________________
૫૭
જ્ઞાન પુષ્પાંજલિ
જિનશાસનનો સિતારો ખરી પડ્યો
ૐ પૂ. સાધ્વીશ્રી રવીન્દુપ્રભાશ્રીજી (ખંભાતવાળા) ૪ ( પૂ.આ.ભ.શ્રીનેમિસૂરિજી સમુદાય)
શ્રી જિનશાસનના ગગનાંગણમાં શાસનને વફાદાર એવા અનેક પુણ્યાત્માઓ પોતાના તન-મનની શક્તિ શાસનને કાજે સમર્પિત કરી સ્વ-પર ઉભયના આત્મશ્રેયમાં નિમિત્ત બન્યા છે, એવો જ એક પુણ્યાત્મક જિનશાસનનો ઝળહળતો જ્ઞાનદીપક બુઝાઈ ગયો. ચરાચર સૃષ્ટિમાં એક સનાતન સત્યનિયમ છે. એમાં કોઈ ફેરફાર થતો નથી, આ નિયમ અફર રહેવાનો, જે જન્મે છે, તે અવશ્ય મરે છે એ કંઈ નવું નથી. પરંતુ જે જન્મે છે, તે જીવન કેવું જીવે છે તે મહત્ત્વનું છે. અલૌકિક દિવ્યજીવન જીવ્યા, તો જ જન્મ મળ્યો સફળ અને જીવન જીવ્યા તે સફળ. મને એવી એક અનોખી વિભૂતિની પીછાણ થઈ જેને જન્મ, જીવન અને મરણ સાર્થક કર્યું છે.
તે છે તીવ્ર પ્રજ્ઞાવંત એવા પંડિતવર્ય શ્રી છબીલદાસભાઈ સંઘવી કે જેમણે પ્રભુના શાસ્ત્રોનું અગાધજ્ઞાન અનેક સાધુ-સાધ્વીજીને ઘણા આદરપૂર્વક આપ્યું છે. તેઓનો ઉપકાર અમો કદી ભૂલી શકતા નથી. મારા બાલ્યપણાથી હું ખૂબ નિકટતાથી પરિચિત હતી. તેથી તેમના ચિરવિદાયમાં મારું હૈયું હચમચી ગયું છે, કાળજુ કંપી ઊઠે છે.
અત્યારે આપ અમારા વચ્ચે નથી, પણ આપે આપેલું સમ્યજ્ઞાન સાથે અનુભવજ્ઞાન જે પ્રાપ્ત કર્યું છે, તે ક્ષણે ક્ષણે યાદ આવે છે. યાદ આવતાં નયનો અશ્રુથી ભરાઈ જાય છે. જ્ઞાન-વિભૂતિ સૌની વચ્ચેથી સાપ જેમ કાંચળી ઉતારે તેમ નશ્વર દેહને છોડીને ચાલી ગઈ. આપનો આત્મા જ્યાં ગયો હોય ત્યાંથી આપના જ્ઞાનનો અને ગુણોનો વારસો અમને આપતા રહો. ઉત્તરોત્તર પ્રભુ શાસનને પામી જલ્દી શાશ્વત સુખને પ્રાપ્ત કરજો એ જ અભ્યર્થના....
Jain Education International
શ્રુતજ્ઞાન પરમગુરુ છે જેમ ગુરુ અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય છે, તેમ શ્રુતજ્ઞાન આત્માને અત્યંતર રાગાદિ અંધકારમાંથી વાળીને વૈરાગ્યાદિ ભાવ-પ્રકાશ તરફ લઈ જાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org