________________
જ્ઞાન પુષ્પાંજલિ
પંડિતશ્રીજીએ એમના જીવનમાં હજારો ઉપર પૂ. સાધુ-સાધ્વીજી મ. સા. ને અનેકાનેક અતિકઠીન ગ્રંથોનું દિલપૂર્વક અભ્યાસ કરાવેલ. પૂ. આ. ભ. શ્રી વિજય નંદનસૂરીશ્વરજી મ. સા.ની નિશ્રામાં ખંભાત મુકામે તેઓ શાસ્ત્રોને માટે ખાસ સલાહ સૂચન લેવા આવતા હતા. પૂજ્યપાદ આ. ભ. શ્રી નંદનસૂરીશ્વરજી મ. સાહેબે ખંભાત મુકામે જ્યારે ઉપધાન કરાવ્યા ત્યારે તેમના પુરુષાર્થથી પંદર વર્ષથી અંદરના લગભગ ૪૭ છોકરાં-છોકરીઓએ માળા પરિધાન કર્યું, તે સમયે તેમને સારામાં સારી સેવા કરી હતી. એમને એમના જીવનમાં ક્યારેય પણ પ્રમાદ કર્યાવિના પૂજ્ય સાધુસાધ્વીજીઓને તૈયા૨ કરી શાસનના માર્ગે વાળ્યા છે. ખુબી તો એ હતી કે તેમને બધું કંઠસ્થ હતું. પૂ. આ.ભ.શ્રી. પ્રબોધચંદ્રસૂરિજી, મ.સા.
૧૪
પંડિતવર્યશ્રી છબીલદાસભાઈ શ્રીયશોવિજય જૈન સંસ્કૃત પાઠશાળા – મહેસાણામાં જ્ઞાન પ્રાપ્ત કરી જ્ઞાનજ્યોતિ જ્વલંત રાખવા સતત પુરુષાર્થ કરતા હતા. અનેક પૂજ્ય ગુરુભગવંતો - સાધ્વીજી ભગવંતો તથા શ્રાવક-શ્રાવિકા વૃંદને જ્ઞાનદાનનું કાર્ય કરતા રહ્યા, જે તેમના જીવનની એક આગવી વિશેષતા હતી. ખરેખર તેમના અવસાનથી ગણનાપાત્ર જ્ઞાનદાતાની ઉણપ જિનશાસનને સતાવતી રહેશે. તેમનો આત્મા જ્યાં પણ હોય ત્યાંથી ઉત્તરોત્તર પ્રગતિ કરી પરમસુખને પામે તે જ અભ્યર્થના.
પૂ. આ. ભ. શ્રી હેમપ્રભસૂરિજી મ.સા . (પૂ. આ. ભ. શ્રી નીતિસૂરિજી સમુદાય)
જૈનશાસનને એક પંડિતરત્નની ખોટ પડી છે. તેઓએ જીવનપર્યંત જ્ઞાનની પરબ માંડી હતી. કેટલાય આત્માઓને સંયમમાર્ગે વાળીને પ્રભુશાસનની સેવા કરી છે.
પૂ. આ. ભ. શ્રી નરેન્દ્રસાગરસૂરિજી મ.સા.
પંડિતશ્રી છબીલદાસભાઈ જૈનસંઘના તેજસ્વી અધ્યાપક હતા. તેમની જ્ઞાનોપાસના ખૂબ જ પ્રશંસનીય-અનુમોદનીય હતી. સદ્ગતશ્રીના જીવનમાંથી કંઈક સદ્ગુણ-સદ્બોધ ગ્રહણ સહુ કરે એજ અંતરના શુભાશિષ.
પૂ. આ. ભ. શ્રી મનોહરકીર્તિસાગરસૂરિજી મ.સા.
જિનશાસનના અણમોલ રત્ન પંડિત શ્રી છબીલદાસભાઈએ ચતુર્વિધ શ્રી સંધમાં જ્ઞાનનો પ્રકાશ પાથરવાની અસાધારણ મહેનત કરી હતી.
જ્ઞાન અને ક્રિયા સાથે શ્રદ્ધાસંપન્ન પંડિતને મળવાનો પ્રસંગ અવારનવાર ઘણીવાર આવ્યો છે. એમની નિખાલસતા અને સ્પષ્ટવાદિતા એમના અંત૨માં જ્ઞાનની ધારા પ્રવાહિત થયાના પ્રતીકરૂપે હતી. દિવંગત આત્માને શાંતિ પ્રાપ્તિની અંતરથી કામના.
પૂ. આ. ભ. શ્રી. જયંતસેનસૂરિજી મ. સા. (ત્રિસ્તુતિક)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org