________________
( જ્ઞાન પુષ્પાંજલિ )
- સ્મૃતિ ગ્રંથની સમાલોચના - પ્રાકકથન
8 લેખક :- દલપતલાલ સી. શાહ ૪
તંત્રી:- તત્ત્વપરિપત્ર જેમનું જીવન એક પ્રબળ પ્રેરક પ્રસ્તાવના રૂપ હતું. એમના સ્મૃતિગ્રંથને કઈ પ્રસ્તાવનાથી પ્રારંભી શકાય?
મા સરસ્વતીના પરમ ઉપાસક અને શ્રી સર્વજ્ઞ કથિત સિદ્ધાંતોનાં દોહનો સત્યરીતે સમજનાર અને સમજાવનાર તરીકેની તેમની ઓળખ આ ગ્રંથ જ પુરવાર કરે છે.
ગ્રંથના પાને પાને પંડિતજીના જે સદ્દગુણો અને વિદ્વત્તાના પ્રસંગો તથા પરોપકાર, નિખાલસતા, સરળતા, સચોટતા અને સ્નેહાળતાની સૌરભ પ્રસરી રહી છે. તે જ ખરેખરા તેમના વિરાટવ્યક્તિત્વનું ભવ્ય દર્શન કરાવે છે.
વિશાળસંખ્ય પ.પૂ. સૂરિવરી, મુનિવરો, શ્રમણીર્વાદ અને પંડિતવર્યોએ હાર્દિક અને લાગણીસભર ભાષામાં જાણે કે પોતાના કોઈ અંગત સ્નેહી સ્વજન અને ઉપકારક તત્ત્વ વિદાય ન લીધી હોય ! એવા હૃદયસ્પર્શી સંદેશાઓ તથા લેખો પંડિતજી માટે લખ્યા એ પણ એક સદ્ગૃહસ્થ શ્રુતજ્ઞાનીની અનુમોદનાનું જાજરમાન દૃષ્ટાંત કહી શકાય.
જો કે જિનશાસનની આ તો મોટી બલિહારી છે કે સદ્દગુણોની પૂજા અને બહુમાનમાં પછી ભલે તે સર્વત્યાગી હોય કે ગૃહસ્થ હોય. કોઈ ભેદ રખાતો નથી. સાધુ-સાધ્વીજી શ્રાવક કે શ્રાવિકા સહુ પરસ્પર સદ્ગુણો અને ઉપકારોની ઉપબૃહણા કરે છે. જો ન કરે તો દર્શનાચારનો ભંગ થાય છે. એ સહુની સમજમાં અને સંસ્કારિતામાં છે. આ વાત આ સ્મૃતિગ્રંથમાં પૂજ્ય સાધુસાધ્વીજી ભગવંતોના લેખો વાંચતાં જણાઈ આવે છે.
આ એજ પ્રગટ કરે છે કે પંડિતજીએ કેવી પરિમલ પ્રસરાવી હશે એમના ઉમદા જીવનની!
હા, એક વાત તરફ ધ્યાન દોરવાનું મન થાય કે આપણે આવા પંડિતશ્રીઓને એક વિદ્વાન કે સાક્ષર તરીકે જ મોટા ભાગે નવાજતા હોઈએ છીએ. અને આ ગ્રંથમાં પણ એવાં લખાણો જોવા મળ્યાં છે કે “પંડિતજી એક વિદ્વાનમૂર્તિ હતા” તથા “મહેસાણા પાઠશાળાએ આવા અનેક વિદ્વાનો પકવ્યા છે” આ વાતના અનુસંધાનમાં થોડા ઊંડા ઉતરીએ તો આ વાક્યો અધુરાં લાગશે. કેમકે ‘વિદ્વાન કે સાક્ષર બુદ્ધિના બળથી ઘણા બની શકે છે. જ્યારે મહેસાણા સંસ્થામાં તૈયાર થયેલા
Jain Education