યો છે. સદ્ગત પુણ્યાત્માને શાસનદેવ પરમશાંતિ આપે એવી પ્રાર્થના કરીએ છીએ.
- શ્રી સ્વંભનતીર્થ તપગચ્છ જૈનસંઘ, ખંભાત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org