________________
૯૮ ) :
- - •
- એ . જડ-v: - - - -
- - - - -
શાનપુષ્પાંજલિ
આ ફૂલડે. ફૂલડે. ફોરમ..
8 અધ્યાપકશ્રી ધીરેન્દ્રભાઈ આર. મહેતા. ૪
(વિસનગરવાળા) સુરત જીવન જીવી જાણવું અને મરણને માણી જાણવું એ એક જીવતરની શોભા છે. આવી શોભા પંડિતવર્યશ્રી છબીલદાસ કેશરીચંદ સંઘવીના અણુએ અણુમાં રમતી હતી.
જીવન એવી રીતે જીવ્યા કે મુખ ઉપર સદાય હાસ્યોર્મિની રેખા ઝળકતી હતી, હૈયું માનવતાની સુવાસથી પ્રસન્ન અને પ્રફુલ્લ રહેતું. જિંદગી સફળ કર્યાનો આનંદ ઉછળતો હતો.
નાતચ દિ ઘુવં મૃત્યુ:- જન્મેલાનું મૃત્યુ નિશ્ચિત જ છે. શ્રી જિનશાસનના પનોતા પુત્ર, નિઃસ્પૃહ શિરોમણી પીડિતવર્યશ્રી છબીલભાઈ સુરત મુકામે અધ્યાપનની ભાવનામાં વિ. સં. ૨૦૦૨ શ્રાવણ સુદ ૧૩ના રોજ સ્વર્ગના શણગાર બન્યા. અધ્યાપન કરાવતાં કરાવતાં જ મારું મરણ થાય તેવા વિચારો કેટલીયે વ્યક્તિ આગળ તેમણે વ્યક્ત કરેલ... આ વિરાટ વિશ્વમાંથી એક શાસનરત્નને કાળનો કોળિયો ભરખી ગયો. જૈન સમાજે એક મહામૂલો માનવી ગુમાવેલ છે. તેઓની અણધારી વિદાય સૌ કોઈને માટે વસમી અને દુઃખદાયક છે. જેમ સૂર્ય આથમી જાય અને અંધકાર છવાઈ જાય તેમ સમાચાર જાણી ગમગીની ભર્યું વાતાવરણ છવાઈ ગયું. જાણે જ્ઞાનગગનનો સિતારો ખરી પડ્યો. જીવન અને મૃત્યુ એ જન્મની સાથે સંકળાયેલી એક ઘટના છે. પંડિતવર્યશ્રી છબીલદાસભાઈનો મારે પરિચય જો કે અલ્પ હતો, પણ તેઓશ્રીની પરિમલ અલ્પ નહોતી. છેલ્લા છ મહિનાથી શ્રી જૈનધર્મ તત્ત્વજ્ઞાન પ્રચારક પરિષદૂના કામે તેઓશ્રીની છત્રછાયામાં રહેવાનું સૌભાગ્ય મને મળેલ. ઉપરોક્ત સંસ્થાના પ્રાણસમાં હતા. જયારે જયારે તેમને મળવાનું થાય ત્યારે ખૂબ જ માનથી આદર સત્કાર કરતા. આંગણે પધારેલા મહેમાનોનું સ્વાગત ! એ તો આતિથ્ય માણ્યું હોય તે જ જાણે. આવનાર કોઈ પણ વ્યક્તિને ખૂબ જ માનથી બોલાવી જરાય ઊણપ ન આવે તે રીતે ભક્તિ કરી ધન્યતા અનુભવતા. તેઓશ્રીની વાણીમાં મીઠાશ હતી. હૃદયમાં પવિત્રતાની સુવાસ હતી. ઉચ્ચ વિચારસરણી હતી. તેઓશ્રીની કાયા ઓજસ્વી હતી; પ્રજ્ઞા જેમની તેજસ્વી હતી. કાર્યો જેમનાં યશસ્વી હતાં. આંખમાં પ્રેમનો પ્રકાશ હતો. સ્વચ્છ પ્રભાવશાળીવ્યક્તિત્વ હતુ. જેમના રોમે રોમમાં વાત્સલ્યભાવ હતો. પંડિતવર્યનું મરણ થતાં જ હૈયું ભરાઈ આવે છે. “પંડિતજી”ના હુલામણા નામથી ભારતભરમાં પ્રસિદ્ધ હતા.
પંડિતવર્યને વર્ણવવા આ કલમ અને શબ્દો વામણા પડે છે. વિરલવિભૂતિને શ્રદ્ધાંજલિ અર્પતાં હૈયું રડી રહ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org