________________
૪૩ )
+ 4
.
.
. . .
• સ ા :
૫
- અ.
-15
૧" "
" " . " .
(
રમાન
શાલ
કરવાના ઘણા પ્રયાસો કર્યા પણ જોઈએ તેવી ફાવટ ન આવી. કારણ, અન્ય પંડિતો અને છબીલદાસભાઈની અધ્યાપન-પદ્ધતિમાં જમીન-આસમાનનો ફરક હતો. છેવટે બાકીના ૩ અધ્યાયો જાતે જ પૂર્ણ કરવા પડ્યા. તે સમયે છબીલદાસભાઈની કિંમત સમજાતી હતી
તેમણે જણાવેલા વ્યાકરણ પછી મારે પણ ઘણાને વ્યાકરણ ભણાવવાના પ્રસંગો ઉપસ્થિત થયા. ઘણાને કરાવ્યું. દરેક સમયે તેમના યોગદાનને અચૂક યાદ કરતો રહ્યો છું.
પ્રકરણો – ભાષ્ય - કર્મગ્રંથ - કર્મપ્રકૃતિ – પંચસંગ્રહ - કાવ્યગ્રંથો – સિદ્ધહેમશબ્દાનુશાસન - વ્યાકરણ - તર્કસંગ્રહ- મુક્તાવલી જેવા વિવિધ વિષયો ભણાવવાની તેમની અધ્યાપન-કુશળતા દાદ માંગીલે એવી હતી. એમાં પણ વ્યાકરણ માટે તો ગજબની માસ્ટરી હતી.
તેઓ સાધનિકા કર્યા વગર સૂત્રને આગળ વધારતા જ નહિ. જલદી પતાવવા કરતાં વ્યવસ્થિત કરાવવામાં તેઓ માનતા હતા. સૂત્રની Quantity કેટલી આગળ વધી એના કરતાં સૂત્રો કેટલાં પાકાં થયાં એ તરફ વિશેષ લક્ષ આપતા. અવસરે અવસરે પરીક્ષા પેપરો કાઢી વિદ્યાર્થીઓની રુચિ, મહેનત વગેરેને ચકાસી લેતા. વિદ્યાર્થીઓને સમજવામાં જ્યાં સુધી પૂર્ણ સંતોષ ન થાય, ત્યાં સુધી આગળ વધતા નહિ. રૂપો - ધાતુઓ - નિયમો - સંજ્ઞાઓ વગેરે કડકાઈ કરીને પણ મજબૂત અસ્થિમજ્જારૂપ કરાવતા એક સમાસ સમજાવવા ૨૧ ખાનાંઓ કરાવતા. ૧૦ કાળનાં રૂપો, પ્રેરક અદ્યતન, યલબત્ત – પ્રેરક ઈચ્છાદર્શક, વચન વગેરે જાતજાતના એટલા રૂપો કરાવતા કે વિદ્યાર્થી ટૂંક સમયમાં વિદ્વાન્ થઈ જાય. આ બધી તેમની પોતાની સ્વયંસર્જિત પદ્ધતિઓ હતી. જરૂરી Home-work આપવામાં કંજૂસાઈ ન કરતા, પાઠ પત્યા બાદ એટલું હોમ-વર્ક સોંપી દેતા કે વિદ્યાર્થીને બીજા દિવસના પાઠ સુધી ઊંચું જોવાનો સમય જ ના મળે. અને જુના પાઠો-સૂત્રો પાકાં થતાં જાય. ગમે તેવા ઓછા ક્ષયોપશમવાળા વિદ્યાર્થી હોય છતાં ક્યારેય ગુસ્સો ન કરતા. પોતે વિદ્યાગુરુના સ્થાને હોવા છતાં પૂજનીય સાધુ-સાધ્વીજી ભગવંતોનું અત્યંત પૂજ્યભાવ સાથે ગૌરવ જાળવતા. પાઠ સિવાયના સમયમાં પોતાની પાસે ભણનાર નાનામાં નાના સાધુને પણ શ્રાવકના કર્તવ્યરૂપ વંદન કરવાનું ચૂકતા નહિ.
આવી તો તેમના જીવનની અગણિત વિશેષતાઓ હતી જેના કારણે જ તેઓ શ્રી સંઘમાં સન્માનનીય સ્થાનને પામ્યા હતા, સમાજમાં ગૌરવાહ બન્યા હતા. અને સાધુ-સાધ્વીજી ભગવંતોના હૃદયમાં પણ છવાઈ ગયા હતા.
એક વિશેષતા એ પણ કે, કોઈ પણ ગચ્છ – પક્ષ કે સમુદાયના પૂજનીય ગુરુભગવંતો અને સાધ્વીજી મ. સાહેબોને એક સરખા પ્રેમ અને વાત્સલ્યથી અધ્યાપન કરાવતા. ગુરુ પાસે ભણવામાં વિદ્યા પણ મળે અને વાત્સલ્ય પણ મળે. કારણ વિદ્યાના વળતરમાં ગુરુને શિષ્ય પાસે કંઈ લેવાનું હોતું નથી. સામાન્યથી એમ કહેવાય છે કે, “પંડિત પાસે જ્ઞાન મળે, પ્રેમ અને વાત્સલ્ય નહિ, પંડિત પૈસા માટે ભણાવે છે. જેના કેન્દ્રમાં પૈસા હોય ત્યાં પ્રેમને સ્થાન ન હોય.” આ બધી વાતો પંડિતવર્યશ્રી છબીલદાસભાઈનું જીવન જોતાં તદ્દન અસત્ય પુરવાર થઈ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org