________________
૧ ૫ )
: *
- - - ૪ . .
*
*
* * * * *
* * *
* ( રાનપુષ્પાંજલિ
એક સારા, જ્ઞાનસંપન્ન, આચારસંપન્ન અને ગંભીર જૈન પંડિતજીની ખોટ પડી છે.
મહેસાણામાં અધ્યયન પૂર્ણ કરી ખંભાત આવ્યા ત્યારે મળવાનું થતું. જ્ઞાનની વાતો કરતા અને સાથે સાથે તેમની પ્રૌઢ પ્રતિભાનો ખ્યાલ પણ આવતો. આગળ જતાં તેમણે પ્રતિષ્ઠા વગેરે વિધિઓમાં પણ સારી જાણકારી પ્રાપ્ત કરેલી.
પૂ. આ. ભ. શ્રી મિત્રાનંદસૂરિજી મ. સા.
શ્રી છબીલદાસભાઈ શાસન સમર્પિત પરમશ્રદ્ધાળુ સુશ્રાવક પંડિતવર્ય હતા.
અનેક શ્રમણ-શ્રમણીઓ તથા શ્રાવક-શ્રાવિકાઓને સંસ્કૃત-પ્રાકૃત-વ્યાકરણ અને કર્મગ્રન્થાદિનું નિઃસ્વાર્થભાવે જ્ઞાનદાન કરી જીવનને ધન્ય બનાવ્યું છે.
પંડિતજીના સ્વર્ગગમનથી શ્રીસંઘને એક મહાન શ્રદ્ધાસંપન્ન તથા ગુરુજનવલ્લભ પંડિતવર્યની ખોટ પડી છે.
અમારા માટે પણ તેઓના હૃદયમાં પરિપૂર્ણ પૂજ્યભાવ તથા આત્મીયતા હતી એ સત્ય હકીકત છે.
તેઓશ્રી જયાં હોય ત્યાં શાસનની આરાધના કરી પુનઃ માનવભવ-જિનશાસન મેળવી ચારિત્રસંપન્ન આત્માઓને આપેલ જ્ઞાનદાનના પ્રભાવે ચારિત્ર પ્રાપ્ત કરી, કર્મમુક્તિ મેળવી, મોક્ષ સુખના ભાગીદાર બને તેવી એક જ શુભાભિલાષા.
પૂ. આ. ભ. શ્રી નરદેવસાગરસૂરિજી મ. સા.
શાસનના એક સુંદર આરાધક, જ્ઞાનપથદર્શક પંડિત પ્રવરના અવસાનથી ભારે ખોટ પડી છે.
આત્મપરિણતજ્ઞાનીની વિદાયથી આઘાત જરૂર લાગે પણ સુંદર સમાધિમાં ગયા તેનો આનંદ પણ હોય.
કર્મના નિયમને સમજી વધુ સાવધ બની એકમેવ મોક્ષમાર્ગની આરાધનામાં લીન બની સહુ પરહિત સાધો એજ શુભેચ્છા.
પૂ.આ.ભ.શ્રી. મહાબલસૂરિજી મ.સા.
પૂ.આ.ભ.શ્રી. પુણ્યપાલસૂરિજી મ.સા. પં. શ્રી છબીલદાસભાઈ જૈનશાસનને સંપૂર્ણ વફાદાર હતા. પ્રભુશાસનની સેવા કરતાં કરતાં વિદાય અણધારી થઈ છે. તેમના જીવનમાં સમ્યગૃજ્ઞાનનો દીપક ઝળહળતો હતો. સમ્યગ્રજ્ઞાનના પ્રભાવે વિનય, વિવેક અને નમ્રતા જીવનમાં વણાઈ ગઈ હતી.
ગત સાલ મારી પાસે આવેલા ત્યારે નાનામાં નાના સાધુને વંદન કરીને બેઠા.
આજના યાંત્રિકયુગના કાળમાં ધર્મમાં શ્રદ્ધા રહેવી મુશ્કેલ છે પરંતુ જ્ઞાનના પ્રભાવે પંડિતજીની શ્રદ્ધા અટલ હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org