________________
૧૩ ):
છે - મ. શાને પુષ્પાંજલિ
૧ પૂ. શ્રમણભગવંતોના સંદેશા
પંડિતજીના અવસાનથી એક પીઢ-અનુભવી-શાસનાનુરાગી શ્રાવકની તો ખોટ શ્રી સંઘને પડી જ છે. સાથે શ્રમણ-શ્રમણી સંઘના અધ્યયન માટે વર્ષોના અનુભવપૂર્વક કરાવવાના એક સેવાયજ્ઞ-જ્ઞાનયજ્ઞની પણ પૂર્ણતા થઈ તે ખરેખર ખેદજનક છે.
હવે તો જરૂર છે તેમની વિચારધારાને અનુરૂપ શાસન અને સંઘના કાર્યને કરનાર આવા સંનિષ્ઠ કાર્યકરની? તેની પૂર્તિ થશે કે કેમ? તે પ્રશ્નાર્થ ન રહેતાં પૂર્ણ થાય તેવી શુભકામના.
તેમના જીવનની આગવી, ઉડીને આંખે વળગે તેવી વિશેષતા હતી નિઃસ્પૃહતા, બાહ્યવ્યવહારો-આડંબર-ધનની લાલસામાંથી અલિપ્ત એક ઉદાત્ત આદર્શરૂપ તેઓ હતા. તેમની સ્મૃતિને યાદગાર બનાવવા કંઈક આયોજન થાય તે જરૂરી છે.
પૂ. આ.ભ. શ્રીમદ્ વિજય રામસૂરીશ્વરજી મ. સા. (ડહેલાવાળા)
પંડિતજી અમારા વિદ્યાગુરુ હતા. જિનશાસનના એક સર્વતોમુખી પ્રતિભા ધરાવનારા પ્રકાંડ પંડિતજીની વિદાય અસહ્ય છે.
તેઓની છેલ્લી ક્ષણ પણ સાધ્વીજીઓને અધ્યયન કરાવવાની ભાવનામાં ગઈ. આમ પંડિત- મરણ સાધી ગયા.
શ્રુતજ્ઞાનની સાધનામાં લીન પંડિતજી સૌના આદરણીય હતા.
સંગતનો આત્મા જ્ઞાનોપાસના કરતો ગયો છે. જયાં હોય ત્યાં તે જ્ઞાન સંસ્કાર પુનઃ મેળવી શાસન અને શ્રુતજ્ઞાનની ભક્તિ કરે એ એક તેઓ માટે શ્રદ્ધાંજલિ.
પૂ. આ. ભ. શ્રી ચન્દ્રોદયસૂરિજી મ. સા.
શાસનરત્ન પંડિત શિરોમણિ સુશ્રાવક શ્રી છબીલદાસભાઈના નિધનથી ઘેરા શોકની લાગણી અનુભવી છે. તેમના જવાથી શાસનને મોટી ખોટ પડી છે અને શૂન્યાવકાશ સર્જાયો છે. કેટલીયે મહેનતે કેટલાય વરસે આવી વિરલ વ્યક્તિ તૈયાર થાય છે. જ્યારે જ્યારે ગૂંચવણની વાતો
આવતી હતી ત્યારે ત્યારે એમના માર્ગદર્શનની રાહ જોવાતી. દિવંગત આત્માને શાશ્વત શાંતિ : મળો. એ જ મંગલકામના...
પૂ.આ.ભ. શ્રી. અશોકચંદ્રસૂરિજી તથા. પૂ.આ.ભ. શ્રી. સોમચંદ્રસૂરિજી મ.સા.
પંડિતવર્ય શ્રી છબીલદાસભાઈ જેમણે બાળવયની અંદર પૂ. આ. ભ. શ્રી વિજય લાવણ્ય સૂરીશ્વરજી મ. સા.ની નિશ્રામાં મહામંગલકારી ઉપધાન તપની મહાન આરાધના કરેલ. પૂ. આ. ભ. શ્રી વિજય કુમુદચંદ્રસૂરીશ્વરજી મ. સા. નું ચરિત્ર ખંભાત મુકામે તેઓશ્રીએ લખેલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org