________________
જ્ઞાનામૃત મોગને ! ચર્ચા કરવા, તેમની પાસે વિષય સમજવા જ્યારે કોઈ આવે ત્યારે જ તેમની વિદ્વત્તાનો ખ્યાલ આવે. કોઠાસૂઝના કારણે અનેકના સલાહકાર હતા. કારણ કે જૈન તત્ત્વજ્ઞાન-દ્રવ્યાનુયોગ-ન્યાય-વ્યાકરણ-કાવ્યનો અભ્યાસ ખૂબ જ ઊંડાણથી કર્યો હતો. અનેક વિષયોમાં પારંગત હતા. તેમના જીવનનું ઘડતર શ્રીમદ્દ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામહેસાણા તેમજ શ્રી જૈનશાસનના મહાન જૈનાચાર્યોએ કર્યું હતું.
વિદ્વત્તા અને નમ્રતા જેવા પરસ્પર વિરોધી ગણાતા ગુણો ભાગ્યે જ સાથે જોવા મળે છે. પરંતુ પંડિતવર્યના જીવનમાં એ બન્નેય ગુણો અતૂટ એક સંપથી સાથે રહેતા હતા.
પંડિતવર્યશ્રી છબીલભાઈએ કેવી કેવી આંધીઓમાંથી જીવન પસાર કર્યું છે તે સ્વમુખે સાંભળી હું ખૂબ જ વ્યથિત થયો. છતાં પંડિતવર્યના મુખ પર સદાય પ્રસન્નતા, ધર્મ ઉપરની અનન્ય શ્રદ્ધા કેટલું બળ આપી જાય છે. કર્મસિદ્ધાંતનું જ્ઞાન મેળવ્યા પછી “હાય” નહીં પરંતુ “હોય” એજ શ્રી જિનશાસનની અદૂભૂત ખૂબી છે, વિલક્ષણતા છે કે જે જે શાસનને સમર્પિત થયા તેને તેને સિદ્ધિના શિખરે ચડાવ્યા છે. પંડિતવર્યની વાણી એવી કે સાંભળતાં જ ઝૂકી જવાનું મન થાય. પૂ. સાધુ ભગવંતો તથા પૂ. સાધ્વીજી મહારાજ સાહેબોને જયારે અધ્યયન કરાવતા હોય ત્યારે એક એક શાસ્ત્ર પંક્તિ એવી રીતે સમજાવે કે ભણનારાને અભ્યાસ જરાય કંટાળાજનક ન લાગે. હજારો સાધુ ભગવંતો તથા સાધ્વીજી મહારાજ સાહેબોએ તેમના અગાધજ્ઞાનની મુક્ત કંઠે પ્રશંસા કરી છે.
વિદ્વાનો સાથે ગોષ્ઠી કરતા હોય ત્યારે એમના મુખમાંથી શાસ્ત્ર પાઠો એવા નીકળે કે પુસ્તકમાં જોયા વિના આટલું બધું સચોટ કથન ક્યાંથી આવતું હશે એવો વિચાર આવ્યા વિના ન રહે.
ફૂલડે ફૂલડે ફોરમની જેમ મહેકતા, પંડિતવર્યશ્રી છબીલદાસભાઈના જીવનમાં અસંખ્ય પ્રેરક પ્રસંગો પથરાયેલા પડ્યા છે. જ્ઞાનના પ્રખર દાતા પંડિતજી શ્રાવણ સુદ-૧૩ના રોજ અધ્યાપન કરાવવાના સમયે નવસ્મરણનું સ્મરણ કરતાં કરતાં આત્મવિચારણામાં લીન બન્યા. જેવું મરણ જોઈતું હતું તેવું સમાધિ મરણ મળતાં સહર્ષ પંડિતવર્ય સ્વર્ગે સિધાવ્યા. શાસનનો ચમકતો સિતારો ગયો. આ શબ્દમાત્રથી સુરત નગરી રુદનથી ઊભરાતી હતી. પંડિતવર્ષે સુરત શહેરમાં જ નહિ, ભારતભરમાં અનેકના હૈયામાં જ્ઞાન-વૈરાગ્યનાં પુનિત કિરણો પાથર્યા છે. સમગ્ર શાસનપક્ષે એક અદ્વિતીય વ્યક્તિને ગુમાવેલ છે.
પ્રભુ શાસનને એક પ્રભાવક-માર્ગદર્શક-આત્માની ખોટ પડી છે. તેમનો આત્મા જ્યાં હોય ત્યાં શીધ્રાતિશીધ્ર સમ્ય રત્નત્રયીની આરાધના કરી શાશ્વત સુખનો ભોક્તા બને, એ જ અભ્યર્થના
કોટી કોટી વંદન હો.. પંડિતજીને ધન્ય હો વિરલ વિભૂતિને ! પુનઃ પુનઃ પ્રણામ હો....
જીવની પરમ શુદ્ધ અવસ્થા તે મોક્ષ અને મલિન અવસ્થા તે સંસાર !
આ સનાતન સત્યને ઉદ્ઘોષિત કરનાર શ્રુતજ્ઞાન છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org