________________
ર૭ ): મ
ન અ
» અ
ક ક "
.• ” , એક (
શાનપુષ્પાંજલિ
પંડિતવર્યશ્રી છબીલદાસભાઈ મનુષ્ય જન્મની પ્રાપ્તિ કરી જ્ઞાનાભ્યાસ કરવા દ્વારા જ્ઞાનદાન કરી મનુષ્ય જન્મને સાર્થક કરી ગયા. પોતાની પૂરી જિંદગી જ્ઞાન-દાન કરવામાં જ પૂર્ણ કરી. આ જગતમાં શ્રેષ્ઠદાન-જ્ઞાનદાન છે. અને પંડિતજીએ જીવનના અંત સમય સુધી કર્યું. અંતસમયે પણ સાધુ-સાધ્વીના અભ્યાસની જ ચિંતા સેવી છે.
પૂ. મુનિ શ્રી પ્રશમેશ,ભવિજયજી મ. સા.
વર્તમાનના વિષમકાળમાં જ્યારે જૈન પંડિતો આપણા જૈનસંઘની અંદર માત્ર ગણ્યા ગાંઠ્યા છે ત્યારે એક વિરલ વ્યક્તિત્વ ધરાવનાર અને શ્રમણ તથા શ્રમણી સંસ્થા પ્રત્યે અથાગ પ્રેમ ધરાવનાર જિનશાસનના અદકેરા એક અણમોલ રત્નને આપણે આજે ગુમાવ્યા છે. તેમની ખોટ ક્યારેય પણ ન પૂરાય તેવી છે. તેવા પંડિતવર્યશ્રી છબીલભાઈના આત્માને તેઓશ્રી જ્યાં હોય ત્યાં પ્રભુ એમના આત્માને શાંતિ, ક્ષમતા અને સ્વચ્છતાનું પ્રદાન કરે તેવી શુભભાવના સહ...
પૂ. મુનિ શ્રી પઘદર્શન વિજયજી મ. સા.
પંડિતવર્ય છબીલદાસભાઈનો સ્વર્ગવાસ થતાં એક વિશિષ્ટજ્ઞાની શાસનરત્ન વિદ્વાન્ પંડિતની ભારે ખોટ પડી છે. પૂરી જિંદગી જ્ઞાનદાનની અંદર સમર્પિત કરવા દ્વારા અનેક સાધુસાધ્વીજી, શ્રાવક-શ્રાવિકા ગણ ઉપર અવિસ્મરણીય ઉપકાર કર્યો છે. સ્વર્ગગતના આત્માને જયાં હોય ત્યાં શાંતિ પ્રાપ્ત થાય પ્રભુશાસન પામીને શીધ્ર આત્મશ્રેય સાધે એ જ...
પૂ. મુનિ શ્રી પ્રશાંતવલ્લભવિજયજી મ. સા.
જ્ઞાન દીપક પ્રગટાવો જ્ઞાત અતંત છે. એથી કેવળજ્ઞાન પ્રાપ્ત થાય ત્યાં સુધી ગમે તેટલું જ્ઞાન પ્રસકરીએ પણ આપણે અધૂરા અને અપૂર્ણ જ રહેવાના . મળેલા જ્ઞાનતું કદી અભિમાન ન કરવું કેમ કે જે જાણીએ છીએ તે શ્રતમહાસાગરની આગળ એક બિન્દુ તુલ્ય પણ નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org