________________
(૧૩૮ ) મકર
, કે રૂમ .
"
. . .
. . .
-
બસ
( જ્ઞાન પુષ્પાંજલિ )
રાન!
નરવીર-ધર્મવીર-શ્રેષ્ઠી શ્રી વેણીચંદભાઈ
3 શ્રી રતિલાલ ચિમનલાલ દોશી ૪ દેહને જન્મ તો માતા આપે છે, પરંતુ સંસ્કારજન્મ તો રત્નત્રયીની પોષક જ્ઞાનશાળાઓ જ આપે છે. આવાં અનેક રત્નોને સંસ્કાર જન્મ આપનારી માતા એટલે શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળા.
અનેક નરરત્નોનો સંસ્કારજન્મ આ મહેસાણા-પાઠશાળામાં જ થયેલો. તેમાંના એક પં. શ્રી. છબીલદાસભાઈ.
મહેસાણા-પાઠશાળા એટલે ધર્મવીર શ્રેષ્ઠી શ્રી વેણીચંદ સુરચંદભાઈએ મહેસાણાની ભૂમિમાં શતાધિક વર્ષ પહેલાં રોપેલું બીજ જે આજે ફાલી-ફૂલી એક મોટા આમ્રવૃક્ષરૂપે બનેલ છે.
શ્રી વેણીચંદભાઈનો જન્મ મહેસાણાના વિખ્યાત દશા શ્રીમાળી દોશી કુટુંબમાં થયેલ. પિતાજીનું નામ સુરચંદભાઈ અને માતાજીનું નામ માણેકબહેન.
વિ. સં. ૧૯૧૪ના ચૈત્ર વદ ૫, સોમવારના શુભ દિવસે, મંગલ ઘડીએ માણેકબહેનની કુક્ષિએ એક બાળકનો જન્મ થયો. બાળકનું નામ વેણીચંદ રાખવામાં આવ્યું.
માતા-પિતાના ઉત્તમ સંસ્કારોથી તેમનો દેહ ઘડાયો હતો. વય વધવાની સાથે જ ધર્મશ્રદ્ધા, દેવ-ગુરુભક્તિ, દયા અને દાન આદિ ધર્મગુણોથી તે વૃદ્ધિ પામવા લાગ્યા.
વડીલો પ્રતિ વિનય, ગુરુ-ભગવંતો પ્રતિ ભક્તિપૂર્ણ નમ્રતા, સાધર્મિકો પ્રત્યે સભાવપૂર્ણ નેહ, દીન-દુઃખીપ્રત્યેકરુણા અને અનુષ્ઠાનો પ્રતિ અંતરનાઆદરપૂર્વકનું પ્રવર્તન–આ તેમના વ્યવહાર-જીવનનો આદર્શ હતો અને આદર્શપૂર્ણ તેમનું જીવન હતું.
સાદગીપૂર્ણ જીવન, શરીરે જાડું ધોતિયું, અને દિલે અંગરખું, માથે મજાની પાઘડી અને ખભે ખેસ, તો પગે કંતાનનાં મોજાં, સુકલકડી દેહ અને મક્કમ મનોબળ–આ તેમની ઓળખ.
સોળ વર્ષની વયે આદર્શોને અનુરૂપ પ્રસન્નબાઈ સાથે તેઓ લગ્નગ્રંથિથી જોડાયા. સ્વાશ્રયી જીવન જીવવાની મનોવૃત્તિના કારણે દલાલી વગેરેના વ્યવહાર દ્વારા અર્થોપાર્જન કરી જીવનવ્યવહાર ચલાવતા. ખૂબ કરકસરભર્યું સંયમી અને સંતોષી જીવન જીવવાની કલા હસ્તગત કરી.
કાળની થપાટો વિચિત્ર હોય છે. સંસારના ફળસ્વરૂપે સંતાનોની પ્રાપ્તિ થઈ પણ દીકરી મોતીબાઈ સિવાય કોઈ દીર્ધાયુ ન બની શક્યાં અને ધર્મપત્ની પ્રસન્નબાઈએ પણ વેણીચંદભાઈની માત્ર ૩૩ વર્ષની યુવાવયે વિસં. ૧૯૪૭માં આ સંસારમાંથી ચિરવિદાય લીધી.
પત્ની અને સંતાનોની ચિરવિદાયે પણ તેઓશ્રી વિચલિત ન બન્યા. સગાઓનો અતિઆગ્રહ છતાં પુનર્લગ્ન ન કરતાં ૩૨ વર્ષની વયે પત્ની સાથે બ્રહ્મચર્યધારી બનનાર પેથડશાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org