________________
જ્ઞાન પુષ્પાંજલિ
પં. શ્રી શિવલાલભાઈ સાથે તેમની મૈત્રી, આત્મીયતા ઘણી હતી. શ્રી શિવલાલભાઈએ હૈમસંસ્કૃત-પ્રવેશિકા ૩ ભાગ રચી સંસ્કૃતના અભ્યાસની સાથે શ્રી સિદ્ધહેમવ્યાકરણમાં પ્રવેશ ઘણો સરળ બનાવ્યો છે. શ્રી છબીલદાસભાઈએ જિનપૂજનમાં ઉપયોગી અંજનશલાકા, પ્રતિષ્ઠા, શાન્તિસ્નાત્ર વગે૨માં ઉપયોગી વિધિની પ્રત બહાર પાડીને જૈનોને જિનપૂજન વિધિમાં સહાયરૂપ થઈ ક્રિયાકારકોને રસ લેતા કર્યા છે.
૬૯
શ્રી છબીલદાસભાઈએ પૂ. સાધુ-સાધ્વીજી મહારાજશ્રીને ભણાવવાનું શરૂ કર્યું. ખંભાતને પોતાનું કાર્યક્ષેત્ર બનાવ્યું. ન્યાય-વ્યાકરણના વિષયમાં તેમનું જ્ઞાન જૈનશાસનમાં ખૂબ જ પ્રસિદ્ધ બન્યું. તેમની ભણાવવાની શૈલી અનુમોદનીય હતી. શ્રી છબીલદાસભાઈનું સાધુ સંસ્થામાં સારું માન હતું. સમાજમાં પંડિતજીની વાતો સચોટ રીતે ધ્યાનમાં લેવાતી.
મારો શ્રી છબીલદાસભાઈ સાથે આત્મીય સંબંધ હતો. તેમનામાં એક મુખ્ય બાબત એ હતી કે તેઓનું સચોટ અને સ્પષ્ટવક્તાપણું હતું. તેથી જિટલ બાબતમાં પણ તેમનું સ્પષ્ટ મંતવ્ય એક અલગ જ છાપ ઊભી કરતું. તેઓ ઘણીવાર કહેતા કે કાન્તિલાલ મારી વાત બરાબર છે. વૃદ્ધાવસ્થા સ્પર્શેલા આપણી વાત કોણ માનશે ? આજે પૂ. સાધુ-સાધ્વીજી મહારાજશ્રી પણ ભણવાનું ગૌણ કરે છે. જો ભણવાનું ઓછું થશે અને બીજી પ્રવૃત્તિઓ વધા૨શો તો સાચી વાત કોણ સમજશે અને કોણ સમજાવશે.
શ્રી છબીલદાસભાઈને શિક્ષકો માટે ખૂબ જ માન તથા લાગણી હતી. સમગ્ર સમાજમાં શિક્ષકોનું સ્થાન ખૂબ જ નીચું રહ્યું છે. આજીવિકાના કારણે સક્ષમ ન હોય તેવા શિક્ષકો - પંડિતોને સમાજ નોકરની જેમ માન્યા કરે છે તે તેમને આંખના કણાની જેમ ખૂંચતું હતું.
અનેક જાહેર કાર્યક્રમોમાં શિક્ષકો - પંડિતોને તેમણે જીવતાં ઉજમણાં કહી સમાજને આ જ્ઞાનદાતાઓને સાચવીને તેમની જાળવણી કરવા ઘણીવાર અનુરોધ કર્યો છે. જૈનધર્મ તત્ત્વજ્ઞાન પ્રચારક પરિષમાં પણ તે જૈફ વયે સક્રિય હતા.
જીવનના અંત સુધી તેઓએ અધ્યાપન કાર્ય ચાલુ રાખ્યું, સુરતમાં આવ્યા બાદ મારો શ્રી છબીલદાસભાઈની સાથે અવારનવાર મેળાપ થતો હતો. જ્ઞાન પ્રત્યે લોકોની ઉદાસીનતાભરી લાગણી હોવાથી ઘણીવાર વ્યથિત થતા હતા. સ્પષ્ટવક્તા હોવા છતાં ઘણીવાર બોલી ન શકાય તેવી પરિસ્થિતિ થાય તેનો તેમને રંજ હતો. આડંબરમાં અટવાઈ ગયેલી ધાર્મિક પ્રવૃત્તિઓથી તે ખિન્ન હતા. જીવનની તમામ શક્તિ ધાર્મિક અધ્યાપન પાછળ ખર્ચનાર આ પંડિતજી અધ્યયન-અધ્યાપનને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org