________________
૬૮ )
14
vઝ
*
* * * મા + મ = જ * કે * * - - ર » » »" /, * .
( શાનપુષ્પાજલિ
સ્વ. પંડિત પ્રવરશ્રી છબીલદાસભાઈને જ્ઞાનાંજલિ
પં.શ્રી કાન્તિલાલ ભૂદરદાસ શાહ, સુરત
અનંત પુણ્યોદયે મળેલા મહામૂલા માનવભવની સાર્થકતા ત્યારે જ સિદ્ધ થઈ ગણાય, જયારે જીવ સાચો ધર્મ અને આત્માના સ્વરૂપને ઓળખી, શ્રી જિનેશ્વરદેવે પ્રરૂપેલી આજ્ઞાનું પાલન કરી મોક્ષમાર્ગે સ્થિર થાય.
મોક્ષમાર્ગ તથા વીતરાગી પ્રભુની આજ્ઞા સમજવા સમ્યજ્ઞાન જરૂરી છે. સમ્યજ્ઞાન ભણવું તે ઉત્તમ કર્તવ્ય છે. સમ્યજ્ઞાન વિનાની ક્રિયા તે અર્થહીન છે સમ્યજ્ઞાન ભણી-ભણાવી આત્મસાત્ કરી મોક્ષમાર્ગમાં સ્થિર થઈ શકાય.
તેવા સમ્યજ્ઞાનને વરેલા અને અધ્યાપન કરાવતાં જેમણે સમગ્રજીવન વીતાવ્યું તેવા મૂર્ધન્ય પંડિત, સર્વોત્કૃષ્ટ અધ્યાપક, સમવયસ્ક મિત્ર દિવંગત શ્રી છબીલદાસભાઈપંડિતજીને આ લેખ દ્વારા જ્ઞાનાંજલિ અર્પણ કરું છું.
પૂજ્ય પંડિતવર્યશ્રી પ્રભુદાસભાઈનું નામ યાદ કરતાં આનંદ છવાઈ જાય છે. જ્ઞાનમૂર્તિ, આદર્શમૂર્તિ શ્રી પ્રભુદાસભાઈની છત્રછાયામાં તૈયાર થયેલા વિદ્યાર્થીઓ આજે જિનશાસનની જ્ઞાન પરબો જીવંત રાખવામાં મૂળભૂત નિમિત્ત બન્યા છે.
હું જ્યારે મહેસાણા પાઠશાળામાં ભણવા દાખલ થયો ત્યારે શ્રી છબીલદાસભાઈ તથા શ્રી શિવલાલભાઈ ત્રણ વર્ષ આગળ દાખલ થયેલા હતા. તેઓ અગ્રણી વિદ્યાર્થીઓ હતા. શ્રી પ્રભુદાસભાઈના વખતમાં દરેક વિદ્યાર્થીઓને ભણવામાં ખૂબ જ પ્રોત્સાહન મળતું હતું.
આ બંનેમાં જૈન શાસનના મહાન્ પંડિતનું લક્ષણ વિદ્યાર્થીકાળ દરમ્યાન જોઈ લીધું હતું. શ્રી છબીલદાસભાઈનું વાક્યાતુર્ય સારું હતું. મહેસાણામાં અભ્યાસ કરી તેમને વધુ અભ્યાસ માટે શાસનસમ્રાટું ૫. પૂ. વિજયનેમિસૂરીશ્વરજી મહારાજશ્રીના વિદ્વાન આચાર્ય મહારાજશ્રી પાસે ભણવા મોકલ્યા હતા. વ્યાકરણ અને ન્યાયનો તલસ્પર્શી અભ્યાસ કરી શ્રી છબીલદાસભાઈ એક વિશિષ્ટ પ્રતિભા સાથે અધ્યાપન કાર્યમાં જોડાયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org